Home Gujarat Ahmedabad Ahmedabad Matrimonial Fraud Fake Identity Karim Sipai Arrest

'મેટ્રિમોનિયલ જેહાદ' : 'આદિત્ય પટેલ' બની છેતરપિંડી આચરનાર કરીમ સિપાઈ ઝડપાયો

મેટ્રિમોનિયલ સાઇટ પર ખોટી ઓળખથી છેતરપિંડીના દ્રશ્યો
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jun 14, 2026, 02:30 PM IST

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ અને મહિલા પોલીસ સ્ટેશન (પશ્ચિમ) દ્વારા મેટ્રિમોનિયલ વેબસાઇટના માધ્યમથી ખોટી ઓળખ આપી મહિલાઓ સાથે છેતરપિંડી આચરવાના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ અનુસાર આરોપી પર મહિલાઓનો વિશ્વાસ જીતી તેમને ભાવનાત્મક અને આર્થિક રીતે નુકસાન પહોંચાડ્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

પોલીસ ફરિયાદ મુજબ આરોપી તરીકે ઓળખાયેલા કરીમ રફીકભાઈ સિપાઈ (રહે. કડી, જિલ્લા મહેસાણા)એ મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ પર "આદિત્ય પટેલ" નામથી ખોટી પ્રોફાઇલ બનાવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી પોતાને હિન્દુ, વિધુર અને નિઃસંતાન હોવાનું રજૂ કરીને ખાસ કરીને વિધવા અને એકલવાયું જીવન જીવતી મહિલાઓનો સંપર્ક કરતો હતો.

'રોજ બળજબરીથી શરીર સંબંધ બાંધવા મજબૂર કરતો હતો પતિ': પત્ની AC ચાલુ કરીને સૂઇ રહી હતી ત્યારે પતિએ બેડરૂમમાં આવીને જે કર્યું...! ગાંધીનગરનો કિસ્સો

વિશ્વાસ જીતવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યાનો આક્ષેપ

ફરિયાદ અનુસાર મહિલાઓનો વિશ્વાસ જીતવા માટે આરોપી દ્વારા આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય ઓળખ સંબંધિત દસ્તાવેજોની નકલી નકલો મોકલવામાં આવતી હતી. પોલીસ દસ્તાવેજોની સત્યતા અને તેના સ્ત્રોત અંગે પણ તપાસ કરી રહી છે.

આક્ષેપ છે કે એકવાર વિશ્વાસ સ્થાપિત થયા બાદ આરોપી લગ્નના વચનો અને ભાવનાત્મક સંબંધોના આધારે વિવિધ બહાનાં હેઠળ પૈસા, કિંમતી વસ્તુઓ અથવા અન્ય આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરતો હતો.

શંકાસ્પદ માહિતીથી ભાંડો ફૂટ્યો

માહિતી મુજબ, ફોન પર વાતચીત દરમિયાન કેટલીક શંકાસ્પદ વિગતો સામે આવતાં ફરિયાદી મહિલાએ આરોપી દ્વારા આપવામાં આવેલી માહિતી અને દસ્તાવેજોની સ્વતંત્ર ચકાસણી કરાવી હતી. ત્યારબાદ રજૂ કરાયેલી ઓળખ અને વાસ્તવિક ઓળખ વચ્ચે તફાવત હોવાનું સામે આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ પછી મહિલા પોલીસ સ્ટેશન (પશ્ચિમ) ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મળતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરીને આરોપીની ધરપકડ કરી હતી.

શેરબજારમાં મોટો નફો આપવાની અપાઈ લાલાચ: અમદાવાદના નિવૃત્ત ફાર્મા એડવાઈઝર સાથે થઈ ₹1.21 કરોડની સાયબર ઠગાઈ

પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવ્યા ગંભીર દાવા

14 જૂનના રોજ ઉસ્માનપુરા સ્થિત કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બજરંગદળના ક્ષેત્રિય સહ-સંયોજક જ્વલિત મહેતા અને VHP પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂત તથા ભોગ બનનાર ફરિયાદી બહેને સમગ્ર ઘટનાક્રમ અંગે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.

‎તેમણે જણાવ્યું હતું કે આરોપી કરીમ રફીક સિપાઈ (રહે. કડી, જી. મહેસાણા) દ્વારા જાણીતા ઉદ્યોગપતિની ઓળખનો દુરુપયોગ કરીને મેટ્રિમોનિયલ વેબસાઇટ પર "આદિત્ય પટેલ" નામથી ખોટી પ્રોફાઈલ બનાવવામાં આવી હતી. આરોપી પોતાને હિન્દુ, વિધુર અને નિઃસંતાન તરીકે રજૂ કરીને ખાસ કરીને વિધવા તથા એકલવાયું જીવન જીવતી મહિલાઓનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરતો હતો.

‎ફરિયાદી બહેનના જણાવ્યા અનુસાર વિશ્વાસ કેળવવા માટે આરોપી દ્વારા નકલી આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત અન્ય દસ્તાવેજો મોકલવામાં આવતા હતા. ત્યારબાદ લગ્નના વચનો અને ભાવનાત્મક સંબંધોના આધારે મહિલાઓ પાસેથી આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

‎મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ફોન પરની વાતચીત દરમિયાન કેટલીક શંકાસ્પદ વિગતો સામે આવી અને આરોપી દ્વારા આપવામાં આવેલી માહિતી તથા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. તપાસ દરમિયાન "આદિત્ય પટેલ" તરીકે ઓળખ આપનાર વ્યક્તિની અસલ ઓળખ કરીમ સિપાઈ તરીકે સામે આવી હોવાનું જણાવાયું.

‎ફરિયાદી બહેને જણાવ્યું કે પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની જાણ થતાં અને અન્ય કોઈ બહેન-દીકરી આવા જાળમાં ન ફસાય તે હેતુથી તેમણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આયોજિત આયોજનબદ્ધ કાર્યવાહી દરમિયાન આરોપીને મળવા બોલાવવામાં આવ્યો હતો, જ્યાં તેની ઓળખની પુષ્ટિ થતાં તેને પકડી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

‎બજરંગદળના જણાવ્યા મુજબ આરોપીના મોબાઇલ ફોનમાંથી અનેક મહિલાઓના અંગત અને વાંધાજનક ફોટા-વિડિયો મળી આવ્યા હોવાની માહિતી સામે આવી છે. જોકે આ બાબતની સત્તાવાર પુષ્ટિ અને વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

‎મહિલા પોલીસ સ્ટેશન (પશ્ચિમ) ખાતે ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ઝડપી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે કે આ પ્રકારની છેતરપિંડીના અન્ય કેટલા ભોગ બનનાર હોઈ શકે અને આ કથિત નેટવર્ક કેટલું વ્યાપક છે.

જ્વલિત મહેતાએ જણાવ્યું કે ડિજિટલ યુગમાં મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે સાવચેતી અત્યંત જરૂરી બની ગઈ છે. કોઈપણ વ્યક્તિની ઓળખ, વ્યવસાય, સરનામું અને દસ્તાવેજોની સ્વતંત્ર ચકાસણી કર્યા વિના વિશ્વાસ ન કરવો જોઈએ.

‎તેમણે સમાજને અપીલ કરતાં જણાવ્યું કે બહેનો-દીકરીઓની સુરક્ષા માત્ર પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. આવા બનાવો સામે કાયદાકીય કાર્યવાહી જેટલી જરૂરી છે, એટલી જ જરૂરી સમાજમાં જાગૃતિ અને સાવચેતી પણ છે.

પોલીસ તપાસનો વ્યાપ વધ્યો

ક્રાઇમ બ્રાંચ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ કેટલા સમયથી કરવામાં આવતી હતી અને અન્ય કોઈ મહિલાઓ પણ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બની છે કે નહીં.

તપાસ દરમિયાન ડિજિટલ ઉપકરણો, બેંક વ્યવહારો, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને મેટ્રિમોનિયલ વેબસાઇટ પર ઉપયોગમાં લેવાયેલી વિગતોની પણ ચકાસણી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

નડિયાદમાં કાયદો-વ્યવસ્થા રામ ભરોશે!: 40 લોકોના ટોળાએ ભાજપનેતા પર કર્યો જીવલેણ હુમલો

સાવચેતી રાખવાની પોલીસની અપીલ

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ અથવા સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવતી કોઈપણ વ્યક્તિ પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ. ખાસ કરીને લગ્ન સંબંધિત વાતચીત દરમિયાન વ્યક્તિની ઓળખ, સરનામું, વ્યવસાય અને દસ્તાવેજોની સ્વતંત્ર ચકાસણી કરવી જરૂરી છે.

હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને તપાસના આધારે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. કેસ સંબંધિત તમામ આક્ષેપો અને દાવાઓની અંતિમ પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now