Home Gujarat Surat Surat Sarthana Hotel Sunlight Police Raid

રંગીનમિજાજી લોકોને ખુશ કરવા સુરતની હોટલમાં ચાલતું હતું કુટણખાનું! : જાણો કેવી રીતે ચાલતો હતો સમગ્ર ખેલ?

Sarthana Police Raid,
Published by: Viral Patel
Last Updated: Jun 15, 2026, 05:25 AM IST

Surat News: સુરત શહેરમાં ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. સરથાણા વિસ્તારમાં આવેલી એક જાણીતી હોટલમાં પોલીસે બાતમીના આધારે આયોજનબદ્ધ રીતે દરોડા પાડીને એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? : ખેડૂતો માટે કયો સમય છે મહત્વનો?, જાણો અંબાલાલ પટેલ, હવામાન વિભાગ અને નિષ્ણાતોએ શું કરી આગાહી

ગુપ્ત બાતમીના આધારે કરાયું પ્લાનિંગ

મળતી માહિતી મુજબ, સરથાણાના સ્વાગત BRTS જંક્શન પાસે આવેલી હોટલ સનલાઇટમાં લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની પોલીસને ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીને ગંભીરતાથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક ખાસ પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. પોલીસની ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ હોટલ સનલાઇટ પર ઓચંતી રેડ કરી હતી.

કથિત કૂટણખાનું ઝડપાયું, શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત

પોલીસના આ ઓપરેશન દરમિયાન હોટલમાંથી કથિત રીતે ચાલી રહ્યું કૂટણખાનું ઝડપાઈ જતાં ચકચાર મચી ગઈ છે. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી અનેક શંકાસ્પદ પુરુષો અને મહિલાઓની અટકાયત કરી છે. હોટલના સંચાલકો તેમજ આ ગેરકાયદેસર વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

'8-10મું વેતન પંચ મળવા છતાં શિક્ષકોની ભૂખ ભાંગતી નથી' : આ નિવેદન બાદ હોબાળો થતા કૃષિમંત્રી રમેશ કટારાએ માંગી માફી

પોલીસે તપાસ તેજ કરી

આ અનૈતિક પ્રવૃત્તિ પાછળ કોણ મુખ્ય સૂત્રધાર છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનીક સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્વાગત BRTS જંક્શન જેવા ધમધમતા વિસ્તારમાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની વિગતો બહાર આવતા સ્થાનિક રહીશોમાં પણ રોષ અને આશ્ચર્યનો માહોલ છે.

પોલીસનું કડક વલણ

સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ આવા જ કડક પગલાં લેવામાં આવશે. આ કેસમાં સામેલ તમામ કસૂરવારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

“સમય આવશે ત્યારે ખુલ્લા પાડીશ” : ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિફર્યા! પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો પર કર્યા આકરા પ્રહાર


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now