Home Gujarat Mansukh Vasava Warning To Bjp Workers Dediyapada Narmada

“સમય આવશે ત્યારે ખુલ્લા પાડીશ” : ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિફર્યા! પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો પર કર્યા આકરા પ્રહાર

Mansukh Vasava
Published by: Viral Patel
Last Updated: Jun 15, 2026, 05:08 AM IST

Narmada News: નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સ્થિત જાનકી આશ્રમ ખાતે યોજાયેલી એક બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો એક નવો અને આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. હંમેશા પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા સાંસદ મનસુખ વસાવા આ બેઠકમાં પોતાની જ પાર્ટી એટલે કે ભાજપના કેટલાક કાર્યકરો અને હોદ્દેદારો પર આકરા પાણીએ થયા હતા. તેમણે પક્ષના જ કેટલાક લોકો સામે ગંભીર આક્ષેપો કરીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

આદિત્યના નામે કરીમે 20 મહિલાઓને ફસાવી : વિધવા અને ત્યક્તાને બનાવતો હતો શિકાર, હવસખોર પાસેથી મળ્યા મહિલાઓના 8000થી વધુ Video

"વિરોધ પક્ષ કરતાં પોતાના જ લોકો નડે છે"

બેઠકમાં ભારે આક્રોશ સાથે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, "અમને વિરોધ પાર્ટી કરતાં આપણા ભાજપના જ લોકો વધુ નડે છે." તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે પોતાની જ પાર્ટીના કેટલાક લોકો તરફથી તેમને પૂરતો સહકાર મળી રહ્યો નથી, જે પક્ષ અને વિસ્તારના વિકાસ માટે ચિંતાજનક બાબત છે.

દારૂ-જુગારના અડ્ડા ચલાવનારાઓ સામે લાલ આંખ

સાંસદે વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રહાર કરતાં કહ્યું કે, દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારાઓ સમાજને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ અડ્ડાઓ ચલાવતા લોકો સાથે ભાજપના જ કેટલાક સ્થાનિક લોકો સંકળાયેલા છે. આવા તત્વોને આડે હાથ લેતા મનસુખ વસાવાએ ગર્જના કરી હતી કે તમે જાતને સમાજ સેવક કહો છો, પણ વાસ્તવમાં તમે સમાજના દુશ્મન છો. આગેવાન બનીને તમે દારૂ અને જુગાર ચલાવતા અસામાજિક તત્વોને મદદરૂપ થઈ રહ્યા છો."

મોરબીથી શરૂ થયેલી ચિંગારી હવે રાજ્યવ્યાપી આંદોલન બનશે! : આજે ગાંધીનગર ગજવશે ખેડૂતોની 'ટ્રેક્ટર રેલી'

"સમય આવશે ત્યારે જાહેરસભામાં ખુલ્લા પાડીશ" : સાંસદની ખુલ્લી ચેતવણી

મનસુખ વસાવાએ પક્ષ કે પદની પરવા કર્યા વિના સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જેવી તેમને પાકી ખબર પડશે કે કોણ આ પ્રવૃત્તિઓમાં સામેલ છે, તેમને તેઓ છોડશે નહીં. તેમણે ઉમેર્યું કે, "આવનારા દિવસોમાં તે વ્યક્તિ ભલે આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ કે પછી ભાજપનો જ કેમ ન હોય, સમય આવશે ત્યારે હું તેમને જાહેરસભામાં ખુલ્લા પાડીશ."

સાંસદના આ આકરા પ્રહારો બાદ હવે સ્થાનિક રાજકારણમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં આ મામલે નવો ફણગો ફૂટે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.

વીજળીના બિલમાં વધારો કોણ નક્કી કરે છે? : જાણો વીજ દર વધવા પાછળના મુખ્ય કારણો



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now