Home Gujarat Surat Surat Mota Varachha Sumeru City Mall Woman Trapped Changing Room Rescue

મોલમાં કપડાં ચેન્જ કરવા ચેજિંગ રૂમમાં ગઈ મહિલા : પછી મહિલા સાથે જે થયું એ તેણે ક્યારેય નહીં વિચાર્યું હોય

Surat Sumeru City Mall Woman Trapped Changing Room
Published by: Nirali Gohil
Last Updated: May 05, 2026, 07:10 AM IST

Surat News: સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા મોલના ચેન્જિંગ રૂમમાં અચાનક ફસાઈ જતાં હાહાકાર મચી ગયો હતો. સામાન્ય રીતે શોપિંગ માટે આવતા લોકો માટે સુરક્ષિત ગણાતા મોલમાં આવી ઘટના બનતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ મોલ મેનેજમેન્ટ અને સ્થાનિક લોકો તાત્કાલિક હરકતમાં આવ્યા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ખરીદી કરવા ગયેલી મહિલા માટે ટ્રાયલ રૂમ બન્યો આફત

મળતી માહિતી અનુસાર, સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા જાણીતા સુમેરુ સિટી મોલમાં આજે એક ચોંકાવનારી ઘટના બની હતી. સુદામા ચોક પાસે આવેલા આ મોલમાં એક મહિલા કપડાંની ખરીદી કરવા માટે આવી હતી. નવા કપડાં પસંદ કર્યા બાદ તે માપ જોવા માટે (ટ્રાયલ માટે) ચેન્જિંગ રૂમમાં ગઈ હતી. જોકે, અચાનક ચેન્જિંગ રૂમનો દરવાજો જામ થઈ જવાથી અથવા લોક ફેઈલ થવાને કારણે મહિલા અંદર જ કેદ થઈ ગઈ હતી. મહિલાએ અંદરથી દરવાજો ખોલવા માટે ખૂબ મથામણ કરી હતી, પરંતુ દરવાજો ન ખુલતા તે ગભરાઈ ગઈ હતી.

ગીર સોમનાથમાં નશીલા પદાર્થો સામે મોટી કાર્યવાહી: વેરાવળમાં હાઇબ્રીડ ગાંજા સાથે ઇસમ ઝડપાયો

ફાયર વિભાગે તાત્કાલિક મોરચો સંભાળ્યો

મહિલા લાંબા સમય સુધી બહાર ન આવતા અને અંદરથી અવાજ આપતા મોલના સ્ટાફને જાણ થઈ હતી. સ્ટાફ દ્વારા પણ દરવાજો ખોલવાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા બાદ તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને મોટા વરાછા ફાયર સ્ટેશનના જવાનો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોલમાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને મહિલા સુરક્ષિત બહાર આવે તેની રાહ જોવાઈ રહી હતી.

ખાનગી કંપનીની બસ અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર: પતરાં ચીરીને બસના ડ્રાઈવરને બહાર કઢાયો, ઘટનામાં 5 લોકો ઘાયલ

દરવાજો તોડી મહિલાને સુરક્ષિત બહાર કઢાઈ

ફાયર વિભાગના જવાનોએ આધુનિક સાધનોની મદદથી ચેન્જિંગ રૂમનો દરવાજો તોડવાની કામગીરી શરૂ કરી હતી. થોડી જ મિનિટોમાં દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો અને અંદર ફસાયેલી મહિલાને કોઈ પણ ઈજા વગર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. લાંબા સમય સુધી બંધ રૂમમાં ફસાયેલી હોવાથી મહિલા થોડા સમય માટે ગભરાઈ ગઈ હતી, પરંતુ ફાયર જવાનોની સમયસરની મદદથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાને પગલે મોલના મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now