Home Gujarat Sagar Rabari Resigns Aap Gujarat

ગુજરાતમાં AAP ને મોટો ઝટકો : પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ આપ્યું રાજીનામું

સાગર રબારી
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Apr 27, 2026, 06:27 AM IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી પૂર્ણ થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીને વધુ એક મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે રાજ્યમાં ચૂંટણીના પરિણામો અંગે ઉત્સુકતા ચરમસીમાએ છે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ સંકેતો આપે છે.

થોડા સમય પહેલા જ પાર્ટીના અન્ય નેતા રાજુ કરપડાએ પક્ષ છોડ્યો હતો, અને હવે સાગર રબારીના રાજીનામાથી AAP ના ગુજરાત યુનિટમાં આંતરિક ગાબડું પડ્યું હોવાનું રાજકીય વિશ્લેષકો માનતા થયા છે. સતત બે અગત્યના નેતાઓના પ્રસ્થાનથી સંગઠનની સ્થિરતા અને વ્યૂહરચનાને લઈને પ્રશ્નો ઊભા થયા છે.

સોશિયલ મીડિયા પર ભાવુક વિદાય

સાગર રબારીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ભાવુક પોસ્ટ દ્વારા આ નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે લખ્યું કે, “હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂર્ણ કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીમાંથી મારી જાતને મુક્ત કરું છું. અત્યાર સુધીના સહયોગ બદલ તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.”
તેમણે વધુમાં લખ્યું કે, "વ્યક્તિગત સંબંધો, દોસ્તી ગૌરવપૂર્ણ અકબંધ રહેશે."

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ગણિત : રાજ્યમાં સરેરાશ 60% મતદાન, હવે 28મી એપ્રિલે ખબર પડશે 'કોણ બનશે સત્તાધીશ?'

ખેડૂત નેતા તરીકેની ઓળખ, પાર્ટી માટે મોટું નુકસાન

સાગર રબારી ગુજરાતમાં એક જાણીતા ખેડૂત નેતા તરીકે ઓળખાતા રહ્યા છે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં તેમની સક્રિય ભૂમિકા રહી છે. તેઓને AAP ના મજબૂત સ્તંભ તરીકે જોવામાં આવતા હતા, જેના કારણે તેમની વિદાય પાર્ટી માટે મોટું રાજકીય નુકસાન માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now