Home Gujarat Bharuch Election Bulldozer Controversy Yusuf Rizvi

ભરૂચ નપાની ચૂંટણીમાં યુસુફ રિઝવીનું વિવાદાસ્પદ નિવેદન : '80 લાખ મુસ્લિમ મતદાન કરશે તો બુલડોઝર નહીં ચાલે'

યુસુફ રિઝવી અને ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મારૂતીસિંહની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 22, 2026, 12:44 PM IST

ભરૂચનાં વોર્ડ નંબર 8માં ડભોઈયા વાડ ખાતે કોંગ્રેસની સભા યોજાઈ હતી. કોંગ્રેસનાં પ્રચાર સમયે. કોંગ્રેસ નેતા આગેવાન અને કવિ યુસુફ રિઝવીએ વિવાદાસ્પદ નીવેદન આપ્યું છે. યુસુફ રિઝવીએ કહ્યું કે, ગુજરાતના 80 લાખ મુસ્લિમો મતદાન કરશે તો તમારા ઘર પર બુલડોઝર નહીં ચાલે. ઓવૈસીનું નામ લીધા વગર કટાક્ષ કરતા કહ્યું કે, કેટલાક મુસ્લિમોએ જ આપણી વચ્ચે રહી આપણી ટોપીઓનો સોદો કર્યો છે. મુસ્લિમ અને દલિત વોટોનું મહત્વ ખતમ કરી નાખ્યું છે.

ભાજપે આપ્યો જવાબ

યુસુફ રિઝવીનાં નિવેદન અંગે ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મારૂતીસિંહ અટોદરિયાએ વળતો જવાબ આપ્યો છે. કહ્યું કે, બુલડોઝર ધર્મ કે સમાજને જોઈને નહીં પણ દેશ અને સમાજ વિરોધીઓની મિલ્કતોના દબાણ પર ફરે છે. આવા નિવેદન કોંગ્રેસની માનસિકતા છતી કરે છે.

આ પણ વાંચો: અમદાવાદના બાપુનગરમાં મતદાન પહેલાં જ વિવાદ : બેલેટ પેપર અંગે ગેરરીતિના આક્ષેપ

ચૂંટણી પૂર્વે વધતો રાજકીય ઘર્ષણ

ભરૂચમાં ચાલી રહેલી નગર સેવા સદનની ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રત્યારોપ તેજ બન્યા છે. પ્રચારસભાઓમાં આપવામાં આવતા નિવેદનો હવે તરત જ વિવાદનું કારણ બની રહ્યા છે. બુલડોઝર શબ્દનો રાજકીય પ્રચારમાં ઉપયોગ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યો છે, ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામ અને કાયદેસર કાર્યવાહી સંદર્ભે. આવા સંદર્ભમાં તેને ચૂંટણી પ્રચાર સાથે જોડવાથી વિવાદ ઊભો થવો સ્વાભાવિક માનવામાં આવે છે. આ મુદ્દે હજી સુધી કોંગ્રેસ તરફથી સત્તાવાર વિગતવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી, જેનાથી રાજકીય ચર્ચા વધુ તેજ બની રહી છે.

જનપ્રતિસાદ

સ્થાનિક સ્તરે આ નિવેદન અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો તેને રાજકીય ભાષણનો ભાગ માને છે, જ્યારે અન્ય લોકો તેને સંવેદનશીલ અને વિવાદાસ્પદ ગણાવી રહ્યા છે. આ મુદ્દો આગામી દિવસોમાં વધુ રાજકીય પ્રતિક્રિયાઓ લાવી શકે છે અને ચૂંટણી પર પણ તેની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને સમુદાય આધારિત રાજકીય સંદેશાઓ કેટલા અસરકારક રહે છે તે પરિણામો બાદ સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now