Home Gujarat Surat Surat Couple Arrested For Making New Passport Using Fake Affidavit Dindoli Police

Surat Crime News : કોર્ટમાં પાસપોર્ટ જમા હોવા છતાં નકલી પુરાવા બનાવી ફોરેન ટૂર પર ઉપડ્યું કપલ, જાણો પોલીસે કઈ રીતે ઝડપ્યાં

Surat Crime Fake Passport Fraud Arrested Couple
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 24, 2026, 09:07 AM IST

Surat Crime News: સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા એક દંપતીએ કાયદાની આંખમાં ધૂળ નાખીને વિદેશ પ્રવાસ કરવાનું ભારે પડ્યું છે. જે દંપતી સામે રાજકોટમાં છેતરપિંડીનો ગુનો નોંધાયેલો હતો અને જેમનો પાસપોર્ટ કોર્ટમાં જમા હતો, તે દંપતીએ પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાનું ખોટું સોગંદનામું (એફિડેવિટ) રજૂ કરી નવો પાસપોર્ટ મેળવી લીધો હતો. આ મામલે પાસપોર્ટ ઓફિસને શંકા જતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને ડીંડોલી પોલીસે આરોપી પતિ-પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોર્ટમાં પાસપોર્ટ જમા છતાં "ખોવાઈ ગયો" હોવાનું જૂઠાણું

મળતી વિગતો મુજબ, ઘનશ્યામ પાંભર અને તેની પત્ની અસ્મિતા પાંભર સામે રાજકોટમાં છેતરપિંડી તેમજ જીપીઆઈડી (GPID) એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયેલો છે. આ કેસના સંદર્ભમાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તેમનો અસલી પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. જોકે, વિદેશ જવાની લાલચમાં દંપતીએ કોર્ટને જાણ કર્યા વગર જ રસ્તામાં પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાનું બોગસ એફિડેવિટ તૈયાર કર્યું હતું. આ ખોટા દસ્તાવેજોના આધારે તેઓએ પાસપોર્ટ ઓફિસમાંથી નવો ડુપ્લીકેટ પાસપોર્ટ કઢાવી લીધો હતો.

આ પણ વાંચો: ‘જનતાને કામ જોઈએ છે, ખાલી વચનો નહીં’ : CMએ કતારગામથી કોંગ્રેસ પર સાધ્યું નિશાન, સુરત મોડેલના કર્યા પેટભરીને વખાણ

કોર્ટની મંજૂરી વગર વિદેશ પ્રવાસ અને ધરપકડ

આરોપી દંપતીએ માત્ર ખોટો પાસપોર્ટ જ નહોતો કઢાવ્યો, પરંતુ કોર્ટની મંજૂરી વગર દેશ છોડીને વિદેશ પ્રવાસ પણ કરી આવ્યા હતા. જે કોર્ટના શરતોનો સીધો ભંગ હતો. પાસપોર્ટ ઓફિસની ચકાસણી દરમિયાન આ છેતરપિંડી સામે આવતા, રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર દ્વારા ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘનશ્યામ અને અસ્મિતાની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now