Home National Kharge Gujarati Comment Bjp Anil Patel Reaction

અગાઉ મોદીજીને કહ્યાં હતા '100 માથાવાળા રાવણ' : "હવે એ જ ખડગે રાહુલની મોહબ્બતની દુકાનમાં વેચાતું નફરતનું ઝેર પી ગયા..!"

Kharge's statement
Published by: Viral Patel
Last Updated: Apr 08, 2026, 01:54 PM IST

Kharge's statement: ગુજરાતની રાજનીતિમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ માટે કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદન બાદ ભાજપ આક્રમક મૂડમાં છે. ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ગુજરાતીઓને 'અભણ અને મૂર્ખ' કહેવા એ માત્ર શબ્દો નથી, પણ ગુજરાતની ગરિમા અને અસ્મિતાનું ઘોર અપમાન છે.

6.5 કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર

ડૉ. અનિલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ડૉ. વિક્રમ સારાભાઈ જેવા રત્નો આપ્યા છે, તે ધરતીના લોકોને 'મૂર્ખ' કહેવા એ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, શું કોંગ્રેસને ગુજરાતીઓની મહેનત અને બુદ્ધિક્ષમતા દેખાતી નથી? આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે કોંગ્રેસથી આ પ્રગતિ સહન થતી નથી.

આ પણ વાંચો: “કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી દેવાનો છે” : આવું કહીને યુવકે પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો, અમદાવાદની ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ

ડૉ. અનિલ પટેલે કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શું કોંગ્રેસને ગુજરાતીઓથી કોઈ વેર છે? શું તેમને ગુજરાતીઓની મહેનત, બુદ્ધિક્ષમતા અને દેશપ્રેમ દેખાતો નથી? ગુજરાતની પવિત્ર ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, દયાનંદ સરસ્વતી, ડૉ. વિક્રમ સારાભાઈ અને કનૈયાલાલ મુનશી જેવા મહાન સપૂતો આપ્યા છે. આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારત વિશ્વ સ્તરે મજબૂત સ્થિતિમાં છે, ત્યારે કોંગ્રેસથી આ સહન થતું નથી. "જલ બિન મછલી" ની જેમ ૨૦૧૪થી સત્તા વિના તરફડતા કોંગ્રેસ અને તેમના યુવરાજને ઇતિહાસની કડવી યાદો સતાવે છે. નેહરુજીના સમયમાં સરદાર પટેલનો વિરોધ હોય, ઇન્દિરાજીને સત્તા વિહોણા કરનાર મોરારજીભાઈ દેસાઈ હોય કે હવે સતત ત્રણ વખતથી મોદી-શાહની જોડીએ છીનવેલી સોનિયાજીની સલ્તનત હોય, કોંગ્રેસ હંમેશા ગુજરાતીઓથી ખીજાયેલી રહી છે.

તેમણે કહ્યું કે, ખડગેજી કદાચ રાહુલ ગાંધીએ લખેલી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. ખડગેજીના દિલમાં ગુજરાત માટે નફરત હળાહળ ઝેર ભરેલું છે. હૈયે હોય તેવું હોઠે આવે. અગાઉ મોદીજીને '૧૦૦ માથાવાળા રાવણ' કહેનારા ખડગેજી અત્યારે રાહુલજીની મોહબ્બતની દુકાનમાં વેચાતું નફરતનું ઝેર પી ગયા હોય તેવું લાગે છે. હજુ બે દિવસ પહેલા જ આસામમાં ભાજપા-RSS ને 'ઝેરી સાપ' કહી નમાજ પહેલા મારી નાખવાની વાત કરનાર ખડગેજીની જીભ પર જાણે 'કિંગ કોબ્રાનો ડંખ' લાગ્યો છે. ગુજરાતીઓને 'કૌભાંડી' કહેનારા રાહુલ ગાંધી અને હવે જનતાને 'મૂર્ખ' કહેનારા ખડગેજી માનસિક બીમાર હોય તેમ જણાય છે, તેમને તાત્કાલિક મનોવૈજ્ઞાનિક સારવારની જરૂર છે.

આ પણ વાંચો: "ભાજપને કોંગ્રેસ કે AAPથી કોઈ ડર નથી, ભાજપને ભાજપ જ હરાવશે" : ચૂંટણી પહેલાં સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં હડકંપ

'મોહબ્બતની દુકાન'માં નફરતનું ઝેર

કોંગ્રેસની ટીકા કરતા ડૉ. પટેલે જણાવ્યું કે અગાઉ મોદીજીને '૧૦૦ માથાવાળા રાવણ' કહેનારા ખડગેજી અત્યારે રાહુલ ગાંધીની 'મોહબ્બતની દુકાન'માં વેચાતું નફરતનું ઝેર પી ગયા છે. તેમની જીભ પર જાણે કિંગ કોબ્રાનો ડંખ લાગ્યો હોય તેમ તેઓ સતત ઝેરી નિવેદનો આપી રહ્યા છે." તેમણે ઉમેર્યું કે ગુજરાતીઓને 'કૌભાંડી' કહેનારા રાહુલ ગાંધી અને હવે જનતાને 'મૂર્ખ' કહેનારા ખડગેજી માનસિક રીતે બીમાર હોય તેવું લાગે છે અને તેમને તાત્કાલિક સારવારની જરૂર છે.

કોંગ્રેસની બૌદ્ધિક નાદારી અને ઇતિહાસનું વેર

ભાજપના પ્રવક્તાએ ઇતિહાસના પાના ઉથલાવતા કહ્યું કે કોંગ્રેસનો ગુજરાતીઓ પ્રત્યેનો દ્વેષ નવો નથી. નેહરુના સમયમાં સરદાર પટેલનો વિરોધ હોય કે મોરારજીભાઈ દેસાઈ સામેની ખીજ, કોંગ્રેસે હંમેશા ગુજરાતના નેતાઓને પછાડવાનો પ્રયાસ કર્યો છે. સોનિયા ગાંધીની 'સલ્તનત' જ્યારે મોદી-શાહની જોડીએ છીનવી લીધી છે, ત્યારે આ હતાશા હવે ગાળો અને અપમાનના સ્વરૂપમાં બહાર આવી રહી છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો! : બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને કદાવર નેતાની ધરપકડ

વિકાસમાં અવરોધક બનતી કોંગ્રેસ

ડૉ. પટેલે સવાલોની ઝડી વરસાવતા પૂછ્યું કે નર્મદા યોજનામાં અવરોધો કોણે નાખ્યા? સરદાર પટેલના 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નો વિરોધ કોણે કર્યો? ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને પરેશાન કરવા નોટિસો કોણે મોકલી હતી? તેમણે ગર્વ સાથે જણાવ્યું કે દેશના GDPમાં 8% ફાળો આપતું અને ફાર્મા તેમજ કેમિકલ ક્ષેત્રે અગ્રેસર રહેતું ગુજરાત ક્યારેય મૂર્ખ હોઈ શકે નહીં.

જનતા આપશે જડબાતોડ જવાબ

છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતની જનતાએ કોંગ્રેસના 'કાળા પંજા'ને તિજોરીથી દૂર રાખ્યો છે. ડૉ. અનિલ પટેલે અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આગામી સમયમાં ગુજરાતના કોઠાસૂઝવાળા નાગરિકો EVM દ્વારા આ અપમાનનો જડબાતોડ જવાબ આપશે અને કોંગ્રેસના અહંકારને ચૂર-ચૂર કરી દેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now