Home Gujarat Ahmedabad Karim Sipahi Fake Matrimonial Profile Fraud Gujarat

આદિત્યના નામે કરીમે 20 મહિલાઓને ફસાવી : વિધવા અને ત્યક્તાને બનાવતો હતો શિકાર, હવસખોર પાસેથી મળ્યા મહિલાઓના 8000થી વધુ Video

Mehsana News
Published by: Viral Patel
Last Updated: Jun 15, 2026, 04:58 AM IST

Mehsana News: ટેકનોલોજીના આ યુગમાં મેટ્રિમોનિયલ સાઇટ્સ પર જીવનસાથી શોધતા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મેટ્રિમોનિયલ સાઇટ પર હિન્દુ નામ ધારણ કરી, નકલી પ્રોફાઇલ બનાવીને વિધવા અને ત્યક્તા મહિલાઓને બ્લેકમેઇલ કરતી એક મોટી ગેંગ અથવા કહી શકાય કે એક રીઢા ગુનેગારનો પર્દાફાશ થયો છે. પોલીસે મહેસાણાના કડીના રહેવાસી 50 વર્ષીય કરીમ રફીકભાઈ સિપાહીની ધરપકડ કરી છે, જે પોતે પરિણીત છે અને 20 વર્ષના દીકરાનો પિતા છે.

મોરબીથી શરૂ થયેલી ચિંગારી હવે રાજ્યવ્યાપી આંદોલન બનશે! : આજે ગાંધીનગર ગજવશે ખેડૂતોની 'ટ્રેક્ટર રેલી'

આઈટી એન્જિનિયર અને બિઝનેસમેન હોવાનો આપતો હતો દેખાવ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કરીમ સિપાહીએ મેટ્રિમોનિયલ સાઇટ પર પોતાનું નકલી નામ ‘આદિત્ય પટેલ’ રાખ્યું હતું. આ પ્રોફાઇલને સાચી સાબિત કરવા માટે તેણે ડિજિટલ ફ્રોડનો સહારો લીધો હતો અને નકલી પાન કાર્ડ, ઓળખપત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ તેમજ જીએસટી સર્ટિફિકેટ પણ એટેચ કર્યા હતા. તે મહિલાઓને વિશ્વાસમાં લેવા માટે પોતે આઈટી એન્જિનિયર અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝનો માલિક હોવાનું જણાવતો હતો. એટલું જ નહીં, મહિલાઓની સહાનુભૂતિ મેળવવા માટે તે એવું જૂઠું બોલતો કે તેની પત્નીનું અવસાન થયું છે અને તે નિઃસંતાન છે.

વિધવા અને ત્યક્તા મહિલાઓને બનાવતો હતો ટાર્ગેટ

આરોપી કરીમ સિપાહી ખાસ કરીને એવી વિધવા કે ત્યક્તા મહિલાઓને ટાર્ગેટ કરતો હતો જેઓ સહારો અને નવું જીવન શરૂ કરવા માંગતી હોય. લગ્નની લાલચ આપીને તેણે અત્યાર સુધીમાં 20થી વધુ મહિલાઓને પોતાની જાળમાં ફસાવી હતી. પોલીસે જ્યારે તેના ડિજિટલ ઉપકરણોની તપાસ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી; તેના મોબાઈલ અને સ્ટોરેજમાંથી મહિલાઓના આશરે 8,000 જેટલા વાંધાજનક વીડિયો મળી આવ્યા છે.

વીજળીના બિલમાં વધારો કોણ નક્કી કરે છે? : જાણો વીજ દર વધવા પાછળના મુખ્ય કારણો

ટ્રુકોલરે (Truecaller) ખોલી નાખી પોલ

આ આખા કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કરીમે એક ભોગ બનનાર મહિલા પાસે રૂ. 70,000ની માંગણી કરી. મહિલાને શંકા જતાં તેણે ટેબ ક્લોઝ કરીને કોલર આઈડી એપ્લિકેશન (ટ્રુકોલર) પર તેનો નંબર ચેક કર્યો. ટ્રુકોલરમાં 'આદિત્ય પટેલ'ના બદલે સાચું નામ ‘કરીમ સિપાહી’ ડિસ્પ્લે થયું હતું. નામમાં આટલો મોટો તફાવત જોઈને મહિલા સતર્ક થઈ ગઈ અને તેણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો.

પોલીસની ઊંડી તપાસ શરૂ

મહિલાની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચે તાત્કાલિક એક્શન લઈને કરીમ સિપાહીની ધરપકડ કરી લીધી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ આ નકલી સરકારી દસ્તાવેજો (પાન કાર્ડ, ઓળખપત્રો, પાસપોર્ટ વગેરે) ક્યાંથી અને કોની મદદથી બનાવડાવ્યા હતા? અત્યાર સુધીમાં તેણે કેટલી મહિલાઓ પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા છે? આ ગુનામાં તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ? આ ઘટના એ વાતની સાબિતી છે કે મેટ્રિમોનિયલ સાઇટ્સ પર મળતી તમામ માહિતી સાચી હોતી નથી. કોઈ પણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરતા પહેલા તેના કાગળો અને પૃષ્ઠભૂમિની વ્યક્તિગત રીતે ચોકસાઈ કરવી અત્યંત અનિવાર્ય છે.

‘કાજલ હિન્દુસ્તાનીને અધૂરી માહિતી છે’ : વિનુ મોરડિયાના બચાવમાં આવ્યા ભાજપના નેતા સ્વાતિ સોસા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now