Home Gujarat Gujarat Police Special Helmet Drive May 2026 Mandatory For All

સરકારી કર્મચારીઓ પણ નહીં બચી શકે! : આજથી હેલ્મેટ મામલે પોલીસ એક્શન મોડમાં, જાણો શું છે નવો આદેશ

Helmet Drive Gujarat, Gujarat Police Order, Traffic Rules 2026
Published by: Nirali Gohil
Last Updated: May 01, 2026, 07:00 AM IST

Traffic Rules 2026: રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત પોલીસ ફરી એકવાર કડક વલણ અપનાવી રહી છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ (STB) દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને લેખિતમાં આદેશ આપીને 1મે થી 31 મે 2026સુધી ખાસ 'હેલ્મેટ ડ્રાઇવ' યોજવા સૂચના આપવામાં આવી છે. આ ઝુંબેશ માત્ર સામાન્ય નાગરિકો પૂરતી મર્યાદિત નથી, પરંતુ સરકારી કચેરીઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ પર પણ ખાસ નજર રાખવામાં આવશે.

સરકારી કચેરીઓના ગેટ પર જ થશે ચેકિંગ

ગુજરાત પોલીસના આ નવા આદેશ મુજબ, રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હેલ્મેટના નિયમનું પાલન કરે તે અનિવાર્ય છે. આ માટે દરેક સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે જ ટ્રાફિક પોલીસનું સ્પેશિયલ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે. જો કોઈ કર્મચારી હેલ્મેટ વગર કચેરીમાં પ્રવેશતા પકડાશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવશે.

ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત

મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ, દ્વિ-ચક્રી વાહન (મોટર સાયકલ, સ્કૂટર વગેરે) ચલાવનાર અને તેની પાછળ બેસનાર એમ બંને વ્યક્તિઓએ હેલ્મેટ પહેરવું કાયદેસર રીતે ફરજિયાત છે. આ ડ્રાઇવ દરમિયાન પોલીસ માત્ર ચાલક જ નહીં, પણ પાછળ બેસનાર મુસાફરે હેલ્મેટ પહેર્યું છે કે નહીં તેની પણ તપાસ કરશે.

આ પણ વાંચો: જો તમારા ફોનમાં પણ જોરદાર સાયરન સાથે મેસેજ આવે તો ગભરાશો નહીં : જાણો શું છે સરકારનો આ નવો પ્લાન

સુરત મોડલ હવે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં લાગુ થશે

રાજ્ય માર્ગ સલામતી કાઉન્સિલની બેઠકમાં નોંધવામાં આવ્યું હતું કે, સુરત શહેરમાં હેલ્મેટની અમલવારી ખૂબ જ સરાહનીય રહી છે. આ સફળતાને ધ્યાનમાં રાખીને હવે અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ તબક્કાવાર રીતે હેલ્મેટના નિયમોનું કડક પાલન કરાવવા આદેશ આપવામાં આવ્યો છે.

રોજેરોજનો રિપોર્ટ ઉપર સુધી મોકલવો પડશે

પોલીસ વિભાગ દ્વારા આ કામગીરી કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, દરરોજ કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ બીજા દિવસે સવારે ૮:૦૦ વાગ્યા સુધીમાં ઈ-મેઈલ દ્વારા મુખ્ય કચેરીએ મોકલવાનો રહેશે. જેમાં સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો વિરુદ્ધ કેટલા કેસ થયા અને કેટલો દંડ વસૂલાયો તેની વિગતવાર માહિતી આપવાની રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now