Home Gujarat Surat Surat Farmer Organic Fertilizer Ghanjivamrut

પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ગુજરાતનાં ખેડૂતો : 8 લાખ ખેડૂતોએ અપનાવી નવી દિશા, જાણો ખેડૂતમાં સસ્તા ખાતરનો વિકલ્પ

ખેડૂત કમલેશભાઈની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 30, 2026, 02:30 AM IST

સુરત જિલ્લાના ખેડૂત કમલેશ પટેલે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જેના માધ્યમથી દેશને રાસાયણિક ખાતરમાંથી સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પલસાણા તાલુકાના અંભેટી ગામના આ ખેડૂતે ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કરીને જૈવિક વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો યજ્ઞ હાથ ધર્યો છે.

હાલમાં સમગ્ર ગુજરાતમાં ઉનાળાની ગરમી 44 ડિગ્રીથી વધુ નોંધાઈ રહી છે, ત્યારે સુરત નજીકના માંગરોળિયા ગામમાં કમલેશ પટેલના ખેતરમાં 20થી વધુ મજૂરો ખંતપૂર્વક ‘ઘનજીવામૃત’ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ ઉત્પાદન ખાસ કરીને આવનારી ખરીફ સીઝનને ધ્યાનમાં રાખીને વધારવામાં આવ્યું છે, કારણ કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોમાં તેની માંગ ઝડપથી વધી રહી છે.

પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનો ઝુકાવ

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ નોંધપાત્ર રીતે વધ્યો છે. રાજ્યમાં 8 લાખથી વધુ ખેડૂતોએ રાસાયણિક ખાતરને તિલાંજલી આપી છે અને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અંદાજે સાડા પાંચ લાખ હેક્ટરથી વધુ જમીન પર હવે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી થઈ રહી છે.

આ પરિવર્તનને કારણે જીવામૃત અને ઘનજીવામૃત જેવા જૈવિક ખાતરોની માંગ સતત વધી રહી છે. કમલેશ પટેલ જેવા પ્રગતિશીલ ખેડૂતો આ માંગ પૂરી કરવા માટે આગળ આવી રહ્યા છે. તેઓ માત્ર ખેતી જ નથી કરતા, પરંતુ અન્ય ખેડૂતોને તાલીમ આપીને પ્રેરિત પણ કરે છે. તેઓ રાજ્યના કૃષિ વિભાગ દ્વારા માન્ય માસ્ટર ટ્રેઇનર તરીકે પણ કાર્યરત છે.

આ પણ વાંચો: ઓછી મહેનત અને વધુ નફો : અરબીની ખેતીથી ખેડૂતો કમાઈ રહ્યા છે લાખો રૂપિયા

ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન અને વેચાણનો વ્યાપ

વર્ષ 2017થી પ્રાકૃતિક ખેતી અપનાવનાર કમલેશ પટેલે હવે ઘનજીવામૃતનું ઉત્પાદન મોટા પાયે શરૂ કર્યું છે. તેઓ દરરોજ લગભગ 1000 બેગ (દરેક બેગ 40 કિલો) ઘનજીવામૃત તૈયાર કરે છે અને તેનો વિતરણ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ કરે છે.

આ ઉપરાંત તેઓ દરરોજ 1000 લીટર જીવામૃત પણ બનાવે છે. ચાલુ વર્ષ દરમિયાન તેઓ રોજ 2000 બેગ ઘનજીવામૃત તૈયાર કરવાનો લક્ષ્ય ધરાવે છે. ગયા વર્ષે તેમણે 50,000 બેગનું વેચાણ કર્યું હતું, જ્યારે આ વર્ષે એક લાખ બેગ ઉત્પાદન કરવાની યોજના છે. ઘનજીવામૃત રૂ. 6 પ્રતિ કિલો અને જીવામૃત રૂ. 5 પ્રતિ લીટર દરે વેચવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને સસ્તું અને અસરકારક વિકલ્પ મળે છે.

સરકાર અને નીતિગત પ્રોત્સાહનનો ફાળો

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ ક્ષેત્રમાં વિસ્તરણ નોંધાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ગામડાઓમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરણા આપી રહ્યા છે.

આ પણ વાંચો: સૂકી જમીનમાં પણ વરસશે સોનું! : એલોવેરાની ખેતીથી વર્ષો સુધી કરો કરોડોની કમાણી! જાણો કેવી રીતે બનશે ખેડૂતો માટે જેકપોટ

રાસાયણિક ખાતર સામે મજબૂત વિકલ્પ

ઘનજીવામૃત જમીન માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. તે જમીનની ઉપજાઉ શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરે છે અને પાકની ઉત્પાદન ક્ષમતા સુધારે છે. રાસાયણિક ખાતરોની આયાત પર ભારતનો મોટો ખર્ચ થાય છે, ત્યારે આવા જૈવિક વિકલ્પો દેશને સ્વનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને 1 મેના રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)માં “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા” વિષય પર ચર્ચા યોજાશે, જેમાં કમલેશ પટેલ પણ ભાગ લેશે.

ડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે પણ મહત્વપૂર્ણ બની રહી છે. કમલેશ પટેલ જેવા ખેડૂતોના પ્રયાસો દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો કૃષિ ક્ષેત્રમાં સ્વનિર્ભરતા શક્ય છે. આગામી સમયમાં જો આવા પ્રયાસો વધુ વિસ્તરે તો દેશને રાસાયણિક ખાતરોની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે અને ખેડૂતોને વધુ સ્થિર આવકનો માર્ગ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now