Home Gujarat Ahmedabad A Local Boy Attacked A Policeman In Ahmedabad The Incident Became The Talk Of The Town

“કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી દેવાનો છે” : આવું કહીને યુવકે પોલીસ કોન્સ્ટેબલને માર માર્યો, અમદાવાદની ઘટનાથી પોલીસ બેડામાં ખળભળાટ

A Local Young Boy attacked a policeman in ahmedabad
Play Video
Published by: Vishal Dave
Last Updated: Apr 08, 2026, 12:21 PM IST

Ahmedabad Crime News: છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં પોલીસ પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં અમદાવાદમાં આ પ્રકારની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે પોલીસ કોન્સ્ટેબલ સાથે અંગત અદાવત રાખીને પછી જે કર્યું તેનાથી આખાય પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

પહેલાં ગાળાગાળી અને પછી માર્યો પોલીસકર્મીને માર

અમદાવાદમાં ફરજ પર રહેલા એક પોલીસ કોન્સ્ટેબલ સાથે ગાળા-ગાળીની ઘટનાએ હિંસક વળાંક લીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી યુવક પહેલા પોલીસકર્મી સાથે રોષ રાખતો હતો. ઘટનાના દિવસે યુવકે કોન્સ્ટેબલને અટકાવીને બેફામ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. વિવાદ વધતા યુવક ગુસ્સે ભરાઈ ગયો અને કોન્સ્ટેબલ પર દંડા વડે હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા IPSએ લીધી સ્વૈચ્છિક નિવૃતિ : ગાંધીનગર ટ્રાફિક IG પદેથી થયા રિટાયર, પોલીસ બેડા અને રાજકારણમાં ચર્ચાનો મુદ્દો બન્યો

“કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી દેવાનો છે.”

હુમલા દરમિયાન આરોપીએ ધમકી આપતાં કહ્યું કે, “કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી દેવાનો છે.” આ અચાનક હુમલાથી પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અન્ય પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા આરોપી સામે સરકારી કર્મચારી પર હુમલો, ફરજમાં અવરોધ અને હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર : 67 PIની બદલી-પોસ્ટિંગ, જાણો કોણ ક્યાં મુકાયું

પોલીસકર્મીને માર મારવાની ઘટના બાદ પોલીસે શું કહ્યું?

અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી ફરિયાદ મામલે માહિતી આપતા DySP રોશની પી.સોલંકીએ જણાવ્યું હતુંકે, શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે 8 એપ્રિલ 2026ના વહેલી સવારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મચારીને માર માર્યો હોય તેવી ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં ફરિયાદી પોલીસ કર્મચારી છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવે છે. રાત્રી દરમિયાન તે પોલીસકર્મી સર્વેલન્સમાં કામ કરે છે. રાત્રી દરમિયાન પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. આ વિસ્તારના લોકોએ અગાઉ ફરિયાદ કરી હતી કે રાત્રે અહીં નોટોરિયસ પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદ કરી હતી. જેને કારણે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસકર્મીએ આરોપી યુવક ગાર્ડન ફરતો હતો તેની પૂછપરછ કરી હતી. આરોપીએ આ મુદ્દે પોલીસકર્મીને ઘાટમાં રાખ્યો હતો. બીજા દિવસે ફરિયાદી જ્યારે પોતાની ડ્યુટી પુરી કરીને જમવા જઈ રહ્યાં હતાં ત્યારે આરોપીએ તે પોલીસ કર્મી ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજા થતા સહકર્મીઓએ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ અપહરણ કરી બાળકો પાસે ભીખ મંગાવતી ગેંગનો પર્દાફાશ : જાણો CCTVની મદદથી પોલીસે કઈ રીતે ગણતરીના કલાકોમાં જ 4 વર્ષના માસૂમનો કર્યો બચાવ

DySP રોશની પી.સોલંકીએ વધુમાં જણાવ્યું હતુંકે, આ સમગ્ર મામલાની ફરિયાદ દાખલ કર્યા બાદ આરોપી વિરુદ્ધ કડક તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથિમક તપાસમાં અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે. હજુ પણ આ કેસની વધુ તપાસ ચાલી રહી છે. ફરિયાદીનું નામ જયેશ કુમાર નંદુભાઈ વસાવા છે. તેઓ અમદાવાદ પોલીસની સર્વેલન્સ શાખામાં ફરજ બજાવે છે. આરોપીનું નામ છે જીતેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા છે. મેઘાણીનગર વિસ્તારમાં જ રહે છે. આરોપીનો ગુનાઇત ઈતિહાસ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. અમદાવાદ પોલીસ સાથે બનેલી આ પ્રકારની ઘટના હાલ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now