SURAT | Offbeat Stories
સુરતના લિંબાયત વિસ્તારમાં ચાર દિવસમાં બીજી વખત કહેવાતી ‘હાફ એન્કાઉન્ટર’ જેવી ઘટના સામે આવી છે. ગત 10 મેની રાત્રે થયેલી સગીરની હત્યાના કેસમાં ફરાર આરોપી રાહુલ જોગીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીએ ચપ્પુ વડે હુમલો કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસના ફાયરિંગમાં આરોપીના જમણા પગમાં ગોળી વાગતા તે ઘાયલ હાલતમાં ઝડપાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવાર પોતાના મિત્ર સાથે બાઈક પર મોબાઈલ દુકાનનું પેમેન્ટ લેવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ગણેશનગર વિસ્તારમાં આરોપી રાહુલ જોગીની બાઈક સાથે ટક્કર થતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલા ચપ્પુથી અનુરાગની છાતીમાં ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓને કારણે અનુરાગનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ફરાર આરોપીને પકડવા પોલીસનું ઓપરેશન
હત્યા બાદ આરોપી ફરાર થઈ જતા સુરત સિટી પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. વહેલી સવારે પોલીસને બાતમી મળી હતી કે આરોપી મીઠીખાડી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે છુપાયેલો છે. બાતમીના આધારે લિંબાયત પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીને પકડવાનો પ્રયાસ થતાં તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને હેડ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પરિસ્થિતિ વણસતા અને સ્વબચાવની સ્થિતિ ઊભી થતા લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. ચૌહાણે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા તે નીચે ઢળી પડ્યો હતો.
સનાથલ ગામમાં હિંસક અથડામણ: સામાન્ય બાબતે થયેલો ઝઘડો કરુણતામાં પરિણમ્યો, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ
આરોપી અને પોલીસકર્મી બંને સારવાર હેઠળ
ફાયરિંગ બાદ પોલીસે આરોપી રાહુલ જોગીને કસ્ટડીમાં લઈ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ, હુમલામાં ઘાયલ થયેલા કોન્સ્ટેબલ મુકેશ બાગુલને ગોધાદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સુરત જિલ્લાના કીમ રેલવે સ્ટેશન પર 2018 માં બનેલી દુર્ઘટનામાં ગર્ભવતી મહિલાના મૃત્યુ સાથે ગર્ભમાં રહેલા નવ માસના બાળકના મોત અંગે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ પિતાની અપીલ મંજૂર કરી ગર્ભસ્થ બાળકના મોતને માતાના મોતથી અલગ અને સ્વતંત્ર નુકસાન તરીકે માન્યતા આપી છે. કોર્ટે રેલવે તંત્રને બાળકના પિતા જયપ્રકાશ ઘસીટેલાલને 8 લાખ રૂપિયા વળતર 9 ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં અગાઉ રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, અમદાવાદે ઉષાદેવીના મૃત્યુ બદલ વળતર મંજૂર કર્યું હતું, પરંતુ ગર્ભમાં રહેલા બાળક માટેનો અલગ દાવો નકારી કાઢ્યો હતો. ટ્રિબ્યુનલનું કારણ હતું કે ગર્ભસ્થ બાળકને ‘બોનાફાઇડ પેસેન્જર’ તરીકે ગણાવી શકાય નહીં. હાઇકોર્ટે આ અભિગમને કાનૂની રીતે ખોટો ગણાવી સ્પષ્ટ કર્યું કે નવ માસનો ગર્ભ કાયદાની દૃષ્ટિએ બાળક તરીકે ગણાય શકે છે અને તેના મૃત્યુ માટે અલગ વળતર મળી શકે છે.
ગુજરાતમાં આ દિવસે થશે પ્રિ-મોન્સુનની એન્ટ્રી!: આંબલાલ પટેલીની વરસાદી આગાહી
કીમ સ્ટેશનની 2018 ની ઘટના
કોર્ટના રેકોર્ડ મુજબ, 15 એપ્રિલ 2018ના રોજ જયપ્રકાશ ઘસીટેલાલ તેમની ગર્ભવતી પત્ની ઉષાદેવી અને પરિવારજનો સાથે કીમથી કાનપુર જવા માટે મેમુ પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેનમાં ભારે ભીડ હોવાથી ઉષાદેવી દરવાજા પાસે ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ટ્રેન કીમ સ્ટેશનથી શરૂ થતાં જ જર્ક અને જોલ્ટને કારણે તેઓ ચાલતી ટ્રેનમાંથી નીચે પડ્યા અને હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું. તે સમયે તેઓ નવ માસના ગર્ભથી હતા અને ગર્ભસ્થ બાળકનું પણ મૃત્યુ થયું હતું.
હાઇકોર્ટે નોંધ્યું કે ઉષાદેવી પાસે માન્ય રેલવે ટિકિટ હતી અને તેમના ટ્રેનમાંથી પડવાની ઘટના વિવાદિત નહોતી. પોસ્ટમોર્ટમ અને સંબંધિત રિપોર્ટમાં પણ નવ માસના જીવંત ગર્ભના મૃત્યુનો ઉલ્લેખ હતો. ઉષાદેવીના મૃત્યુ અંગે 8 લાખ રૂપિયાનું વળતર અગાઉ મંજૂર થઈ ચૂક્યું હતું અને તે આદેશને રેલવે તંત્રે ઉચ્ચ અદાલતમાં પડકાર્યો નહોતો.
'હવે પછી ક્યારેય રીલ નહીં બનાવું': સુરતના ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ માંગી માફી
હાઇકોર્ટનો કાનૂની અભિગમ
હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ‘નાસ્કિતુરસ’ સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો, જેના હેઠળ ગર્ભસ્થ બાળકને તેના હિત માટે જન્મેલું માનવામાં આવે છે. કોર્ટે કહ્યું કે વળતર કાયદાની વ્યાખ્યાને સંકુચિત રીતે નહીં, પરંતુ માનવીય અને ઉદાર અર્થઘટનથી જોવી જોઈએ. જસ્ટિસ દોશીએ નોંધ્યું કે ગર્ભને બાળક તરીકે માનવામાં આવે ત્યારે તેનું મૃત્યુ માતાના મૃત્યુથી અલગ અકસ્માતજન્ય નુકસાન ગણાય છે.
ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે સ્ટિલબોર્ન બાળક પણ રેલવે અકસ્માતમાં મૃત્યુ પામેલા પીડિત તરીકે વળતર માટે પાત્ર છે. હાઇકોર્ટે ટ્રિબ્યુનલનો 7 ડિસેમ્બર 2021નો આદેશ રદ કરી રેલવેને 12 અઠવાડિયામાં વળતર રકમ અને વ્યાજ ટ્રિબ્યુનલ સમક્ષ જમા કરાવવા કહ્યું છે.
'નમ્રતા સાથે લોકોની સેવા કરો, 5 વર્ષ પછી થશે હિસાબ',: સુરતમાં નવા કોર્પોરેટરોને હર્ષ સંઘવીની સલાહ
ચુકાદાનું મહત્વ
આ ચુકાદો ગુજરાતમાં રેલવે અકસ્માત વળતર કાયદાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેમાં ગર્ભસ્થ બાળકના મૃત્યુને સ્વતંત્ર હક તરીકે માન્યતા અપાઈ છે. મોટર અકસ્માત વળતર કેસોમાં ગર્ભસ્થ બાળક અંગે અગાઉ કોર્ટો દ્વારા વળતર માન્ય કરાયું છે, પરંતુ રેલવે અકસ્માતના સંદર્ભમાં આ પ્રકારનો ચુકાદો દુર્લભ અને માર્ગદર્શક છે.
આ નિર્ણય ભવિષ્યમાં એવા કેસોમાં મહત્વપૂર્ણ બની શકે છે, જ્યાં અકસ્માતમાં ગર્ભવતી મહિલાના મૃત્યુ સાથે ગર્ભસ્થ બાળકનું પણ મૃત્યુ થયું હોય. કોર્ટનો મુખ્ય સંદેશ એ છે કે વળતર કાયદાનો હેતુ માત્ર ટેકનિકલ વ્યાખ્યા લાગુ કરવાનો નથી, પરંતુ અકસ્માતમાં થયેલા વાસ્તવિક માનવીય નુકસાનને ન્યાય આપવાનો છે.
સુરત શહેરમાં વધતા ડ્રગ્સના કારોબાર પર સુરક્ષા એજન્સીઓએ કડક પગલાં લેતા એક મોટો ભાંડો ફૂટ્યો છે. સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ચલાવવામાં આવેલી કામગીરીમાં શહેરના કથિત ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા શખ્સ શિવા ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ શિવા ઝાલાએ જાહેરમાં કાન પકડીને માફી માગતા વીડિયો સામે આવ્યો છે. જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.
આ ઘટના માત્ર એક વ્યક્તિની ધરપકડ સુધી મર્યાદિત નથી પરંતુ તે સુરતમાં ફેલાયેલા નશીલા પદાર્થોના વ્યાપક જાળ અને તેના સામાજિક પ્રભાવ પર પણ પ્રકાશ ફેંકે છે. પોલીસ સૂત્રો અનુસાર આ કેસમાં વધુ લોકો અને નેટવર્કના ખુલાસાની શક્યતા છે.
આ પણ વાંચો: અમદાવાદના વાસણામાં પોલીસની કામગીરી પર સવાલ : સગીર બાળકો સાથે ગેરવર્તણૂક અને યુવતીઓ સાથે ઝપાઝપીના આક્ષેપથી વિવાદ વકર્યો
તપાસમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શિવા ઝાલા માત્ર એક વ્યક્તિગત વેચનાર નહીં પરંતુ મોટા નેટવર્કનો ભાગ હતો. તેની પાસેથી મળેલા પુરાવાઓના આધારે પોલીસ હવે અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
સુરત SOGએ આ કામગીરી દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, ઈનપુટ્સ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી હતી. તપાસ એજન્સીઓ માને છે કે શહેરમાં યુવાનોને ટાર્ગેટ કરીને ડ્રગ્સનું વિતરણ કરવામાં આવતું હતું, જે એક ગંભીર સામાજિક સમસ્યા બની રહી છે.
શિવા ઝાલાનો કાન પકડીને માફી માગતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં તે પોતાના કૃત્યો માટે પસ્તાવો વ્યક્ત કરતો જોવા મળે છે અને ફરી આવી પ્રવૃત્તિમાં સંડોવાશે નહીં તેવું કહે છે. પરંતુ આ વીડિયાને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. શું આ ખરેખર પસ્તાવો છે કે કાયદાકીય દબાણ હેઠળ કરાયેલ કાર્યવાહી?
આ પણ વાંચો: સુરત SBI લૂંટ કેસના આરોપીનું પોલીસ પર ફાયરિંગ : ACP એ સ્વબચાવમાં ગોળી મારી
પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત રેડ અને કામગીરી કરવામાં આવી રહી છે, છતાં આ નેટવર્કને સંપૂર્ણ રીતે તોડી પાડવું પડકારજનક બની રહ્યું છે.  પોલીસ હવે શિવા ઝાલાના સંપર્કો, સપ્લાય ચેઈન અને નેટવર્કને લઈને વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જો આ નેટવર્કના મોટા નામો સામે આવે, તો તે સુરતમાં ચાલી રહેલા ડ્રગ્સ કારોબાર સામે મોટી કાર્યવાહી સાબિત થઈ શકે છે. સત્તાવાળાઓએ પણ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આવી પ્રવૃત્તિઓ સામે “ઝીરો ટોલરન્સ”ની નીતિ અપનાવવામાં આવશે.
આ ઘટના માત્ર એક કેસ નથી, પરંતુ તે શહેરમાં વધતા ડ્રગ્સના ખતરની ચેતવણી છે. પોલીસની કાર્યવાહી મહત્વપૂર્ણ છે, પરંતુ સમાજ અને પરિવારની ભૂમિકા પણ એટલી જ જરૂરી બની જાય છે.
સુરત: હીરાનગરી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં થયેલી રૂ. 50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં શુક્રવારે એક અત્યંત નાટકીય અને જોખમી વળાંક આવ્યો હતો. લૂંટના ગુનામાં ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર પૈકીના એક એવા આરોપી શુભમકુમાર અજીત ઠાકુરને જ્યારે પોલીસ હથિયાર રિકવરી માટે લઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ પર જ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીએ સ્વબચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં આરોપીને ઈજા પહોંચી છે.
કન્યાસી ગામે સર્જાયું ફિલ્મી દ્રશ્ય
પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી શુભમ ઠાકુરે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે લૂંટમાં વપરાયેલ હથિયાર અને મોબાઈલ ફોન તેણે કિમ નજીક આવેલા કન્યાસી ગામની સીમમાં છુપાવ્યા છે. આ કબૂલાતના આધારે શુક્રવારે સાંજે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસની એક સંયુક્ત ટીમ આરોપીને લઈને ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી શુભમ જે સ્થળે હથિયાર છુપાવ્યા હોવાનું બતાવતો હતો ત્યાં પહોંચતા જ તેણે અચાનક પથ્થર નીચે દબાવેલી લોડેડ પિસ્તોલ કાઢી લીધી હતી. પોલીસ કઈ સમજે તે પહેલા જ તેણે વરાછા પોલીસ સ્ટેશનના PI એ.આર. વાળા પર નિશાન સાધીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે PI વાળાનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આ અચાનક થયેલા હુમલાથી પોલીસ બેડામાં સનસનાટી મચી ગઈ હતી.
ACP કિરણ મોદીનો વળતો પ્રહાર
સ્થિતિની ગંભીરતા અને પોલીસ ટીમ પર જીવનું જોખમ જોતા, ત્યાં હાજર ક્રાઈમ બ્રાન્ચના ACP કિરણ મોદીએ તુરંત જ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી હતી અને સ્વબચાવમાં આરોપી પર ગોળીબાર કર્યો હતો. ACP દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક ગોળી શુભમ ઠાકુરના ડાબા પગના મસલ્સમાં વાગીને જમણા પગમાંથી આરપાર નીકળી ગઈ હતી. ગોળી વાગતા જ આરોપી લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. પોલીસે તુરંત જ તેને કસ્ટડીમાં લઈ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ખસેડ્યો હતો.
ગુજરાતમાં જ્યાં એક સમયે રોજ લાગતી હતી મડદાની લાઈનો: ત્યાં આજે બની ગયો છે ભારતનો સૌથી ડરામણો બીચ
બિહારની જેલમાંથી રચાયું હતું લૂંટનું કાવતરું
તપાસમાં જે ખુલાસા થયા છે તે ચોંકાવનારા છે. આ લૂંટ કોઈ સામાન્ય ચોરી નહોતી, પરંતુ આંતરરાજ્ય ગેંગ દ્વારા રચાયેલું એક સુવ્યવસ્થિત કાવતરું હતું. પોલીસ તપાસ મુજબ, સમગ્ર લૂંટનું ઓપરેશન બિહારની જેલમાંથી કુંદન ભગત નામના ગુનેગાર દ્વારા ઓપરેટ કરવામાં આવતું હતું.
શુભમ ઠાકુર લૂંટના દસ દિવસ પહેલા જ ખાસ ફ્લાઈટ દ્વારા દિલ્હીથી સુરત આવ્યો હતો. જ્યારે ગેંગના અન્ય પાંચથી છ સભ્યો ટ્રેન મારફતે હથિયારો સાથે બિહાર અને ઉત્તરપ્રદેશથી સુરત પહોંચ્યા હતા. તેઓએ સુરતમાં રહીને બેંકની રેકી કરી હતી અને ત્યારબાદ ધોળા દિવસે રૂ. 50 લાખની લૂંટ ચલાવી હતી. સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શુભમ ઠાકુર અને વિકાસસિંહ રાજપૂતને અયોધ્યાથી દબોચી લીધા હતા.
કિમ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
પોલીસ પર ફાયરિંગ કરવાની આ ઘટનાને પગલે શુભમ ઠાકુરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લૂંટના ગુના ઉપરાંત હવે તેની સામે કિમ પોલીસ સ્ટેશનમાં 'હત્યાનો પ્રયાસ' (IPC/BNS ની સંબંધિત કલમો) અને 'સરકારી ફરજમાં રૂકાવટ' હેઠળ નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શનિવારે એફએસએલ (FSL)ની ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ લોહીના નમૂના અને ખાલી કારતૂસ કબજે કર્યા હતા.
લંડન જવાના સપના વચ્ચે ગુજરાતી પરિવાર બંધક?: દુબઈ બાદ સંપર્ક તૂટ્યો, 1 કરોડની ખંડણીની માંગનો આક્ષેપ
વહીવટી અને તબીબી તપાસ
હાલમાં શુભમ ઠાકુર સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ છે. સિવિલ હોસ્પિટલના તબીબી અહેવાલ મુજબ, તેના બંને પગમાં 3 થી 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન છે. જોકે તેની હાલત અત્યારે સ્થિર છે. બીજી તરફ, સુરત પોલીસની અલગ-અલગ ટીમો હજુ પણ આ કેસમાં ફરાર અન્ય છ આરોપીઓને પકડવા માટે ઉત્તરપ્રદેશ અને બિહારમાં ધામા નાખીને બેઠી છે.
સુરત પોલીસ કમિશનરે આ કેસમાં ઝડપી કામગીરી અને હિંમત બતાવનાર અધિકારીઓની કામગીરીની પ્રશંસા કરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સુરત પોલીસ ગુનેગારો સામે કડક હાથે કામ લેવા માટે કટિબદ્ધ છે.
Surat Civil Hospital: ગુજરાતના શિક્ષણ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આજે સુરત સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લેતા હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સામાન્ય રીતે મંત્રીઓની મુલાકાત પૂર્વ નિર્ધારિત હોય છે, પરંતુ પ્રફુલ પાનસેરીયાએ કોઈ પણ જાણ કર્યા વગર હોસ્પિટલના વોર્ડમાં પહોંચી જઈને તંત્રની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન મંત્રીએ સિવિલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી અને ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓ તથા તેમના સ્વજનો સાથે સીધી વાતચીત કરીને મળતી સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા.
સિવિલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક અને સ્થળ પર તપાસ
આરોગ્ય મંત્રીએ હોસ્પિટલમાં નાની-મોટી સમસ્યાઓના ત્વરિત ઉકેલ માટે સિવિલના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે બ્લડ કલેક્શન સેન્ટર, વોર્ડ અને વેઇટિંગ એરિયામાં જઈને સફાઈ તેમજ દવાઓની ઉપલબ્ધતાની તપાસ કરી હતી. મંત્રીએ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે,  દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી પડવી જોઈએ નહીં અને તમામ સુવિધાઓ સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવું.
ગર્ભમાં દીકરીઓની હત્યા કરનારા 'મોતના સોદાગર' ફાર્માસિસ્ટની ધરપકડ: ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ફેલાયેલું હતું નેટવર્ક
ઉનાળાની ગરમી અને પાણીજન્ય રોગો સામે તંત્ર સજ્જ
હાલમાં વધી રહેલા તાપમાન અને ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને મંત્રીએ ખાસ સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી છે, ત્યારે હીટવેવ અને પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો થઈ શકે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત સિવિલ સહિત રાજ્યની તમામ હોસ્પિટલો, PHC અને CHC કેન્દ્રોને સજ્જ કરવામાં આવ્યા છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની સુવિધા પણ સતર્ક કરી દેવાઈ છે."
બર્ડ ફ્લૂ અંગે મંત્રીની સ્પષ્ટતા: ગભરાવાની જરૂર નથી
પડોશી રાજ્ય મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસો સામે આવતા મંત્રીએ ગુજરાતની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી હતી. પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, "ગુજરાતમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી, તેથી જનતાએ ગભરાવાની જરૂર નથી. જોકે, સાવચેતીના ભાગરૂપે મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલા 10 કિમીના વિસ્તારના ગામડાઓ અને પોલ્ટ્રી ફાર્મમાં ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પશુપાલન અને આરોગ્ય વિભાગની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે."
માણસ છે કે રાક્ષસ! રામગોપાલ 15 હજારમાં કરી આપતો હતો ગર્ભપાત: ઘરે આવી કરતો ગર્ભ પરીક્ષણ, સુરતમાં ‘મમતા’ના નામે ચાલતી હતી કતલની હાટડી
લોકહિત માટે સતત પ્રયત્નશીલ રહેવા સૂચના
મંત્રીએ મુલાકાતના અંતે સિવિલના સ્ટાફને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ એ સેવાનું કાર્ય છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર વિનામૂલ્યે મળી રહે. કોઈપણ ટેકનિકલ ખામી કે વહીવટી પ્રશ્નો હોય તો તેનો ત્વરિત નિકાલ લાવવા માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે.
Addiction : આજના સમયમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટ મનોરંજનનું સાધન મટીને એક ગંભીર વ્યસન બની ગયું છે. ખાસ કરીને ગુજરાતના મેટ્રો શહેરોમાં જે કિસ્સાઓ સામે આવ્યા છે તે આઘાતજનક છે. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં પરિવારોએ પોતાના જ સંતાનોના વર્તનને કાબૂમાં લેવા માટે વ્યાવસાયિક બાઉન્સરોની મદદ લેવી પડી છે. આ કોઈ ફિલ્મી વાર્તા નથી પરંતુ એક એવી સામાજિક કટોકટી છે જે દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.
અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો : 16 વર્ષની કિશોરી અને 4 બાઉન્સર
અમદાવાદમાં એક 16 વર્ષની કિશોરીના કિસ્સાએ સૌને હચમચાવી દીધા છે. આ છોકરીને સોશિયલ મીડિયા અને મોબાઈલ ફોનનું એવું વળગણ હતું કે તે દિવસ-રાત ફોનમાં જ ખોવાયેલી રહેતી. જ્યારે તેના માતા-પિતાએ તેનો ફોન લઈ લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. તે ઘરનો સામાન ફેંકતી અને પરિવારના સભ્યો પર શારીરિક હુમલો કરતી હતી. દીકરીને શાંત રાખવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પરિવારે દર મહિને 65,000 રૂપિયાના ખર્ચે બે શિફ્ટમાં ચાર બાઉન્સર રાખ્યા છે. આ બાઉન્સર 24 કલાક તેના રૂમની બહાર નજર રાખે છે જેથી તે ફોનનો ઉપયોગ ન કરી શકે.
પાલતુ પ્રાણીઓ પણ અસુરક્ષિત : ગેમિંગનું ઘેલું
માત્ર અમદાવાદ જ નહીં પણ સુરતમાં પણ આવા જ કિસ્સાઓ જોવા મળ્યા છે. સુરતની એક સિક્યુરિટી એજન્સીના જણાવ્યા મુજબ, એક કિશોર ગેમિંગના વ્યસનમાં એટલો હિંસક બની ગયો હતો કે તે પોતાના પિતા પર ગુસ્સો ઉતારવા માટે ઘરના પાલતુ કૂતરા પર હુમલો કરતો હતો. પિતાને પોતાના પ્રિય પાલતુ પ્રાણીની ચિંતા હોવાથી તેમણે નવ મહિના સુધી આઠ બાઉન્સર રાખ્યા હતા. આ કિસ્સો દર્શાવે છે કે ગેમિંગનું વ્યસન બાળકના મગજ પર કેટલી નકારાત્મક અસર કરી શકે છે.
મનોચિકિત્સકોનું વિશ્લેષણ : કેમ બાળકો હિંસક બને છે?
માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે વધુ પડતો સ્ક્રીન ટાઇમ બાળકની ભાવનાત્મક સ્થિરતાને ખતમ કરી નાખે છે. જ્યારે કોઈ બાળક કલાકો સુધી ગેમ રમે છે ત્યારે તેના મગજમાં ડોપામાઈન નામનું કેમિકલ રિલીઝ થાય છે, જે તેને ખુશી આપે છે. જ્યારે આ સ્ત્રોત એટલે કે ફોન છીનવી લેવામાં આવે છે ત્યારે બાળક 'વિથડ્રોઅલ સિમ્પટમ્સ' અનુભવે છે. આ સ્થિતિમાં તેને ભારે ગુસ્સો આવે છે ગભરામણ થાય છે અને તે હિંસક બની જાય છે. ઘણીવાર આ ડિજિટલ વ્યસન પાછળ એકલતા કે અન્ય માનસિક તણાવ પણ જવાબદાર હોય છે.
માતા-પિતાની લાચારી અને આર્થિક બોજ
આજકાલના વાલીઓ સંતાનોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા બાદ બાઉન્સર જેવો આખરી રસ્તો અપનાવે છે. સિક્યુરિટી એજન્સીઓ પાસે હવે આવા કિસ્સાઓ વધી રહ્યા છે. 24 કલાકની સુરક્ષા માટે પ્રતિ બાઉન્સર રોજના આશરે 3,000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. છતાં પરિવારો આ ખર્ચ વેઠવા તૈયાર છે કારણ કે, તેઓ ઘરે વધતી જતી આક્રમકતાથી ડરેલા છે. જોકે આ કાયમી ઉકેલ નથી કારણ કે બાઉન્સર માત્ર શારીરિક દેખરેખ રાખી શકે છે માનસિક ઈલાજ નહીં.
શું હોઈ શકે સાચો ઉકેલ?
ડોક્ટરોના મતે આ સમસ્યાનો ઉકેલ માત્ર સજા કે પ્રતિબંધ નથી. જો બાળક હિંસક થતું હોય તો તેને તાત્કાલિક મનોચિકિત્સકની સલાહ અપાવવી જોઈએ. માતા-પિતાએ બાળકની દિનચર્યા નક્કી કરવી જોઈએ અને તેમને મેદાનની રમતો કે વાંચન જેવા શોખમાં વ્યસ્ત રાખવા જોઈએ. અચાનક ફોન છીનવી લેવાને બદલે ધીમે ધીમે સમય ઘટાડવો અને પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વિતાવવો તે જ એકમાત્ર કાયમી રસ્તો છે.
Surat news: સુરતમાં માનવતાને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વરાછા વિસ્તારમાં ડૉક્ટરની ડિગ્રી વગર જ ગેરકાયદે ગર્ભપાતનું મસમોટું નેટવર્ક ચલાવતા ફરાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલને આખરે સુરત પોલીસે આંજણા ફાર્મ પાસેથી દબોચી લીધો છે. આરોપી 'મમતા હોસ્પિટલ'ના ઓઠા હેઠળ માસૂમ દીકરીઓને ગર્ભમાં જ ખતમ કરવાનો કાળો કારોબાર ચલાવતો હતો.
6 મહિના પહેલાં જેલમાં ગયો, છૂટીને ફરી 'મોતની હાટડી' ખોલી નાખી
આરોપી રામગોપાલ ખંડેલવાલની ગુનાહિત માનસિકતા એટલી હદે વકરેલી છે કે તેને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. નવેમ્બર 2025માં પણ તે 'શિવાય હોસ્પિટલ'ના નામે ગેરકાયદે ગર્ભપાત કરતા પકડાયો હતો. જેલમાંથી છૂટ્યાના માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં તેણે એ જ જૂના સ્થળે 'મમતા હોસ્પિટલ'નું નવું બોર્ડ લગાવી દીધું અને ફરી પાપની હાટડી શરૂ કરી દીધી. ગર્ભ પરીક્ષણ માટે ₹10,000 (ઘરે જઈને સુવિધા) અને અસુરક્ષિત ગર્ભપાત માટે ₹15,000 રૂપિયા લેવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે.
વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી સિદ્ધિ : ધમધમતા વડસર રોડ પર માત્ર 2 કલાકમાં 40 મીટર લાંબો ગર્ડર લોન્ચ
આંતરરાજ્ય નેટવર્ક: મહારાષ્ટ્ર-રાજસ્થાન સુધી છેડા
રામગોપાલના આ કાળા કારનામાની ખ્યાતિ સુરત પૂરતી મર્યાદિત નહોતી. મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યોમાંથી પણ સગર્ભાઓ અહીં ગર્ભપાત કરાવવા આવતી હતી. આશ્ચર્યની વાત એ છે કે જે નેટવર્કની જાણ બહારના રાજ્યોના લોકોને હતી, તેનાથી સ્થાનિક આરોગ્ય વિભાગ તદ્દન અજાણ હોવાનો ડોળ કરી રહ્યો છે.
આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા અને CDHO સામે સવાલ
સુરત જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. અનિલ પટેલની કાર્યપદ્ધતિ સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શું આરોગ્ય વિભાગના નાક નીચે ચાલતા આ ગોરખધંધામાં કોઈ 'મિલીભગત' છે? એકવાર ગુનામાં પકડાયેલા ફાર્માસિસ્ટનું લાયસન્સ રદ કરવામાં વિલંબ કેમ કરવામાં આવ્યો? શંકાસ્પદ સોનોગ્રાફી સેન્ટરો અને હોસ્પિટલો પર નિયમિત તપાસ કેમ કરવામાં આવતી નથી? નિષ્ણાતોનું માનવું છે કે જો નિષ્પક્ષ તપાસ થાય તો આરોગ્ય વિભાગની મોટી લાલિયાવાડી બહાર આવી શકે તેમ છે.
પીએમ મોદી 11 મેના રોજ સોમનાથની મુલાકાતે : મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષની ઉજવણીમાં આપશે હાજરી, સોશિયલ મીડિયા પર શેર કરી ખાસ પોસ્ટ
પોલીસ હવે 'કુંડળી' ખંગાળશે
તાજેતરમાં 'મમતા મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ'માં પડેલા દરોડા દરમિયાન પોર્ટેબલ મશીન દ્વારા ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ થયો હતો. પોલીસ હવે રામગોપાલના રિમાન્ડ મેળવી એ જાણવા પ્રયાસ કરશે કે આ નેટવર્કમાં બીજા કયા 'મોટા માથાઓ' કે એજન્ટો સામેલ છે. ડૉક્ટર ન હોવા છતાં આટલી હિંમત પાછળ કોનો હાથ છે, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
સમાજ માટે ચેતવણી
પુત્ર-પુત્રીના ભેદભાવમાં માસૂમ જીવ લેતા આવા 'લેભાગુ તબીબો' માત્ર ગુનેગાર નથી, પણ સમાજ માટે કલંક છે.
ગુજરાતમાં ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની માંગ ફરી એકવાર તેજ બની છે. સુરત, રાજકોટ અને ભાવનગર સહિતના શહેરોમાં ગૌભક્તો, સાધુ-સંતો અને ગૌસેવકો દ્વારા ભવ્ય રેલીઓ, પદયાત્રાઓ અને હસ્તાક્ષર અભિયાન યોજાઈ રહ્યા છે. ગૌરક્ષા અને ગૌસંવર્ધનના મુદ્દે વિવિધ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ, ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો અને ‘ગૌ સંવર્ધન મંત્રાલય’ની રચનાની માંગ ઉઠી છે.
સુરતમાં ગૌભક્તો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મિલેનિયમ માર્કેટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી દરમિયાન બુલડોઝર અને બળદગાડા મુખ્ય આકર્ષણ બન્યા હતા. ગૌમાતાના સંરક્ષણ માટે કડક કાયદા અમલમાં મૂકવાની માંગ સાથે ગૌભક્તોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અભિયાન હેઠળ આશરે પાંચ લાખ હસ્તાક્ષર એકત્રિત કરવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે.
લોહીથી લખાયેલા પત્રોથી સરકારને સંદેશ
સુરતમાં ગૌભક્તોએ પ્રતીકાત્મક વિરોધ અને ભાવનાત્મક અપીલ રૂપે પોતાના લોહીથી પત્રો લખી દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. ગૌસેવકોનું કહેવું છે કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, કૃષિ પરંપરા અને આધ્યાત્મિક જીવનશૈલીનું કેન્દ્રબિંદુ છે, તેથી તેને રાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન મળવું જોઈએ.
રેલીમાં જોડાયેલા આગેવાનો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે દેશભરમાં ગૌરક્ષા માટે અનેક વર્ષોથી ચળવળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા અંગે કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. ગૌભક્તોએ સરકારને આ મુદ્દે સંવેદનશીલ અભિગમ અપનાવવાની અપીલ કરી હતી.
રાજકોટમાં સહી ઝુંબેશ શરૂ
રાજકોટમાં પણ ગૌમાતા મુદ્દે અભિયાન તેજ બન્યું છે. શહેરના બહુમાળી ચોક ખાતે ગૌપ્રેમીઓ અને ગૌસેવકો દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આ અભિયાનમાં જોડાયા હતા અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને સમર્થન આપ્યું હતું.
આ અભિયાનમાં ગુજરાત ગૌ આયોગના પૂર્વ ચેરમેન ડૉ. વલ્લભ કથીરિયા પણ જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે ગૌમાતા માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ ભારતીય કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રનો આધારસ્તંભ છે. અભિયાન પૂર્ણ થયા બાદ મામલતદાર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ગૌભક્તોનું માનવું છે કે ગૌસંવર્ધન માટે રાજ્ય અને કેન્દ્ર સ્તરે અલગ મંત્રાલય રચવામાં આવે તો ગૌશાળાઓ, ગૌચર જમીન અને નિરાધાર પશુઓ માટે વધુ અસરકારક નીતિઓ બનાવી શકાય.
ભાવનગરમાં ભવ્ય પદયાત્રા
ભાવનગર શહેર આજે ગૌભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે જશોનાથ ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો, સામાજિક આગેવાનો, ગૌસેવકો અને મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતા.
પદયાત્રા દરમિયાન “ગૌમાતા રાષ્ટ્રીય માતા બનાવો” અને “ગૌરક્ષા અમારો સંકલ્પ” જેવા નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાનું મહત્વપૂર્ણ પ્રતિક છે. તેમણે સરકાર સમક્ષ ગૌરક્ષા માટે વધુ કડક કાયદા અને ગૌસંવર્ધન માટે ખાસ નીતિ ઘડવાની માંગ કરી હતી. પદયાત્રા અંતે પ્રતિનિધિમંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી આ માંગ પહોંચાડવાની વિનંતી કરવામાં આવી હતી.
ગૌરક્ષા મુદ્દે રાજકીય અને સામાજિક ચર્ચા તેજ
ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ છેલ્લા કેટલાક વર્ષોથી અલગ-અલગ સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે આ મુદ્દે દેશમાં રાજકીય અને સામાજિક સ્તરે ભિન્ન મતો પણ જોવા મળે છે. કેટલાક વર્ગો ગૌરક્ષાને સાંસ્કૃતિક અને ધાર્મિક આસ્થા સાથે જોડે છે, જ્યારે અન્ય વર્ગો કાયદાકીય અને બંધારણીય દ્રષ્ટિકોણથી ચર્ચાની જરૂરિયાત વ્યક્ત કરે છે. હાલ રાજ્યના વિવિધ શહેરોમાં શરૂ થયેલા આ અભિયાનને કારણે ગૌરક્ષા અને ગૌસંવર્ધનનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આગામી સમયમાં સરકાર આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિસાદ આપે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.
Surat Crime News: સુરતમાં ગર્ભમાં દીકરી હોવાની જાણ થતાં ગેરકાયદે ગર્ભપાત કરાવવાના કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે. આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં મહિલા ભ્રૂણહત્યાના સુવ્યવસ્થિત નેટવર્કનો ભેદ ખુલ્યો છે, જેમાં ડૉક્ટરો, દલાલો અને ગેરકાયદે ક્લિનિક ચલાવનારાઓની સંડોવણી સામે આવી રહી છે. સમગ્ર કેસ બહાર આવતા આરોગ્ય વ્યવસ્થાની વિશ્વસનીયતા અને PCPNDT કાયદાના અમલ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.
ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના PAનો હત્યારો ઝડપાયો: હિસ્ટ્રીશીટરને કોણે આપી હતી સોપારી? બંગાળ હત્યાકાંડમાં ખુલી શકે છે મોટા નામો
પ્રાથમિક માહિતી મુજબ આ સમગ્ર નેટવર્ક લાંબા સમયથી કાર્યરત હતું અને તેમાં ગર્ભમાં બાળકનું લિંગ જાણી પછી દીકરી હોવાનું બહાર આવે તો ગર્ભપાત કરાવવામાં આવતો હતો. સુરતના જાણીતા તબીબી વ્યવસાયી રામગોપાલ ખંડેલવાલનું નામ પણ તપાસમાં સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. આરોગ્ય વિભાગે સંબંધિત ક્લિનિકો અને સેન્ટરોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
ગુજરાત પોલીસમાં મોટાપાયે PIની બદલીઓ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પુરી થતાં જ મોટો ફેરફાર, જાણો કયા PIને ક્યાં મુકાયા
કેવી રીતે બહાર આવ્યું આખું રેકેટ?
સૂત્રોના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગને છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે લિંગ નિર્ધારણ અને શંકાસ્પદ ગર્ભપાત અંગે માહિતી મળી રહી હતી. ત્યારબાદ ડિકોય ઓપરેશન અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દલાલો મારફતે ગર્ભવતી મહિલાઓને સંપર્ક કરી ગોપનીય રીતે ટેસ્ટ અને બાદમાં ગર્ભપાત કરાવવાની વ્યવસ્થા થતી હોવાનું સામે આવ્યું. તપાસ એજન્સીઓએ કેટલાક મોબાઇલ ચેટ, ટ્રાન્ઝેક્શન રેકોર્ડ અને દર્દીઓની વિગતો પણ કબજે કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સમગ્ર નેટવર્ક ખૂબ જ ગોઠવાયેલા રીતે કામ કરતું હતું, જેમાં એક રાજ્યમાંથી બીજા રાજ્ય સુધી દર્દીઓને ખસેડવાની વ્યવસ્થા પણ થતી હતી જેથી કાયદાની નજરથી બચી શકાય. આ કેસમાં આરોગ્ય વિભાગે અનેક મેડિકલ દસ્તાવેજો અને સોનોગ્રાફી સંબંધિત માહિતી સીલ કરી છે. કેટલાક સ્થળોએ નોંધપોથીમાં ગેરરીતિઓ અને રેકોર્ડમાં ફેરફારના પુરાવા પણ મળ્યા હોવાનું કહેવાય છે.
હોસ્ટેલના રૂમે તાળું, મોબાઈલ સ્વીચ ઓફ!: બરોડા મેડિકલ કોલેજનો MBBS વિદ્યાર્થી ક્યાં ગયો? 10 દિવસ છતાં કોઈ પત્તો નહીં
PCPNDT કાયદા છતાં કેમ ચાલુ છે ભ્રૂણહત્યા?
ભારતમાં ગર્ભમાં બાળકનું લિંગ જણાવવું અને તેના આધારે ગર્ભપાત કરાવવું PCPNDT Act હેઠળ ગંભીર ગુનો ગણાય છે. તેમ છતાં વિવિધ રાજ્યોમાં સમયાંતરે આવા રેકેટ સામે આવતા રહ્યા છે. નિષ્ણાતોના મત અનુસાર દીકરી પ્રત્યેની સામાજિક માનસિકતા, કુટુંબનું દબાણ અને ગેરકાયદે કમાણીના લોભને કારણે આવા ગુનાઓ સંપૂર્ણપણે અટકતા નથી. ગુજરાતમાં પણ અગાઉ અનેક શહેરોમાં લિંગ નિર્ધારણના કેસ સામે આવ્યા છે. સરકાર દ્વારા નિયમિત ચેકિંગ, સોનોગ્રાફી સેન્ટરોનું મોનિટરિંગ અને લાઇસન્સ ચકાસણી છતાં ગેરકાયદે નેટવર્ક અલગ અલગ રીતે કાર્યરત રહેતા હોવાનું તપાસ એજન્સીઓ માને છે. સામાજિક કાર્યકરોએ આ ઘટનાને “માનવતા વિરુદ્ધનો ગુનો” ગણાવી કડક સજાની માંગ કરી છે. મહિલા સંગઠનોનું કહેવું છે કે ટેક્નોલોજીનો દુરુપયોગ કરી દીકરીઓને જન્મ પહેલા જ મોતને ઘાટ ઉતારવાનો આ પ્રકારનો વ્યવસાય સમાજ માટે ખતરનાક સંકેત છે.
રૂમ ન મળતા પોલીસકર્મીએ યુવકને વાળ ખેંચીને લાફા ઝીંક્યા: અમદાવાદમાં પોલીસની ગુંડાગીરીનો વીડિયો વાયરલ
ડૉક્ટરોની ભૂમિકા પર ઉઠ્યા સવાલ
આ કેસમાં સૌથી ગંભીર મુદ્દો તબીબી વ્યવસાય સાથે જોડાયેલા લોકોની સંડોવણી છે. સામાન્ય રીતે દર્દીઓ ડૉક્ટરો પર વિશ્વાસ રાખે છે, પરંતુ જો મેડિકલ વ્યવસાય જ ગેરકાયદે ગર્ભપાત અને લિંગ નિર્ધારણમાં સંડોવાય તો સમગ્ર સિસ્ટમ પર અસર પડે છે. આરોગ્ય વિભાગે સંડોવાયેલા ડૉક્ટરોના લાઇસન્સ અને રજિસ્ટ્રેશનની તપાસ શરૂ કરી છે. સાથે જ સંબંધિત ક્લિનિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. કેટલાક લોકોની પૂછપરછ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ તપાસ હવે માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી રહી. અન્ય જિલ્લાઓ અને રાજ્યો સાથેના કનેક્શન અંગે પણ તપાસ ચાલી રહી છે. આ કારણે સમગ્ર કેસ વધુ મોટા નેટવર્ક તરફ સંકેત કરતો હોવાનું માનવામાં આવે છે.
"નિઝામ પેલેસ આઓ, ગપ્પે મારેંગે, ચાય પીયેગેં, જશ્ન મનાયેંગે...!": ગોળીબારની ઘટના પહેલાં ચંદ્રનાથની કોની સાથે થઈ હતી છેલ્લી વાતચીત
સમાજ માટે ચેતવણી સમાન કેસ
મહિલા ભ્રૂણહત્યા માત્ર કાનૂની ગુનો જ નહીં પરંતુ સામાજિક અસંતુલન ઊભું કરતો ગંભીર મુદ્દો પણ છે. છેલ્લા ઘણા વર્ષોથી સરકાર “બેટી બચાવો” જેવા અભિયાનો ચલાવી રહી છે, છતાં આવા કેસો સામે આવવાથી હજુ પણ માનસિકતા બદલવાની મોટી જરૂરિયાત સ્પષ્ટ થાય છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર લાંબા ગાળે લિંગ અનુપાતમાં ઘટાડો સમાજ માટે ગંભીર પડકાર ઊભો કરી શકે છે. કેટલાક વિસ્તારોમાં પહેલેથી જ છોકરીઓની સંખ્યા ઘટતા સામાજિક સમસ્યાઓ વધતી જોવા મળી રહી છે. સુરતમાં બહાર આવેલું આ રેકેટ હવે માત્ર કાનૂની કાર્યવાહીનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર સમાજ માટે આત્મમંથનનો વિષય બની ગયું છે. આરોગ્ય વિભાગ અને પોલીસ માટે હવે આરોપીઓને કડક સજા અપાવવી અને આવાં નેટવર્કને સંપૂર્ણપણે તોડી પાડવું સૌથી મોટો પડકાર રહેશે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાતા મહાનગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે. ખાસ કરીને ઝાડા-ઉલ્ટી અને પેટ સંબંધિત બીમારીઓના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરભરમાં આકસ્મિક ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. ઉનાળાની સિઝનમાં લોકો મોટા પ્રમાણમાં મેંગો શેક, કેરીનો રસ અને આઇસ ડિશનું સેવન કરતા હોય છે, ત્યારે ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.
ફૂડ વિભાગની ટીમોએ શહેરના વિવિધ ઝોનમાં એકસાથે કાર્યવાહી કરીને કુલ 36 દુકાનો અને સેન્ટરો પર તવાઈ બોલાવી હતી. જેમાં 21 મેંગો શેકની દુકાનો અને 15 આઇસ ડિશ સેન્ટરોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન અનેક સ્થળોએ અસ્વચ્છતા, ગંદકી અને શંકાસ્પદ ખાદ્ય સામગ્રી મળી આવતા અધિકારીઓએ સેમ્પલ એકત્રિત કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.
સિન્થેટિક કલર અને કેમિકલના ઉપયોગની આશંકા
ઉનાળાની ગરમીમાં ઠંડા પીણાં અને મેંગો આધારિત ખાદ્ય વસ્તુઓની માંગમાં ભારે વધારો થતો હોય છે. પરંતુ વધુ નફો કમાવાની લાલચમાં કેટલાક વેપારીઓ કુદરતી કેરીના બદલે સિન્થેટિક કલર, કૃત્રિમ ફ્લેવર અને કેમિકલયુક્ત એસેન્સનો ઉપયોગ કરતા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવા કેમિકલયુક્ત પદાર્થો માનવ શરીર માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ખાસ કરીને લીવર, કિડની અને પાચનતંત્ર પર તેની ગંભીર અસર પડી શકે છે. લાંબા સમય સુધી આવા પદાર્થોનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઝેરી તત્ત્વો એકત્રિત થઈને ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. બાળકો અને વૃદ્ધો માટે આવી ખાદ્ય વસ્તુઓ વધુ જોખમી માનવામાં આવે છે.
શહેરમાં વધતા રોગચાળાએ તંત્રની ચિંતા વધારી
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઝાડા-ઉલ્ટી, પેટમાં દુખાવો અને ફૂડ પોઈઝનિંગ જેવા કેસોમાં વધારો નોંધાયો છે. ખાનગી હોસ્પિટલો અને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં આવા દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
ખાસ કરીને ખુલ્લામાં વેચાતી ખાદ્ય વસ્તુઓ, બરફનો અયોગ્ય ઉપયોગ અને ગંદા પાણીથી બનાવાતા પીણાં લોકોના આરોગ્ય માટે ખતરો ઉભો કરી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ ફૂડ સેફ્ટી ચેકિંગ વધુ કડક બનાવવાનું નક્કી કર્યું છે.
ગુજરાતમાં માવઠા બાદ હવે આકરો ઉનાળો શરૂ: રાજકોટ સૌથી ગરમ શહેર; 7 શહેરોમાં પારો 40°C પાર
લેબ રિપોર્ટ બાદ થશે કાર્યવાહી
ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલોના રિપોર્ટ હવે લેબોરેટરીમાંથી આવવાના બાકી છે. જો પરીક્ષણ દરમિયાન ખાદ્ય સુરક્ષા ધોરણોના ભંગની પુષ્ટિ થશે તો સંબંધિત વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં દંડ, લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી તેમજ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.
મહાનગરપાલિકાના અધિકારીઓએ વેપારીઓને સ્વચ્છતા જાળવવા, ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા સૂચના આપી છે. સાથે જ લોકોને પણ બહારની ખાદ્ય વસ્તુઓ ખરીદતી વખતે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે વધુ એક મોટું રોકાણ આવવાની જાહેરાત સાથે રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળવાની શક્યતા ઊભી થઈ છે. અંદાજે 4,000 કરોડ રૂપિયાના ખર્ચે 2 નવા સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાના નિર્ણયથી ગુજરાત દેશના ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનશે. રાજ્ય સરકાર અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચે વધતી ભાગીદારીના ભાગરૂપે આ પ્રોજેક્ટ્સને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગ વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વનો બની રહ્યો છે, કારણ કે મોબાઇલ, ઓટોમોબાઈલ, ડિફેન્સ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
સરકારે ગુજરાતના ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડની 3068 કરોડ રૂપિયાના રોકાણવાળી 'ઈન્ટીગ્રેટેડ કમ્પાઉન્ડ સેમીકંડક્ટર અને એડવાન્સ પેકેજિંગ' (ATMP) સુવિધાને મંજૂરી આપી છે. આ એકમ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે આ ગેલિયમ નાઇડ્રાઈડ (GaN) ચિપ્સનું નિર્માણ કરશે, જે મિની અને માઇક્રો એલઈડી ડિસ્પ્લે માટે જાણીતી છે. તેની વાર્ષિક ક્ષમતા 72000 વર્ગ મીટર ડિસ્પ્લે પેલન અને 24000 સેટ RGB GaN ચિપ્સની હશે. આ એકમ ભારતનું પ્રથમ માઇક્રો એલઈડી ફેબ્રિકેશન યુનિટ હશે, જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશોની સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદેશ મંત્રાલયનું રણનીતિક સમર્થન હાસિલ છે.
સુરતમાં ચિપ ટેસ્ટિંગ અને એસેમ્બલી
ગુજરાતના સુરત શહેરમાં સુચી સેમીકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક ઓસૈટ Outsourced Semiconductor Assembly and Test સુવિધાને કેબિનેટે લીલી ઝંડી આપી છે. 868 કરોડ રૂપિયાના રોકાણથી બનનારું આ યુનિટ સેમીકંડક્ટર વેલ્યુ ચેનની એક મહત્વપૂર્ણ કડી છે. અહીં લીડ ફ્રેમ અને વાયર-બોન્ડ પેકેજિંગ તકનીકનો ઉપયોગ કરી ચિપ્સની એસેમ્બલી અને ટેસ્ટિંગ કરવામાં આવશે.
આ યુનિટ કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિક વાહન, ઓટોમોટિવ સિસ્ટમ અને નવીન ઉર્જા જૈવા ક્ષેત્રોની જરૂરિયાતને પૂર્ણ કરશે. તેની વાર્ષિક ક્ષમતા 673 મિલિયન સ્મોલ આઉટલાઇન ઈન્ટીગ્રેટેડ સર્કિટ્સ  (SOIC) અને 360 મિલિયન ટ્રાન્ઝિટર આઉટલાઇન પેકેજ તૈયાર કરવાની હશે. આ પ્લાન્ટથી આશરે 630 લોકોને રોજગાર મળશે.
આ પણ વાંચો: New LPG Rule: હવે એક ઘર માટે LPG અને PNG બંને કનેક્શન નહીં? : સરકારે લાગુ કર્યા નવા નિયમો
સ્થાનિક અર્થતંત્રને મળશે બળ
આ 2 યુનિટના સ્થાપાશે તો ગુજરાતમાં હજારો લોકો માટે રોજગારના નવા અવસર ઊભા થવાની શક્યતા છે. સીધી રોજગારી ઉપરાંત, પરોક્ષ રીતે પણ સપ્લાય ચેઈન, લોજિસ્ટિક્સ અને સર્વિસ સેક્ટરમાં મોટી સંખ્યામાં નોકરીઓ સર્જાશે. સ્થાનિક સ્તરે નાના અને મધ્યમ ઉદ્યોગોને પણ આ પ્રોજેક્ટ્સનો લાભ મળશે. કાચા માલ, ઘટકો અને સપોર્ટ સેવાઓ પૂરી પાડતા ઉદ્યોગો માટે નવા વ્યવસાયિક અવસર ઊભા થશે, જે રાજ્યના અર્થતંત્રને વધુ ગતિ આપશે.
આ પણ વાંચો: બેંક હડતાલ એલર્ટ : મેમાં 4 દિવસ સુધી બંધ રહેશે શાખાઓ, ગ્રાહકો પર પડશે અસર
ગુજરાતનું ઉદ્યોગ કેન્દ્ર તરીકે મહત્વ
છેલ્લાં કેટલાક વર્ષોમાં ગુજરાતે મેન્યુફેક્ચરિંગ અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરી છે. રાજ્યમાં ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ માટે અનુકૂળ નીતિઓ અને સારી કનેક્ટિવિટી નેટવર્કને કારણે મોટા ઉદ્યોગો ગુજરાત તરફ આકર્ષાઈ રહ્યાં છે. સેમિકન્ડક્ટર યુનિટ્સની સ્થાપનાથી ગુજરાત દેશના ટેક્નોલોજી હબ તરીકે ઉભરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સેમિકન્ડક્ટર મિશનને પ્રોત્સાહન આપવાથી આવી યોજનાઓને વેગ મળ્યો છે.
રાષ્ટ્રીય સ્તરે આત્મનિર્ભરતા તરફ પગલું
ભારત હાલમાં સેમિકન્ડક્ટર માટે મોટા પ્રમાણમાં આયાત પર આધાર રાખે છે. આ નવા યુનિટ્સ દેશને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. વિશેષજ્ઞોના મતે, આ પ્રકારના રોકાણોથી ભારત વૈશ્વિક સપ્લાય ચેઇનમાં પોતાની ભૂમિકા મજબૂત બનાવી શકે છે. ટેક્નોલોજી ટ્રાન્સફર, સ્કિલ ડેવલપમેન્ટ અને નવીનતા માટે પણ આ પ્રોજેક્ટ્સ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પ્રોજેક્ટ્સ અમલમાં આવ્યા પછી ગુજરાતમાં વધુ ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે. સરકાર દ્વારા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નીતિ સહાય આપવામાં આવશે તો રાજ્ય સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં અગ્રેસર બની શકે છે. આ રીતે, 4,000 કરોડના આ રોકાણ માત્ર ઉદ્યોગ વિકાસ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ ગુજરાતને વૈશ્વિક ટેક્નોલોજી નકશા પર વધુ મજબૂત રીતે સ્થાપિત કરશે.
સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતના કથિત રેકેટનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. જિલ્લા આરોગ્ય વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની ટીમે વરાછા પોલીસ સાથે મળીને લાભેશ્વર ચાર રસ્તા નજીક આવેલી ‘મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ’ પર દરોડો પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં હોસ્પિટલમાંથી ગર્ભપાત કરાવવા આવેલી ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવતા આરોગ્ય તંત્ર અને પોલીસ બંને સતર્ક બન્યા છે.
આરોગ્ય વિભાગની ફરિયાદ મુજબ, આ હોસ્પિટલનું સંચાલન રામગોપાલ કિશન ખંડેલવાલ કરતો હોવાનો આરોપ છે. ગંભીર બાબત એ છે કે રામગોપાલ ક્વોલિફાઇડ ડોક્ટર નહીં, પરંતુ ફાર્માસિસ્ટ હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં તે હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર ગર્ભપાત સંબંધિત પ્રક્રિયાઓ કરતો હોવાની માહિતી આરોગ્ય વિભાગને મળી હતી. હાલ વરાછા પોલીસે રામગોપાલ ખંડેલવાલ સામે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કાયદાનો મુખ્ય હેતુ ગર્ભમાં બાળકનું લિંગ જાણવા માટે થતી ગેરકાયદે તપાસ અને તેના આધારે થતી ભ્રૂણહત્યા અટકાવવાનો છે.
રેડ દરમિયાન ત્રણ સગર્ભા મહિલાઓ મળી
આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલના પહેલા અને બીજા માળે પહોંચી ત્યારે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તપાસ દરમિયાન બે મહિલા કર્મચારીઓ અને ત્રણ સગર્ભા મહિલા દર્દીઓ મળી આવી હતી. પૂછપરછમાં કચરા-પોતું કરતી મહિલા કર્મચારી દ્વારા રામગોપાલ ખંડેલવાલ જ મહિલાઓના ઓપરેશનો કરતો હોવાની માહિતી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મળી આવેલી ત્રણ સગર્ભા મહિલાઓ પૈકી એક વ્યારાની અને બીજી શિરપુરની હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય અધિકારીઓ સમક્ષ તેમણે ગર્ભપાત માટે આવી હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ તબીબી તપાસ માટે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જોકે, હોબાળાનો લાભ લઈ વ્યારાની 24 વર્ષીય સગર્ભા મહિલા સ્થળ પરથી ભાગી છૂટી હતી. બાકીની બે મહિલાઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મોલમાં કપડાં ચેન્જ કરવા ચેજિંગ રૂમમાં ગઈ મહિલા: પછી મહિલા સાથે જે થયું એ તેણે ક્યારેય નહીં વિચાર્યું હોય
અગાઉના કેસ બાદ ફરી એ જ વિસ્તારમાં સક્રિય થયાનો આરોપ
રામગોપાલ ખંડેલવાલ સામે આ પહેલો આરોપ નથી. વર્ષ 2025માં વરાછા વિસ્તારમાં જ ‘શિવાય હોસ્પિટલ’ના નામે ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતનું રેકેટ ચલાવવાના આરોપમાં જિલ્લા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. તે સમયે રામગોપાલ ઉપરાંત ડો. મિતેશ કાંતિ ધોરાજીયા, આર.એમ.ઓ. મિલન સોડાગર અને નર્સ કલ્પનાબેન પવાર વિરુદ્ધ ગુનો નોંધાઈ ધરપકડ થઈ હતી, એવી માહિતી ફરિયાદમાં દર્શાવાઈ છે.
જામીન પર છૂટ્યા બાદ રામગોપાલે સુધરવાના બદલે ‘મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ’ના નામે ફરીથી એ જ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ શરૂ કરી હોવાનો આરોગ્ય વિભાગનો આરોપ છે. આથી પોલીસ હવે માત્ર એક હોસ્પિટલ કે એક વ્યક્તિ સુધી મર્યાદિત તપાસ નહીં રાખે, પરંતુ આ નેટવર્કમાં અન્ય મેડિકલ સ્ટાફ, ડોક્ટરો, દલાલો અથવા હોસ્પિટલ સંચાલકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરશે.
સુરતમાં કરુણ ઘટના!: લિંબાયતમાં ઝાડા-ઉલટીએ માસૂમનો ભોગ લીધો, 6 વર્ષીય બાળકનું મોત
કાયદાકીય રીતે મામલો અત્યંત ગંભીર
ભારતમાં ગર્ભપાત કાયદેસર રીતે માત્ર માન્ય પરિસ્થિતિઓમાં અને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા જ થઈ શકે છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી સુધારા કાયદા મુજબ ચોક્કસ શરતો હેઠળ 20 અઠવાડિયા સુધી એક નિષ્ણાત ડોક્ટરની સલાહ અને 20થી 24 અઠવાડિયા સુધી ખાસ કેટેગરીની મહિલાઓ માટે બે નિષ્ણાતોની સલાહ જરૂરી બને છે.
બીજી તરફ, ગર્ભમાં બાળકનું લિંગ જાણવા કે જણાવવું કાયદેસર ગુનો છે. આવી તપાસથી સ્ત્રી ભ્રૂણહત્યા જેવી સામાજિક અને માનવીય રીતે ગંભીર સમસ્યા વધે છે. ગુજરાત સરકારના ‘બેટી વધાવો’ પોર્ટલ મુજબ પી.સી.-પી.એન.ડી.ટી. એક્ટ 1994માં ખાસ કરીને ગર્ભલિંગ નિર્ધારણ રોકવા અને સ્ત્રી ભ્રૂણહત્યા અટકાવવા માટે લાગુ કરવામાં આવ્યો હતો.
હાલ આરોગ્ય વિભાગે હોસ્પિટલ સીલ કરી છે. પોલીસ રામગોપાલ ખંડેલવાલને પકડવા માટે ટીમો બનાવી તપાસ આગળ ધપાવી રહી છે. સ્થળ પરથી મળેલા દસ્તાવેજો, દર્દીઓના રેકોર્ડ, દવાઓ, સાધનો અને સ્ટાફના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી નક્કી થશે. જો ગેરકાયદે ગર્ભપાત, ગર્ભલિંગ તપાસ અથવા બિનલાયસન્સ તબીબી પ્રક્રિયાઓના પુરાવા મજબૂત મળે, તો આરોપીઓ સામે વધુ કડક કલમો ઉમેરાઈ શકે છે.
Surat News: શહેરના લિંબાયત વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. મીઠી ખાડી વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારના 6 વર્ષીય પુત્રનું ઝાડા-ઉલટીના કારણે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા હસનેન નામના 6 વર્ષીય બાળકને ગઈકાલે રાત્રે અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને સાથે તાવ પણ આવ્યો હતો. બાળકની તબિયત એકાએક લથડતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.
મોલમાં કપડાં ચેન્જ કરવા ચેજિંગ રૂમમાં ગઈ મહિલા : પછી મહિલા સાથે જે થયું એ તેણે ક્યારેય નહીં વિચાર્યું હોય
સારવાર દરમિયાન દમ તોડ્યો
વહેલી સવારે બાળકની હાલત વધુ બગડતા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જોકે, ત્યાં પણ તબિયતમાં કોઈ સુધારો ન જણાતા તેને તાત્કાલિક વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ હસનેનને મૃત જાહેર કર્યો હતો.
પરિવાર પર આભ ફાટ્યું
મૃતક હસનેનના પિતા ચાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘરના ચિરાગ સમાન માસૂમ પુત્રના અકાળે અવસાનથી પિતા અને પરિવાર ભાંગી પડ્યો છે. .
બંગાળમાં વિજય બાદ સુરતમાં ભાજપનો ઉત્સાહ છલકાયો : જાલમુરી ખાઈને કરાઈ ઉજવણી, 'વંદે માતરમ'ના નારા ગૂંજ્યા
તબીબોની સલાહ
ઉનાળાની ઋતુમાં અથવા પાણીજન્ય રોગચાળા દરમિયાન જ્યારે પણ બાળકને ઝાડા-ઉલટી કે પેટમાં દુખાવા જેવા લક્ષણો જણાય, ત્યારે વિલંબ કર્યા વગર તુરંત જ સરકારી હોસ્પિટલ કે નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો જોઈએ. આ ઘટનાએ સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે, જેથી વિસ્તારમાં સ્વચ્છતા અને રોગચાળા પર નિયંત્રણ મેળવવાના પગલાં લેવાય તે જરૂરી છે.
Surat News: સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા મોલના ચેન્જિંગ રૂમમાં અચાનક ફસાઈ જતાં હાહાકાર મચી ગયો હતો. સામાન્ય રીતે શોપિંગ માટે આવતા લોકો માટે સુરક્ષિત ગણાતા મોલમાં આવી ઘટના બનતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ મોલ મેનેજમેન્ટ અને સ્થાનિક લોકો તાત્કાલિક હરકતમાં આવ્યા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ખરીદી કરવા ગયેલી મહિલા માટે ટ્રાયલ રૂમ બન્યો આફત
મળતી માહિતી અનુસાર, સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા જાણીતા સુમેરુ સિટી મોલમાં આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. સુદામા ચોક પાસે આવેલા આ મોલમાં એક મહિલા કપડાંની ખરીદી કરવા માટે આવી હતી. નવા કપડાં પસંદ કર્યા બાદ તે માપ જોવા માટે (ટ્રાયલ માટે) ચેન્જિંગ રૂમમાં ગઈ હતી. જોકે, અચાનક ચેન્જિંગ રૂમનો દરવાજો જામ થઈ જવાથી અથવા લોક ફેઈલ થવાને કારણે મહિલા અંદર જ કેદ થઈ ગઈ હતી. મહિલાએ અંદરથી દરવાજો ખોલવા માટે ખૂબ મથામણ કરી હતી, પરંતુ દરવાજો ન ખુલતા તે ગભરાઈ ગઈ હતી.
ગીર સોમનાથમાં નશીલા પદાર્થો સામે મોટી કાર્યવાહી: વેરાવળમાં હાઇબ્રીડ ગાંજા સાથે ઇસમ ઝડપાયો
ફાયર વિભાગે તાત્કાલિક મોરચો સંભાળ્યો
મહિલા લાંબા સમય સુધી બહાર ન આવતા અને અંદરથી અવાજ આપતા મોલના સ્ટાફને જાણ થઈ હતી. સ્ટાફ દ્વારા પણ દરવાજો ખોલવાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા બાદ તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને મોટા વરાછા ફાયર સ્ટેશનના જવાનો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોલમાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને મહિલા સુરક્ષિત બહાર આવે તેની રાહ જોવાઈ રહી હતી.
ખાનગી કંપનીની બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર: પતરાં ચીરીને બસના ડ્રાઈવરને બહાર કઢાયો, ઘટનામાં 5 લોકો ઘાયલ
દરવાજો તોડી મહિલાને સુરક્ષિત બહાર કઢાઈ
ફાયર વિભાગના જવાનોએ આધુનિક સાધનોની મદદથી ચેન્જિંગ રૂમનો દરવાજો તોડવાની કામગીરી શરૂ કરી હતી. થોડી જ મિનિટોમાં દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો અને અંદર ફસાયેલી મહિલાને કોઈ પણ ઈજા વગર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. લાંબા સમય સુધી બંધ રૂમમાં ફસાયેલી હોવાથી મહિલા થોડા સમય માટે ગભરાઈ ગઈ હતી, પરંતુ ફાયર જવાનોની સમયસરની મદદથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાને પગલે મોલના મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતના સમાચાર સામે આવતા સુરત શહેરમાં ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થઈને વિજયોત્સવ મનાવ્યો હતો. ખાસ કરીને ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ વધુ જોરદાર રહ્યો હતો જ્યાં કાર્યકર્તાઓએ નારેબાજી સાથે જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો.
ઉજવણી દરમિયાન 'વંદે માતરમ', 'ભારત માતા કી જય' અને ‘જય શ્રી રામ’ ગૂંજ્યા હતા. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારની ઉજવણી જોવા મળી હતી જે ભાજપના સમર્થકોમાં રહેલા ઉત્સાહને દર્શાવે છે.
પ્રચારમાં જોડાયેલા કાર્યકર્તાઓમાં આનંદ
આ વિજયોત્સવમાં ખાસ કરીને તે કાર્યકર્તાઓમાં વધુ ખુશી જોવા મળી હતી જેમણે પશ્ચિમ બંગાળમાં જઈને પ્રચાર કર્યો હતો. તેમના માટે આ જીત વ્યક્તિગત રીતે પણ મહત્વપૂર્ણ બની રહી હતી, કારણ કે તેમણે મેદાનમાં રહીને પાર્ટી માટે કામ કર્યું હતું.
પાર્ટી કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર, બંગાળમાં કરાયેલા મહેનતના પરિણામરૂપ આ જીત મળી છે, જેના કારણે સુરતમાં પણ ઉજવણીનો માહોલ વધુ ઉર્જાસભર બની ગયો હતો. કાર્યકર્તાઓએ પોતાના અનુભવો વહેંચ્યા અને જીતને સંગઠનની એકતાનું પરિણામ ગણાવ્યું.
આ પણ વાંચો: "બંગાળ વિજયથી ગજગજ ફૂલી ગુજરાત ભાજપની છાતી" : CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીને પાઠવ્યા અભિનંદન
અનોખી રીતે ઉજવણી
ઉજવણીમાં એક અનોખી ઝલક પણ જોવા મળી હતી. કેટલાક કાર્યકર્તાઓએ બંગાળની લોકપ્રિય વાનગી Jhalmuriનો સ્વાદ લઈને જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો. ભાજપ કાર્યાલય ખાતે જાલમુરી ખાઈને ઉજવણી કરવાની આ રીત કાર્યકર્તાઓમાં ખાસ આકર્ષણ બની હતી આ પ્રકારની ઉજવણી દ્વારા બંગાળની સંસ્કૃતિ સાથે જોડાણ વ્યક્ત કરવાનો પ્રયાસ પણ જોવા મળ્યો હતો, જે રાજકીય જીતને એક સાંસ્કૃતિક સ્પર્શ આપતો હતો.
આ પણ વાંચો: તમિલનાડુમાં CM સહિત આખું મંત્રીમંડળ હારવાના સંકેત : 30 વર્ષ પછી ફરી દોહરાયો ઇતિહાસ? તે સમયે ગુજરાતમાં પણ થયો હતો આવો ઘાટ
શહેરભરમાં હર્ષોલ્લાસ
જીતના સમાચાર ફેલાતા સુરતના વિવિધ વિસ્તારોમાં કાર્યકર્તાઓ અને સમર્થકો વચ્ચે હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો હતો. ઘણા સ્થળોએ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર ઉજવણી સુરતમાં ભાજપના મજબૂત સંગઠન અને કાર્યકર્તાઓના ઉત્સાહને દર્શાવે છે. રાજકીય જીત કેવી રીતે સ્થાનિક સ્તરે પણ ઉજવણીનું કારણ બને છે, તેનો આ એક ઉદાહરણ બની રહ્યું છે. આગામી સમયમાં આ જીતનો પ્રભાવ સ્થાનિક રાજકારણ પર પણ જોવા મળી શકે છે, તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં શરૂ થઈ ગઈ છે.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પોલીસ કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે જેમાં દાબેલીની લારી ચલાવતા મૃગેશભાઈ ઠક્કર પર કથિત રીતે બુટલેગર અને પોલીસકર્મીઓ દ્વારા મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ઘટનાને પગલે રાંદેર પોલીસ સ્ટેશન ખાતે પીડિત પરિવારે હોબાળો મચાવ્યો હતો અને ન્યાયની માંગ ઉઠી છે.
મૃગેશભાઈ ઠક્કર પોતાની એક્ટિવા પરત લેવા માટે ગયા હતા, જ્યાં કથિત બુટલેગર તરીકે ઓળખાતા બબ્બન સાથે તેમનો વિવાદ થયો હતો. વિવાદ વધતા 112 ઈમરજન્સી સેવા પર કોલ કરવામાં આવ્યો હતો જેના પગલે મામલો પોલીસ સુધી પહોંચ્યો અને બંને પક્ષોને રાંદેર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
પોલીસ સ્ટેશનમાં મારપીટના આક્ષેપ
પીડિત પરિવારનો ગંભીર આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનમાં મૃગેશભાઈને અલગ રૂમમાં લઈ જઈને પોલીસકર્મી ભરતસિંહ સહિત 3થી 4 પોલીસકર્મીઓએ બેલ્ટ અને પાઈપથી માર માર્યો હતો.  આ દરમિયાન, મૃગેશભાઈના 14 વર્ષના પુત્રએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ  પોલીસે તેને ધક્કો મારીને નીચે પછાડ્યો, અપ શબ્દો કહ્યા અને તેના હાથ પર નખ માર્યા હોવાનો આક્ષેપ છે.  આ ઘટના પરિવાર માટે વધુ આઘાતજનક બની હતી.
આ પણ વાંચો:  અમદાવાદમાં 17 લાખના સ્ટોક માર્કેટ ફ્રોડનો થયો પર્દાફાશ : સાયબર ક્રાઇમે 3 આરોપીને ઝડપી પાડ્યા
બંને પક્ષોની વિરુદ્ધ દાવા
ઘટનાને લઈને બંને પક્ષો તરફથી વિરોધાભાસી દાવાઓ સામે આવ્યા છે. પીડિત પરિવારનો આક્ષેપ છે કે ઘટનાના સમયે પોલીસકર્મીઓ નશાની હાલતમાં હતા જેના કારણે તેઓએ બેફામ રીતે મારપીટ કરી. બીજી તરફ, પોલીસે આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે મૃગેશભાઈ પોતે જ નશાની હાલતમાં હતા અને તેમણે ગેરવર્તણૂક કરી હતી આ વિવાદને કારણે સત્ય શું છે તે અંગે સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી અને સત્તાવાર તપાસની જરૂરિયાત ઊભી થઈ છે.
તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ
મારપીટના કારણે મૃગેશભાઈની તબિયત લથડી ગઈ હતી અને તેમને છાતીમાં ભારે દુખાવો શરૂ થયો હતો. ત્યારબાદ 108 ઈમરજન્સી સેવા દ્વારા તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો:  2 પિસ્તોલ, એક દેશી તમંચા સાથે બે આરોપી ઝડપાયા : ચેકિંગ દરમિયાન ચિલોડા પોલીસની કાર્યવાહી
પોલીસ ફરિયાદ ના લેતા કમિશનર સુધી પહોંચ્યો મામલો
પરિવારનો આક્ષેપ છે કે રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવી નહોતી. જેના કારણે પીડિત પક્ષે સુરત પોલીસ કમિશનર કચેરીમાં લેખિત અરજી કરી છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
આ ઘટના સુરત શહેરમાં પોલીસની કામગીરી અને જવાબદારી અંગે ચર્ચાનો વિષય બની છે. હવે આગળ શું કાર્યવાહી થાય છે અને તપાસમાં શું બહાર આવે છે તે મહત્વપૂર્ણ રહેશે. સ્થાનિક લોકો અને સમાજમાં પણ આ મામલે પારદર્શિતા અને ન્યાયની અપેક્ષા વધી રહી છે.
સુરત: ડાયમંડ સિટી સુરતમાં નશાના કારોબાર અને પ્રતિબંધિત ચીજવસ્તુઓના વેચાણ વિરુદ્ધ પોલીસે અભિયાન તેજ કર્યું છે. સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે સલાબતપુરા વિસ્તારમાં એક મહત્વપૂર્ણ દરોડો પાડીને ગેરકાયદેસર રીતે વેચાતી ઈ-સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. યુવાધનને નશાના માર્ગે ધકેલતી આ પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ પર ત્રાટકીને પોલીસે એક ઈસમને દબોચી લીધો છે. આ કાર્યવાહીથી પ્રતિબંધિત નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
દુકાન પર રેડ અને આરોપીની ધરપકડ
એસ.ઓ.જી.ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સલાબતપુરા વિસ્તારમાં એક દુકાનદાર પ્રતિબંધિત ઈ-સિગારેટનું છૂપી રીતે વેચાણ કરી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે દુકાન પર દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને દુકાનમાંથી ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારબાદ પોલીસે સ્થળ પર હાજર આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:  વડોદરામાં IPL સટ્ટાબાજીનો પર્દાફાશ : લક્ઝુરિયસ ફ્લેટમાં ચાલતું હતું હાઈટેક નેટવર્ક, લાખોનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 7ને દબોચ્યા
₹50,000 ની કિંમતનો મુદ્દામાલ અને જાણીતી બ્રાન્ડ્સ
પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલી ઈ-સિગારેટના જથ્થાની કુલ કિંમત અંદાજે ₹50,000 જેટલી થાય છે. પોલીસના દરોડા દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય અને મોંઘી ગણાતી વિવિધ હાઈ-એન્ડ બ્રાન્ડ્સ મળી આવી હતી. આ જથ્થામાં ખાસ કરીને ELF BAR TRIO બ્રાન્ડની ઈ-સિગારેટ તેમજ RAYA D1 અને RAYA D3 જેવી પ્રીમિયમ ઈ-સિગારેટના મોડલનો સમાવેશ થાય છે. આ પ્રીમિયમ ઈ-સિગારેટના વેચાણ અંગે ગુનો નોંધી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ઈ-સિગારેટ એક્ટ 2019 હેઠળ ગુનો દાખલ
ભારત સરકાર દ્વારા વર્ષ 2019 થી ઈ-સિગારેટના ઉત્પાદન, આયાત, નિકાસ, પરિવહન, વેચાણ અને જાહેરાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ઈ-સિગારેટ એક્ટ 2019 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે કેસ નંબર 0545/2025 દાખલ કરી પોલીસ આગળની તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોણ આ નેટવર્કમાં સામેલ છે.
સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી રવિવારે મોટી સંખ્યામાં મુસાફરો પોતાના વતન તરફ રવાના થયા હતા. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફ દોડતી નિયમિત અને વિશેષ ટ્રેનો દ્વારા અંદાજે 14,000 જેટલા મુસાફરો નીકળી ગયા હતા, જ્યારે ઉધના થી ઓડિશાના બહાદુરપુર માટે દોડતી ટ્રેનમાં આશરે 1,600 મુસાફરોએ મુસાફરી કરી હતી. ઉનાળાની રજાઓ અને તહેવારોના સમયગાળાને પગલે આવા માઇગ્રેશનના દૃશ્યો સામાન્ય બની ગયા છે.
રેલવે સત્તાધિકારીઓએ ભારે ભીડને ધ્યાનમાં રાખીને સ્ટેશન પર વિશેષ વ્યવસ્થાઓ અમલમાં મૂકી હતી. મુસાફરોને એકસાથે પ્લેટફોર્મ પર જવા દેવાને બદલે, નિર્ધારિત સ્થળોએ એકત્રિત કરી ટ્રેન આવતાં ક્રમબદ્ધ રીતે પ્લેટફોર્મ સુધી લઈ જવામાં આવ્યા હતા. આ પદ્ધતિથી ભીડ નિયંત્રણમાં રહી અને ચડતી વખતે કોઈ અવ્યવસ્થા કે અફરાતફરી સર્જાઈ નહોતી.
તાપમાન વચ્ચે પાણીની વ્યવસ્થા
ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે મુસાફરોને રાહત આપવા માટે રેલવે તંત્ર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આશરે 3,000 જેટલી પાણીની બોટલો મુસાફરોમાં વિતરણ કરવામાં આવી હતી, જે ખાસ કરીને લાંબી મુસાફરી માટે રાહતરૂપ બની હતી.
ટ્રેન મુજબ મુસાફરોની સંખ્યા
09041 ઉધના-બલિયા (રાત્રે 11:30): 3,000 મુસાફરો
09045 ઉધના-ઝાંઝરપુર (am 1:30): 2,400 મુસાફરો
09047 ઉધના-સમસ્તીપુર (am 5:00): 1,600 મુસાફરો
19021 ઉધના-બ્રહ્મપુર (am 7:10): 1,600 મુસાફરો
22564 ઉધના-જયનગર અંત્યોદય (am 8:35): 3,600 મુસાફરો
19045 ઉધના-તાપ્તીગંગા (સવારે 10:20): 2,200 મુસાફરો
09031 ઉધના-હસનપુર (am 11:25): 1,200 મુસાફરો
આ પણ વાંચો: હોદ્દો બાજુ પર મૂકી મંત્રી રસ્તા પર ઉતર્યા : સુરતના એન્થમ સર્કલ પાસે અકસ્માત બાદ મંત્રીએ બતાવી માનવતા, એવું કામ કર્યું કે લોકો જોતા રહી ગયા
વધારાની ટ્રેન ફરી રદ
મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ઉધના–જયનગર રૂટ પર વધારાની અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની વિચારણા કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે રવિવારથી આ ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ઓછી રહેતાં તેને સતત બીજા અઠવાડિયે પણ રદ કરવામાં આવી છે.
પ્રારંભમાં આ ટ્રેન બપોરે દોડાવવાની યોજના હતી, બાદમાં તેને સાંજે ખસેડવાનો વિચાર પણ થયો હતો. તેમ છતાં રાત્રિના સમયે પણ પૂરતા મુસાફરો ન મળતાં આખરે આ સેવા રદ કરવાની ફરજ પડી હતી. પરિણામે 5 મે માટે નક્કી કરાયેલ જયનગરથી આવતી રિટર્ન ટ્રેન પણ રદ કરવામાં આવી છે.
સુરત: ડાયમંડ સિટી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એન્થમ સર્કલ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, આ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ કાફલો રોકાવીને અકસ્માતનો ભોગ બનેલા યુવકની વ્હારે આવ્યા હતા. મંત્રીએ હોદ્દાની પરવા કર્યા વગર રસ્તા પર ઉતરીને જે રીતે યુવકને તાત્કાલિક સારવાર અપાવવા દોડધામ કરી, તે જોઈને હાજર લોકો પણ પ્રભાવિત થયા હતા.
108ની રાહ જોયા વગર પાયલોટિંગ જીપમાં યુવકને ખસેડાયો
એન્થમ સર્કલ પાસે અકસ્માત એટલો ગંભીર હતો કે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવો અનિવાર્ય હતો. ટ્રાફિક જામ અને ઈમરજન્સીની સ્થિતિને જોતા મંત્રી પ્રફુલ પાનસેરીયાએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર મોટો નિર્ણય લીધો હતો. તેમણે 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પોતાની સુરક્ષામાં રહેલી પોલીસ પાયલોટિંગ જીપમાં જ ઈજાગ્રસ્ત યુવકને બેસાડ્યો હતો અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે રવાના કર્યો હતો.
આ પણ વાંચો: સંસ્કારી નગરીથી સ્માર્ટ સિટી સુધીની વિકાસયાત્રા : જાણો કયા વિઝનરી મેયરે સંસ્કારી નગરીને બનાવી 'સ્માર્ટ સિટી'
મંત્રીએ જાતે ટ્રાફિક જામ હટાવવાની કામગીરી કરી
અકસ્માતને કારણે એન્થમ સર્કલ વિસ્તારમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે પાયલોટિંગ જીપને નીકળવામાં મુશ્કેલી પડી શકે તેમ હતી. આ સ્થિતિમાં મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જાતે ઉભા રહીને ટ્રાફિક જામ હટાવવાની કામગીરી કરાવી હતી. તેમણે સુનિશ્ચિત કર્યું હતું કે ઇજાગ્રસ્ત યુવકને લઈ જતી જીપ કોઈ પણ અવરોધ વગર વહેલી તકે હોસ્પિટલ પહોંચી જાય.
સ્થાનિકોએ માન્યો મંત્રીનો આભાર
સામાન્ય રીતે મંત્રીઓનો કાફલો પસાર થતો હોય ત્યારે રસ્તાઓ ખાલી કરાવવામાં આવતા હોય છે, પરંતુ અહીં મંત્રીએ પોતે રસ્તા પર ઉતરીને એક સામાન્ય નાગરિકનો જીવ બચાવવાની કામગીરી આરંભી હતી. મંત્રીની આ સમયસૂચકતા અને મદદ કરવાની ભાવના જોઈને સરથાણા વિસ્તારના સ્થાનિક લોકોએ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. મંત્રીના આ કાર્યની સમગ્ર સુરત શહેરમાં પ્રશંસા થઈ રહી છે.
Ahmedabad News: અમદાવાદની પતંગ હોટલના માલિક અને જાણીતા બિલ્ડર ઉંમગ ઠક્કર સામે સુરતમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સમાચાર સામે આવતાની સાથે જ હાલ રાજ્યભરની બિલ્ડર લોબીમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. કેમ ઉમંગ ઠક્કર સામે સુરતમાં નોંધાઈ પોલીસ ફરિયાદ? જાણો શું છે સમગ્ર મામલો
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદની પતંગ હોટલના માલિક અને જાણીતા બિલ્ડર ફરી એકવાર કાયદાના સકંજામાં સપડાયાં છે. સુરતમાં ₹65 લાખના પ્લોટ કૌભાંડમાં કાર્યવાહી કરાઈ હોવાની વાત પ્રકાશમાં આવી છે. જેમાં સુરત ખાતે અમદાવાદના ‘પતંગ હોટલ’ સંચાલકો સામે ગુનો નોંધાયો છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 22 સેકન્ડમાં પાઇપના 36 ફટકા મારી હત્યા : પોશ વિસ્તારમાં બનેલી ઘટનાના CCTVથી શહેરમાં ફફડાટ
બિલ્ડર ઉંમગ ઠકકર સામે જમીન સોદામાં છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાના ગંભીરતાથી લઈને સુરત પોલીસે સઘન તપાસ શરૂ કરી દીધી છે. આ સમાચારો વહેતા થતાં હાલ રાજ્યભરમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ચકચાર મચી ગઈ છે. આ કેસમાં આશરે ₹65 લાખના પ્લોટ સોદામાં છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે.
ફરિયાદ અનુસાર, આરોપીઓએ પ્લોટ વેચાણના નામે પૈસા લીધા હતા, પરંતુ બાદમાં ન તો પ્લોટ આપ્યો અને ન જ રકમ પરત કરી. આ બનાવ સામે આવતા સુરત પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ સોદો વિશ્વાસના આધારે કરવામાં આવ્યો હતો, જેને આરોપીઓએ દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં શું છે આરોપ?
ફરિયાદીએ જણાવ્યું છે કે આરોપીઓએ તેમને આકર્ષક પ્રસ્તાવ આપી જમીન ખરીદવા માટે પ્રેર્યા હતા. તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપી મોટી રકમ લેવામાં આવી હતી. જોકે, સમયસર પ્લોટ હસ્તાંતર ન થતાં અને વારંવાર ટાળટૂં કરી શંકા ઊભી થઈ હતી.
બાદમાં જાણવા મળ્યું કે આ સોદામાં ગેરરીતિઓ થઈ હોઈ શકે છે, જેના કારણે ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે સુરત પોલીસે સંબંધિત લોકો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓ હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચોઃ કોદાળી અને ચીઠ્ઠી લઈને રાજકુમારીઓને મારવા ફરતો હતો શખ્સ : ડચ રાજકુમારીઓના મર્ડરનું ભયાનક ષડયંત્ર, આખા યુરોપમાં ફફડાટ
પોલીસ તપાસ અને આગળની કાર્યવાહી
સુરત પોલીસે જણાવ્યું છે કે કેસની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે. જમીનના દસ્તાવેજો, ટ્રાન્ઝેક્શન વિગતો અને સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે. આરોપીઓની પૂછપરછ માટે તજવીજ કરવામાં આવી રહી છે અને જરૂર પડશે તો ધરપકડ પણ કરવામાં આવશે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આવા કૌભાંડો રોકવા માટે લોકો સતર્ક રહે અને કોઈપણ સોદા પહેલાં સંપૂર્ણ દસ્તાવેજી ચકાસણી કરે. ખાસ કરીને મોટા નાણાકીય સોદાઓમાં કાનૂની સલાહ લેવી જરૂરી હોવાનું પણ સૂચવાયું છે.
રિયલ એસ્ટેટ સેક્ટરમાં અસર
આ ઘટનાએ સુરત અને અમદાવાદના રિયલ એસ્ટેટ બજારમાં ચિંતા ઊભી કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે આવા બનાવો રોકવા માટે પારદર્શક વ્યવહાર અને કડક નિયમન જરૂરી છે. લોકોમાં પણ હવે સાવચેતી વધતી જોવા મળી રહી છે. આ કેસમાં આગળ શું બહાર આવે છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ હાલ માટે આ ઘટના એ ચેતવણીરૂપ છે કે જમીન સોદામાં બેદરકારી ભારે પડી શકે છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા રવિવારે દેશભરમાં NEET-UG 2026 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં દેશના 23 લાખ અને ગુજરાતના અંદાજે 85,000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે, સુરતના અમરોલી વિસ્તારની એક શાળામાં પરીક્ષા દરમિયાન કંઠી પહેરવા બાબતે મોટો વિવાદ સર્જાયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
સુરતના અમરોલીમાં આવેલી ગૌતમ સ્કૂલ ખાતે એક વિદ્યાર્થીની પરીક્ષા આપવા પહોંચી ત્યારે સુરક્ષા તપાસ દરમિયાન તેની કંઠી ઉતરાવી લેવામાં આવી હતી. આ બાબતની જાણ જ્યારે તેના પિતા પરેશ કાછડિયાને થઈ ત્યારે તેઓ લાલચોળ થઈ ગયા હતા. તેમણે પરીક્ષા કેન્દ્રની બહાર જ તંત્ર સામે સવાલો ઉઠાવી હોબાળો મચાવ્યો હતો.
વાલીએ વ્યક્ત કર્યો ભારે રોષ
વિદ્યાર્થીનીના પિતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, "હું થોડો લાહોર, કરાચી કે રાવલપિંડીમાં ઊભો છું? હું હિન્દુનો દીકરો છું અને અહીંયા હિન્દુસ્તાનમાં સુરતમાં ઊભો છું. તમારી દીકરી કંઠી ન પહેરી શકે એક્ઝામમાં? કંઠીમાં શું ચોરી થઈ જાય એમાં? અન્ય કેન્દ્રો પર આવા કોઈ નિયમો નથી, તો અહીં જ કેમ અકારણ કડકાઈ રાખવામાં આવે છે? હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલી કંઠી કાઢવાનો નિયમ ક્યાં લખ્યો છે?"
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અન્ય ધાર્મિક વસ્ત્રો કે ચિન્હો સામે વાંધો નથી લેવાતો, તો માત્ર કંઠી સામે જ કેમ વિરોધ છે? આ દરમિયાન પિતા અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ પણ વાંચો: સુરતમાં દીકરીની છેડતીનો વિરોધ કરનાર પિતાનું ઢીમ ઢાળ્યુ : પરિવાર પર ચાકૂથી હુમલો
દબાણ વચ્ચે દીકરી રડી પડી
પિતાએ પોતાની દીકરીને પરીક્ષાખંડમાંથી બહાર બોલાવી ફરીથી કંઠી પહેરવા દબાણ કર્યું હતું. જોકે, પરીક્ષામાં મોડું થઈ રહ્યું હોવાથી અને માનસિક તણાવને કારણે દીકરી ગભરાઈ ગઈ હતી અને રડી પડી હતી. અંતે દીકરીએ કંઠી પહેરવાનો ઇનકાર કરીને પરીક્ષા આપવાનું ચાલુ રાખ્યું હતું. અન્ય વાલીઓએ પણ પિતાને સમજાવ્યા હતા કે આ વિવાદમાં દીકરીની પરીક્ષા ન બગડે તેનું ધ્યાન રાખવું જોઈએ.
નોંધનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત 31 શહેરોમાં સખત સુરક્ષા વચ્ચે NEET ની પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ સુરતની આ ઘટનાએ સોશિયલ મીડિયા અને વાલીઓ વચ્ચે ચર્ચા જગાવી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં 15 વર્ષની દીકરી સાથે થયેલી છેડતીનો વિરોધ કરવો એક પિતાને જીવલેણ સાબિત થયો છે. દીકરીને હેરાન કરનાર યુવક અને તેના પરિવારજનોએ મળીને યુવતીના પિતા પર ચાકૂથી હુમલો કરતાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતકના બે સગાં પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
મૃતકની ઓળખ ઈરફાન અલી સૈયદ (ઉંમર 39) તરીકે થઈ છે. પોલીસ મુજબ, રવિવારે રાત્રે લિંબાયત વિસ્તારમાં બનેલી આ ઘટના પાછળનો વિવાદ દીકરી સાથે થયેલી અશ્લીલ હરકત અને છેડતીને લઈને શરૂ થયો હતો. પોલીસ તપાસ મુજબ, આરોપી પરિવારના 16 વર્ષીય કિશોરે મૃતકની સગીર દીકરી સામે અશ્લીલ ઇશારા કર્યા હતા. દીકરી અને તેની માતાએ તેનો વિરોધ કરતા મામલો ઉગ્ર બન્યો હતો.
દિવસ દરમિયાન શરૂ થયેલો વિવાદ રાત્રે હત્યા સુધી પહોંચ્યો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન યુવતી અને તેની માતાએ આરોપી કિશોરને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ આરોપીના પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા હતા અને બંને પક્ષ વચ્ચે બોલાચાલી તેમજ મારામારી થઈ હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ, બંને પરિવારો વચ્ચેનો તણાવ આખો દિવસ યથાવત રહ્યો હતો.
રાત્રે આશરે 11 વાગ્યાના સમયે ઈરફાન અલી સૈયદ પોતાના સાળા ખાલિક શેખ અને ભત્રીજા ઇકબાલ સાથે વિસ્તારમાં હાજર હતા ત્યારે આરોપી પરિવાર ફરી ત્યાં પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ પૂર્વયોજિત રીતે હુમલો કર્યો હતો. ચાકૂ અને ધારદાર હથિયારોથી કરાયેલા હુમલામાં ઈરફાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમના સગાંઓને પણ ઇજાઓ પહોંચી હતી.
ત્રણે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ ઈરફાન અલીને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
ચાર આરોપીની ધરપકડ, એક સગીર કસ્ટડીમાં
પોલીસે આ કેસમાં અમજદ મણિયાર (45), તેની પત્ની જેબુન્નિસા (44), પુત્ર આવેશ (20), અમન (18) સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉપરાંત ઘટનામાં સંડોવાયેલા 16 વર્ષીય સગીરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસે તમામ સામે હત્યા, હુમલો, જાહેરમાં અશ્લીલ વર્તન અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
લિંબાયત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર ઘટનાની સીસીટીવી અને સાક્ષીઓના આધારે તપાસ ચાલી રહી છે. હુમલો પૂર્વનિયોજિત હતો કે અચાનક થયેલી અથડામણનું પરિણામ હતો તે મુદ્દે પણ પોલીસ તપાસ કરી રહી છે.
ઘટનાના પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ
હત્યાની ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવ સર્જાયો હતો. સ્થાનિક લોકોમાં આરોપી પરિવાર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ આરોપીઓના વાહનોમાં તોડફોડ પણ કરી હતી. પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે પોલીસ દ્વારા વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આરોપી પરિવાર અગાઉ પણ વિસ્તારમાં દાદાગીરી અને હેરાનગતિ માટે કિર્તિમાન ધરાવતો હતો. જોકે, પોલીસ દ્વારા આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: જૂનથી ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રારંભ : ઘર-ઘર જઈ પૂછાશે 33 સવાલો
મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા ફરી ચર્ચામાં
આ ઘટના બાદ સુરતમાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા મુદ્દે ફરી પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને છેડતી જેવી ફરિયાદોમાં સમયસર કડક કાર્યવાહી ન થાય તો કેવી રીતે મામલો ગંભીર સ્વરૂપ લઈ શકે છે તેનો આ બનાવ જીવંત ઉદાહરણ માનવામાં આવી રહ્યો છે.
કાયદા નિષ્ણાતોના મતે, સગીરાઓ સામેની અશ્લીલ હરકતો અને જાહેરમાં છેડતી જેવા કેસોમાં પોલીસ અને સમાજ બંનેની ઝડપી પ્રતિસાદ વ્યવસ્થા જરૂરી બની ગઈ છે. કારણ કે આવા વિવાદો ઘણી વખત સામાજિક તણાવ અને હિંસામાં ફેરવાઈ જતા હોય છે.
હાલમાં પોલીસે મૃતકના પરિવારના નિવેદનો, આસપાસના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરાશે.
સુરતમાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અને એકઝિબિશન અંતર્ગત આયોજિત મેગો ફેસ્ટિવલે અનોખું આકર્ષણ ઊભું કર્યું છે. ઉનાળાની  કૃષિ અને બાગાયત ક્ષેત્રની પ્રગતિને પ્રદર્શિત કરતું આ ફેસ્ટિવલ માત્ર વેચાણ પૂરતું નહીં, પરંતુ જ્ઞાન અને નવીનતાનું કેન્દ્ર પણ બન્યું છે.
આ એક્ઝિબિશનમાં ઔદ્યોગિક વિકાસ, ગ્રીન એનર્જી અને કૃષિ પ્રગતિ જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેતા સ્ટોલ્સ મુકવામાં આવ્યા છે. બાગાયત વિભાગ દ્વારા આયોજિત મેગો ફેસ્ટિવલ ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે. કુલ 15 સ્ટોલમાં 13 સ્ટોલ વેચાણ માટે અને 2 સ્ટોલ માત્ર પ્રદર્શન માટે રાખવામાં આવ્યા હતા જેમાં 72 જેટલી દેશી અને વિદેશી કેરીની જાતો રજૂ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું  કુદરતી ખેતીને પ્રોત્સાહન
આ ફેસ્ટિવલમાં વેચાતી કેરીઓ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડવામાં આવી હતી. કેમિકલ મુક્ત ખેતી અને સ્વાદમાં વિશિષ્ટતા ધરાવતી આ કેરીઓ શહેરના ગ્રાહકો માટે ખાસ આકર્ષણ બની હતી.
ખેડૂતોને સીધા બજાર સાથે જોડવાનો આ પ્રયાસ તેમને વધુ નફાકારક સાબિત થયો આ સાથે ગ્રાહકોને તાજી અને ગુણવત્તાસભર ઉપજ મળી. બાગાયત વિભાગનાં આવા કાર્યક્રમો ખેડૂતોની આવક વધારવા અને નવી જાતો અંગે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
દેશી-વિદેશી કેરીની જાતો
મેગો ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયેલી કેરીની જાતોમાં ત્રીરંગો, કરંજીયો, વનરાજ, હાથી જુલા અને નૂરજહાં જેવી લોકપ્રિય દેશી જાતો ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી મિયાજાંકી, સુપર ક્વીન, ડોપેન ગ્રીન, ઓસ્ટ્રીન અને ટોમી એટકિન્સ જેવી વિદેશી જાતોનો સામેલ થયો હતો. આ જાતો તેમના રંગ, આકાર, સ્વાદ અને સુગંધ માટે જાણીતી છે.
ખાસ કરીને મિયાજાંકી જેવી જાપાની કેરી તેની ઊંચી કિંમત અને પ્રીમિયમ ગુણવત્તા માટે ચર્ચામાં રહે છે, જ્યારે ટોમી એટકિન્સ અને ડોપેન ગ્રીન જેવી જાતો US જેવા બજારોમાં ભારે માંગ ધરાવે છે. આ પ્રકારની જાતોને એક જ સ્થળે જોવાનો અને ખરીદવાનો અવસર લોકોને નવી માહિતી અને અનુભવ આપે છે.
5 મે સુધી ખુલ્લું રહેશે પ્રદર્શન
આ મેગો ફેસ્ટિવલ તા. 5 મે સુધી ચાલુ રહેશે. બાગાયત વિભાગ દ્વારા શહેરના નાગરિકોને આ પ્રદર્શનની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. પરિવાર સાથે આવીને લોકો વિવિધ જાતોની કેરીનો સ્વાદ માણી શકે છે અને સીધા ખેડુતો પાસેથી ખરીદી પણ કરી શકે છે. આ પ્રકારના કાર્યક્રમો કૃષિ ક્ષેત્રમાં નવી તકનીકો, જાતો અને બજાર જોડાણ અંગે જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે જ, શહેર અને ગામ વચ્ચેનો અંતર ઘટાડવામાં પણ આવા પ્રયાસો મદદરૂપ બને છે.
કૃષિ પ્રદર્શનનો વધતો વ્યાપ અને પ્રભાવ
વાઈબ્રન્ટ ગુજરાત જેવી પહેલો દ્વારા કૃષિ અને બાગાયત ક્ષેત્રને નવી દિશા મળી રહી છે. ખેડૂતોને નવી તકનીકો, આંતરરાષ્ટ્રીય બજાર અને વિવિધ જાતોની માહિતી પ્રાપ્ત થાય છે. બીજી તરફ, ગ્રાહકોને ગુણવત્તાસભર અને વૈવિધ્યસભર ઉત્પાદન મળે છે.
આ મેગો ફેસ્ટિવલ માત્ર એક વેચાણ મેળો નહીં, પરંતુ કૃષિમાં નવી શક્યતાઓ અને પ્રગતિનું પ્રતિબિંબ છે. ઉનાળાની ઋતુમાં કેરીપ્રેમીઓ માટે આ એક અનોખો અનુભવ બની રહ્યો છે, જે રાજ્યના બાગાયત ક્ષેત્રની સમૃદ્ધિને પણ ઉજાગર કરે છે.
સુરતની ઓરો યુનિવર્સિટીમાં તા.1 અને 2 મે દરમિયાન આયોજિત બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- દક્ષિણ ગુજરાત'નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂ.3,53,306 લાખ કરોડના 2792 MOU થયા હોવાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે.
2 દિવસીય કોન્ફરન્સ ઐતિહાસિક
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ દક્ષિણ ગુજરાતની ક્ષમતાને દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરનાર મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને રોજગારી સર્જન માટે આ 2 દિવસીય કોન્ફરન્સ ઐતિહાસિક સાબિત થઈ છે. આગામી ત્રણ વર્ષમાં MoU મુજબ પ્રોજેક્ટ્સ કાર્યરત થવાથી દક્ષિણ ગુજરાતના 2.82 લાખથી વધુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે.
GDPમાં થયો વધારો
હર્ષ સંઘવીએ કહ્યું, ગૌરવપૂર્વક જણાવ્યું કે, વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ઔદ્યોગિક શક્તિને વિશ્વ સમક્ષ મૂકવા 'વાઈબ્રન્ટ ગુજરાત'નો જે વિચાર વહેતો કર્યો હતો, તેના ફળસ્વરૂપે રાજ્યની GDP 1.29 લાખ કરોડથી વધીને આજે 27.09 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 વર્ષની આ મક્કમ વિકાસયાત્રામાં 'ટીમ ગુજરાત' અને રાજ્યના વેપારીઓએ અનેક મુશ્કેલીઓ છતાં ક્યારેય પીછેહઠ કરી નથી.
ઉદ્યોગ જગતને પ્રોત્સાહન
હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકાર ઈન્સેન્ટિવ ક્લિયરન્સની પ્રક્રિયામાં સતત ગતિ લાવી રહી છે. અગાઉ દર રોજ 199 એપ્લિકેશન ક્લિયર થતી હતી, જે હવે બમણી થઈ છે અને આગામી સમયમાં આ આંકડો 500ને પાર કરી જશે. વધુમાં, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જેવા આદિજાતિ વિસ્તારોમાં નોન પોલ્યુટીંગ ઈન્ડસ્ટ્રીઝ અને ગાર્મેન્ટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે આગામી 2 વર્ષમાં આદિજાતિ વિસ્તારની 25 હજારથી વધુ મહિલાઓને ઘરઆંગણે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
ગુજરાતનો દેશની કુલ GDPમાં 8% ફાળો
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ સમાપન સત્રમાં જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતના વિકાસ માટે જે પાયો નંખાયો છે, તેનાથી આ પરિક્ષેત્ર આગામી સમયમાં મોટી આર્થિક છલાંગ લગાવવા તૈયાર થયો છે. જેપીનડ્ડાએ ગુજરાતની આર્થિક તાકાતને બિરદાવતા ઉમેર્યું કે, ગુજરાતનો દેશની કુલ GDPમાં 8% ફાળો આપે છે. મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 17%, મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં 27% અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાત 40% હિસ્સો ધરાવે છે.
વાયબ્રન્ટ સમિટથી ઈન્ડસ્ટ્રીઝ ગ્રોથ વધ્યો
ગુજરાત પ્રદેશ સંગઠન પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, 2003થી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટની આ યાત્રા આજે વર્ષ ૨૦૨૬માં ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીની પર્યાય બની છે. ગુજરાતના સમૃદ્ધ અને રચનાત્મક વિકાસમાં વાઈબ્રન્ટ સમિટની ખુબ મહત્વની ભૂમિકા છે. જેના કારણે ઈન્ડસ્ટ્રીઝ ગ્રોથ ઉત્તરોત્તર વધ્યો છે. આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઇન્ડિયાની છબી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશવિદેશમાં ઉભી થઈ છે. વેપાર- ધંધા માટે વિશ્વસનીય સ્થળ તરીકે ગુજરાત ઉભરી રહ્યું છે.
આ પ્રસંગે મંત્રીગણ અને મહાનુભાવોના હસ્તે વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ MSE અને MSME એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, હસ્તકલા કારીગરો, ઉદ્યોગ વિભાગનું પુરસ્કાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું. ઓરો યુનિવર્સિટીના સંચાલકોનું આભાર સાથે બહુમાન કરાયું હતું. મહાનુભાવોના હસ્તે દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા અને VGRC ના વિઝનને રજૂ કરતા વિશેષ સોવેનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિમંત્રી જીતુ વાઘાણી, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, ઓરો યુનિ.ના સ્થાપક હસમુખ રામા, અગ્રણી લેબગ્રોન ઉદ્યોગકાર સ્મિત પટેલ, વેપાર-ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં માત્ર 3 વર્ષના નિર્દોષ બાળકનો અકસ્માતમાં જીવ ગયો છે.  આ ઘટના પરિવારજનો અને સ્થાનિક રહેવાસીઓ માટે ચેતવણી સમાન બની છે. પ્રાથમિક માહિતી મુજબ, બાળક પોતાના પરિવાર સાથે ટ્રેક્ટરમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે અચાનક બનેલી ઘટનાએ બધાને હચમચાવી દીધા છે.
બાળકને તેના કાકાએ હાથમાં પકડી રાખ્યો હતો. ટ્રેક્ટર ચાલું હતું અને રસ્તામાં અચાનક બમ્પ આવતા ઝટકો વાગ્યો હતો. આ ઝટકાના કારણે કાકાનું બેલેન્સ બગડ્યું અને બાળક તેમના હાથમાંથી છૂટીને સીધો નીચે પટકાયો હતો.
આ પણ વાંચો: માંગરોળ નજીક હાઈવે પર કરૂણ અકસ્માત : શ્રદ્ધાળુઓ ભરેલી બસ પલટી જતાં 2નાં મોત, અનેક ઇજાગ્રસ્ત
ટાયર નીચે આવતા બાળકે ગુમાવ્યો જીવ
બાળક નીચે પડતાં જ ટ્રેક્ટરનું પાછળનું ટાયર તેના પર ફરી વળ્યું હતું જેના કારણે ગંભીર ઈજા થઈ હતી. બાળકને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પહોંચતાં જ તબીબોઓએ તેને મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પેદા કર્યો છે.
આ બનાવથી સ્થાનિક લોકોમાં પણ ચિંતા ફેલાઈ છે, કારણ કે આવી ઘટનાઓ સામાન્ય બેદરકારીના કારણે બને છે. ટ્રેક્ટર જેવા વાહનોમાં સુરક્ષા વ્યવસ્થાઓ ઓછી હોય છે અને તેમાં નાના બાળકોને બેસાડવું જોખમી સાબિત થાય છે.
આ પણ વાંચો: સુરત: અલથાણ મેટ્રો મોલ નજીક ગંભીર અકસ્માત : બેફામ ટ્રકની ટક્કરે એક્ટિવા સવાર આશાસ્પદ યુવકનું મોત
માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. બાળકોને મુસાફરી દરમિયાન હંમેશા સુરક્ષિત રીતે બેસાડવા અને યોગ્ય વાહનનો ઉપયોગ કરવા માટે સજાગ રહેવું જરૂરી છે. ખાસ કરીને નાના બાળકો માટે સલામતીના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા પણ લોકોમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત જણાઈ રહી છે. આવા બનાવોને રોકવા માટે કડક નિયમો સાથે જ લોકોની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
સુરતમાં વધતા પ્રદૂષણ અને જાહેર આરોગ્યને જોખમમાં મુકતી પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને રસ્તાઓ પર માટી ઉડાડતા ટ્રકોને લઈને મળતી ફરિયાદોને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લસકાણા વિસ્તારમાં તાડપત્રી વગર માટી ઉડાવતા ટ્રકો સામે પોલીસે કડક પગલાં લીધા છે. કુલ 8 ટ્રકો જપ્ત કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી પાછળ રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરીયાના સીધા આદેશનો મહત્વનો ફાળો રહ્યો છે. સ્થાનિક સ્તરે ફરિયાદ મળતા જ મંત્રીએ તાત્કાલિક હસ્તક્ષેપ કરી સંબંધિત તંત્રને એક્શન મોડમાં મુક્યું હતું. પરિણામે, થોડા જ સમયમાં પોલીસે કાર્યવાહી કરીને નિયમોનો ભંગ કરતા ટ્રકોને ઝડપી લીધા હતા.
લસકાણા વિસ્તારમાં પ્રદૂષણનો ગંભીર પ્રશ્ન
સુરતનાં ઝડપી વિકાસ સાથે શહેરના પરિધિ વિસ્તારોમાં બાંધકામ અને જમીન સમતલીકરણની કામગીરી તેજ બની છે. લસકાણા જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં માટી ભરેલા ટ્રકોની અવરજવર વધતી જોવા મળે છે. પરંતુ ઘણા ટ્રક સંચાલકો તાડપત્રી વગર જ માટી લઈ જતાં હોવાથી રસ્તા પર માટી ઉડતી રહે છે, જેનાથી હવા પ્રદૂષિત બને છે.
રસ્તા પર ઉડતી આ ધૂળ માત્ર અસુવિધા જ નથી સર્જતી પરંતુ લોકોના આરોગ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. ખાસ કરીને શ્વાસની બીમારીઓ, એલર્જી અને આંખોમાં ચોળા જેવી સમસ્યાઓમાં વધારો થવાની શક્યતા રહે છે. સ્થાનિક રહેવાસીઓએ વારંવાર આ અંગે ફરિયાદો નોંધાવી હતી.
આ પણ વાંચો: ખોરાકમાં ભેળસેળ સામે રાજ્યવ્યાપી ઝુંબેશ : હજારો એકમોની તપાસ, મંત્રીએ આપ્યો કડક સંદેશ
પોલીસની તાત્કાલિક કાર્યવાહી અને દંડ
ફરિયાદીને ધ્યાનમાં રાખીને લસકાણા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તાડપત્રી વગર દોડતા 8 ટ્રકોને અટકાવી જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રક સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને આકરા દંડ પણ ફટકારવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આવા કેસોમાં માત્ર દંડ પૂરતો નથી, પરંતુ નિયમોના કડક અમલ દ્વારા જ આવી પ્રવૃત્તિઓને રોકી શકાય છે. તેથી આગામી દિવસોમાં પણ સતત ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.
મંત્રીનો કડક સંદેશ
મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે જાહેર આરોગ્ય સાથે ચેડા કરનારાઓને કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે. તેમણે જણાવ્યું કે પ્રદૂષણ ફેલાવનાર તત્વો સામે “ઝીરો ટોલરન્સ” નીતિ અપનાવવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી થશે. આ સાથે તેમણે ટ્રક સંચાલકો અને કોન્ટ્રાક્ટરોને સૂચના આપી છે કે માટી કે બાંધકામ સામગ્રી લઈ જતી વખતે તાડપત્રી આવશ્યક રીતે ઢાંકવી જોઈએ, જેથી રસ્તા પર ધૂળ ન ફેલાય અને સામાન્ય જનતાને નુકસાન ન થાય.
આ પણ વાંચો: ગુજરાતનું આ અનોખું ગામ જ્યાં કોઈના ઘરે નથી સળગતો ચૂલો : આખું ગામ એકસાથે બેસીને જમે છે ચોખ્ખું દેશી ભોજન!
નાગરિકોની ભૂમિકા પણ મહત્વની
આવી પરિસ્થિતિમાં માત્ર સરકાર કે પોલીસની કાર્યવાહી પૂરતી નથી, પરંતુ નાગરિકોની સજાગતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. લોકો જો આવા ટ્રકો અથવા પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ જોવે, તો તાત્કાલિક સંબંધિત તંત્રને જાણ કરવી જોઈએ. સુરતમાં વધતા પ્રદૂષણ સામે આ કાર્યવાહી એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જો આવી જ રીતે સતત ચકાસણી અને કાર્યવાહી ચાલુ રહેશે, તો શહેરમાં હવા પ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.
સુરત ફરી એકવાર ગુજરાતના ઔદ્યોગિક નકશામાં કેન્દ્રસ્થાને આવ્યું છે. 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC) ની દક્ષિણ ગુજરાત આવૃત્તિના સમાપન સત્રમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાની હાજરીએ આ કાર્યક્રમને માત્ર એક ઉદ્યોગ મંચ નહીં, પરંતુ રાજ્યના પ્રાદેશિક વિકાસના મોટા સંકેત તરીકે ચર્ચામાં લાવી દીધો છે.
ભાજપના વરિષ્ઠ નેતા જેપી નડ્ડા શનિવારે, 2 મે 2026ના રોજ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ સુરતમાં યોજાયેલી 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, સાઉથ ગુજરાત'ના ત્રીજા સંસ્કરણના સમાપન સત્રમાં હાજરી આપવા આવ્યા હતા. સુરતમાં યોજાયેલું આ બે દિવસીય આયોજન દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ, રોકાણ, MSME, ટેક્સટાઇલ, ડાયમંડ, ગ્રીન એનર્જી અને વૈશ્વિક ભાગીદારી જેવા ચાવીરૂપ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને યોજાયું હતું. કાર્યક્રમના સમાપન સત્રમાં નડ્ડા સાથે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ સંબોધન માટે નિર્ધારિત હતા.
સુરત જતા પહેલાં નડ્ડાએ અમદાવાદમાં ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી રતનાકરજી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે રાજ્યના ઉદ્યોગ કેન્દ્રિત મોટા કાર્યક્રમના અંતિમ દિવસે ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતૃત્વ અને રાજ્ય સંગઠન વચ્ચેના સંકલનનો સ્પષ્ટ સંદેશ ગયો. અહેવાલો મુજબ, આ મુલાકાત નડ્ડાના રાજ્યમાં આગમન બાદ તરત જ યોજાઈ હતી, જ્યારે વરિષ્ઠ નેતાઓ અને પ્રતિનિધિઓ સુરતમાં અંતિમ દિવસના કાર્યક્રમ માટે એકત્ર થઈ રહ્યા હતા.
આ પણ વાંચો : સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો CMએ કરાવ્યો પ્રારંભ : વિકાસ મોડલને પ્રદર્શિત કરતું યોજાયું એક્ઝિબિશન
સુરત કેમ બન્યું VGRCનું કેન્દ્ર?
'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ'નો હેતુ માત્ર એક વધુ ઉદ્યોગ સંમેલન યોજવાનો નથી. વાઇબ્રન્ટ ગુજરાતની સત્તાવાર માહિતી મુજબ, આ પ્રાદેશિક કોન્ફરન્સનો ઉદ્દેશ્ય રાજ્યના અલગ-અલગ વિસ્તારોની વિશિષ્ટ ક્ષમતાઓને ઉજાગર કરવાનો, ક્ષેત્રવાર રોકાણ આકર્ષવાનો અને ઔદ્યોગિક વિકાસને માત્ર મોટા શહેરી કેન્દ્રો સુધી સીમિત ન રાખતા આગળ લઈ જવાનો છે. આ મોડેલ 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ'ની સફળ પરંપરાને પ્રાદેશિક સ્તરે વિસ્તૃત કરવાનો પ્રયાસ છે.
દક્ષિણ ગુજરાત માટે સુરત સ્વાભાવિક પસંદગી છે. સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે. આ ઉપરાંત ભરુચ, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જેવા જિલ્લાઓ સાથે મળીને દક્ષિણ ગુજરાત ઉદ્યોગ, બંદર આધારિત વેપાર, કેમિકલ્સ, એગ્રો પ્રોસેસિંગ, MSME અને સેવા ક્ષેત્રમાં વિશાળ સંભાવનાઓ ધરાવે છે. મુખ્યમંત્રી કાર્યાલયના અહેવાલ મુજબ, સુરતની આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાંથી ઉદ્યોગ, કૃષિ, MSME અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ 1 અને 2 મે 2026 દરમિયાન ઓરો યુનિવર્સિટી (AURO University), સુરત ખાતે યોજાયો હતો. તેની સાથે પાંચ દિવસીય 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન' પણ યોજાયું, જે 1 થી 5 મે સુધી ચાલશે. આ પ્રદર્શન આશરે 12,000 ચોરસ મીટર વિસ્તાર ધરાવતા એક જ સ્થળે યોજાયું છે અને તેમાં ઉદ્યોગો, MSME, સ્ટાર્ટઅપ્સ તથા સરકારી વિભાગોની વ્યાપક ભાગીદારી જોવા મળી.
સમાપન સત્રમાં કોણ હાજર રહ્યું?
સમાપન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘South Gujarat – The Industrial Catalyst’ નામનું પુસ્તક વિમોચિત થવું એ કાર્યક્રમનું મહત્વનું આકર્ષણ હતું. રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ સમાપન સત્રમાં પ્રારંભિક સંબોધન આપવા માટે નિર્ધારિત હતા. કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગપતિ ડૉ. ફારુક પટેલ, રવાન્ડાના હાઈ કમિશનર જેકલીન મુકાંગીરા (Jacqueline Mukangira) અને યુક્રેનના રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુક (Oleksandr Polishchuk) ની હાજરી પણ નોંધપાત્ર રહી હતી.
કોન્ફરન્સનો પ્રારંભ શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો હતો. ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરી પણ નોંધાઈ હતી. હર્ષ સંઘવીએ ‘South Gujarat as a Growth Centre’ વિષય પર પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ, ક્ષેત્રવાર રોકાણ અને વૈશ્વિક ભાગીદારીને 'વિકસિત ભારત @2047' ની દિશા સાથે જોડીને રજૂ કરવામાં આવ્યું હતું.
આ બે દિવસ દરમિયાન કૃષિ, બાગાયત, ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, સ્ટાર્ટઅપ્સ, ન્યુક્લિયર એનર્જી, ફર્ટિલાઇઝર, નેચરલ ગેસ અને મહિલા સશક્તિકરણ જેવા વિષયો પર સેક્ટરલ ચર્ચાઓ યોજાઈ. જાપાન અને યુક્રેન દ્વારા કન્ટ્રી-સ્પેસિફિક સેશન્સ (country-specific sessions) પણ યોજાયા હતા. બીજા દિવસે 'રિજનલ MSME કોન્ક્લેવ'માં જેમ્સ એન્ડ જ્વેલરી, સર્ક્યુલર ઇકોનોમી, સ્કિલ ડેવલપમેન્ટ, એરોસ્પેસ અને ડિફેન્સ, ફિશરીઝ, કોઓપરેટિવ્સ, ગ્રીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ઇકોતૂરિઝમ અને અર્બન ઇકોનોમિક ઝોન જેવા વિષયો પર ફોકસ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : મેયર, ડેપ્યુટી મેયર અને પ્રમુખ બનાવવા માટે યોજાઈ સેન્સ પ્રક્રિયા : અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણામાં સેન્સ પ્રક્રિયા
ઉદ્યોગ, MSME અને નિકાસ માટે શું ખાસ?
સુરતની VGRC માત્ર મંચીય ભાષણો પૂરતી મર્યાદિત નહોતી. તેની સાથે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (Vendor Development Programme), ઇન્ટરનેશનલ રિવર્સ બાયર-સેલર મીટ (International Reverse Buyer-Seller Meet) અને 'ઉદ્યમી મેળા' જેવી વ્યવહારુ પહેલો જોડાઈ હતી. આનાથી સ્થાનિક ઉદ્યોગકારો, MSME અને સ્ટાર્ટઅપ્સને સંભવિત ખરીદદારો, નીતિનિર્માતાઓ અને વૈશ્વિક પ્રતિનિધિઓ સાથે સીધો સંપર્ક કરવાની સુવર્ણ તક મળી.
આકાશવાણીના અહેવાલ મુજબ, આ સંમેલનમાં 17,000થી વધુ રજિસ્ટ્રેશન્સ અને 27 દેશોની ભાગીદારી નોંધાઈ હતી. જાપાન, સિંગાપુર અને રશિયા જેવા ભાગીદાર દેશોની હાજરીએ કાર્યક્રમની આંતરરાષ્ટ્રીય પ્રોફાઇલ વધારી. અહેવાલમાં ટેક્સટાઇલ અને ડાયમંડ સેક્ટરમાં AI આધારિત આધુનિકીકરણ અંગેની ચર્ચાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ, 'ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ' (FIEO) સાથે મળીને યોજાયેલા રિવર્સ બાયર-સેલર મીટમાં 15થી વધુ દેશોના 45થી વધુ વિદેશી ખરીદદારોની ભાગીદારી હતી. આ પ્રકારનું આયોજન ખાસ કરીને સુરતના ટેક્સટાઇલ, જ્વેલરી, એગ્રો પ્રોડક્ટ્સ અને MSME માટે નવા બજારો સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરી શકે છે.
રાજ્ય સરકારના ઉદ્યોગ અને MSME વિભાગ દ્વારા કાર્યક્રમ દરમિયાન જ ‘સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામ’ હેઠળ 11,029 લાભાર્થીઓને કુલ રૂપિયા 1,349.50 કરોડની સહાય ઈ-પેમેન્ટ મારફતે ચૂકવવામાં આવી હોવાનો અહેવાલ પણ સામે આવ્યો હતો. તેમાં MSME, ટેક્સટાઇલ અને મોટા ઉદ્યોગ ક્ષેત્રના લાભાર્થીઓનો સમાવેશ થયો હતો.
ODOP ઉત્પાદનો, MSME સપ્લાય ચેઇન અને ગ્રીન ઉદ્યોગોને વધારે મહત્વ
દક્ષિણ ગુજરાત પર આટલો મોટો ફોકસ એવા સમયે આવી રહ્યો છે, જ્યારે રાજ્ય સરકાર 'વાઇબ્રન્ટ ગુજરાત'ને માત્ર ગાંધીનગર કે મોટા ગ્લોબલ સમિટ સુધી મર્યાદિત રાખવાના બદલે પ્રાદેશિક વિકાસના મોડેલ તરીકે આગળ વધારી રહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ બાદ દક્ષિણ ગુજરાતની આવૃત્તિ એ સંકેત આપે છે કે આગામી રોકાણ નીતિમાં જિલ્લાવાર ક્ષમતાઓ, સ્થાનિક કારીગરો, ODOP ઉત્પાદનો, MSME સપ્લાય ચેઇન અને ગ્રીન ઉદ્યોગોને વધારે મહત્વ મળી શકે છે.
સુરતના સંદર્ભમાં આ વધુ મહત્વનું છે, કારણ કે શહેર પરંપરાગત રીતે ડાયમંડ અને ટેક્સટાઇલ માટે જાણીતું છે, પરંતુ હવે તેમાં ગ્રીન એનર્જી, ESDM, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, સ્કિલિંગ, ડિફેન્સ સપ્લાય અને નિકાસ આધારિત ઉત્પાદન જેવા નવા ક્ષેત્રો ઉમેરાઈ રહ્યા છે. જો VGRCમાં થયેલી ચર્ચાઓથી વાસ્તવિક રોકાણ, B2B સોદા, નિકાસ ભાગીદારી અને રોજગારી સર્જન તરફ પ્રગતિ થાય, તો દક્ષિણ ગુજરાત માટે આ મંચ લાંબા ગાળે અત્યંત મહત્વનો સાબિત થઈ શકે છે.
રાજકીય રીતે પણ જેપી નડ્ડાની હાજરી, સી.આર. પાટીલની ભાગીદારી અને રાજ્યના નેતાઓ સાથેની મુલાકાત એ બતાવે છે કે ગુજરાતના ઔદ્યોગિક એજન્ડાને રાષ્ટ્રીય નેતૃત્વના સ્તરે પણ ગંભીરતાથી રજૂ કરવામાં આવી રહ્યો છે. જોકે, આ પ્રકારના સંમેલનોનું સાચું મૂલ્યાંકન આગામી મહિનાઓમાં જાહેર થનારા MoU, રોકાણ અમલીકરણ, MSME ઓર્ડર, નિકાસ જોડાણ અને રોજગારીના આંકડાઓ પરથી જ થઈ શકશે.
આ પણ વાંચો : છત્તીસગઢમાં IED બ્લાસ્ટમાં 3 જવાન શહીદ, 1 ઘાયલ
Surat News: શહેરના અલથાણ વિસ્તારમાં આજે વહેલી સવારે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સામે આવી છે. અલથાણ મેટ્રો મોલ પાસે એક બેફામ ગતિએ આવતા ટ્રક ચાલકે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
રોજગાર માટે નીકળેલા યુવકને કાળ આંબી ગયો
મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ જયેશભાઈ (ઉંમર આશરે ૨૮ થી ૩૦ વર્ષ) તરીકે થઈ છે. તેઓ મૂળ ગોડાદરા વિસ્તારના રહેવાસી હતા. જયેશભાઈ આજે વહેલી સવારે પોતાના રોજગાર (કામ) અર્થે ઘરેથી નીકળ્યા હતા, ત્યારે અલથાણ મેટ્રો મોલ નજીક આ જીવલેણ અકસ્માત નડ્યો હતો.
ટક્કર એટલી જોરદાર હતી કે બચવાની તક ન મળી
સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલક પૂરપાટ ઝડપે વાહન હંકારી રહ્યો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે જયેશભાઈને સંભળવાની કે બચવાની કોઈ તક મળી નહોતી. અકસ્માતને પગલે રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે નીચે મુજબની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે.
પરિવારમાં માતમ
માત્ર ૨૮-૩૦ વર્ષની નાની ઉંમરે ઘરના કમાઉ દીકરાના અચાનક મોતથી ગોડાદરામાં રહેતા જયેશભાઈના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. વહેલી સવારે કામ પર ગયેલા દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં ગમગીની અને શોકની લાગણી છવાઈ ગઈ છે.
Surat News: શહેરના વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાં થયેલી હિંમતભરી લૂંટના મામલે દરરોજ નવા વળાંકો આવી રહ્યા છે. પોલીસ તપાસ દરમિયાન હવે બેંકની બહારના નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આખી ઘટનાનો ચોંકાવનારો ક્રમ જોવા મળ્યો છે.
CCTV ફૂટેજમાં થયો મોટો ખુલાસો
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે લૂંટારૂઓની સંખ્યા ઓછી હશે, પરંતુ નવા ફૂટેજમાં સ્પષ્ટ થયું છે કે કુલ 7 લૂંટારૂઓ આ કાંડમાં સામેલ હતા. આ ટોળકીએ અત્યંત વ્યવસ્થિત પ્લાનિંગ સાથે બેંકને નિશાન બનાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ‘ડિજિટલ અરેસ્ટ’નો આતંક : 8 લાખની બ્લેકમેઇલથી લઈને 7 કરોડ સુધીની ઠગાઈના અનેક કેસ, સૌથી વધુ વૃદ્ધ બન્યા ટાર્ગેટ
ગનમેનની હાજરી છતાં લૂંટારૂઓ બેખોફ
આ ઘટનાની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે બેંકની સુરક્ષા માટે તૈનાત બે ગનમેનની હાજરીમાં જ લૂંટારૂઓ લૂંટ ચલાવીને બિન્દાસ્ત રીતે ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ પાસે હથિયારો હતા કે કેમ અને ગનમેને તેમને રોકવાનો પ્રયાસ કેમ ન કર્યો, તે દિશામાં પણ પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
પોલીસ તપાસ તેજ
વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પરના CCTV ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસને શંકા છે કે આ કોઈ વ્યવસાયિક ગેંગનું કામ હોઈ શકે છે જેણે અગાઉ બેંકની રેકી કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય : અકસ્માતમાં મદદ કરનારને હવે પોલીસ કે હોસ્પિટલ હેરાન નહીં કરે, જાણો નવી ગાઇડલાઇન
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે "અમે નવા CCTV ફૂટેજ કબજે કર્યા છે અને લૂંટારૂઓના ભાગવાના રૂટને ટ્રેસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે." આ ઘટનાને પગલે સુરતના વેપારી મથક એવા વરાછા વિસ્તારમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સુરત પોલીસ આ 7 લૂંટારૂઓને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.
સુરતમાં આજે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ. રાજ્યનું પ્રશાસન એક દિવસ માટે ગાંધીનગરથી સુરત પહોંચ્યું છે. આ પ્રસંગે રાજ્યના વિવિધ કાર્યક્રમો સાથે સુરત શહેરમાં ઉત્સવમય માહોલ સર્જાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિવસભર વ્યસ્ત કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં મીટિંગ, સેમિનાર, કોન્ફરન્સ અને જાહેર કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આજના મુખ્ય આકર્ષણરૂપે સુરત ખાતે બે દિવસીય “વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ”નો ભવ્ય પ્રારંભ થયો છે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ઓરો યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને સી.આર. પાટિલ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
વિકાસના મોડલનું પ્રદર્શન
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂપે આયોજિત વિશાળ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન રાજ્યના ઔદ્યોગિક વિકાસ, કૃષિ પ્રગતિ, ગ્રીન એનર્જી અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદર્શનના વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈ ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ અને નવીનતા લાવનારા યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે સોલાર અને વિન્ડ એનર્જી સહિતના ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ, કૃષિમાં આધુનિક પદ્ધતિઓ અને ટેકનોલોજી આધારિત સેવાઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત દેશના ‘ગ્રોથ એન્જિન’ તરીકે આગળ વધી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાતના વિઝનને હવે પ્રાદેશિક સ્તરે વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચો:  દ્વારકામાં દરિયા કાંઠે વહિવટી તંત્રએ કર્યું ડિમોલિશન : સવા કરોડથી વધુના દબાણો કરાયા દૂર
આ બે દિવસીય કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત સહિત 6 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં ઉદ્યોગ, MSME, કૃષિ અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા છે. કોન્ફરન્સનો મુખ્ય હેતુ પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને ગતિ આપવો, રોકાણકારોને આકર્ષવા અને રોજગારના નવા અવસરો ઊભા કરવાનો છે. પ્રદર્શનને ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેમજ કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ જેવા મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે.
ખાસ આકર્ષણરૂપે ગ્રીન એનર્જી ક્ષેત્રના પ્રોજેક્ટ્સ અને ‘મેન્ગો ફેસ્ટિવલ’ રહ્યું, જેમાં દક્ષિણ ગુજરાતમાં ઉગતી વિવિધ કેરીની જાતો રજૂ કરવામાં આવી હતી. સાથે જ ટ્રેડ ફેરનું પણ પ્રારંભ કરવામાં આવ્યું, જેનાથી વેપાર અને ઉદ્યોગને નવી તકો મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં Barbecue World કરાયું સીલ : ખોરાકમાં જીવાત મળી હોવાની AMCને મળી હતી ફરિયાદ
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજ્યના સંતુલિત અને સર્વસમાવેશક વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે. પ્રાદેશિક સ્તરે આવી કોન્ફરન્સ યોજવાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને નાના શહેરો તથા જિલ્લાઓમાં રોકાણ વધશે તેવી અપેક્ષા છે.
આ સાથે, ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી રાજ્યના વિકાસ મોડલને પ્રદર્શિત કરવાની સાથે જનભાગીદારી અને ગૌરવની લાગણીને મજબૂત બનાવે છે. સુરતમાં યોજાયેલા આ કાર્યક્રમો રાજ્યના વિકાસના આગામી અધ્યાય માટે દિશા નિર્ધારિત કરશે તેવું માનવામાં આવે છે.
સુરત: ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના પાવન અવસરે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક નકશા પર એક નવો ઇતિહાસ લખાયો છે. સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC) ના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અર્થતંત્રને વેગ આપવા માટે મોટી જાહેરાતો કરી છે. દક્ષિણ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે 8 નવી સ્માર્ટ GIDC બનાવવાની જાહેરાત સાથે જ સુરતના હીરા ઉદ્યોગના ગૌરવ સમાન 'કટ ડાયમંડ-GI ટેગ' પર ખાસ કવર લોન્ચ કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં જાપાન અને સિંગાપોર જેવા દેશોની ભાગીદારી ગુજરાતની ઔદ્યોગિક તાકાતનો પરિચય કરાવી રહી છે.
દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓ પર વિઝનરી ફોકસ
'વિકસિત ભારત@2047'ના સ્વપ્નને સાકાર કરવા માટે આયોજિત આ રિજનલ કોન્ફરન્સમાં સુરત સહિત ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતાને નિખારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 1 થી 5 મે સુધી ચાલનારા આ ભવ્ય એક્ઝિબિશનમાં 12,000 ચોરસ મીટરમાં MSME થી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની અત્યાધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરી રહી છે. આ આયોજનથી દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે રોકાણ આવવાની અને હજારો રોજગારીની તકો ઊભી થવાની શક્યતા છે.
સુરત કટ ડાયમંડ: વિશ્વ ફલક પર નવી ઓળખ
સુરતના જગવિખ્યાત હીરા ઉદ્યોગ માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. મુખ્યમંત્રીના હસ્તે 'સુરત કટ ડાયમંડ - GI ટેગ' પર ખાસ કવર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ GI ટેગ મળવાથી સુરતના હીરાની બ્રાન્ડ વેલ્યુ વૈશ્વિક બજારમાં અનેકગણી વધી જશે. આ પ્રસંગે સુરત ઈકોનોમિક માસ્ટર પ્લાન પણ રજૂ કરવામાં આવ્યો હતો, જે આગામી દાયકાઓમાં શહેરના આર્થિક વિકાસની બ્લુપ્રિન્ટ તૈયાર કરશે.
આ પણ વાંચો: છેડતી કરનાર રોમિયોને મહિલાએ જાહેરમાં ચખાડ્યો સ્વાદ : અન્ય મહિલાઓએ પણ ભેગા મળી આપ્યો 'મેથીપાક'
ઉર્જા સુરક્ષા અને ભારતનું 'વર્કિંગ મોડેલ'
કોન્ફરન્સમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ગુજરાતના વિકાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, દુનિયા આજે ગુજરાતને માત્ર રોકાણના સ્થળ તરીકે નહીં પણ ભારતના વિકાસના 'વર્કિંગ મોડેલ' તરીકે જુએ છે. તેમણે દેશની ઉર્જા સુરક્ષા અંગે ખાતરી આપતા કહ્યું કે, સરકાર સતત ક્રૂડ, પેટ્રોલ અને ડીઝલના પુરવઠા પર દેખરેખ રાખી રહી છે જેથી વિકાસની ગતિ ક્યાંય અટકે નહીં. પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ ભારત આજે ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે.
ઉદ્યોગસાહસિકોના જોરે ગુજરાત અગ્રેસર: સી.આર. પાટીલ
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ગુજરાતના વિકાસમાં સ્થાનિક ઉદ્યોગપતિઓના ફાળાને બિરદાવતા કહ્યું કે, રાજ્ય આજે જે ઊંચાઈ પર છે તેનો શ્રેય અહીંના સાહસિક ઉદ્યોગકારોને જાય છે. આ કોન્ફરન્સ દરમિયાન ઉદ્યોગો અને સરકાર વચ્ચે કરોડો રૂપિયાના MoU પણ થયા છે, જે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે. આ કોન્ફરન્સમાં ભાગીદાર દેશો તરીકે જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોરની હાજરીએ આ કાર્યક્રમને વૈશ્વિક ઓપ આપ્યો છે.
સુરત: ડાયમંડ સિટી સુરતમાં રુસ્તમપુરા વિસ્તારમાં એક મહિલાએ હિંમત અને સાહસનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રસ્તા પરથી પસાર થતી એક નિર્દોષ મહિલાની છેડતી કરનાર યુવકને મહિલાએ પોતે જ પાઠ ભણાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલાઓ ભેગી મળીને લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવતી જોવા મળે છે.
જાહેરમાં છેડતી પડ્યો ભારે
રુસ્તમપુરાના વ્યસ્ત રસ્તા પરથી જ્યારે એક મહિલા પસાર થઈ રહી હતી, ત્યારે એક અજાણ્યા યુવકે તેની પાછળ આવી અશોભનીય વર્તન અને છેડતી કરી હતી. સામાન્ય રીતે આવી ઘટનાઓમાં મહિલાઓ ગભરાઈ જતી હોય છે, પરંતુ આ મહિલાએ ડરવાને બદલે હિંમત બતાવી હતી. તેણે તુરંત જ યુવકનો પ્રતિકાર કર્યો અને તેને ભાગવા દીધો ન હતો. મહિલાની બહાદુરી જોઈને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.
મહિલાઓએ ભેગા મળીને આપ્યો 'મેથીપાક'
ઘટનાસ્થળે હાજર અન્ય મહિલાઓ પણ પીડિત મહિલાની વહારે આવી હતી. છેડતી કરનાર યુવકને રસ્તા વચ્ચે જ પકડી પાડવામાં આવ્યો હતો અને રોષે ભરાયેલી મહિલાઓએ તેને જાહેરમાં જ મેથીપાક આપ્યો હતો. લોકોના ટોળા વચ્ચે યુવક માફી માંગતો રહ્યો, પરંતુ મહિલાઓએ તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર ઘટના કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે હવે વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: વડોદરામાં ચડ્ડી-બંડી ગેંગનો આતંક : વડસરના આ બંગલોઝમાં હથિયારો સાથે તસ્કરો ત્રાટક્યા, રહીશોમાં ફફડાટ
વધતી જતી છેડતીની ઘટનાઓ સામે ચિંતા
સુરત જેવા સુરક્ષિત ગણાતા શહેરમાં જાહેરમાં છેડતીની ઘટનાઓ વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રુસ્તમપુરા જેવા ગીચ વિસ્તારોમાં આવા લુખ્ખા તત્વોનો આતંક વધતા મહિલાઓની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશોની માંગ છે કે પોલીસ આવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારે અને છેડતી કરનારાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરે.
પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ પણ હરકતમાં આવી છે. પોલીસે વાયરલ ફૂટેજના આધારે આરોપી યુવકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે, કાયદો હાથમાં લેવો યોગ્ય નથી, પરંતુ આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી અન્ય કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરતા પહેલા સો વાર વિચારે. પીડિત મહિલાની હિંમતને લોકો સોશિયલ મીડિયા પર બિરદાવી રહ્યા છે.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને શહેરના સીમાડાના વિસ્તારોમાં હવે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું કે શાંતિથી ઊંઘવું દુષ્કર બન્યું છે. વડોદરાના વડસર વિસ્તારમાં ગત મોડી રાત્રે કુખ્યાત 'ચડ્ડી-બંડી ગેંગ' ત્રાટકતા સમગ્ર પંથકમાં ફાળ પડી છે. હથિયારો સાથે સજ્જ આ ગેંગે રહેણાંક સોસાયટીને નિશાન બનાવી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
વિસ્ટેરીયા બંગલોઝમાં તસ્કરોનો ધાડો
વડસર વિસ્તારમાં આવેલા હાઈપ્રોફાઈલ 'વિસ્ટેરીયા બંગલોઝ'માં ગત મોડી રાત્રે જ્યારે રહીશો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે ચડ્ડી-બંડી ગેંગના સાગરીતો સોસાયટીમાં દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. આ તસ્કરો માત્ર ચોરી કરવાના ઈરાદે જ નહીં, પરંતુ પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમના હાથમાં તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ જોવા મળી હતી. તસ્કરોએ સોસાયટીના બંધ મકાનો અને બંગલાઓમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સદનસીબે કોઈ મોટી જાન-માલની હાનિ થઈ નથી.
સીસીટીવી ફૂટેજમાં કેદ થયો આતંક
સોસાયટીના કોમન પ્લોટ અને બંગલાઓના કમ્પાઉન્ડમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ ગેંગની હિલચાલ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે ગેંગના સભ્યો મોઢે રૂમાલ બાંધીને અને માત્ર ચડ્ડી-બંડી પહેરીને ખુલ્લા હાથે હથિયારો લહેરાવી રહ્યા છે. આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ વડોદરાના અન્ય સીમાડાના વિસ્તારોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે તસ્કરો એટલા બેફામ બન્યા છે કે તેમને હવે પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી.
આ પણ વાંચો: મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હોસ્ટેલથી રહસ્યમય રીતે લાપતા : રૂ.1600ના ટ્રાન્ઝેક્શન બાદ મોબાઈલ સ્વીચ ઓફ થતા રહસ્ય ઘેરાયું
રહીશોમાં ભય અને પોલીસ પેટ્રોલિંગની માંગ
આ ઘટના બાદ વડસર વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે શહેરના વિસ્તરણ પામતા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ અત્યંત ઓછું છે, જેનો લાભ આ ગેંગ ઉઠાવી રહી છે. રહીશોએ માંગ કરી છે કે: રાત્રિના સમયે પીસીઆર વાનનું પેટ્રોલિંગ વધારવામાં આવે, શંકાસ્પદ વ્યક્તિઓની તાત્કાલિક પૂછપરછ કરવામાં આવે, બીટ ચોકીના કર્મચારીઓ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ સાથે સંકલન સાધે.
પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો
ચોરીના પ્રયાસની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સોસાયટીના તમામ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તેના આધારે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગેંગ બહારના રાજ્યની હોવાની શંકા છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. શહેરના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો હવે રાત્રે 'જાગતા નર નર સદા સુખી' જેવી સ્થિતિમાં મુકાયા છે, ત્યારે પોલીસ ક્યારે આ ગેંગને જેલના સળિયા પાછળ ધકેલે છે તે જોવું રહ્યું.
Barrierless Toll: ગુજરાતના 64માં સ્થાપના દિવસની ઉજવણી વચ્ચે દક્ષિણ ગુજરાતના પ્રવેશદ્વાર સમાન સુરતથી વાહનચાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. નેશનલ હાઈવે 48 (NH-48) પર આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે ભારતનું સૌપ્રથમ 'બેરિયરલેસ' એટલે કે અવરોધ વગરનું ટોલ કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ટોલ નાકા પર ફાસ્ટેગ હોવા છતાં બેરિયર ખુલવાની રાહ જોવી પડતી હતી, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. પરંતુ હવે નવી ટેકનોલોજીના અમલીકરણ સાથે વાહનચાલકોએ ટોલ પર ઉભા રહેવાની જરૂર નહીં પડે.
શું છે બેરિયરલેસ ટોલ પ્લાઝા અને તે કેવી રીતે કામ કરશે?
સામાન્ય રીતે ટોલ પ્લાઝા પર વાહન આવે ત્યારે સેન્સર ફાસ્ટેગ સ્કેન કરે અને ત્યારબાદ લાકડા કે લોખંડનું બેરિયર (દાંડો) ઊંચું થાય છે. આ પ્રક્રિયામાં 5 થી 10 સેકન્ડનો સમય લાગે છે. પરંતુ સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝા પર હવે આ બેરિયર હટાવી લેવામાં આવ્યા છે. અહીં અત્યાધુનિક કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે જે વાહન ગતિમાં હોય ત્યારે જ હાઈ-સ્પીડથી ફાસ્ટેગ રીડ કરી લેશે. વાહનચાલકોએ બ્રેક માર્યા વગર સીધા જ પસાર થઈ જવાનું રહેશે અને તેમના ખાતામાંથી આપોઆપ ટોલ કપાઈ જશે.
ટ્રાફિક અને સમયની થશે મોટી બચત
સુરત-નવસારીને જોડતા આ નેશનલ હાઈવે પર રોજના હજારો વાહનો પસાર થાય છે. પીક અવર્સ દરમિયાન અહીં વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી. NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ના આ પાયલોટ પ્રોજેક્ટથી ઇંધણની બચત થશે અને મુસાફરીનો સમય પણ ઘટશે. જો વાહનના ફાસ્ટેગમાં બેલેન્સ નહીં હોય અથવા કોઈ ટેકનિકલ ખામી હશે, તો તેના માટે અલગથી લેન અને ચેતવણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓ પણ નહીં બચી શકે! : આજથી હેલ્મેટ મામલે પોલીસ એક્શન મોડમાં, જાણો શું છે નવો આદેશ
ડિજિટલ ઇન્ડિયા તરફ વધુ એક મજબૂત કદમ
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી લાંબા સમયથી દેશમાં સેટેલાઈટ આધારિત અને બેરિયરલેસ ટોલ સિસ્ટમ લાગુ કરવાની વાત કરી રહ્યા હતા, જેની શરૂઆત હવે ગુજરાતથી થઈ ચૂકી છે. આ સિસ્ટમ સફળ રહ્યા બાદ આગામી સમયમાં દેશના અન્ય વ્યસ્ત હાઈવે પર પણ આ મોડલ લાગુ કરવામાં આવશે. સુરતનું આ ટોલ પ્લાઝા હવે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે.
વાહનચાલકોએ રાખવી પડશે આ સાવચેતી
જોકે બેરિયર નથી એટલે વાહન ગમે તેટલી ઝડપે દોડાવી શકાશે એવું નથી. સેન્સર પ્રોપરલી સ્કેન કરી શકે તે માટે નિર્ધારિત સ્પીડ લિમિટમાં જ વાહન પસાર કરવાનું રહેશે. આ ઉપરાંત, તમારા ફાસ્ટેગ વોલેટમાં પૂરતું બેલેન્સ રાખવું અનિવાર્ય છે જેથી પેનલ્ટીથી બચી શકાય.
Gujarat Foundation Day: સુરત, ડાયમંડ સિટી હવે ગુજરાતના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી માટે સજ્જ થઈ ગયું છે. 1લી મેના રોજ યોજાનારા 'ગુજરાત ગૌરવ દિવસ'ના કાર્યક્રમોને આખરી ઓપ આપવા માટે સુરતના વાય જંકશન ખાતે પોલીસ પરેડ અને વિવિધ ટેબ્લોનું ફાઇનલ રિહર્સલ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સફળતાપૂર્વક સંપન્ન થયું છે. આગામી 1લી મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી સુરતના આંગણે થવા જઈ રહી છે. આ ઉત્સવને યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરતવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શકે તે માટે શહેરના મુખ્ય માર્ગોને શણગારવામાં આવ્યા છે. ગત સાંજે વાય જંકશન ખાતે યોજાયેલા રિહર્સલમાં વિવિધ પ્લાટૂનોનું શિસ્તબદ્ધ માર્ચ-પાસ્ટ અને રાજ્યની વિકાસગાથા રજૂ કરતા આકર્ષક ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેણે આવનારા મુખ્ય કાર્યક્રમની ઝલક પૂરી પાડી હતી.
સાંજે 5 વાગ્યે પરેડની થશે શરૂઆત
ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે 1લી મેના રોજ સાંજે ૫ વાગ્યે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડ વાય જંકશનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના માર્ગ પર યોજાશે. આ રૂટ પર સુરતવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ગુજરાતનાં ખેડૂતો : 8 લાખ ખેડૂતોએ અપનાવી નવી દિશા, જાણો ખેડૂતમાં સસ્તા ખાતરનો વિકલ્પ
વિવિધ પ્લાટૂન અને ટેબ્લો રહેશે આકર્ષણનું કેન્દ્ર
આ વખતની પરેડમાં પોલીસની વિવિધ વિશિષ્ટ પ્લાટૂન દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતની સંસ્કૃતિ, સુરતની ઓળખ અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને દર્શાવતા આકર્ષક ટેબ્લો પરેડના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ ટેબ્લોના માધ્યમથી ગુજરાતની અસ્મિતા અને વિકાસના દર્શન કરાવવામાં આવશે.
ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આખરી ઓપ
રિહર્સલ દરમિયાન જિલ્લા પ્રભારી સચિવ શાલિની અગ્રવાલ, સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ પરેડના રૂટ, ટેબ્લોની ગોઠવણ અને સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.
સુરતવાસીઓને ભાવભર્યું આમંત્રણ
સુરત વહીવટી તંત્ર દ્વારા તમામ સુરતવાસીઓને આ ભવ્ય પરેડ અને સાંસ્કૃતિક વારસાના પ્રદર્શનને નિહાળવા માટે ખુલ્લું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ૧લી મેની સાંજે સુરતનો આ માર્ગ દેશભક્તિ અને ગુજરાત ગૌરવના રંગે રંગાયેલો જોવા મળશે.
સુરત જિલ્લાના ખેડૂત કમલેશ પટેલે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જેના માધ્યમથી દેશને રાસાયણિક ખાતરમાંથી સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પલસાણા તાલુકાના અંભેટી ગામના આ ખેડૂતે ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કરીને જૈવિક વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો યજ્ઞ હાથ ધર્યો છે.
હાલમાં સમગ્ર ગુજરાતમાં ઉનાળાની ગરમી 44 ડિગ્રીથી વધુ નોંધાઈ રહી છે, ત્યારે સુરત નજીકના માંગરોળિયા ગામમાં કમલેશ પટેલના ખેતરમાં 20થી વધુ મજૂરો ખંતપૂર્વક ‘ઘનજીવામૃત’ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ ઉત્પાદન ખાસ કરીને આવનારી ખરીફ સીઝનને ધ્યાનમાં રાખીને વધારવામાં આવ્યું છે, કારણ કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોમાં તેની માંગ ઝડપથી વધી રહી છે.
પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનો ઝુકાવ
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ નોંધપાત્ર રીતે વધ્યો છે. રાજ્યમાં 8 લાખથી વધુ ખેડૂતોએ રાસાયણિક ખાતરને તિલાંજલી આપી છે અને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અંદાજે સાડા પાંચ લાખ હેક્ટરથી વધુ જમીન પર હવે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી થઈ રહી છે.
આ પરિવર્તનને કારણે જીવામૃત અને ઘનજીવામૃત જેવા જૈવિક ખાતરોની માંગ સતત વધી રહી છે. કમલેશ પટેલ જેવા પ્રગતિશીલ ખેડૂતો આ માંગ પૂરી કરવા માટે આગળ આવી રહ્યા છે. તેઓ માત્ર ખેતી જ નથી કરતા, પરંતુ અન્ય ખેડૂતોને તાલીમ આપીને પ્રેરિત પણ કરે છે. તેઓ રાજ્યના કૃષિ વિભાગ દ્વારા માન્ય માસ્ટર ટ્રેઇનર તરીકે પણ કાર્યરત છે.
આ પણ વાંચો: ઓછી મહેનત અને વધુ નફો : અરબીની ખેતીથી ખેડૂતો કમાઈ રહ્યા છે લાખો રૂપિયા
ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન અને વેચાણનો વ્યાપ
વર્ષ 2017થી પ્રાકૃતિક ખેતી અપનાવનાર કમલેશ પટેલે હવે ઘનજીવામૃતનું ઉત્પાદન મોટા પાયે શરૂ કર્યું છે. તેઓ દરરોજ લગભગ 1000 બેગ (દરેક બેગ 40 કિલો) ઘનજીવામૃત તૈયાર કરે છે અને તેનો વિતરણ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ કરે છે.
આ ઉપરાંત તેઓ દરરોજ 1000 લીટર જીવામૃત પણ બનાવે છે. ચાલુ વર્ષ દરમિયાન તેઓ રોજ 2000 બેગ ઘનજીવામૃત તૈયાર કરવાનો લક્ષ્ય ધરાવે છે. ગયા વર્ષે તેમણે 50,000 બેગનું વેચાણ કર્યું હતું, જ્યારે આ વર્ષે એક લાખ બેગ ઉત્પાદન કરવાની યોજના છે. ઘનજીવામૃત રૂ. 6 પ્રતિ કિલો અને જીવામૃત રૂ. 5 પ્રતિ લીટર દરે વેચવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને સસ્તું અને અસરકારક વિકલ્પ મળે છે.
સરકાર અને નીતિગત પ્રોત્સાહનનો ફાળો
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ ક્ષેત્રમાં વિસ્તરણ નોંધાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ગામડાઓમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરણા આપી રહ્યા છે.
આ પણ વાંચો: સૂકી જમીનમાં પણ વરસશે સોનું! : એલોવેરાની ખેતીથી વર્ષો સુધી કરો કરોડોની કમાણી! જાણો કેવી રીતે બનશે ખેડૂતો માટે જેકપોટ
રાસાયણિક ખાતર સામે મજબૂત વિકલ્પ
ઘનજીવામૃત જમીન માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. તે જમીનની ઉપજાઉ શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરે છે અને પાકની ઉત્પાદન ક્ષમતા સુધારે છે. રાસાયણિક ખાતરોની આયાત પર ભારતનો મોટો ખર્ચ થાય છે, ત્યારે આવા જૈવિક વિકલ્પો દેશને સ્વનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને 1 મેના રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)માં “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા” વિષય પર ચર્ચા યોજાશે, જેમાં કમલેશ પટેલ પણ ભાગ લેશે.
ડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે પણ મહત્વપૂર્ણ બની રહી છે. કમલેશ પટેલ જેવા ખેડૂતોના પ્રયાસો દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો કૃષિ ક્ષેત્રમાં સ્વનિર્ભરતા શક્ય છે. આગામી સમયમાં જો આવા પ્રયાસો વધુ વિસ્તરે તો દેશને રાસાયણિક ખાતરોની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે અને ખેડૂતોને વધુ સ્થિર આવકનો માર્ગ મળશે.
Valsad News: દક્ષિણ ગુજરાતના વલસાડ શહેરમાં ગુનેગારોનો ફાળો એટલો વધી ગયો છે કે હવે ધોળેદિવસે પણ લોકો પોતાના ઘરમાં સુરક્ષિત રહ્યા નથી. વલસાડમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ અજાણ્યા શખ્સોએ એક વૃદ્ધાના ઘરમાં ઘૂસી, તેમને અને તેમની કામવાળીને બંધક બનાવી લાખોની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે.
ઘટનાની વિગત
આ ઘટના બપોરના આશરે 12:30 વાગ્યાના સુમારે બની હતી. જ્યારે શહેરના રહેણાંક વિસ્તારમાં શાંતિનો માહોલ હતો, ત્યારે અંદાજે 25 થી 35 વર્ષની વયના ત્રણ અજાણ્યા ઇસમો લૂંટના ઇરાદે ઘરમાં પ્રવેશ્યા હતા. લૂંટારુઓએ ઘરના માલિક રંજનબેન પારેખ અને તેમની કામવાળી નીતાબેન રાઠોડને નિશાન બનાવ્યા હતા. લૂંટારુઓએ તિક્ષ્ણ ચપ્પુ બતાવી બંને મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ડરાવી દીધી હતી. પ્રતિકાર ન કરી શકે તે માટે લૂંટારુઓએ રંજનબેનનું મોઢું દબાવી દીધું હતું અને તેમના શરીરે પહેરેલા સોનાના ઘરેણાં જેવા કે સોનાની બુટ્ટી, બંગડીઓ, નાકની જળ, સોનાની ચેઇન બળજબરીપૂર્વક કઢાવી લીધા હતા.
આ પણ વાંચો: બંગાળ ચૂંટણી: EVMના બટન પર ચીપકાવી ટેપ! : TMC ના ગઢમાં BJP એ લગાવ્યો ધાંધલીનો આરોપ; ફરીથી મતદાન
₹3.86 લાખની મત્તાની લૂંટ
માત્ર ઘરેણાં જ નહીં, લૂંટારુઓએ ઘરના અન્ય કિંમતી સામાન પર પણ હાથ સાફ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, લૂંટારુઓ નીચે મુજબની વસ્તુઓ લઈને ફરાર થયા હતા. સોના-ચાંદીના ઘરેણાં, ભગવાનની ચાંદીની મૂર્તિઓ, ₹60,000 રોકડા, એક મોબાઈલ ફોન કુલ મળીને ₹3,86,000ની મત્તાની લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટ કર્યા બાદ પકડાઈ જવાના ડરથી, શખ્સોએ વૃદ્ધા અને કામવાળીના હાથ-પગ ઓઢણી અને ટુવાલના કટકાથી બાંધી દીધા હતા અને તેમને રૂમમાં જ બંધક બનાવી ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
પોલીસ કાર્યવાહી
આ ભયાનક ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ વલસાડ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વલસાડ પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસે બી.એન.એસ. (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને અને સીસીટીવી ફૂટેજ તપાસીને લૂંટારુઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ધોળેદિવસે બનેલી આ ઘટનાએ વલસાડ પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ કેટલી ઝડપથી આ રીઢા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલે છે.
આ પણ વાંચો: કેનેડાના સપના બતાવી આજોડના યુવક સાથે 8.50 લાખની ઠગાઈ : પિતા-પુત્રએ નકલી વેબસાઈટ અને ઈ-મેઈલના જોરે 3 વર્ષ સુધી ફેરવ્યો!
Surat News: સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) માં શિક્ષણ જગતને સ્તબ્ધ કરી દેતી એક ઘટના સામે આવી છે. ભવિષ્યના તબીબો ગણાતા MBBSના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે શોર્ટકટ અપનાવતા પકડાયા છે. સામાન્ય રીતે કાપલી કે નકલની ચોરી જોવા મળતી હોય છે, પરંતુ અહીં વિદ્યાર્થીઓએ આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એટલે કે ChatGPTનો ઉપયોગ કરીને હાઈટેક રીતે ચોરી કરવાનું કારસ્તાન રચ્યું હતું. પરીક્ષા દરમિયાન સતર્ક નિરીક્ષકોએ શંકાસ્પદ હિલચાલના આધારે તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.
મેડિકલ જેવી ગંભીર અને જવાબદારીપૂર્વકની પરીક્ષામાં આ પ્રકારે ટેકનોલોજીનો દુરુપયોગ થતા શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. યુનિવર્સિટી વહીવટી તંત્રએ આ મામલે સહેજ પણ નરમાશ દાખવ્યા વગર કડક વલણ અપનાવ્યું છે. પકડાયેલા તમામ છ વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગના પગલાં ભરીને તેમને આર્થિક દંડની સાથે શૈક્ષણિક સજા પણ ફટકારવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી આવું કરવાની હિંમત ન કરે.
સ્માર્ટફોન અને ChatGPT દ્વારા પ્રશ્નોના ઉકેલ મેળવતા હતા
મળતી વિગતો અનુસાર, VNSGU દ્વારા આયોજિત MBBSની પરીક્ષા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓની ગતિવિધિઓ શંકાસ્પદ જણાઈ હતી. ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું કે, આ વિદ્યાર્થીઓ અત્યંત નાના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને છુપાવેલા મોબાઈલ ફોન દ્વારા ઇન્ટરનેટ સાથે જોડાયેલા હતા. તેઓ પ્રશ્નપત્રના સવાલો ChatGPTમાં સર્ચ કરી તેના સચોટ જવાબો મેળવી રહ્યા હતા. પરીક્ષા ખંડમાં ટેકનોલોજીનો આવો દુરુપયોગ જોઈને યુનિવર્સિટીના સત્તાધીશો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ પણ વાંચો: આલુપુરી લેવા ગયેલી 11 વર્ષની બાળકીની છેડતી : તારા વાળ સરખા કરી આપું કહી અડપલાં કર્યા, રિકન્સ્ટ્રકશન સમયે મહિલાઓએ ચપ્પલ માર્યા
6 વિદ્યાર્થીઓની પરીક્ષા રદ: ₹10,000નો દંડ અને આકરી કાર્યવાહી
ચોરી કરતા ઝડપાયેલા તમામ છ વિદ્યાર્થીઓ વિરુદ્ધ યુનિવર્સિટીએ તાત્કાલિક અસરથી પગલાં લીધા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ તમામ વિદ્યાર્થીઓની હાલની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. વધુમાં, શિસ્ત સમિતિના નિર્ણય અનુસાર દરેક વિદ્યાર્થી પર 10,000 રૂપિયાનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક ગરિમા સાથે છેડછાડ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.
ટેકનોલોજીનો દુરુપયોગ શિક્ષણ વ્યવસ્થા માટે ચિંતાનો વિષય
આ ઘટનાએ યુનિવર્સિટીના પરીક્ષા તંત્ર સામે પણ નવા પડકારો ઉભા કર્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે અત્યાર સુધી માત્ર જેશર (Jammers) અને સીસીટીવીથી કામ ચાલતું હતું, પરંતુ હવે AIના જમાનામાં પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવી પડશે. આ બનાવ બાદ VNSGU દ્વારા આગામી સમયમાં ડિજિટલ ગેજેટ્સ પર વધુ કડક પ્રતિબંધ અને સર્ચિંગની પ્રક્રિયાને વધુ સચોટ બનાવવાની ખાતરી આપવામાં આવી છે. મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી આ હાઈટેક ચોરી સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે.
Surat Crime: ડાયમંડ સિટી સુરતના અમરોલી વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. એક 11 વર્ષની માસૂમ બાળકી જ્યારે આલુપુરી લેવા માટે દુકાને ગઈ હતી, ત્યારે દુકાનદાર દ્વારા તેની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ આધેડની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પકડાયેલા આરોપીનું નામ દિનેશ જીવરાજ રામાણી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે પોલીસ આરોપીને ઘટનાસ્થળે તપાસ માટે (રિકન્સ્ટ્રક્શન) લઈ ગઈ હતી, ત્યારે સ્થાનિક મહિલાઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલી મહિલાઓએ નરાધમ આરોપી પર હાથ સાફ કર્યો હતો અને તેને જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે માંડ-માંડ આરોપીને મહિલાઓના ચુંગાલમાંથી બચાવી ગાડીમાં બેસાડ્યો હતો.
આલુપુરી લેવા ગયેલી માસૂમ પર બગાડી દાનત
ઘટનાની વિગત મુજબ, અમરોલી વિસ્તારમાં રહેતી 11 વર્ષીય બાળકી ઘર નજીક આવેલી નાસ્તાની દુકાને આલુપુરી લેવા માટે ગઈ હતી. આ સમયે દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક હાજર નહોતું. નિર્દોષ બાળકીને એકલી જોઈને દુકાનદાર દિનેશ રામાણીની દાનત બગડી હતી. તેણે બાળકીને વાતોમાં ભોળવીને દુકાનમાં રહેલા ટેબલ પર બેસાડી હતી. ત્યારબાદ તેણે બાળકી સાથે શારીરિક અડપલાં કરી તેની છેડતી કરી હતી. ગભરાયેલી બાળકીએ ઘરે જઈને પરિવારને આ અંગે જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
અમરોલી પોલીસની ત્વરિત કાર્યવાહી: આરોપી જેલ ભેગો
બાળકીના પરિવારની ફરિયાદના આધારે અમરોલી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે પોક્સો (POCSO) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી દિનેશ જીવરાજ રામાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આધેડ વયના આ શખ્સે માનવતાની તમામ હદો વટાવીને માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની અને કડક સજા અપાવવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: કતારગામમાં પેશન્ટ ભરેલી એમ્બ્યુલન્સને નડ્યો ભયાનક અકસ્માત : ઓવરટેક કરવા જતાં બહાદુરસિંહ બ્રિજ પર ડિવાઈડર ચીરી નાખ્યું
રિકન્સ્ટ્રક્શન દરમિયાન મહિલાઓનો 'ટપલી દાવ'
આરોપીની ધરપકડ બાદ અમરોલી પોલીસ તેને તપાસના ભાગરૂપે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. જેવી પોલીસની ગાડી દુકાન પાસે પહોંચી કે તરત જ આસપાસની મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ ગઈ હતી. માસૂમ બાળકી સાથે થયેલા આ કૃત્યથી રોષે ભરાયેલી મહિલાઓએ આરોપીને જોતા જ તેના પર તૂટી પડી હતી. મહિલાઓએ આરોપીને થપ્પડો મારી હતી અને તેનો 'ટપલી દાવ' કર્યો હતો. આ દ્રશ્યો જોઈને અન્ય લોકોમાં પણ એવો સુર ઉઠ્યો હતો કે આવા નરાધમોને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી સમાજમાં દાખલો બેસે.
Surat Accident: ડાયમંડ સિટી સુરતના કતારગામ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. કતારગામ કિરણ હોસ્પિટલ પાસે આવેલા બહાદુરસિંહ બ્રિજ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક એમ્બ્યુલન્સ અચાનક ડિવાઈડર પર ચઢી ગઈ હતી. ઓવરટેક કરવાના પ્રયાસમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં એક વૃદ્ધ દર્દી સવાર હતા. બ્રિજ પર એમ્બ્યુલન્સ ડિવાઈડર પર ચઢી જતાં જોરદાર અવાજ સાથે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને મોટી ઈજા પહોંચી નથી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
ઓવરટેક કરવાની લ્હાયમાં સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, એમ્બ્યુલન્સ કોઈ ગંભીર દર્દીને લઈને જઈ રહી હતી ત્યારે સમયસર હોસ્પિટલ પહોંચવા માટે ચાલકે બહાદુરસિંહ બ્રિજ પર અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એમ્બ્યુલન્સ બેકાબૂ બની હતી અને સીધી રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચઢી ગઈ હતી. એમ્બ્યુલન્સનું આગળનું ટાયર ડિવાઈડર પર ચઢી જતાં વાહન અટકી પડ્યું હતું, જેના કારણે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
આ પણ વાંચો: NH-48 પર આવેલી 'VR વન' બિલ્ડિંગમાં ભીષણ આગ : પાર્કિંગથી 8મા માળ સુધી જ્વાળાઓ પ્રસરી; અનેક વાહનો ખાખ
વૃદ્ધ દર્દીને તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં ખસેડાયા
અકસ્માત સર્જાતા જ એમ્બ્યુલન્સમાં સવાર વૃદ્ધ દર્દીના જીવ પર જોખમ ઊભું થયું હતું. પરંતુ કિરણ હોસ્પિટલ નજીક જ હોવાથી સ્થાનિકો અને રાહદારીઓએ માનવતા દાખવી દર્દીને બીજી વ્યવસ્થા દ્વારા તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. સદનસીબે દર્દી કે એમ્બ્યુલન્સના સ્ટાફને કોઈ ગંભીર ઈજા થઈ નથી, જે એક મોટી રાહતની વાત છે.
સ્થાનિકોમાં ચિંતા અને દોડધામના દ્રશ્યો
બહાદુરસિંહ બ્રિજ જેવો વ્યસ્ત બ્રિજ હોવાથી અકસ્માત થતા જ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોકોમાં દર્દીની તબિયતને લઈને ભારે ચિંતા જોવા મળી હતી. આ ઘટનાને પગલે કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ક્રેઈનની મદદથી એમ્બ્યુલન્સને ડિવાઈડર પરથી હટાવવાની તજવીજ હાથ ધરી હતી.
Surat Municipal Corporation Election Results 2026: ગુજરાતની આર્થિક રાજધાની અને 'હીરાનગરી' તરીકે ઓળખાતા સુરત મહાનગરપાલિકાના પરિણામોએ ફરી એકવાર રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વર્ષ 2026ની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતના મતદારોએ સ્પષ્ટ જનમત આપ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલી મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની પકડ મજબૂત બનાવી રાખી છે, જ્યારે ગત ચૂંટણીમાં ચમત્કાર કરનાર આમ આદમી પાર્ટી (AAP) માટે આ વખતે રસ્તો કપરો સાબિત થયો છે.
ગત 26 એપ્રિલના રોજ મતદાન બાદ આજે 28 એપ્રિલના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની 120 બેઠકો પર કુલ સરેરાશ 59.21% મતદાન નોંધાયું હતું. ત્યારે આજે સુરતમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મતગણતરીમાં 2000થી વધારે અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટણી એજન્ટો જોડાયા છે. મજુરા વિસ્તારમાં આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજની બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સુરતના 30 વોર્ડની 120 બેઠકો માટે થયેલા આ જંગમાં ભાજપે મોટાભાગની પેનલો પર વિજય મેળવીને સત્તાના સૂત્રો ફરી પોતાના હાથમાં લીધા છે. કોંગ્રેસ માટે આ વખતે પણ સ્થિતિ બહુ આશાસ્પદ રહી નથી. ખાસ કરીને વરાછા, કતારગામ અને કાપોદ્રા જેવા વિસ્તારો, જે અગાઉ 'આપ' ના ગઢ ગણાતા હતા, ત્યાં ભાજપે આક્રમક પ્રચાર અને વ્યૂહરચના દ્વારા ગાબડા પાડવામાં સફળતા મેળવી છે. આ પરિણામો આગામી વિધાનસભા ચૂંટણી માટે પણ દિશાસૂચક માનવામાં આવી રહ્યા છે.
ભાજપની પ્રચંડ આગેકૂચ: 'કમળ' ખીલ્યું, કાર્યકરોમાં ભારે ઉત્સાહ
સુરતમાં ભાજપની જીત પાછળ સંગઠનની શક્તિ અને પેજ સમિતિના મોડેલને મુખ્ય કારણ માનવામાં આવે છે. મતગણતરી કેન્દ્રો પરથી જેમ જેમ પરિણામો આવતા ગયા, તેમ તેમ ભાજપના કાર્યકરોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યત્વે આર્થિક વિકાસ, મેટ્રો પ્રોજેક્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દાઓ પર ભાજપે મતો માંગ્યા હતા, જેમાં તેમને મોટી સફળતા મળી છે. પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં પણ ભાજપે આ વખતે નોંધપાત્ર દેખાવ કર્યો છે.
આ પણ વાંચો: સુરત મતગણતરી કેન્દ્ર બહાર હાઈવોલ્ટેજ ડ્રામા : કોંગ્રેસ-ભાજપના કાર્યકરો આમને-સામને આવતા વાતાવરણ તંગ, પોલીસે મામલો થાળે પાડ્યો
સુરત મહાનગરપાલિકા વિજેતા ઉમેદવારોની યાદી - 2026
<colgroup><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"></colgroup>
વોર્ડ નંબર
વોર્ડનું નામ
વિજેતા ઉમેદવારનું નામ
પક્ષ
મળેલા મત
1
જહાંજીરપુરા
નયનાબેન ડોબરીયા
ભાજપ
37,144
ભાવિશાબેન પટેલ
ભાજપ
35,993
રાજેન્દ્રભાઈ પટેલ
ભાજપ
35,102
વિજયભાઈ ભાટિયા
ભાજપ
33,555
2
અમરોલી
ચંદ્રિકાબેન અસોદારીયા
ભાજપ
41,555
જૈનેશભાઈ જાદવ
ભાજપ
37,844
મનીષાબેન ખેર
ભાજપ
37,285
મનુભાઇ બલર
ભાજપ
37,072
3
વરાછા
કાવ્યા પટેલ
ભાજપ
38,560
સુરેશભાઈ ધોમાલિયા
ભાજપ
34,349
મીતાબેન મકવાણા
ભાજપ
34,068
વિશાલભાઈ રાઠોડ
ભાજપ
33,695
4
કાપોદ્રા
અરવિંદભાઈ કાકડિયા
ભાજપ
17,661
મહેશભાઈ કાકડિયા
ભાજપ
16,244
હેતલ પરમાર
ભાજપ
15,935
હંસાબેન ગજેરા
ભાજપ
15,651
5
ફૂલપાડા
જયબેન વોરા
ભાજપ
18,987
મહેન્દ્ર દેસાઈ
ભાજપ
18,361
ડો. વિક્રમ (વિષ્ણુ) દેસાઈ
ભાજપ
16,923
સ્વાતીબેન પટેલ
ભાજપ
16,749
6
કતારગામ
જયશ્રીબેન વરિયા
ભાજપ
26,604
કેતા દેસાઈ
ભાજપ
25,921
દક્ષેશ માવાણી
ભાજપ
25,196
રમેશભાઈ ખોરડ
ભાજપ
23,735
7
વેડ
ઈશ્વરભાઈ નારોલા
ભાજપ
27,653
સોનુબેન આંબલીયા
ભાજપ
25,079
દેવ્યાનીબેન ઠુમ્મર
ભાજપ
25,003
રઘુભાઈ ખુંટ
ભાજપ
23,927
8
ડભોલી
પરેશભાઈ સાકરીયા
ભાજપ
30,112
ભૂપેન્દ્રભાઈ રાઠોડ
ભાજપ
27,427
વંદના ઘોઘારી
ભાજપ
27,079
માયા પાટીલ
ભાજપ
26,546
9
રાંદેર
દિગ્વિજયસિંહ બારડ
ભાજપ
34,918
રાજનભાઈ પટેલ
ભાજપ
33,324
નૈન્સી શાહ
ભાજપ
32,846
હિના ટાંક
ભાજપ
32,011
10
અડાજણ
ઉર્વશીબેન પટેલ
ભાજપ
41,447
નિલેશ પટેલ
ભાજપ
39,049
મીનાક્ષીબેન પપૈયા
ભાજપ
36,295
રાજુભાઈ પ્રિયદર્શી
ભાજપ
36,131
11
ગોરાટ
અલ્પાબેન મહેતા
ભાજપ
27,581
વૈશાલી શાહ
ભાજપ
25,772
પરિમલભાઈ ચાસિયા
ભાજપ
25,762
હર્ષ મહેતા
ભાજપ
23,298
12
સૈયદપુરા
આરતીબેન પટેલ
ભાજપ
21,624
કિશોરભાઈ માયાણી
ભાજપ
20,832
અરશદ જરીવાલા
કોંગ્રેસ
20,769
હેમાક્ષી ચૌહાણ
ભાજપ
20,489
17
પુણા (પૂર્વ)
ધર્મેશભાઈ ભંડેરી
AAP
23,616
રચના હિરપરા
AAP
22,479
અસ્મિતા ધોરાજીયા
AAP
22,336
પંકજ ચાવડા
AAP
22,289
22
ભટાર
દિપેશભાઈ પટેલ
ભાજપ
39,508
શીતલ પટેલ
ભાજપ
34,614
રશ્મિ સાબુ
ભાજપ
33,720
હિમાંશુ રાઉલજી
ભાજપ
32,876
30
સચિન
રીનાસિંહ રાજપૂત
ભાજપ
27,155
આરતીબેન ચૌધરી
ભાજપ
26,629
ચિરાગકુમાર સોલંકી
ભાજપ
25,999
ભરતભાઈ પટેલ
ભાજપ
25,642
AAPના ગઢમાં ગાબડું: શું વિપક્ષી વ્યૂહરચના નિષ્ફળ રહી?
ગત ચૂંટણીમાં 27 બેઠકો જીતીને વિરોધ પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી પાર્ટી માટે આ પરિણામો આંચકાજનક છે. જોકે કેટલાક વોર્ડમાં 'આપ' ના ઉમેદવારોએ જોરદાર ટક્કર આપી છે, પરંતુ પેનલ ટુ પેનલ જીતવામાં ભાજપ આગળ નીકળી ગયું છે. કતારગામ અને વરાછામાં પાટીદાર મતોનું વિભાજન અને ભાજપ તરફી ઝુકાવ 'આપ' ને ભારે પડ્યો હોય તેમ જણાય છે. બીજી તરફ કોંગ્રેસના સૂપડા સાફ થવાની આરે છે, જે સુરતના રાજકારણમાં ત્રિપાંખિયા જંગને બદલે હવે દ્વિપાંખિયા જંગ તરફ ઈશારો કરે છે.
વોર્ડ વાઈઝ મહત્વના પરિણામો અને ઉલટફેર
ચૂંટણીમાં અનેક દિગ્ગજોના ભાવિનો ફેંસલો થયો છે:
વરાછા/કતારગામ: આ વિસ્તારોમાં ભાજપ અને AAP વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી, જેમાં ભાજપે અનેક બેઠકો આંચકી લીધી છે.
અડાજણ/પાલ: ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે.
લીંબાયત/ઉધના: શ્રમિક વિસ્તારોમાં ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
Surat Election Violence: સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના એક મતગણતરી કેન્દ્રની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અસલમ સાયકલવાલાના પુત્રની હારના સમાચાર સામે આવ્યા. આ હાર બાદ બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં વાતાવરણ તંગ બની ગયું હતું.
ઘટનાને પગલે મતગણતરી કેન્દ્રની બહાર ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, વિજયી ઉત્સવ મનાવી રહેલા ભાજપના કાર્યકરો અને હારથી નારાજ કોંગ્રેસી કાર્યકરો વચ્ચે સૂત્રોચ્ચાર શરૂ થયા હતા, જે બાદમાં હિંસક વળાંક લેતા ધક્કામુક્કી સુધી પહોંચ્યો હતો. સ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.
હારના સમાચાર અને અચાનક ભભૂકેલો આક્રોશ
સુરતના રાજકારણમાં જાણીતું નામ એવા અસલમ સાયકલવાલાના પુત્ર આ વખતે ચૂંટણી મેદાનમાં હતા. તેમની હાર થતા જ કોંગ્રેસ છાવણીમાં નિરાશા વ્યાપી હતી. બીજી તરફ, ભાજપના ઉમેદવારની જીત થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ હતો. મતગણતરી કેન્દ્રની બહાર જ્યારે બંને પક્ષના ટેકેદારો એકઠા થયા ત્યારે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં વાત વણસી ગઈ અને કાર્યકરો એકબીજા પર તૂટી પડ્યા હતા. નારાબાજી અને ધક્કામુક્કીને કારણે થોડા સમય માટે આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: 'સાવરણા'ના સુપડા સાફ! : સુરતમાં મનોજ સોરઠીયા અને રાજકોટમાં રાહુલ ભુવાની હાર
પોલીસે સ્થિતિ સંભાળી, ચુસ્ત બંદોબસ્ત તૈનાત
ઘર્ષણની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો મતગણતરી કેન્દ્ર બહાર ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરી અથવા કાર્યકરોને સમજાવીને છૂટા પાડ્યા હતા. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેન્દ્રની આસપાસ વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસે બંને પક્ષના આગેવાનોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
મતગણતરી કેન્દ્ર બહાર ભયનું વાતાવરણ
આ હિંસક ઘર્ષણને કારણે મતગણતરીની પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓ અને અન્ય ઉમેદવારોમાં પણ ચિંતા જોવા મળી હતી. થોડા સમય માટે કેન્દ્રના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે હાર-જીતનો આ આક્રોશ સુરતના રાજકારણમાં વધતા તણાવનો સંકેત છે.
Gujarat Local Body Election Results 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અત્યંત રોમાંચક અને આશ્ચર્યજનક રહ્યા છે. ખાસ કરીને સુરત અને રાજકોટ જેવા શહેરોમાં, જ્યાં આમ આદમી પાર્ટી (AAP) ને ખૂબ જ આશાઓ હતી, ત્યાં તેમને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને જેમના પર જીતની મોટી જવાબદારી હતી, તેવા ચહેરાઓ જ હારતા AAP છાવણીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુરતમાં પ્રદેશ નેતૃત્વના અગ્રણી ચહેરાની હાર એ ગુજરાતમાં પાર્ટીના સંગઠન માટે મોટો ચિંતનનો વિષય બન્યો છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, જેને 'આપ'નો ગઢ માનવામાં આવતું હતું, ત્યાં ભાજપના વધતા પ્રભાવ સામે પાર્ટીના રણનીતિકારો ટકી શક્યા નથી. તો બીજી તરફ રાજકોટમાં પણ સૌથી મજબૂત મનાતા ઉમેદવારોને જનતાએ નકારી કાઢ્યા છે. આ પરિણામોથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતના શહેરી વિસ્તારોમાં ફરી એકવાર ભાજપનું કમળ જોરશોરથી ખીલ્યું છે અને સાવરણાનો પ્રભાવ ઓછો થયો છે.
સુરતમાં મોટો ઉલટફેર: મનોજ સોરઠીયાનું કાઉન્સિલર બનવાનું સપનું રોળાયું
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી અને સુરતના જાણીતા નેતા મનોજ સોરઠીયાની હાર આ ચૂંટણીનો સૌથી મોટો અપસેટ માનવામાં આવે છે. મનોજ સોરઠીયાએ આ વખતે સુરત મનપાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને પાર્ટીને પૂરો વિશ્વાસ હતો કે તેઓ સરળતાથી જીતી જશે. જોકે, મતદારોએ તેમને નકારી કાઢતા તેમના મ્યુનિસિપલ કાઉન્સિલર બનવાના સપના પર પાણી ફરી વળ્યું છે. સોરઠીયા જેવા કદાવર નેતાની હાર એ ગુજરાત AAP માટે માત્ર એક બેઠકની હાર નથી, પણ સંગઠનાત્મક રીતે મોટો ઝટકો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોનું ચાલશે શાસન? : 483 ઉમેદવારોના ભાવિનો ફેંસલો, ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ
રાજકોટમાં રાહુલ ભુવાની હાર: "કમળ ચાલ્યું, સાવરણો નહીં"
રાજકોટના વોર્ડ નંબર 4 માં પણ આમ આદમી પાર્ટીને પરાજયનો સામનો કરવો પડ્યો છે. અહીં ભાજપના ઉમેદવાર કાળુભાઈ કુંગસિયાએ વિજય મેળવ્યો છે, જ્યારે તેમની સામે મેદાનમાં રહેલા AAPના સૌથી મજબૂત ઉમેદવાર રાહુલ ભુવાની હાર થઈ છે. હાર બાદ રાહુલ ભુવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, "લોકોએ કમળને પસંદ કર્યું છે અને સાવરણો ચાલ્યો નથી. તેમ છતાં અમે હાર્યા નથી, અમે લોકોના કામ કરતા રહીશું અને જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું."
પરિણામોનું તારણ અને ભવિષ્યની રણનીતિ
સુરત અને રાજકોટમાં મજબૂત ગણાતા ઉમેદવારોની હાર બાદ હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાની રણનીતિ પર ફરી વિચાર કરવો પડશે. ભાજપના મજબૂત પેજ સમિતિના માળખા અને પ્રચાર સામે AAPના નેતાઓ પોતાની બેઠકો બચાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ પરિણામો આગામી સમયમાં ગુજરાતના સ્થાનિક રાજકારણમાં મોટા ફેરફારો લાવે તેવી શક્યતા છે.
સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં કયા પક્ષનો વિજય થશે અને કોની હાર, તેનો આજે મંગળવારે અંતિમ નિર્ણય થવા જઈ રહ્યો છે. રાજ્યભરની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે યોજાયેલા મતદાન બાદ આજે સવારથી જ મતગણતરી કેન્દ્રો પર ભારે ચહલપહલ જોવા મળી રહી છે. સવારે 9 વાગ્યાથી સત્તાવાર રીતે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે અને બપોર સુધીમાં રાજ્યનું સ્થાનિક રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.
આ ચૂંટણીમાં રાજ્યભરમાં કુલ 10 હજારથી વધુ બેઠકો માટે જંગ જામ્યો હતો. જે પૈકી 738 બેઠકો પર અગાઉથી જ ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે, જ્યારે બાકીની બેઠકો માટે આજે ઈવીએમ (EVM) ના સીલ ખુલતાની સાથે જ ઉમેદવારોના હૃદયના ધબકારા વધી ગયા છે. સુરત શહેર અને જિલ્લામાં ખાસ કરીને ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, ત્યારે સૌની નજર સુરતના પરિણામો પર ટકી છે.
સુરતમાં 1308 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ
સુરત શહેર અને જિલ્લાની વાત કરીએ તો અહીં કુલ 1308 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ માટે 483 ઉમેદવારોનું નસીબ આજે નક્કી થશે. આ ઉપરાંત જિલ્લાની ચાર મહત્વની નગરપાલિકાઓ જેવી કે બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડીમાં 224 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે. ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 88 ઉમેદવારો અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો માટે 513 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ પરિણામો માત્ર સ્થાનિક સત્તા જ નહીં, પરંતુ આગામી વિધાનસભા ચૂંટણી માટે પણ પક્ષોનો પાયો મજબૂત કરશે.
આ પણ વાંચો: રાજ્યની આ 3 બેઠકો પર ફરીથી ચૂંટણી થશે! : જાણો ક્યાં અને શા કારણોસર રદ થઈ હતી ચૂંટણી? જુઓ આખું શેડ્યૂલ
સુરતમાં ક્યાં થશે મતગણતરી? જાણો વ્યવસ્થા
સુરત મહાનગરપાલિકાની મતગણતરી માટે મજૂરા ગેટ સ્થિત ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર કેન્દ્રને સીસીટીવી કેમેરા અને પોલીસ સુરક્ષાથી સજ્જ કરવામાં આવ્યું છે. તે જ રીતે જિલ્લા અને તાલુકા પંચાયત માટે ચોર્યાસી, ઓલપાડ, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ અને ઉમરપાડાના નિર્ધારિત કેન્દ્રો પર ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. દરેક રાઉન્ડના અંતે સત્તાવાર આંકડાઓ જાહેર કરવામાં આવશે.
રાજકીય સમીકરણોમાં ફેરફારની આશંકા
સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીના પરિણામો રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારો લાવી શકે છે. શહેરી વિસ્તારોમાં ભાજપનો ગઢ જળવાય છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ગાબડું પાડે છે તે જોવું રસપ્રદ રહેશે. બીજી તરફ, ગ્રામીણ વિસ્તારોમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામો પરથી ખેડૂતો અને ગ્રામીણ મતદારોનો ઝુકાવ કઈ તરફ છે તેનો અંદાજ આવશે. મતદાન બાદ સીલ કરવામાં આવેલા EVM માંથી આજે વિજયનો ગુલાલ કોણ ઉડાડશે તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા છે.
Surat Municipal Corporation Election 2026: હીરા અને કાપડ ઉદ્યોગ માટે જાણીતા સુરત શહેરના રાજકીય ભવિષ્યનો આજે ફેંસલો થવા જઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા (SMC) ની ચૂંટણી માટે થયેલા મતદાન બાદ આજે સવારથી જ મતગણતરી કેન્દ્રો પર ઉત્તેજનાનો માહોલ છે. 11 હજાર કરોડ રૂપિયાથી વધુનું જંગી બજેટ ધરાવતી આ દેશની સમૃદ્ધ મહાનગરપાલિકાનું સુકાન કોના હાથમાં જશે, તેના પર માત્ર રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર ટકેલી છે. શું ભાજપ સતત સાતમી વાર સત્તાના સિંહાસન પર બિરાજશે કે પછી આમ આદમી પાર્ટી કોઈ મોટો ઉલટફેર કરીને ચોંકાવનારી એન્ટ્રી કરશે?
સુરતનો સંગ્રામ: ભાજપ માટે ગઢ બચાવવાનો જંગ, 'આપ' માટે અસ્તિત્વની લડાઈ
સુરત મહાનગરપાલિકામાં છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું એકચક્રી શાસન રહ્યું છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં બદલાયેલા રાજકીય સમીકરણોએ આ વખતે જંગને રસપ્રદ બનાવ્યો છે. ખાસ કરીને પાટીદાર બહુલ વિસ્તારોમાં ભાજપના પરંપરાગત મતોમાં ગાબડું પડે છે કે કેમ તે જોવું રહ્યું. બીજી તરફ, ગત ચૂંટણીમાં 27 બેઠકો સાથે ધમાકેદાર એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી પોતાનો વ્યાપ વધારવાની તક છે. ભાજપના કેટલાક ગઢ ગણાતા વિસ્તારોમાં સ્થાનિક ઉમેદવારો સામેના વિરોધનો લાભ 'આપ'ને મળી શકે છે તેવી રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પાટીદાર ગઢમાં પેનલ તૂટવાની શક્યતા?
વર્ષ 2021ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાટીદાર વિસ્તારોમાં ભાજપના પાયા હચમચાવી દીધા હતા. આ વખતે પણ વરાછા, કતારગામ અને કાપોદ્રા જેવા વિસ્તારોમાં મતદારોનો મિજાજ શું રહ્યો છે તેના પર સૌની નજર છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેટલાક વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતવાને બદલે મિશ્ર પરિણામો આવી શકે છે. સ્થાનિક સ્તરે એન્ટી-ઈન્કમ્બન્સી (શાસન વિરોધી લહેર) અને આમ આદમી પાર્ટીની સક્રિયતા ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.
આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આજે મત ગણતરી : 733 જેટલી બેઠકો થઈ બિનહરીફ
2021ના સમીકરણો અને પક્ષપલ્ટાની અસર
2021નું પરિણામ: ભાજપે 93 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે 'આપ' 27 બેઠકો સાથે મુખ્ય વિપક્ષ બન્યો હતો.
પક્ષપલ્ટો: છેલ્લા પાંચ વર્ષમાં 'આપ'ના 12 કોર્પોરેટરો કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.
ભાજપની રણનીતિ: નોંધનીય છે કે, પક્ષપલ્ટો કરીને આવેલા એકપણ પૂર્વ કોર્પોરેટરને ભાજપે આ વખતે ટિકિટ આપી નથી, જે પક્ષની શિસ્ત અને રણનીતિ સૂચવે છે.
'આપ'નો દાવો: 40 બેઠકો પર વિજયનો વિશ્વાસ
ભલે આમ આદમી પાર્ટી આ વખતે તમામ 120 બેઠકો પર સમાન રીતે મજબૂત ન દેખાઈ હોય, પરંતુ પાર્ટીના નેતાઓ 40 જેટલી બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે, 'આપ'નો પ્રભાવ અંદાજે 20થી 22 બેઠકો પર મજબૂત દેખાઈ રહ્યો છે. જો આ બેઠકો પર 'આપ' સફળ થાય છે, તો ભાજપ માટે સત્તા જાળવી રાખવી પડકારજનક નહીં હોય પરંતુ વિપક્ષ વધુ મજબૂત બનશે.
મતદાનના આંકડા શું સૂચવે છે?
સુરત મનપાની આ ચૂંટણીમાં કુલ 59.21% મતદાન નોંધાયું છે. કુલ 14,66,260 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે ઊંચું મતદાન પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે, જ્યારે સ્થિર મતદાન સત્તાધારી પક્ષ માટે રાહતના સમાચાર ગણાય છે. જોકે, સુરતના કિસ્સામાં આ ટકાવારી કોને ફળશે તે ગણતરીના કલાકોમાં સ્પષ્ટ થઈ જશે.
સુરત: દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાંથી ગુનાખોરીની એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. સુરતના અતિ વ્યસ્ત એવા વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં આજે ધોળા દિવસે ચાર હથિયારધારી લૂંટારુઓએ ફિલ્મી ઢબે ત્રાટકીને અંદાજે ₹50 લાખની લૂંટ ચલાવી છે. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર સુરત પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
ઘટનાની વિગત એવી છે કે, બપોરના સમયે જ્યારે બેંકમાં રાબેતા મુજબની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક ચાર અજાણ્યા શખ્સો હથિયારો સાથે બેંકની અંદર ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ અંદર આવતાની સાથે જ બંદૂકની અણીએ કર્મચારીઓ અને ગ્રાહકોને ધમકાવવાનું શરૂ કર્યું હતું. લૂંટારુઓએ કર્મચારીઓને એક ખૂણામાં બંધક બનાવી દીધા હતા અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ગણતરીની મિનિટોમાં આ શખ્સો ₹50 લાખ જેવી માતબર રકમ લઈને રફૂચક્કર થઈ ગયા હતા.
બંદૂકની અણીએ કર્મચારીઓને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો
વરાછાની વસંત ભિખાની વાડી પાસે આવેલી SBI બેંકમાં ઘૂસેલા લૂંટારુઓ પૂર્વ આયોજિત કાવતરા સાથે આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લૂંટારુઓએ હથિયારો બતાવી બેંકના સ્ટાફને લાચાર બનાવી દીધો હતો. ત્યારબાદ તેઓએ બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટર પરથી રોકડ રકમની લૂંટ કરી હતી. લૂંટ કર્યા બાદ ચારેય શખ્સો બાઇક કે અન્ય વાહન પર સવાર થઈને ભાગી છૂટ્યા હતા. આખી ઘટના દરમિયાન લૂંટારુઓએ બેંકમાં હાજર લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.
આ પણ વાંચો: 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો વડોદરાનો આ કિસ્સો : પતિને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે જેની સાથે 7 ફેરા ફર્યા તે તેની સાથે આવું કરશે
પોલીસનો કાફલો ઘટનાસ્થળે: CCTVના આધારે તપાસ તેજ
ઘટનાની ગંભીરતાને જોતા સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બેંકને કોર્ડન કરી લીધી છે અને ફોરેન્સિક ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. બેંકની અંદર અને બહાર લાગેલા સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે, જેના આધારે લૂંટારુઓના ચેહરા અને તેઓ કઈ દિશામાં ભાગ્યા છે તેની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર સુરતમાં નાકાબંધી અને પોલીસ સતર્ક
લૂંટારુઓ સુરત શહેરની બહાર નાસી ન જાય તે માટે પોલીસે શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર કડક નાકાબંધી કરી દીધી છે. દરેક શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વરાછા જેવા ધમધમતા વિસ્તારમાં બેંકમાં લૂંટ થતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ આ કેસ પર સીધું ધ્યાન આપી રહ્યા છે અને ટૂંક સમયમાં આરોપીઓને પકડી પાડવાનો દાવો કરવામાં આવ્યો છે.
સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા મનોજ સોરઠીયા, યોગેશ જાદવાણી અને ચિત્રેશ અનાજવાલાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પરિણામો અંગે નિવેદનો આપ્યા છે.  પાર્ટી તરફથી રજૂ થયેલા દાવાઓ અનુસાર, ગુજરાતના મતદાતાઓએ આ ચૂંટણીમાં AAPને એક મજબૂત વિકલ્પ તરીકે સ્વીકાર્યો હોવાનું જણાવ્યું છે.
મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આ વખતે રાજકીય પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે મોટા પ્રમાણમાં AAPના ઉમેદવારો જીતશે અને આવતીકાલે જાહેર થનારા પરિણામોમાં પરિવર્તનની દિશા સ્પષ્ટ થશે. તેમણે વધુમાં કહ્યું કે 2027 સુધીમાં ગુજરાતમાં પરિવર્તનની લહેર વધુ મજબૂત બનશે.
કોંગ્રેસ પર આક્ષેપ
સોરઠીયાએ પોતાના નિવેદનમાં કોંગ્રેસ પર પણ તીખો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ ચૂંટણી દરમિયાન કોંગ્રેસ લડતી દેખાઈ નથી અને પરોક્ષ રીતે ભાજપને મદદ કરી છે. તેમના આ નિવેદનથી રાજ્યના રાજકીય પરિદૃશ્યમાં નવી ચર્ચાઓ ઊભી થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્ય મુકાબલો માત્ર ભાજપ સામેનો નહોતો, પરંતુ સમગ્ર તંત્ર અને અન્ય તત્વો સામેની લડાઈ હતી. આ નિવેદનથી ચૂંટણી પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે અને ચૂંટણીની પારદર્શકતા અંગે ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો:  ગુજરાતમાં AAP ને મોટો ઝટકો : પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ આપ્યું રાજીનામું
બોગસ વોટિંગના આક્ષેપ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન AAPના નેતાઓએ ચૂંટણી દરમિયાન અનેક જગ્યાએ બોગસ વોટિંગના પ્રયાસોના આક્ષેપો પણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં મતદાન પ્રક્રિયામાં ગેરરીતિઓ જોવા મળી હતી જે લોકશાહી માટે ચિંતાજનક છે. આક્ષેપો અંગે ચૂંટણી પંચ અથવા અન્ય સત્તાવાળાઓ તરફથી સત્તાવાર પ્રતિસાદ હજુ સુધી સામે આવ્યો નથી. જો કે, આવા આક્ષેપો રાજકીય વાતાવરણને વધુ ગરમાવી શકે છે અને ચૂંટણી પરિણામો પછી તેની વધુ ચર્ચા થવાની શક્યતા છે.
ભાજપ પર પ્રહાર અને રાજકીય આરોપો
સોરઠીયાએ ભાજપ પર પણ આરોપ લગાવ્યો કે પાર્ટીએ AAPની છબીને નુકસાન પહોંચાડવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે રાજકીય રીતે AAPને નબળી પાડવા માટે વિવિધ પ્રકારની રણનીતિ અપનાવવામાં આવી હતી. જો કે, ભાજપ તરફથી આ આરોપો અંગે સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી. સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો વચ્ચે આવા આરોપ-પ્રતિઆરોપ જોવા મળે છે, પરંતુ આ વખતે AAP દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ વિશેષ ધ્યાન ખેંચી રહ્યા છે.
આ પણ વાંચો:  ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ગણિત : રાજ્યમાં સરેરાશ 60% મતદાન, હવે 28મી એપ્રિલે ખબર પડશે 'કોણ બનશે સત્તાધીશ?'
આવતીકાલે જાહેર થનારા પરિણામો સાથે રાજ્યના રાજકીય દિશા અંગે સ્પષ્ટતા થશે. જો AAPના દાવા મુજબ પરિણામો આવે છે, તો ગુજરાતની રાજનીતિમાં નવી દિશા જોવા મળી શકે છે. સાથે જ, ચૂંટણી દરમિયાન થયેલા આક્ષેપો અને મુદ્દાઓને લઈને આગળ વધુ તપાસ અથવા ચર્ચા થવાની પણ શક્યતા છે. આ પ્રેસ કોન્ફરન્સે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં રાજકીય સ્પર્ધા વધુ તીવ્ર બની રહી છે અને આગામી વર્ષોમાં તેનો પ્રભાવ વધુ ગાઢ રીતે જોવા મળી શકે છે.
Surat Accident: સુરતના ઉદ્યોગ નગર ગણાતા હજીરા વિસ્તારને જોડતા મગદલા-હજીરા બ્રિજ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક 60 વર્ષીય વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બ્રિજ પરથી પસાર થઈ રહેલા વૃદ્ધને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. હિટ એન્ડ રનની આ ઘટના બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
મૃતકની ઓળખ અને અકસ્માતની વિગત
અકસ્માતનો ભોગ બનનાર મૃતકની ઓળખ 60 વર્ષીય બચુભાઈ વસૈયા તરીકે થઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, બચુભાઈ જ્યારે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બચુભાઈ રોડ પર ફંગોળાયા હતા અને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
પોલીસ કાફલો ઘટનાસ્થળે: તપાસનો ધમધમાટ
ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક મગદલા-હજીરા બ્રિજ પર પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખીને મૃતદેહનો કબજો લીધો હતો. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહનચાલકને પકડવા માટે પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે. હજીરા વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે, ત્યારે આ અકસ્માત કયા વાહન દ્વારા થયો છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: જામનગરમાં કાળજું કંપાવી દેતો અકસ્માત! : પૂરપાટ દોડતી કારની ટક્કરે 5 વર્ષની માસૂમ બાળકીનું મોત, માતા-પિતાની હાલત ગંભીર
સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી
પોલીસે પંચનામું કર્યા બાદ બચુભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. બીજી તરફ, આ દુઃખદ સમાચાર મળતા જ મૃતકના પરિવારજનોમાં આક્રંદ મચી ગયો છે. મગદલા અને હજીરાને જોડતા આ મહત્વના બ્રિજ પર અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં રોષની સાથે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
અકસ્માત અંગે સ્થાનિકે જણાવેલી વિગતો
સ્થાનિક વ્યક્તિ હિતેશ મોરા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, અકસ્માત ગઈકાલે રાત્રે એસ.કે.નગર બ્રિજથી લઈને અડાજણ રોડ ઉપર આવેલા સર્વિસ રોડ પર, હનુમાન પરિવાર વાટિકા પાસે બન્યો હતો. આ ઘટના ગઈકાલે રાત્રે અંદાજે 9:00 થી 9:30 વાગ્યાની આસપાસ બની હતી.  મૃતક બચુભાઈ વસૈયા (હિતેશભાઈના વડીલ કાકા) જેઓ ત્યાં નર્સરીમાં મજૂરી કામ કરતા હતા. રાત્રે 9 વાગ્યે તેઓ જ્યારે બહાર નીકળ્યા હતા, ત્યારે અચાનક પૂરઝડપે આવતી એક અજાણી ફોર વ્હીલ કારે તેમને અડફેટે લીધા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે તેઓ 20 થી 30 મીટર દૂર ફંગોળાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનો પગ પણ ભાંગી ગયો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી હિતેશભાઈ અને સમાજના આગેવાનોની માંગ છે ,પોલીસ સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ફરાર ફોર વ્હીલ ચાલકની ધરપકડ કરે અને પરિવારને યોગ્ય વળતર મળે તેવી કાયદેસરની કાર્યવાહી કરે.
સુરતના વેસુ વિસ્તારમાં એક રહેણાંક ઈમારતમાં લિફ્ટ અચાનક બંધ થઈ જતા 11 લોકો ફસાયા હતા. ઘટના દરમિયાન લિફ્ટ વચ્ચેના માળે અટકી ગઈ હતી, જેના કારણે અંદર રહેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સમયસર ફાયર બ્રિગેડ અને તકનિકી ટીમની મદદથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટના વેસુ વિસ્તારમાં આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં બની હતી, જ્યાં લિફ્ટ અચાનક ટેક્નિકલ ખામીના કારણે બંધ થઈ ગઈ. અંદર રહેલા લોકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. શરૂઆતમાં લોકો પોતે બહાર આવવાનો પ્રયાસ કરતા રહ્યા, પરંતુ લિફ્ટ સંપૂર્ણ રીતે અટકી જતા બહાર નીકળવું શક્ય બન્યું નહીં.
આ પણ વાંચો: રાજકોટમાં મતગણતરી પહેલા જ જીતની ઉજવણી! : કાર્યકરોમાં આત્મવિશ્વાસ કે ઉતાવળ?
બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે લિફ્ટનું દરવાજું ખોલવા અને અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે વિશેષ સાધનોનો ઉપયોગ કર્યો હતો. લગભગ 20થી 30 મિનિટની કામગીરી બાદ તમામ લોકોને સલામત બહાર લાવવામાં આવ્યા હતા.
બચાવ કામગીરી દરમિયાન કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી, જે રાહતની બાબત છે. જોકે, અંદર ફસાયેલા કેટલાક લોકોમાં ગભરાટ અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. બહાર આવ્યા પછી તેમને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી.
ટેક્નિકલ ખામીનું કારણ શું?
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લિફ્ટમાં અચાનક ટેક્નિકલ ખામી આવી હતી, જેના કારણે તે વચ્ચેના માળે અટકી ગઈ. લિફ્ટના મેન્ટેનન્સ અને નિયમિત ચેકિંગ અંગે પણ હવે પ્રશ્નો ઊભા થયા છે.
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ઈમારતમાં લિફ્ટની સમસ્યા અગાઉ પણ આવી હતી, પરંતુ તેને ગંભીરતાથી લેવામાં આવી નહોતી. આ ઘટના બાદ રહેવાસીઓમાં સુરક્ષા અંગે ચિંતા વધી છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની છેલ્લી બે ચૂંટણીઓની સરખામણીએ આ વખતે કેવી છે સ્થિતિ? : જાણો આ વખતે મતદાનમાં કોને પડ્યો માર અને કોને ખાધો માલ
શહેરમાં લિફ્ટ સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં
સુરત જેવા ઝડપી વિકસતા શહેરમાં ઊંચી ઇમારતોની સંખ્યા વધતા લિફ્ટનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. પરંતુ આવી ઘટનાઓ દર્શાવે છે કે લિફ્ટની સલામતી અને મેન્ટેનન્સ પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.
લિફ્ટનું નિયમિત નિરીક્ષણ, ટેક્નિકલ સર્વિસિંગ અને ઈમર્જન્સી સિસ્ટમ્સનું સચોટ કાર્ય કરવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને રહેણાંક ઇમારતોમાં, જ્યાં રોજિંદા ઉપયોગ વધુ હોય છે, ત્યાં સલામતીના નિયમોનું પાલન વધુ કડક રીતે થવું જોઈએ.
આ ઘટનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને તપાસ શરૂ કરી છે. લિફ્ટ મેન્ટેનન્સ કંપની અને બિલ્ડિંગ મેનેજમેન્ટની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. રહેણાંક ઈમારતોમાં પણ લિફ્ટ સલામતી અંગે ચેકિંગ અભિયાન હાથ ધરવાની શક્યતા છે. આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે નિયમિત ઓડિટ અને કડક માર્ગદર્શિકા જરૂરી બની રહી છે.
આ ઘટનાએ ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે ટેક્નોલોજી પર આધારિત સુવિધાઓ સાથે સલામતીના નિયમોનું પાલન અનિવાર્ય છે. યોગ્ય જાળવણી અને સજાગતા જ આવી દુર્ઘટનાઓથી બચાવનો શ્રેષ્ઠ રસ્તો છે.
Gujarat Local Body Election 2026: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. સમગ્ર રાજ્યમાં સરેરાશ અંદાજે 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. લોકશાહીના આ પર્વમાં ગ્રામીણ મતદારોએ ભારે ઉત્સાહ બતાવ્યો છે, જ્યારે મહાનગરોમાં મતદાનની ટકાવારી તુલનાત્મક રીતે ઓછી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે, અને હવે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમ (EVM) માં સીલ થઈ ગયા છે.
રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, હવે સૌની નજર 28 એપ્રિલ પર ટકેલી છે, જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીના પરિણામો રાજ્યના રાજકીય સમીકરણો માટે અત્યંત મહત્વના માનવામાં આવે છે, કારણ કે તે આવનારી વિધાનસભા કે અન્ય મોટી ચૂંટણીઓ માટે જનતાનો મૂડ પારખવાની તક પૂરી પાડે છે.
પંચાયતોમાં મતદાનનો મિજાજ: ગ્રામીણ મતદારો મેદાનમાં
સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં સૌથી વધુ ઉત્સાહ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં જોવા મળ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો:
તાલુકા પંચાયત: 260 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 62.38 ટકા મતદાન નોંધાયું છે.
જિલ્લા પંચાયત: 34 જિલ્લા પંચાયતોમાં પણ મતદારોએ હોંશેહોંશે ભાગ લેતા 61.69 ટકા મતદાન થયું છે. ગામડાઓમાં લોકો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા, જે સ્થાનિક વહીવટ પ્રત્યેની તેમની જાગૃતિ દર્શાવે છે.
આ પણ વાંચો: સુરતમાં ડાયટિશિયન પત્નીને પતાવી પતિએ રચ્યું 'ગુમ થયા'નું નાટક : જાણો કેવી રીતે એક ચિઠ્ઠીએ ખેલ બગાડ્યો?
શહેરી વિસ્તારોમાં નિરસતા: મહાનગરોમાં ઓછું મતદાન
એક તરફ ગ્રામીણ વિસ્તારોમાં ભારે મતદાન થયું છે, તો બીજી તરફ મહાનગરપાલિકાઓમાં મતદારોમાં થોડી નિરસતા જોવા મળી છે.
મહાનગરપાલિકા: રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં માત્ર 49.02 ટકા જ મતદાન નોંધાયું છે.
નગરપાલિકા: 84 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં 59.50 ટકા અને 11 નગરપાલિકાઓની પેટાચૂંટણીમાં 55.38 ટકા મતદાન થયું છે. શહેરી વિસ્તારોમાં રજાના દિવસે પણ મતદાન ઓછું થવું તે વહીવટી તંત્ર અને રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય છે.
28 એપ્રિલે મતગણતરી: કોનો વિજય થશે?
મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જ હવે તમામની નજર મતગણતરી પર છે. 28મી એપ્રિલે સવારથી જ વિવિધ કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે જનતાએ કોના પર વિશ્વાસ મૂક્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે.
સુરત: ડાયમંડ સિટી સુરત ફરી એકવાર લોહીલુહાણ થયું છે. શહેરના સલાબતપુરા વિસ્તારમાં એક પતિએ પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી પુરાવા મટાડવા માટે જે કરતૂત કરી છે તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. સ્મીમેર (SMIMER) હોસ્પિટલમાં ડાયટિશિયન તરીકે ફરજ બજાવતી મહિલાની હત્યા કરી તેના પતિએ મૃતદેહને જૂના મકાનમાં આવેલા લાકડાના સંદૂકમાં પૂરી દીધી હતી અને ઉપર કાચો સિમેન્ટ નાખી દીધો હતો જેથી દુર્ગંધ ન આવે. જોકે, પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે માસૂમ પુત્રના હાથમાંથી પિતાએ લખેલી કબૂલાતની ચિઠ્ઠી પોલીસના હાથે લાગી.
શું છે સમગ્ર ઘટના?
મૃતક મહિલાની ઓળખ 39 વર્ષીય શિલ્પા સેલ્વી તરીકે થઈ છે, જેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડાયટિશિયન તરીકે પ્રતિષ્ઠિત નોકરી કરતા હતા. હત્યાનો આરોપ તેમના 40 વર્ષીય પતિ વિશાલ સેલ્વી પર લાગ્યો છે. આ દંપતી ગોડાદરા વિસ્તારમાં પોતાના બે સંતાનો સાથે રહેતું હતું. પ્રાથમિક વિગતો મુજબ, આશરે 20 એપ્રિલની આસપાસ વિશાલ અને શિલ્પા વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો, જેમાં વિશાલે પત્નીને મોતના ઘાટ ઉતારી દીધી હતી.
ક્રાઈમ થ્રિલર જેવો પ્લાન: મૃતદેહ છુપાવવા સિમેન્ટનો ઉપયોગ
હત્યા કર્યા બાદ પકડાઈ જવાના ડરથી વિશાલે મૃતદેહનો નિકાલ કરવા માટે ભયાનક રસ્તો અપનાવ્યો. તે પત્નીની મૃતદેહને સલાબતપુરામાં આવેલા પોતાના એક જૂના મકાનમાં લઈ ગયો હતો. ત્યાં એક લાકડાના મોટા બોક્સ (સંદૂક)માં મૃતદેહને મૂકી, તેની ઉપર કાચો સિમેન્ટ પાથરી દીધો હતો જેથી મૃતદેહ સડી જાય તો પણ તેની દુર્ગંધ બહાર ન આવે અને કોઈને શંકા ન જાય.
પોલીસને ગેરમાર્ગે દોરવા ગુમ થયાની ફરિયાદ નોંધાવી
ક્રૂરતાની હદ તો ત્યારે થઈ જ્યારે પત્નીની હત્યા કર્યાના બીજા જ દિવસે આરોપી વિશાલ ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે પોલીસ સમક્ષ એવું નાટક કર્યું કે તેની પત્ની ક્યાંક ગુમ થઈ ગઈ છે. પોલીસે તેની ફરિયાદના આધારે ગુમશુદાની તપાસ શરૂ કરી હતી. પરંતુ વિશાલને કદાચ અંદાજ નહોતો કે તેની એક નાનકડી ભૂલ તેને જેલના સળિયા પાછળ ધકેલી દેશે.
આ પણ વાંચો: સુરતીઓનો અનોખો અંદાજ : પહેલા મતદાન, પછી લોચાની માણી જાયફત
13 વર્ષના પુત્ર પાસે મળેલી ચિઠ્ઠીથી ભાંડો ફૂટ્યો
આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ તપાસ દરમિયાન દંપતીના 13 વર્ષના પુત્ર પાસે એક હસ્તલિખિત ચિઠ્ઠી મળી આવી. આ ચિઠ્ઠી વિશાલ દ્વારા લખવામાં આવી હોવાનું મનાય છે, જેમાં તેણે પોતાની મોટી ભૂલ થઈ ગઈ હોવાનો પસ્તાવો વ્યક્ત કર્યો હતો અને પત્ની હવે જીવતી નથી તેવો ગૂઢ સંકેત આપ્યો હતો. આ ચિઠ્ઠી મળતા જ પોલીસની શંકા દ્રઢ બની અને તપાસની દિશા બદલાઈ ગઈ.
જૂના મકાનમાંથી સડેલી હાલતમાં મૃતદેહ મળી
ચિઠ્ઠીના આધારે પોલીસે જ્યારે સલાબતપુરા સ્થિત વિશાલના જૂના મકાનમાં દરોડો પાડ્યો, ત્યારે ત્યાંથી ભારે દુર્ગંધ આવી રહી હતી. રૂમના ખૂણામાં પડેલા સંદૂકને જ્યારે ખોલવામાં આવ્યું, ત્યારે તેમાંથી શિલ્પા સેલ્વીની સડેલી હાલતમાં મૃતદેહ મળી આવી હતી. આરોપીએ મૃતદેહને સિમેન્ટના થર નીચે દબાવી દીધી હતી.
હત્યા પાછળનું કારણ શું?
પોલીસની પ્રાથમિક તપાસમાં દામ્પત્ય કલહ મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે. એવી આશંકા સેવાઈ રહી છે કે પતિ વિશાલ પત્નીના ચરિત્ર પર શંકા કરતો હતો, જેને કારણે અવારનવાર ઝઘડા થતા હતા. આ ઉપરાંત, નોકરી સંબંધિત તણાવ અને અન્ય પારિવારિક વિવાદોએ આ ગંભીર ગુનાનું રૂપ ધારણ કર્યું હોઈ શકે છે.
પોલીસની કાર્યવાહી
હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી છે અને એફએસએલ (FSL) ની મદદથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ઘટના બાદ આરોપી પતિ વિશાલ ફરાર થઈ ગયો છે, જેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે. આ ઘટનાએ સુરતના તબીબી જગત અને સ્થાનિકોમાં અરેરાટી ફેલાવી દીધી છે.
સુરત શહેર તેની ખાણી-પીણીની સંસ્કૃતિ અને જીવંત સ્વભાવ માટે ઓળખાય છે, અને લોકશાહીના મહાપર્વમાં પણ સુરતીઓએ પોતાનો અનોખો અંદાજ ફરી સાબિત કર્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન રવિવારે મતદાન માટે શહેરમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો, જેમાં નાગરિકોએ પોતાના રોજિંદા રૂટિનમાં ફેરફાર કરીને મતદાનને પ્રાથમિકતા આપી હતી.
સામાન્ય રીતે રવિવારની સવાર સુરતીઓ માટે મોજ-મસ્તી અને ખાસ કરીને નાસ્તા માટે જાણીતી હોય છે. મિત્રો અને પરિવાર સાથે બહાર જઈને લોચો, ખમણ અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ માણવાની પરંપરા અહીં સામાન્ય છે. પરંતુ આ વખતે લોકશાહીના પર્વને ધ્યાનમાં રાખીને અનેક લોકો એ પોતાના આ નિયમમાં ફેરફાર કર્યો હતો.
આ પણ વાંચો: Live Updates Gujarat Local Body Election 2026 : 44 ડિગ્રી તાપમાન વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બપોરના 2 વાગ્યા સુધીમાં સરેરાશ 38.51% મતદાન
પહેલાં મતદાન, પછી નાસ્તાની નવી પરંપરા
શહેરના કેટલાક યુવાનો અને મિત્રોના ગ્રુપે નક્કી કર્યું કે તેઓ નાસ્તા માટે જવાના પહેલાં મતદાન મથકે જઈ પોતાનો મત આપશે. આ વિચારને તેમણે એક મિશન તરીકે સ્વીકાર્યો અને અન્ય લોકોને પણ પ્રેરિત કર્યા. મતદાન કર્યા બાદ જ તેઓ પોતાના મનપસંદ નાસ્તો ખાસ કરીને લોચો ખાવા માટે નીકળ્યા હતા. આ પહેલથી તેમણે એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે મોજ-મસ્તી પહેલાં ફરજ નિભાવવી જરૂરી છે.
આ પણ વાંચો: લગ્ન પહેલા મતદાનનો જબરદસ્ત જુસ્સો : ગુજરાતભરમાં નવદંપત્તિઓએ લોકશાહીને આપી પ્રાથમિકતા
યુવાનોમાં જાગૃતિનો વધતો પ્રભાવ
સુરતમાં યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ સતત વધી રહી છે. સોશિયલ મીડિયા, મિત્રવર્તુળો અને સ્થાનિક અભિયાનોના કારણે યુવાનો હવે મતદાનને વધુ ગંભીરતાથી લઈ રહ્યા છે. “પહેલા મતદાન, પછી લોચો” જેવી પહેલો યુવાનોને આકર્ષે છે અને મતદાનને એક સકારાત્મક પ્રવૃત્તિ તરીકે રજૂ કરે છે. આ પ્રકારની પહેલ માત્ર મજાકિય નહીં પરંતુ પ્રભાવશાળી સંદેશ આપે છે, જે અન્ય શહેરો માટે પણ એક મોડેલ બની શકે છે. મતદાનને જીવનશૈલીનો ભાગ બનાવવાનો આ પ્રયાસ નોંધપાત્ર છે.
આ પણ વાંચો: 2 વાગ્યા સુધીમાં ગ્રામ્ય વિસ્તારો આગળ : 44 ડિગ્રીની કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉત્સાહ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન શહેરમાં સવારથી જ મતદારોની સારી હાજરી નોંધાઈ હતી. મહિલાઓ, યુવાનો અને વડીલો, ત્રણે વર્ગોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદારોને સુવિધા આપવા માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મતદાન મથકો પર વ્યવસ્થિત લાઈનો અને સુરક્ષા વ્યવસ્થાને કારણે મતદાન પ્રક્રિયા સરળતાથી આગળ વધી હતી.
લોકશાહી અને જીવનશૈલીનું સંકલન
સુરતીઓએ બતાવી દીધું કે લોકશાહી માત્ર ફરજ નહીં પરંતુ જીવનનો એક ઉત્સવ બની શકે છે. જ્યારે નાગરિકો પોતાના રોજિંદા જીવનમાં મતદાનને સામેલ કરે છે, ત્યારે લોકશાહી વધુ મજબૂત બને છે. “પહેલા મતદાન, પછી લોચો” જેવી પહેલો એ દર્શાવે છે કે લોકશાહી પ્રત્યેની જવાબદારીને આનંદ અને સંસ્કૃતિ સાથે કેવી રીતે જોડાઈ શકે છે. આ પ્રકારના ઉદાહરણો ભવિષ્યમાં મતદાન ટકાવારી વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
સુરત: ગુજરાતમાં આજે લોકશાહીનો ઉત્સવ પૂરજોશમાં ઉજવાઈ રહ્યો છે. સામાન્ય જનતાની સાથે આધ્યાત્મિક જગતના સંતો પણ રાષ્ટ્ર નિર્માણના આ કાર્યમાં પાછળ રહ્યા નથી. સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંતોએ આજે વહેલી સવારથી જ મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભગવા વસ્ત્રોમાં સજ્જ સંતોએ જ્યારે મતદાન મથક પર લાઈનમાં ઉભા રહીને મતાધિકારનો ઉપયોગ કર્યો, ત્યારે ત્યાં ઉપસ્થિત સૌ કોઈ માટે આ દ્રશ્ય પ્રેરણારૂપ બની ગયું હતું. સંતોએ સમાજને સંદેશ આપ્યો છે કે ભક્તિની સાથે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવવી એ જ સાચો ધર્મ છે.
ભક્તિ અને રાષ્ટ્રસેવાનો સમન્વય: સંતોએ લાઈનમાં ઉભા રહીને આપ્યો ‘વોટ’
સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલ મતદાન મથક ખાતે આજે સવારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સાધુ ભગવંતોનો સમૂહ ઉમટી પડ્યો હતો. કોઈપણ પ્રકારના વિશેષ પ્રોટોકોલ વગર, સામાન્ય નાગરિકની જેમ સંતોએ શિસ્તબદ્ધ રીતે કતારમાં ઉભા રહીને પોતાની વારીની પ્રતીક્ષા કરી હતી. સંતોના આ નમ્ર અને જવાબદાર વલણે મતદાન કેન્દ્ર પર જાગૃતિનો નવો સંચાર કર્યો હતો. સંતોના મતે, મજબૂત લોકશાહી જ સુરક્ષિત રાષ્ટ્રનો પાયો છે, અને તેમાં દરેક વ્યક્તિનો એક વોટ અત્યંત કિંમતી છે.
“જે ધરતીનું અન્ન ખાઈએ છીએ તેની સેવા એ જ પરમ ધર્મ”: પ્રભુ સ્વામી
મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા પૂજ્ય પ્રભુ સ્વામીએ રાષ્ટ્રવાદના મંત્રને ગુંજતો કર્યો હતો. તેમણે ભાવુક અપીલ કરતા જણાવ્યું હતું કે, “આપણે જે ભારત માતાની ગોદમાં ઉછરી રહ્યા છીએ અને જે ધરતીનું અન્ન ગ્રહણ કરીએ છીએ, તે માતૃભૂમિની પ્રગતિમાં સહભાગી થવું એ આપણી પ્રથમ ફરજ છે. લોકશાહીને મજબૂત બનાવવી એ પણ એક પ્રકારની ભક્તિ જ છે. જો રાષ્ટ્ર મજબૂત હશે, તો જ આપણો ધર્મ અને સંસ્કૃતિ સુરક્ષિત રહેશે.”
આ પણ વાંચો: લોકશાહીના પર્વમાં ભક્તિ અને કર્તવ્યનો સંગમ : અટલાદરા BAPSના 50થી વધુ સંતોએ કર્યું સામૂહિક મતદાન
કન્યાદાન અને ગૌદાન જેટલું જ પવિત્ર છે ‘મતદાન’
સંતોએ મતદાનના મહત્વને શાસ્ત્રોક્ત ઉદાહરણો સાથે સમજાવતા કહ્યું હતું કે, ભારતીય પરંપરામાં અન્નદાન, ભૂમિદાન અને કન્યાદાનનો મોટો મહિમા છે, પરંતુ આધુનિક યુગમાં ‘મતદાન’ એ સૌથી શ્રેષ્ઠ દાન છે. યોગ્ય અને રાષ્ટ્રવાદી પ્રતિનિધિને મત આપીને આપણે દેશના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકીએ છીએ. ઉનાળાની આકરી ગરમી હોવા છતાં, સંતોએ લોકોને વિનંતી કરી હતી કે આળસ ત્યાગીને મતદાન કરવા અવશ્ય જવું જોઈએ.
"વોટમાં જ વટ છે": સોશિયલ મીડિયા પર સંતોની પહેલની પ્રશંસા
વેડરોડ ગુરુકુલના સંતોના મતદાનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ‘વોટમાં જ વટ છે’ હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું છે. સુરતના નાગરિકો સંતોની આ જાગૃતિને બિરદાવી રહ્યા છે. સંતોએ સાબિત કરી દીધું છે કે સાધુતા એટલે માત્ર માળા ફેરવવી નહીં, પણ જ્યારે દેશને જરૂર હોય ત્યારે જવાબદાર નાગરિક તરીકે ફરજ બજાવવા મેદાનમાં આવવું. વહીવટી તંત્ર દ્વારા પણ સંતોના આ સકારાત્મક પગલાને ખૂબ જ આવકારવામાં આવ્યો છે, જેનાથી મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થવાની આશા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો તેજ બનતો જાય છે. આવી સ્થિતિમાં રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષી પક્ષો પર આકરા પ્રહાર કરતાં મતદારોને ચેતવણી આપી છે કે તેઓ કોઈપણ રાજકીય પક્ષના વચનો પર વિશ્વાસ કરતા પહેલાં અન્ય રાજ્યોના અનુભવોને સમજવા જોઈએ. સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં સંઘવીએ ખાસ કરીને પંજાબ રાજ્યનું ઉદાહરણ આપીને મતદારોને વિચારપૂર્વક નિર્ણય લેવાની અપીલ કરી હતી.
સંઘવીએ જણાવ્યું કે ચૂંટણી દરમિયાન મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ સમય જતા તે વચનો અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. તેમણે કહ્યું કે મતદારોને હવે માત્ર વચનો પર નહીં, પરંતુ કામના આધારે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.
‘ગૂગલ પર સર્ચ કરો, સત્ય જાણી શકશો’
હર્ષ સંઘવીએ પોતાની વાતને વધુ સ્પષ્ટ કરતાં કહ્યું કે લોકો સરળતાથી માહિતી મેળવી શકે છે અને તેથી તેમને સ્વતંત્ર રીતે તપાસ કરવી જોઈએ. “હું માત્ર એક જ વિનંતી કરું છું કે લોકો ગૂગલ પર શોધી લે કે પંજાબમાં શું વાયદા કરવામાં આવ્યા હતા અને આજે ત્યાંની પરિસ્થિતિ શું છે,” એમ તેમણે જણાવ્યું.
તેમણે વધુમાં ઉમેર્યું કે ચૂંટણી સમયે કેટલાક પક્ષો લોકલક્ષી યોજનાઓ અને આકર્ષક જાહેરાતો દ્વારા મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ જાહેરાતો કેટલી હદ સુધી અમલમાં આવે છે તે જાણવા માટે મતદારોને જાતે તપાસ કરવી જરૂરી છે.
‘નવા તાયફાઓથી સાવધાન રહેવું’
સંઘવીએ ચૂંટણી દરમિયાન થતા ‘તાયફાઓ’ (દેખાવો અથવા આકર્ષક વાયદાઓ) અંગે પણ ચેતવણી આપી. તેમણે કહ્યું કે દરેક ચૂંટણીમાં નવા નવા આકર્ષક પ્રસ્તાવો મૂકવામાં આવે છે, પરંતુ મતદાન પછી ઘણીવાર તે પ્રસ્તાવો ભૂલાઈ જાય છે.
તેમણે કહ્યું કે મતદારોને માત્ર તાત્કાલિક લાભ કે આકર્ષક વાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરીને લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. “એકવાર મત મળી જાય પછી તે વિસ્તારની શું હાલત થાય છે, તે સૌએ જોઈ છે,” એમ તેમણે ઉમેર્યું.
સૌરાષ્ટ્ર અને સુરતની જનતાનો અવાજ
સંઘવીએ દાવો કર્યો કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં લોકો પોતે જ પોતાની અભિપ્રાય આપી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરતની કેટલીક બેઠકો પર લોકોનો પ્રતિસાદ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે વિવિધ સમાચાર માધ્યમો પર દેખાતા ગ્રાઉન્ડ રિપોર્ટ્સમાં નાગરિકો પોતાના અનુભવ અને અપેક્ષાઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી રહ્યા છે, જે ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરી શકે છે.
આ પણ વાંચો: 26 એપ્રિલે 'વિકસિત ગુજરાત' માટે 100% મતદાન કરીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના મતદારોને ભાવભરી અપીલ
પંજાબના સંદર્ભમાં રાજકીય ચર્ચા
પંજાબ રાજ્ય છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય અને આર્થિક મુદ્દાઓને લઈને ચર્ચામાં રહ્યું છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલા વાયદાઓ અને તેમના અમલ અંગે સતત ચર્ચા ચાલી રહી છે. હર્ષ સંઘવીએ આ પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને ગુજરાતના મતદારોને સંકેત આપ્યો કે તેઓ અન્ય રાજ્યોના અનુભવોથી શીખ લઈને પોતાનો નિર્ણય કરે.
સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા પ્રત્યક્ષ મતદાનની પ્રક્રિયાને સફળ બનાવવા માટેની આખરી ઓપ અપાઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લાની અન્ય ચૂંટણીઓને અનુલક્ષીને આજથી વહીવટી તંત્ર દ્વારા EVM (Electronic Voting Machine) અને VVPAT (Voter Verifiable Paper Audit Trail) મશીનો સહિતની ચૂંટણી સામગ્રીના ડિસ્પેચિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. શહેરના વિવિધ રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો પર સવારથી જ ભારે ચહલપહલ જોવા મળી રહી છે.
સમગ્ર પ્રક્રિયાને અત્યંત પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને જરૂરી તમામ માર્ગદર્શન આપીને તેમને ફાળવવામાં આવેલા મતદાન મથકો તરફ રવાના કરવામાં આવ્યા છે. તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાનના દિવસે મતદારોને કોઈ પણ મુશ્કેલી વિના શાંતિપૂર્ણ માહોલમાં મતાધિકારનો ઉપયોગ કરવા મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
GPS સજ્જ વાહનો અને કડક પોલીસ બંદોબસ્ત
ચૂંટણી સામગ્રીની હેરાફેરીમાં સહેજ પણ બેદરકારી ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. EVM અને VVPAT મશીનોને જે વાહનો દ્વારા મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, તે તમામ વાહનો GPS (Global Positioning System) થી સજ્જ કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ દ્વારા આ વાહનોના રૂટનું સતત ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ, મશીનોની સુરક્ષા માટે દરેક વાહન સાથે હથિયારધારી પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ચૂંટણી પ્રચાર પૂરો થતા જ ભાજપ નેતાઓ નગરદેવીના શરણે : ભદ્રકાળી માતાના મંદિરે વિજય માટે કરી પ્રાર્થના, વિપક્ષ પર સાધ્યું નિશાન
પોલિંગ સ્ટાફને કીટ વિતરણ અને તાલીમ
ચૂંટણી કામગીરીમાં જોડાયેલા પ્રિસાઇડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફને જરૂરી સામગ્રીની કીટનું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ કીટમાં મતદાન મથક પર જરૂરી તમામ સ્ટેશનરી, ફોર્મ્સ અને અન્ય વહીવટી દસ્તાવેજોનો સમાવેશ થાય છે. કર્મચારીઓને રવાના કરતા પૂર્વે ફરી એકવાર મશીનોના સંચાલન અંગેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી જેથી મતદાનના દિવસે કોઈ ટેકનિકલ ક્ષતિ ન સર્જાય.
મોક પોલ અને મતદાનના દિવસની ગાઈડલાઈન
તંત્ર દ્વારા તમામ પોલિંગ સ્ટાફને ખાસ તાકીદ કરવામાં આવી છે કે, મતદાનના દિવસે વહેલી સવારે નિર્ધારિત સમયે રાજકીય પક્ષોના એજન્ટોની હાજરીમાં 'મોક પોલ' (Mock Poll) ની પ્રક્રિયા પૂર્ણ કરવી. મોક પોલ દ્વારા મશીનની ચોકસાઈની ખાતરી કર્યા બાદ જ વાસ્તવિક મતદાન શરૂ કરવામાં આવશે. સુરતના તમામ મતદાન મથકો પર પીવાના પાણી, છાંયડો અને વરિષ્ઠ નાગરિકો માટે વ્હીલચેર જેવી પાયાની સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
તંત્રની અપીલ: નિરાંતે અને શાંતિપૂર્ણ મતદાન કરો
સુરત વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, "તંત્ર સજ્જ છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. અમે મતદારોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈ પણ ભય કે સંકોચ વિના વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચી પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે."
Surat News: દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના અલથાણા વિસ્તારમાં એક 45 વર્ષીય વિધર્મી યુવક દ્વારા ધોરણ 10માં ભણતી સગીરાની છેડતી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.
લોકોનો આક્રોશ એટલી હદે હતો કે, પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી તેને પોલીસ વેનમાં બેસાડ્યો, ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો હાથમાં લઈ આરોપીને પોલીસ વાનમાંથી બહાર ઢસળી કાઢ્યો હતો. લોકોએ આરોપીને અર્ધનગ્ન કરી રસ્તા પર જ ઢોરમાર માર્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્યએ પણ મેદાને ઉતરવું પડ્યું હતું.
સગીરાની છેડતી અને પોલીસની કાર્યવાહી
મળતી વિગતો મુજબ, અલથાણા વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરાનો હાથ પકડીને 45 વર્ષીય વિધર્મી યુવકે તેની છેડતી કરી હતી. આ બાબતે સગીરાએ હિંમત દાખવી પરિવારને જાણ કરતા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. અલથાણા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી હતી. જોકે, આ વાત વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી કે આરોપી વિધર્મી છે, જેના કારણે મામલો વધુ ગરમાયો હતો.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરતમાં તંત્ર સજ્જ : 9 હજાર જવાનોનો લોખંડી બંદોબસ્ત
પોલીસ વેન પર હુમલો અને આરોપીને મેથીપાક
આરોપીને જ્યારે પોલીસ વેનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત સેંકડો સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનને બાનમાં લીધું હતું. ટોળાએ પોલીસ વેનને ઘેરી લીધી અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ આરોપીને બહાર ખેંચી કાઢ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ આરોપીને લાત-ઘુસા અને ગડદા-પાટુનો માર મારી અધમૂઓ કરી નાખ્યો હતો. પોલીસે બચાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં લોકોનો આક્રોશ શાંત થયો નહોતો.
MLA મનુ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા
ઘટનાની ગંભીરતા જોતા એસીપી (ACP) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અલથાણા પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિને જોતા સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે લોકોને કાયદો હાથમાં ન લેવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. ધારાસભ્ય અને પોલીસ અધિકારીઓએ પીડિત પરિવારને કડક ન્યાય અપાવવાની ખાતરી આપ્યા બાદ લોકોનું ટોળું વિખેરાયું હતું.
વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
હાલમાં અલથાણા વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અફવા ન ફેલાય. પોલીસનું કહેવું છે કે છેડતીના આરોપી વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Surat News: સુરતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે યોજાયેલી એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાએ ચૂંટણીલક્ષી આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી.
નિષ્પક્ષ અને પારદર્શક મતદાનનો સંકલ્પ
જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારગીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ છે. આ વખતે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગડબડ ન થાય તે માટે આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. તેમણે સુરતના નાગરિકોને કોઈપણ ડર વગર નિર્ભય બનીને મતદાન કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો: સુરતમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગનો ભાંડાફોડ : ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સથી આરોપીઓ ઝડપ્યા!
સુરક્ષા વ્યવસ્થા: લોખંડી પોલીસ બંદોબસ્ત
ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢવીયાની હાજરીમાં સુરક્ષા વ્યવસ્થાનો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાય તે માટે 9,000 થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. ચૂંટણી પ્રક્રિયાના સુપરવિઝન માટે 22 ACP, 104 PI, અને 225 PSI સહિતના અધિકારીઓ કાર્યરત રહેશે. શહેરના વિવિધ વિસ્તારોમાં 565 ફોર વ્હીલ વાહનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ અને SOG સહિતની કુલ 50 સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે.
સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર
તંત્ર દ્વારા સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરી લેવામાં આવી છે, જ્યાં વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 125 પોલીસ વીડિયો કેમેરા અને બોડી વોર્ન કેમેરા દ્વારા મતદાન પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવામાં આવશે. શહેરમાં 10 ચેકપોસ્ટ કાર્યરત કરાઈ છે અને કોઈપણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા 36 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) તૈનાત રહેશે.
આ પણ વાંચો: Surat Crime News : કોર્ટમાં પાસપોર્ટ જમા હોવા છતાં નકલી પુરાવા બનાવી ફોરેન ટૂર પર ઉપડ્યું કપલ, જાણો પોલીસે કઈ રીતે ઝડપ્યાં
ગુનેગારો સામે કડક કાર્યવાહી
ચૂંટણીમાં ખલેલ પહોંચાડી શકે તેવા તત્વો સામે પોલીસે અગાઉથી જ લાલ આંખ કરી છે. ચૂંટણીલક્ષી ગુનાખોરી રોકવા માટે અત્યાર સુધીમાં 83 લોકો સામે પાસા (PASA),30 સામે તડીપાર, અને અંદાજે 14 હજાર જેટલા શંકાસ્પદ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી શાંતિપૂર્ણ અને લોકશાહીના મૂલ્યો જળવાય તે રીતે પૂર્ણ થાય તે માટે સુરત પ્રશાસન સંપૂર્ણ રીતે કટિબદ્ધ દેખાઈ રહ્યું છે.
Surat News: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પાર્કિંગમાં ઉભેલી ફોર-વ્હીલર ગાડીઓના કાચ તોડી તેમાંથી કિંમતી સામાનની ચોરી કરતી ગેંગનો આતંક જોવા મળી રહ્યો હતો. આ મામલે કડક વલણ અપનાવતા સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ટેક્નિકલ સર્વેલન્સથી મળ્યો સફળતાનો માર્ગ
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનોના કાચ તોડીને થતી ચોરીની ઘટનાઓને પગલે ક્રાઈમ બ્રાન્ચ સક્રિય થઈ હતી. પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશન જેવા ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આ ગેંગની કડીઓ મેળવી હતી. આ ગેંગ ખાસ કરીને એવા વાહનોને નિશાન બનાવતી હતી જે અવાવરું જગ્યાએ અથવા મોડી રાત્રે પાર્કિંગમાં ઉભા હોય.
આ પણ વાંચો: મતદાનના દિવસ પડશે આકરી ગરમી : આગામી 3 દિવસ ગરમી 2-3 ડિગ્રી વધવાની હવામાન વિભાગની આગાહી
શું હતી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી?
આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભીડભાડ વાળા વિસ્તારો અથવા રેસ્ટોરન્ટ બહાર પાર્ક કરેલી લક્ઝરી કાર. માત્ર સેકન્ડોમાં જ ગાડીનો કાચ તોડી અંદર રાખેલા લેપટોપ, રોકડ રકમ કે અન્ય કિંમતી સામાન ચોરી લેવો. ચોરી કર્યા બાદ તરત જ અગાઉથી નક્કી કરેલા રૂટ પર બાઇક કે અન્ય વાહન દ્વારા સ્થળ પરથી પલાયન થઈ જવું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે કામ કરતી હતી અને પોલીસથી બચવા માટે સતત પોતાના રહેઠાણ અને સંપર્કના સાધનો બદલતી રહેતી હતી."
લાખોનો મુદ્દામાલ જપ્ત
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી કુલ ₹3,04,000 (ત્રણ લાખ ચાર હજાર) ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ચોરીના લેપટોપ, મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: વડોદરામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા : ભાજપના ઉમેદવારોના સ્વાગતમાં લહેરાવાઈ ખુલ્લી તલવારો
અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો
આ ગેંગની ધરપકડથી સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ અન્ય શહેરોમાં પણ સક્રિય હોઈ શકે છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે જેથી વધુ ગુનાઓના ભેદ ઉકેલી શકાય.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં ગલી-મહોલ્લા સુધી રાજકીય જંગ તેજ બનતો જઈ રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 4માં બનેલી એક ઘટનાએ રાજકીય વાતાવરણને વધુ તંગ બનાવી દીધી છે. આમ આદમી પાર્ટી (AAP)એ ભાજપ પર પોતાના બેનરો હટાવવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે અને આ મામલે જાહેરમાં પુરાવા પણ રજૂ કર્યા છે. આ મુદ્દે AAPના આગેવાન ગોપાલ ઈટાલિયાએ આક્રમક વલણ અપનાવી ભાજપ પર સીધું નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ હારના ડરથી “હલકી કક્ષાની રાજનીતિ” પર ઉતરી આવી છે. આ નિવેદન બાદ રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે અને બંને પક્ષોના સમર્થકો વચ્ચે ચર્ચા તેજ થઈ છે.
CCTV ફૂટેજથી વિવાદને વેગ
AAP પાર્ટીએ જાહેર કરાયેલા CCTV ફૂટેજમાં કેટલાક શખ્સો બેનરો ઉતારતા અને તેના સ્થાને અન્ય બેનર લગાવતા જોવા મળે છે. AAPનો દાવો છે કે આ શખ્સો ભાજપ સાથે સંકળાયેલા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેના કારણે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, આ ફૂટેજની સ્વતંત્ર પુષ્ટિ હજુ સુધી થઈ નથી અને સંબંધિત અધિકારીઓ દ્વારા તેની તપાસ થવી જરૂરી છે. ચૂંટણી દરમિયાન આવા આક્ષેપો ગંભીર ગણાય છે અને તેની પારદર્શક તપાસ લોકશાહી પ્રક્રિયાની વિશ્વસનીયતા માટે મહત્વપૂર્ણ છે. વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે જો બેનરો હટાવવાની ઘટના સાચી છે, તો તે કાયદો અને વ્યવસ્થાની ખામી છે. ચૂંટણી દરમ્યાન તમામ પક્ષોને સમાન તક અને સુરક્ષા મળવી જોઈએ, એ લોકશાહીનો મૂળભૂત સિદ્ધાંત છે.
આ પણ વાંચો: "કેન્દ્રમાં બેઠેલા બે ગુજરાતી ત્યાંથી નાળિયેર ફેંકે છે, એટલે....!" : "ચિંતા ના કરતા તમારો ભાઈ હજુ બેઠો છે", ભાજપના MLA અને મંત્રીનું નિવેદન ચર્ચામાં
વિસ્તારમાં તંગદિલી
આ સમગ્ર મામલે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. આ કારણે પરિસ્થિતિ વધુ અસ્પષ્ટ બની છે અને આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ ચાલી રહી છે. સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓ વચ્ચે તંગદિલી જોવા મળી રહી છે. જોકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનું જાણવા મળે છે. રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણી નજીક આવતાં આવા વિવાદો વધવાની શક્યતા રહે છે, પરંતુ તમામ પક્ષોએ સંયમ રાખવો જરૂરી છે.
આ પણ વાંચો: પ્રજા માટે AAP ઉમેદવાર ખાય છે ગોળીઓ : આપને જીતાડી જવાબ આપો : ઈસુદાન ગઢવી
લોકશાહી પ્રક્રિયા માટે સંદેશ
આ ઘટના ફરી એક વખત યાદ અપાવે છે કે લોકશાહી માત્ર મતદાન પૂરતી સીમિત નથી પરંતુ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા અને નૈતિકતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આગામી દિવસોમાં આ મામલે ચૂંટણી તંત્ર અથવા પોલીસ તરફથી કોઈ સત્તાવાર તપાસ અથવા નિવેદન આવે છે કે નહીં, તે મહત્વપૂર્ણ રહેશે.
Surat Crime News:  સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા એક દંપતીએ કાયદાની આંખમાં ધૂળ નાખીને વિદેશ પ્રવાસ કરવાનું ભારે પડ્યું છે. જે દંપતી સામે રાજકોટમાં છેતરપિંડીનો ગુનો નોંધાયેલો હતો અને જેમનો પાસપોર્ટ કોર્ટમાં જમા હતો, તે દંપતીએ પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાનું ખોટું સોગંદનામું (એફિડેવિટ) રજૂ કરી નવો પાસપોર્ટ મેળવી લીધો હતો. આ મામલે પાસપોર્ટ ઓફિસને શંકા જતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને ડીંડોલી પોલીસે આરોપી પતિ-પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોર્ટમાં પાસપોર્ટ જમા છતાં "ખોવાઈ ગયો" હોવાનું જૂઠાણું
મળતી વિગતો મુજબ, ઘનશ્યામ પાંભર અને તેની પત્ની અસ્મિતા પાંભર સામે રાજકોટમાં છેતરપિંડી તેમજ જીપીઆઈડી (GPID) એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો છે. આ કેસના સંદર્ભમાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તેમનો અસલી પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. જોકે, વિદેશ જવાની લાલચમાં દંપતીએ કોર્ટને જાણ કર્યા વગર જ રસ્તામાં પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાનું બોગસ એફિડેવિટ તૈયાર કર્યું હતું. આ ખોટા દસ્તાવેજોના આધારે તેઓએ પાસપોર્ટ ઓફિસમાંથી નવો ડુપ્લીકેટ પાસપોર્ટ કઢાવી લીધો હતો.
આ પણ વાંચો: ‘જનતાને કામ જોઈએ છે, ખાલી વચનો નહીં’ : CMએ કતારગામથી કોંગ્રેસ પર સાધ્યું નિશાન, સુરત મોડેલના કર્યા પેટભરીને વખાણ
કોર્ટની મંજૂરી વગર વિદેશ પ્રવાસ અને ધરપકડ
આરોપી દંપતીએ માત્ર ખોટો પાસપોર્ટ જ નહોતો કઢાવ્યો, પરંતુ કોર્ટની મંજૂરી વગર દેશ છોડીને વિદેશ પ્રવાસ પણ કરી આવ્યા હતા. જે કોર્ટના શરતોનો સીધો ભંગ હતો. પાસપોર્ટ ઓફિસની ચકાસણી દરમિયાન આ છેતરપિંડી સામે આવતા, રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર દ્વારા ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘનશ્યામ અને અસ્મિતાની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.
સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જંગમાં સુરતનું રાજકારણ અત્યારે પરાકાષ્ઠાએ છે. આજે સુરતના કતારગામ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક જંગી જાહેર સભા યોજાઈ હતી, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સુરતની જનતાના પેટભરીને વખાણ કર્યા હતા અને સુરત મોડેલને સમગ્ર ગુજરાત માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યું હતું. ચૂંટણી પૂર્વે યોજાયેલી આ સભામાં મુખ્યમંત્રીએ વિકાસની રાજનીતિ પર ભાર મૂકીને વિરોધીઓને આડે હાથ લીધા હતા.
સુરતની સકારાત્મકતા અને વિકાસની ગતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભામાં સુરતના વખાણ કરતા જણાવ્યું હતું કે, "મેં ગુજરાતના ઘણા જિલ્લાઓના પ્રવાસ કર્યા છે, પરંતુ સુરત જેવું સકારાત્મક વાતાવરણ અને ઉર્જા ક્યાંય જોવા નથી મળતી. સુરત ખૂબ જ ઝડપથી વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે સુરતનો વિકાસ એ માત્ર આ શહેર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર રાજ્ય માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. સુરતની જનતા હંમેશા કામ કરનારા લોકોની પડખે ઉભી રહી છે.
કોંગ્રેસ અને વિરોધીઓ પર આકરા પ્રહારો
સીએમએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, જનતાએ હવે ખાલી વચનો નહીં પણ નક્કર કામ માંગ્યું છે. વિરોધીઓ પાસે કહેવા માટે કંઈ બચ્યું નથી, કારણ કે ભાજપની વિકાસની રાજનીતિએ તેમને બોલતા બંધ કરી દીધા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોનો વિકાસ પરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને તે જનસમર્થન આજે જમીન પર સાફ દેખાઈ રહ્યું છે. ભાજપની 24x7 સેવાની ઓળખ જ આજે ગુજરાતની ઓળખ બની ગઈ છે.
આ પણ વાંચો: કેસરિયા રંગે રંગાયું બાપુનગર : CM ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માના રોડ શોમાં માનવ મહેરામણ ઉમટ્યું, પુષ્પવર્ષાથી સ્વાગત
સુવિધાઓમાં ગુજરાત અવ્વલ: ‘પાણી અને લાઈટ લાઈફલાઈન’
વિકાસના કામોની ગણતરી કરાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પાણી અને લાઈટ જેવી પાયાની સુવિધાઓમાં ગુજરાત આજે દેશમાં સૌથી આગળ છે. ભાજપ સરકારે કાયમી લાઈફલાઈન સુવિધાઓ ઉભી કરી છે, જેનો લાભ દરેક નાગરિકને મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ભારે લીડ સાથે જીતશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. કતારગામની આ સભાએ સુરતમાં ભાજપના કાર્યકરોમાં નવો જોશ ભરી દીધો છે.
Surat News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરતનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરતમાં એક ભવ્ય જન સમર્થન યાત્રા અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રચારના આ જોરદાર માહોલે સુરતને કેસરીયા રંગે રંગી દીધું છે.
વરાછાના ગઢમાં 4.9 કિમીનો કેસરીયો માહોલ
પાટીદારોના ગઢ ગણાતા વરાછા વિસ્તારમાં ભાજપ દ્વારા પોતાની તાકાત બતાવવામાં આવી હતી. નાના વરાછા ઢાળથી હીરાબાગ સર્કલ સુધીના અંદાજે 4.9 કિમી લાંબા રૂટ પર ભવ્ય રોડ શો યોજાયો હતો. આ યાત્રા નાના વરાછાથી શરૂ થઈ ચીકુવાડી, કાપોદ્રા BAPS મંદિર અને વિવિધ ચાર રસ્તાઓ પરથી પસાર થઈ હતી, જ્યાં ઠેર-ઠેર મુખ્યમંત્રીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: લેન્સકાર્ટ સામે વડોદરાના ઓપ્ટિકલ વેપારીઓનો હલ્લાબોલ : ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાના આક્ષેપ સાથે 'બોયકોટ'ના નારા
દિગ્ગજ નેતાઓની હાજરી અને કાર્યકરોનો ઉત્સાહ
આ જન સમર્થન યાત્રામાં મુખ્યમંત્રીની સાથે સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો, પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને હજારોની સંખ્યામાં ઉત્સાહી કાર્યકરો. માર્ગમાં આવતા દરેક સર્કલ અને સોસાયટીઓ પાસે ભાજપના કાર્યકરો અને સમર્થકોએ નારાબાજી અને પુષ્પવર્ષા કરીને માહોલ ગજવી દીધો હતો. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ રોડ શોને એક મોટા શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે.
કતારગામમાં વિરાટ જનસભાનું આયોજન
રોડ શો પૂર્ણ થયા બાદ, ભાજપ દ્વારા કતારગામ વિસ્તારમાં એક વિરાટ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનતાને સંબોધશે. માનવામાં આવે છે કે મુખ્યમંત્રી આ મંચ પરથી સરકારની સિદ્ધિઓ ગણાવીને ચૂંટણી માટે વિજયી મંત્ર આપશે અને સુરતની જનતાને ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂકવા અપીલ કરશે. સુરતમાં જે રીતે જનમેદની ઉમટી છે તે જોતા લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ અત્યંત રસપ્રદ બનશે. ભાજપના આક્રમક પ્રચારથી અન્ય રાજકીય પક્ષોમાં પણ દોડધામ મચી ગઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પંચાયતી રાજને નવી દિશા આપવાનું કોંગ્રેસનું વિઝન જાહેર : અમિત ચાવડાના મોટા વચનો
Mansukh Mandaviya Varachha Meeting: સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે તેના ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપે પોતાના ગઢ ગણાતા સુરત શહેરને સાચવી રાખવા માટે દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. ખાસ કરીને પાટીદાર અને સૌરાષ્ટ્રિયન મતદારોના હૃદય સુધી પહોંચવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ અને મહત્વના ગણાતા વરાછામાં માંડવીયાએ મતદારો સાથે સીધો અને ભાવુક સંવાદ સાધીને જૂની યાદો તાજી કરાવી હતી.
સભા દરમિયાન મનસુખ માંડવીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ અને સૌરાષ્ટ્રના લોકો હંમેશા ભાજપના પાયામાં રહ્યા છે. આ સંબંધ માત્ર રાજકીય નથી, પરંતુ સામાજિક અને સંવેદનશીલ છે. તેમણે મતદારોને આહવાન કર્યું હતું કે સુરતની ઓળખ સમાન આ વિસ્તારમાં કમળ જ ખીલવું જોઈએ, જેથી વરાછાની ભાજપ પ્રત્યેની વફાદારી પર કોઈ આંગળી ન ચીંધી શકે. ચૂંટણી પ્રચારના આ આક્રમક તબક્કામાં માંડવીયાની આ હાકલ પાટીદાર બહુલ વિસ્તારોમાં ભાજપના પક્ષમાં માહોલ બનાવવામાં મહત્વની સાબિત થઈ શકે છે.
"વરાછાને કલંક ન લાગવો જોઈએ": ભાજપ પ્રત્યેની વફાદારીનો હુંકાર
સભાને સંબોધતા માંડવીયાએ અત્યંત ધારદાર અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આપણું વરાછા હંમેશા ભાજપની પડખે રહ્યું છે અને આ વખતે પણ એવો ઇતિહાસ રચાવા જોઈએ કે વરાછાને કોઈ કલંક ન લાગે કે આ વિસ્તાર ભાજપ સાથે નથી. પાટીદાર સમુદાય અને ભાજપ વચ્ચે 'નાડી અને નાભિ' જેવો અતૂટ સંબંધ છે." તેમણે યાદ અપાવ્યું હતું કે જ્યારે રાજ્યમાં ભાજપનું અસ્તિત્વ પાંગરતું હતું, ત્યારે કોંગ્રેસની રેલીઓ નીકળતી પણ બંધ થઈ ગઈ હતી અને ભાજપના વિજયનું બીજ આ વરાછાની ધરતી પરથી જ રોપાયું હતું.
આ પણ વાંચો: "કોંગ્રેસ જીતી તો નવરાત્રીમાં વાંધા પાડશે : ઠોકવા માટે મારે ગાંધીનગરથી આવવું પડશે!" ભુજમાં DyCM હર્ષ સંઘવીના વિપક્ષ પર આકરા પ્રહાર
ભૂતકાળના સંઘર્ષની યાદો: 5 લાખમાં લડાતી હતી આખી ચૂંટણી
મનસુખ માંડવીયાએ 1995ની ચૂંટણીઓના દિવસો યાદ કરતા જણાવ્યું કે, એ સમયે પક્ષ પાસે સાધનો મર્યાદિત હતા. વલજીભાઈ અને જીવરાજભાઈ જેવા અગ્રણીઓએ પોતાની પર્સનલ મૂડીમાંથી ફંડ આપીને સુરતથી ગાડીઓ દોડાવી હતી. તેમણે રસપ્રદ વાત કહી કે એ સમયે માત્ર 5 લાખ રૂપિયામાં આખી ચૂંટણી લડાઈ જતી હતી. આ સંઘર્ષના દિવસોમાં વરાછા અને સૌરાષ્ટ્રિયન લોકોનો સિંહફાળો રહ્યો છે. આ ગૌરવશાળી ઇતિહાસને જાળવી રાખવો એ પાટીદાર સમાજની નૈતિક જવાબદારી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સુરતની ચારેય બેઠકો પર જંગી વિજયનો વિશ્વાસ
સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ભાજપ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતું નથી. મનસુખ માંડવીયાએ સુરતની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે લોકોને વિનંતી કરી હતી. તેમણે કાર્યકરોમાં નવો જોમ પૂરતા કહ્યું કે, ભાજપ અને પાટીદારોનું જોડાણ અતૂટ છે અને કોઈ પણ વિપક્ષી તાકાત આ ગઠબંધનને તોડી શકશે નહીં. વરાછાના સૌરાષ્ટ્રિયન સમાજે હંમેશા વિકાસની રાજનીતિને સ્વીકારી છે અને આ વખતે પણ તે જ પરિણામ જોવા મળશે.
BJP Campaign: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જેમ-જેમ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ સુરતનું રાજકીય તાપમાન પણ ઉંચકાઈ રહ્યું છે. ભાજપના ગઢ ગણાતા અને હંમેશા ચર્ચામાં રહેતા વરાછા વિસ્તારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલાએ એક જંગી જાહેર સભાને સંબોધિત કરી હતી. ચૂંટણી પ્રચારના ભાગરૂપે ભાજપે વરાછામાં શક્તિ પ્રદર્શન કરીને વિરોધીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સુરતની જનતા ફરી એકવાર 'કમળ' સાથે છે.
સભામાં ઉમટી પડેલી મેદનીને જોઈને રૂપાલાએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે સુરતમાં છેલ્લા 10-15 વર્ષથી કાંટાની ટક્કર હોવાની વાતો વહેતી કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ભાજપનો પ્રચંડ વિજય હંમેશા નિશ્ચિત રહ્યો છે. સુરતની જનતા વિકાસને વરેલી છે અને આ વખતે પણ તેઓ માત્ર વિકાસના નામે જ મતદાન કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મહિલા આરક્ષણ મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર
પોતાના સંબોધન દરમિયાન પરસોત્તમ રૂપાલાએ મહિલા મતદારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે મહિલાઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, "મહિલા આરક્ષણ બિલ જે વર્ષો સુધી અટવાયેલું હતું, તેને પાસ ન થવા દેવા પાછળ કોણ જવાબદાર હતું તે મહિલાઓએ જાણવું જોઈએ." તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે જે લોકો પાસે પોતાની પાર્ટીની કોઈ સિદ્ધિ કે યોજનાઓ નથી, તે લોકો પાયાવિહોણા મુદ્દાઓ પર વાતો કરે છે. મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં પ્રતિનિધિત્વ મળે તેવા પ્રસ્તાવનો વિરોધ કરનારાઓને આ ચૂંટણીમાં પાઠ ભણાવવાની તેમણે હાકલ કરી હતી.
આ પણ વાંચો: ચૂંટણી ટાણે વારસિયામાં રાજકીય સંગ્રામ : વારસિયામાં ભાજપ ઉમેદવારના પિતા અને કોંગ્રેસની મહિલાઓ વચ્ચે જામી, પત્રિકા વિતરણ મુદ્દે હોબાળો
"વિકાસ માટે કમળને મત આપો" - રૂપાલાની જનતાને હાકલ
રૂપાલાએ પોતાની સ્પીચમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભાજપ હંમેશા વિકાસની રાજનીતિ લઈને લોકો પાસે જાય છે. વિરોધ પક્ષો પાસે કોઈ મજબૂત એજન્ડા નથી, તેથી તેઓ માત્ર ભ્રામક વાતો ફેલાવે છે. "કાંટો ક્યાંય આવ્યો નથી અને આવશે પણ નહીં," તેવા કટાક્ષ સાથે તેમણે વરાછાના મતદારોને શહેર અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે ભાજપના ઉમેદવારોને જંગી મતે જીતાડવા વિનંતી કરી હતી.
ચૂંટણી પહેલા વરાછા બન્યું રાજકીય જંગનું મેદાન
વરાછા હંમેશા સુરતની રાજનીતિનું કેન્દ્રબિંદુ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપની આ જંગી સભાએ કાર્યકરોમાં નવો ઉત્સાહ પૂરી દીધો છે. મોટી સંખ્યામાં લોકોની હાજરી અને રૂપાલાની ધારદાર સ્પીચથી રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપે આ સભા દ્વારા સ્પષ્ટ કર્યું છે કે તેઓ મહિલા સુરક્ષા, સન્માન અને વિકાસના મુદ્દાઓ પર ચૂંટણી લડશે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષ આ શક્તિ પ્રદર્શનનો સામનો કેવી રીતે કરે છે.
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં યોજાયેલી ભાજપની સભા બાદ અચાનક તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ હતી. જ્યારે સ્થાનિક લોકોએ ઉમેદવારો અને નેતાઓને ઘેરીને સીધા સવાલો પૂછ્યા. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાની હાજરીમાં યોજાયેલી આ સભા પૂર્ણ થયા પછી લોકોમાં લાંબા સમયથી ચાલતા પ્રશ્નોને લઈને અસંતોષ દેખાયો હતો.ચૂંટણી ટાણે યોજાયેલી સભા પૂર્ણ થયા બાદ, મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ સ્થાનિક ઉમેદવારોને ઘેરી લીધા અને ગેરકાયદેસર પતરાના ડોમના મુદ્દે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી. લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ વર્ષોથી ભાજપના સમર્થક રહ્યા છે, છતાં તેમના વિસ્તારોમાં મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું નથી.
“અમારી નસોમાં કેસરી લોહી છે, છતાં પ્રશ્નો ઉકેલાતા નથી”
લોકોના અવાજમાં અસંતોષ અને નિરાશા બંને સ્પષ્ટ દેખાતા હતા. કેટલાક લોકોએ નેતાઓને કહ્યું કે “અમારી નસોમાં લાલ નહીં પરંતુ કેસરી લોહી વહે છે,” જે તેમના પક્ષ પ્રત્યેના અડગ સમર્થનનું પ્રતિબિંબ છે. પરંતુ સાથે જ તેમણે સવાલ ઉઠાવ્યો કે આટલા વર્ષોના સમર્થન છતાં તેમના વિસ્તારોમાં રહેલી સમસ્યાઓ કેમ યથાવત છે.
ખાસ કરીને ગેરકાયદેસર પતરાના ડોમનો મુદ્દો લોકોમાં ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ડોમ માત્ર ગેરકાયદેસર જ નથી, પરંતુ તે વિસ્તારની વ્યવસ્થાને પણ અસર કરે છે. લોકોને લાગણી છે કે આ સમસ્યા લાંબા સમયથી જાણમાં હોવા છતાં તેનો યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી..
આ પણ વાંચો: "..હું મારા ધર્મપત્નીને ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવી દઈશ" : ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી ગરમાયું સૌરાષ્ટ્રનું રાજકારણ
“ડોમ પણ ભાજપના જ લોકો દ્વારા બનાવાયા” – લોકોનો આક્ષેપ
પ્રદર્શન દરમિયાન લોકોએ વધુ એક ગંભીર આક્ષેપ કર્યો કે આ ગેરકાયદેસર ડોમ ભાજપ સાથે જોડાયેલા કેટલાક લોકોએ જ બનાવ્યા છે.  આ નિવેદનથી પરિસ્થિતિ વધુ રાજકીય બની ગઈ હતી, કારણ કે તે પક્ષની આંતરિક જવાબદારી પર પણ સવાલ ઊભો કરે છે.
નેતાઓએ ટાળ્યો સીધો જવાબ
જ્યારે લોકોએ સતત સવાલો પૂછ્યા  ત્યારે હાજર ઉમેદવારો અને નેતાઓએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. અહેવાલ મુજબ, તેઓએ હળવા સ્મિત સાથે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા અને અંતે સ્થળ છોડીને ચાલ્યા ગયા.
આ પણ વાંચો: ચૂંટણી ટાણે વારસિયામાં રાજકીય સંગ્રામ : વારસિયામાં ભાજપ ઉમેદવારના પિતા અને કોંગ્રેસની મહિલાઓ વચ્ચે જામી, પત્રિકા વિતરણ મુદ્દે હોબાળો
આ વર્તનથી લોકોમાં વધુ અસંતોષ ફેલાયો હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક સ્તરે રાજકીય પ્રતિસાદ અને જવાબદારી અંગે ચર્ચા તેજ બની છે. સ્થાનિક મુદ્દાઓ ચૂંટણીમાં અસરકારક બની શકે છે. મોટા વરાછા જેવી વસ્તિ માત્ર વચનો નહીં પરંતુ વાસ્તવિક કામ અને પરિણામોની માંગ કરી રહ્યાં છે. આ ઘટના દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં પણ સ્થાનિક સમસ્યાઓ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો આવા મુદ્દાઓનો સમયસર ઉકેલ નહીં આવે તો તે મતદારોના વલણને અસર કરી શકે છે. ખાસ કરીને વફાદાર મતદારોમાં જો અસંતોષ વધે, તો તે કોઈ પણ પક્ષ માટે ચિંતાજનક બની શકે છે.
Surat News: શહેરમાં આર્થિક ગુનાખોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સુરત ઇકોસેલ (Economic Offences Wing) પોલીસને એક મોટી સફળતા મળી છે. દમણમાં આલીશાન હોટલ અને ફ્લેટ બનાવવાના બહાને સુરતના એક આસામી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર ભરત સિંધીની પોલીસે ધરપકડ કરી છે.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, આરોપી ભરત સિંધીએ તેના સાથીદાર વિજય સાથે મળીને એક સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું. તેઓએ સુરતના ફરિયાદીને દમણમાં એક ભવ્ય પ્રોજેક્ટની લાલચ આપી હતી. ભરતે ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા કે તેઓ દમણ ખાતે એક થ્રી-સ્ટાર હોટલ અને રહેણાંક ફ્લેટનું નિર્માણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો અમદાવાદમાં કતલખાનું બનાવવાનું વચન! : MLA ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન
1.07 કરોડનું રોકાણ અને વિશ્વાસઘાત
રોકાણના નામે ઊંચા વળતર અને મિલકતની લાલચમાં આવીને ફરિયાદીએ આ પ્રોજેક્ટમાં કુલ ₹1,07,62,000 (એક કરોડ સાત લાખ બાસઠ હજાર) જેટલી માતબર રકમનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં બાંધકામ શરૂ હોવાનું નાટક કરીને આરોપીઓએ ફરિયાદી પાસેથી ટપ્પે-ટપ્પે નાણાં પડાવ્યા હતા.
છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી
આ કેસમાં ચોંકાવનારી વિગતો એ સામે આવી છે કે રોકાણ મેળવ્યા બાદ આરોપીઓએ બાંધકામ અધવચ્ચે જ અટકાવી દીધું હતું. જે જગ્યા પર ફ્લેટ બનવાના હતા અને જેમાં ફરિયાદીએ રોકાણ કર્યું હતું, તે જ જમીન આરોપીઓએ ફરિયાદીને જાણ કર્યા વગર અન્ય ત્રીજી વ્યક્તિને વેચી મારી હતી. ફરિયાદી જ્યારે પોતાના રોકાણ કે મિલકત અંગે પૃચ્છા કરવા ગયા ત્યારે તેમને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
આ પણ વાંચો: ભરૂચ મનપાની ચૂંટણીમાં યુસુફ રિઝવીનું વિવાદાસ્પદ નિવેદન : '80 લાખ મુસ્લિમ મતદાન કરશે તો બુલડોઝર નહીં ચાલે'
પોલીસ કાર્યવાહી
ફરિયાદીની ફરિયાદના આધારે સુરત ઇકોસેલ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ભરત સિંધીને દબોચી લીધો છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી તેના અન્ય સાથીદારો અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે. ઇકોસેલ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરતા પહેલા દસ્તાવેજોની પૂરેપૂરી તપાસ કરવી અને લાલચમાં આવીને નાણાં ન રોકવા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતા મનીષ સિસોદિયાએ સુરતની મુલાકાત દરમિયાન પત્રકાર પરીષદ યોજી હતી. મનીષ સિસોદિયાએ હાવાલ અંગે ભાજપ પર પ્રહાર કર્યાં. હવાલા મામલે પારદર્શકતા રાખવા અને CCTV જાહેર કરવા જણાવ્યું.
સુરતમાં પ્રચાર તેજ
સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, અગાઉની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી હતી, પરંતુ આ વખતે પાર્ટી બહુમતી સાથે સત્તા મેળવશે એવો વિશ્વાસ છે. તેમણે લોકોને સીધી અપીલ કરતાં કહ્યું કે, “આ વખતનો મત પરિવર્તન માટે આપો.
આ પણ વાંચો: રાજકોટમાં આપ પાર્ટીનાં ઉમેદવારનો અનોખો પ્રચાર : ટ્રાફિક વચ્ચે ‘સેનિટાઈઝર મેન’ બની આપી સેવા
શિક્ષણ અને આરોગ્ય મુદ્દે ભાજપને ઘેર્યું
સિસોદિયાએ સુરત શહેરની શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થાને અંગે જણાવ્યું કે, “આમ આદમી પાર્ટી જ્યાં પણ સત્તામાં આવે છે, ત્યાં સૌથી પહેલા શિક્ષણ અને આરોગ્યને પ્રાથમિકતા આપે છે.” સરકારની જવાબદારી છે કે સામાન્ય નાગરિકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સસ્તું તેમજ સુલભ આરોગ્ય સેવાઓ મળે. સુરતમાં આ બંને ક્ષેત્રોમાં હજુ પણ અનેક ખામીઓ હોવાનો તેમણે દાવો કર્યો છે. આ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને આપ ચૂંટણીમાં મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે, જે રાજ્યના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે.
હવાલા અંગે ઉઠાવ્યા સવાલ
પ્રેસ કોન્ફરન્સમાં મનીષ સિસોદિયાએ હવાલા કાંડ અંગે સવાલો ઉઠાવ્યા કહ્યું કે, “જો આંગડીયા પેઢીઓમાં હવાલા થઈ રહ્યા છે, તો સરકાર કેમ મૌન છે. જો કોઈ એક CCTV ફૂટેજ સામે આવે છે, તો માત્ર તેનાથી સત્ય બહાર આવતું નથી. અમે માંગ કરીએ છીએ કે આખા દિવસ અને આખા મહિનાના CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે.
આ પણ વાંચો: "મારી વાઈફને AAPમાંથી ટિકિટ મળી તો ભાજપવાળાને બળતરા થઈ" : ગાળાગાળી અને ધક્કામુક્કી, માહોલ ગરમાતા ઉમેદવારો પ્રચાર છોડી ભાગ્યા
આ સાથે તેમણે જણાવ્યું કે, જો ખરેખર હવાલા થઈ રહ્યા હોય તો આંગડીયા પેઢીઓ પર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી અને આંગડીયા પેઢી હજુ સુધી કાર્યરત કેમ છે. જો આપના કોઈ કાર્યકર્તાએ ગેરરીતિ કરી હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.
સિસોદિયાના આ નિવેદનો બાદ સુરતમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. ચૂંટણી પહેલા તમામ પક્ષો એકબીજા પર આરોપો મૂકી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ખાસ કરીને પારદર્શકતા, ભ્રષ્ટાચાર વિરોધ અને જાહેર સેવાઓના મુદ્દાઓને આગળ રાખીને પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે.
Gopal Italia: સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પ્રચારમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં રાજકીય વાતાવરણ વધુ તીવ્ર બન્યું છે. મતદારોને આકર્ષવા માટે પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે, પરંતુ આ જ પ્રક્રિયામાં કેટલાક નેતાઓના નિવેદનો અને મેદાનમાં સર્જાતી ઘટનાઓ વિવાદનું કારણ બની રહી છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે યોજાયેલી જાહેર સભામાં ગોપાલ ઈટાલિયા દ્વારા વપરાયેલી ભાષા ચર્ચાના કેન્દ્રમાં આવી છે.
સભા દરમિયાન તેમણે ગાળ બોલી હોવાનો આક્ષેપ થયો છે. આ મુદ્દે સ્થળ પર હાજર કેટલાક આગેવાનોએ તેમને ટોક્યા પણ હતા. જોકે, લાજવાને બદલે ઇટાલિયા ગાજ્યા હતા. અને જાહેરમંચ પરથી ફરી જવાબમાં ઈટાલિયાએ કહ્યું કે “ભાવનગરમાં આ પ્રકારની ભાષા સામાન્ય છે, બહેનો અને ભાઈઓ પણ બોલે છે,” જ્યારે સુરત સાથે તુલના કરતાં તેમણે અલગ વાત કહી હતી. આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ટીકા અને પ્રતિક્રિયાઓ તેજ બની છે. વિરોધ પક્ષોએ આ ઘટનાને શિસ્ત અને જાહેર જીવનમાં ભાષાના સ્તર સાથે જોડીને ઉઠાવ્યું છે, જ્યારે પક્ષની અંદરથી હજુ સુધી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
આ પણ વાંચોઃ "મારી વાઈફને AAPમાંથી ટિકિટ મળી તો ભાજપવાળાને બળતરા થઈ" : ગાળાગાળી અને ધક્કામુક્કી, માહોલ ગરમાતા ઉમેદવારો પ્રચાર છોડી ભાગ્યા
સુરતમાં પ્રચાર દરમિયાન તણાવ અને મહિલાઓ સાથે અથડામણ
સુરત શહેરના અડાજણ-ગોરાટ વિસ્તારમાં પ્રચાર દરમિયાન તણાવની ઘટનાઓ સામે આવી છે. આ વિસ્તારને પરંપરાગત રીતે એક ચોક્કસ પક્ષનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળ્યો છે. કેટલીક સોસાયટીઓએ પહેલાથી જ પ્રચાર માટે ન આવવા સૂચન કરતા બેનરો લગાવ્યા હતા.
તેમ છતાં પ્રચાર માટે આવેલા ઉમેદવાર અને કાર્યકરો સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે બોલાચાલીથી આગળ વધીને અથડામણ થઈ. કેટલાક વિડિઓઝમાં મહિલાઓ સાથે ધક્કામુક્કી થતી હોવાની દૃશ્યો સામે આવ્યા છે. આ દરમિયાન એક મહિલાને ધક્કો લાગતા તે દીવાલ સાથે અથડાઈ હોવાની માહિતી મળી છે. આ ઘટનાએ રાજકીય પ્રચારમાં શિસ્ત અને સુરક્ષાના મુદ્દાઓ ફરી ચર્ચામાં લાવ્યા છે. ખાસ કરીને મહિલાઓ સાથેના વર્તન અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.
વડોદરામાં પણ ગરમાયો માહોલ
વડોદરામાં પણ પ્રચાર દરમિયાન તણાવ સર્જાયો હતો. અહીં કેટલાક નેતાઓના પ્રચાર દરમિયાન એક યુવકે જાહેરમાં પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કાર્યકરો અને યુવક વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે સ્થાનિક સ્તરે મતદારોમાં અસંતોષ અને રાજકીય તણાવ બંને વધી રહ્યા છે. ચૂંટણી નજીક આવતાં આ પ્રકારની ઘટનાઓ વધુ વધી શકે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
પ્રચારનો અંતિમ તબક્કો અને રાજકીય શક્તિપ્રદર્શન
ચૂંટણી પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે. આજે સુરતમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા સભાઓ યોજાનાર છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે તેવી અપેક્ષા છે. તે જ સમયે રાજકોટમાં પણ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. અહીં અગાઉ થયેલા ક્ષત્રિય આંદોલનની પૃષ્ઠભૂમિ વચ્ચે ફરી એકવાર સમાજના મુદ્દાઓ ચૂંટણીમાં પ્રભાવ પાડી શકે તેવી શક્યતા છે. વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઉભેલી ભાર્ગવીબા ગોહિલના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું મહિલા સંમેલન યોજાનાર છે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.
ભાષા, શિસ્ત અને રાજકારણ: વધતો ચર્ચાનો વિષય
આ સમગ્ર પરિસ્થિતિમાં એક મુદ્દો સ્પષ્ટ રીતે સામે આવે છે કે ચૂંટણી પ્રચારમાં ભાષા અને વર્તનનું સ્તર રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની રહ્યું છે. નેતાઓના નિવેદનો, મેદાનમાં કાર્યકરોનું વર્તન અને મતદારોની પ્રતિક્રિયાઓ-આ બધું મળીને ચૂંટણીના માહોલને પ્રભાવિત કરી રહ્યું છે. વિશેષજ્ઞો માને છે કે આ પ્રકારની ઘટનાઓ માત્ર તાત્કાલિક વિવાદ નહીં પરંતુ લાંબા ગાળે રાજકીય સંસ્કૃતિ પર અસર કરી શકે છે. મતદારો હવે માત્ર વચનો નહીં પરંતુ નેતાઓના વર્તન અને શિસ્તને પણ મહત્વ આપી રહ્યા છે.
ચૂંટણી પ્રચાર સમાપ્ત થવામાં હવે થોડા દિવસો બાકી છે. આ દરમિયાન પક્ષો દ્વારા વધુ સભાઓ, રોડ શો અને પ્રચાર કાર્યક્રમો યોજાશે. તણાવ અને વિવાદોની વચ્ચે ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસન માટે કાયદો-વ્યવસ્થા જાળવવું પડકારરૂપ બની શકે છે. આગામી દિવસોમાં મતદારોનો મૂડ અને આવી ઘટનાઓનો મતદાન પર શું અસર પડશે તે જોવાનું રહેશે.
Surat Election: સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે લોહિયાળ અને તણાવપૂર્ણ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શહેરના રાંદેર, ગોરાટ અને અડાજણ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાના પ્રચાર દરમિયાન સ્થાનિક મહિલાઓ અને રહેવાસીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. પ્રચાર અર્થે નીકળેલી ટીમ અને સોસાયટીના રહીશો વચ્ચે વાતચીત એટલી હદે વણસી હતી કે મામલો ધક્કામુક્કી અને મારામારી સુધી પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે અને ભાજપના પરંપરાગત ગઢમાં જ ઉમેદવારનો વિરોધ થતા પક્ષ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.
ઘટનાની વિગતો મુજબ, જ્યારે હર્ષ મહેતા અને તેમની ટીમ અડાજણ-ગોરાટ વિસ્તારની એક સોસાયટીમાં પ્રચાર માટે પહોંચી ત્યારે રહીશોએ અગાઉથી જ પ્રચાર માટે પ્રવેશ ન આપવાના બેનરો લગાવ્યા હતા. તેમ છતાં પ્રચાર ટીમ સોસાયટીમાં પ્રવેશતા સ્થાનિક મહિલાઓએ તેનો વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન મહિલાઓ પર હાથ ઉઠાવવામાં આવ્યો હોવાના અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ઘટના સ્થળે મામલો ઉગ્ર બનતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
“ટિકિટ રદ કરો”: મહિલાઓનો ઉમેદવાર સામે આક્રોશ
વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી મહિલાઓએ ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાના વર્તન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિક રહીશ જયશ્રી બેને આક્ષેપ કર્યો હતો કે હર્ષ મહેતા એવું કહી રહ્યા છે કે તેમનું કોઈ કંઈ બગાડી શકશે નહીં. મહિલાઓએ માંગ કરી છે કે, આ પ્રકારનું વર્તન કરનાર ઉમેદવારની ટિકિટ પાર્ટીએ તાત્કાલિક રદ કરવી જોઈએ. મહિલાઓના મતે, જે ઉમેદવાર પ્રચાર દરમિયાન મહિલાઓનું સન્માન ન કરી શકતા હોય તે ચૂંટાયા પછી વિસ્તારનું શું ભલું કરશે?
આ પણ વાંચો: ગુજરાતમાં નવા બિલ્ડિંગ નિયમો : PG, પ્રી-સ્કૂલ અને મિનિપ્લેક્સ માટે મોટી રાહત, અમદાવાદ સહિતના મોટા શહેરોને લાભ
ગેરવર્તણૂક અને ધમકીના ગંભીર આક્ષેપો
સોસાયટીના રહીશ જેમીના પટેલે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરોએ ગેટ ખોલીને બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો અને મહિલાઓ પર હાથ ઉપાડ્યો હતો. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે પ્રચાર ટીમ દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો અને મહિલાઓના કપડાં ફાડી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટના બાદ સ્થાનિક મહિલાઓમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.
અપક્ષ ઉમેદવારના પ્રહાર અને પોલીસની એન્ટ્રી
આ મામલે અપક્ષ ઉમેદવાર પૂર્વી માનસાતાએ પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, પાંચ વર્ષથી અશાંતધારા માટે લડત લડી રહ્યા હોવા છતાં કોઈ સાંભળતું નથી અને હવે પ્રચાર સમયે દાદાગીરી કરવામાં આવી રહી છે. સ્થિતિ વણસતા પોલીસ કાફલાને પણ સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને પૂર્ણેશ મોદીની હાજરીમાં પણ લોકોએ “ગો બેક” ના સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ભાજપના ગઢમાં જ ગાબડું?
અડાજણ અને પાલનપુર જેવા વિસ્તારો ભાજપ માટે હંમેશા સુરક્ષિત માનવામાં આવતા હતા. જોકે, પૂર્ણેશ મોદી અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા જેવા દિગ્ગજ નેતાઓની હાજરી હોવા છતાં સ્થાનિકોનો આટલો ઉગ્ર વિરોધ ભાજપ માટે જોખમની ઘંટડી સમાન છે. અશાંતધારા મુદ્દે જનતામાં ફેલાયેલો રોષ હવે ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે.
સુરત: ડાયમંડ સિટી સુરતના ઉધના વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. લોહીના સંબંધો પર ક્રોધ એટલો હાવી થઈ ગયો કે એક પુત્રએ પોતાની જ જનેતાને મોતને ઘાટ ઉતારી દીધી. સામાન્ય જણાતા પારિવારિક ઝઘડાએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક વૃદ્ધ માતાએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં માતમ છવાયો છે.
જમવા બાબતે શરૂ થયેલો વિવાદ હત્યામાં પરિણમ્યો મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં રહેતા 33 વર્ષીય મેહુલ શાહ નામના યુવકનો તેના માતા-પિતા સાથે અવારનવાર ઝઘડો થતો હતો. ઘટનાના દિવસે મેહુલ મોડો ઘરે આવ્યો હતો અને તેની માતા પ્રતીક્ષાબેન (70 વર્ષ) ને પૂછ્યું હતું કે, "તેના માટે અને તેની દીકરી માટે જમવાનું કેમ નથી બનાવ્યું?" આ મામલે માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં વાત એટલી વણસી ગઈ કે મેહુલ ઉશ્કેરાઈ ગયો હતો.
પિતાને બચાવવા વચ્ચે પડેલા માતા બન્યા શિકાર
જ્યારે ઝઘડો ઉગ્ર બન્યો ત્યારે મેહુલના પિતા હર્ષદભાઈ વચ્ચે પડ્યા હતા. મેહુલે ઉશ્કેરાટમાં આવીને પિતાનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પોતાના પતિને બચાવવા માટે ૭૦ વર્ષીય વૃદ્ધા પ્રતીક્ષાબેન વચ્ચે પડ્યા ત્યારે નરાધમ પુત્રએ તેમને જોરદાર ધક્કો માર્યો હતો. ધક્કાને કારણે વૃદ્ધા નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં કરોડોની 'ફ્લોટિંગ ગોલ્ડ' સાથે ત્રણ તસ્કરો ઝડપાયા : આંતરરાષ્ટ્રીય બજારમાં છે મોટી માંગ, કિંમત છે કરોડોમાં..!!
આરોપી પુત્ર છેલ્લા એક મહિનાથી હતો બેરોજગાર
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મેહુલ શાહ ડ્રાઈવિંગનો વ્યવસાય કરતો હતો, પરંતુ છેલ્લા એક મહિનાથી તે બેરોજગાર હતો અને ઘરે જ બેસી રહ્યો હતો. આર્થિક સંકડામણ અને પત્ની સાથેના છૂટાછેડા (તેની પત્ની ૫ વર્ષ પહેલા તેને છોડી ગઈ હતી) ને કારણે તે સતત માનસિક તણાવમાં રહેતો હતો. આ તણાવ અને ગુસ્સાએ આજે એક નિર્દોષ માતાનો ભોગ લીધો છે.
એસીપી સી.જી. વડોરિયાનું નિવેદન અને પોલીસ કાર્યવાહી
આ મામલે સુરતના એસીપી સી.જી. વડોરિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન ખાતે 0946/2026 નંબરનો ગુનો નોંધાયેલ છે, જે ગુનામાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2) અને 352 મુજબની કલમો લગાડવામાં આવેલ છે. સદર ગુનાના કામે ફરિયાદી જે છે તે હર્ષદભાઈ મણિલાલ શાહ છે અને આરોપી તેમનો જ દીકરો છે, જેનું નામ મેહુલ છે. ગુનાની ટૂંકી વિગત એ રીતની છે કે, પરમદિવસે એટલે કે તારીખ 19-04-2026ના રોજ આરોપી મેહુલ ઘરે આવે છે અને તેની માતા પ્રતીક્ષાબેનને કહે છે કે 'તેના માટે અને તેની દીકરી માટે શા માટે જમવાનું બનાવેલ નથી?'. આ બાબતે તેના અને તેની માતા વચ્ચે બોલાચાલી થાય છે, જેમાં મેહુલના પિતા હર્ષદભાઈ વચ્ચે પડે છે. ત્યારે મેહુલ હર્ષદભાઈનું ગળું દબાવી દે છે અને આ ઝપાઝપીમાં પોતાની માતા પ્રતીક્ષાબેનને ધક્કો મારી દે છે, જેના લીધે પ્રતીક્ષાબેનનું મરણ થાય છે. આરોપી મેહુલ શાહ ડ્રાઈવિંગનો ધંધો કરતો હતો અને છેલ્લા એક મહિનાથી પોતાના ઘરે બેઠો હતો. સદર ગુનાના કામે આરોપીની અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ જી.કે. ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર, ઉધના પોલીસ સ્ટેશન કરી રહ્યા છે."
Ghost Cycle: આજના ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અશક્ય કામોને શક્ય બનાવી રહ્યું છે. ત્યારે ગુજરાતના એક ઉભરતા ઇનોવેટર શિવમ મૌર્યએ પોતાની આવડતથી દુનિયાને ચોંકાવી દીધી છે. શિવમ અને તેના સાથી ગુરપ્રીત અરોડાએ મળીને એક એવી સાયકલ તૈયાર કરી છે જે કોઈ પણ ચાલક વગર રસ્તા પર પોતાની જાતે દોડી શકે છે. આ સાયકલને 'ઘોસ્ટ સાયકલ' (Ghost Cycle) નામ આપવામાં આવ્યું છે, કારણ કે જ્યારે તે રસ્તા પર નીકળે છે ત્યારે તેના પેડલ આપમેળે ફરે છે, જે જોનારાને કોઈ અદ્રશ્ય શક્તિ સાયકલ ચલાવતી હોય તેવો અહેસાસ કરાવે છે. માત્ર 3 મહિનાની સખત મહેનત અને અંદાજે ₹35,000 ના ખર્ચે તૈયાર થયેલી આ સાયકલ એન્જિનિયરિંગ અને આધુનિક કોડિંગનો અનોખો સંગમ છે. આ પ્રોજેક્ટ દ્વારા શિવમે સાબિત કર્યું છે કે, જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો ઓછા ખર્ચમાં પણ ભવિષ્યની ટેકનોલોજી ઘરઆંગણે બનાવી શકાય છે. આ સાયકલ માત્ર મનોરંજન માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટેશનના અનેક પ્રશ્નોના ઉકેલ તરીકે પણ જોવામાં આવી રહી છે.
ટ્રિપલ કંટ્રોલ મોડ: મોબાઈલ, રિમોટ કે AI થી કરો સંચાલન
આ સાયકલની સૌથી મોટી તાકાત તેની અત્યાધુનિક કંટ્રોલિંગ સિસ્ટમ છે, જેના માટે શિવમે ત્રણ અલગ-અલગ રીતે સંચાલિત થઈ શકે તેવું મજબૂત મિકેનિઝમ તૈયાર કર્યું છે. યુઝર પોતાની સ્માર્ટફોન એપ દ્વારા સાયકલને ગમે તે દિશામાં સરળતાથી વાળી શકે છે, અથવા તેને રિમોટ કંટ્રોલની મદદથી ચોક્કસ અંતર સુધી ઓપરેટ કરી શકાય છે. આ સિવાય તેનું સૌથી એડવાન્સ ફીચર AI મેપિંગ છે, જેમાં ખાસ પ્રકારના કોડિંગ દ્વારા સાયકલને રસ્તો સમજાવવામાં આવે છે; આ ટેકનોલોજીની મદદથી સાયકલ કોઈપણ માનવીય મદદ વગર પોતાની જાતે જ રસ્તાને ઓળખીને વળાંક લેવા અને સફર ખેડવા સક્ષમ બને છે.
એનિમેટેડ પેડલિંગ: વિજ્ઞાન અને કળાનો અનોખો સમન્વય
ઘોસ્ટ સાયકલનું સૌથી આકર્ષક પાસું તેનું 'એનિમેટેડ પેડલિંગ મિકેનિઝમ' છે. સામાન્ય રીતે ઓટોમેટિક વાહનોમાં ટાયર ફરે છે, પરંતુ અહીં સાયકલના પેડલ પણ માનવીય ચાલની જેમ જ ફરે છે. આ સ્માર્ટ મિકેનિઝમ સાયકલને એક લાઈવ લુક આપે છે. શિવમના જણાવ્યા અનુસાર, આ મિકેનિઝમ સેટ કરવું એન્જિનિયરિંગની દ્રષ્ટિએ સૌથી પડકારજનક કામ હતું.
આ પણ વાંચો: ઓફિસ જવા-આવવાનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે : અકસ્માતમાં મોત થાય તો તે 'ફરજ પર' ગણાશે, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
કોણ છે શિવમ મૌર્ય? (ક્રિએટિવ સાયન્સના સ્ટાર)
શિવમ મૌર્ય કોઈ સામાન્ય યુવાન નથી, પરંતુ સોશિયલ મીડિયા પર 'Creative Science' નામે જાણીતા ઇનોવેટર છે. તેમની યુટ્યુબ ચેનલ પર 20 લાખ (2 Million) થી વધુ સબસ્ક્રાઇબર્સ છે, જેમને તેઓ અવનવા પ્રયોગો અને મશીનો બનાવતા શીખવે છે. આ પહેલા તેમણે 'ગરુડા AI બાઇક' બનાવીને સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. શિવમનો હેતુ દેશના યુવાનોમાં વિજ્ઞાન અને ઇનોવેશન પ્રત્યે રુચિ જગાડવાનો છે.
ભવિષ્યનું વિઝન: કોન્ટેક્ટલેસ ડિલિવરી અને પ્રદૂષણ મુક્ત પરિવહન
શિવમ મૌર્ય આ પ્રોજેક્ટને માત્ર એક પ્રયોગ પૂરતો મર્યાદિત રાખવા માંગતા નથી, પરંતુ તેમનું વિઝન આ ટેકનોલોજીને વ્યાપક સ્તરે ઉપયોગમાં લાવવાનું છે. તેમનું માનવું છે કે આ ટેકનિકનો ઉપયોગ મોટા યુનિવર્સિટી કેમ્પસ અથવા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સુરક્ષા અને પેટ્રોલિંગ માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, કોન્ટેક્ટલેસ ડિલિવરીના ક્ષેત્રમાં પણ આ સાયકલ ક્રાંતિ લાવી શકે છે, જ્યાં સામાનને માનવીય હસ્તક્ષેપ વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ આપોઆપ પહોંચાડી શકાય. સૌથી મહત્વની વાત એ છે કે, આ એક ઇલેક્ટ્રિક અને ઓટોનોમસ માધ્યમ હોવાથી પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થશે અને ભવિષ્યમાં ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ માટે એક ઉત્તમ અને સસ્તો વિકલ્પ બની રહેશે.
Surat News: સુરત શહેર પોલીસની SOG ને એક મોટી સફળતા મળી છે. શહેરમાં પ્રતિબંધિત અને અત્યંત કિંમતી ગણાતી સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી (Ambergris)ની તસ્કરી કરતા ત્રણ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કામગીરીમાં પોલીસે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શું છે સમગ્ર ઘટના?
સુરત SOG પોલીસને બાતમી મળી હતી કે કેટલાક ઇસમો વ્હેલ માછલીની ઉલટી, જેને 'ફ્લોટિંગ ગોલ્ડ' તરીકે ઓળખવામાં આવે છે, તેના વેચાણ અર્થે સુરત આવ્યા છે. પોલીસે વોચ ગોઠવીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અમબ્રીશ મિશ્રા, સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી પોલીસે 1.71 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ₹1.7 કરોડ જેટલી થવા જાય છે.
આ પણ વાંચો: જાણો શું છે કાજલ મહેરિયા વિવાદ? : "મારી દીકરી આવા છોકરા સાથે લગ્ન ન કરે", માતા શારદાબેનના ગંભીર આક્ષેપો
ક્યાંથી આવ્યું આ 'ફ્લોટિંગ ગોલ્ડ'?
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે, જેણે આ ત્રણેયને વેચાણ માટે માલ આપ્યો હતો. ફરાર આરોપી કાવી કંબોઈ ખાતે માછીમારી કરવા જતો હતો, જ્યાં તેને દરિયામાં તરતું આ 'ફ્લોટિંગ ગોલ્ડ' મળી આવ્યું હતું.  વધુ પૈસા કમાવવાની લાલચે આ કિંમતી પદાર્થ સુરતમાં વેચવા માટે લાવવામાં આવ્યો હતો.
શા માટે આટલું મોંઘું છે એમ્બરગ્રીસ?
વ્હેલ માછલીની ઉલટીને 'તરતું સોનું' કહેવામાં આવે છે કારણ કે તેનો મુખ્ય ઉપયોગ મોંઘા પરફ્યુમ બનાવવામાં થાય છે. તે પરફ્યુમની સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે 'ફ્લેક્સ્ટિવ' તરીકે કામ કરે છે. શરૂઆતમાં તે અત્યંત દુર્ગંધ મારે છે, પરંતુ સમય જતાં તે અદભૂત મીઠી સુગંધમાં પરિવર્તિત થઈ જાય છે. વ્હેલ માછલી એક સંરક્ષિત જીવ હોવાથી ભારતમાં તેના કોઈ પણ અવશેષ કે ઉલટીના વેચાણ અને રાખવા પર કડક પ્રતિબંધ છે.
હાલમાં સુરત SOG પોલીસે વન વિભાગને સાથે રાખીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: ધંધુકાના યુવકને રહેંસી નાખનારની ટાંટિયાતોડ સર્વિસ! : કોર્ટે બંને આરોપીના 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલમાં રવિવારે યોજાયેલી PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) ભરતી પરીક્ષા દરમિયાન નકલ કરવાનો ગંભીર પ્રયાસ બહાર આવ્યો છે. પરીક્ષા દરમિયાન એક ઉમેદવાર મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ગૂગલ પરથી જવાબ શોધતો ઝડપાઈ ગયો હતો. આ ઘટના બહાર આવતા પરીક્ષા કેન્દ્રની સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખ અંગે અનેક સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, શિવમ રામકુમાર યાદવ નામનો ઉમેદવાર પરીક્ષા હોલમાં ચોરીથી મોબાઈલ ફોન લઈને પ્રવેશ્યો હતો. પરીક્ષા દરમિયાન તે મોબાઈલનો ઉપયોગ કરીને જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સુપરવાઈઝરની નજર તેની શંકાસ્પદ હરકતો પર પડતાં તરત જ તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં મોબાઈલ ફોન મળ્યો હતો. ત્યારબાદ તરત જ મોબાઈલ જપ્ત કરી ઉમેદવારને પકડી લેવાયો હતો.
સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા પ્રશ્નો
આ ઘટનાએ પરીક્ષા કેન્દ્રની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સામાન્ય રીતે PSI જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કડક ચેકિંગ, મેટલ ડિટેક્ટર અને અન્ય સુરક્ષા પગલાં લેવામાં આવે છે. તેમ છતાં ઉમેદવાર મોબાઈલ અંદર લઈ જવામાં સફળ રહ્યો, તે કેવી રીતે શક્ય બન્યું તે તપાસનો વિષય બન્યો છે.
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ પહેલા ઉમેદવારોની તલાશી લેવામાં આવે છે અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. છતાં આ ઘટનાએ બતાવ્યું છે કે ચેકિંગ પ્રક્રિયામાં ક્યાંક ખામી રહી હોઈ શકે છે અથવા દેખરેખ પૂરતી કડક ન હતી.
પોલીસ તપાસ શરૂ, અંદરથી મદદની શંકા
આ મામલે સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે ઉમેદવાર એકલો જ આ કૃત્યમાં સામેલ હતો કે તેને અંદરથી કોઈ મદદ મળી હતી. પરીક્ષા કેન્દ્રના સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા પણ તપાસ હેઠળ આવી શકે છે.
આ ઘટનાના પગલે ભવિષ્યમાં આવી નકલની ઘટનાઓ અટકાવવા માટે વધુ કડક પગલાં લેવામાં આવે તેવી સંભાવના છે. ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે નકલના નવા ઉપાયો સામે આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને પરીક્ષા સંચાલકો માટે વધુ સજાગ રહેવું અનિવાર્ય બની ગયું છે.
આ પણ વાંચો: ઉધના રેલવે સ્ટેશન પર રવિવારની 'રેલમછેલ' બાદ સોમવારે શાંતિ : ભીડ ગાયબ થતા મુસાફરોએ લીધો રાહતનો શ્વાસ
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નકલનો વધતો ખતરો
તાજેતરના વર્ષોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નકલ અને ગેરરીતિઓના કેસોમાં વધારો નોંધાયો છે. મોબાઈલ, બ્લૂટૂથ ડિવાઇસ અને અન્ય આધુનિક સાધનો દ્વારા ઉમેદવારો નિયમોનો ભંગ કરતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. આવા બનાવો માત્ર પરીક્ષાની નિષ્પક્ષતા પર અસર કરતાં નથી, પરંતુ મહેનતુ ઉમેદવારોના હક પર પણ અસર કરે છે.
આ ઘટના પણ એ જ દિશામાં ચેતવણીરૂપ છે કે પરીક્ષા વ્યવસ્થામાં ટેકનિકલ અને માનવીય બંને સ્તરે વધુ મજબૂત વ્યવસ્થા જરૂરી છે.
Surat Railway News: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે જોવા મળેલી પરપ્રાંતિય શ્રમિકોની અભૂતપૂર્વ ભીડ અને ધક્કામુક્કી બાદ આજે સોમવારે પરિસ્થિતિ સંપૂર્ણપણે થાળે પડી છે.  રવિવારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. હજારોની સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો વતન જવા માટે ઉમટી પડતા અંધાધૂંધ જેવી સ્થિતિ પેદા થઈ હતી. જોકે, આજે સોમવારે સવારે જ્યારે સ્ટેશનના દ્રશ્યો સામે આવ્યા ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. જે સ્ટેશન પર પગ મૂકવાની જગ્યા નહોતી, ત્યાં આજે સાવ શાંતિપૂર્ણ માહોલ છે. લાંબી લાઈનો ગાયબ થઈ ગઈ છે અને સ્ટેશન પરિસર લગભગ ખાલી દેખાઈ રહ્યું છે. પ્રશાસન અને મુસાફરો બંને માટે આ ખૂબ જ રાહતના સમાચાર છે.
ધક્કામુક્કી બંધ, ટિકિટ બારીઓ પર હવે સહેલાઈથી મળે છે સેવા
શનિવાર અને રવિવાર દરમિયાન ટિકિટ લેવા માટે મુસાફરોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી અને અનેક જગ્યાએ ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રેનમાં ચઢવા માટે શ્રમિકોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તેની સામે આજે સોમવારે સ્થિતિ સાવ વિપરીત છે. ટિકિટ બારીઓ પર હવે કોઈ ભીડ નથી અને મુસાફરોને સહેલાઈથી ટિકિટ મળી રહી છે. મુસાફરો કોઈ પણ જાતની મુશ્કેલી વગર આરામથી ટ્રેનમાં સવાર થઈ રહ્યા છે.
આ પણ વાંચો: સુરતના ઉધના સ્ટેશન પર મુસાફરોમાં કેમ સર્જાઇ અરાજકતા? : જાણો પાણી માટે લૂંટ, લાઠીચાર્જ અને હાહાકાર પાછળના કારણો
વ્યવસ્થા ફરી નોર્મલ ટ્રેક પર, પ્રશાસને લીધો શ્વાસ
રેલવે પ્રશાસન અને સ્થાનિક પોલીસ માટે રવિવારનો દિવસ ભારે પડકારજનક રહ્યો હતો, પરંતુ સતત મોનિટરિંગ અને વધારાની ટ્રેનોના આયોજનને કારણે ભીડનું ભારણ ઓછું કરવામાં સફળતા મળી છે. સ્થાનિકો માટે પણ આજે ઉધના સ્ટેશન કોઈ સામાન્ય દિવસ જેવું જ દેખાઈ રહ્યું છે. મુસાફરોને હવે કોઈ પણ પ્રકારના ગભરાટ વગર મુસાફરી કરવા માટે રેલવે દ્વારા અપીલ કરવામાં આવી છે. પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી છે.
ગુજરાતની રાજનીતિમાં નવા ચહેરા અને નવા મુદ્દાઓ સાથે આગળ વધી રહેલી આમ આદમી પાર્ટી હવે ચૂંટણી પૂર્વે મોટો રાજકીય દાવ રમવા તૈયાર થઈ ગઈ છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા રાજ્ય માટેનો મહત્વપૂર્ણ મેનિફેસ્ટો જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ મેનિફેસ્ટો ગુજરાતના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. રાજકીય વર્તુળોમાં આ જાહેરાતને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે, કારણ કે આથી પાર્ટીની આગામી ચૂંટણીની દિશા સ્પષ્ટ થશે.
પ્રદેશ કાર્યાલય ખાતે યોજાશે પ્રેસ કોન્ફરન્સ
આ મહત્વપૂર્ણ મેનિફેસ્ટો જાહેર કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સ સવારે લગભગ 9:39 થી 11:30 દરમિયાન યોજાવાની છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવી પાર્ટીના મુખ્ય વચનો અને યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપશે તેમજ મીડિયા દ્વારા પૂછાતા સવાલોના જવાબ આપશે.
રાજ્યના મુદ્દાઓ પર રહેશે ખાસ ફોકસ
મેનિફેસ્ટોમાં ખાસ કરીને ગુજરાતના વર્તમાન મુદ્દાઓ જેમ કે બેરોજગારી, મોંઘવારી, પાણી અને વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતો પર ખાસ ભાર મૂકવામાં આવશે. સાથે જ યુવાનો અને મહિલાઓ માટે ખાસ યોજનાઓની પણ જાહેરાત થવાની શક્યતા છે. પાર્ટી દ્વારા રાજ્યમાં વિકલ્પરૂપ શાસન મોડલ રજૂ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દિલ્હીનું ફંડિંગ અને સુરતનું કનેક્શન! : આંગડિયા પેઢીઓ મારફતે કરોડોનો વહીવટ, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં AAPના આ કાર્યકરો સકંજામાં
વાયરલ CCTV મામલે ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવીએ તાજેતરમાં વાયરલ થયેલા CCTV વિડિઓ મામલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આમ આદમી પાર્ટીને અત્યારે ગુજરાતમાં ખુબ જ સારો આવકાર મળી રહ્યો છે. લોકો હવે ભાજપના નેતાઓને ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રશ્નો પૂછે છે અને અસંતોષ વ્યક્ત કરે છે. ભાજપ સ્પષ્ટ રીતે દબાણમાં દેખાઈ રહી છે. ભાજપ અને તેની સાથે કોંગ્રેસ, બંને મળીને ચૂંટણી લડી રહ્યા હોવાનો અહેસાસ લોકોમાં થઈ રહ્યો છે, છતાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મજબૂતીથી, કોઈપણ દબાણ કે ભય વગર ચૂંટણી લડી રહ્યા છે. તારીખે આવનારા પરિણામો ગુજરાતના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ રહેશે, અને એ જ કારણ છે કે, ભાજપ વિવિધ પ્રકારના પ્રયાસો અને શડયંત્રો દ્વારા આ લડતને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહી છે. અમે ભાજપને કહેવા માંગીએ છીએ કે જો તમે આટલી મહેનત પ્રજાની સેવા માટે કરી હોત, તો આજે આ પરિસ્થિતિ ઊભી ન થાત. લોકો હવે પ્રશ્નો પૂછે છે અને જવાબ માંગે છે. ગુજરાતની જનતા સમજદાર છે. તેઓ જાણે છે કે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે. અમારી પાસે સત્તા કે સંપત્તિ નથી, પરંતુ લોકોનો વિશ્વાસ છે. લોકો માત્ર એટલું કહે છે કે તમે મજબૂતીથી લડો, અમે તમારો સાથ આપશું. આ દરમિયાન, આમ આદમી પાર્ટીના દોઢસોથી વધુ કાર્યકરો સામે કેસ નોંધાયા છે. ઈસુદાન ગઢવી સહિતના નેતાઓને રજૂઆત કરવા જતા અટકાયત કરવામાં આવી છે, અને અન્ય ઘણા કાર્યકરોને પણ જેલમાં મોકલવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ શું દર્શાવે છે? અન્ય પક્ષોના કાર્યકરો સામે આવા પગલાં કેમ લેવામાં આવતા નથી?
વધુમાં તેઓ કહે છે કે,અમારી પાસે ઘણા ઉદાહરણો છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ એકબીજાને મદદ કરતાં જોવા મળે છે. કેટલાક સ્થળોએ કોંગ્રેસના નેતાઓ લોકો પાસે આમ આદમી પાર્ટીને મત ન આપવાની અપીલ કરે છે, જ્યારે ભાજપના નેતાઓ પણ કોંગ્રેસના ઉમેદવારોને સહકાર આપતા જોવા મળે છે. ગુજરાતની જનતાને અમારી વિનંતી છે કે આ બધાં પ્રચાર, આરોપ-પ્રત્યારોપ અને દબાણોથી દૂર રહીને સમજદારીપૂર્વક નિર્ણય લો. જાતિ, ધર્મ અને અન્ય ભેદભાવ ભૂલીને, ખેડૂત, મજૂર અને સામાન્ય નાગરિકના હિતમાં મતદાન કરો. આ બધાં અત્યાચાર સામે લડવા માટે અમે તૈયાર છીએ, પરંતુ અમને તમારા સાથ અને વિશ્વાસની જરૂર છે.
ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો
મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીની આ  પ્રેસ કોન્ફરન્સ અને મેનિફેસ્ટો જાહેર કરવાની જાહેરાતથી રાજ્યની રાજનીતિમાં ગરમાવો વધ્યો છે. હવે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીનો આ મેનિફેસ્ટો કેટલો અસરકારક સાબિત થાય છે અને મતદારો પર તેની કેટલી અસર પડે છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને રાજકીય તાપમાન દિવસેને દિવસે વધી રહ્યું છે. 26 એપ્રિલે યોજાનાર મતદાન પહેલાં વિવિધપક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ મેદાનમાં ઉતરી છે અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પોતાની હાજરી મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.
રવિવારે સુરતમાં યોજાયેલી જનસભામાં ઓવૈસીએ પોતાના સમર્થકોને સંબોધતા મતના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે “મત એક અમાનત છે” અને તેનો ઉપયોગ પોતાની જમાત અને અધિકારો માટે થવો જોઈએ. તેમની આ ટિપ્પણી ચૂંટણીના સામાજિક અને રાજકીય પરિપ્રેક્ષ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
મતને અધિકાર અને ઓળખ સાથે જોડવાનો પ્રયાસ
પ્રચાર દરમિયાન ઓવૈસીએ મતદારોને સંદેશ આપ્યો કે મતદાન માત્ર એક પ્રક્રિયા નથી, પરંતુ પોતાની ઓળખ અને અસ્તિત્વ દર્શાવવાનો માર્ગ છે. તેમણે કહ્યું કે મતના ઉપયોગથી સમાજ એ સાબિત કરી શકે છે કે “અમે લાવારિસ નથી, પરંતુ એવા નાગરિક છીએ જેઓનો અવાજ સાંભળવો પડશે.”
તેમણે ખાસ કરીને યુવાનોને સંબોધતા કહ્યું કે જે સમાજ પોતાનું નેતૃત્વ ઉભું કરે છે, તેની વાત વધુ અસરકારક રીતે સાંભળવામાં આવે છે. ઓવૈસીએ મતદારોને અપીલ કરી કે તેઓ વિચારપૂર્વક મતદાન કરે અને પોતાની રાજકીય શક્તિ મજબૂત બનાવે.
કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર, AIMIM ને વિકલ્પ તરીકે રજૂઆત
ઓવૈસીએ પોતાના ભાષણમાં Congress Party અને BJP બંને પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસને મત આપવાથી ભાજપને રોકી શકાય તેવું માનવું યોગ્ય નથી.
તેમણે દાવો કર્યો કે જો કોઈ પાર્ટી ભાજપ સામે બંધારણીય મર્યાદામાં રહીને આંખમાં આંખ નાખીને લડી શકે છે અને પોતાના અધિકારો મનાવી શકે છે, તો તે AIMIM છે. આ સાથે તેમણે પોતાના સમર્થકોને “ઉભા થવાનો અને પોતાના અધિકારોનો દાવો કરવાનો સમય આવી ગયો છે” એવો સંદેશ આપ્યો.
‘11 નહીં, 270 સીટ જીતો’ – ચૂંટણીમાં હાજરી અંગેનો જવાબ
ઓવૈસી પર વારંવાર લગતા આક્ષેપો કે, 'તેમની પાર્ટી ચૂંટણી લડવાથી ભાજપને ફાયદો થાય છે', તેના જવાબમાં તેમણે તીવ્ર પ્રતિક્રિયા આપી. તેમણે ઉદાહરણ આપ્યું કે પશ્ચિમ બંગાળમાં વિવિધ પક્ષો મોટા પ્રમાણમાં સીટો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે AIMIM મર્યાદિત સીટો પર જ લડી રહી છે.
તેમણે કહ્યું, “11 સીટોને ભૂલી જાવ, 270 સીટો જીતો અને ભાજપને હરાવો.” આ નિવેદન દ્વારા તેમણે વિરોધ પક્ષોને પડકાર આપ્યો કે તેઓ પોતાની શક્તિ વધારવા પર ધ્યાન આપે, AIMIM ની હાજરીને કારણે હારના કારણો શોધવા નહીં.
ઐતિહાસિક સંદર્ભો સાથે રાજકીય સંદેશ
પ્રચાર દરમિયાન ઓવૈસીએ ભારતના વિભાજન મુદ્દે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મુસ્લિમ સમાજ વિભાજન માટે જવાબદાર નહોતો. તેમણે મૌલાના આઝાદના પુસ્તક India Wins Freedom નો ઉલ્લેખ કરીને જણાવ્યું કે આઝાદે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂને વિભાજન અટકાવવા અપીલ કરી હતી.
આ પ્રકારના ઐતિહાસિક સંદર્ભો દ્વારા તેમણે પોતાના રાજકીય તર્કને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો અને સમર્થકોને વિચાર કરવા પ્રેર્યા.
આ પણ વાંચો: રાજ્ય ચૂંટણી આયોગનો મહત્વનો નિર્ણય : બીજા દિવસે ચૂંટણી સામગ્રી સોંપાય તો હાજરી ગણાશે
ગુજરાતની ચૂંટણીમાં AIMIM ની ભૂમિકા પર નજર
ગુજરાતમાં AIMIM ની હાજરી હજુ પણ મર્યાદિત ગણાય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પાર્ટીએ શહેરી વિસ્તારોમાં પોતાનું નેટવર્ક વિસ્તરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIM પોતાનો મતબેંક મજબૂત કરવાની કોશિશ કરી રહી છે.
આ ચૂંટણીમાં AIMIM કેટલી અસરકારક સાબિત થશે તે તો પરિણામો બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ હાલના પ્રચાર અભિયાન પરથી સ્પષ્ટ થાય છે કે પાર્ટી પોતાની રાજકીય ઓળખ મજબૂત કરવા માટે સક્રિય પ્રયાસ કરી રહી છે.
સુરત શહેરમાં મહાનગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. વોર્ડ-18ના કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદીએ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ભાજપમાં સામેલ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. ચૂંટણીના અગત્યના તબક્કે થયેલો આ પક્ષ ફેરફાર કોંગ્રેસ માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે.
સંજય રામાનંદીએ કોંગ્રેસ છોડવાના નિર્ણય પાછળના કારણ તરીકે પક્ષના નબળા નેતૃત્વ અને સ્થાનિક સ્તરે અસંતોષનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે લાંબા સમયથી કાર્યકર્તાઓના મુદ્દાઓ અને સંગઠનની દિશા અંગે યોગ્ય માર્ગદર્શન મળતું ન હતું, જેના કારણે પક્ષની કાર્યક્ષમતા ઘટી રહી હતી. આ પરિસ્થિતિમાં વિકાસલક્ષી રાજકારણ માટે ભાજપમાં જોડાવું યોગ્ય લાગી હોવાનું તેમણે કહ્યું.
સતત પરાજયની પૃષ્ઠભૂમિ અને નિર્ણય
સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે સંજય રામાનંદી છેલ્લા બે ચૂંટણીમાં પરાજયનો સામનો કરી ચૂક્યા છે અને આવનારી ચૂંટણીમાં ત્રીજી વખત હારવાની શક્યતા તેમની ચિંતા વધારી રહી હતી. આ સંજોગોમાં તેમણે રાજકીય ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. જોકે, આ મુદ્દે રામાનંદીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેમના નિર્ણય પાછળ વ્યક્તિગત હિત નહીં પરંતુ વિસ્તારના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે ભાજપમાં જોડાવાથી તેમને વિસ્તારના લોકોના પ્રશ્નોને વધુ અસરકારક રીતે ઉકેલવાની તક મળશે. તેમની સાથે જોડાયેલા કાર્યકર્તાઓએ પણ આ નિર્ણયને સમર્થન આપ્યું હોવાનું જણાવાયું છે, જે સ્થાનિક સ્તરે કોંગ્રેસની સંગઠન શક્તિ માટે પડકારરૂપ બની શકે છે.
આક્ષેપો પર પ્રતિક્રિયા
પક્ષ ફેરફારને લઈને કેટલાક રાજકીય વર્તુળોમાં પૈસાના આક્ષેપો પણ ઉઠાવવામાં આવ્યા હતા. આ મુદ્દે સંજય રામાનંદીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આવા તમામ આક્ષેપો સંપૂર્ણપણે ખોટા અને નિરાધાર છે. તેમણે જણાવ્યું કે તેઓએ કોઈપણ પ્રકારના લોભ કે દબાણ હેઠળ નિર્ણય લીધો નથી, પરંતુ વિચારપૂર્વક અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ પગલું ભર્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે રાજકારણમાં આક્ષેપ-પ્રત્યાઆક્ષેપ સામાન્ય બાબત છે, પરંતુ પ્રજાએ હકીકતોને સમજવી જોઈએ. તેમના મુજબ, વિકાસ અને જનહિતને કેન્દ્રમાં રાખીને લેવામાં આવેલા નિર્ણયને રાજકીય દ્રષ્ટિએ ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: દિલ્હીનું ફંડિંગ અને સુરતનું કનેક્શન! : આંગડિયા પેઢીઓ મારફતે કરોડોનો વહીવટ, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં AAPના આ કાર્યકરો સકંજામાં
ચૂંટણી પૂર્વે વધતો રાજકીય તાપમાન
સુરતમાં મહાનગરપાલિકા ચૂંટણી પહેલા પક્ષ ફેરફારની ઘટનાઓથી રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે આ સમયગાળો વ્યૂહરચના માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસ માટે પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને એકજૂટ રાખવાની પડકારજનક પરિસ્થિતિ ઉભી થઈ છે.
રાજકીય વિશ્લેષકોના મતે, આવા ફેરફારો મતદાતાઓના મનોભાવ પર પણ અસર કરી શકે છે. પક્ષોની અંદરની અસંતોષની સ્થિતિ અને નેતૃત્વના પ્રશ્નો ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરી શકે છે. બીજી તરફ ભાજપ માટે આવા જોડાણો સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં સહાયક બની શકે છે.
Surat AAP Hawala Scandal: સુરત ક્રાઈમ બ્રાન્ચે એક સનસનાટીભર્યા ઓપરેશનમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા કથિત હવાલાકાંડનો પર્દાફાશ કર્યો છે. દિલ્હીથી સુરત સુધી ફંડિંગના ટ્રેલની તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચે આકાશ મિશ્રા અને અજય તિવારી નામના બે શખ્સોની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નેટવર્ક દ્વારા છેલ્લા પાંચથી છ મહિનામાં આંગડિયા પેઢીઓ મારફતે ₹1.25 કરોડથી વધુની રકમ સુરત મોકલવામાં આવી હતી. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાએ સત્તાવાર નિવેદન આપી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
આ ઘટનાની શરૂઆત આજે વહેલી સવારે મળી એક ગુપ્ત માહિતીથી થઈ હતી. ઉમરા પોલીસને મળેલી આ ઇનપુટ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસને શંકા છે કે આ ફંડિંગનો ઉપયોગ આગામી ચૂંટણીઓમાં ગેરકાયદેસર રીતે નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવનાર હતો. આ સમગ્ર કૌભાંડમાં 8 થી 10 જેટલા લોકો સામેલ હોવાની શક્યતા છે, જેને પગલે હવે આઈટી (IT) વિભાગને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યો છે.
કોણ છે આકાશ મિશ્રા અને શું છે તેની ભૂમિકા?
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સૌથી મોટું નામ આકાશ મિશ્રાનું સામે આવ્યું છે. આકાશ મિશ્રા દિલ્હી સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો ભૂતપૂર્વ પી.એ. (PA) હોવાનું બહાર આવ્યું છે. તે દિલ્હીથી સુરત હવાલા મારફતે આવતા નાણાંનો વહીવટ સંભાળતો હતો. અત્યાર સુધીમાં તે અલગ-અલગ આંગડિયા પેઢીઓ મારફતે ₹1 કરોડથી વધુની રકમ મેળવી ચૂક્યો હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. હાલ આકાશ મિશ્રા પોલીસની કસ્ટડીમાં છે, જોકે તે પૂછપરછમાં ગોળ-ગોળ જવાબ આપી તપાસને ગૂંચવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: સુરતના ઉધના સ્ટેશન પર મુસાફરોમાં કેમ સર્જાઇ અરાજકતા? : જાણો પાણી માટે લૂંટ, લાઠીચાર્જ અને હાહાકાર પાછળના કારણો
હિમાંશુ પાહુજા: કૉંગ્રેસનો પૂર્વ કાર્યકર અને હવે ‘આપ’નો સક્રિય સભ્ય
આ કૌભાંડમાં મુખ્ય કડી તરીકે હિમાંશુ પાહુજાનું નામ ઉછળ્યું છે. હિમાંશુ અગાઉ કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો હતો, પરંતુ હાલમાં તે આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર છે. પોલીસ તપાસ મુજબ, હિમાંશુ જ દિલ્હીથી હવાલા મારફતે સુરત પૈસા મોકલતો હતો. આ રકમ સુરતમાં આકાશ મિશ્રા અને અજય તિવારી રિસીવ કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં હિમાંશુ પાહુજાને પૂછપરછ માટે બોલાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આંગડિયા પેઢીઓના CCTV ફૂટેજ અને IT તપાસ
ડીસીપી ભાવેશ રોજીયાના જણાવ્યા અનુસાર, પોલીસે સુરતની પાંચ જેટલી આંગડિયા પેઢીઓની ઓળખ કરી છે જ્યાં આ નાણાં આવ્યા હતા. પોલીસે આ આંગડિયા પેઢીઓના CCTV ફૂટેજ પણ મેળવી લીધા છે, જેમાં આકાશ મિશ્રા અને અજય તિવારી રોકડ લેવા આવતા સ્પષ્ટ દેખાય છે. ₹1.25 કરોડના આ શંકાસ્પદ વ્યવહારોની ગંભીરતા જોતા ઇન્કમ ટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. હવે પોલીસ અને આઈટી વિભાગ સંયુક્ત રીતે તપાસ કરશે કે આ નાણાંનો સ્ત્રોત શું હતો અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો.
Surat News: અફરાતફરી...અરાજકતા અને હાહાકાર...ભીડની ભાગદોડ અને લોકોની ચીસાચીસ...કંઈક આ પ્રકારની પરિસ્થિતિનો સામનો છેલ્લાં કેટલાંય કલાકોથી હજારો લોકો ગુજરાતના એક રેલવે સ્ટેશન પર કરી રહ્યાં છે. અહીં વાત થઈ રહી છે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર થયેલી અફરાતફરીની. જેને કારણે એક સાથે હજારો લોકોની હાલત ખરાબ થઈ છે.
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર તાજેતરમાં સર્જાયેલી અરાજકતાએ તંત્રની તૈયારીઓ અને વ્યવસ્થાની ખામીઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. હજારો મુસાફરો 16-16 કલાક સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા, પાણી માટે ઝપાઝપી થઈ અને સ્થિતિ કાબૂ બહાર જતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ સમગ્ર ઘટનાના પાછળ કેટલાંક મુખ્ય કારણો સામે આવ્યાં છે તેના વિશે જાણીએ વિગતવાર...
આ પણ વાંચોઃ સુરતના ઉધનામાં અફરાતફરી! રેલવે સ્ટેશન પર ક્યારે શું બન્યું? : ટાઇમ લાઇન સાથે જાણો સમગ્ર ઘટનાક્રમ વિશે
ઉધનામાં અરાજકતા પાછળના મુખ્ય કારણોઃ
ઉનાળુ વેકેશનની શરૂઆતઃ
ઉનાળાની રજાઓ શરૂ થતાં જ સુરતમાં વસતા લાખો પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન જવા માટે નીકળ્યા છે. શાળાઓમાં વેકેશન પડતા પરિવારો સાથે મુસાફરી વધતા, સ્ટેશન પર ક્ષમતા કરતા અનેકગણી ભીડ એકઠી થઈ ગઈ.
લગ્નસરાની સિઝનઃ
હાલમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં જતા મુસાફરોમાં ઘણા લોકો લગ્ન પ્રસંગોમાં હાજરી આપવા માટે ઉતાવળમાં છે, જેના કારણે ભીડ વધુ વધી છે.
ગેસ સિલિન્ડરની અછતઃ
શહેરમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે શ્રમિક પરિવારોની દૈનિક જીવનશૈલી પર અસર પડી છે. ખાવા-પીવાની સમસ્યાઓ વધતા લોકો વહેલી તકે વતન પહોંચવા આતુર બન્યા છે, જે ભીડ વધારવાનું એક મોટું કારણ બન્યું.
અપૂરતી ટ્રેન સુવિધાઃ
સૌથી મોટું કારણ રેલવે તંત્રનું મર્યાદિત આયોજન છે. લાખોની ભીડ સામે દર રવિવારે માત્ર બે અનરિઝર્વ્ડ ટ્રેનો દોડાવવામાં આવે છે. આટલી ઓછી ટ્રેનોમાં હજારો મુસાફરો સમાઈ શકતા નથી, જેના કારણે લોકો જીવના જોખમે ટ્રેનમાં ચઢવા મથામણ કરે છે.
આ પણ વાંચોઃ હોળી પહેલા 'વતન વાટ પર માનવ મહેરામણ' : સુરતનાં ઉધના રેલવે સ્ટેશન પર ભીડનો વિસ્ફોટ, ટ્રેનો ‘હાઉસફુલ’
પાણી માટે લૂંટ અને લાઠીચાર્જ સુધી પહોંચી સ્થિતિઃ
ભીડ એટલી હદે વધી ગઈ કે પાણીની અછત વચ્ચે જ્યારે પાણીનું વિતરણ થયું, ત્યારે મુસાફરો એકબીજાના હાથમાંથી બોટલો લૂંટતા જોવા મળ્યા. સ્થિતિ કાબૂ બહાર જતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. મહિલાઓ અણીદાર બેરિકેડ કુદી ગઈ અને બાળકોની ચીસોથી વાતાવરણ ગૂંજતું બન્યું.
માનવતા ઝૂંઝવતી ઘટનાઓઃ
આ ભીડ વચ્ચે અનેક હૃદયદ્રાવક દૃશ્યો સામે આવ્યા. અસહ્ય ગરમી અને ગૂંગળામણને કારણે બે મુસાફરો બેભાન થઈ ગયા. એક યુવક પોતાની પત્નીની અસ્થિઓ લઈને કલાકો સુધી ટ્રેનમાં ચઢવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો-જે સમગ્ર ઘટનાની ગંભીરતા દર્શાવે છે.
40 ડિગ્રી ગરમીમાં હાલાકીઃ
સુરતમાં 40 ડિગ્રી સુધી પહોંચેલી ગરમી વચ્ચે મુસાફરો 14થી 16 કલાક સુધી ખુલ્લામાં ઊભા રહ્યા. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે કોઈ પીવાના પાણી કે શૌચાલયની સુવિધા ન હોવાથી તેમની સ્થિતિ વધુ નાજુક બની ગઈ.
અંધારામાં રાહ: સ્ટ્રીટ લાઈટનો અભાવ
જે વિસ્તારમાં મુસાફરોની લાંબી લાઈનો લાગી હતી, ત્યાં સ્ટ્રીટ લાઈટની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. મહિલાઓ અને બાળકોને અંધારામાં કલાકો સુધી બેસી રહેવું પડ્યું, જે સુરક્ષાના દ્રષ્ટિકોણથી ગંભીર મુદ્દો છે.
માહિતીનો અભાવ: સ્પીકર પણ નહોતા
આટલી મોટી સંખ્યામાં મુસાફરો હોવા છતાં એનાઉન્સમેન્ટ માટે પૂરતા લાઉડસ્પીકર ઉપલબ્ધ નહોતા. મુસાફરોને ટ્રેનના સમય અને પ્લેટફોર્મ વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નહોતી, જેના કારણે વધુ અરાજકતા ફેલાઈ.
રિફંડ વગર પરત ફરતા મુસાફરો
ટ્રેનમાં જગ્યા ન મળતા અનેક મુસાફરોને પરત ફરવું પડ્યું. પરંતુ રેલવે તંત્ર દ્વારા ટિકિટના પૈસા પરત ન આપવાના કારણે મુસાફરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો.
પોલીસ અને તંત્ર લાચાર
ભીડ એટલી હદે વધી ગઈ કે પોલીસ પણ કંટ્રોલ કરવામાં મુશ્કેલી અનુભવી રહી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ભીડને ધ્યાનમાં રાખીને વધારાની ટ્રેનો દોડાવવામાં આવી છે, છતાં સ્થિતિ કાબૂમાં આવી નહોતી.
DySP દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી કે તેઓ હાલ સ્ટેશન પર ન આવે અને વધુ ટ્રેન અંગેની જાહેરાતની રાહ જુએ.
વર્ષો જૂની સમસ્યા, છતાં ઉકેલ નહીં
ઉધના સ્ટેશન પર આવી પરિસ્થિતિ નવી નથી. દર વર્ષે હોળી, દિવાળી અને ઉનાળામાં આ જ સ્થિતિ સર્જાય છે. સ્ટેશન બહાર માત્ર 1500 લોકો માટે શેડ બનાવવામાં આવ્યો છે, જ્યારે મુસાફરોની સંખ્યા હજારોમાં હોય છે. પરિણામે લોકો રોડ પર બેસવા મજબૂર બને છે.
આ ઘટના માત્ર એક દિવસની અરાજકતા નથી, પરંતુ સિસ્ટમની મોટી ખામી દર્શાવે છે:
તંત્રની તૈયારીનો અભાવ
મુસાફરોની સુરક્ષા પર પ્રશ્ન
મૂળભૂત સુવિધાઓની ખામી
વર્ષોથી ઉકેલ ન આવતો પ્રશ્ન
ઉધના રેલવે સ્ટેશન પર સર્જાયેલી આ અરાજકતા દર્શાવે છે કે વધતી જનસંખ્યા અને મુસાફરીની માંગ સામે તંત્ર હજુ પણ પૂરતી તૈયારી કરી શક્યું નથી. જો તાત્કાલિક અને લાંબા ગાળાના ઉકેલો ન અપનાવવામાં આવે, તો આવી પરિસ્થિતિ ફરી સર્જાઈ શકે છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે હવે કડક આયોજન જરૂરી બની ગયું છે.
Surat Udhna Railway Station: સુરતના ઉધના સ્ટેશન પર ભીડ બેકાબૂ બની અને જોતજોતામાં અફરાતફરી મચી ગઈ. જેને કારણે 18-19 એપ્રિલની રાતે રેલવે સ્ટેશન પર હાજર હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ઉધના સ્ટેશન પર રીતસરનો હાહાકાર મચી ગયો અને બબ્બે 2 કિમી લાંબી લાઈનો જોવા મળી. ખાસ કરીને પીવાના પાણી માટે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. હજારો મુસાફરોની સામે ઓછી ટ્રેનો મુકવાના કારણે ઉધનામાં અરાજકતા સર્જાઈ. લોકોને રાતભર રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને બેસી રહેવું પડ્યાં. અને સવાર પડતા પડતા તો પરિસ્થિતિ ઔર વિકટ બની અને રોષે ભરાયેલી ભીડ બેકાબૂ બની ગઈ. જાણો ઉધનામાં ક્યારે શું બન્યું તેની સમગ્ર વિગતો ટાઈમ લાઈન સાથે...
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર 18 અને 19 એપ્રિલ દરમિયાન એવી પરિસ્થિતિ સર્જાઈ કે હજારો મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ટ્રેનોની અછત અને અતિશય ભીડને કારણે સ્ટેશન પર અરાજકતા સર્જાઈ હતી. મુસાફરોને રાતભર ખુલ્લામાં રાહ જોવી પડી અને મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની.
આ પણ વાંચોઃ સુરતના ઉધના સ્ટેશન પર મુસાફરોમાં કેમ સર્જાઇ અરાજકતા? : જાણો પાણી માટે લૂંટ, લાઠીચાર્જ અને હાહાકાર પાછળના કારણો
18 એપ્રિલ, સાંજ 7:00 વાગ્યે – કતારોની શરૂઆત
18 એપ્રિલની સાંજથી જ મુસાફરો ઉધના રેલવે સ્ટેશન બહાર એકત્ર થવા લાગ્યા. ટ્રેનોમાં બેઠક મેળવવા માટે લોકો વહેલા આવીને કતારમાં ઊભા રહેવા લાગ્યા. જેમ જેમ સમય પસાર થયો, તેમ તેમ ભીડ વધતી ગઈ અને સ્ટેશન બહાર લાંબી લાઈનો જોવા મળી.
રાત દરમિયાન – 2 કિમી લાંબી લાઈનો
રાત પડતા પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. સ્ટેશન બહાર લગભગ 2 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ. હજારો મુસાફરોને અંધારામાં અને ખુલ્લા આકાશ નીચે આખી રાત પસાર કરવી પડી. પાણી, બેસવાની જગ્યા અને અન્ય સુવિધાઓના અભાવને કારણે લોકોમાં અકળામણ વધતી ગઈ.
19 એપ્રિલ, મોડી રાત 1:30 વાગ્યે – વધારાની ટ્રેન
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવેએ મોડી રાતે એક વધારાની ટ્રેન દોડાવી. આ ટ્રેનમાં અંદાજે 4,000 મુસાફરોને રવાના કરવામાં આવ્યા, પરંતુ ભીડની સરખામણીએ આ વ્યવસ્થા પૂરતી નહોતી.
19 એપ્રિલ, સવાર 9:00 વાગ્યે – ભીડ બેકાબૂ
સવાર થતાં જ અંત્યોદય અને તાપ્તી ગંગા જેવી ટ્રેનો પ્લેટફોર્મ પર આવી. પરંતુ ક્ષમતા કરતા લગભગ 500 ગણી વધુ ભીડ હોવાથી પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ. લોકો ટ્રેનમાં ચઢવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા, જેના કારણે અરાજકતા સર્જાઈ.
આરોગ્ય સમસ્યા: યુવકની તબિયત લથડી
લાઈનમાં લાંબા સમયથી ઊભેલા એક યુવકને અચાનક ખેંચ (ફિટ) આવી, જેના કારણે તેની તબિયત બગડી ગઈ. આ ઘટના દર્શાવે છે કે ભીડ અને તાણના કારણે મુસાફરોને આરોગ્ય સંબંધિત જોખમ પણ ઉભા થયા.
બપોરે 11:00 વાગ્યે – પાણી માટે ઝપાઝપી
બપોર સુધીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. જ્યારે પાણીનું વિતરણ શરૂ થયું, ત્યારે તરસ્યા મુસાફરો વચ્ચે ઝપાઝપી થઈ. આ દ્રશ્યે બતાવ્યું કે મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે લોકો કેટલા પરેશાન થઈ ગયા હતા.
બપોરે 12:00 વાગ્યે – પરત ફરવાની અપીલ
અંતે પરિસ્થિતિ કાબૂ બહાર જતા રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસે મુસાફરોને ઘરે પરત ફરવા વિનંતી કરી. આ પગલું એ દર્શાવે છે કે તંત્ર માટે ભીડને સંભાળવી મુશ્કેલ બની ગઈ હતી.
આ સમગ્ર ઘટના ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો ઊભા કરે છે:
વ્યવસ્થાની ખામીઓ: ભીડને સંભાળવા પૂરતી તૈયારી નહોતી
મુસાફરોની સુરક્ષા: આરોગ્ય અને સલામતી પર જોખમ
મૂળભૂત સુવિધાઓનો અભાવ: પાણી અને વ્યવસ્થા ન હોવાને કારણે સમસ્યાઓ
ઉધના રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટના જાહેર વ્યવસ્થાના અભાવ અને ભીડ નિયંત્રણની ખામીઓનું જીવંત ઉદાહરણ છે. હજારો મુસાફરોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળવા માટે સખત આયોજનની જરૂરિયાત દર્શાવે છે.
સુરતના વેસુ વિસ્તારમાં બનેલી એક ઘટનાએ માત્ર શહેરમાં નહીં પરંતુ રાજ્યસ્તરે ચર્ચા જગાવી છે. નોકરી માટે ગયેલા હિન્દુ યુવાનને તેની ધાર્મિક ઓળખ દૂર કરવાની શરત મૂકાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બેરોજગારીને સાધન બનાવીને ધર્મ ભૂલાવી દેવાના ષડયંત્રથી લોકોમાં રોષ.
ટ્રેનિંગ દરમિયાન કરાયું દબાણ
જીલ વઘાસિયા નામના યુવાને વેસુ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરી માટે અરજી કરી હતી. ટ્રેનિંગ દરમિયાન જ તેને તિલક અને ધાર્મિક ટેટૂ દૂર કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. યુવાનનો દાવો છે કે કંપનીના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “આ બધું દૂર કરશો તો જ નોકરી મળશે.” પાંચમાંથી બે યુવાનોએ દબાણમાં આવીને પોતાનો તિલક દૂર કર્યો હોવાનો પણ દાવો છે.
યુવાનનો મક્કમ નિર્ણય
જીલ વઘાસિયાએ આ શરતો સ્વીકારવાને બદલે નોકરી ઠુકરાવવાનો નિર્ણય લીધો. જીલ વઘાસિયાએ સ્પષ્ટ કહ્યું કે નોકરી માટે પોતાની ધાર્મિક ઓળખ છોડી દેવી સ્વીકાર્ય નથી. આ નિર્ણય પછી તેમણે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી પોલીસ સુધી લેખિત ફરિયાદ નોંધાવી છે. સાથે જ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ રજૂઆત કરવામાં આવી છે.
સુરતમાં ઉગ્ર વિરોધ
આ પ્રકારની ઘટના સામે આવતા સુરતમાં વિવિધ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો. સરથાણા જકાતનાકા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ દરમિયાન પૂતળા દહન કરવામાં આવ્યું અને “નોકરીમાં ભેદભાવ” સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.  સંગઠનોએ ચેતવણી આપી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં વેસુ સ્થિત કંપનીની
ઓફિસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
કંપની તરફથી કોઈ સત્તાવાર જવાબ નહીં
હાલ સુધી આ મામલે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આ કારણે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું આ ખરેખર કંપનીની નીતિ હતી કે વ્યક્તિગત સ્તરે કોઈ નિર્ણય લેવામાં આવ્યો હતો? પોલીસ તપાસ બાદ જ આ મુદ્દે સ્પષ્ટતા થઈ શકશે.
હાલ પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ થઈ શકે છે. જો આક્ષેપો સાબિત થાય, તો કંપની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. સાથે જ, સરકાર અને સંસ્થાઓને પણ આવી ઘટનાઓ સામે સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવાની જરૂરિયાત અનુભવાઈ શકે છે.
સુરત ચૂંટણીમાં અનોખો ઉમેદવાર: 60 તોલા સોનું અને બાઉન્સરો સાથે પ્રચાર
‘ગોલ્ડન મેન’ કલ્પેશ બારોટ ચર્ચામાં, કહ્યું- સુરક્ષા માટે રાખ્યા બોડીગાર્ડ
સોનામાં લદાયેલો ઉમેદવાર, લોકોમાં કુતૂહલ: સુરત ચૂંટણીનો હાઈવોલ્ટેજ દ્રશ્ય
Surat News: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે માત્ર રાજકીય જંગ જ નહીં, પરંતુ અનોખા પ્રચારના દ્રશ્યો પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર-1ના ઉમેદવાર કલ્પેશ બારોટ હાલ ‘ગોલ્ડન ઉમેદવાર’ તરીકે ચર્ચામાં છે. તેમના પ્રચારનો અંદાજ એટલો અલગ છે કે સોશિયલ મીડિયા થી લઈને સ્થાનિક વિસ્તારોમાં લોકો વચ્ચે ભારે ચર્ચા જાગી છે.
સોનાથી સજ્જ ઉમેદવાર: પ્રચારમાં અનોખી સ્ટાઈલ
કલ્પેશ બારોટ જ્યારે પ્રચાર માટે ગલીઓમાં નીકળે છે, ત્યારે તેમનો અંદાજ અન્ય તમામ ઉમેદવારોથી સંપૂર્ણપણે અલગ જોવા મળે છે. તેઓ હાથમાં ભારે સોનાના બ્રેસલેટ, આંગળીઓમાં વીંટીઓ અને ગળામાં જાડી સોનાની ચેન પહેરીને મતદારો વચ્ચે પહોંચે છે. અંદાજે 60થી 65 તોલા સોનું પહેરીને તેઓ જનસંપર્ક કરે છે, જેની કિંમત લાખોમાં થાય છે. આટલી મોટી માત્રામાં સોનું પહેરીને બહાર નીકળવું સામાન્ય રીતે જોખમ ભરેલું માનવામાં આવે છે, પરંતુ કલ્પેશ બારોટ આત્મવિશ્વાસ સાથે લોકો વચ્ચે ફરે છે. તેમના આ અંદાજને કારણે તેઓને ‘ગોલ્ડન મેન’ તરીકે ઓળખ મળેલી છે.
આ પણ વાંચોઃ કબરો ખોદનારને કોંગ્રેસે આપી ટિકિટ : હવે 'આમ આદમી' તરફ વળ્યા ભાજપ-કોંગ્રેસ
બાઉન્સરો સાથે પ્રચાર: સુરક્ષાને લઈને નિવેદન
કલ્પેશ બારોટના પ્રચારની બીજી એક વિશેષતા એ છે કે તેઓ હંમેશા બાઉન્સરો સાથે જોવા મળે છે. તેમની સાથે કાયમ બે બોડીગાર્ડ રહે છે, જે તેમને સુરક્ષા પૂરી પાડે છે. આ અંગે તેમણે જણાવ્યું કે આ બાઉન્સરો તેમના મિત્ર સમાન છે, પરંતુ સાથે જ તેમણે આડકતરી રીતે વિરોધ પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, રાજકારણમાં ચાલી રહેલી ‘ખરીદ-વેચાણ’ની રાજનીતિથી બચવા માટે તેમણે આ વ્યવસ્થા કરી છે. તેમના આ નિવેદનથી રાજકીય માહોલમાં વધુ ગરમાવો આવ્યો છે.
આ પણ વાંચોઃ ચૂંટણી ટાણે ચર્ચામાં આવ્યો આ ચા વાળા બેનનો ચહેરો : કોણ છે ગીતાબેન? જાણો તેમના જીવન સંઘર્ષની રોચક કહાની
એફિડેવિટમાં 90 લાખના સોનાનો ખુલાસો
ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરેલા સોગંદનામામાં કલ્પેશ બારોટે પોતાની મિલકતોનો ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ તેમની પાસે અંદાજે 90 લાખ રૂપિયાની કિંમતનું સોનું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓએ પોતાની તમામ સંપત્તિ પારદર્શક રીતે જાહેર કરી છે અને કોઈ માહિતી છુપાવી નથી. આ ખુલાસો તેમના ‘ગોલ્ડન ઈમેજ’ને વધુ મજબૂત બનાવે છે.
જનતામાં કુતૂહલ અને આકર્ષણ
કલ્પેશ બારોટનો પ્રચાર માત્ર રાજકીય પ્રવૃત્તિ નહીં, પરંતુ લોકો માટે એક આકર્ષણ બની ગયો છે. તેમના વિસ્તારમાં લોકો ખાસ કરીને તેમને જોવા માટે બહાર નીકળે છે અને ઘણા લોકો તેમની સાથે સેલ્ફી લેવાનું પણ પસંદ કરે છે. આ રીતે તેમનો પ્રચાર આમ આદમી પાર્ટી માટે ‘ક્રાઉડ પુલર’ સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે સાદગી માટે જાણીતી પાર્ટીમાં આટલી ભવ્ય શૈલીનો ઉમેદવાર હોવો પણ ચર્ચાનો વિષય બની ગયો છે.
આ પણ વાંચોઃ ચૂંટણી હવે ગ્રાઉન્ડ પર નહીં, મોબાઈલની સ્ક્રીન પર લડાશે! : જાણો કેવી રીતે Instagram બદલી રહ્યું છે ગેમ
સોનાનો શોખ કે ચૂંટણી સ્ટ્રેટેજી?
કલ્પેશ બારોટનું કહેવું છે કે સોનું પહેરવું તેમનો વર્ષોથી ચાલતો શોખ છે અને તે માત્ર ચૂંટણી માટેનો દેખાડો નથી. તેઓ માને છે કે આ તેમની ઓળખનો એક ભાગ છે અને તેમણે પોતાની મહેનતથી આ સંપત્તિ મેળવી છે. તેમ છતાં રાજકીય વિશ્લેષકો માને છે કે આ પ્રકારનો અનોખો પ્રચાર મતદારોનું ધ્યાન ખેંચવામાં મદદરૂપ બને છે અને ચૂંટણીમાં અલગ ઓળખ ઉભી કરે છે.
આ ઘટના માત્ર એક ઉમેદવારની સ્ટાઈલ વિશે નથી, પરંતુ ચૂંટણીના બદલાતા ટ્રેન્ડ્સ દર્શાવે છે: ચૂંટણી પ્રચારમાં નવી રીતો: મતદારોને આકર્ષવા માટે અનોખા રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે. રાજકીય સંદેશ એવો જઈ રહ્યો છેકે, આ વખતની ચૂંટણીમાં સુરક્ષા અને ખરીદ-વેચાણ જેવા મુદ્દાઓ ચર્ચામાં છે. લોકોમાં રસ આ વખતની ચૂંટણીમાં વધારે રસ લઈ રહ્યાં છે. મતદારો ચૂંટણી પ્રત્યે વધુ જોડાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન અને દાઉદ જેવા મુદ્દા પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : સાઈડમાં મુકાયા રોડ-રસ્તા, ગટર-પાણી જેવા પ્રજાના પ્રશ્નો!
મતદારોને સંદેશ અને સુરક્ષા પર પ્રશ્ન
કલ્પેશ બારોટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “જ્યાં સુધી મતદારોના આશીર્વાદ અને મારા મિત્રો મારી સાથે છે, ત્યાં સુધી મને કોઈ જોખમ નથી.” સાથે જ તેમણે એક સંદેશ આપ્યો કે લોકો પોતાના સુરક્ષા માટે પોતે જ જવાબદાર રહે. તેમનું આ નિવેદન શહેરના કાયદો અને વ્યવસ્થા પર પણ પરોક્ષ રીતે સવાલ ઊભો કરે છે.
સુરતની ચૂંટણીમાં ‘ગોલ્ડન ઉમેદવાર’ તરીકે ઉભરેલા કલ્પેશ બારોટનો પ્રચાર રાજકીય માહોલમાં નવી ચર્ચા ઊભી કરી રહ્યો છે. તેમની ચમકદાર શૈલી અને બાઉન્સરો સાથેનો પ્રચાર મતદારો માટે એક અનોખો અનુભવ બની રહ્યો છે. હવે જોવાનું રહેશે કે આ અનોખી સ્ટાઈલ મતદાન પરિણામોમાં કેટલી અસર કરે છે. સાદગી. સચ્ચાઈ અને ઈમાનદારીની વાતો કરતી આમ આદમી પાર્ટીના ગોલ્ડન ઉમેદવારનો આવો ભભકાદાર ચૂંટણી પ્રચાર-પ્રસાર જોઈએ સૌ કોઈ ચોંકી ગયા. હાલ સોશિયલ મીડિયા પર સુરતના આ ગોલ્ડન ઉમેદવારનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
સુરતમાં ગેસની અછત હવે માત્ર ઉદ્યોગોની સમસ્યા રહી નથી, પરંતુ તે શ્રમિકોના જીવન પર સીધી અસર કરતી સંકટ પરિસ્થિતિમાં ફેરવાઈ ગઈ છે. ગેસ સિલિન્ડર ન મળતા અને મોંઘા ભાવના કારણે હજારો શ્રમિકો ફરી પોતાના વતન તરફ વળવા મજબૂર બન્યા છે. મોટી સંખ્યામાં  શ્રમિકો પોતાના વતન ફરતા રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી.
સુરત શહેર, જે દેશના મહત્વના ઔદ્યોગિક કેન્દ્રોમાંથી એક માનવામાં આવે છે, ત્યાં હાલ ગેસ પુરવઠાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ઉદ્યોગોમાં ગેસની અછત યથાવત રહેતા ઉત્પાદન પર અસર પડી રહી છે. બીજી તરફ સામાન્ય શ્રમિકો માટે જીવન નિર્વાહ મુશ્કેલ બની ગયું છે. આ પરિસ્થિતિના કારણે હજારો શ્રમિકો પોતાના માદરે વતન ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ વળતા જોવા મળી રહ્યા છે.
ઉધના રેલવે સ્ટેશન પર છેલ્લા કેટલાક દિવસોથી ભારે ભીડ જોવા મળી રહી છે. ટ્રેનોમાં સીટ મેળવવા માટે શ્રમિકો લાંબી કતારમાં ઉભા રહે છે. કાળઝાળ ગરમી હોવા છતાં, લોકો કલાકો સુધી ટ્રેનની રાહ જોતા જોવા મળે છે. ઘણા શ્રમિકો પરિવાર સાથે વતન તરફ જવા માટે સ્ટેશન પર જ દિવસો વિતાવી રહ્યાં છે.
આ પણ વાંચો: ઇઝરાઇલ-ઇરાન સંઘર્ષની વડોદરામાં અસર : મેડિકલના વિદ્યાર્થીઓ પર 'યુદ્ધ'નો માર, ગેસની અછત સર્જાતા હોસ્ટેલમાં રસોડા બંધ
ગેસ સિલિન્ડરની અછત
સુરતમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે સામાન્ય જીવન પર સીધી અસર પડી રહી છે. જે ગેસ સિલિન્ડર સામાન્ય ભાવમાં મળવો જોઈએ તે હવે ખૂબ ઊંચા ભાવમાં વેચાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં દૈનિક વેતન પર જીવતા શ્રમિકો માટે ગેસ ખરીદવો લગભગ અશક્ય બની ગયો છે.
શ્રમિકોનો આક્ષેપ છે કે સરકાર અને સપ્લાય એજન્સીઓ ગેસ પુરવઠા સુધારવાના મોટા મોટા દાવા કરે છે પરંતુ હકીકતમાં સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી. “કાગળ પર બધું ઠીક છે, પરંતુ જમીન પર ગેસ મળતો નથી
આ પણ વાંચો: સુરતમાં દેખાઈ અમેરિકા-ઈરાન તણાવની અસર : કોમર્શિયલ ગેસની અછત, સુમુલ ડેરીની સપ્લાયમાં 50% કાપ
ઉદ્યોગો પર અસર અને વેકેશનનો માહોલ
ગેસની અછતનો સીધો પ્રભાવ સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ જેવા ઉદ્યોગો પર પણ પડી રહ્યો છે. ઘણા ઉદ્યોગોમાં ઉત્પાદન ઘટ્યું છે અથવા તાત્કાલિક બંધ રાખવામાં આવ્યા છે. સાથે જ ઉનાળાની રજાના કારણે પણ રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી છે.
વતન વાપસીનો વધતો ધસારો
આ દૃશ્યો કોરોના મહામારી દરમિયાન થયેલા સ્થળાંતરને યાદ અપાવે છે. જ્યારે લાખો શ્રમિકો પોતાના ગામડાઓ તરફ વળ્યા હતા. હાલની પરિસ્થિતિ તેટલી ગંભીર તો નથી પરંતુ ગેસની અછત અને મોંઘવારીને કારણે શ્રમિકો માટે શહેરમાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે.
વિશેષજ્ઞોનું માનવું છે કે ગેસ સપ્લાય ચેઈનમાં વિક્ષેપ, વધતી માંગ અને વિતરણમાં ખામીઓ આ સંકટના મુખ્ય કારણો હોઈ શકે છે. જો આ સમસ્યાનો સમયસર ઉકેલ ન આવે તો તે લાંબા ગાળે ઉદ્યોગ અને અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે. આ પરિસ્થિતિ શહેરના આર્થિક પ્રવાહને પણ અસર કરી શકે છે. જો ગેસ પુરવઠો ઝડપથી સુધરશે નહીં, તો સુરત જેવા ઔદ્યોગિક શહેર માટે આ એક મોટી ચેતવણી બની શકે છે.
સુરત: દક્ષિણ ગુજરાતનું આર્થિક કેન્દ્ર ગણાતા સુરત શહેરમાં ઉનાળુ વેકેશન અને રત્નકલાકારો તેમજ કારખાનાના શ્રમિકોની રજાઓ પડતાની સાથે જ વતનની વાટ પકડનારાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે, આ વખતે ઉધના રેલવે સ્ટેશન પર જે દ્રશ્યો સર્જાયા છે, તેણે રેલવે તંત્રના વ્યવસ્થાપનની પોલ ખોલી નાખી છે. હજારો કિલોમીટર દૂર વતન જવા નીકળેલા મુસાફરો માટે રેલવે સ્ટેશન જંગનું મેદાન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે.
કલાકોની રાહ અને 3 કિલોમીટર લાંબી કતાર
સુરતના ઉધના રેલવે સ્ટેશનની બહાર રવિવારની વહેલી સવારથી જ મુસાફરોનો મહેરામણ ઉમટ્યો હતો. મળતી માહિતી મુજબ, સ્ટેશનની બહાર મુસાફરોની કતાર અંદાજે 3 કિલોમીટરથી વધુ લાંબી થઈ ગઈ હતી. સ્ટેશન પરિસરમાં 7000થી વધુ મુસાફરો એકત્રિત થયા હતા, જેની સામે માત્ર બે જ ટ્રેનોની વ્યવસ્થા હોવાથી સ્થિતિ વણસી હતી. ભીષણ ગરમી અને હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ગૂંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહેલા મુસાફરોમાંથી બે મુસાફરો તો ગરમીને કારણે બેભાન થઈ ઢળી પડ્યા હતા, જેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ હતી.
પાણી માટે વલખાં અને અસ્થિઓ સાથે સંઘર્ષ
મુસાફરોની પીડા માત્ર ટ્રેનની અછત પૂરતી મર્યાદિત નહોતી. સ્ટેશન પર પીવાના પાણીની વ્યવસ્થા પણ તોતીંગ ભીડ સામે વામણી સાબિત થઈ હતી. જ્યારે વહીવટી તંત્ર દ્વારા પાણીની બોટલોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું, ત્યારે લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તરસ છિપાવવા માટે મુસાફરો એકબીજા પર તૂટી પડ્યા હતા, જેના કારણે અંધાધૂંધી સર્જાઈ હતી.
આ બધાની વચ્ચે હૃદયદ્રાવક દ્રશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે એક યુવાન પોતાની પત્નીની અસ્થિઓ ભરેલું કળશ હાથમાં લઈને ટ્રેનમાં ચઢવા મથી રહ્યો હતો. પત્નીના અંતિમ સંસ્કાર બાદ અસ્થિ વિસર્જન માટે વતન જવા નીકળેલો આ લાચાર યુવક ભીડમાં ફસાયો હતો. તેની આંખોમાં આંસુ અને હાથમાં પત્નીની અંતિમ નિશાની જોઈને પથ્થર દિલના માનવીનું હૃદય પણ દ્રવી ઉઠે તેવી સ્થિતિ હતી.
જ્યારે પોલીસને લાઠી વીંઝવી પડી
બપોરના સમયે જ્યારે ભીડ બેકાબૂ બની અને લોકો ટ્રેનમાં ચઢવા માટે જીવના જોખમે બાઉન્ડ્રી વોલ કૂદવા લાગ્યા, ત્યારે રેલવે સુરક્ષા દળ (RPF) અને સ્થાનિક પોલીસ એક્શનમાં આવી હતી. ભીડને વિખેરવા અને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે હેતુથી પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસના ડરથી મુસાફરોમાં નાસભાગ મચી હતી, જેમાં મહિલાઓ અને બાળકો સૌથી વધુ પરેશાન થયા હતા. તંત્રનું કહેવું છે કે સુરક્ષાના કારણોસર આ પગલું ભરવું અનિવાર્ય હતું.
આ પણ વાંચો: ગોલ્ડ ટ્રેડિંગના નામે 25 લાખની છેતરપિંડી કરનાર હાલોલથી ઝડપાયો : UP-દિલ્હી સુધી છેડા, 8 કરોડનું આંતરરાજ્ય કૌભાંડ ખુલ્યું!
તંત્રના દાવા અને મુસાફરોનો આક્રોશ
રેલવે DySP દીપક ગૌડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ, પરંતુ ક્ષમતા કરતા મુસાફરોની સંખ્યા પાંચ ગણી વધારે છે. વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે." બીજી તરફ, મુસાફરોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર જાણે છે કે દર વર્ષે મે મહિનામાં આટલી ભીડ થાય જ છે, તો અગાઉથી વધારાની ટ્રેનો કેમ નથી મુકાતી? શા માટે ગરીબ મજૂરોને પશુઓની જેમ મુસાફરી કરવા મજબૂર કરવામાં આવે છે?
ટેક્નોલોજીનાં યુગમાં રાજકિય પાર્ટીઓ પણ હવે પાછળ રહી નથી. સુરતથી સમાચાર મળી રહ્યાં છે કે સુરતના વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવાર સંદીપ ચકલાવાલાએ ચૂંટણી પ્રચાર માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ શરૂ કર્યો છે જેના કારણે આ હાઈટેક કેમ્પેઈન શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. મતદારોની પસંદગી અને વલણને આધારે મેસેજ પહોંચાડવાનો આ પ્રયાસ ચૂંટણીની રીત-ભાતને જ બદલતો દેખાઈ રહ્યો છે.
AIથી પ્રચાર
આ કેમ્પેઈનમાં મતદારોના ડેટાનું વિશ્લેષણ,  અલગ-અલગ સમુદાય માટે કસ્ટમ મેસેજ,  સોશિયલ મીડિયા પર ટાર્ગેટેડ કેમ્પેઈન ચલાવાઈ રહ્યું છે. ગ્રાઉન્ડ લેવલ પર પણ ડિજિટલ સપોર્ટ તથા  કૃત્રિમ બુદ્ધિના ઉપયોગથી પ્રચાર વધુ ચોક્કસ અને અસરકારક બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
માઈક્રો ટાર્ગેટિંગ
આ કેમ્પેઈનમાં અલગ અલગ જ્ઞાતિ અને સમુદાય માટે અલગ મેસેજ,  વિસ્તાર પ્રમાણે મુદ્દાઓની ઓળખ,  મતદારોની પસંદ-નાપસંદનો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પદ્ધતિથી દરેક મતદારોને તેમની જરૂરિયાત મુજબ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયાથી ગ્રાઉન્ડ સુધી AI સક્રિય
AI માત્ર ઓનલાઈન જ નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પણ સક્રિય છે.  AI વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર ડિજિટલ પ્રચાર કરે છે,  કોલિંગ અને મેસેજિંગ ઓટોમેશન અને  બૂથ લેવલ પર ડેટા આધારિત આયોજન કરવામાં આવ્યું છે. આનાથી પ્રચાર વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બન્યો છે.
આ પણ વાંચો:  સુરત અડાજણમાં ભાજપનું શક્તિ પ્રદર્શન | જીત માટે એકતા જરૂરી: વિશ્વકર્મા | Offbeat Stories
યુવાનો પર ખાસ ફોકસ
આ કેમ્પેઈનમાં યુવાનો પર વધુ ફોકસ રાખવામાં આવ્યો છે.  આ હાઈટેક કેમ્પેઈનમાં યુવા મતદારોને ખાસ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મ પર સક્રિય અભિયાન ચલાવાઈ રહ્યું છે. યુવાનોને આકર્ષે તેવી ભાષા અને કન્ટેન્ટનો ઉપયોગ કરાઈ રહ્યો છે.  નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને યુવાઓ સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. યુવાનોની ભાગીદારી વધારવા માટે આ મહત્વપૂર્ણ વ્યૂહરચના બનાવી છે.
પરંપરાગત પ્રચાર છોડી ડિજિટલ પ્રચાર
આ પ્રચાર મોડેલે પરંપરાગત રીતોને પડકાર આપ્યો છે. પોસ્ટર અને રોડ શૉ કરતા ડેટા આધારિત અભિયાનને બદલે હવે વ્યક્તિગત મેસેજિંગ દ્વારા લોકો સુધી અસરકાર રીતે પહોંચી શકાયું છે. ઓછા સમયમાં વધુ લોકો સુધી પહોંચવામાં આ કેમ્પેઈન વધુ અસરકાર સાબિત થઈ રહ્યું છે.આથી ચૂંટણીમાં ટેક્નોલોજીનો પ્રભાવ વધી રહ્યો હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે.
સુરતના વોર્ડ 13માં સંદીપ ચકલાવાલાએ શરૂ કરાયેલો AI આધારિત પ્રચાર ચૂંટણીમાં એક નવી દિશા દર્શાવે છે. AI ટેક્નોલોજીનો ઉપયોગ હવે રાજકારણમાં પણ મહત્વપૂર્ણ બની રહ્યો છે. આ મોડેલ સફળ થાય છે કે નહીં તે તો પરિણામો પછી સ્પષ્ટ થશે પરંતુ એક વાત ચોક્કસ છે. ચૂંટણી પ્રચાર હવે વધુ ડિજિટલ અને સ્માર્ટ બન્યો છે.  AIના ઉપયોગથી મતદારોને યોગ્ય સંદેશ પહોંચાડવાનું  સરળ બન્યું. ડિજિટલ પ્રચારથી ખર્ચ ઘટાડો અને કાર્યક્ષમતામાં વધારો થયો છે.
આ પણ વાંચો: ડાંગથી હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર પ્રહાર | આદિવાસી વિકાસ અને 150 કરોડના રોડ પ્રોજેક્ટનો દાવો | Offbeat Stories
સુરતના અડાજણ વિસ્તારમાં ભાજપના ચૂંટણી કાર્યાલયે રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો.  ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાજરી આપતા કાર્યકર્તાઓમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સ્થાનિક નેતાઓ અને આગેવાનોની હાજરીએ આ કાર્યક્રમને શક્તિ પ્રદર્શનનું સ્વરૂપ અપાયું. જે આગામી ચૂંટણી માટે પાર્ટીના મજબૂત સંકેતો આપી રહ્યું છે.
અડાજણ કાર્યાલયે ઉમટી ભીડ
સુરતના અડાજણ સ્થિત ભાજપ કાર્યાલયે કાર્યકર્તાઓનો જાણે મહાસાગર ઉમટી પડ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો.  મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી. શહેર સ્તરના નેતાઓ અને ધારાસભ્યોમાં ઉત્સાહ ભર્યો માહોલ સર્જાયો . જગદીશ વિશ્વકર્માના આગમનથી સમગ્ર કાર્યાલયમાં રાજકીય ઊર્જામાં વધારો થયો હોય તેવો માહોલ સર્જાયો હતો.
ચૂંટણી પહેલાં સંગઠન મજબૂત કરવાની વ્યૂહરચના
આ મુલાકાત માત્ર એક કાર્યક્રમ નહી પરંતુ ચૂંટણી પહેલા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેનો મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન જગદિશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક કર્યો. બૂથ સ્તરે કાર્ય વધુ સક્રિય કરવાની સૂચના આપી બતી. સ્થાનિક નેતાઓ સાથે આંતરિક ચર્ચાઓ પણ કરી હતી.  વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે આગામી ચૂંટણીમાં જીત માટે એકતા અને સક્રિયતા સૌથી જરૂરી છે.
આ પણ વાંચો: "કોંગ્રેસવાળા સાડીઓ-પૈસા વહેંચવા આવે તો બહેનો ચેતી જજો" : નીતિન કાકાએ ચૂંટણી પ્રચારમાં વિરોધીઓના ભુક્કા કાઢ્યા
નવસારીના ચીખલીમાં પણ સક્રિય અભિયાન
સુરત ઉપરાંત ચીખલી ખાતે પણ જગદીશ વિશ્વકર્માએ વિવિધ સમાજના અગ્રણીઓ અને વેપારીઓ તથા પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો. આ બેઠકમાં  સરકારના વિકાસ કાર્યોની માહિતી આપવામાં આવી હતી. જનકલ્યાણકારી યોજનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.  આવનારી ચૂંટણીમાં ભવ્ય જીત માટે પણ અપીલ કરવામાં આવી.  આ પ્રસંગે કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, ધવલભાઈ પટેલ, જિલ્લા અને પ્રદેશ સ્તરના અન્ય આગેવાનો હાજર રહ્યા હતાં.
વિશ્વકર્માએ આપ્યો જીતનો વિશ્વાસ
જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધતા જીતનો મંત્ર આપ્યો અને કહ્યું કે દરેક કાર્યકર્તા ચૂંટણીમાં મહત્વપૂર્ણ છે. બૂથ લેવલ પર મજબૂત કામગીરી જ જીતની ચાવી છે. જનતામાં સરકારના કામોને પહોંચાડવું જરૂરી છે. તેમના સંબોધનથી કાર્યકર્તાઓમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસ જોવા મળ્યો.
ભાજપ માટે ચૂંટણી પૂર્વેનું મહત્વપૂર્ણ શક્તિ પ્રદર્શન સાબિત થયું છે. જગદીશ વિશ્વકર્માની હાજરી અને કાર્યકર્તાઓનો ઉત્સાહ દર્શાવે છે કે પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે. આ પ્રકારના કાર્યક્રમો આવનારા દિવસોમાં રાજ્યના રાજકારણમાં વધુ ગરમાવો લાવશે.
સુરત: શહેરમાં સાયબર ક્રાઈમનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે સુરત સાયબર ક્રાઈમ સેલને એક મોટી સફળતા મળી છે. ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરી વધુ નફાની લાલચ આપી સુરતના એક વ્યક્તિ સાથે 25.75 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારની પંચમહાલના હાલોલ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલ આરોપી વિરુદ્ધ દેશભરમાં 22 જેટલી ફરિયાદો નોંધાયેલી છે અને તે અંદાજે 8.43 કરોડના ફ્રોડમાં સંડોવાયેલો હોવાની આશંકા છે.
શું હતી સમગ્ર ઘટના?
સુરતના એક જાગૃત નાગરિકે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમને Ngg નામની કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી કેટલાક શખ્સોએ સંપર્ક કર્યો હતો. આ શખ્સોએ તેમને ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં મોટો ફાયદો થશે તેવી લાલચ આપી હતી. વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ એક બનાવટી વેબસાઈટ લિંક મોકલી હતી, જેમાં ફરિયાદીનું આઈડી બનાવડાવ્યું હતું. ત્યારબાદ, ગોલ્ડ ટ્રેડિંગના બહાને અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ 25.75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. છેવટે કોઈ નફો કે મૂળ રકમ પરત ન મળતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
પોલીસ તપાસ અને આરોપીની ધરપકડ
DCP બિસાખા જૈનના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ સેલે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટની વિગતોના આધારે તપાસ તેજ કરી હતી. તપાસના છેડા પંચમહાલ જિલ્લાના હાલોલ સુધી પહોંચ્યા હતા, જ્યાંથી પોલીસે ઘનશ્યામ કનુ મોહનલાલ ઠક્કર નામના શખ્સની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે, ઘનશ્યામ અગાઉ એક પ્લાસ્ટિક કંપની ચલાવતો હતો, પરંતુ ધંધો બરાબર ન ચાલતા તેણે કંપની ભાડે આપી દીધી હતી. બી.કોમ સુધી અભ્યાસ કરનાર આ આરોપી ટૂંકી મહેનતે વધુ પૈસા કમાવવાની લાલચમાં સાયબર માફિયાઓનો સાગરીત બની ગયો હતો.
આ પણ વાંચો: સુરતમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને : 'જય શ્રી રામ'ના નારાથી સોસાયટી ગુંજી, પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકરોનો ભારે હંગામો
દેશવ્યાપી નેટવર્ક અને કરોડોનું કૌભાંડ
આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે:
કમિશનની લાલચ: આરોપી ઘનશ્યામે પોતાના બેંક એકાઉન્ટની કીટ ઉત્તર પ્રદેશના અન્ય આરોપીઓને આપી હતી, જેના બદલામાં તેણે 1.20 લાખ રૂપિયાનું કમિશન મેળવ્યું હતું.
NCCRP પોર્ટલ પર 22 ફરિયાદો: આરોપીના બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલી કુલ 22 ફરિયાદો નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર નોંધાયેલી છે.
8.43 કરોડનું ફ્રોડ: સમગ્ર દેશમાં આ એકાઉન્ટ્સ દ્વારા અંદાજે 8.43 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
અગાઉની ધરપકડ: વર્ષ 2025માં ચેન્નાઈના સ્ટેટ સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન સેન્ટર ખાતે પણ તેની વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે.
તપાસનો વ્યાપ દિલ્હી અને યુપી સુધી વિસ્તર્યો
સુરત પોલીસે આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ફરાર આરોપીઓના ચોક્કસ સરનામા ન હોવા છતાં, પોલીસની ટીમોએ દિલ્હી અને ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં તપાસ લંબાવી છે. આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
સુરત: ચૂંટણીના માહોલ વચ્ચે સુરતનું રાજકારણ હવે ગલી-મહોલ્લા સુધી ગરમાયું છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા મદનપુર ખાતે પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આરોપ છે કે, જ્યારે સોસાયટીમાં કોંગ્રેસની પ્રચાર મીટિંગ ચાલી રહી હતી, ત્યારે ભાજપના કાર્યકરોએ ત્યાં પહોંચીને હંગામો કર્યો હતો. આ ઘટનાને પગલે લિંબાયતમાં રાજકીય પારો ઊંચકાયો છે અને બંને પક્ષો વચ્ચે તીખી તકરાર જોવા મળી હતી.
ઘટના સમયે ભાજપના કાર્યકરો દ્વારા ‘જય શ્રી રામ’ના જોરદાર નારા લગાવવામાં આવ્યા હતા, જેને પગલે સોસાયટીનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રચારના શાંત માહોલમાં અચાનક થયેલા આ હંગામાને કારણે સ્થાનિક રહીશોમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે, મામલો વધુ બિચકે તે પહેલાં સ્થાનિક લોકોએ મધ્યસ્થી કરી બંને પક્ષના કાર્યકરોને છૂટા પાડ્યા હતા અને સ્થિતિ થાળે પાડી હતી.
કોંગ્રેસનો ગંભીર આક્ષેપ: "લોકશાહી ઢબે પ્રચારમાં ખલેલ પહોંચાડી"
કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, તેઓ સોસાયટીના રહીશો સાથે શાંતિપૂર્ણ રીતે મીટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકરો જાણીજોઈને ત્યાં ઘુસી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને સભામાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના મતે, હારના ડરથી ભાજપ હવે વિરોધ પક્ષના પ્રચારને રોકવા માટે આવા હથકંડા અપનાવી રહ્યું છે.
આ પણ વાંચો: વડોદરા વોર્ડ નં. 15 હુમલા કેસમાં નવો વળાંક : ભાજપ ઉમેદવારે કોંગ્રેસના આક્ષેપો ફગાવ્યા, CCTV ફૂટેજ પોલીસને સોંપ્યા
'જય શ્રી રામ'ના નારાથી ગુંજી સોસાયટી: શાબ્દિક યુદ્ધ છેડાયું
મદનપુરની એ સોસાયટીમાં જ્યારે બંને પક્ષના ટોળાં ભેગાં થયા, ત્યારે વાતચીતમાંથી મામલો ઉગ્ર બોલાચાલી પર પહોંચ્યો હતો. ભાજપના કાર્યકરોએ રામ નામના નારા લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જેની સામે કોંગ્રેસના કાર્યકરોએ પણ વળતો જવાબ આપ્યો હતો. બંને પક્ષો વચ્ચે લાંબા સમય સુધી શાબ્દિક યુદ્ધ ચાલ્યું હતું, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સ્થાનિકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો
રાજકીય પક્ષો વચ્ચેની આ લડાઈ જ્યારે વધુ હિંસક બને તેવી ભીતિ સેવાતી હતી, ત્યારે સોસાયટીના અગ્રણીઓ અને રહીશોએ સમજદારી બતાવી હતી. સ્થાનિક લોકોએ વચ્ચે પડીને બંને પક્ષના કાર્યકરોને સમજાવ્યા હતા અને તેમને સોસાયટીની બહાર મોકલી દીધા હતા. લોકોનું કહેવું છે કે, રાજકીય પક્ષોએ પ્રચાર કરવો જોઈએ પણ શાંતિ ભંગ ન થાય તેનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.
લિંબાયતમાં પોલીસ બંદોબસ્તની માંગ
ચૂંટણી પહેલા લિંબાયત જેવો સંવેદનશીલ વિસ્તાર અત્યારે રાજકીય અખાડો બની રહ્યો છે. પ્રચાર દરમિયાન વારંવાર થતા આવા ઘર્ષણને જોતા ચૂંટણી પંચ અને પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારોમાં પેટ્રોલીંગ અને સુરક્ષા વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સુરતમાં ચૂંટણીનો જંગ હવે અત્યંત રસાકસીભર્યો બની રહ્યો છે.
સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સુરત મહાનગર પાલિકાના વોર્ડ નંબર 29 માં ભાજપના ઉમેદવાર સુધા પાંડેની ડિગ્રીને લઈને ભારે હોબાળો મચ્યો છે. ઉમેદવારી ફોર્મમાં દર્શાવેલી શૈક્ષણિક વિગતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા દસ્તાવેજો વચ્ચે મોટી વિસંગતતા જોવા મળતા રાજકીય ગરમાવો આવી ગયો છે. વિરોધ પક્ષો દ્વારા આ મામલે તપાસની માંગ કરવામાં આવી રહી છે, જ્યારે ઉમેદવારે તેને માત્ર એક 'ટાઈપિંગ ભૂલ' ગણાવી છે.
બી.એ. પહેલા એમ.એ.? વાયરલ દસ્તાવેજોએ ચર્ચા જગાડી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી માહિતી મુજબ, સુધા પાંડેએ વર્ષ 1990માં ધોરણ 12 અને 1997માં જબલપુરની રાણી દુર્ગાવતી યુનિવર્સિટીમાંથી બી.એ. (B.A.) ની ડિગ્રી મેળવી હોવાનું જણાવાયું છે. જોકે, વિવાદ ત્યારે સર્જાયો જ્યારે એવો દાવો કરવામાં આવ્યો કે તેમણે બી.એ. પૂર્ણ કર્યા પહેલા જ એમ.એ. (M.A.) ની ડિગ્રી મેળવી લીધી હતી. આ તાર્કિક વિસંગતતાને પગલે સોશિયલ મીડિયામાં લોકો તેમની શૈક્ષણિક લાયકાતની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
ઉતાવળમાં ‘9’ ના બદલે ‘6’ છપાઈ ગયો: સુધા પાંડેની સ્પષ્ટતા
આ સમગ્ર વિવાદ પર મૌન તોડતા ભાજપના ઉમેદવાર સુધા પાંડેએ જણાવ્યું હતું કે, તેમની પાસે 1999ની એમ.એ.ની ડિગ્રી છે. તેમણે ખુલાસો કર્યો કે, "રાત્રે ટિકિટ જાહેર થઈ અને સવારે ફોર્મ ભરવાની ઉતાવળ હતી. ફોર્મ ભરતી વખતે ઘણી ભીડ હતી, જેના કારણે ટાઈપિંગમાં વર્ષ '1999' ના બદલે છેલ્લો અંક '6' છપાઈ ગયો હતો." તેમણે વધુમાં ઉમેર્યું કે આ માત્ર એક ક્લાર્ક અથવા ઉતાવળના કારણે થયેલી ભૂલ છે અને તેમની પાસે તમામ અસલી દસ્તાવેજો હાજર છે.
આ પણ વાંચો: "સુરતના ખૂણે-ખૂણેથી તાયફા કરનારાઓનો સફાયો કરજો" : કતારગામમાં હર્ષ સંઘવીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
ચૂંટણી અધિકારીની ભૂમિકા પર વિપક્ષના સવાલ
સુધા પાંડેએ પોતાની ભૂલ સ્વીકારી હોવા છતાં વિરોધ પક્ષે આ મુદ્દાને છોડ્યો નથી. વિપક્ષી નેતાઓ એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ઉમેદવારી ફોર્મમાં આટલી મોટી વિસંગતતા હતી, તો ચૂંટણી અધિકારીએ ચકાસણી કર્યા વગર ફોર્મ કેવી રીતે મંજૂર કર્યું? આ મામલે વિરોધ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પંચ સમક્ષ લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રાજકીય માહોલ ગરમાયો, સૌની નજર તપાસ પર
ચૂંટણીના આરે જ ભાજપના ઉમેદવાર વિવાદમાં ફસાતા વોર્ડ નંબર 29 માં રાજકીય સમીકરણો બદલાયા છે. ભાજપ માટે આ સ્થિતિ થોડી અસ્વસ્થતા પેદા કરનારી છે, જ્યારે વિપક્ષ આ મુદ્દાને જનતા વચ્ચે લઈ જઈને ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આ ટેકનિકલ ભૂલને ગ્રાહ્ય રાખશે કે પછી કોઈ કડક પગલાં લેશે.
સુરત શહેરના વોર્ડ નંબર 29ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સુધા પાંડેના ડિગ્રી લેટરને લઈને ઊભો થયેલો વિવાદ હવે રાજકીય મુદ્દો બની ગયો છે. ઉમેદવારે પોતે ભૂલ સ્વીકારી હોવા છતાં ચૂંટણી અધિકારીઓએ ફોર્મ કેવી રીતે મંજૂર કર્યું તે મુદ્દે ચર્ચાઓ તેજ બની રહી છે.
ડિગ્રીનાં વર્ષમાં ગડબડથી શરૂ થયો વિવાદ
સુરતના વોર્ડ નંબર 29માંથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલી સુધા પાંડે હાલ તેમના શૈક્ષણિક દસ્તાવેજોને લઈને ચર્ચામાં છે. મુખ્ય વિવાદ એમના M.A.ડિગ્રીના વર્ષને લઈને ઊભો થયો છે. પાંડેએ રજૂ કરાયેલા ફોર્મમાં ડિગ્રીનું વર્ષ ‘1996’ દર્શાવાયું હતું જ્યારે વાસ્તવમાં તેમણે M.A. ડિગ્રી વર્ષ 1999માં પૂર્ણ કરી હોવાનું જણાવ્યું છે. આ તફાવત સામે આવતા જ વિરોધીઓએ પ્રશ્નો ઊભા કર્યા અને મામલો રાજકીય રંગ લઈ ગયો.
“પ્રિન્ટિંગ મિસ્ટેક”નો દાવો
આ વિવાદ પર સ્પષ્ટતા કરતા સુધા પાંડેએ જણાવ્યું કે આ એક સામાન્ય પ્રિન્ટિંગ ભૂલ હતી. તેમના જણાવ્યા મુજબ, ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ‘9’ના બદલે ‘6’ છપાઈ ગયું, જેના કારણે આ ગેરસમજ ઊભી થઈ. તેમણે વધુમાં કહ્યું કે, “રાત્રે ટિકિટ મળ્યા પછી સવારે ઉતાવળમાં ફોર્મ ભરવું પડ્યું. તે સમયે ભારે ભીડ અને દોડધામ હતી, જેના કારણે આ ભૂલ થઈ ગઈ.” આ નિવેદન સાથે તેમણે ભૂલ સ્વીકારી છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : "લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે" - કોંગ્રેસના તંત્ર પર ગંભીર પ્રહાર
ફોર્મ કેમ સ્વીકારાયું તેવો ઉઠ્યો સવાલ
આ મામલામાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે જ્યારે ફોર્મમાં આવી સ્પષ્ટ ગડબડ હતી ત્યારે ચૂંટણી અધિકારીઓએ તેને કેવી રીતે મંજૂર કરી દીધું?. રાજકીય વિશ્લેષકો માને છે કે ઉમેદવારની ભૂલ સ્વીકાર્ય હોઈ શકે છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં દસ્તાવેજોની તપાસ એક મહત્વપૂર્ણ તબક્કો છે. જો આ તબક્કામાં ખામી રહી હોય, તો તે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતાને લઈને પ્રશ્નો ઊભા કરે છે. વિપક્ષી પક્ષો આ મુદ્દાને લઈને ભાજપ અને ચૂંટણી તંત્ર બંનેને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ભાજપે ખેલ્યું ધાર્મિક કાર્ડ : રઘુ દેસાઈએ કહ્યું ભૂવા-ભોપાળાથી ચૂંટણીનાં જીતાય
રાજકીય ગરમાવો વધવાની શક્યતા
સુરતના સ્થાનિક રાજકારણમાં આ મુદ્દે ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. વિરોધીઓ આ મુદ્દાને ચૂંટણીમાં એક મહત્વના હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે. બીજી તરફ ભાજપ માટે આ પરિસ્થિતિ મુશ્કેલી ઊભી કરી શકે છે કારણ કે ઉમેદવારની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થાય છે. આવી સ્થિતિમાં પાર્ટીને સ્પષ્ટતા અને સ્થિતિ સંભાળવી જરૂરી બની જાય છે.
આ ઘટના માત્ર એક ઉમેદવારની ભૂલ સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને જવાબદારીને લઈને મહત્વપૂર્ણ પ્રશ્નો ઊભા કરે છે. તે સાથે જ, રાજકારણમાં ઉમેદવારોની માહિતી કેટલી ચોક્કસ હોવી જોઈએ અને તેની ચકાસણી કેવી રીતે થવી જોઈએ, તે મુદ્દે પણ ચર્ચા તેજ બની રહી છે. આવો વિવાદ આવનારી ચૂંટણીમાં અન્ય ઉમેદવારો માટે પણ ચેતવણીરૂપ છે.
સુરત: દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવતી એક મહત્વની જનસભા સુરતના કતારગામ વિસ્તારમાં યોજાઈ હતી. વોર્ડ નંબર 7 માં આયોજિત આ જનસભામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે હર્ષ સંઘવીએ પોતાના આગવા અંદાજમાં વિપક્ષી દળો પર આકરા પ્રહાર કર્યા હતા અને વિકાસના મુદ્દે તેમને ખુલ્લી ચેતવણી આપી હતી.
સરકારી શાળાઓમાં એડમિશનની લાઈનો એ જ અમારો વિકાસ
જનસભાને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વિપક્ષ દ્વારા વારંવાર રાજ્યની સરકારી શાળાઓની સ્થિતિ પર સવાલો ઉઠાવવામાં આવે છે. પરંતુ સત્ય જાણવા માટે તેમણે એકવાર વરાછા અને કતારગામની સરકારી શાળાઓની મુલાકાત લેવી જોઈએ. તેમણે ગર્વ સાથે દાવો કર્યો હતો કે, આજે ગુજરાતની સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓ કરતા પણ વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ છે અને એટલે જ આજે ત્યાં એડમિશન મેળવવા માટે લાંબી લાઈનો લાગે છે. આ બદલાવ જ વિકાસનો ખરો સંકેત છે.
આદિવાસી વિસ્તારોના વિકાસનો ઉલ્લેખ
શહેરી વિકાસની સાથે સાથે તેમણે અંતરિયાળ વિસ્તારોમાં થયેલા કાર્યો પર પણ પ્રકાશ પાડ્યો હતો. હર્ષ સંઘવીએ આદિવાસી વિસ્તારોમાં ઉભી થયેલી અત્યાધુનિક સરકારી શાળાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચાડવાનું કાર્ય ભાજપ સરકારે કર્યું છે. વિપક્ષે નકારાત્મકતા ફેલાવવાના બદલે જમીની હકીકત જોવી જોઈએ.
આ પણ વાંચો: ચુંટણી ટાણે સાબરકાંઠામાં ભાજપને મોટો ઝટકો : પાર્ટીના જાણીતા મહિલા ઉમેદવાનું અવસાન
‘ગેરવ્યવસ્થા ફેલાવનારાનો સફાયો થશે’
પોતાના સંબોધન દરમિયાન હર્ષ સંઘવી વધુ આક્રમક બન્યા હતા અને સુરત શહેરમાં ગેરવ્યવસ્થા ફેલાવતા તત્વોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે "સફાયો" શબ્દનો પ્રયોગ કરતા કહ્યું કે, સુરતના દરેક ખૂણેથી ગેરવ્યવસ્થા દૂર કરવાનો સમય હવે આવી ગયો છે. સુરતની શાંતિ અને પ્રગતિમાં અવરોધ બનતા તાયફાવાળા તત્વો માટે હવે શહેરમાં કોઈ સ્થાન રહેશે નહીં.
જનતાને ‘ડબલ હિસાબ’ કરવા આહવાન
આવતી ચૂંટણીના સંકેત આપતા તેમણે જનતાને એકજૂટ થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, સુરતના વિકાસની ગતિને રોકવાનો પ્રયાસ કરનારાઓ સામે જનતાએ "ડબલ હિસાબ" કરવા તૈયાર રહેવું જોઈએ. મજબૂતીથી આગળ વધીને સુરતને નવી ઊંચાઈઓ પર લઈ જવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.
ખાલી પડેલા કોંગ્રેસ કાર્યાલયો પર કટાક્ષ
સભા પૂર્ણ થયા બાદ શહેરમાં ફરતી વખતે થયેલા અનુભવો શેર કરતા હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે, સુરત શહેરમાં ફરતી વખતે કોંગ્રેસના કાર્યાલયો સુમસામ અને ખાલી દેખાયા હતા, જે દર્શાવે છે કે વિપક્ષ જનતાની વચ્ચેથી ગાયબ થઈ ચૂક્યો છે.
ABVP Protes: ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલની ખામીઓ અને ઉંચી ફી વિરુદ્ધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVP) મોરચો માંડ્યો છે. સુરતની VNSGU અને ગાંધીનગરના CH-3 સર્કલ ખાતે કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ નોંધાવી સરકાર પાસે પોર્ટલની નીતિઓમાં સુધારો કરવાની માંગ કરી છે.
સુરત: VNSGU ખાતે સૂત્રોચ્ચાર અને પૂતળા દહન
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે આજે ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. GCAS પોર્ટલની અનિયમિતતા અને વિદ્યાર્થી વિરોધી નીતિઓને લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યકર્તાઓએ GCAS ના પૂતળાનું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
ABVP સુરતના પ્રમુખ શુભમ સિંહે જણાવ્યું હતું કે, "આજે અમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે જીકાસ (GCAS) પોર્ટલના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા બે વર્ષ પહેલા જે 'કોમન એડમિશન પોર્ટલ' શરૂ કરવામાં આવ્યું છે, તેનાથી સમગ્ર ગુજરાતની ૧૫ જેટલી સ્ટેટ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં અને ફોર્મ ભરવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે. એટલું જ નહીં, પ્રવેશના એક પછી એક રાઉન્ડ માટે વિદ્યાર્થીઓએ લાંબી રાહ જોવી પડે છે. આ જટિલ પ્રક્રિયાથી કંટાળીને વિદ્યાર્થીઓ હવે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ ભાગી રહ્યા છે. અમારી ગુજરાત સરકાર પાસે સીધી માંગ છે કે આ જીકાસ પોર્ટલને તાત્કાલિક બંધ કરવામાં આવે. જ્યાં સુધી વિદ્યાર્થીઓની આ સમસ્યાનો ઉકેલ નહીં આવે અને પોર્ટલ બંધ નહીં થાય, ત્યાં સુધી અમારો આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે."
આ પણ વાંચો: ભાજપે ખેલ્યું ધાર્મિક કાર્ડ : રઘુ દેસાઈએ કહ્યું ભૂવા-ભોપાળાથી ચૂંટણીનાં જીતાય
ગાંધીનગર: રસ્તો રોકીને નોંધાવ્યો વિરોધ
ગાંધીનગરમાં પણ ABVP ના કાર્યકર્તાઓએ આક્રમક તેવર બતાવ્યા હતા. શહેરના CH-3 સર્કલ ખાતે કાર્યકર્તાઓએ રસ્તો રોકીને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. GCAS પોર્ટલમાં સર્વર ડાઉન થવાની સમસ્યા અને લાંબી પ્રવેશ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે.
ગુજરાત પ્રદેશ સહમંત્રી પૂર્વિલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "અમારી મુખ્ય બે માંગણીઓ છે: પ્રથમ, ખાનગી યુનિવર્સિટીઓને પણ આ પોર્ટલમાં સામેલ કરવામાં આવે જેથી સરકારી કોલેજો ખાલી ન રહે. બીજું, જે ₹300 રજીસ્ટ્રેશન ફી ઉઘરાવવામાં આવે છે તે નિઃશુલ્ક કરવામાં આવે અથવા તો ઘટાડવામાં આવે, કારણ કે છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ માટે આ મોટી રકમ છે. જો આગામી સમયમાં વિદ્યાર્થી પરિષદની આ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, તો અત્યારે માત્ર જિલ્લા કેન્દ્રો પર ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે, પણ આવનારા સમયમાં દરેક કોલેજોની બહાર વિદ્યાર્થી પરિષદ જીકાસના વિષયને લઈને ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છે."
શું છે વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓ?
ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ: GCAS પોર્ટલમાં માત્ર સરકારી કોલેજો હોવાથી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સીધું એડમિશન આપી રહી છે, જેનાથી સરકારી બેઠકો ખાલી રહે છે.
રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડો: ₹300 ની ફી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે બોજ સમાન છે.
સરળ પ્રવેશ પ્રક્રિયા: પોર્ટલની ટેકનિકલ ખામીઓ દૂર કરી પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે.
ABVP એ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં સરકાર દ્વારા આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો સમગ્ર રાજ્યની તમામ કોલેજો બહાર ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Surat Crime: સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી શાલીગ્રામ સ્ટેટ્સ સોસાયટીમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં વર્ષો જૂના પાડોશી સંબંધોમાં શંકાનું ઝેર ભળતા એક પરિવારે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અદાવત અને વેરની અગ્નિમાં અંધ બનેલી એક મહિલાએ પોતાના જ પાડોશીના આખા પરિવારને ખતમ કરવા માટે પ્રસાદના નામે 'ઝેરી લાડુ' ખવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
શાલીગ્રામ સ્ટેટ્સમાં રહેતા ગોરધનભાઈ ડોંડાના ઘરના ઉંબરે ગત 10 એપ્રિલના રોજ બુંદીના લાડુ ભરેલી એક થેલી મળી આવી હતી. પરિવારજનોએ તેને કોઈ ભક્ત કે સંબંધી દ્વારા રાખવામાં આવેલો ભગવાનનો પ્રસાદ સમજીને ગ્રહણ કર્યો હતો. ગોરધનભાઈ અને તેમની પુત્રવધૂએ જેવા આ લાડુ ખાધા, તેના થોડા જ સમયમાં તેમની તબિયત લથડવા માંડી હતી. ચક્કર આવવા, ઉલટી થવી અને અંતે બેભાન થઈ જવાની ગંભીર અસરો દેખાતા સમગ્ર પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
દીકરીના પ્રેમલગ્ન બન્યા અદાવતનું કારણ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ સોસાયટીમાં જ રહેતા ઉષાબેન નાકરાણી નામના મહિલાએ આ કૃત્ય આચર્યું છે. ઉષાબેનની દીકરીએ થોડા સમય પહેલા જ ઘર છોડીને પ્રેમલગ્ન કરી લીધા હતા. ઉષાબેનને એવી શંકા હતી કે, તેમની દીકરીને ભગાડવામાં અને લગ્ન કરાવવામાં પાડોશી ગોરધનભાઈના પરિવારનો મોટો હાથ છે. આ શંકાના આધારે જ તેઓ ગોરધનભાઈના પરિવાર સાથે વેર વાળવાની તક શોધતા હતા અને આખરે બદલો લેવા માટે તેમણે ઝેરી લાડુનો સહારો લીધો હતો.
પ્રસાદ સમજી લાડુ ખાતા જ તબિયત લથડી
10 એપ્રિલે મળેલી લાડુની થેલીને પ્રસાદ માનીને ગોરધનભાઈ, તેમના પુત્ર અને પુત્રવધુએ લાડુ ખાધા હતા. જોકે, લાડુ ખાધાના થોડા જ સમયમાં ત્રણેય સભ્યોને ચક્કર આવવા, ઉલટી થવી અને બેભાન થઈ જવા જેવી અસરો થવા લાગી હતી. સ્થિતિ ગંભીર જણાતા ત્રણેયને તાત્કાલિક સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોની સમયસૂચકતાને કારણે હાલ પરિવારના તમામ સભ્યોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બચેલા લાડુની તપાસ કરવામાં આવી ત્યારે પરિવાર અને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લાડુની અંદરથી અનાજમાં નાખવાની ઝેરી ગોળીઓ મળી આવી હતી, જે માનવ શરીર માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ પુરાવા મળ્યા બાદ ગોરધનભાઈએ ઉષાબેન નાકરાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: બોલીવુડ સુધી છેતરપિંડી, અભિનેત્રી સાથે લગ્ન અને ગુજરાતની ચુંટણી... : વડોદરાના યુવકની ગેંગનો ભાંડો ફૂટ્યો
સુરત પોલીસના એસીપી (ACP) પાર્થ ચોવટીયાએ જણાવ્યું હતું કે, ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાલીગ્રામ સ્ટેટ્સમાં રહેતા ફરિયાદી ગોરધનભાઈ ડોંડાનાઓ ગત તારીખ ૧૦/૦૪/૨૦૨૪ ના રોજ સવારના દસેક વાગ્યે પોતાના ઘરે હતા, ત્યારે તેમના ઘરના ઉંબરેથી કોઈ અજાણ્યો માણસ એક થેલીમાં બુંદીના લાડુ મૂકી ગયેલ. જે લાડુ પ્રસાદી સમજી ગોરધનભાઈએ તથા તેમની પુત્રવધૂએ ખાતા તેમને ઉલટીઓ થવા માંડેલી અને ઝેરી અસર જણાતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બચેલા લાડુ તપાસતા તેમાંથી અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ મળી આવી હતી. જે બાબતે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ફરિયાદીના પાડોશમાં રહેતા ઉષાબેન નાકરાણીની દીકરી આશરે ચારેક મહિના પહેલા પ્રેમ લગ્ન કરી ભાગી ગયેલ હતી. જે દીકરીને ભગાડવામાં આ ફરિયાદીના પરિવારનો હાથ હોવાની શંકા રાખી ઉષાબેને આ લાડુમાં ઝેરી ટીકડીઓ ભેળવી ફરિયાદીના ઘરના ઉંબરે મૂક્યા હતા. આ બાબતે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Surat Cyber Crime: ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે વધુ એક આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સસ્તી એર ટિકિટ અપાવવાના લોભમાં નિર્દોષ લોકોને ફસાવીને લાખો રૂપિયા ખંખેરી લેતી ગેંગના મુખ્ય સૂત્રધારને સુરત પોલીસે બેંગલોરથી દબોચી લીધો છે. માસ્ટરમાઈન્ડ દ્વારા બનાવટી ઈલેક્ટ્રોનિક ટિકિટો આપીને વિશ્વાસ કેળવવામાં આવતો હતો, પરંતુ અંતે આખો ખેલ છેતરપિંડીનો હોવાનું બહાર આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓછી કિંમતની લાલચ આપી 45 ટિકિટનું બુકિંગ કરાવ્યું
આ કેસની વિગત મુજબ, આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો કે તે અન્ય જાણીતી વેબસાઇટ્સ કરતા પણ ખૂબ જ સસ્તી કિંમતે એર ટિકિટ બુક કરી આપે છે. આ લાલચમાં આવીને ફરિયાદીએ પોતાના 15 જેટલા ગ્રાહકો માટે કુલ 45 એર ટિકિટ બુક કરાવવાનો ઓર્ડર આપ્યો હતો. ટિકિટ પેટે આરોપીએ ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 8,17,550 રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે, પેમેન્ટ મળ્યા બાદ આરોપીએ અસલી ટિકિટને બદલે એડિટ કરેલી બનાવટી ઇલેક્ટ્રોનિક ટિકિટો મોકલી આપી હતી.
આ પણ વાંચો: રિંગ રોડની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ : 'મેજર કોલ' જાહેર કરાતા 14થી વધુ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે, આખું આકાશ ધુમાડાથી ભરાયું
રૂપિયા પડાવી સંપર્ક તોડી નાખ્યો
શરૂઆતમાં જ્યારે ફરિયાદીને શંકા ગઈ, ત્યારે આરોપીએ વિશ્વાસ જીતવા માટે 50,000 રૂપિયા પરત કર્યા હતા. પરંતુ બાકીના 7,67,550 રૂપિયા પરત કરવાના બદલે તેણે પોતાનો મોબાઈલ બંધ કરી સંપર્ક તોડી નાખ્યો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ફરિયાદીએ તુરંત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ પણ વાંચો: સુરતીઓ અહીંથી ઘી ખરીદી રહ્યા છો તો સાવધાન! : SOGના દરોડામાં 2000 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપાયો
બેંગલોરથી આસામી શખ્સની ધરપકડ
સુરત સાયબર ક્રાઇમની એક વિશેષ ટીમ ટેકનિકલ એનાલિસિસના આધારે બેંગલોર મોકલવામાં આવી હતી. ત્યાંથી પોલીસે આ કૌભાંડના મુખ્ય આરોપી હુમાયું કબીર (ઉંમર 29 વર્ષ) ને ઝડપી પાડ્યો છે. મૂળ આસામનો રહેવાસી હુમાયું બેંગલોરમાં રહીને ટિકિટ બુકિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને તેની આડમાં આ છેતરપિંડી આચરતો હતો. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ શખ્સે અન્ય કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.
આ અંગે સુરતના DCP વિશાખા ઝૈન જણાવે છે કે, "ફરિયાદીને એમ કહીને જણાવવામાં આવ્યું હતું કે તમારું એર ટિકિટ બુકિંગ સસ્તામાં થઈ જશે. જો તમે અમારી સાથે બુક કરાવો તો તમને ઓછી કિંમતે ટિકિટ મળશે એમ કહીને ફરિયાદી પાસેથી અંદાજે 7.5 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જે ટિકિટો બનાવવામાં આવી હતી, તે ખરેખર ખોટી અને બનાવટી (Fake) હતી, જે તેમને વોટ્સએપ (WhatsApp) દ્વારા મોકલીને તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. ફરિયાદીનો સંપર્ક એજન્સી સાથે એક લિંક મારફતે થયો હતો અને તમામ વાતચીત વોટ્સએપ પર થઈ હતી. આ ગુનાના આરોપીની અમે બેંગલોરથી ધરપકડ કરી છે. તે છેલ્લા દોઢ વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છે. આ ઉપરાંત, તે સાયબર ફ્રોડ માટે પોતાનું બેંક એકાઉન્ટ પણ ભાડે આપતો હતો. અત્યાર સુધીમાં તેના ખાતા પર આ ફરિયાદ સિવાય અન્ય 6 જેટલી NCRP ફરિયાદો પણ મળી આવી છે. આમ, તે ખોટા એજન્ટ તરીકે કામ કરવાની સાથે સાયબર ફ્રોડમાં પણ મદદગાર સાબિત થયો છે."
Surat Market Fire: ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરમાં ફરી એકવાર આગની ભયાનક દુર્ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા રિંગ રોડ વિસ્તારમાં કમેલા દરવાજા પાસે સ્થિત મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-1માં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેના કારણે આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
વૈભવી ક્રિએશન નામની દુકાનમાંથી આગની શરૂઆત
પ્રાપ્ત વિગતો અનુસાર, મિલેનિયમ માર્કેટની 'વૈભવી ક્રિએશન' નામની દુકાનમાંથી આગની શરૂઆત થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ દુકાનમાં કાપડ અને પેકિંગ મટીરીયલનો મોટો જથ્થો હોવાથી આગે મિનિટોમાં જ આજુબાજુની દુકાનોને પણ ઝપેટમાં લીધી હતી. ઘટનાની જાણ થતા જ માર્કેટમાં રહેલા વેપારીઓ અને ગ્રાહકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. આગના સમાચાર વાયુવેગે ફેલાતા સેંકડો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો: ‘બેનરો ઉતારી લેજો નહીંતર ચૂંટણી પછી કોઈ બચાવવા નહીં આવે’ : મધુ શ્રીવાસ્તવનો હુંકાર, વિરોધીઓને આડે હાથ લીધા
14થી વધુ ફાયરની ગાડીઓ અને ગ્રીન કોરિડોર
આગની ગંભીરતાને જોતા સુરત ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી 14થી વધુ ફાયર ફાઇટરોની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. સાંકડી ગલીઓ અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક 'ગ્રીન કોરિડોર' બનાવવામાં આવ્યો હતો, જેથી ફાયરની ગાડીઓ કોઈપણ અવરોધ વગર ઘટનાસ્થળે પહોંચી શકે. ફાયરના જવાનોએ ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.
શોર્ટ સર્કિટની આશંકા, કરોડોનું નુકસાન
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ, માર્કેટના વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, કારણ કે સીઝનનો કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ જવાની ભીતિ છે. સાવચેતીના ભાગરૂપે સમગ્ર માર્કેટનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. વારંવાર ટેક્સટાઇલ માર્કેટમાં બનતી આગની ઘટનાઓએ ફાયર સેફ્ટીના અમલીકરણ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
સુરત: ડાયમંડ સિટી સુરતમાં ખાધ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સચિન જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં ચાલતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર ત્રાટકી મોટી સફળતા મેળવી છે. છેલ્લા ઘણા સમયથી અહીં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી નકલી ઘીનો કાળો કારોબાર ધમધમતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે દરોડા પાડતા ફેક્ટરીના દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
આ ઓપરેશન દરમિયાન ફેક્ટરીમાંથી આશરે 2000 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત લાખોમાં અંકાય રહી છે. તંત્ર દ્વારા આ તમામ જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગે સ્થળ પરથી ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. શહેરીજનોના સ્વાસ્થ્ય માટે જોખમી એવા આ નકલી ઘીના કારોબારનો પર્દાફાશ થતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
બે શખ્સોની ધરપકડ અને તપાસનો ધમધમાટ
પોલીસે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ બે યુવાનોની સ્થળ પરથી અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ ફેક્ટરીમાં હલકી ગુણવત્તાના તેલ અને કેમિકલ્સનો ઉપયોગ કરીને શુદ્ધ ઘી જેવી સુગંધ અને દેખાવ ધરાવતું ઘી તૈયાર કરવામાં આવતું હતું. પોલીસે પકડાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ તેજ કરી છે.
બજારમાં ક્યાં થતો હતો સપ્લાય?
તંત્ર માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આટલી મોટી માત્રામાં બનતું નકલી ઘી સુરત કે દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જથ્થો સ્થાનિક ડેરીઓ, મીઠાઈની દુકાનો કે હોટલોમાં સપ્લાય કરવામાં આવતો હોવાની શંકા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આ મામલે સત્તાવાર એફઆઈઆર (FIR) દાખલ કરી કડક પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદના AMTS બસ સ્ટોપ બનશે હવે સ્માર્ટ! : ડિજિટલ LED સ્ક્રીન અને CCTV ની સુરક્ષા સાથે મુસાફરી થશે વધુ હાઇટેક
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાની ખેર નથી
સુરત પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર આવા દરોડા પાડવામાં આવે છે, છતાં નફાખોર તત્વો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સચિન જીઆઈડીસીની આ કાર્યવાહી બાદ હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ શંકાસ્પદ ગોડાઉનો અને ફેક્ટરીઓ પર વોચ રાખવામાં આવી રહી છે. ગ્રાહકોને પણ બજારમાંથી ઘી ખરીદતી વખતે સાવચેતી રાખવા અને શંકા જણાય તો તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
15 એપ્રિલ 2026ની એ સાંજ સુરતના રાજકીય ઇતિહાસમાં કદાચ લાંબા સમય સુધી યાદ રખાશે. સુરત મહાનગરપાલિકા (SMC)ની આગામી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો, અને અપેક્ષા મુજબ જ નાટકીય વળાંકો જોવા મળ્યા. શહેરના વોર્ડ નંબર ૧ માં કોંગ્રેસના ઉમેદવાર મૌની પટેલે છેલ્લી ઘડીએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા માત્ર કોંગ્રેસ જ નહીં, પણ આખા સુરતના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો છે.
મૌની પટેલના નિર્ણયથી રાજકીય ચકચાર
સુરત વોર્ડ નંબર 1માં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનાર મૌની પટેલે અચાનક ફોર્મ પરત ખેંચતા સમગ્ર ચૂંટણી પ્રક્રીયા ચર્ચામાં આવી ગઈ છે. સામાન્ય રીતે ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ આ કેસમાં રાજકીય આક્ષેપો અને પ્રત્યુત્તરોએ મામલાને વધુ જટિલ બનાવી દીધો છે. કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળાએ આ મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, મૌની પટેલને પોલીસે રસ્તા પરથી ઉઠાવી લીધા અને દબાણ બનાવી તેમનું ફોર્મ પરત ખેંચાવાયું.
આ ઘટના લોકશાહી માટે ખતરો
કોંગ્રેસે આ ઘટનાને લોકશાહી માટે ખતરો ગણાવ્યો છે. પાર્ટીના નેતાઓએ કહ્યું કે જો ઉમેદવારોને આ રીતે દબાણ હેઠળ નિર્ણય લેવડાવવામાં આવે, તો ચૂંટણીની પારદર્શકતા અને વિશ્વસનીયતા બંને પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે. આ મુદ્દે કોંગ્રેસે નિષ્પક્ષ તપાસની માંગણી પણ ઉઠાવી છે. તેઓ ઈચ્છે છે કે સમગ્ર ઘટનાની સત્યતા બહાર આવે અને જવાબદાર લોકો સામે કાયદેસર કાર્યવાહી થાય.
મારો વ્યક્તિગત નિર્ણય: મૌની પટેલ
આ સમગ્ર વિવાદ વચ્ચે મૌની પટેલે પોતાનું સ્પષ્ટ નિવેદન આપ્યું છે, જે કોંગ્રેસના આક્ષેપોથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. મૌની પટેલે જણાવ્યું કે તેમણે કોઈ પણ પ્રકારના દબાણ હેઠળ નહીં પરંતુ પોતાના વ્યક્તિગત નિર્ણયથી ફોર્મ પરત ખેંચ્યું છે.  તેમણે સ્પષ્ટ કહ્યું કે પોલીસ અથવા ભાજપ તરફથી કોઈ પણ પ્રકારની ધાકધમકી આપવામાં આવી નથી.
રાજકીય અસર અને વધતો તણાવ
આ ઘટનાએ સુરતના રાજકીય માહોલને વધુ ગરમ બનાવી દીધો છે. એક તરફ કોંગ્રેસ ગંભીર આક્ષેપો કરી રહી છે, તો બીજી તરફ ઉમેદવાર પોતે જ આક્ષેપોને નકારી રહ્યા છે.
ચૂંટણીની પારદર્શકતા પર ઉઠેલા સવાલ
આ ઘટનાને લઈને સૌથી મોટો મુદ્દો ચૂંટણીની પારદર્શકતા અને વિશ્વસનીયતા છે. જો કોંગ્રેસના આક્ષેપોમાં કોઈ સત્યતા હોય, તો તે લોકશાહી માટે  ચિંતાનો વિષય બની શકે છે. બીજી તરફ, જો મૌની પટેલનું નિવેદન સાચું હોય, તો તે આંતરિક પક્ષીય મતભેદો અને સંગઠનના પ્રશ્નો તરફ ઈશારો કરે છે. બન્ને પરિસ્થિતિઓમાં, આ મુદ્દો માત્ર એક ઉમેદવાર સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા સાથે જોડાયેલો છે.
સુરત: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જેમ-જેમ ફોર્મ પરત ખેંચવાની ડેડલાઈન નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ અને કોંગ્રેસની રણનીતિ વચ્ચે આ વખતે આમ આદમી પાર્ટી (AAP) એ કંઈક એવું કર્યું છે જેની ચર્ચા આખા રાજ્યમાં થઈ રહી છે. પાર્ટીએ પોતાના તમામ 111 ઉમેદવારોને સુરત શહેરની બહાર એક ગુપ્ત ફાર્મ હાઉસમાં ખસેડી દીધા છે. 'ઓપરેશન રક્ષણ' હેઠળ લેવાયેલા આ આક્રમક પગલાનો મુખ્ય હેતુ છેલ્લી ઘડીએ વિરોધી પક્ષો દ્વારા કરવામાં આવતી સંભવિત 'તોડજોડ' કે દબાણની રાજનીતિથી ઉમેદવારોને બચાવવાનો છે.
સિક્રેટ ઓપરેશન: મોબાઈલ બંધ અને બહારની દુનિયાથી સંપર્ક વિહોણા
મળતી માહિતી મુજબ, ફાર્મ હાઉસમાં રાખવામાં આવેલા તમામ 111 ઉમેદવારોને કડક સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈએ બહાર નીકળવું નહીં. આટલું જ નહીં, સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના ઉમેદવારોના મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરાવી દેવામાં આવ્યા છે. બહારના કોઈપણ વ્યક્તિ સાથેનો સંપર્ક કાપી નાખવામાં આવ્યો છે જેથી વિરોધી પક્ષો તેમને પ્રલોભન આપી ન શકે કે ડરાવી-ધમકાવી ન શકે.
'વિઝન ડોક્યુમેન્ટ' ના નામે રાજકીય કવાયત
જોકે, આમ આદમી પાર્ટી સત્તાવાર રીતે આ બાબતને તોડજોડથી બચવાનો પ્રયાસ ગણાવવાને બદલે એક શિબિર ગણાવી રહી છે. પાર્ટીના મતે, તમામ ઉમેદવારોને શહેરના વિકાસ માટેના 'વિઝન ડોક્યુમેન્ટ' તૈયાર કરવા માટે એકસાથે રાખવામાં આવ્યા છે. ફાર્મ હાઉસની અંદર એસી હોલ, રહેવા-જમવાની ભવ્ય વ્યવસ્થા અને મનોરંજનના સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આમ, ઉમેદવારોને માનસિક રીતે વ્યસ્ત રાખીને તેમને સુરક્ષિત રાખવાની આ એક અનોખી વ્યૂહરચના છે.
આ પણ વાંચો: AAP અને કોંગ્રેસના ઉમેદવારને કોણ ઉપાડી ગયું? : ભાજપ પર લાગ્યા આક્ષેપો! સુરતથી બનાસકાંઠા સુધી છેલ્લાં દિવસે રાજકીય પક્ષોમાં દોડપકડ
ફાર્મ હાઉસની આસપાસ લોખંડી બંદોબસ્ત: જાસૂસીની આશંકા
ફાર્મ હાઉસની સુરક્ષા માટે પાર્ટીના વિશ્વાસુ કાર્યકરોની ફોજ તૈનાત કરવામાં આવી છે. પ્રવેશદ્વાર પર આવતા દરેક વ્યક્તિનું આઈડી ચેક કરવામાં આવે છે અને અજાણ્યા શખ્સો માટે નો-એન્ટ્રી છે. આ દરમિયાન વાતાવરણ ત્યારે વધુ ગરમાયું હતું જ્યારે ફાર્મ હાઉસની બહાર વિરોધી પક્ષના એક દિગ્ગજ નેતાની કાર આંટા મારતી જોવા મળી હતી. આ ઘટના બાદ AAP ના કાર્યકરો એલર્ટ થઈ ગયા હતા અને બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઈ ગયો હતો.
કેમ પડી આવી જરૂર? ભૂતકાળના કડવા અનુભવો
સુરતમાં અગાઉની ચૂંટણીઓમાં છેલ્લી ઘડીએ ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવા અથવા ઉમેદવારો ગૂમ થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. ખાસ કરીને વિરોધ પક્ષો દ્વારા 'સામ-દામ-દંડ-ભેદ'ની નીતિ અપનાવીને ઉમેદવારોને તોડવાના પ્રયાસો થતા હોવાનો આક્ષેપ AAP કરતી આવી છે. આ વખતે આવી કોઈ પણ ચૂક ન રહી જાય તે માટે પાર્ટી હાઈકમાન્ડે સીધું જ આ સિક્રેટ મિશન હાથમાં લીધું છે. હવે જોવાનું એ રહેશે કે ફાર્મ હાઉસમાંથી બહાર નીકળ્યા બાદ આ 111 યોદ્ધાઓ ચૂંટણી મેદાનમાં કેવું પ્રદર્શન કરે છે.
સુરત: આજના સમયમાં માહિતી અધિકાર (RTI) નો ઉપયોગ લોકહિત માટે થવાને બદલે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવા માટે કરવામાં આવતો હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ એક સનસનીખેજ કિસ્સો સુરતના ચોકબજાર પોલીસ મથકે નોંધાયો હતો, જેમાં એક બિલ્ડર સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર પાસેથી લાખોની ખંડણી માંગવામાં આવી હતી. ફેબ્રુઆરી 2026થી ફરાર ચાલી રહેલા મુખ્ય આરોપી પ્રશાંત કાછડીયાને પકડવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર, આ કેસના ફરિયાદી કતારગામ વિસ્તારની સહજાનંદ સોસાયટીમાં આવેલા ચાર પ્લોટ પર બાંધકામ કરાવી રહ્યા હતા. આ બાંધકામ અટકાવવા અથવા તેને તોડી પડાવવાની ધમકી આપી આરોપી પ્રશાંત કાછડીયાએ પોતાનો ખેલ શરૂ કર્યો હતો. આરોપીએ બાંધકામ સાઇટ પર જઈને કોન્ટ્રાક્ટરને ધમકાવ્યો હતો કે આ બાંધકામ ગેરકાયદેસર છે અને તે પોતે RTI એક્ટિવિસ્ટ હોવાની ઓળખ આપી હતી.
20 લાખની ડિમાન્ડ અને 50 હજારની વસૂલાત
આરોપી પ્રશાંતે બાંધકામનું ડિમોલિશન ન કરાવવા બદલ કોન્ટ્રાક્ટર પાસે કુલ ૨૦ લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માંગી હતી. કોન્ટ્રાક્ટર ગભરાઈ જતાં પ્રથમ તબક્કામાં આરોપીએ 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જોકે, આટલાથી સંતોષ ન માનતા પ્રશાંતે બાકી રહેલા 19.50 લાખ રૂપિયા માટે સતત ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું. અંતે હારીને કોન્ટ્રાક્ટરે પોલીસના શરણ લીધા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં રણચંડી બની મહિલાઓ : માડા ડુંગરમાં 'ગુંડાતત્વો' પર ભારે પડી નારીશક્તિ; છરી બતાવી ધમકાવનારાઓને પથ્થર મારી ભગાડ્યા
ફેબ્રુઆરીથી પોલીસને આપી રહ્યો હતો હાથતાળી
આ મામલે ફેબ્રુઆરી 2026માં ચોકબજાર પોલીસ મથકે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાતા જ આરોપી પ્રશાંત કાછડીયા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસની અલગ-અલગ ટીમો તેની શોધખોળ કરી રહી હતી, પરંતુ તે વારંવાર પોતાના લોકેશન બદલીને પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.
ટેકનિકલ સર્વેલન્સથી આરોપી જેલના સળિયા પાછળ
ચોકબજાર પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સચોટ ઉપયોગ કરીને આરોપીનું સચોટ લોકેશન મેળવ્યું હતું. બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવીને પ્રશાંત કાછડીયાને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે કે, તેણે અગાઉ અન્ય કોઈ બિલ્ડરો કે કોન્ટ્રાક્ટરોને આ રીતે નિશાન બનાવ્યા છે કે કેમ.
Local Body Election 2026: આજે 15 એપ્રિલ ચૂંટણીની ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર આજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારે છેલ્લી ઘડીએ કોઈ ખેલ કે રાજકીય ખેલા ન થઈ જાય તે માટે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડવાની વ્યૂહરચના બનાવી હોવાની વાત પણ સામે આવી છે.
ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસે ભારે ધમાચકડી જોવા મળી. કોઈને ગાડીમાં બેસાડીને ઉપાડી ગયા તો કોઈના કપડાં ફાડી નાંખ્યાં. ક્યાંક ઉમેદવારોને નજરકેદ, અપહરણ તો ક્યાંક ધાક-ધમકીનો ખેલ. પહેલાં ક્યારેય નહીં જોઈ હોય આવી ચૂંટણી. આપ અને કોંગ્રેસ ભાજપ પર ધમકી, અપહરણના આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસે ચૂંટણીપંચને રજૂઆત કરી છે કે, પોલીસ ભાજપની એજન્ટ બનીને કામ કરે છે. ઉમેદવારોને ડરાવી-ધમકાવી ઉમેદવારી પાછી ખેંચાવડાવે છે. આ રજૂઆતમાં કુલ 12 જેટલા મુદ્દા આપ્યા છે.
આ પણ વાંચોઃ શેરબજાર લાલચોળ પણ આ ખેડૂત નેતાના ત્યાં ક્યાંથી આવી લીલી થાપણો? : ભાજપના ઉમેદવાર રાજુ કરપડાની સંપત્તિમાં અચાનક કઈ રીતે થયો 400% નો વધારો?
બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભાજપવાળા ગાડીમાં ઉપાડી જતાં હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ભાજપવાળા બીજા પક્ષના ઉમેદવારોને ગાડીમાં બેસાડી લઈ જતા હોવાનો આક્ષેપ સામે આવી રહ્યાં છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના સુરતના વોર્ડ 18ના ઉમેદવાર ગૌતમ પટેલને રાતભર ડરાવ્યા ધમકાવ્યા અને કોર્ડન કરાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા રજની વાઘાણીએ ભાજપ સામે આ આક્ષેપ કરતા હડકંપ મચ્યો છે. તેઓએ જણાવ્યું છે કે સવારે AAPના ઉમેદવારને ભાજપના લોકો ગાડીમાં બેસાડીને લઈ જતા હતા ત્યારે બચાવવામાં આવ્યા છે. AAP નેતા રજનીકાંત વાઘાણી અને બીજા પદાધિકારીઓએ સ્થળે પહોંચી ગૌતમ પટેલને છોડાવ્યા હતા.
ધારાસભ્ય સાથે ધક્કાધક્કીઃ
MLA સોટ્ટા સાથે સટાસટી થઈ ગઈ હતી. પોલીસ સાથે ઘર્ષણ:વડોદરામાં કોંગ્રેસને જીવતી રાખવા ઋત્વિજ જોષીએ જીવ રેડી દીધો; સુરતમાં SOG કોંગ્રેસના ઉમેદવારને ઘરેથી ઉઠાવી ગઈ
ડભોઈમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો વચ્ચે બબાલઃ
પાલનપુરમાં કોંગ્રેસ પહેરો ભરતી રહી ને ભાજપે ઉમેદવારને દુપટ્ટો બંધાવી ફોર્મ ખેંચાવ્યું, વડોદરામાં કાર્યકરોએ ગાડીના કાચ ફોડ્યા
ઉમેદવારને ઘરેથી ઊંચકી ગયાઃ
સુરત કોંગ્રેસના નેતા વિપુલે એવો આરોપ લગાવ્યો કે, ભાજપના દલાલો અને એસઓજીનો સ્ટાફ અમારા વોર્ડન-1નાઉમેદવારોને ઘરેથી ઊંચકી ગયો. એ બધા સિવિલ ડ્રેસમાં છે.
સુરત કલેક્ટર ઓફિસમાં હંગામો:
સુરત કલેક્ટર કચેરીના પાંચમા માળે આજે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા
બનાસકાંઠામાં છેલ્લા દોડપકડઃ
બનાસકાંઠાના પાલનપુર પ્રાંત કચેરીએ કોંગ્રેસ આગેવાનોનો પહેરો છતાં ભાજપ પક્ષના આગેવાનો કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા લઈને આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 ની મહિલા ઉમેદવાર આરતીબેન ઠાકોર મોઢે દુપટો બાંધી ભાજપના આગેવાનો સાથે ફોર્મ પરત ખેંચવા આવી. કોંગ્રેસના આગેવાનો પ્રાંત કચેરી આગળ પહેરો ભરતા જ રહ્યા અને કોંગ્રેસની ઉમેદવાર ફિલ્મી ઢબે ભાજપના આગેવાનો સાથે ચૂંટણી અધિકારીની ઓફિસમાં પહોંચી ગઈ. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અનેક કોંગ્રેસના સભ્યોને ભાજપ તોડીને ફોર્મ પરત ખેંચાવે તેવી આશંકા સેવાઈ રહી છે.
સુરતમાં AAPના ઉમેદવારોને અપાઈ ખાસ સુચનાઃ
છેલ્લી ઘડીએ કોઈ ખેલ ના પાડી જાય એના માટે સુરતમાં આમ આદમી પાર્ટીએ તમામ ઉમેદવારોને એક જગ્યાએ ભેગા થવા સૂચના આપવામાં આવી છે. તમામ ઉમેદવારોને એક જગ્યાએ સાંજ સુધી રાખવામાં આવશે. ઉમેદવારો સાથે નેતાઓ સંવાદ કરશે. મોટા નેતાઓની નજર હેઠળ ઉમેદવારો આખો દિવસ રહેશે. કોઈ ઉમેદવાર ફોર્મ પરત ખેંચે નહીં તેનું ધ્યાન રખાશે.
આ પણ વાંચોઃ "તારી પત્નીની અંગત પળો મારા કેમેરામાં કેદ છે, વાયરલ કરી દઈશ" : ઉંચા ઘરની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી જીમટ્રેનરે પતિ પાસે માંગી લાખોની ખંડણી
કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થઈ ગયા?
બીજી તરફ કોંગ્રેસમાં પણ હજુ કોઈકને કોઈક ડખો સામે આવી રહ્યો છે. વડોદરા કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વોર્ડ 11ના અમારા ઉમેદવાર અમારા સંપર્કમાં નથી. તેઓ સંપર્ક વિહોણા થઇ ગયા છે. અન્ય વોર્ડમાં પણ ઉમેદવારી પરત ખેંચવા ધાકધમકી મળી રહી છે. જેઓને પણ અમે સલામત સ્થળે ખસેડવા માટેની તજવીજ કરી છે. આજે જ ખબર પડશે કે કનુભાઈ પ્રજાપતિ ક્યાં હતા અને તેઓ ચૂંટણી લડશે કે નહીં.
ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસઃ
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની 26 એપ્રિલે ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે આજે 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આજે બપોર સુધીમાં પાલિકા-પંચાયતની 10 હજાર બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
Surat Liquor Raid: ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા ઠેર-ઠેર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ એક્શન મોડમાં છે. આ દરમિયાન સુરતની ઉત્રાણ પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી બિયરના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. નવાઈની વાત એ છે કે ઝડપાયેલો આરોપી વ્યવસાયે મોટર ગેરેજનો કારીગર છે, જે કારની આડમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યો હતો.
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક કારમાં વિદેશી દારૂ કે બિયરનો જથ્થો સપ્લાય કરવામાં આવનાર છે. આ બાતમીના આધારે ઉત્રાણ પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. અબ્રામા ગામ તરફથી ઉત્રાણ તરફ આવી રહેલી શંકાસ્પદ કારને અટકાવી જ્યારે તેની તલાશી લેવામાં આવી, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારની અંદર ખાનાઓમાં બિયરનો મોટો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક અસરથી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગેરેજ કારીગર બન્યો બિયરનો ખેપિયો
ઉત્રાણ પોલીસે આ મામલે જાહીદખાન પઠાણ નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે જાહીદખાન વ્યવસાયે મોટર ગેરેજનો કારીગર છે. ગેરેજમાં કામ કરતો હોવાથી તેને કાર અને રસ્તાઓની સારી જાણકારી હતી, જેનો ઉપયોગ તેણે બિયરની હેરાફેરી માટે કર્યો હતો. પોલીસે તેની પાસેથી બિયરનો જથ્થો અને કાર મળી કુલ ₹3.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સપ્લાયર અને નેટવર્કની તપાસ તેજ
આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરત શહેરમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં ઉત્રાણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ચૂંટણીના માહોલમાં આટલી મોટી માત્રામાં બિયરનો જથ્થો પકડાતા પોલીસ હવે આ નેટવર્ક પાછળ રહેલા મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા મથી રહી છે. પોલીસને શંકા છે કે ચૂંટણી દરમિયાન વહેંચવા માટે આ જથ્થો મંગાવવામાં આવ્યો હોઈ શકે છે. હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: હીટવેવ સામે સુરત પોલીસનું 'સુરક્ષા કવચ : ધોમધખતા તાપમાં બપોરે 1 થી 4 ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ!
દક્ષિણ ગુજરાતમાં ઉનાળાનો પારો સતત ઉપર જઈ રહ્યો છે, ત્યારે સુરતવાસીઓ માટે એક અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં બપોરના સમયે કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો અને માનવીય નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત આવતીકાલથી બપોરના સમયે શહેરના તમામ મુખ્ય ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે, જેથી વાહનચાલકોને ધોમધખતા તાપમાં સિગ્નલ પર ઉભા રહીને ગરમીનો શિકાર ન બનવું પડે.
સુરત ડીસીપી (ટ્રાફિક) પન્ના મોમેયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, ગરમીના વધતા જતા પ્રકોપને કારણે બપોરે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે સિગ્નલ પર 60 થી 90 સેકન્ડ ઉભા રહેવું પણ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આ બાબતને ગંભીરતાથી લઈને ટ્રાફિક વિભાગે આવતીકાલ એટલે કે 15 એપ્રિલ, 2026થી બપોરે 1 થી 4 વાગ્યા સુધી સિગ્નલો બંધ રાખવાનો આદેશ કર્યો છે.
બપોરે 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ
સુરત ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે 13:00 કલાકથી સાંજે 16:00 કલાક સુધી જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ હોય છે, ત્યારે ટ્રાફિક સિગ્નલો કાર્યરત રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોએ રોડ ક્રોસ કરતી વખતે સાવચેતી રાખવી પડશે. જોકે, ટ્રાફિકનું નિયમન જળવાઈ રહે અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે દરેક મુખ્ય જંક્શન પર ટ્રાફિક પોલીસના જવાનો અને ટીઆરબી (TRB) જવાનો તૈનાત રહેશે. તેઓ વાહનવ્યવહારને સતત ચાલતો રાખવા માટે માર્ગદર્શન આપશે.
આ પણ વાંચો: "બહુ મોટો નેતા બનવા નીકળ્યો છે" : કહી ભાજપના જ બે હોદ્દેદારો આમને-સામને, જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
મુખ્ય જંક્શન્સ પર શેડની વ્યવસ્થા અને નવી ગાઈડલાઈન
ગરમીથી બચવા માટે માત્ર સિગ્નલો બંધ કરવા પૂરતું નથી, પરંતુ પોલીસ વિભાગે અન્ય પણ આગોતરા પગલાં લીધા છે. શહેરના મોટા અને વ્યસ્ત જંક્શન્સ પર વાહનચાલકો માટે 'ગ્રીન શેડ' (નેટ) બાંધવામાં આવ્યા છે. પન્ના મોમેયાએ ફોર-વ્હીલર ચાલકોને પણ એક ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, જે જંક્શન પર શેડની વ્યવસ્થા છે, ત્યાં ફોર-વ્હીલર ચાલકોએ પોતાની ગાડી થોડી પાછળ રાખવી જોઈએ અથવા એવી રીતે ઉભી રાખવી જોઈએ જેથી ટુ-વ્હીલર ચાલકોને શેડની નીચે ઉભા રહેવા માટે પૂરતી જગ્યા મળી શકે.
સુરત પોલીસની નાગરિકોને અપીલ
ટ્રાફિક પોલીસે શહેરીજનોને અપીલ કરી છે કે સિગ્નલ બંધ હોવા છતાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરવું. રસ્તાઓ ક્રોસ કરતી વખતે આજુબાજુ ધ્યાન આપીને વાહન ચલાવવું જેથી અકસ્માત ટાળી શકાય. આ ઉપરાંત, બપોરના સમયે ટ્રાફિકજામની સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. આ નિર્ણયથી ડિલિવરી બોયઝ, ફિલ્ડ વર્ક કરતા કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને હીટસ્ટ્રોકથી બચવામાં મોટી મદદ મળશે.
Surat News: શ્રીમંત ઘરની મહિલાઓમાં આજકાલ ફિટનેસના નામે જીમનો ક્રેઝ વધ્યો છે. એમાંય જીમમાં જીમટ્રેનરો સાથે ની દોસ્તી ઘણીવાર પરિણીતાને આડેપાટે લઈ જાય છે. જીમટ્રેનર સાથે નો પ્રોફેશનલ સંબંધ ક્યારે બે-ચાર મહિનામાં પ્રેમસંબંધમાં ફેરવાઈ જાય તેની પરિણીત મહિલાઓને ખબર પણ નથી પડતી. એમાં ઘણીવાર ક્રિમિનલ માંઈન્ડ ધરાવતા શખ્સો જીમટ્રેનર બનીને આવી ઉંચા ઘરની મહિલાઓને પ્રેમજાળમાં ફસાવીને બાદમાં તેનું શારીરિક અને આર્થિક શોષણ કરતા હોય છે. કંઈક આવો જ કિસ્સો ડાયમંડનગરી કહેવાત સુરતના પોશ વિસ્તારમાં સામે આવ્યો છે.
સુરતના પોશ વિસ્તારમાં આવેલાં એક જીમમાં જીમટ્રેનરે પહેલાં તો એક ઉંચા ઘરની શ્રીમંત પરિવારની સ્વરૂપવાન પરિણીતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી. ત્યાર બાદ તેણે તેનું શારીરિક શોષણ કર્યું અને બાદમાં તેની અંગત પળોનો વીડિયો ઉતારી લીધો. બસ આમ કરીને તેણે એ પરિણીતાને પોતાના તાબામાં કરી લીધી. પછી તેણે પરિણીતાને શરીર સંબંધ બાંધવા અને પૈસા માટે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. યુવતીએ જ્યારે પૈસા આપવાની ના પાડી દીધી ત્યારે આ ક્રિમિનલ માઈન્ડ ધરાવતો જીમટ્રેનરે પરિણીતાના પતિને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું.
સુરત શહેરના પાલ વિસ્તારમાંથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે માત્ર ગુનાહિત માનસિકતા જ નહીં પરંતુ વિશ્વાસના ભંગનું પણ ગંભીર ઉદાહરણ છે. એક જીમ ટ્રેનરે પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, તેના અંગત વીડિયો બનાવી અને પછી તેના પતિ પાસે લાખોની ખંડણી માંગીને બ્લેકમેલિંગનું જાળ બિછાવ્યું.
પ્રેમજાળથી શરૂ થયેલી બ્લેકમેલિંગની કહાની
સુરતના પાલ વિસ્તારમાં રહેતી 45 વર્ષીય પરિણીત મહિલાની જીંદગીમાં એક જીમ ટ્રેનર તરીકે પ્રવેશ કરનાર શબ્બીર અસગરભાઈ ટૂંકવાલાએ શરૂઆતમાં મિત્રતા અને પછી પ્રેમના નાટક દ્વારા નજીકતા વધારી. આરોપીએ મહિલાનો વિશ્વાસ જીત્યા બાદ તેના અંગત પળોના વીડિયો બનાવી લીધા હતા. આ વીડિયોને આધારે આરોપીએ મહિલાને સતત બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મહિલાને ડરાવીને તેના પાસેથી રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે મામલો વધુ ગંભીર બન્યો, ત્યારે આરોપીએ સીધા મહિલાના પતિને ટાર્ગેટ બનાવ્યો.
પતિને ધમકી: “વિડિયો વાઇરલ કરી દઈશ”
આરોપી શબ્બીરે મહિલાના પતિને ફોન કરીને સીધી ધમકી આપી હતી કે જો 5 લાખ રૂપિયા નહીં આપે તો તેની પત્નીના અંગત વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દેશે. આ સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ધમકીથી ડરી ગયેલા પતિએ શરૂઆતમાં આરોપીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ શબ્બીર સતત દબાણ કરતો રહ્યો. મામલો એટલો વધી ગયો કે આરોપીએ પતિને મળી ગળા પાસે કાચ રાખીને 50 હજાર રૂપિયા લૂંટી લીધા હતા.
ગળે કાચ રાખી 50 હજાર લૂંટવાનો બનાવ
આ કેસનો સૌથી ચોંકાવનારો પાસો ત્યારે સામે આવ્યો જ્યારે આરોપીએ મહિલાના પતિને એક જગ્યાએ બોલાવીને તેના ગળા પાસે કાચ રાખીને ધમકાવ્યો અને 50 હજાર રૂપિયા છીનવી લીધા. આ ઘટનાએ પરિવારને હચમચાવી દીધો હતો. પતિએ અંતે હિંમત કરીને પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી. પોલીસમાં ફરિયાદ નોંધાતા જ મામલો ગંભીરતાથી લેવામાં આવ્યો.
SOGની ત્વરિત કાર્યવાહી અને આરોપીની ધરપકડ
સુરત શહેર SOGએ આ કેસમાં ઝડપી કાર્યવાહી કરી અને આરોપી શબ્બીર અસગરભાઈ ટૂંકવાલાની ધરપકડ કરી લીધી. પોલીસ તપાસ દરમિયાન આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે આરોપી પાસેથી મોબાઈલ અને અન્ય પુરાવા કબજે કર્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે કે શું તેણે અન્ય કોઈ મહિલાઓ સાથે પણ આવી જ રીતે છેતરપીંડી કરી છે કે નહીં.
કેમ વધી રહ્યા છે આવા સાયબર અને બ્લેકમેલિંગ કેસ?
આ કેસ માત્ર એક વ્યક્તિનો ગુનો નથી, પરંતુ સમાજમાં વધી રહેલા સાયબર ક્રાઈમ અને વિશ્વાસના દુરૂપયોગનું પ્રતિબિંબ છે. આજના ડિજિટલ યુગમાં અંગત માહિતી અને વીડિયોનો દુરુપયોગ કરીને બ્લેકમેલિંગના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના વધતા ઉપયોગને કારણે લોકો સરળતાથી આવી જાળમાં ફસાઈ જાય છે. વિશ્વાસના નામે વ્યક્તિગત માહિતી શેર કરવી ક્યારેક ગંભીર પરિણામ લાવી શકે છે.
આ ઘટના દરેક માટે ચેતવણીરૂપ છે. અજાણ્યા લોકો સાથે નજીકતા વધારતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. ખાસ કરીને અંગત માહિતી અથવા વીડિયો શેર કરતા પહેલા તેના પરિણામો વિશે વિચારવું જરૂરી છે. પોલીસ અધિકારીઓ પણ સમયાંતરે લોકોને જાગૃત રહેવા અને કોઈપણ પ્રકારની બ્લેકમેલિંગ સામે તરત જ ફરિયાદ કરવાની અપીલ કરે છે. સમયસર પગલું ભરવાથી આવા ગુનાઓને રોકી શકાય છે.
Surat : સુરત શહેરના વ્યસ્ત રિંગ રોડ અને ભાઠેના વિસ્તારમાં આવેલી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2 માં આજે 14 એપ્રિલના રોજ ફરી એકવાર ભીષણ આગની ઘટના બની છે. માર્કેટના છઠ્ઠા માળે આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે વેપારીઓ અને શ્રમિકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા.
છઠ્ઠા માળે અચાનક આગ
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાઠેના વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટ-2 ની દુકાન નંબર 645 માં અચાનક આગ લાગી હતી. આ દુકાન માર્કેટના છઠ્ઠા માળે આવેલી હોવાથી ધુમાડાના ગોટેગોટા આખી માર્કેટમાં પ્રસરી ગયા હતા. આગ લાગતા જ આસપાસની દુકાનોના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડની કામગીરી
આગની ગંભીરતાને જોતાં સુરત ફાયર વિભાગની 10 થી 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ચારેતરફથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયરના જવાનોએ ભારે મહેનત બાદ આગને છઠ્ઠા માળ સુધી સીમિત રાખવામાં અને અન્ય દુકાનોમાં પ્રસરતા અટકાવવામાં સફળતા મેળવી હતી.
વેપારીઓમાં સુરક્ષાને લઈ રોષ
નોંધનીય છે કે, આ જ માર્કેટમાં થોડા સમય પહેલા એટલે કે, 20 ફેબ્રુઆરીના રોજ પણ આગની ભીષણ ઘટના બની હતી, જેમાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં ફરી બીજી વાર આગ લાગતા વેપારીઓમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી વેપારીઓ આર્થિક નુકસાનની ભીતિ સેવી રહ્યા છે.
આ પણ ખાસ વાંચો : સુરતના સારોલી વિસ્તારમાં 10માં માળે ભયંકર આગ લાગી! : 6 ફાયર સ્ટેશનની 13 જેટલી ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો, લાખોનું નુકશાન!
જાનહાનિ ટળી પણ નુકસાન મોટું
સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગી ત્યારે દુકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી. જોકે, કાપડનો મોટો જથ્થો હોવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત: સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સરકારી સંસાધનોના કરકસરભર્યા ઉપયોગ અને ઊર્જા બચત માટે એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. હાલમાં મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ અને તેના કારણે ઊભી થઈ રહેલી વૈશ્વિક ઊર્જા કટોકટીની શક્યતાઓને ધ્યાનમાં રાખીને, કમિશનરે સુરત પોલીસના તમામ વિભાગો માટે કડક આદેશ જાહેર કર્યો છે. આ આદેશ મુજબ, કોઈપણ સરકારી વાહન જરૂરિયાત વગર ચાલુ રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ કમિશનરની આ પહેલનો ઉદ્દેશ્ય માત્ર ઈંધણની બચત કરવાનો જ નથી, પરંતુ સમાજમાં પર્યાવરણ અને રાષ્ટ્રીય સંપત્તિની જાળવણીનો મજબૂત સંદેશ પહોંચાડવાનો પણ છે.
પોલીસ કમિશનરે પોતાના ડ્રાઈવરને ટોકીને ઉદાહરણ પૂરું પાડ્યું
આ આદેશ માત્ર કાગળ પર મર્યાદિત નથી, પરંતુ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતે તેનું અમલીકરણ શરૂ કર્યું છે. તાજેતરમાં જ્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે તેમના પોતાના ડ્રાઈવર દ્વારા સરકારી વાહન અધિકારીના બેસવા પહેલાં જ શરૂ કરી દેવામાં આવ્યું હતું, ત્યારે તેમણે તાત્કાલિક ગાડી બંધ કરાવી ડ્રાઈવરને કડક સૂચના આપી હતી. આ ઘટનાથી આખા વિભાગમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે શિસ્ત અને બચતના નિયમો બધા માટે સમાન છે. હવે તમામ ડ્રાઈવરોને સૂચના અપાઈ છે કે જ્યારે અધિકારી વાહનમાં બેસે ત્યારે જ એન્જિન શરૂ કરવું.
આ પણ વાંચો: સુરતના બ્રેઈનડેડ રત્નકલાકારના અંગદાનથી સાત વ્યક્તિઓને મળ્યું નવજીવન : હૃદય અને ફેફસા સહિત આ અંગોનું કર્યું દાન
ઉનાળામાં ACના વપરાશ અને વધતી ઈંધણ ખપત પર નિયંત્રણ
હાલ કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વાહનોમાં એસીનો ઉપયોગ વધવાથી ઈંધણનો વપરાશ પણ અનેકગણો વધી જતો હોય છે. આ બાબતને ગંભીરતાથી લેતા પોલીસ કમિશનરે સૂચના આપી છે કે એસીનો ઉપયોગ મર્યાદિત રાખવો અને જ્યાં સુધી અનિવાર્ય ન હોય ત્યાં સુધી ગાડી ઉભી રાખીને એસી ચાલુ રાખવું નહીં. વિભાગીય વાહનોનો જવાબદારીપૂર્વક ઉપયોગ થાય તે જોવાની જવાબદારી દરેક સ્તરના અધિકારીઓને સોંપવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ પહેલને બિરદાવી
સુરત પોલીસની આ અનોખી પહેલની ગુંજ રાજ્ય સ્તરે પણ સંભળાઈ છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયને આવકારીને સુરત પોલીસની સરાહના કરી છે. સરકારી સ્તરે ઈંધણની બચત કરીને સરકારી તિજોરી પરનું ભારણ ઘટાડવાના આ પ્રયાસને રાજ્યના અન્ય વિભાગો માટે પણ એક રોલ મોડેલ માનવામાં આવી રહ્યો છે. સુરત પોલીસના આ આદેશથી હવે શહેરમાં સરકારી વાહનોના બિનજરૂરી ધુમાડા અને અવાજમાં ઘટાડો જોવા મળશે.
ઈંધણ બચત માટેના મુખ્ય નિર્દેશો:
અધિકારી વાહનમાં બેસે ત્યારે જ એન્જિન શરૂ કરવું.
એસીનો ઉપયોગ મર્યાદિત અને જરૂરિયાત મુજબ જ કરવો.
વાહન ઉભું હોય ત્યારે એન્જિન ચાલુ રાખવા પર કડક મનાઈ.
ડ્રાઈવરોએ ઈંધણ ખપત અંગે ડાયરીમાં નિયમિત નોંધ રાખવી.
સુરત: ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતું સુરત હવે વિશ્વભરમાં 'ઓર્ગન ડોનર સિટી' તરીકે પોતાની નવી ઓળખ બનાવી રહ્યું છે. સુરતના એક મધ્યમવર્ગીય રત્નકલાકારના પરિવારે લીધેલા એક કઠિન પણ માનવતાવાદી નિર્ણયને કારણે આજે સાત પરિવારોમાં ખુશીનો દીવો પ્રગટ્યો છે. બીમાર પત્નીની સેવા કરતા કરતા અચાનક ઢળી પડેલા રત્નકલાકાર બ્રેઈનડેડ જાહેર થતા, તેમના પરિવારે દુઃખની ઘડીમાં પણ હિંમત દાખવી અંગદાનનો નિર્ણય લીધો હતો. આ અંગદાન થકી હૃદય, ફેફસા અને કિડની સહિત કુલ 7 અંગો જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને તેમને નવું જીવન આપવામાં આવ્યું છે.
પત્નીને હોસ્પિટલથી બતાવીને આવ્યા અને અચાનક જ કાળનો પંજો પડ્યો
મળતી માહિતી મુજબ, સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આવકાર રેસિડેન્સીમાં રહેતા 55 વર્ષીય અશોકભાઈ નાનુભાઈ ડોંડા (મૂળ રહેવાસી. નારી, જિ. ભાવનગર) વ્યવસાયે રત્નકલાકાર હતા. ઘટનાના દિવસે તેઓ પોતાની બીમાર પત્નીને અમદાવાદ ખાતે ડોક્ટરને બતાવીને પરત ઘરે આવ્યા હતા. ઘરે આવીને હજુ તેઓ બેઠા જ હતા ત્યાં અચાનક ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા.
દુઃખના પહાડ વચ્ચે પરિવારે લીધો અંગદાનનો ઐતિહાસિક નિર્ણય
અશોકભાઈના નિધનના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, પરંતુ અંગદાન ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના કાઉન્સેલિંગ બાદ પરિવારે એક મોટું હૃદય રાખ્યું હતું. રત્નકલાકાર પરિવારના સભ્યોએ નક્કી કર્યું કે અશોકભાઈ ભલે આપણી વચ્ચે નથી, પણ તેમના અંગો થકી તેઓ અન્યના શરીરમાં જીવિત રહેશે. આ ઉમદા વિચાર સાથે પરિવારે હૃદય, ફેફસા, બે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવાની સંમતિ આપી હતી.
આ પણ વાંચો: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી : PM મોદી, રાષ્ટ્રપતિ મુર્મુ સહિત મહાનુભાવોએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ
ગ્રીન કોરિડોર મારફતે અંગો મોકલાયા, સાત લોકોને મળી નવી જિંદગી
અંગદાનની પ્રક્રિયા શરૂ થતા જ સુરતમાં ફરી એકવાર ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. દાનમાં મળેલા હૃદય અને ફેફસાને સમયસર જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવા માટે તંત્રએ ભારે જહેમત ઉઠાવી હતી. કિડની અને લિવરને પણ અન્ય હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આમ, એક રત્નકલાકારના બલિદાન અને તેમના પરિવારની સમજદારીથી કુલ 7 વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થયું છે.
સુરત હવે 'ઓર્ગન ડોનર સિટી' તરીકે વિશ્વ ફલક પર
છેલ્લા કેટલાક વર્ષોમાં સુરતમાંથી અંગદાનની જે પ્રવૃત્તિ વેગીલી બની છે, તેણે સમગ્ર દેશમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંગદાનના કિસ્સામાં સુરત હવે અન્ય મેટ્રો શહેરોને પણ પાછળ છોડી રહ્યું છે. અશોકભાઈ ડોંડા જેવા સામાન્ય માનવીના પરિવારો જ્યારે આ પ્રકારે આગળ આવે છે, ત્યારે 'અંગદાન એ જ મહાદાન'ની ભાવના ખરા અર્થમાં સાર્થક થતી જોવા મળે છે.
Ambedkar Jayanti Surat: આજે 14 એપ્રિલ એટલે કે ભારતના બંધારણના શિલ્પી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી. આ અવસરે સમગ્ર સુરત શહેર જાણે 'જય ભીમ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. સુરતના નાગસેન નગર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આંબેડકર જયંતીની અત્યંત ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભીમ અનુયાયીઓ ઉમટી પડ્યા હતા.
ભક્તિ અને ઉત્સાહનો સંગમ: વાદળી ધજાઓથી શણગારાયું નાગસેન નગર
નાગસેન નગરમાં વહેલી સવારથી જ ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર વિસ્તારને વાદળી રંગની ધજા-પતાકાઓ અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યો હતો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ મહિલાઓ અને બાળકો પણ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ પણ વાંચો: અશાંતધારાના લીરેલીરા? મકાન ભાડે આપતા પહેલાં આ સમાચાર વાંચી લેજો : અમદાવાદના પોશ વિસ્તારમાં ભાડે રહેતા યુવક-યુવતીઓએ રાત્રે દારૂ પીને કરી ધમાલ
મહારાષ્ટ્રીયન બેન્ડ અને ભીમ ગીતોની રમઝટ
આ વર્ષની ઉજવણીનું મુખ્ય આકર્ષણ મહારાષ્ટ્રથી ખાસ મંગાવવામાં આવેલું ટ્રેડિશનલ બેન્ડ હતું. મહારાષ્ટ્રીયન બેન્ડના ગુંજારવ અને ઢોલ-નગારાના તાલે ભીમ સૈનિકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. ભીમ ગીતોની રમઝટ અને બેન્ડના તાલે વાતાવરણમાં એક અલગ જ ઉર્જા ભરી દીધી હતી. નાગસેન નગરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ રેલીમાં શિસ્ત અને ઉત્સાહનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ ઉજવણી
ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાંડેસરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ રેલી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સ્થાનિક આગેવાનોએ પણ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો. નાગસેન નગરની આ ભવ્ય ઉજવણીએ સુરત શહેરમાં બાબાસાહેબના વિચારો અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.
Surat Accident News: સુરત શહેરમાં ફરી એકવાર નબીરાઓના બેફામ ડ્રાઈવિંગે એક નિર્દોષનો જીવ લીધો છે. મોટા વરાછા વિસ્તારમાં આઉટર રિંગરોડ પર પૂરઝડપે આવતી એક સ્કોર્પિયો કારના ચાલકે રસ્તે ચાલતી ત્રણ મહિલાઓને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે મહિલાઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
કેટરિંગનું કામ પતાવી નાસ્તો કરવા જતી મહિલાઓ બની શિકાર
સુરતના અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ પોતાની આજીવિકા ચલાવવા માટે કેટરિંગનું કામ કરતા હતા. ગત રોજ તેઓ પોતાની સખીઓ હીનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગરોડ પર આવેલા આસ્થા ફાર્મમાં એક લગ્ન પ્રસંગમાં કામ અર્થે ગયા હતા. કામ દરમિયાન ત્રણેય બહેનપણીઓ નજીકની દુકાને નાસ્તો લેવા માટે પગપાળા નીકળી હતી. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પાછળથી કાળ બનીને એક સ્કોર્પિયો આવી રહી છે. પૂરઝડપે અને બેફામ રીતે દોડતી સ્કોર્પિયો કારના ચાલકે આ ત્રણેય મહિલાઓને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટીનુબેનનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય બે મહિલાઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ફેંકાઈ ગઈ હતી.
અકસ્માત બાદ કાર પલટી ગઈ, 19 વર્ષીય ચાલકની અટકાયત
અકસ્માત સર્જ્યા બાદ બેફામ બનેલી સ્કોર્પિયો કાર રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, કારણ કે આક્ષેપ થઈ રહ્યો છે કે કારચાલક નશાની હાલતમાં હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 19 વર્ષીય આરોપી રોશન માલવીયાની અટકાયત કરી છે.
આ પણ વાંચો: નસીબ તો જુઓ! : લોકો એક ટિકિટ માટે ફાંફા મારે છે, આ મુરતિયાને મળી ભાજપ-કોંગ્રેસ અને AAPની ટિકિટ; જાણો કયા પક્ષ પર ઢોળ્યો પસંદગીનો કળશ?
સ્થાનિકોમાં ભારે રોષ: શું નબીરાઓ માટે કાયદો નથી?
આ ઘટનાએ સુરત શહેરમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડ્યા છે. સ્થાનિક નાગરિકોનો આક્રોશ છે કે રાત્રિના સમયે આઉટર રિંગરોડ જેવા વિસ્તારોમાં નબીરાઓ કારને રેસિંગ ટ્રેક સમજીને ચલાવે છે. પોલીસ હવે આરોપીના બ્લડ સેમ્પલ લઈને તે નશામાં હતો કે નહીં તેની તપાસ કરી રહી છે. મૃતક ટીનુબેનના પરિવારમાં આ ઘટનાથી માતમ છવાઈ ગયો છે અને લોકો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.
Surat Congress: સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંધી ચરમસીમાએ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. વોર્ડ નંબર 12 બાદ હવે વોર્ડ નંબર 10માં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં કોંગ્રેસના મહિલા ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ફોર્મ રદ કરવામાં આવતા પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ઉમેદવારે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા પર ભાજપ સાથે મિલીભગત કરી હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે.
મેન્ડેટ જમા ન કરાવતા ફોર્મ રદ
સુરતના વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા તૈયાર થયેલા દુર્ગાવતી નિષાદનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ, શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સમયસર સત્તાવાર મેન્ડેટ (પક્ષનો આદેશ) ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો ન હતો. મેન્ડેટના અભાવે ચૂંટણી પંચે તેમનું ઉમેદવારી પત્ર રદ જાહેર કર્યું છે. જેના કારણે હવે આ વોર્ડમાં કોંગ્રેસનો એક ઉમેદવાર ઓછો થઈ ગયો છે.
આ પણ વાંચો: "અમે સહી કરી જ નથી"! : અપક્ષના ટેકેદારોએ ફોર્મ ખોટા હોવાનો ધડાકો કરતા કલેક્ટર કચેરીમાં પોલીસ બોલાવવી પડી
શહેર પ્રમુખ પર ‘સોદાબાજી’ ના આક્ષેપ
ફોર્મ રદ થતા જ ઉમેદવાર દુર્ગાવતી નિષાદે મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે સીધો જ આંગળી ચીંધતા જણાવ્યું હતું કે, શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ ભાજપને ફાયદો કરાવવા માટે જાણી જોઈને મેન્ડેટ જમા કરાવ્યું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, "વિપુલ ઉધનાવાલાએ પૈસા લઈને ભાજપને જીત અપાવવા માટે આ આખી રમત રમી છે." ઉમેદવારના આ આક્ષેપોથી સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
"મારે ચૂંટણી લડવી છે, મને કંઈ થશે તો જવાબદારી પ્રમુખની"
ભાવુક બનેલા ઉમેદવારે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી પક્ષ માટે મહેનત કરી રહ્યા છે અને તેમને ચૂંટણી લડવામાં રસ છે, પરંતુ પક્ષના જ હોદ્દેદારો તેમની સાથે દગો કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, "જો આ માનસિક તાણ કે આ ઘટનાને કારણે મને કંઈ પણ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી શહેર કોંગ્રેસ પ્રમુખની રહેશે."
કોંગ્રેસ માટે કપરા ચઢાણ
એક જ દિવસમાં બે વોર્ડમાં ફોર્મ રદ થવાની ઘટનાએ કોંગ્રેસની ચૂંટણી વ્યૂહરચના અને આંતરિક શિસ્ત પર અનેક સવાલો ઉભા કર્યા છે. એક તરફ ભાજપ મજબૂતીથી મેદાને છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાના ઉમેદવારોના ફોર્મ બચાવવામાં પણ નિષ્ફળ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ હાઈકમાન્ડ આ મામલે શહેર પ્રમુખ સામે કેવા પગલાં ભરે છે.
Surat Builder Fined: ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) એ નાણાકીય શિસ્તના ગંભીર ઉલ્લંઘન બદલ સુરતના બિલ્ડરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરત સ્થિત ડેવલપર 'એવેન્ટિસ ડ્રીમ હોમ્સ LLP' (Avantis Dream Homes LLP) ને પ્રોજેક્ટના નાણાં નિયમ મુજબ બેંક ખાતામાં જમા ન કરાવવા બદલ રૂ. 2 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે. રાજ્યમાં કોઈ બિલ્ડર પર આટલો મોટો દંડ લાદવામાં આવ્યો હોય તેવી આ સંભવતઃ પ્રથમ ઘટના છે. રેરાના એડજ્યુડિકેટિંગ ઓફિસર પી.આર. પટેલે આ આદેશ જારી કર્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બિલ્ડરે આગામી 30 દિવસમાં આ દંડની રકમ ભરવાની રહેશે. સુરતના 'ઓફિરા સિએસ્ટા' (Ofira Siesta) પ્રોજેક્ટમાં નાણાકીય ફાઇલિંગમાં ગેરરીતિઓ જણાતા રેરા ઓથોરિટીએ સુઓમોટો ફરિયાદ નોંધીને આ તપાસ હાથ ધરી હતી, જેમાં બિલ્ડરની મોટી બેદરકારી સામે આવી છે.
શું હતો સમગ્ર મામલો? 40.7 કરોડનો હિસાબ ગાયબ
તપાસમાં બહાર આવ્યું છે કે, બિલ્ડરે વર્ષ 2021 થી 2024 ના ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન ગ્રાહકો પાસેથી ઉઘરાવેલા રૂ. 40.7 કરોડ નિર્ધારિત રેરા બેંક ખાતામાં જમા કરાવ્યા નહોતા. RERA એક્ટ મુજબ, બિલ્ડરે ગ્રાહકો પાસેથી મળેલી રકમના 70 ટકા નાણાં એક અલગ ખાતામાં રાખવા ફરજિયાત છે, જેથી તે રકમનો ઉપયોગ માત્ર બાંધકામ અને જમીનની કિંમત ચૂકવવા માટે જ થઈ શકે. આ નિયમનો ભંગ થતા રેરાએ કડક વલણ અપનાવ્યું છે.
આ પણ વાંચો: વડોદરામાં SRP જવાનનું હાર્ટ એટેકથી મોત : પી.ટી. પરેડ બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો અને પછી...
બિલ્ડરનો બચાવ: 'બેંકની મજબૂરી હતી'
બિલ્ડરે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે આ ભૂલ જાણીજોઈને કરવામાં આવી નહોતી. પ્રોજેક્ટનું લોન ખાતું SBIમાં હોવાથી, ગ્રાહકો દ્વારા જમા કરાતા નાણાં બેંક સીધા લોનના હપ્તા પેટે કાપી લેતી હતી. બાંધકામ અટકે નહીં તે માટે તેમણે સીધા જ નાણાં ખર્ચ્યા હતા. જોકે, રેરા ઓથોરિટીએ આ દલીલ ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે બિલ્ડરે લોન ખાતાની પૂરી વિગતો આપી નથી કે અગાઉથી મંજૂરી પણ માંગી નથી.
શ્રી કુબેરજી એલિગન્ટને પણ 50 લાખનો દંડ
આ ઉપરાંત, સુરતના અન્ય એક બિલ્ડર 'શ્રી કુબેરજી એલિગન્ટ' (Shree Kuberji Elegant) સામે પણ રેરાએ લાલ આંખ કરી છે. આ પ્રમોટરે વર્ષ 2022 થી 2024 દરમિયાન ગ્રાહકો પાસેથી મળેલા રૂ. 9.77 કરોડ રેરા એકાઉન્ટમાં જમા કરાવ્યા નહોતા. બિલ્ડરે આ ભૂલ માટે એકાઉન્ટન્ટની અજ્ઞાનતાનું બહાનું કાઢ્યું હતું, પરંતુ ઓથોરિટીએ તેને 'નાણાકીય ગેરશિસ્ત' ગણાવીને રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો છે.
A statement by BJP MLA Kumar Kanani sparked a controversy: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પુરી થઈ ચુકી છે. ઉમેદવારોની પસંદગીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બધે જ કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ છે. ખાસ કરીને ભાજપમાં આ વખતે નિયમોની વાત કરીને ટિકિટ પાકવામાં આવતા ભડકો થયો છે. કાર્યકરોમાં ભારે નારાજગી છે. એવામાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં સરકારના પૂર્વ મંત્રી અને હાલ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કુમાર કાનાણીએ જે શબ્દો વાપર્યાં છે તેને કારણે રાજકારણ ગરમાયું છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ધારાસભ્યોને પણ ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ વરાછા બેઠકથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ચૂંટણી મેદાનમાં પ્રચાર કરતા નજરે પડે છે. આ પ્રચાર પ્રસાર દરમિયાન કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર સામસામે આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર એક કોમેન્ટથી શરૂ થયેલી બાબલ પછી બહુ આગળ વધી ગઈ હતી.
વાત એમ છેકે, પક્ષના આદેશ મુજબ સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર દરેક માટે ફરજિયાત કરાયો છે. એવામાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી જ્યારે પોતાના વિકાસકાર્યોનું ફેસબુક લાઈવ કરી રહ્યા હતા, ત્યારે 'આપ'ના એક કાર્યકર્તાએ તેમની ટિખળ કરી. AAPના કાર્યકરે કરેલી કમેન્ટ બાદ વિવાદ વકર્યો છે. સામાન્ય રીતે શાંત સ્વભાવ ધરાવતા કુમાર કાનાણી અચાનક ધુઆંપુઆં થઈ ગયા અને તેમણે જાહેર મંચ પરથી આમ આદમી પાર્ટીને પોતાનો આક્રમક મિજાજ બતાવ્યો. વોર્ડ નંબર 3 ના કાર્યાલય ઉદ્ઘાટન સમયે તેમણે આ કમેન્ટનો એવો જવાબ આપ્યો કે જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
"સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?"
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને સુરતની વરછા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ એક સભામાં મંચ પરથી વાત કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરને સણસણતો જવાબ આપ્યો. કુમાર કાનાણીએ કહ્યું કે, મેં વિકાસની વાત મુકી, મારું ફેસબુક લાઈવ ચાલતું હતું. એમાં એક AAP વાળાએ મારા લાઈવ દરમિયાન કોમેન્ટ કરી. કે આતો પ્રજાના ટેક્સના પૈસાથી કામ કરે છે, આ તો પ્રજાના પૈસાથી કામ કરે છે. તો મારે એને કહેવું છેકે, તો તું સત્તામાં આવીશ તો તારા બાપના પૈસાથી કામ કરીશ. પ્રજાના પૈસાથી જ અમે કામ કરીએ છીએ. પણ યોગ્ય જગ્યાએ યોગ્ય કામમાં પૈસા વપરાય છે. પૈસા ખવાતા નથી, ભ્રષ્ટાચાર થતો નથી. અને તમે લોકો પ્રજાના પૈસા ખિસ્સામાં નાંખો છો. કામ અને પૈસાનો હિસાબ આપણે લોકોને આપતા હોઈએ છીએ. એ આમ આદમી પાર્ટી વાળા કયા મોંઢે આપણી પાસે હિસાબ માંગવા નીકળ્યાં છે.
Surat Congress Ticket Controversy: સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોની યાદીમાં એક એવું નામ સામે આવ્યું છે જેણે શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. સુરતના વોર્ડ નંબર 29 (અલથાણ, ભમરોલી, વડોદ) માંથી કોંગ્રેસે વંદના ભીમરાવ સાળુંકેને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ પોલીસ ચોપડે 'લિસ્ટેડ બુટલેગર' તરીકે ઓળખાય છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ચહેરાને ટિકિટ આપવાના કોંગ્રેસના આ નિર્ણય સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને વિરોધ પક્ષોને પણ આક્રમક થવા માટે નવો મુદ્દો મળી ગયો છે.
ભેદવાડ સ્થિત પ્રેમ નગર ઝુંપડપટ્ટીમાં રહેતા વંદના સાળુંકે સામે પ્રોહિબિશન એક્ટ (દારૂબંધી) હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ખાસ કરીને પાંડેસરા પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ દારૂના વેપાર અંગેની ગંભીર ફરિયાદો નોંધાઈ ચૂકી છે. કોંગ્રેસે આ વખતે પક્ષના જૂના કાર્યકરોને સાઈડલાઈન કરીને આવા વિવાદાસ્પદ ચહેરા પર પસંદગી ઉતારતા સ્થાનિક સ્તરે પણ કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે.
બે વાર સજા અને દંડ: પ્રોહિબિશન એક્ટ હેઠળ કોર્ટે ફટકારી છે સજા
વંદના સાળુંકેનો ગુનાહિત રેકોર્ડ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. વર્ષ 2022 અને 2024માં પાંડેસરા પોલીસ મથકે તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધ્યા હતા. વર્ષ 2023માં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) હેઠળના કેસમાં કોર્ટે તેમને 'કોર્ટ ઉઠે ત્યાં સુધીની સજા' અને દંડ ફટકાર્યો હતો. આટલું જ નહીં, વર્ષ 2025માં પણ સમાન પ્રકારના ગુનામાં તેમને ફરીથી સજા અને દંડની સજા કરવામાં આવી હતી. આમ, કાયદાકીય રીતે સાબિત થયેલા ગુના છતાં તેમને ટિકિટ આપતા ચર્ચા જાગી છે.
આ પણ વાંચો: સુરત ભાજપમાં ભડકો! : સ્થાનિક ઉમેદવારની અવગણના થતા મધ્યસ્થ કાર્યાલય પર 300 કાર્યકરોનો હલ્લાબોલ
25 વર્ષની વફાદારીનું મળ્યું 'કડવું' ફળ?
માહિતી મુજબ, વંદના સાળુંકે છેલ્લા અંદાજે 25 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે. જોકે, આટલા લાંબા સમયમાં ક્યારેય તેમને ચૂંટણી લડવાની તક મળી નહોતી. આ વખતે પ્રથમવાર કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે, પરંતુ તેમની જૂની પ્રવૃત્તિઓએ પક્ષની છબી સામે પ્રશ્નાર્થ ચિહ્નો મૂક્યા છે. સાત ધોરણ સુધી ભણેલા વંદના સાળુંકેએ પોતાની ઉમેદવારી અરજીમાં પોતે કરેલા ગુનાઓની કબૂલાત પણ કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ચૂંટણીમાં શું પડશે અસર?
સુરતમાં ભાજપ જ્યારે શિસ્ત અને 'ક્લીન ઇમેજ'ની વાત કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા બુટલેગર તરીકે ઓળખાતા ઉમેદવારને મેદાનમાં ઉતારવા તે એક મોટું જોખમ ગણાઈ રહ્યું છે. સ્થાનિક મતદારોમાં આ મામલે મિશ્ર પ્રતિસાદ છે. શું કોંગ્રેસનો આ દાવ સફળ રહેશે કે પછી ભાજપ આ મુદ્દાને ચગાવીને કોંગ્રેસને નુકસાન પહોંચાડશે? તે આગામી સમય જ બતાવશે.
સુરત: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જંગમાં શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં સુરત ખાતે મોટું ગાબડું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતના વોર્ડ નંબર 10 (અડાજણ-પાલ) વિસ્તારમાં ઉમેદવારોની પસંદગી થતાની સાથે જ ભાજપનો આંતરિક અસંતોષ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી પક્ષ માટે લોહી-પરસેવો એક કરનારા સ્થાનિક કાર્યકરોની અવગણના કરીને 'બહારના' ચહેરાઓને સ્થાન આપવામાં આવતા કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અસંતોષ એટલી હદે વકર્યો હતો કે મોડી રાત્રે 300થી વધુ કાર્યકરોએ મધ્યસ્થ કાર્યાલયને ઘેરી લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સુરત પશ્ચિમ બેઠક હેઠળ આવતા આ વોર્ડમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલા નામો બાદ સ્થાનિકોમાં 'યાદવાસ્થળી' શરૂ થઈ છે. કાર્યકરોનો આક્ષેપ છે કે પક્ષે જમીની સ્તરના કાર્યકર્તાઓને સાઈડલાઈન કરીને એવા લોકોને ટિકિટ આપી છે જેમને વિસ્તારના પ્રશ્નો સાથે કોઈ લેવાદેવા નથી. આ પરિસ્થિતિને જોતા કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.
ગામડાના ઉમેદવારોની અવગણના: અડાજણ-પાલના રહીશો લાલચોળ
અડાજણ, પાલ અને ભાઠા ગામના વતનીઓ અને વર્ષો જૂના કાર્યકરોએ પક્ષ સામે મોરચો માંડ્યો છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે, "જેમને ટિકિટ મળી છે તેમને અમે પાંચ વર્ષમાં ક્યારેય જોયા નથી." સ્થાનિકોએ બેનરો અને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરીને હાઈકમાન્ડ સુધી પોતાનો અવાજ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. તેમની સ્પષ્ટ માંગ છે કે ટિકિટ સ્થાનિક અને સક્રિય કાર્યકરને જ મળવી જોઈએ.
આ પણ વાંચો: વડોદરામાં ભાજપના ઉમેદવાર સામે 'બગાવત' : 'વોર્ડ-10ના ઉમેદવાર યોગ્ય નથી' લાગ્યા પોસ્ટરો, કાર્યકરોમાં ભયંકર રોષ
કોળી અને પાટીદાર સમાજની 25 હજાર મતોથી હારવાની ચીમકી
વોર્ડ નંબર 10 માં વર્ચસ્વ ધરાવતા કોળી અને કડવા પાટીદાર સમાજમાં આ નિર્ણયથી ભારોભાર રોષ છે. સામાજિક આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પક્ષ પોતાના નિર્ણય પર પુનઃવિચાર નહીં કરે, તો અડાજણ-પાલના અંદાજે 25,000 જેટલા મતદારો મતદાનનો બહિષ્કાર કરશે અથવા ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે. સમાજનું કહેવું છે કે ચૂંટણી ટાણે યુવાનોનો ઉપયોગ કરાય છે પરંતુ સત્તાની ભાગીદારીમાં તેમને અન્યાય કરવામાં આવે છે.
પૂર્ણેશ મોદીના મધ્યસ્થીના પ્રયાસો: પોલીસના પહેરા વચ્ચે બેઠક
મામલો ગરમાતા પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી તાત્કાલિક મધ્યસ્થ કાર્યાલય પર પહોંચ્યા હતા. રોષે ભરાયેલા ટોળાને શાંત પાડવા અને સમાજના આગેવાનો સાથે વાટાઘાટો કરવા માટે તેમણે બંધ બારણે બેઠક યોજી હતી. જોકે, કાર્યકરો હજુ પણ તેમની માંગ પર અડગ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલમાં સફળ રહે છે કે પછી આ બળવો પક્ષને ભારે પડશે.
Tapi Accident: ગુજરાતમાં રસ્તાઓ પર મોતનું તાંડવ સતત વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તાપી જિલ્લામાં આજે વહેલી સવારે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઉચ્છલ-નિઝર હાઈવે પર બે મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ત્રણ આશાસ્પદ યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નિઝરના ગામડી ગામની સીમમાં આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ હૃદયદ્રાવક મોત નિપજ્યા હતા.
આ અકસ્માતમાં રૂમકિતલાવ ગામના બે અને વેડાપાડા ગામના એક યુવકે જીવ ગુમાવ્યો છે. અચાનક બનેલી આ દુર્ઘટનાને પગલે સ્થાનિક ગ્રામીણ વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાળના પંજામાં આવી ગયેલા ત્રણેય યુવકોએ જીવ છોડી દીધો હતો.
સામસામે બાઈક અથડાતા સર્જાઈ ભીષણ દુર્ઘટના
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉચ્છલ-નિઝર હાઈવે પર ગામડી ગામની સીમમાં બે બાઈક સવારો સામસામે આવી રહ્યા હતા. તે દરમિયાન કોઈ કારણોસર બંને બાઈક વચ્ચે પ્રચંડ અથડામણ થઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે યુવકો રોડ પર ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં રૂમકિતલાવના શ્રાવણ વસાવા અને સંદીપ વસાવા તેમજ વડપાડા ગામના ઋષિકેશ વળવીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ પણ વાંચો: લખતર-વિરમગામ હાઈવે થયો લોહીલુહાણ : બેફામ ગતિએ આવતા કાળમુખા ટ્રકે પદયાત્રીઓને કચડ્યાં;એક જ પરિવારના 7 સભ્યોના મોત
એક યુવકની હાલત ગંભીર, હોસ્પિટલમાં સારવાર હેઠળ
આ ગોઝારા અકસ્માતમાં અન્ય એક યુવક વિનુ વળવી (રહે. રૂમકિતલાવ) ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ મિત્રોના અકાળે અવસાનથી મુંધવા અને વસાવા પરિવારમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
નિઝર પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ નિઝર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાઈવે પર અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જે પોલીસે હળવી કરી હતી. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે અકસ્માત પાછળ અતિશય ઝડપ જવાબદાર હતી કે કેમ.
દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતી એક 25 વર્ષીય યુવતીએ આર્થિક તણાવ અને બેંક રિકવરી એજન્ટોના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને હાઈરાઈઝ બિલ્ડિંગના ઉપરના માળેથી મોતની છલાંગ લગાવી દીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક યુવતીના પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે કે રિકવરી એજન્ટોના ત્રાસને કારણે જ તેમની લાડકવાઈ દીકરીએ આવું અંતિમ પગલું ભર્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની વિગત મુજબ, સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા 'શ્રીકૃષ્ણ હેરિટેજ' એપાર્ટમેન્ટમાં આ આઘાતજનક બનાવ બન્યો હતો. રવિવારે મોડી સાંજે જ્યારે લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતા, ત્યારે અચાનક બિલ્ડિંગના નીચેના ભાગે જોરદાર અવાજ સંભળાયો હતો. સ્થાનિક રહીશો અને સિક્યોરિટી ગાર્ડ દોડીને ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં લોહીલુહાણ હાલતમાં 25 વર્ષીય સંજના પડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.
સંજનાના આ પગલાથી આખું સંકુલ સ્તબ્ધ થઈ ગયું છે. પાડોશીઓના જણાવ્યા મુજબ, સંજના ખૂબ જ મૃદુ સ્વભાવની અને શાંત પ્રકૃતિની છોકરી હતી. તે તેના પરિવાર સાથે હળીમળીને રહેતી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેના ચહેરા પર કોઈ ગૂઢ ચિંતા દેખાઈ રહી હતી.
પરિવાર પર લોનનું દેવું અને એજન્ટોની ગુંડાગીરી
સંજનાના પરિવારે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સંજનાના ભાઈ પર કરોડો રૂપિયાનું દેવું હતું. પરિવારે ઘર માટે હોમ લોન લીધી હતી અને સાથે જ બે લક્ઝરી કારના હપ્તા પણ બાકી હતા. ધંધામાં આવેલી મંદીને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી હપ્તા (EMI) ભરવામાં મુશ્કેલી પડી રહી હતી.
પરિવારનો આરોપ છે કે, ખાનગી બેંકના રિકવરી એજન્ટોએ જાણે માનવતા નેવે મૂકી દીધી હતી. છેલ્લા એક મહિનાથી એજન્ટો સતત ફોન કરીને ધમકીઓ આપતા હતા. એટલું જ નહીં, રિકવરી એજન્ટો વારંવાર ઘરે આવીને પરિવારના સભ્યો સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા અને પડોશીઓ વચ્ચે અપમાનિત કરતા હતા. આ સતત થઈ રહેલી માનસિક હેરાનગતિએ 25 વર્ષની સંજનાને અંદરથી તોડી નાખી હતી.
સંજનાના મનમાં ચાલતું દ્વંદ્વ: ‘મારા લગ્ન માટે ઘર વેચવું પડશે’
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સંજના તેના ભાઈ અને પિતાની આર્થિક સ્થિતિ જોઈને ખૂબ જ વ્યથિત હતી. ઘરમાં ચર્ચા ચાલી રહી હતી કે દેવું ચૂકવવા માટે રહેણાંક મકાન વેચી દેવું પડશે. બીજી તરફ, સંજના લગ્ન લાયક વયની હોવાથી પરિવાર તેની શાદી માટે પણ ચિંતિત હતો.
આ પણ વાંચો: સુરતના સારોલીમાં મધરાતે ભીષણ આગ : પાર્કિંગમાં રાખેલા 18 વાહનો બળીને ખાખ, રહીશોમાં ભારે ફફડાટ
સંજનાને એવો અહેસાસ થઈ રહ્યો હતો કે તે પરિવાર પર બોજ બની રહી છે. તેણે મનોમન વિચારી લીધું હતું કે જો તે જીવિત રહેશે તો તેના લગ્ન પાછળ મોટો ખર્ચ થશે, જે આ પરિસ્થિતિમાં પરિવાર સહન કરી શકશે નહીં. "હું જ નહીં હોઉં તો મારા લગ્નનો ખર્ચ બચશે અને ઘરના લોકો શાંતિથી રહી શકશે" - આ એક આત્મઘાતી વિચાર તેને મોત તરફ ખેંચી ગયો.
પોલીસ કાર્યવાહી અને એજન્ટો સામે તપાસ
ડીંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સંજનાનો મોબાઈલ ફોન જપ્ત કરી તેના પર આવેલા રિકવરી એજન્ટોના કોલ રેકોર્ડિંગ્સ અને મેસેજની તપાસ કરવામાં આવી રહી છે. જો તેમાં કાયદાકીય મર્યાદા બહાર જઈને ધમકાવવાના પુરાવા મળશે, તો સંબંધિત રિકવરી એજન્ટો અને બેંક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી ફરી એકવાર આગની હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના સારોલી વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીના પાર્કિંગમાં ગત મોડી રાત્રે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં પાર્કિંગમાં લાઈનબદ્ધ ઉભેલા 18 જેટલા વાહનો પળવારમાં ભસ્મીભૂત થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાની મિલકત સ્વાહા થઈ ગઈ છે.
મધરાતે સર્જાયો ભયાનક મંજર
સારોલી વિસ્તારમાં આવેલી મોડર્ન ટાઉન રેસીડેન્સીમાં શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ જ્યારે તમામ રહીશો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અંદાજે 01:23 વાગ્યે પાર્કિંગ વિસ્તારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થયું હતું. શરૂઆતમાં વોચમેન કે કોઈ રહીશને ખ્યાલ આવે તે પહેલાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વાહનોના ટાયર ફાટવાના અવાજોથી આખી સોસાયટી ગુંજી ઉઠી હતી, જેના કારણે લોકો ગભરાઈને જાગી ગયા હતા.
અફરાતફરી અને નાસભાગના દ્રશ્યો
આગની જ્વાળાઓ એટલી ઊંચી હતી કે બિલ્ડિંગના પહેલા અને બીજા માળ સુધી તેની ગરમી અનુભવાતી હતી. ધુમાડો સીડીઓ વાટે ઉપરના માળ સુધી પહોંચતા રહીશોમાં ગૂંગળામણનો ભય પેદા થયો હતો. લોકો પોતાના નાના બાળકો અને વૃદ્ધોને લઈને જીવ બચાવવા માટે ટેરેસ તરફ દોડ્યા હતા. કેટલાક રહીશો હિંમત કરીને નીચે મેદાનમાં ધસી આવ્યા હતા. અંધારામાં ટોર્ચના અજવાળે લોકો એકબીજાની મદદ કરતા જોવા મળ્યા હતા. રહેણાંક બિલ્ડિંગમાં લાગેલી આ આગને કારણે એક સમયે એવું લાગતું હતું કે મોટી જાનહાનિ થશે, પરંતુ સમયસૂચકતાને કારણે લોકો સુરક્ષિત રહ્યા.
ફાયર બ્રિગેડનું ક્વિક એક્શન
ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું. ડુંબાલ, ડિંડોલી અને પૂર્ણા ફાયર સ્ટેશનથી કુલ 5થી વધુ ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ, "પાર્કિંગમાં પેટ્રોલથી ભરેલા વાહનો હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હતી. અમારો મુખ્ય ઉદ્દેશ્ય આગને ઉપરના રહેણાંક ફ્લેટ્સ સુધી પહોંચતા અટકાવવાનો હતો." ફાયર ફાઈટરોએ અંદાજે 45 મિનિટ સુધી પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક વજ્રઘાત
સવાર પડતા જ જ્યારે રહીશો પાર્કિંગમાં પહોંચ્યા ત્યારે દ્રશ્યો હૃદયદ્રાવક હતા. જે વાહનો ગત સાંજે સુખરૂપ પાર્ક કરવામાં આવ્યા હતા, તે હવે માત્ર લોખંડના હાડપિંજર બની ગયા હતા. કુલ 18 વાહનોમાં 15 જેટલા ટુ-વ્હીલર અને 3 ફોર-વ્હીલરનો સમાવેશ થાય છે. ઘણા રહીશોએ હજુ તાજેતરમાં જ લોન પર નવા વાહનો ખરીદ્યા હતા. મધ્યમવર્ગીય પરિવારો માટે પોતાની મહેનતની કમાણીથી વસાવેલા વાહનો આ રીતે રાખમાં ફેરવાઈ જતાં લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. અંદાજ મુજબ, આ આગમાં 25થી 30 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
આ પણ વાંચો: અમદાવાદ-સુરત જેવા શહેરોમાં લક્ઝરી ઘરનો ક્રેઝ કેમ વધ્યો? : મધ્યવર્ગ માટે 'પોતાનું ઘર' હવે છેટું કેમ?
તપાસના ચક્રો ગતિમાન: શું કારણ હોઈ શકે?
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ એફએસએલ (FSL) ની મદદ લેવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું મનાય છે. જોકે, કોઈ વાહનની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ સોસાયટીના CCTV ફૂટેજ પણ ચકાસી રહ્યા છે જેથી ઘટનાના મૂળ સુધી પહોંચી શકાય.
આ ઘટનાએ ફરી એકવાર રહેણાંક બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અને પાર્કિંગના નિયમો સામે સવાલો ઉભા કર્યા છે. શું બિલ્ડિંગમાં ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ કાર્યરત હતી? શું પાર્કિંગમાં સેફ્ટીના સાધનો હતા? આ તમામ પાસાઓ પર અત્યારે તપાસ કેન્દ્રિત છે.
ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી એક મોટો બદલાવ દેખાઈ રહ્યો છે. અમદાવાદના એસ.જી. હાઈવેથી લઈને સુરતના વેસુ-પાલ સુધી, દરેક જગ્યાએ હવે 'પ્રીમિયમ' અને 'લક્ઝરી' પ્રોજેક્ટ્સનો રાફડો ફાટ્યો છે. જે શહેરો ક્યારેક અફોર્ડેબલ હાઉસિંગ માટે જાણીતા હતા, ત્યાં હવે 3-BHK અને 4-BHK લક્ઝરી ફ્લેટ્સની બોલબાલા છે. આ ટ્રેન્ડે મધ્યવર્ગના સસ્તું ઘર ખરીદવાના સમીકરણો બદલી નાખ્યા છે.
શહેરોમાં લક્ઝરી હાઉસિંગની તેજીનું કારણ
અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ઉચ્ચ મધ્યમ વર્ગની આવક અને અપેક્ષાઓ વધી છે. હવે ખરીદનાર માત્ર ચાર દીવાલ નહીં, પણ જીમ, સ્વિમિંગ પૂલ અને ક્લબ હાઉસ જેવી સુવિધાઓ ધરાવતી 'ગેટેડ કોમ્યુનિટી' શોધે છે. ખાસ કરીને કોરોના બાદ મોટા ઘરની જરૂરિયાત સમજાતા લોકો પ્રીમિયમ પ્રોપર્ટી પાછળ રોકાણ કરતા અચકાતા નથી. ડેવલપર્સ પણ જાણે છે કે લક્ઝરી સેગમેન્ટમાં નફો વધુ છે અને પ્રોજેક્ટ ઝડપથી વેચાય છે, તેથી તેમનું ધ્યાન હવે નાના ફ્લેટ્સને બદલે હાઈ-એન્ડ પ્રોજેક્ટ્સ પર વધુ છે.
સસ્તા ઘરો (અફોર્ડેબલ હાઉસિંગ) કેમ અદૃશ્ય થઈ રહ્યા છે?
શહેરોના મુખ્ય વિસ્તારોમાં જમીનના ભાવ હવે આસમાને પહોંચ્યા છે. બાંધકામ સામગ્રી જેવી કે સિમેન્ટ અને સ્ટીલના વધતા ભાવને કારણે બિલ્ડર્સ માટે 'બજેટ હોમ્સ' બનાવવું હવે આર્થિક રીતે પોસાય તેમ નથી. પહેલા જે કિંમતે ઘર મળતા હતા, તે ભાવે હવે જમીન પણ મળવી મુશ્કેલ છે. આ જ કારણ છે કે મોટા શહેરોમાં 30 થી 40 લાખના બજેટવાળા નવા પ્રોજેક્ટ્સ હવે માત્ર શહેરની છેવાડે જોવા મળે છે.
આ પણ વાંચો : ઘર ખરીદવાનું વિચારતા લોકો માટે મોટા સમાચાર : અમદાવાદ સહિત દેશના 8 શહેરોમાં ઘર ખરીદવાનો બદલાઈ રહ્યો છે ટ્રેન્ડ
ડેવલપર્સનો બદલાતો ફોકસ
આજના ડેવલપર્સ 'વોલ્યુમ' કરતા 'વેલ્યુ' પર વધુ ધ્યાન આપે છે. 100 અફોર્ડેબલ ફ્લેટ વેચવા કરતા 20 લક્ઝરી વિલા કે મોટા એપાર્ટમેન્ટ વેચવા વધુ સરળ અને ફાયદાકારક છે. બિલ્ડર્સ હવે શહેરોના વિકસતા વિસ્તારોમાં (જેમ કે અમદાવાદનું શીલજ કે સુરતનું અડાજણ) મોંઘા પ્રોજેક્ટ્સ મૂકી રહ્યા છે, જેના કારણે મધ્યમ વર્ગ માટે વિકલ્પો સીમિત થઈ ગયા છે.
લોકલ માર્કેટમાં શું બદલાવ આવ્યો?
અમદાવાદમાં એસ.પી. રિંગ રોડની આસપાસના વિસ્તારો હોય કે સુરતનું ડુમસ રોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેટ્રો કનેક્ટિવિટીના કારણે આ વિસ્તારોમાં મિલકતોના ભાવમાં તોતિંગ વધારો થયો છે. લોકો હવે શહેરની ભીડભાડથી દૂર પણ તમામ લક્ઝરી સુવિધાઓ ધરાવતા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો ફટાફટ કરજો...! : અમદાવાદમાં પ્રોપર્ટી-રોજગારીમાં આવશે મોટો ઉછાળો, આ એક કારણથી બદલાશે નસીબ
મધ્યવર્ગ માટેના પડકારો
આ ટ્રેન્ડના કારણે મધ્યવર્ગ હવે 'રેન્ટલ ટ્રેપ' (ભાડાના ચક્ર) માં ફસાઈ રહ્યો છે. ઈચ્છિત વિસ્તારમાં ઘર મોંઘા હોવાથી લોકો ભાડે રહેવા મજબૂર છે, જેનાથી ભાડાના દરો પણ વધ્યા છે. હોમ લોનના વ્યાજદર અને પ્રોપર્ટીના ભાવ વચ્ચેનું અંતર સામાન્ય નોકરિયાત વર્ગ માટે ઘર ખરીદવાની ક્ષમતા (Affordability) ઘટાડી રહ્યું છે.
આ બદલાવ શા માટે ચિંતાજનક છે?
જો શહેરોમાં અફોર્ડેબલ હાઉસિંગમાં સતત ઘટાડો થશે, તો સામાન્ય માણસ શહેરની બહાર ધકેલાતો જશે. આનાથી શહેરી વિકાસમાં અસંતુલન પેદા થઈ શકે છે. રિયલ એસ્ટેટનો આ નવો ચહેરો ચકાચૌંધથી ભરેલો તો છે, પણ તેમાં મધ્યમ વર્ગનો 'પોતાના ઘર'નો સંઘર્ષ પણ છુપાયેલો છે.
સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો હવે ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા આવેલા ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના સમર્થકો આમને-સામને આવી જતા માહોલ તંગ બની ગયો હતો. સૂત્રોચ્ચાર અને શક્તિ પ્રદર્શનથી કચેરી વિસ્તાર રાજકીય રંગમાં રંગાઈ ગયો હતો.
કલેકટર કચેરીએ ત્રિપક્ષીય ટકરાવ
સુરત કલેકટર કચેરી ખાતે ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા ત્યારે ભાજપ, આપ અને કોંગ્રેસના સમર્થકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ દરમિયાન ત્રણેય પક્ષના કાર્યકરો વચ્ચે સામસામે સૂત્રોચ્ચાર શરૂ થયો હતો. પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે રાજકીય ટકરાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.
સૂત્રોચ્ચારથી ગરમાયો માહોલ
ભાજપના સમર્થકો દ્વારા “મોદી મોદી” ના નારા લગાવવામાં આવ્યા હતા, જ્યારે AAP ના સમર્થકો દ્વારા “ગોપાલ ગોપાલ”ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બન્ને પક્ષો વચ્ચે જોરદાર સૂત્રોચ્ચાર ચાલતા વાતાવરણ વધુ ગરમાયું હતું. કોંગ્રેસના સમર્થકો પણ પોતાની હાજરી નોંધાવતા જોવા મળ્યા હતા, જેના કારણે ત્રિપક્ષીય સ્પર્ધા સ્પષ્ટ બની ગઈ હતી.
ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર
સુરતના રાજકારણમાં હાલ ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. બંને પક્ષો પોતપોતાના સમર્થન દર્શાવવા માટે આક્રમક રીતે મેદાનમાં ઉતર્યા છે. AAP છેલ્લા કેટલાક સમયમાં સુરતમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે ભાજપ પોતાની મજબૂત પકડ જાળવી રાખવા પ્રયત્નશીલ છે. આ કારણે બંને વચ્ચેનો મુકાબલો વધુ તીવ્ર બન્યો છે.
આ પણ વાંચો: સુરત મનપા ચૂંટણી : ભાજપના 107 'સારથિઓ' મેદાનમાં, જાણો કયા વોર્ડમાં કોનું પત્તું કપાયું અને કોને મળી ટિકિટ!
ઉમેદવારી દરમિયાન ભારે જમાવડો
ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા દરમિયાન કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થયા હતા. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોના કાર્યકરોની ઉપસ્થિતિએ કચેરી વિસ્તાર રાજકીય કેન્દ્ર બની ગયો હતો. પોલીસ અને વ્યવસ્થાપન ટીમને પરિસ્થિતિ પર નજર રાખવી પડી હતી.
સુરત: ગુજરાતના રાજકારણમાં પ્રતિષ્ઠાના જંગ સમાન સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આખરે પોતાના પત્તા ખોલી દીધા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બાદ સુરત મહાનગરના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કુલ 30 વોર્ડમાં ફેલાયેલા 107 ઉમેદવારોની આ યાદીમાં પક્ષે અનેક નવા ચહેરાઓને તક આપી છે, તો વળી કેટલાક પાયાના કાર્યકરો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં સંગઠનનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે. ગાંધીનગર સ્થિત 'શ્રી કમલમ્' કાર્યાલયથી જાહેર થયેલી આ યાદીમાં સુરતના તમામ મહત્વના ભૌગોલિક અને જ્ઞાતિગત સમીકરણોને સાંકળી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ યાદી જાહેર થતા જ સુરતનું રાજકીય તાપમાન વધી ગયું છે.
વોર્ડ વાઈઝ મહત્વના ઉમેદવારો પર એક નજર
યાદીની ઝીણવટભરી સમીક્ષા કરતા જણાય છે કે ભાજપે દરેક વોર્ડમાં ચાર બેઠકોના સમીકરણ મુજબ ઉમેદવારો ઉતાર્યા છે.
વોર્ડ નં. 1 (જહાંગીરપુરા-વરીયાવ-કોસાડ): અહીં ભાવિશાબેન પટેલ, નયનાબેન ડોબરીયા, વિજયભાઇ ભાટિયા અને રાજેન્દ્રભાઈ પટેલને મેદાનમાં ઉતારાયા છે.
વરાછા અને પુણા વિસ્તાર (વોર્ડ 3, 16, 17): પાટીદાર પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારોમાં કાવ્યા પટેલ, વિશાલ રાઠોડ, સુરેશ ધોમાલિયા અને જગદીશ સુતરીયા જેવા નામો પર ભરોસો મૂકવામાં આવ્યો છે.
કતારગામ (વોર્ડ 6 અને 7): આ મહત્વના ગઢમાં દક્ષેશ માવાણી, રમેશ બોરડ અને ઈશ્વરભાઈ નારોલા જેવા મજબૂત નેતાઓને સ્થાન મળ્યું છે.
અડાજણ-પાલ (વોર્ડ 10 અને 11): હાઈ-પ્રોફાઈલ ગણાતા આ વિસ્તારમાં નિલેશ પટેલ, અલ્પાબેન મહેતા અને હર્ષ મહેતાને ટિકિટ આપી ભાજપે શિક્ષિત વર્ગને રિઝવવાનો પ્રયાસ કર્યો છે.
પાંડેસરા અને ઉધના (વોર્ડ 25, 28): પરપ્રાંતીય મતદારોના વર્ચસ્વવાળા આ વિસ્તારોમાં વર્ષાબેન બલદાણિયા, સંજય પાટીલ અને પંકજ જાધવના નામો જાહેર થયા છે.
મહિલા પ્રતિનિધિત્વ અને સામાજિક સંતુલન
ભાજપની આ યાદીમાં 'માતૃશક્તિ' પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. લગભગ દરેક વોર્ડમાં બે મહિલા ઉમેદવારોને સ્થાન આપીને પક્ષે અડધી વસ્તીને સાધવાનો પ્રયાસ કર્યો છે. ચંદ્રિકાબેન અસોદારીયા (વોર્ડ-2), મીતાબેન મકવાણા (વોર્ડ-3), અને મોહિનીબેન રાઠોડ (વોર્ડ-13) જેવા નામો સામાજિક સંતુલન જાળવવામાં નિર્ણાયક સાબિત થશે.
નવા સીમાંકન અને વિસ્તારનું વિભાજન
આ વખતે સુરત મહાનગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારો જેવા કે કનસાડ, સચિન, ઉન અને આભવા (વોર્ડ-30) માં પણ ભાજપે પોતાની પકડ મજબૂત કરવા ભરતભાઈ પટેલ અને ચિરાગ સોલંકી જેવા કાર્યકરોને તક આપી છે. અલથાણા અને બમરોલી જેવા વિકસતા વિસ્તારોમાં પણ મેહુલ પટેલ અને ધર્મેન્દ્રકુમાર પટેલ જેવા યુવા ચહેરાઓ પર પસંદગી ઉતારવામાં આવી છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મનો વરસાદ : ગુજરાતમાં 4907 ફોર્મ ભરાયા, રાજકીય ગરમાવો તેજ
સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જંગ થશે રસપ્રદ
ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ 107 ઉમેદવારોની યાદી સ્પષ્ટ કરે છે કે પક્ષ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતો નથી. જૂના જોગીઓ અને નવા લોહીનું મિશ્રણ કરીને ભાજપે સુરત મહાનગરપાલિકામાં ફરી કેસરીયો લહેરાવવાની રણનીતિ તૈયાર કરી છે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષો આ મજબૂત મોરચાબંધી સામે કેવા ઉમેદવારો ઉતારે છે.
Surat AAP Candidate Change Party: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. નેતાઓ જે રીતે કપડાં બદલે તેમ પક્ષ બદલી રહ્યા છે, ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. એક યુવા મહિલા નેતાએ એવી તો 'ગેમ' કરી કે સવાર સુધી જેમના હાથમાં ઝાડૂ હતું, તેમના હાથમાં બપોર થતાં જ કોંગ્રેસનો પંજો આવી ગયો!
કોણ છે ડો. પ્રીતિ સાદડિયા?
ડો. પ્રીતિ સાદડિયા વ્યવસાયે હોમિયોપેથિક તબીબ છે અને સુરતના રાજકારણમાં એક શિક્ષિત અને યુવા ચહેરા તરીકે જાણીતા છે. તેઓ આમ આદમી પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા હતા અને પક્ષના સક્રિય કાર્યકર તરીકે ઉભરી આવ્યા હતા.
આ પણ વાંચો: સુરત AAP પાર્ટીમાં ભારે ભડકો : એક પાર્ટીમાંથી ટિકિટ લઈ બીજીમાં જોડાયા કાર્યકર્તા
શું બની સમગ્ર ઘટના?
ઘટનાક્રમ એટલો ઝડપી હતો કે ખુદ AAP ના દિગ્ગજ નેતાઓ પણ ચોંકી ગયા. આમ આદમી પાર્ટીએ વિશ્વાસ મૂકીને ડો. પ્રીતિ સાદડિયાને સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા. ટિકિટ મળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે પક્ષ સામે મોરચો માંડ્યો. સાંજ પડતા સુધીમાં તો તેમણે પોતાના 500 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો. કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાની હાજરીમાં તેઓ વિધિવત રીતે પક્ષમાં જોડાયા.
AAP વિરુદ્ધ ભડકાઉ પોસ્ટ: "માત્ર ઉઘરાણામાં જ રસ છે"
રાજીનામું આપ્યા બાદ ડો. પ્રીતિએ સોશિયલ મીડિયા પર પોતાની ભડાશ કાઢી હતી. તેમણે પક્ષના હોદ્દેદારો પર ગંભીર આક્ષેપો કરતા લખ્યું કે દિલ્હીથી આવેલા સહયોગીઓ અને પક્ષના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદારોને કામમાં કોઈ રસ નથી, તેઓ ફક્ત ઉઘરાણા કરવામાં જ માને છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ AAP ના આંતરિક વિખવાદો અને અસંતોષની જ્વાળા જાહેરમાં આવી ગઈ છે.
આ પણ વાંચો: અઠવા બ્રિજ પર દોડતી કાર બની 'અગનગોળો' : ભભૂકતી આગને પગલે વાહનચાલકોમાં ફફડાટ અને ટ્રાફિકજામ
AAP ના ગઢમાં ગાબડું
સુરતને આમ આદમી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, પરંતુ ચૂંટણી પહેલા જ અહીં પક્ષપલટાની મોસમ ખીલી છે. માત્ર પ્રીતિ સાદડિયા જ નહીં, પણ તાજેતરમાં જ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડા પણ 'આપ' છોડીને ભાજપમાં જોડાયા હતા. એક તરફ ભાજપની રણનીતિ અને બીજી તરફ કોંગ્રેસનો આક્રમક મૂડ જોતા, સુરતમાં 'આપ' માટે કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડો. પ્રીતિ સાદડિયાનો આ યુ-ટર્ન સાબિત કરે છે કે રાજકારણમાં કંઈ પણ અશક્ય નથી. હવે જોવાનું એ રહેશે કે ડો. પ્રીતિનો આ પંજો કોંગ્રેસને કેટલી મજબૂતી અપાવે છે અને AAP આ ફટકામાંથી કેવી રીતે બહાર આવે છે.
Surat Fire Breaking: ડાયમંડ સિટી સુરતના વ્યસ્ત ગણાતા અઠવા બ્રિજ પર આજે બપોરના સમયે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર કારમાં અચાનક ચાલુ મુસાફરીએ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે આખી કાર અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, કારમાં સવાર લોકો સમયસૂચકતા વાપરીને સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે.
ચાલુ કારમાં અચાનક ધુમાડા નીકળ્યા અને આગ ફાટી નીકળી
પ્રાપ્ત વિગતો અનુસાર, કાર ચાલક જ્યારે અઠવા બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એન્જિનના ભાગેથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. ડ્રાઈવરે તરત જ પરિસ્થિતિ પારખી લીધી અને કાર ઉભી રાખી અંદર બેઠેલા તમામ સભ્યો સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા. કાર ઉભી રહ્યાની ગણતરીની મિનિટોમાં જ આખી કાર લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: સુરત AAP પાર્ટીમાં ભારે ભડકો : એક પાર્ટીમાંથી ટિકિટ લઈ બીજીમાં જોડાયા કાર્યકર્તા
ફાયર વિભાગની કામગીરી અને ટ્રાફિકજામના દ્રશ્યો
ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. બ્રિજની વચ્ચે સળગતી કારને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. બ્રિજની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને પગલે વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.
શોર્ટ સર્કિટ હોવાની આશંકા
પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ કારમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉનાળાની શરૂઆત સાથે જ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ફાયર વિભાગે વાહનચાલકોને તેમના વાહનોનું નિયમિત મેન્ટેનન્સ કરાવવા અપીલ કરી છે. પોલીસ દ્વારા હાલ ટ્રાફિક હળવો કરવાની અને ઘટનાની વધુ તપાસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાં આવનારી સ્થાનિક ચૂંટણી પહેલા રાજકીય માહોલ વધુ જ ગરમાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી માટે એક મોટો ઝટકો સાબિત થઈ શકે તેવી ઘટના સામે આવી છે, જ્યાં પાર્ટીએ ટિકિટ આપ્યા છતાં ઉમેદવારે રાજીનામું આપી દીધું છે. ડૉ. પ્રીતિ સદાદીયાના આ નિર્ણયે માત્ર પાર્ટીને નહીં પરંતુ સમગ્ર સ્થાનિક રાજકારણને ચોંકાવી દીધું છે.
ડૉ. સદાદીયાએ પોતાના રાજીનામા પત્રમાં ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પાર્ટીમાં કેટલાક હોદ્દેદારો અને દિલ્હીથી આવેલા સહયોગીઓનું ધ્યાન સ્થાનિક મુદ્દાઓ કરતાં વધુ ફંડ ઉઘરાવામાં છે. તેમણે "નોનસેન્સ હોદ્દેદારો" શબ્દપ્રયોગ કરતાં પાર્ટીની આંતરિક કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે. આ પ્રકારના આક્ષેપો પાર્ટી માટે ગંભીર છબીનો પ્રશ્ન ઊભો કરી શકે છે.
વોર્ડ બદલાતા ઉઠ્યો વિરોધ
ડૉ. પ્રીતિ સદાદીયા છેલ્લા પાંચ વર્ષથી સુરતના વોર્ડ નંબર 7 માં સક્રિય રહીને કામગીરી કરતા હતા. સ્થાનિક સ્તરે તેઓએ મજબૂત સંગઠન ઉભું કર્યું હતું અને વિસ્તારના લોકો સાથે સીધો સંપર્ક બનાવ્યો હતો. આ ચૂંટણીમાં પણ તેઓ એ જ વોર્ડમાંથી ઉમેદવારીની અપેક્ષા રાખતા હતા.
પરંતુ AAP એ તેમને અચાનક વોર્ડ નંબર 12 માંથી ટિકિટ ફાળવી, જેના કારણે તેઓ અને તેમના સમર્થકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો. સ્થાનિક કાર્યકરોનું કહેવું છે કે વર્ષોથી કરેલી મહેનત અને જનસંપર્કને અવગણવામાં આવ્યો છે.
200 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા
રાજીનામા બાદ ડૉ. સદાદીયાએ મોટો રાજકીય પગલું ભર્યું અને કોંગ્રેસમાં જોડાઈ ગયા. તમને જણાવી દઈએ કે તેઓ એકલા જ નથી જોડાયા, પરંતુ તેમના સાથે લગભગ 200 જેટલા કાર્યકરો પણ કોંગ્રેસમાં સામેલ થયા છે.
આ ઘટના કોંગ્રેસ માટે ફાયદાકારક બની શકે છે, કારણ કે એકસાથે મોટા પ્રમાણમાં કાર્યકરો જોડાતા સંગઠનને સ્થાનિક સ્તરે મજબૂતી મળે છે. ખાસ કરીને ચૂંટણી પહેલા આવા જોડાણો મતદાનના પરિણામોને પ્રભાવિત કરી શકે છે.
આ પણ વાંચો: "પાંચ વર્ષ કૌભાંડ કરનારા હવે ચૂંટણી આવતા 'સુંદરકાંડ' કરે છે" : AAP પર વરાછાના ધારાસભ્યનો સીધો પ્રહાર
AAPમાં ફરી ઊઠ્યા આંતરિક મતભેદના પ્રશ્નો
આ ઘટના પછી AAP માં આંતરિક મતભેદો ફરી ચર્ચામાં આવ્યા છે. અગાઉ પણ ટિકિટ વિતરણ અને સંગઠન વ્યવસ્થાને લઈને અસંતોષના અવાજો સાંભળવામાં આવ્યા હતા. હવે આ તાજા પ્રકરણએ તેને વધુ તીવ્ર બનાવ્યું છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે જો પાર્ટી આ પ્રકારના અસંતોષને સમયસર સંભાળી નહીં શકે, તો તેનો સીધો અસર ચૂંટણી પરિણામો પર પડી શકે છે. ખાસ કરીને જ્યારે વિરોધ પક્ષ આ મુદ્દાને પ્રચારમાં ઉપયોગમાં લે છે.
Surat News: દેશના ટેક્સટાઇલ હબ ગણાતા સુરત શહેરમાં વેપારીઓ સાથે થતી કરોડોની છેતરપિંડી અટકાવવા માટે સુરત શહેર પોલીસ હવે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને અધિક પોલીસ કમિશનર બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે વેપારીઓની સુરક્ષા અને ન્યાય માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે.
‘સંવાદ સેતુ’ દ્વારા વેપારીઓની સમસ્યાઓનું નિવારણ
ગત તા. ૦૬/૦૪/૨૦૨૬ના રોજ સલાબતપુરા સ્થિત ધમણવાલા હોલ ખાતે પોલીસ અને વેપારીઓ વચ્ચે એક ભવ્ય ‘સંવાદ સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતની અલગ-અલગ ટેક્સટાઇલ માર્કેટના ૨૦૦થી વધુ વેપારીઓ હાજર રહ્યા હતા.  પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વેપારીઓને છેતરપિંડી (Fraud) થી કેવી રીતે બચવું અને પેમેન્ટ બાબતે કઈ તકેદારી રાખવી તે અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે જ માર્કેટમાં આગજનીના બનાવો અટકાવવા માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: ઢોંસા-ખીરા કાંડમાં માતા-પિતાના બ્લડનું સેમ્પલ લેતાં ફૂટ્યો ભાંડો : બાળકીઓનો પિતા વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ થશે
માત્ર ૨ દિવસમાં ૧૬ ગુના દાખલ
આ સંવાદ કાર્યક્રમ દરમિયાન વેપારીઓએ નીડરતાથી પોતાની રજૂઆતો કરી હતી. પોલીસ વિભાગને અંદાજે ૪૫ થી ૫૦ જેટલી અરજીઓ મળી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા માત્ર બે જ દિવસમાં પ્રાથમિક તપાસ પૂર્ણ કરી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ ૧૬ ગુનાઓ દાખલ કર્યા છે.  દાખલ થયેલા કેસોમાં ₹૨ લાખથી લઈને ₹૨ કરોડ સુધીની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. હાલમાં અન્ય ૨૫ જેટલી અરજીઓ પર પણ તપાસ તેજ ગતિએ ચાલી રહી છે.
આરોપીઓને પકડવા ૬ ટીમો અન્ય રાજ્યોમાં રવાના
છેતરપિંડી આચરીને ફરાર થઈ ગયેલા ગઠિયાઓને પકડવા માટે સુરત પોલીસે કમર કસી છે. પોલીસની ૬ થી વધુ સ્પેશિયલ ટીમો બનાવીને અલગ-અલગ રાજ્યોમાં રવાના કરવામાં આવી છે, જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી-ગુડગાંવ અને પશ્ચિમ બંગાળ (કોલકાતા)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: આ વર્ષે વરસાદ ખેંચાશે? : અલ નીનોની અસરથી નબળા ચોમાસાની આગાહી, જાણો કયા મહિનામાં કેટલો પડશે વરસાદ
ગુનેગારો સામે ‘પાસા’ (PASA) નું શસ્ત્ર ઉગામશે પોલીસ
સુરત પોલીસે ગુનેગારોને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, જે તત્વો વારંવાર ટેક્સટાઇલ ઉદ્યોગને નુકસાન પહોંચાડે છે અને વેપારીઓના પરસેવાની કમાણી હડપ કરી જાય છે, તેમની સામે ‘પાસા’ (PASA) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવાયા છે અને ભવિષ્યમાં પણ સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગને સુરક્ષિત રાખવા પોલીસ પ્રતિબદ્ધ છે.
આ કાર્યક્રમમાં ઝોન-૧, ૨, ૩ ના ડીસીપી તેમજ સલાબતપુરા, ઉધના, ગોડાદરા, સારોલી અને વરાછા સહિતના વિસ્તારોના એસીપી અને પીઆઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત: ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી લોકોને શિકાર બનાવતી ગેંગ સક્રિય થઈ છે. જહાંગીરપુરા પોલીસે એક અત્યંત ચર્ચિત કિસ્સામાં કાર્યવાહી કરી ડેટિંગ એપ્લિકેશન દ્વારા પુરુષોને હનીટ્રેપમાં ફસાવી લૂંટતી ટોળકીના બે સાગરીતોને દબોચી લીધા છે. આ ગેંગ ખાસ કરીને 'Grindr' નામની ગે ડેટિંગ એપનો ઉપયોગ કરી ભોળા યુવકોને પ્રેમજાળમાં ફસાવતી હતી અને ત્યારબાદ નિર્જન સ્થળે બોલાવી તેમને લૂંટી લેતી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગના સભ્યો ડેટિંગ એપ પર નકલી એકાઉન્ટ બનાવી યુવકો સાથે મિત્રતા કરતા હતા. જ્યારે સામેવાળી વ્યક્તિ ડેટિંગ માટે તૈયાર થાય, ત્યારે તેને અવાવરુ ખેતરો કે સુમસામ જગ્યાએ બોલાવવામાં આવતી હતી. ત્યાં અગાઉથી સંતાઈને બેઠેલા ગેંગના સભ્યો પીડિત યુવકને ઘેરી લેતા અને તેના વાંધાજનક વિડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરતા હતા.
બ્લેકમેલિંગનો ભયાનક ખેલ: વિડિયો વાયરલ કરવાની ધમકી આપી પડાવતા નાણાં
આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક હતી. શિકાર બનેલા યુવકના વિડિયો ઉતાર્યા બાદ આરોપીઓ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અથવા તેના માતા-પિતાને બતાવવાની ધમકી આપતા હતા. સમાજમાં બદનામીના ડરથી અનેક યુવકો ચૂપચાપ આ ગેંગને નાણાં આપી દેતા હતા. એક કિસ્સામાં, ફરિયાદી યુવક પાસેથી આ રીતે ડરાવી-ધમકાવીને આરોપીઓએ ₹30,000 પડાવી લીધા હતા, જે બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
આ પણ વાંચો: અપહરણ કરી બાળકો પાસે ભીખ મંગાવતી ગેંગનો પર્દાફાશ : જાણો CCTVની મદદથી પોલીસે કઈ રીતે ગણતરીના કલાકોમાં જ 4 વર્ષના માસૂમનો કર્યો બચાવ
પોલીસના સકંજામાં રત્નકલાકાર અને રિક્ષાચાલક
જહાંગીરપુરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ ગેંગના બે સક્રિય સભ્યોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં નરેશ ઉર્ફે નરીયો મારૂ અને રાજુ મેરનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, આરોપીઓ પૈકી એક રિક્ષાચાલક છે અને બીજો રત્નકલાકાર તરીકે કામ કરે છે. પોલીસે જ્યારે તેમના મોબાઈલ ફોનની તપાસ કરી ત્યારે તેમાંથી અન્ય અનેક લોકોના વિડિયો પણ મળી આવ્યા હતા, જે સૂચવે છે કે આ ગેંગે ઘણા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
ઝડપાયેલો આરોપી નરેશ ઉર્ફે નરીયો અગાઉ પણ હત્યા અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. જ્યારે રાજુ મેર પણ અગાઉ આ જ પ્રકારે લોકોને બ્લેકમેલ કરીને પૈસા પડાવવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ ગેંગના પકડાયા બાદ સુરત પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં આ ટોળકીએ કુલ કેટલા લોકોને આર્થિક અને માનસિક રીતે લૂંટ્યા છે.
સુરત પોલીસની અપીલ: ડેટિંગ એપ્સથી સાવધાન રહો
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, અજાણી વ્યક્તિ સાથે ડેટિંગ એપ્લિકેશન પર વાત કરતી વખતે સાવચેતી રાખવી અને ક્યારેય અજાણ્યા સ્થળે મળવા જવું નહીં. જો કોઈ આ પ્રકારે હનીટ્રેપ કે બ્લેકમેલિંગનો શિકાર બને તો ડર્યા વગર નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ.
Narayan Sai Talaq: ઈન્દોરની ફેમિલી કોર્ટે નારાયણ સાંઈ અને જાનકી દેવીના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે નારાયણ સાંઈએ પત્નીને ભરણપોષણ (એલ્યુમની) પેટે ₹2 કરોડ ચૂકવવા પડશે. વર્ષ 2008માં લગ્ન થયા બાદ બંને 2013થી અલગ રહેતા હતા. પત્નીએ તરછોડાયા હોવાના અને નારાયણ સાંઈના અન્ય સંબંધો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત, કલમ 125 હેઠળ દર મહિને ₹50 હજારનું ભરણપોષણ અને આશરે ₹50 લાખની બાકી નીકળતી રકમની વસૂલાતની પ્રક્રિયા પણ ચાલુ છે. આ કેસમાં હવે હાઈકોર્ટમાં જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
8 વર્ષ બાદ આવ્યો ચુકાદો
મધ્યપ્રદેશના ઈન્દોર સ્થિત ફેમિલી કોર્ટે લાંબા સમયથી ચાલી રહેલા વૈવાહિક વિવાદમાં મહત્વનો નિર્ણય સંભળાવતા સ્વયંભૂ ધર્મગુરુ આસારામના પુત્ર નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી હરપાલાણીના લગ્નનો અંત લાવ્યો છે. કોર્ટે છૂટાછેડાની અરજી મંજૂર કરતા નારાયણ સાંઈને પત્નીને કાયમી ભરણપોષણ તરીકે ₹2 કરોડ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, નારાયણ સાંઈ હાલમાં દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત થયા બાદ સુરત જેલમાં સજા કાપી રહ્યો છે. માહિતી મુજબ, આ કેસ છેલ્લા આઠ વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ હતો. તમામ પક્ષોની સુનાવણી પૂર્ણ થયા બાદ 2 એપ્રિલે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો, જેની જાણકારી બાદમાં જાનકીના વકીલ અનુરાગ ગોયલે આપી હતી.
આ પણ વાંચો: અગાઉ મોદીજીને કહ્યાં હતા '100 માથાવાળા રાવણ' : હવે એ જ ખડગે રાહુલની મોહબ્બતની દુકાનમાં વેચાતું નફરતનું ઝેર પી ગયા..!
પત્નીએ લગાવ્યા હતા ગંભીર આરોપો
અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, બંનેના લગ્ન વર્ષ 2008માં થયા હતા, પરંતુ 2013થી જ તેઓ અલગ રહેતા હતા. પત્નીએ આક્ષેપ કર્યો હતો કે તેને ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો અને તેને તરછોડાયેલું જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવી. હાલમાં તે તેની માતા સાથે રહી રહી છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નારાયણ સાંઈના અન્ય મહિલાઓ સાથે સંબંધો હતા અને તેની સામે દુષ્કર્મ કેસમાં થયેલી સજાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: "ભાજપને કોંગ્રેસ કે AAPથી કોઈ ડર નથી, ભાજપને ભાજપ જ હરાવશે" : ચૂંટણી પહેલાં સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં હડકંપ
₹5 કરોડની માંગ સામે ₹2 કરોડ મંજૂર
પત્ની દ્વારા ભરણપોષણ પેટે ₹5 કરોડની માંગણી કરવામાં આવી હતી, જોકે કોર્ટે બંને પક્ષોની દલીલોને ધ્યાને રાખીને ₹2 કરોડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. વકીલ અનુરાગ ગોયલના જણાવ્યા અનુસાર, કોર્ટે અગાઉ દર મહિને ₹50 હજાર ભરણપોષણ તરીકે આપવાનો આદેશ કર્યો હતો, પરંતુ તેનું નિયમિત ચુકવણું થયું નહોતું. આ કારણે આશરે ₹50 લાખની બાકી રકમ જમા થઈ ગઈ છે, જેની વસૂલાતની પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવી શકે છે. સાથે જ મિલકતોની ચકાસણીને લગતી સંપૂર્ણ માહિતી હજુ સુધી રજૂ કરવામાં ન આવી હોવાથી આગળ પણ વિવાદની સ્થિતિ બની રહે તેવી શક્યતા છે.
Surat Kidnapping Case: ગુજરાતના આર્થિક હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માનવ તસ્કરી સાથે સંકળાયેલા એક સંગઠિત ગેંગનો ભાંડો ફૂટ્યો છે. 4 વર્ષના નિર્દોષ બાળકના અપહરણની ઘટનાએ સમગ્ર શહેરમાં ચિંતા અને ભયનું વાતાવરણ સર્જ્યું હતું. પરંતુ સુરત પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી આ કેસમાં નાટકીય વળાંક આવ્યો અને ગણતરીના કલાકોમાં જ બાળકને સુરક્ષિત રીતે છુટકારો અપાયો. આ ઘટના માત્ર એક અપહરણ કેસ નથી, પરંતુ શહેરમાં સક્રિય માનવ તસ્કરીના જાળ અંગે ગંભીર સંકેતો આપે છે. પોલીસના સમયસરના પગલાં અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ગેંગ સુધી પહોંચવામાં સફળતા મળી છે, જે સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા દર્શાવે છે.
શું હતી સમગ્ર ઘટના?
સુરતના ગીચ વિસ્તારમાં 4 વર્ષનો બાળક રમતા રમતા અચાનક ગાયબ થઈ ગયો હતો. આ સમાચાર મળતા જ પરિવારજનોમાં હાહાકાર મચી ગયો અને આસપાસના લોકોમાં પણ ભય ફેલાયો.
પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી, જેના પગલે પોલીસે કેસની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. પોલીસ કમિશનરે અલગ અલગ ટીમો બનાવીને તપાસને વેગ આપ્યો. શરૂઆતથી જ પોલીસને શંકા હતી કે, આ મામલો સામાન્ય નહીં પરંતુ કોઈ સંગઠિત ગેંગ સાથે જોડાયેલ હોઈ શકે છે.
CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી મળ્યા મહત્વના પુરાવા
સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની ભૂમિકા અત્યંત નિર્ણાયક રહી છે. તપાસ દરમિયાન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોના અસંખ્ય ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી, જેમાં કેટલાક શંકાસ્પદ શખ્સો અપહરણ કરાયેલા બાળકને લઈ જતા નજરે પડ્યા હતા. આધુનિક ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને ડિજિટલ ટ્રેકિંગની મદદથી પોલીસે ગુનેગારોનું ચોક્કસ લોકેશન મેળવ્યું હતું. તે સાથે જ હ્યુમન ઈન્ટેલિજન્સ અને શહેરના વિવિધ નાકાઓ પર સઘન નાકાબંધી કરીને શંકાસ્પદ વાહનોની તપાસ શરૂ કરવામાં આવી હતી, જેના કારણે આરોપીઓ શહેર છોડીને ભાગી છૂટે તે પહેલા જ પોલીસ તેમના સુધી પહોંચવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો: સુરતમાં જોવા મળ્યો ‘નાયક’ ફિલ્મ જેવો સીન : જર્જરિત મકાન ધરાશાયી થતા ફાયર જવાને આવી રીતે બચાવ્યો વૃદ્ધાનો જીવ
માનવ તસ્કરી ગેંગનો પર્દાફાશ
પોલીસના દરોડા દરમિયાન અપહરણ કરાયેલા બાળકને હેમખેમ છોડાવી લેવામાં આવ્યો છે અને આ ગુનામાં સંડોવાયેલી એક આખી માનવ તસ્કરી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ગેંગ નાના બાળકોનું અપહરણ કરી તેમને અન્ય રાજ્યોમાં વેચવાનું અથવા તો તેમની પાસે ભીખ મંગાવવાનું વ્યવસ્થિત રેકેટ ચલાવતી હતી. આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી સૂચવે છે કે, આ નેટવર્ક ઘણું મોટું હોઈ શકે છે. હાલ પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવીને આ ટોળકીએ ભૂતકાળમાં અન્ય કેટલા બાળકોને નિશાન બનાવ્યા છે તે દિશામાં ઉંડી તપાસ ચલાવી રહી છે.
પોલીસની અપીલ અને આગળની તપાસ
આ સફળ ઓપરેશન બાદ સુરત પોલીસે વાલીઓને ખાસ તકેદારી રાખવાની અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે વાલીઓએ પોતાના બાળકો પર સતત નજર રાખવી જોઈએ અને અજાણી વ્યક્તિઓ સાથે સંપર્ક ટાળવા માટે બાળકોને સમજાવવા જોઈએ. જો આસપાસ કોઈ શંકાસ્પદ હરકત જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી અત્યંત જરૂરી છે. બાળકના સુરક્ષિત બચાવ બાદ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને સુરત પોલીસની સરાહનીય કામગીરીનો આભાર માન્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો પોલીસની આ ત્વરિત અને બહાદુરીપૂર્વકની કાર્યવાહીની પ્રશંસા કરી રહ્યા છે.
Surat Rescue Operation: ડાયમંડ સિટી સુરતના જૂના કોટ વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. શહેરના વ્યસ્ત ગણાતા વરિયાવી બજાર વિસ્તારમાં એક અતિજર્જરિત મકાનનો સ્લેબ અને દીવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થતા સમગ્ર પંથકમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટના સમયે મકાનમાં હાજર એક વૃદ્ધ મહિલા કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કટોકટીની આ પળોમાં સુરત ફાયર વિભાગના જવાનોએ દેવદૂત બનીને પહોંચી, ભારે જહેમત બાદ વૃદ્ધાને સલામત રીતે બહાર કાઢી નવજીવન આપ્યું હતું.
જીવના જોખમે રેસ્ક્યૂ: જવાને ખભા પર ઉચકીને વૃદ્ધાને બચાવ્યા
ધરાશાયી થયેલા મકાનમાં પરિસ્થિતિ અત્યંત જોખમી હતી, કારણ કે મકાનનો બાકીનો હિસ્સો પણ ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં હતો. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ફાયર જવાનોએ હિંમતપૂર્વક કાટમાળ હટાવી વૃદ્ધા સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન એક બહાદુર ફાયર જવાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ઇજાગ્રસ્ત વૃદ્ધાને પોતાના ખભા પર ઉચકી લીધા હતા અને સીડી દ્વારા પહેલા માળેથી સુરક્ષિત નીચે ઉતાર્યા હતા. જવાનની આ બહાદુરી જોઈને સ્થળ પર હાજર લોકોએ હર્ષનાદ સાથે તેમને વધાવી લીધા હતા.
આ પણ વાંચો: સુરતના ખજોદમાં ઝેરી ધુમાડાનો કાળો કહેર : 10 દિવસથી આગ બેકાબૂ, હવે વોટ નહીં, એક્શનની માંગ ઉગ્ર
વહેલી સવારે ધડાકા સાથે મકાન પડતા લોકોમાં ફફડાટ
ફાયર વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, આ ઘટના વહેલી સવારે બની હતી જ્યારે મોટાભાગના લોકો નિંદ્રાધીન હતા. અચાનક ગાજવીજ જેવા મોટા અવાજ સાથે મકાન ધરાશાયી થતા આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મકાન અતિજર્જરિત હાલતમાં હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. લાંબા સમયથી મરામતના અભાવે નબળું પડેલું માળખું આખરે ધરાશાયી થયું હતું. ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો.
બહાદુરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ફાયર જવાન જે રીતે વૃદ્ધાને ખભા પર લાદીને સાંકડી સીડીઓ પરથી નીચે ઉતરી રહ્યા છે, તે જોઈને નેટીઝન્સ તેમની કામગીરી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાના ભરપેટ વખાણ કરી રહ્યા છે. સુરતના લોકો આ જવાનને 'રિયલ લાઈફ હીરો' ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો: સ્માર્ટફોન પર જ ઉમેદવારની કુંડળી : પત્રિકાના બદલે QR કોડ અને AIથી પ્રચાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટેક્નોલોજીનો દબદબો
તંત્રની કામગીરી અને સાવચેતીની જરૂર
હાલમાં ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર સુરતના કોટ વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનોનો મુદ્દો ગરમાવ્યો છે. ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા આવા જોખમી મકાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે, જેથી ભવિષ્યમાં આવી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.
સુરતના ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગી રહેલી આગ હવે માત્ર કચરો સળગાવતી ઘટના નથી રહી, પરંતુ હજારો લોકોના જીવન પર સીધી અસર કરતી ગંભીર સમસ્યા બની ગઈ છે. છેલ્લા 10 દિવસથી સતત ધુમાડો ઉઠતા આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. સ્થિતિ એટલી ભયાનક બની ગઈ છે કે લોકો પોતાના જ ઘરમાં માસ્ક પહેરીને રહેવા મજબૂર બન્યા છે.
બારીઓ ખોલવી તો દૂરની વાત, બહાર નીકળવું પણ જોખમી
આગમ હાઈટ્સ અને સનફ્લાવર જેવી સોસાયટીના રહીશો હવે ખુલ્લેઆમ તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. રહીશોનું કહેવું છે કે, બારીઓ ખોલવી તો દૂરની વાત, બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે. વૃદ્ધો અને બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. ઘણા લોકોને શ્વાસની તકલીફ, આંખોમાં જળાવો અને દુર્ગંધથી પરેશાની થઈ રહી છે.
ચૂંટણી નજીક આવતા આ મુદ્દો હવે રાજકીય રંગ પણ લઈ રહ્યો છે. આગમ હાઈટ્સના 550 ફ્લેટમાં રહેતા લગભગ 2000 મતદારો એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. “પહેલા આગ બુઝાવો, પછી વોટ માંગવા આવજો” એવો કડક સંદેશ નેતાઓને આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભારતીય સેનાને ગુજરાતની કંપનીએ આપ્યું “Kamikaze Drone” : યુદ્ધની વ્યૂહરચનામાં મોટો બદલાવ લાવનાર ઘાતક ટેક્નોલોજી
રહીશો એ ગંભીર આક્ષેપો પણ કર્યા છે કે ડમ્પિંગ સાઈટ પર વારંવાર આગ લાગવી કોઈ સામાન્ય ઘટના નથી.કરોડોના કચરા નિકાલના કોન્ટ્રાક્ટ હોવા છતાં આવી સ્થિતિ કેમ સર્જાય છે તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું આ પાછળ કોઈ ગડબડ છે? તે અંગે તાત્કાલિક તપાસ કરવાની માંગ ઉઠી છે.
આ સમગ્ર સ્થિતિને લઈને લોકોમાં ભારે રોષ છે. રહીશો હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી માંગે છે. જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બની શકે છે.
Kamikaze drone : ભારતીય સેનાની તાકાત હવે વધુ આધુનિક અને ઘાતક બની રહી છે. ગુજરાતની એક ડિફેન્સ કંપની દ્વારા તૈયાર કરાયેલા કામિકાઝે ડ્રોન, જેને “લોઇટરિંગ મ્યુનિશન” પણ કહેવામાં આવે છે. હવે સેનાની કામગીરીમાં સામેલ થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ ડ્રોન -35 ડિગ્રી જેટલી કઠોર ઠંડીમાં પણ કાર્યક્ષમ રહે છે, જે તેને લદ્દાખ જેવા વિસ્તારોમાં અત્યંત ઉપયોગી બનાવે છે.
શું છે કામિકાઝે ડ્રોન અને કેમ છે મહત્વપૂર્ણ?
કામિકાઝે ડ્રોન એ એવી આધુનિક સૈનિક ટેક્નોલોજી છે, જે પરંપરાગત મિસાઇલ અને ડ્રોન બંનેના ગુણ ધરાવે છે. આ ડ્રોન હવામાં લાંબા સમય સુધી ટકી શકે છે અને યોગ્ય ટાર્ગેટ મળ્યા બાદ સીધો હુમલો કરીને પોતે જ વિસ્ફોટ કરે છે. એટલે તેને “આત્મઘાતી ડ્રોન” તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સેનાને મળેલા આ નવા ડ્રોનમાં હાઇ-પ્રિસિઝન ગાઇડન્સ સિસ્ટમ છે, જે તેને ચોક્કસ ટાર્ગેટ પર હુમલો કરવા સક્ષમ બનાવે છે. આ ટેક્નોલોજી ખાસ કરીને બોર્ડર પરના આતંકવાદી ઠેકાણાઓ અથવા દુશ્મનના બંકર પર હુમલો કરવા માટે અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે.
ગુજરાતની કંપનીનો મહત્વપૂર્ણ યોગદાન
આ ડ્રોન ગુજરાત આધારિત એક ડિફેન્સ ટેક્નોલોજી કંપની દ્વારા વિકસાવવામાં આવ્યા છે, જે “મેક ઇન ઇન્ડિયા” પહેલ હેઠળ કાર્યરત છે. દેશની અંદર જ આવી અદ્યતન ટેક્નોલોજી વિકસાવવી એ ભારત માટે એક મોટું વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે. આ કંપનીએ ખાસ કરીને ભારતીય સેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ડ્રોન ડિઝાઇન કર્યા છે. તેમાં હળવા વજન, ઝડપી તૈનાતી, અને સરળ ઓપરેશન જેવી વિશેષતાઓ સામેલ છે.
અતિશય ઠંડીમાં પણ કાર્યક્ષમ
આ ડ્રોનની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે -35 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં પણ કાર્ય કરી શકે છે. આ ખાસિયત તેને ઉત્તર ભારતના હિમાલયી વિસ્તારોમાં ઉપયોગી બનાવે છે, જ્યાં પરંપરાગત સાધનો ઘણી વખત નિષ્ફળ જાય છે. લદ્દાખ અને સિયાચિન જેવા વિસ્તારોમાં આ ડ્રોન દુશ્મન પર નજર રાખવા અને હુમલો કરવા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
યુદ્ધની વ્યૂહરચનામાં મોટો ફેરફાર
કામિકાઝે ડ્રોનના સમાવેશથી ભારતીય સેનાની યુદ્ધની રીતોમાં મોટો બદલાવ આવી શકે છે. આ ડ્રોન સૈનિકોને જોખમમાં મૂક્યા વિના દૂરથી જ ટાર્ગેટને નષ્ટ કરવાની ક્ષમતા આપે છે. આ ઉપરાંત, આ ડ્રોનનું ઉપયોગ “સર્જિકલ સ્ટ્રાઈક” જેવી કામગીરીમાં પણ થઈ શકે છે, જ્યાં ચોક્કસ ટાર્ગેટ પર ઝડપી અને ચોક્કસ હુમલો જરૂરી હોય છે.
ટેક્નોલોજી અને સ્વદેશીકરણ તરફ મોટું પગલું
ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. આ ડ્રોન તેનો એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ દેશને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરે છે અને સ્થાનિક ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપે છે.
ભવિષ્યમાં શું શક્યતાઓ?
આ વિકાસ માત્ર સેનાની તાકાત વધારવા માટે જ નહીં, પરંતુ ભારતની ટેક્નોલોજીકલ ક્ષમતાને પણ દર્શાવે છે. વૈશ્વિક સ્તરે પણ કામિકાઝે ડ્રોનનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે, ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધમાં તેનો વ્યાપક ઉપયોગ જોવા મળ્યો છે. ભારત હવે આ ક્ષેત્રમાં પોતાની ક્ષમતાઓ વિકસાવી રહ્યું છે, જે ભવિષ્યના યુદ્ધ માટે અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે. આ ડ્રોન ટેક્નોલોજીનો વિકાસ આગળ જઈને વધુ આધુનિક સ્વરૂપ લઈ શકે છે. તેમાં AI આધારિત ટાર્ગેટ ઓળખ, વધુ લાંબી રેન્જ, અને વધુ પાવરફુલ વિસ્ફોટક ક્ષમતાઓ ઉમેરાઈ શકે છે. સાથે સાથે, આ ટેક્નોલોજીનો ઉપયોગ નૌકાદળ અને વાયુસેનામાં પણ થઈ શકે છે, જે ભારતની ત્રિ-સેના શક્તિને વધુ મજબૂત બનાવશે.
Election: સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ એડીચોટીનું જોર લગાવી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આ દરમિયાન વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભાજપના કાર્યકરોને સંબોધતા એક મોટું અને સ્વીકારાત્મક નિવેદન આપ્યું છે. વોર્ડ નંબર 4 ના મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજિત બેઠકમાં કાનાણીએ કાર્યકરોને ટકોર કરતા કહ્યું કે, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં અને વિપક્ષના 'ગેરમાર્ગે દોરતા' પ્રચારનો સામનો કરવામાં ભાજપના કાર્યકર્તાઓ ક્યાંક 'કાચા' પડ્યા છે. આ નિવેદન બાદ સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
RTE અને આરોગ્યની સિદ્ધિઓ સમજાવવામાં નિષ્ફળતાનો સ્વીકાર
કુમાર કાનાણીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ લાખો વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં મફત ભણે છે, પરંતુ આ વાત આપણે જનતા સુધી પ્રભાવી રીતે પહોંચાડી શક્યા નથી. તેમણે ઉમેર્યું કે, "આપણે લોકોના આરોગ્ય માટે પણ સરકારી હોસ્પિટલોમાં પૈસા લેતા નથી, છતાં 'આપ' વાળા લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે સાચી વાત સમજાવવામાં અસફળ રહ્યા છીએ." કાનાણીએ કાર્યકરોને હવે આક્રમક રીતે લોકોની વચ્ચે જઈ સત્ય જણાવવા આદેશ કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : જાણો સંપૂર્ણ સમયપત્રક અને પ્રક્રિયા
"પાંચ વર્ષ કૌભાંડ અને ચૂંટણી ટાણે સુંદરકાંડ": AAP પર સીધો પ્રહાર
આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા કુમાર કાનાણીએ કહ્યું કે, જે લોકોએ પાંચ વર્ષ સુધી રેશનીંગ અને બાંધકામ ક્ષેત્રે કૌભાંડો કર્યા છે, તેઓ હવે ચૂંટણી આવતા જ 'સુંદરકાંડ' કરી રહ્યા છે. તેમણે કાર્યકરોને કહ્યું કે આ વિરોધાભાસ લોકોની સામે ખુલ્લો પાડવો પડશે. કાનાણીએ કટાક્ષ કર્યો કે જે લોકોએ ભૂતકાળમાં રામ નવમીનો વિરોધ કર્યો હતો, તેઓ જ આજે રામ નવમીની શુભેચ્છાઓ પાઠવે છે અને સાધુ-સંતોના પગમાં પડે છે.
કાર્યકર્તાઓ માટે નવી રણનીતિની જરૂરિયાત
વોર્ડ નંબર 4 ના મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં કાનાણીએ રણનીતિ બદલવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષી નેતાઓ કથામાં જાય કે ધાર્મિક કાર્યક્રમોમાં જાય તે માત્ર વોટબેંકની રાજનીતિ છે. ભાજપના પાયાના કાર્યકરોએ ઘરે-ઘરે જઈને સરકારની ફ્રી સારવાર અને મફત શિક્ષણની યોજનાઓનો પ્રચાર કરવો પડશે જેથી જનતા ભ્રમિત ન થાય.
Surat News: ડાયમંડ સિટી સુરતમાં ગુનેગારોનો ખોફ એટલો વધી રહ્યો છે કે હવે રસ્તા પર ચાલતી વખતે કોઈને ટોકવું પણ જીવલેણ સાબિત થઈ શકે છે. સુરતના રાંદેર વિસ્તારમાં ઉગત કેનાલ રોડ પાસે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 'જોઈને ગાડી ચલાવવાનું' કહેતા એક ઉશ્કેરાયેલા મોપેડ ચાલકે બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા 15 વર્ષીય માસૂમ બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક એક્શન લઈને આરોપીની ધરપકડ કરી લીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર, રાંદેરના ઉગત કેનાલ રોડ પર આવેલી રામ રેસિડેન્સી પાસે સમર્થ અને તેનો ભાઈ યશ રસ્તાની બાજુમાં ઉભા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક મોપેડ ચાલકે બેદરકારીપૂર્વક ગાડી ચલાવી યશને ટક્કર મારી હતી. સદનસીબે યશને મોટી ઈજા નહોતી થઈ, પરંતુ જ્યારે બંને ભાઈઓએ મોપેડ ચાલકને 'જોઈને ગાડી ચલાવવાનું' કહ્યું, ત્યારે આરોપી લોહીતરસ્યો બની ગયો હતો.
વિદ્યાર્થી પર ઘાતક હુમલો અને ઝપાઝપી
સામાન્ય શિખામણ મળતા જ અહમ ઘવાયેલા મોપેડ ચાલકે ઉશ્કેરાઈને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. વિવાદ એટલો વધ્યો કે આરોપીએ 15 વર્ષના સમર્થ અને તેના ભાઈ યશ પર હુમલો કરી દીધો હતો. આ ઝપાઝપી દરમિયાન આરોપીએ સમર્થ પર હિંસક હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં સમર્થને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સમર્થ અત્યારે ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યો છે અને આ નાની ઉંમરે તેના પર થયેલા હુમલાથી પરિવાર આઘાતમાં છે.
આ પણ વાંચો: વડોદરામાં બિચ્છુ ગેંગનો આતંક યથાવત્ : જેલમાંથી બહાર આવતા જ આરોપીએ બે ભાઈઓ સાથે ના કરવાનું કર્યું!
CCTV ફૂટેજ અને પોલીસની કાર્યવાહી
ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ રાંદેર પોલીસ હરકતમાં આવી હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે મોપેડ ચાલક દાદાગીરી કરી રહ્યો છે અને બાળકો પર હાથ ઉપાડી રહ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોપેડના નંબરના આધારે તપાસ તેજ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ હુમલાખોર આરોપીને ઝડપી પાડ્યો છે.
લોકોમાં રોષ અને સુરક્ષાના સવાલો
સુરતના પોશ ગણાતા રાંદેર વિસ્તારમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું હવે રસ્તા પર સુરક્ષિત ચાલવું પણ મુશ્કેલ છે? હાલમાં રાંદેર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Surat News: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરની માળખાગત સુવિધાઓ અને વહીવટી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શહેરના વ્યસ્ત ગણાતા કાપોદ્રા વિસ્તારમાં ભરઉનાળે મેઈન રોડ પર અચાનક મસમોટો ભુવો પડતા સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ચોમાસામાં ભુવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ ધોમધખતા તાપમાં રોડ બેસી જવાની આ ઘટનાએ પાલિકાના રોડ-રસ્તાના કામોની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, કાપોદ્રા મેઈન રોડ પર જ્યાં આ ભુવો પડ્યો છે ત્યાં થોડા સમય પહેલા જ નવા રોડનું કામ કરવામાં આવ્યું હતું. કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ ગણતરીના મહિનાઓમાં જ ધરાશાયી થતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક હોવાથી વિરોધ પક્ષો અને સ્થાનિક રહીશો તંત્રની બેદરકારી પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોનો હલ્લાબોલ : "પાણી નહીં તો વોટ નહીં"ના નારા સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી
વ્યસ્ત માર્ગ પર ભુવો પડતા વાહનચાલકો અટવાયા
કાપોદ્રાનો આ મેઈન રોડ દિવસભર ટ્રાફિકથી ધમધમતો રહે છે. રસ્તાની વચ્ચોવચ ભુવો પડવાને કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિકોએ સતર્કતા દાખવી હતી. ભુવો પડવાની જાણ થતા જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે બેરીકેટ મૂકીને ભુવાને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.
ચૂંટણી ટાણે જ તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સત્તાધારી પક્ષ અને તંત્ર માટે આ ભુવો મુસીબત બની શકે છે. સ્થાનિકોનું કહેવું છે કે, ચૂંટણી જીતવા માટે ઉતાવળમાં કરવામાં આવતા કામોમાં લોટ, પાણી અને લાકડા જેવી નીતિ અપનાવવામાં આવે છે, જેના પરિણામે જનતાના ટેક્સના પૈસાનું ધોવાણ થાય છે. "સ્માર્ટ સિટી" ના દાવાઓ વચ્ચે મુખ્ય માર્ગો પર પડતા ભુવાઓ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે.
સુરત: દક્ષિણ ગુજરાતના હજીરા કાંઠા વિસ્તારના ખેડૂતો માટે પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. છેલ્લા 12 દિવસથી કેનાલમાંથી ડાંગરના પાક માટે પૂરતું પાણી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ આજે સુરત સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે, કાળઝાળ ગરમીમાં પાણીના અભાવે તેમનો ઉભો ડાંગરનો પાક સુકાઈ રહ્યો છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે.
હજીરા ગ્રુપ ગ્રામ પિયત સહકારી મંડળીના ઉપપ્રમુખ જયેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુવાલી માઈનોર, હજીરા માઈનોર અને તેની પેટા કેનાલો (8R, 9R, 10R) હેઠળ આવતા વિસ્તારના ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે પણ સતત 12 દિવસથી પાણી ન મળતા ડાંગરનો પાક ફેલ થવાની અણી પર છે. જો આગામી દિવસોમાં તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોએ આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ડાંગરનો પાક સુકાવાની ભીતિ, ખેડૂતો પાયમાલ થવાના આરે
હજીરા વિસ્તારમાં ડાંગરની ખેતી મુખ્ય છે. ઉનાળાની શરૂઆતમાં જ જ્યારે પાણીની વધુ જરૂર હોય છે, ત્યારે જ સિંચાઈ વિભાગ દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોના મતે, છેલ્લા ત્રણ સીઝનથી ઓલપાડ-ચોર્યાસી વિસ્તારમાં ડાંગરનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. આ વર્ષે પણ જો પાણી નહીં મળે તો ખેડૂતો દેવામાં ડૂબી જશે. સિંચાઈ વિભાગની કચેરીએ મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી હતી અને તાત્કાલિક ધોરણે પાણીની માંગણી કરી હતી.
આ પણ વાંચો: વડોદરામાં ગેસ કનેક્શનનું મોટું સંકટ : કોમર્શિયલ ગેસના ભાવ રૂ.5000 ને પાર! હોટલ સંચાલકો અને લારીધારકોની હાલત કફોડી
ચૂંટણી બહિષ્કારની ગંભીર ચેતવણી
ખેડૂતોએ માત્ર આવેદનપત્ર આપીને સંતોષ નથી માન્યો, પરંતુ લોકશાહીના પર્વ સમાન ચૂંટણીના બહિષ્કારનું હથિયાર ઉગામ્યું છે. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, "પાણી એ અમારો હક છે અને જો સરકાર કે તંત્ર અમને પાક બચાવવા માટે પાણી નહીં આપે, તો અમે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને વોટ આપીશું નહીં અને મતદાનનો બહિષ્કાર કરીશું." આ ચીમકીને પગલે રાજકીય વર્તુળોમાં પણ હલચલ મચી ગઈ છે.
Surat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગારા વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ સુરતમાં સત્તાધારી પક્ષ ભાજપ માટે પ્રચાર કરવો હવે લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ જ્યારે રાંદેર વિસ્તારમાં પ્રચાર કરવા નીકળ્યા, ત્યારે તેમને જનતાના અભૂતપૂર્વ અને આક્રમક રોષનો સામનો કરવો પડ્યો હતો.
20 વર્ષનો હિસાબ માંગતી જનતા
5 એપ્રિલના રોજ વોર્ડ નં. 9 (રાંદેર-ઝંડા ચોક) માં ભાજપના દિગ્ગજ નેતા રાજન પટેલ અને તેમના કાર્યકર્તાઓ જનસંપર્ક માટે નીકળ્યા હતા. નેતાઓ જ્યારે હાર-તોરા અને સ્મિત સાથે મત માંગવા પહોંચ્યા, ત્યારે સ્થાનિકોએ તેમને રસ્તામાં જ અટકાવી દીધા હતા. લોકોનો એક જ સવાલ હતો. "20 વર્ષથી અમે તમને મત આપીએ છીએ, પણ આજે મતની જરૂર પડી ત્યારે જ કેમ દેખાયા?" લોકોએ આક્ષેપ કર્યો હતો કે વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને વર્ષોથી કોઈ કામગીરી થઈ નથી. નેતાઓએ જ્યારે 'આશ્વાસન' આપવાની જૂની પદ્ધતિ અજમાવી, ત્યારે લોકોએ વળતો પ્રહાર કરતા કહ્યું કે આવા વાયદાઓ સાંભળીને હવે કાન પાકી ગયા છે.
આ પણ વાંચો: સ્કૂલ-કોર્ટ બાદ હવે RTO નિશાના પર : અમદાવાદ અને રાજકોટમાં આવ્યા બોમ્બની ધમકીભર્યા ઈમેલ
ગંદા પાણીની ડોલ અને ક્ષોભજનક સ્થિતિ
વિરોધનું સૌથી ચોંકાવનારું દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે એક રહીશ નળમાં આવતું કાળા રંગનું અને અત્યંત દુર્ગંધ મારતું પાણી ડોલમાં ભરીને સીધું રાજન પટેલ સામે લઈ આવ્યા. શું આ પાણી પીવાલાયક છે? તમે કરોડોના બજેટની મોટી-મોટી વાતો કરો છો, પણ અમને પીવા માટે શુદ્ધ પાણી આપી શકતા નથી? તમને આ જોતા શરમ નથી આવતી?" લોકોના આ વેધક સવાલો સામે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન નિરુત્તર થઈ ગયા હતા. જે નેતાએ આખા શહેરનું કરોડોનું બજેટ રજૂ કર્યું હોય, તે પોતાના જ વિસ્તારમાં પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થતા ભારે ક્ષોભજનક સ્થિતિ મુકાઈ હતી.
મહિલાઓ અને વૃદ્ધોનો હુમકારો: "વોટ નહીં મળે"
આ વખતે માત્ર યુવાનો જ નહીં, પણ ઘરની જવાબદારી સંભાળતી મહિલાઓ પણ મેદાનમાં આવી હતી. મહિલાઓએ આક્રોશ ઠાલવતા કહ્યું કે, ગંદા પાણીને કારણે બાળકો બીમાર પડી રહ્યા છે અને ખરાબ રસ્તાઓને કારણે વૃદ્ધોનું ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. રોષે ભરાયેલી મહિલાઓએ નેતાઓને સીધેસીધું સંભળાવી દીધું હતું કે "આ એરિયાને આજે તમે ભૂલી જજો, અહીંથી આ વખતે કોઈ વોટ નહીં મળે."
આ પણ વાંચો: Iran Israel US War : ટ્રમ્પની છેલ્લી ચેતવણી- "Strait of Hormuz ખોલો નહીંતર નરક જોવા તૈયાર રહો"
કાર્યકર્તાઓ અને લોકો વચ્ચે ઘર્ષણ
જ્યારે સ્થિતિ હાથબહાર ગઈ, ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ નેતાઓનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ જ્યારે વિરોધનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે કાર્યકર્તાઓએ તેને અટકાવવાની કોશિશ કરી. જેના કારણે સ્થાનિકો વધુ ભડક્યા હતા અને કહ્યું હતું કે, "અમારી પોલ ખુલ્લી પડી રહી છે એટલે તમે ડરો છો? અમે વીડિયો ચોક્કસ ઉતારીશું."
સુરતની આ ઘટના એ વાતનો સંકેત છે કે હવે જનતા માત્ર 'વિકાસના દાવા' થી સંતુષ્ટ નથી. કરોડોના બજેટ અને કાગળ પરની યોજનાઓ જ્યારે સામાન્ય માણસના નળ સુધી કે રસ્તા સુધી નથી પહોંચતી, ત્યારે જનતા આ પ્રકારે રસ્તા પર ઉતરે છે. આગામી ચૂંટણીમાં આ જનરોષ ભાજપને કેટલો ભારે પડશે, તે તો સમય જ બતાવશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત અને ચૂંટણી તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ આજે પોતાની ત્રીજી યાદી જાહેર કરી છે.
AAP દ્વારા સુરત મહાનગરપાલિકાની કુલ 120 બેઠકોમાંથી 75 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટી માટે સુરત ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે 2021ની ચૂંટણીમાં અહીં પાર્ટીએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવી હતી. નવી યાદી જાહેર થતાં જ પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જાહેર કરાયેલા ઉમેદવારો સ્થાનિક સ્તરે સક્રિય અને પ્રભાવશાળી માનવામાં આવે છે.
બીજી તરફ કોંગ્રેસ પણ પાલિકા અને પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે પોતાના ઉમેદવારોની જાહેરાત કરવાની તૈયારીમાં છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ કેટલાક પૂર્વ કોર્પોરેટરોને ફરી તક આપશે તેવી માહિતી મળી રહી છે. જેમાં શહેઝાદ ખાન, જગદીશ રાઠોડ, નીરવ બક્ષી અને રાજશ્રી કેસરીના નામો લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
ભાજપની તૈયારી
ભાજપ તરફથી પણ ચૂંટણી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અમદાવાદમાં કુલ 192 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. દરેક વોર્ડમાં સંભવિત 12 નામો પર ચર્ચા કરીને અંતિમ ઉમેદવારો નક્કી કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે શહેર ભાજપે સંકલન સમિતિની બેઠક બોલાવી છે, જે 5, 6 અને 7  એપ્રિલ સુધી ચાલુ રહેશે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના ઉમેદવારોના નામો પર ચર્ચા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં NCPનો મોટો દાવ : તમામ પાલિકા-પંચાયતોમાં ઊભા રાખશે ઉમેદવારો, જાણો કયારે જાહેર કરશે ઉમેદવારોની યાદી
સાથે જ ભાજપે પ્રચાર અભિયાનની પણ શરૂઆત કરી દીધી છે. કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈને પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યું છે અને મતદારો સાથે સીધો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ રીતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ મુખ્ય રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે અને આગામી દિવસોમાં વધુ ઉમેદવારોની જાહેરાત તથા પ્રચારમાં તેજી જોવા મળશે.
સુરતની Veer Narmad South Gujarat University (VNSGU) દ્વારા આગામી પરીક્ષાઓ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓ માટે જાણવો જરૂરી છે.
પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય
યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 25 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન યોજાનારી તમામ પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. આ નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ટાફની ફરજ અને વ્યવસ્થાપન માટે મોટી સંખ્યામાં માનવબળની જરૂરિયાત રહેતી હોવાથી આ ફેરફાર કરાયો છે.
કયા કોર્સ પર પડશે અસર?
આ નિર્ણયનો પ્રભાવ અનેક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓ પર પડશે. જેમાં મુખ્યત્વે B.Com, BBA, BCA, LLB, B.Com LLB, LLM, M.A, M.MS અને Master of Library Science ના હજારો વિદ્યાર્થીઓને આ બદલાવનો સીધો અસર થશે.
બાકીની પરીક્ષાઓ યથાવત
યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે કે 25 થી 28 એપ્રિલ સિવાયની તમામ પરીક્ષાઓ અગાઉ જાહેર કરાયેલા સમયપત્રક મુજબ જ લેવામાં આવશે. એટલે અન્ય તારીખોની પરીક્ષાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: GUJCETના ઉમેદવારો માટે કામના સમાચાર : ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર, જાણો કઈ રીતે નોંધાવવો વાંધો અને કેટલી છે ફી
નવા સમયપત્રક અંગે સૂચના
મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાઓ માટેનું નવું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ નિયમિત રીતે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ અને સૂચનાઓ પર નજર રાખે.
Surat : સુરત શહેરમાં સતત વધતી વસ્તી અને કેસોના ભારણને કારણે હાલનું કોર્ટ સંકુલ નાનું પડી રહ્યું હતું. લાંબા સમયની રાહ જોયા બાદ હવે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરતના મગદલ્લા વિસ્તારમાં હવે એક નવું અને અત્યાધુનિક કોર્ટ બિલ્ડિંગ બનાવવામાં આવશે. આ નિર્ણયથી સુરતના ન્યાયિક વર્તુળોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આધુનિક સુવિધાઓનો સંગમ
મગદલ્લામાં બનનારું આ નવું કોર્ટ કોમ્પ્લેક્સ માત્ર એક ઇમારત નહીં પરંતુ ટેકનોલોજી અને સુવિધાઓનું મિશ્રણ હશે. અહીં ઈ-કોર્ટ સિસ્ટમ પર ખાસ ભાર મૂકવામાં આવશે, જેનાથી ન્યાયિક કામગીરી ડિજિટલ બનશે. આ ઉપરાંત વિશાળ કોર્ટરૂમ, વકીલો માટે બેસવાની વ્યવસ્થા અને પાર્કિંગ જેવી પાયાની જરૂરિયાતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
વકીલોમાં અનેરો ઉત્સાહ
સુરત બાર એસોસિએશન અને વકીલો દ્વારા ઘણા સમયથી નવા બિલ્ડિંગની માંગ કરવામાં આવી રહી હતી. હાલના સંકુલમાં ટ્રાફિક અને જગ્યાના અભાવે વકીલો તેમજ અસીલોને ઘણી મુશ્કેલી પડતી હતી. નવા પ્રોજેક્ટની મંજૂરી મળતા વકીલોએ આશા વ્યક્ત કરી છે કે, હવે કામકાજમાં સરળતા રહેશે અને અસીલોને પણ યોગ્ય વાતાવરણ મળશે.
પ્રોજેક્ટની અનિવાર્યતા
સુરત એ વેપાર અને ઉદ્યોગોનું કેન્દ્ર છે, જેના કારણે અહીં કાયદાકીય કેસોની સંખ્યા પણ વધુ રહે છે. જૂની ઈમારતમાં આધુનિક ટેકનોલોજી જેવી કે વીડિયો કોન્ફરન્સિંગ કે ડિજિટલ રેકોર્ડ્સ માટે પૂરતી જગ્યા નહોતી. વધતા કામના ભારને પહોંચી વળવા માટે મગદલ્લાનો આ પ્રોજેક્ટ અત્યંત જરૂરી બની ગયો હતો.
હાઈટેક વિશેષતાઓ
નવા કોર્ટ સંકુલમાં અનેક ખાસિયતો હશે. જેમાં ડિજિટલ સુરક્ષા વ્યવસ્થા, સેન્ટ્રલાઈઝ્ડ એર કન્ડીશનીંગ, નાગરિકો માટે આરામદાયક વેઈટિંગ એરિયા અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન બિલ્ડિંગ ડિઝાઇનનો સમાવેશ થઈ શકે છે. આ બધું સુરતની ન્યાયિક પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવશે.
નાગરિકોને સીધો ફાયદો
કોઈપણ ન્યાયિક વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકને સમયસર ન્યાય અપાવવાનો હોય છે. નવી કોર્ટ શરૂ થવાથી કેસોના નિકાલમાં ઝડપ આવશે. નાગરિકોએ હવે ગીચતાવાળા વિસ્તારોમાં જવાની જરૂર નહીં રહે અને મગદલ્લા જેવા વિકસતા વિસ્તારમાં તેમને તમામ ન્યાયિક સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે.
આગામી આયોજન
સરકારની મંજૂરી બાદ હવે આગામી તબક્કામાં જમીનનું લેવલિંગ અને બિલ્ડિંગની ફાઇનલ ડિઝાઇન પર કામ શરૂ થશે. સુરતના લોકો અને વકીલો ઈચ્છી રહ્યા છે કે, આ પ્રોજેક્ટનું કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય જેથી શહેરને એક ગૌરવશાળી અને આધુનિક ન્યાયિક સંકુલ મળી રહે.
સુરત: ડાયમંડ સિટી સુરતની પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જ નહીં, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં પણ હંમેશા અગ્રેસર રહે છે. સુરત શહેર પોલીસ દ્વારા થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકોની વહારે આવવા માટે એક વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અને ડીસીપી ઝોન-3 દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પોલીસ જવાનો અને સામાજિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે બ્લડ બેંકોમાં રક્તની અછત વર્તાતી હોય છે, ત્યારે પોલીસની આ પહેલ સેંકડો બાળકો માટે સંજીવની સમાન સાબિત થશે.
કતારગામ ખાતે ‘મહારક્તદાન કેમ્પ’નું ભવ્ય આયોજન
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી પાટીદાર સમાજની વાડીમાં આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીની વિશેષ સૂચના અન્વયે, શહેરના વિવિધ ઝોન પ્રમાણે રક્તદાન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. આ કેમ્પમાં પોલીસ જવાનોની સાથે સામાજિક સંસ્થાઓના સભ્યોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતે આ કાર્યક્રમમાં હાજર રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને પોલીસ વિભાગના આ સેવાકીય અભિગમને બિરદાવ્યો હતો.
આ પણ વાંચો: સુરત ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : છેલ્લા 1 વર્ષથી નાસતો-ફરતો NDPSના ગુનાનો આરોપી ઝડપાયો
દર વર્ષે 10 હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક
સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં અંદાજે 1100 જેટલા બાળકો થેલેસેમિયાગ્રસ્ત છે. આ બાળકોને દર 20 થી 25 દિવસે નવા રક્તની જરૂરિયાત ઊભી થાય છે. તેમની આ જરૂરિયાતને પહોંચી વળવા માટે સુરત પોલીસ દર વર્ષે 10 હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ ધરાવે છે. આ વર્ષે પણ દર મહિનાની અંતિમ તારીખે રક્તદાન કેમ્પ યોજવાની શરૂઆત કરવામાં આવી છે, જેથી થેલેસેમિયાથી પીડાતા માસૂમ બાળકોને સમયસર અને વિનામૂલ્યે રક્ત મળી રહે.
ઉનાળામાં રક્તની અછત દૂર કરવા પોલીસનો પ્રયાસ
સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં રક્તદાનનું પ્રમાણ ઘટતું હોય છે, જેના કારણે બ્લડ બેંકોમાં લોહીની તાતી જરૂરિયાત ઊભી થાય છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આ સમયગાળો ઘણો મુશ્કેલ હોય છે. આ કપરી પરિસ્થિતિને ધ્યાને રાખીને જ શહેર પોલીસ દ્વારા ઉનાળામાં પણ સતત કેમ્પ યોજવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. પોલીસના આ સેવાયજ્ઞને કારણે પાંચ મોટી બ્લડ બેંકોને રક્ત પૂરું પાડવામાં આવશે, જે બાળકોને મફતમાં લોહી પહોંચાડવાનું કામ કરશે. પોલીસ વિભાગની આ કામગીરીને સમગ્ર શહેરમાંથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
NO DRUGS IN CITY: સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર દ્વારા શરૂ કરાયેલા “NO DRUGS IN SURAT CITY” અભિયાનને વધુ એક મોટી સફળતા મળી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. (NDPS) એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા-ફરતા આરોપી બિકાસ તુલુ પ્રધાનને દબોચી લીધો છે. પોલીસ તંત્ર દ્વારા માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આ વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
આ કેસની વિગત મુજબ, ગત જાન્યુઆરી મહિનામાં કાપોદ્રા વિસ્તારમાં માદક પદાર્થનો જથ્થો પકડાયો હતો, ત્યારથી આ આરોપી પોલીસને ચકમો આપી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને સક્રિય કરીને આરોપીના ચોક્કસ લોકેશનની માહિતી મેળવી હતી. આ ધરપકડથી સુરત પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે, શહેરમાં ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.
કાસાનગર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી આરોપીને દબોચ્યો
ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કાપોદ્રાના ગુનામાં વોન્ટેડ આરોપી બિકાસ પ્રધાન કાસાનગર ત્રણ રસ્તા પાસેથી પસાર થવાનો છે. આ માહિતીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. જેવો જ આરોપી નિર્દિષ્ટ સ્થળે દેખાયો કે તરત જ સતર્ક પોલીસ ટીમે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. આરોપી લાંબા સમયથી ધરપકડથી બચવા માટે પોતાના રહેઠાણો બદલી રહ્યો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતા સામે તેની ચાલાકી કામ આવી નહોતી.
આ પણ વાંચો: સુરતમાં ATMમાં સ્વાઈપ મશીનથી ડેટા ચોરી : 6 વર્ષથી ફરાર ભેજાબાજ હરિયાણાથી ઝડપાયો
શું હતો સમગ્ર મામલો? ૩ કિલોથી વધુ ગાંજો પકડાયો હતો
આ સમગ્ર પ્રકરણની શરૂઆત 28 જાન્યુઆરી 2025ના રોજ થઈ હતી. કાપોદ્રા વિસ્તારમાં આવેલા શ્રીરામ નગરના એક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને મકાનમાંથી 3 કિલો 166 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ. 31,660 જેટલી થતી હતી. આ સાથે અન્ય સાધન-સામગ્રી મળી કુલ રૂ. 33,958નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં ખુલાસો થયો હતો કે આ મકાન બિકાસ તુલુ પ્રધાને ભાડે રાખ્યું હતું અને તે જ અહીંથી ગાંજાનું વેચાણ અને હેરાફેરી કરતો હતો.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર DRIનો સપાટો : બેંગકોકથી લવાયેલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, 2ની ધરપકડ
સુરત પોલીસની પ્રતિબદ્ધતા: ડ્રગ્સ માફિયાઓ સામે કડક વલણ
કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ આ કેસની તપાસ તેજ કરવામાં આવી હતી. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. આ સફળ કામગીરીથી સાબિત થાય છે કે સુરત પોલીસ શહેરના યુવાધનને નશાના રવાડે ચઢાવતા અસામાજિક તત્વોને જરા પણ સાંખી લેવા માંગતી નથી. આગામી દિવસોમાં આ આરોપીની પૂછપરછમાં ડ્રગ્સ સપ્લાય કરનારા અન્ય મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતા છે.
Gorat Hanuman Temple: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે સુરતના રાંદેર તાડવાડી વિસ્તારમાં એક અનોખો અને તીખો રાજકીય મિજાજ જોવા મળી રહ્યો છે. રાંદેરના ગોરાટ વિસ્તારમાં ઠેર-ઠેર લગાવવામાં આવેલા વિરોધ પ્રદર્શનના બેનરોએ માત્ર સ્થાનિક લોકોમાં જ નહીં, પરંતુ રાજકીય પક્ષોના સુપ્રીમો અને નેતાઓમાં પણ ભારે ચિંતા અને દોડધામ મચાવી દીધી છે. “ગોરાટ બચાવો… ગોરાટ હનુમાન મંદિર બચાવો…” જેવા આક્રમક સૂત્રો સાથેના આ બેનરો સીધા જ મતોનું રાજકારણ ખેલતા નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. સ્થાનિકોએ એકસૂરે જાહેર કર્યું છે કે જે નેતા મંદિરની રક્ષા કરશે, તેને જ જનતાનો ટેકો મળશે.
આ વિવાદ માત્ર ધાર્મિક લાગણી પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ તેમાં સુરક્ષા અને વસ્તીના માળખામાં થઈ રહેલા ફેરફારનો મુદ્દો પણ ભળ્યો છે. બેનરોમાં લખાયેલા શબ્દો એટલા તીખા છે કે તેણે સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલિયારાઓમાં ચર્ચા જગાવી છે. ખાસ કરીને “એક બાબરી તૂટી અને ગોરાટમાં બીજી ઊભી થઈ ગઈ” જેવા કટાક્ષભર્યા વાક્યોએ આ મુદ્દાને અત્યંત સંવેદનશીલ બનાવી દીધો છે. ચૂંટણી ટાણે જ જનતાએ જે રીતે નેતાઓને ભીંસમાં લીધા છે, તેનાથી સત્તાધારી અને વિરોધ પક્ષ બંને મુંઝવણમાં મુકાયા છે.
“જે મંદિર બચાવશે, તે જ વોટ માંગવા આવે”: નેતાઓ માટે પ્રવેશબંધીની ચીમકી
ગોરાટ વિસ્તારમાં લાગેલા બેનરોમાં નેતાઓ માટે સ્પષ્ટ ચેતવણી લખવામાં આવી છે. રહીશોએ બેનર દ્વારા સંદેશ આપ્યો છે કે, “જે નેતાઓ ગોરાટ હનુમાન મંદિરને બચાવી શકે, તે જ વોટ માંગવા આવે.” આનો સીધો અર્થ એ છે કે વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં જે નેતાઓ નિષ્ફળ ગયા છે, તેમને આ વખતે જનતા સ્વીકારવાના મૂડમાં નથી. આ વિસ્તાર હવે રાજકીય હોટસ્પોટ બની ગયો છે, જ્યાં હવે માત્ર પોલા વચનો નહીં પણ જમીની સ્તર પર થનારા કામના આધારે જ મતાધિકારનો ઉપયોગ કરવાની શરત મુકવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરામાં ‘અશાંત ધારો’ મુદ્દે રાજકારણ ગરમાયું : તાંદલજામાં હનુમાન ચાલીસા સાથે વિરોધ, ભાયલીમાં અમલથી ઉત્સવ જેવો માહોલ
વિધર્મીઓના વસવાટ સામે રહીશો અને પુજારીનો આક્ષેપ
સ્થાનિક રહીશો અને મંદિરના પુજારીનો ગંભીર આક્ષેપ છે કે ગોરાટ હનુમાન મંદિરની બિલકુલ અડીને આવેલી દિવાલ પાસે વિધર્મીઓનો વસવાટ શરૂ થઈ ગયો છે. હિન્દુ બહુમતી ધરાવતા આ વિસ્તારમાં અચાનક થયેલા વસ્તી પરિવર્તનથી લોકોમાં અસુરક્ષા અને નારાજગીની લાગણી વ્યાપી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રકારના દબાણો અને વસવાટને કારણે મંદિરની પવિત્રતા અને વિસ્તારની શાંતિ જોખમાઈ રહી છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કોઈ ઠોસ પગલાં ન લેતા આખરે લોકોએ ચૂંટણી બહિષ્કાર અને બેનર વોરનો માર્ગ અપનાવ્યો છે.
તંત્રની ઉદાસીનતા સામે જનતાનો 'આખરી જંગ'
રહીશોના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા લાંબા સમયથી સ્થાનિક સત્તાવાળાઓ અને નેતાઓના ઉંબરા ઘસી રહ્યા છે, પરંતુ તેમને માત્ર પોલા આશ્વાસનો જ મળ્યા છે. પરિણામે, લોકોએ હવે ચૂંટણીને જ પોતાની માંગણીઓ સંતોષવાનું એકમાત્ર શસ્ત્ર માન્યું છે. લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ સમસ્યાનો કાયમી અને સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે, તો મતદાનના દિવસે તેઓ પોતાનો રોષ મતના માધ્યમથી વ્યક્ત કરશે. સુરતના આ હાઈપ્રોફાઈલ ગણાતા વિસ્તારમાં સર્જાયેલી આ સ્થિતિ હવે આગામી દિવસોમાં શું વળાંક લે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
Surat ATM Theft: સુરતની સચિન GIDC પોલીસે એક મોટી સફળતા મેળવતા ATM કાર્ડના ડેટા ચોરી કરી લોકોના ખાતા સાફ કરી નાખતા એક રીઢા ગુનેગારને હરિયાણાથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી મુનફેદ ઉર્ફે પુન્ની આસ મોહમ્મદ ખાન છેલ્લા 6 વર્ષથી આઈટી એક્ટ (IT Act) ના વિવિધ ગુનાઓમાં પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. આ શખ્સ અત્યંત ચાલાકીપૂર્વક ATM મશીનોમાં કાર્ડ સ્વાઈપ કરવાનું ડમી મશીન લગાવી દેતો હતો, જેના દ્વારા તે નિર્દોષ ગ્રાહકોના ગોપનીય ડેટા ચોરી કરતો અને ત્યારબાદ ડુપ્લીકેટ કાર્ડ બનાવી લાખો રૂપિયા ઉપાડી લેતો હતો.
સચિન GIDC પોલીસની ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ફરાર આરોપીના સગડ મેળવવામાં સફળ રહી હતી. વર્ષ 2020 માં આ આરોપી વિરુદ્ધ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો હતો, ત્યારથી તે ધરપકડથી બચવા માટે નાસતો-ફરતો હતો. આખરે હરિયાણાના મેવાત પંથકમાંથી તેને દબોચી લેવામાં આવ્યો છે. આ ધરપકડથી એટીએમ ક્લોનિંગ કરતી આંતરરાજ્ય ગેંગના અન્ય સભ્યોના નામ પણ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.
ATM માં સ્વાઈપ મશીન લગાવી ગ્રાહકોને બનાવતો શિકાર
આરોપીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુનફેદ ઉર્ફે પુન્ની અલગ-અલગ બેંકોના એટીએમ સેન્ટરોની રેકી કરતો હતો. જે એટીએમમાં સિક્યોરિટી ગાર્ડ ન હોય ત્યાં તે કાર્ડ રીડરના સ્લોટમાં 'સ્કીમર' (સ્વાઈપ મશીન) અને પિન કોડ જાણવા માટે નાનો કેમેરો ગોઠવી દેતો હતો. જ્યારે કોઈ ગ્રાહક રૂપિયા ઉપાડવા આવે ત્યારે તેના કાર્ડનો તમામ ડેટા આ મશીનમાં કોપી થઈ જતો હતો. ત્યારબાદ આરોપી આ ડેટાનો ઉપયોગ કરીને બીજા ખાલી કાર્ડમાં મેગ્નેટિક સ્ટ્રિપ રાઈટ કરતો અને ગમે તે શહેરમાંથી ગ્રાહકના ખાતામાંથી રોકડ રકમ ઉપાડી લેતો હતો.
આ પણ વાંચો: વડોદરામાં ચૂંટણી પહેલા જનતાનો બળવો : 'પાણી નહીં તો વોટ નહીં' ના બેનરો સાથે સ્થાનિકોએ છેડ્યો જંગ
6 વર્ષથી હતો ફરાર, સચિન GIDC પોલીસે હરિયાણામાં નાખ્યો ડેરો
આરોપી મુનફેદ વિરુદ્ધ વર્ષ 2020 માં સચિન GIDC પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો, પરંતુ તે સતત પોતાના રહેઠાણો બદલતો રહેતો હોવાથી પોલીસને હાથ લાગતો નહોતો. સચિન GIDC પોલીસની એક સ્પેશિયલ ટીમે આ ભયાનક ઠગને પકડવા માટે હરિયાણામાં તપાસ તેજ કરી હતી. લાંબી જહેમત બાદ આરોપીના ચોક્કસ લોકેશનની માહિતી મળતા પોલીસે હરિયાણાથી તેની ધરપકડ કરી સુરત લાવવાની તજવીજ હાથ ધરી છે. આરોપી સામે આઈટી એક્ટના અગાઉના કેસોની પણ ફાઈલો ફરી ખોલવામાં આવશે.
સુરત પોલીસની જનતાને અપીલ: એટીએમ વાપરતી વખતે સાવચેત રહો
આ ઘટના બાદ સુરત પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. એટીએમ મશીનનો ઉપયોગ કરતી વખતે કાર્ડ નાખવાના સ્લોટ પાસે કોઈ વધારાનું મશીન કે પટ્ટી તો ચોંટાડેલી નથી ને તે તપાસી લેવું જોઈએ. આ ઉપરાંત, પિન કોડ નાખતી વખતે હંમેશા કી-પેડને હાથથી ઢાંકી દેવું જોઈએ જેથી કેમેરામાં પિન કેપ્ચર ન થઈ શકે. જો તમને એટીએમમાં કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તુરંત જ બેંક અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
Surat Gas Shortage Update, 02 April 2026: રશિયા-યુક્રેન કે ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલતા વૈશ્વિક સંઘર્ષોની સીધી અસર હવે સુરતના મધ્યમ અને શ્રમિક વર્ગના રસોડા સુધી પહોંચી છે. સુરતના પાંડેસરા અને સચિન GIDC જેવા શ્રમિક બહુલ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસની ભયંકર અછત સર્જાઈ છે. ગેસ એજન્સીઓ પર વહેલી સવારથી જ લોકોની કિલોમીટરો લાંબી લાઈનો જોવા મળી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જે લોકો પાસે મોટા સિલિન્ડરના કનેક્શન છે, તેમને પણ રિફિલિંગ ન મળતા હવે તેઓ 5 કિલોના નાના ગેસના બાટલા પર નિર્ભર બન્યા છે.
પાંડેસરા વિસ્તારમાં ગેસ મેળવવા માટે લોકો પોતાના કામ-ધંધા છોડીને લાઈટ બિલ, આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો લઈને એજન્સીઓ પર ઉમટી રહ્યા છે. વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન ખોરવાવાને કારણે ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. જે 5 કિલોનો બાટલો સામાન્ય રીતે સસ્તો મળતો હતો, તેના માટે અત્યારે લોકોએ રૂ.1500 થી રૂ,1800 સુધીની કિંમત ચૂકવવી પડી રહી છે. તેમ છતાં, પૂરતો જથ્થો ન હોવાને કારણે અનેક લોકોએ ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે.
લોકોમાં ભારે આક્રોશ: "ઘરે જમવાનું બનાવવું પણ મુશ્કેલ"
લાઈનમાં ઉભેલા ગ્રાહકોમાં તંત્ર અને એજન્સીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કલાકો સુધી તડકામાં ઉભા રહેવા છતાં ગેસ ન મળતા લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અનેક પરિવારોમાં સ્થિતિ એવી સર્જાઈ છે કે ગેસના અભાવે ઘરે જમવાનું બનાવવું પણ મુશ્કેલ બન્યું છે. લાકડા કે અન્ય વૈકલ્પિક ઈંધણની વ્યવસ્થા ન હોવાથી શ્રમિક પરિવારો ભૂખ્યા રહેવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચો: સુરતમાં વેપારીને 'Tinder' પર યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી : હોટલના રૂમમાં વેપારીને બેભાન કરી લાખોની ઠગાઈ કરી થઈ રફુચક્કર
રોજના 300 બાટલા સામે હજારોની માંગ
મળતી માહિતી મુજબ, એજન્સીઓ પર રોજના અંદાજે 300 જેટલા નાના બોટલ સપ્લાય કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેની સામે લાઈનમાં ઉભા રહેતા લોકોની સંખ્યા હજારોમાં છે. માંગ અને પુરવઠા વચ્ચેનો આ મોટો તફાવત સામાન્ય જનતા માટે આફત બનીને આવ્યો છે. ગેસ લેવા માટે લોકો વહેલી સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઉભા રહી જાય છે, છતાં બપોર સુધી તેમનો નંબર આવતો નથી.
ગ્રાહકોની વ્યથા
ગ્રાહક રાજેન્દ્ર મિશ્રા જણાવે છે કે,"હું સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઉભો છું, અત્યારે 11 વાગી ગયા છે છતાં હજુ નંબર આવ્યો નથી. ગેસ વગર ઘરે રસોઈ બંધ છે. આધાર કાર્ડ અને લાઈટ બિલ સાથે હોવા છતાં પણ લાંબી પ્રતીક્ષા કરવી પડે છે. 5 કિલોના બાટલાના 1500 થી 1800 રૂપિયા માંગવામાં આવે છે."
Surat Honeytrap Case, 02 April 2026: સુરત શહેરમાં ઓનલાઇન ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી મિત્રતા કેળવીને લૂંટ ચલાવવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્સના વધતા વ્યાપ વચ્ચે ગુનેગારો હવે નવા નુસખા અપનાવી રહ્યા છે. શહેરના એક જાણીતા જમીન-મકાનના વેપારીને 'ટિન્ડર' (Tinder) એપ્લિકેશન પર એક યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. યુવતીએ વેપારીને પ્રેમજાળમાં ફસાવી, હોટલમાં મુલાકાત માટે બોલાવ્યા બાદ નશીલું પીણું પીવડાવી બેભાન કરી દીધા હતા અને અંદાજે ₹8.85 લાખની કિંમતના સોનાના દાગીનાની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગઈ હતી.
આ સમગ્ર મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ કાફલો હરકતમાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ યુવતી પ્રોફેશનલ ગેંગ સાથે સંકળાયેલી હોઈ શકે છે જે સુખી-સંપન્ન લોકોને ટાર્ગેટ બનાવે છે. હોટલના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ સુરતના બિઝનેસ વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે અને ડિજિટલ પ્લેટફોર્મ પર અજાણી વ્યક્તિઓ સાથે સંપર્ક સાધતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થયો છે.
ટિન્ડર પર થઈ હતી મિત્રતા: વાતો-વાતોમાં ફસાવ્યો
સુરતના શાહપુર વિસ્તારમાં રહેતા અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીની મુલાકાત થોડા સમય પહેલા ટિન્ડર એપ પર એક આકર્ષક યુવતી સાથે થઈ હતી. બંને વચ્ચે નિયમિત ચેટિંગ અને વાતચીત શરૂ થઈ હતી. યુવતીએ ખૂબ જ ચાલાકીથી વેપારીનો વિશ્વાસ જીતી લીધો હતો અને સંબંધોને આગળ વધારવાના બહાને તેને હોટલમાં મળવા માટે મનાવી લીધો હતો. વેપારીને જરા પણ અંદાજ નહોતો કે આ મિત્રતા તેને લાખો રૂપિયામાં પડશે.
આ પણ વાંચો: ઝોલા છાપ તબીબોની હાટડીઓ થશે બંધ : ડિગ્રી વગરના ડોક્ટરો સામે ચાલશે ડ્રાઇવ, બસ આટલા સમયની વાર
નશીલું પીણું અને ₹8.85 લાખની લૂંટ
યુવતીએ વેપારીને પાલ વિસ્તારની એક હોટલમાં મુલાકાત માટે બોલાવ્યો હતો. વેપારી જ્યારે હોટલના રૂમમાં પહોંચ્યા ત્યારે યુવતીએ તેમને ઠંડા પીણામાં કોઈ નશીલો પદાર્થ ભેળવીને પીવડાવી દીધો હોવાની આશંકા છે. પીણું પીધાની થોડી જ મિનિટોમાં વેપારી બેભાન થઈ ગયા હતા. આ તકનો લાભ ઉઠાવીને યુવતીએ વેપારીના શરીર પરથી સોનાની જાડી ચેઇન, વીંટીઓ અને અન્ય કિંમતી દાગીના, જેની કુલ કિંમત અંદાજે ₹8.85 લાખ થાય છે, તે ઉતારી લીધા હતા અને ત્યાંથી ભાગી છૂટી હતી.
બીજા દિવસે ભાન આવ્યું ત્યારે ભાંડો ફૂટ્યો
બીજા દિવસે સવારે જ્યારે વેપારીને હોશ આવ્યો ત્યારે રૂમમાં યુવતી ગેરહાજર હતી અને તેમના અંગ પરથી લાખોના દાગીના ગાયબ હતા. પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું સમજાતા વેપારીએ તુરંત પાલ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે હોટલના રજીસ્ટર અને સીસીટીવી તપાસતા યુવતીની શંકાસ્પદ હિલચાલ કેદ થઈ છે. પોલીસને શંકા છે કે આ યુવતીએ અગાઉ પણ અન્ય લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી હોઈ શકે છે.
પોલીસની એડવાઈઝરી: અજાણ્યા લોકોથી સાવધાન
આ બનાવ બાદ પાલ પોલીસે સુરતના નાગરિકોને ખાસ ચેતવણી આપી છે. પોલીસે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા કે ડેટિંગ એપ્સ પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરતી વખતે સાવચેત રહેવું. ખાસ કરીને અજાણી વ્યક્તિ દ્વારા ખાનગી જગ્યાએ મળવા માટેના આમંત્રણને સ્વીકારતા પહેલા તેની પૃષ્ઠભૂમિ તપાસવી જોઈએ. સાયબર ક્રાઈમ અને હનીટ્રેપના વધતા કિસ્સાઓને ધ્યાને રાખીને લોકોએ પોતાની વ્યક્તિગત વિગતો શેર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.
Gujarat Health Department Action, 02 April 2026: ગુજરાતમાં ડિગ્રી વગર આયુર્વેદના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકારે હવે લાલ આંખ કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં બિનલાયકાત ધરાવતા લોકો જે રીતે આયુર્વેદિક ઉપચારના નામે હાટડીઓ ખોલીને બેઠા છે, તેમની સામે આકરો કાયદો લાવીને કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને આયુર્વેદના નામે અંધશ્રદ્ધા ફેલાવતા અને જીવલેણ પદ્ધતિઓ અપનાવતા તત્વો હવે સરકારના રડારમાં છે.
આ મામલે સુરતના આયુર્વેદિક ડોક્ટરોના પ્રતિનિધિમંડળે મંત્રીને મળીને ગંભીર રજૂઆતો કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, કેટલાક લોકો પાસે મેડિકલની કોઈ માન્ય ડિગ્રી ન હોવા છતાં તેઓ આશ્રમો કે ક્લિનિક ચલાવીને ગંભીર રોગોની સારવાર કરવાનો દાવો કરે છે. મંત્રીએ આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લીધો છે અને સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ચૂંટણી આચારસંહિતા લાગુ હોવાથી વહીવટી મર્યાદાઓ છે, પરંતુ આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ સમગ્ર રાજ્યમાં નકલી ડોક્ટરોને ડામી દેવા માટે એક વિશેષ ડ્રાઈવ (Special Drive) ચલાવવામાં આવશે.
કામરેજમાં આયુર્વેદના નામે ખતરનાક 'અખતરા'નો પર્દાફાશ
સુરતના કામરેજ વિસ્તારમાં આશ્રમ ચલાવતા પ્રદીપ જોટંગીયા સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આક્ષેપ છે કે, તેમની પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી નથી, છતાં તેઓ આયુર્વેદિક સારવારના નામે દર્દીઓના જીવ જોખમમાં મૂકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું છે કે, સારવારના નામે શરીરમાં સોય ચુંભવી, દોરા-ધાગા બાંધવા અને અંધશ્રદ્ધા આધારિત પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. આવી બેદરકારીને કારણે અગાઉ કેટલાક દર્દીઓના જીવ ગયા હોવાના પણ આક્ષેપ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
આ પણ વાંચો: સુરતથી મમતા ગઢમાં ભાજપનું ગાબડું! : 5000 બંગાળી મતદારો માટે દોડાવાશે 4 સ્પેશિયલ ટ્રેનો, જાણો શું છે માસ્ટરપ્લાન
નવો કાયદો અને ફરજિયાત રજીસ્ટ્રેશન
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, સરકાર માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ કાયદામાં પણ મોટા ફેરફાર કરવા જઈ રહી છે. હવેથી આયુર્વેદિક સહિત તમામ પ્રકારની તબીબી પ્રેક્ટિસ કરતા વ્યક્તિઓ માટે સરકાર પાસે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે. જે લોકો પાસે લાયકાત મુજબની ડિગ્રી કે નોંધણી નહીં હોય, તેમને સારવાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ નિયમનો ભંગ કરશે, તો તેની સામે બિનજામીનપાત્ર ગુનો નોંધવા જેવી કડક જોગવાઈઓ ઉમેરવાની પણ તૈયારી ચાલી રહી છે.
જનતાને અપીલ: અંધશ્રદ્ધાથી દૂર રહો
સરકારે જનતાને પણ જાગૃત રહેવા અપીલ કરી છે. મંત્રીએ કહ્યું કે, "કોઈપણ વ્યક્તિના ભ્રામક દાવાઓ કે ચમત્કારી સારવારની વાતોમાં ન ફસાવવું જોઈએ. હંમેશા પ્રમાણિત અને ડિગ્રી ધરાવતા ડોક્ટરો પાસે જ સારવાર લેવી હિતાવહ છે." સરકારે ખાતરી આપી છે કે જો કોઈ નાગરિકને આવા નકલી ડોક્ટરો વિશે માહિતી મળે, તો તુરંત આરોગ્ય વિભાગને જાણ કરવી, જેથી તત્કાલ પગલાં ભરી શકાય.
Surat-Bengal Connection in Election, 02 April 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના રણમેદાનમાં હવે ગુજરાતના સુરત શહેરની એન્ટ્રી થઈ છે. મમતા બેનર્જીના ગઢમાં ગાબડું પાડવા માટે ભારતીય જનતા પાર્ટીએ હજારો કિલોમીટર દૂર સુરતથી એક મજબૂત વ્યૂહરચના તૈયાર કરી છે. સુરતમાં વર્ષોથી વસતા લાખો બંગાળી કારીગરો અને શ્રમિકો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે 'સુરત ભાજપ કાર્યાલય' અને 'સુરત બંગાળી સમાજ' દ્વારા સંયુક્ત રીતે એક મોટું અભિયાન છેડવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત હજારો મતદારોને સુરતથી સીધા બંગાળ પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે હીરા ઉદ્યોગ, જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં કારીગરીનું કામ કરે છે. આ એક બહોળો શ્રમિક વર્ગ છે, જે બંગાળમાં મોટું વોટબેંક ધરાવે છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે ટ્રેનોમાં રિઝર્વેશન ન મળવાને કારણે ઘણા શ્રમિકો વતન જઈ શકતા નથી, જેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ મતદારો માટે ખાસ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપને આશા છે કે, સુરતથી જનારા આ હજારો મતદારો બંગાળમાં જઈને પક્ષની તરફેણમાં મજબૂત માહોલ ઉભો કરશે.
4 સ્પેશિયલ ટ્રેનો: 5000 મતદારોને વિનામૂલ્યે મોકલાશે
આ અભિયાન હેઠળ કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનો દ્વારા અંદાજે 5000 જેટલા નોંધાયેલા મતદારોને કોઈપણ ચાર્જ લીધા વિના સુરતથી પશ્ચિમ બંગાળ પહોંચાડવામાં આવશે. આ સુવિધાનો હેતુ એ છે કે આર્થિક સંકડામણ કે ટિકિટની અછતને કારણે કોઈપણ બંગાળી મતદાર લોકશાહીના પર્વમાં ભાગ લેતા રહી ન જાય. આ મતદારો બંગાળ પહોંચીને ભાજપના 'ઈસ બાર મોદી સરકાર'ના સૂત્રને મજબૂત બનાવશે.
આ પણ વાંચો: "જે ઉમેદવાર જય શ્રીરામ બોલશે તેને મારા આશીર્વાદ છે" : "જેને 'જય શ્રી રામ' બોલવામાં તકલીફ હોય, તેનું 'જય શ્રી રામ' કરી નાખજો", ભાજપના ધારાસભ્યના નિવેદન બાદ ભડકો
ચકાસણીમાં કડકાઈ: 1500 જેટલા ફોર્મ થયા રદ
આ સુવિધાનો લાભ માત્ર સાચા અને પાત્ર મતદારોને જ મળે તે માટે સુરત બંગાળી સમાજ દ્વારા અત્યંત કડક તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે, દરેક ફોર્મની સાથે દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. જેમના વોટિંગ કાર્ડ અપડેટ નહોતા અથવા જેમના નામ મતદાર યાદીમાં જોવા મળ્યા નથી, તેવા અંદાજે 1200 થી 1500 જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા છે. માત્ર વેલિડ આઈડી ધરાવતા મતદારોને જ આ યોજનામાં પ્રાધાન્ય અપાયું છે.
બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીનું નિવેદન
સુરત બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે, "સુરતમાં રહેતા બંગાળી લોકો ત્યાંના શાસનથી કંટાળ્યા છે અને આ વખતે પરિવર્તન ઈચ્છે છે. અમે ફાઈલો તૈયાર કરી દીધી છે અને 18 તથા 24 તારીખ પહેલા બે તબક્કામાં આ મતદારોને રવાના કરવામાં આવશે. સુરતથી જનારા લોકો ત્યાં જઈને 'કમળ' ખીલવવાનું કામ કરશે."
Surat Stray Dog Attack, 02 April 2026: સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના સચિન GIDC વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાએ જીવલેણ હુમલો કર્યો છે. બગીચામાં રમી રહેલા આ નિર્દોષ બાળક પર એકસાથે 4 થી 5 શ્વાન તૂટી પડ્યા હતા અને તેને શરીરના અનેક ભાગોમાં ગંભીર બચકાં ભરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને તંત્ર સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
બાળકની હાલત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલના બિછાણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા બાળકની સ્થિતિ જોઈને પરિવારજનોના આંસુ રોકાતા નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનને પકડવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે આવી દુર્ઘટનાઓ વારંવાર બની રહી છે. હાલ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બાળકની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.
કેવી રીતે બની આ ઘટના?
મળતી માહિતી મુજબ, સચિન GIDC વિસ્તારમાં રહેતા દિલીપભાઈનો 5 વર્ષનો પુત્ર હિતેશ (નામ બદલેલ છે) નજીકના બગીચામાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક 4 થી 5 હિંસક શ્વાન ત્યાં ધસી આવ્યા હતા. અન્ય બાળકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ હિતેશ એકલો પડી જતા શ્વાન તેના પર તૂટી પડ્યા હતા. શ્વાનોએ બાળકને જમીન પર પટકી દઈને તેના મોઢા, હાથ અને પગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકો દોડી આવતા શ્વાન ભાગી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ચૂક્યું હતું.
આ પણ વાંચો: ઓટિઝમ અને ADHD પીડિત બાળકો માટે વરદાન છે 'એક્વાથેરાપી' : જાણો પાણીમાં થતી આ ટ્રીટમેન્ટના અદભૂત ફાયદા
પિતાની વેદના: "મારા દીકરાને આખું શરીર ફાડી ખાધું"
બાળકના પિતા દિલીપભાઈએ અત્યંત વ્યથિત હૃદયે જણાવ્યું હતું કે, "મારો દીકરો તો રમવા ગયો હતો, મને ખબર નહોતી કે રખડતા શ્વાન તેને આવી રીતે ફાડી ખાશે. તેના આખા શરીર પર ગંભીર ઘા છે. અમે તાત્કાલિક તેને સિવિલ લાવ્યા છીએ, જ્યાં ડોક્ટરો તપાસ કરી રહ્યા છે. મારી તંત્રને વિનંતી છે કે આ શ્વાનનો કંઈક નિકાલ કરો, આજે મારા છોકરા સાથે જે થયું તે કાલે બીજા કોઈના બાળક સાથે ન થાય."
તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં રોષ
સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાનના ખસીકરણ અને તેમને પકડવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં સચિન GIDC જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં શ્વાનની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. આ પહેલા પણ સુરતમાં શ્વાનના કરડવાથી બાળકોના મોત થયાના કિસ્સાઓ નોંધાયા છે. સ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.
Surat Fake Paneer Scam, 02 April 2026: સુરત શહેરમાં આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો પહેલા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા પાડવામાં આવેલી રેડમાં જપ્ત કરાયેલા શંકાસ્પદ પનીરનો રિપોર્ટ હવે સામે આવ્યો છે, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એફએસએલ અને લેબોરેટરી રિપોર્ટમાં આ પનીર 'ફેલ' જાહેર થયું છે. રિપોર્ટ અનુસાર, આ પનીરમાં કુદરતી ફેટની માત્રા અત્યંત ઓછી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાતા પામ ઓઇલનું મોટાપાયે મિશ્રણ મળી આવ્યું છે.
આ ઘટનાની વિગત મુજબ, ગત 3 માર્ચના રોજ સુરત SOG અને મનપાના આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન અંદાજે 3 લાખ રૂપિયાથી વધુની કિંમતનો 1401 કિલો પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સેમ્પલ લેવાના 25 દિવસ બાદ આજે રિપોર્ટ આવતા જ સુરતના ખાદ્ય બજારમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર હવે આ નકલી પનીરના વિક્રેતા સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
પામ ઓઇલ અને કેમિકલનું ભેળસેળ: સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ખેલ
રેડ દરમિયાન પોલીસને માત્ર નકલી પનીર જ નહીં, પરંતુ ભેળસેળ કરવા માટે વપરાતા પામોલીન તેલના 16 ડબ્બા પણ મળી આવ્યા હતા. સામાન્ય રીતે પનીર દૂધમાંથી બનાવવામાં આવે છે, પરંતુ વધુ નફો કમાવવાની લાલચે વેપારીઓ દૂધના ફેટ કાઢી લઈને તેમાં સસ્તું પામ ઓઇલ ભેળવી દેતા હોય છે. આ પ્રકારનું 'નકલી પનીર' દેખાવમાં અસલી જેવું જ લાગે છે, પરંતુ લાંબા ગાળે તે હૃદયની બીમારીઓ અને પાચનતંત્રની ગંભીર સમસ્યાઓ નોંતરે છે.
આ પણ વાંચો: ગુજરાત સ્થાપના દિને ડાયમંડ સીટીમાં ઉમટી પડશે રોકાણકારોનો જમાવડો : જાણો સુરતમાં કયા મોટા આયોજનની ચાલે છે તૈયારીઓ
25 દિવસ બાદ રિપોર્ટ ફેલ, તંત્ર એક્શન મોડમાં
જ્યારે ગત મહિને દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારે શંકાસ્પદ જથ્થાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. 25 દિવસની લાંબી રાહ બાદ આજે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે તે 'સબ-સ્ટાન્ડર્ડ' અને ભેળસેળયુક્ત જાહેર થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, લોકોના જીવ જોખમમાં મૂકનારા આ પનીર વિક્રેતા સામે ગુનો નોંધવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સુરતના અન્ય વિસ્તારોમાં પણ ડેરી પ્રોડક્ટ્સ પર કડક તપાસ હાથ ધરવામાં આવશે.
કેવી રીતે ઓળખશો નકલી પનીર?
ગ્રાહકોએ પનીર ખરીદતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ. જો પનીરને હાથમાં મસળવાથી તે ભૂકો થઈ જાય અથવા તેમાંથી તેલ જેવી ચીકાશ વધુ નીકળે, તો તે પામ ઓઇલયુક્ત હોઈ શકે છે. આ ઉપરાંત, પનીરને ગરમ પાણીમાં નાખીને તેમાં આયોડિનના ટીપાં નાખવાથી જો તે વાદળી
Gujarat Foundation Day 2026: ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે આગામી ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સુરત શહેરમાં એક મહત્વપૂર્ણ આર્થિક ઇવેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC) 2026 ના નામે યોજાનારી આ ભવ્ય કોન્ફરન્સ રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિકાસ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ યોજાનાર આ કોન્ફરન્સ 1 અને 2 મે 2026 દરમિયાન સુરતમાં યોજાશે. ખાસ વાત એ છે કે 1 મે, ગુજરાત સ્થાપના દિવસના અવસરે યોજાતી આ કોન્ફરન્સ રાજ્યના વિકાસ માટે એક પ્રેરણાદાયી મંચ તરીકે ઉભરી આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સ્તરે રોકાણને પ્રોત્સાહન આપવાનો, સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડવાનો અને ‘વિકસિત ભારત @2047’ના વિઝનને વાસ્તવિકતા તરફ આગળ ધપાવવાનો છે.
16 જિલ્લાઓના વિકાસ પર વિશેષ ધ્યાન
સુરતમાં યોજાનારી VGRCમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 16 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરા જેવા મહત્વપૂર્ણ જિલ્લાઓનો સમાવેશ થાય છે.આ કોન્ફરન્સ માત્ર પ્રાદેશિક સિદ્ધિઓના પ્રદર્શન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ આ જિલ્લાઓમાં નવા ઉદ્યોગો, રોજગારી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તકો ઉભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય : 135-ડીની નોટિસમાંથી મુક્તિ અને કરોડોના ખર્ચે રસ્તાઓનું નવિનીકરણ, ખેડૂતોને મળશે મોટી રાહત
ઉદ્યોગ ક્ષેત્રોમાં નવી તકો અને ફોકસ
VGRC 2026 દરમિયાન વિવિધ ક્ષેત્ર-વિશિષ્ટ સેમિનારોનું આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાતના મુખ્ય અને ઉભરતા ઉદ્યોગો પર વિશેષ ભાર મુકવામાં આવશે. રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ જેવા પરંપરાગત ઉદ્યોગો સાથે ગ્રીન એનર્જી, ફિનટેક અને આઈટી જેવા આધુનિક ક્ષેત્રો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
તે ઉપરાંત, એરોસ્પેસ, સંરક્ષણ, બાયોટેક, ESDM, IT & ITeS અને MSME જેવા ક્ષેત્રોમાં રહેલી સંભાવનાઓ વિશે ઉંડાણપૂર્વક ચર્ચા થશે. આ સેમિનારો ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સ માટે નવી તકોના દ્વાર ખોલશે.
VGRE એક્ઝિબિશન અને આંતરરાષ્ટ્રીય તક
કોન્ફરન્સની સાથે જ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’ (VGRE)નું પણ આયોજન કરવામાં આવશે. આ એક્ઝિબિશનમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઉદ્યમી મેળા અને ઇન્ટરનેશનલ રિવર્સ બાયર-સેલર મીટ જેવા આકર્ષણો રહેશે. આ પ્રવૃત્તિઓ સ્થાનિક ઉદ્યોગસાહસિકોને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડવાની અનોખી તક પૂરી પાડશે. ખાસ કરીને MSME સેક્ટર માટે આ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની શકે છે, જ્યાં તેઓ પોતાના ઉત્પાદનો અને સેવાઓને વૈશ્વિક સ્તરે રજૂ કરી શકે છે.
અગાઉની કોન્ફરન્સની સફળતા
રાજ્ય સરકાર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસના અભિગમ હેઠળ અગાઉ પણ આવી કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. ઓક્ટોબર 2025માં મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત માટે અને જાન્યુઆરી 2026માં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ માટે કોન્ફરન્સ યોજાઈ હતી.
ખાસ કરીને રાજકોટમાં યોજાયેલી કોન્ફરન્સમાં જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન જેવા દેશોએ ભાગ લીધો હતો, જે રાજ્ય માટે વૈશ્વિક સહયોગના નવા માર્ગો ખોલવા માટે મહત્વપૂર્ણ સાબિત થયું હતું.
સુરત: દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ઔદ્યોગિક હબ ગણાતા સુરતના સચિન વિસ્તારમાં આજે વહેલી સવારે આગની એક મોટી ઘટના સામે આવી છે. સચિન જીઆઈડીસી (GIDC) સ્થિત હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા, જેને પગલે આસપાસની અન્ય કંપનીઓમાં કામ કરતા શ્રમિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી, જેના પગલે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.
આ પણ વાંચો: 'ઘર કા ભેદી લંકા ઢાયે' : 1 મહિના પહેલા કાઢી મુકેલા નોકરે જ ડુપ્લીકેટ ચાવીથી દુકાનમાં કર્યો ચોરીનો પ્રયાસ
વિકરાળ આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની મથામણ
હોજીવાલા ઇન્ડસ્ટ્રીની જે કંપનીમાં આગ લાગી હતી, ત્યાં રહેલા કાચા માલ અને મશીનરીને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર વિભાગના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને ચારેબાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરી જતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કંપનીમાં રાખેલો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે.
આગનું કારણ હજુ પણ અંકબંધ: તપાસ શરૂ
કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ કૂલિંગની પ્રક્રિયા કરવામાં આવશે અને ત્યારબાદ જ નુકસાનનો સાચો અંદાજ લગાવી શકાશે. ઔદ્યોગિક વિસ્તારમાં વારંવાર બનતી આગની આવી ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા કરી રહી છે.
સુરત: ડાયમંડ સિટી સુરતમાંથી ફરી એકવાર વાલીઓની આંખ ઉઘાડતી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતના ટેરેસ પર રમી રહેલી માત્ર અઢી વર્ષની બાળકી અચાનક નીચે પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને માસૂમ બાળકીના પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, ટેરેસની ગ્રીલમાં રહેલી સુરક્ષાની ક્ષતિ અથવા ગેપને કારણે આ જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે. આ કરુણ બનાવ બાદ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
ગ્રીલના ગેપમાંથી બાળકી સરકી નીચે પડી: હૃદયદ્રાવક અકસ્માતની વિગત
પ્રાપ્ત માહિતી અનુસાર, સચિન GIDC વિસ્તારમાં રહેતા ચૌહાણ પરિવારની અઢી વર્ષની પુત્રી એશવી ઘરના ધાબા પર અન્ય બાળકો સાથે અથવા એકલી રમી રહી હતી. રમતા-રમતા તે ટેરેસની ફરતે લગાવેલી લોખંડની ગ્રીલ પાસે પહોંચી હતી. કમનસીબે, ગ્રીલના સળિયા વચ્ચે એટલી જગ્યા (ગેપ) હતી કે માસૂમ એશવી તેમાંથી સંતુલન ગુમાવીને સીધી નીચે પટકાઈ હતી. અચાનક થયેલા આ જોરદાર અવાજ અને બાળકીના પડવાના દ્રશ્યો જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ટેરેસ પરથી નીચે પટકાતા બાળકીને માથાના અને મોઢાના ભાગે અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં તે જમીન પર પડી હતી.
આ પણ વાંચો: ભવ્ય રથ, ગદા, ઊંટગાડી, ઘોડાગાડી, 200 બાઇક... : હનુમાન જન્મોત્સવ પૂર્વે કેમ્પ હનુમાન મંદિર ખાતે વિશાળ શોભાયાત્રા, જુઓ રુટ
હોસ્પિટલ પહોંચે તે પહેલા જ શ્વાસ થંભી ગયા: પરિવારમાં શોકનું મોજું
બાળકી નીચે પડી હોવાની જાણ થતા જ પરિવારજનો અને પાડોશીઓ તાત્કાલિક તેને ઉચકીને નજીકની હોસ્પિટલ તરફ દોડ્યા હતા. માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. જોકે, ઊંચાઈ પરથી પડવાને કારણે થયેલી આંતરિક ઇજાઓ એટલી ગંભીર હતી કે હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તપાસ બાદ એશવીને મૃત જાહેર કરી હતી. જે બાળકી થોડીવાર પહેલા ઘરમાં કિલ્લોલ કરી રહી હતી, તેના મોતના સમાચાર મળતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. સચિન GIDC પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરક્ષામાં ચૂક પડી ભારે
આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ ઊંચા મકાનોમાં રહેતા દરેક વાલીઓ માટે એક ગંભીર ચેતવણી છે. અવારનવાર સુરતમાં પતંગ ચગાવતી વખતે કે રમતી વખતે બાળકો ધાબા પરથી પડવાના બનાવો બને છે. આ કિસ્સામાં ગ્રીલની ખામી બાળકી માટે કાળ સાબિત થઈ છે. નિષ્ણાંતો અને સામાજિક કાર્યકરો અપીલ કરી રહ્યા છે કે, જો ઘરમાં નાના બાળકો હોય તો ટેરેસ કે બાલ્કનીની ગ્રીલમાં વધારાની જાળી (Safety Net) લગાવવી અત્યંત અનિવાર્ય છે. નાનકડી બેદરકારી કે સુરક્ષામાં રહેલી સાધારણ ચૂક કેવી રીતે હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી શકે છે, તેનું આ જીવંત અને હૃદયદ્રાવક ઉદાહરણ છે.