Home Gujarat Ahmedabad Ahmedabad Hanuman Jayanti Shobhayatra Camp Hanuman

ભવ્ય રથ, ગદા, ઊંટગાડી, ઘોડાગાડી, 200 બાઇક... : હનુમાન જન્મોત્સવ પૂર્વે કેમ્પ હનુમાન મંદિર ખાતે વિશાળ શોભાયાત્રા, જુઓ રુટ

કેમ્પ હનુમાનનો ટેલબો અને ઢોલ ડ્રમ વગાડતા ભક્તોનું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: Apr 01, 2026, 05:20 AM IST

અમદાવાદમાં હનુમાન જન્મોત્સવ પૂર્વે ભવ્ય ધાર્મિક માહોલ વચ્ચે કેમ્પ હનુમાન મંદિર ખાતે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાના પ્રસ્થાન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમને વિશેષ મહત્ત્વ મળ્યું છે.

16 કિલોમીટર લાંબી શોભાયાત્રા

મળતી માહિતી મુજબ, આજે અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરથી વાયુદેવતા મંદિર સુધી અંદાજે 16 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે. આ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થવાની હોવાથી માર્ગ પર ભક્તોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભવ્ય રથ, ગદા, ઊંટગાડી, ઘોડાગાડી, 200 બાઇક...

શોભાયાત્રામાં વિવિધ આકર્ષક ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણ બનશે. હનુમાનજીનો ભવ્ય રથ, ગદા, ઊંટગાડી, ઘોડાગાડી અને પ્રસાદ વહન કરતા વાહનો સાથે આશરે 200 બાઈક પણ યાત્રામાં જોડાશે. આ તમામ વ્યવસ્થાઓ યાત્રાને વધુ ભવ્ય બનાવશે.

50 થી વધુ જગ્યાએ સ્વાગત કેન્દ્રો

યાત્રાના માર્ગ પર 50 થી વધુ જગ્યાએ સ્વાગત કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રા કેમ્પ હનુમાન મંદિરથી શરૂ થઈ ડફનાળા, શાહીબાગ અંડરબ્રિજ, પોલીસ કમિશનર કચેરી, ઇન્કમટેક્સ, આશ્રમ રોડ અને વાસણા જેવા વિસ્તારોમાંથી પસાર થશે.


આ પણ વાંચો: હનુમાન જયંતી પર ભાગ્ય જગાડશે મંગળ! : આ 3 રાશિવાળાને ઘરે વહેશે ધનની નદીઓ! મે મહિના સુધી રહેશે શુભ અસર!

આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શહેરમાં ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાઓ પણ મજબૂત બનાવવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે જેથી યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

હનુમાન જન્મોત્સવ પૂર્વે યોજાતી આ શોભાયાત્રા અમદાવાદમાં ધાર્મિક એકતા અને ભક્તિભાવનો અનોખો દાખલો પુરવાર થઈ રહી છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
એપ્રિલની શરૂઆતમાં જ મેઘરાજા ધબધબાટી બોલાવશે!
સુરતમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સર્જાઈ
સરકારી શાળાઓમાં ભરતી માટે આદેશ
ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર