Home Gujarat Gandhinagar Pulse Polio Campaign 28 June 2026

ગાંધીનગરમાં 62 હજાર બાળકોને કરાશે સુરક્ષિત : બાળકોને પોલિયો જેવા ગંભીર રોગથી સુરક્ષિત કરવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

Polio Vaccine
Published by: OBS Bureau
Last Updated: Jun 22, 2026, 01:13 PM IST

Polio Vaccine: બાળકોને પોલિયો જેવા ગંભીર રોગથી સુરક્ષિત કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ સમગ્ર ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પલ્સ પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત શહેરના ભાવિ નાગરિકોને પોલિયો મુક્ત રાખવા માટે તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરી લેવામાં આવી છે.

62 હજાર બાળકોને આવરી લેવાશે

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, આ ખાસ ઝુંબેશ હેઠળ 0 થી 5 વર્ષની વયના અંદાજે ૬૨,૦૦૦ બાળકોને પોલિયો રસીના બે ટીપાં ('દો બૂંદ જિંદગી કી') પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. એક પણ બાળક આ સુરક્ષા ચક્રથી વંચિત ન રહી જાય તે માટે માઇક્રો-પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે.

ગુજરાતી અભિનેત્રી મમતા સોનીના ભાજપ નેતા પર ગંભીર આક્ષેપ : મહેનતાણું ન ચૂકવ્યાનો અને જાનથી મારી નાખવાની ધમકીનો દાવો

1000થી વધુ કર્મચારીઓની ટીમ કાર્યરત રહેશે

આ આખા અભિયાનને સફળ બનાવવા અને દરેક સેક્ટર તેમજ વિસ્તાર સુધી પહોંચવા માટે 1000થી વધુ આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કર્સ અને સ્વયંસેવકોની ટીમ તૈનાત કરવામાં આવશે. રસીકરણ માટે શહેરમાં અલગ-અલગ જગ્યાએ ખાસ બૂથ ઊભા કરવામાં આવશે, જેથી વાલીઓને લાંબે સુધી જવું ન પડે.

મહાનગરપાલિકાની વાલીઓને નમ્ર અપીલ

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકો અને ખાસ કરીને વાલીઓને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના ૫ વર્ષ સુધીના બાળકોને નજીકના રસીકરણ કેન્દ્ર (પોલિયો બૂથ) પર અવશ્ય લઈ જાય અને પોલિયો વિરોધી રસીના બે ટીપાં અચૂક પીવડાવે. દેશને પોલિયો મુક્ત રાખવા અને બાળકોના તંદુરસ્ત ભવિષ્ય માટે આ અભિયાનમાં સહભાગી થવું એ આપણી સૌની ફરજ છે.

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now