Gujarat Local Body Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે રોજ નેતાઓના જાત જાતના નિવેદનો સામે આવી રહ્યાં છે. એવામાં ભાજપના ધારાસભ્યના "વિકાસના નાળિયેર" વાળા નિવેદને ભારે ચર્ચા જગાવી છે. જાણો શું છે સમગ્ર મામલો અને ભાજપના ધારાસભ્યએ અચાનક કેમ આપ્યું આ પ્રકારનું નિવેદન...
આ પણ વાંચોઃ પગારના પૈસા વેશ્યાઓ પાછળ વાપરતો હતો : માલિકની જવાન પુત્રી પર ખરાબ હતી નજર, પ્લાન બનાવી ઉપરના રૂમમાં ઘૂસ્યો અને...
પ્રચાર દરમિયાન બંગાળ પર વરસ્યા ભાજપના ધારાસભ્ય
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન બંગાળ પર ખુબ વરસ્યા ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી. ભાવનગરના કુંભારવાડામાં જાહેર સભામાં હીરા સોલંકીએ વોર્ડ નંબર 2 અને 3 ના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેમાં તેઓએ ગુજરાત સરકારની વિકાસની ગાથા રજૂ કરી હતી. તેઓએ પોતાના સંબોધનમાં બંગાળ પર આકરા પ્રહારો કર્યા હતા. એ સમયે જ તેમના મુખમાંથી વિકાસના નાળિયેર વાળું નિવેદન પણ નીકળ્યું હતું.
આ પણ વાંચોઃ મતદાનના 48 કલાક પહેલાં કેમ શાંત કરી દેવાય છે ચૂંટણીનો પ્રચાર પડઘમ? : જાણો ‘સાઇલન્સ પિરિયડ’થી લઈને ડોર-ટુ-ડોર પ્રચાર સુધી તમામ નિયમો
બધુ ગુજરાતમાં જ કેમ આવે છે?
ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરસભામાં ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યુંકે, ગુજરાત આજે ઉંચાઈ પર પહોંચ્યું છે. આ કારણે જ બંગાળ જેવા રાજ્યોને પણ ગુજરાતની ઈર્ષ્યા થાય છે. કેન્દ્રમાં બેસેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહ નામના બે ગુજરાતીઓ છે. આ કારણે જ ગુજરાત રાજ્યને ફાયદો થાય છે. વડાપ્રધાન ત્યાંથી વિકાસનું નારિયેળ ફેંકે એટલે ગુજરાતના મોટા પ્રોજેક્ટ સાકાર થાય છે. એરપોર્ટ હોય, મોટી ઈવેન્ટ હોય કે પછી કંપનીઓ હોય આ બધું જ ગુજરાતમાં આવી રહ્યુ છે.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાકા-ભત્રીજી વચ્ચે કઈ વાતે થઈ બબાલ? : જાણો પૂનમ માડમ અને વિક્રમ માડમના ઘર્ષણનું કારણ
"ચિંતા ના કરતા તમારો ભાઈ હજુ બેઠો છે"
ગુજરાત સરકારના મંત્રી અને કોળી સમાજના અગ્રણી પરસોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી લોકોની સેવા કરવાનો અવસર મળ્યો છે અને લોકોના આશીર્વાદ સાથે સતત જનસેવામાં જોડાયેલા રહ્યા છે. તેમણે તમામ ઉમેદવારોને પ્રચારમાં સંપૂર્ણ શક્તિ લગાવી વધુમાં વધુ મતદાન મેળવવા અને વિજયી બનવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે ઉપસ્થિત બહેનોને કહ્યું ચિંતા ના કરતા તમારો ભાઈ હજુ બેઠો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર-પ્રસારના અંતિમ દિવસે હીરા સોલંકીએ આપેલું આ નિવેદન મોટી અસર ઉભી કરી શકે છે. કારણકે, તેમણે ગુજરાતના વિકાસનો શ્રેય પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને આપ્યો હતો. હીરા સોલંકીએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ભાવનગરમાં ભાજપનો ભવ્ય વિજય થશે. ભાવનગરમાં જે સમસ્યાઓ હતી, તેને ભાજપના શાસનમાં દૂર કરાઈ છે. કોંગ્રેસ 30 વર્ષથી સત્તાની બહાર છે. કારણ કે, જનતાએ તેમને સ્વીકાર્યા નથી. તેથી હવે ફરીથી ભાજપની સરકાર બનવાની છે.






