ઈરાનની રાજધાની તહેરાનમાં ભયંકર વિસ્ફોટ
ગેસ લાઈનમાં ધડાકાના પગલે લોકોમાં ગભરાટ
અડધો કલાક સુધી સતત સંભળાયા ધડાકાઓ
Iran Israel US War: પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ડેડલાઇન જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ઈરાન પરના હુમલાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો આજે વહેલી સવારથી જ ભયાનક વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત સૈન્ય દળોએ ઈરાનના વ્યૂહાત્મક ઠેકાણાઓ, સૈન્ય મથકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને ભીષણ આક્રમણ શરૂ કર્યું છે, જેના કારણે સમગ્ર દેશમાં અત્યારે અંધાધૂંધી અને ગભરાટનો માહોલ છે.
રહેણાંક વિસ્તારો પર આક્રમણ
ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, રાજધાની તેહરાનના (Tehran) દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલા એક શહેરમાં રહેણાંક ઇમારત (Residential building) પર થયેલા હવાઈ હુમલામાં (Airstrike) ઓછામાં ઓછા 13 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ આક્રમણ એટલું તીવ્ર હતું કે આસપાસની ઇમારતોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. માત્ર રહેણાંક વિસ્તારો જ નહીં, પરંતુ ઈરાનની પ્રતિષ્ઠિત શરીફ યુનિવર્સિટીને (Sharif University) પણ નિશાન બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ યુનિવર્સિટી તેના બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ (Ballistic missile program) સાથેના કથિત જોડાણને કારણે વર્ષોથી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો (Sanctions) હેઠળ છે. આ હુમલામાં કેમ્પસની નજીક આવેલા કુદરતી ગેસ વિતરણ કેન્દ્રને (Natural gas distribution center) પણ નિશાન બનાવવામાં આવ્યું હોવાના અહેવાલ છે.
આ પણ વાંચો: Iran US War : તેહરાનમાં વિનાશક હવાઈ હુમલા, રહેણાંક ઈમારત તૂટી પડી, 13ના મોત
કોમ શહેરમાં વિનાશ
ઈરાનના પવિત્ર શહેર ગણાતા કોમમાં (Qom) પણ રહેણાંક વિસ્તાર પર થયેલા હુમલામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, કોમમાં હુમલાનું મુખ્ય લક્ષ્ય (Target) શું હતું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. બીજી તરફ, ઈરાનના અર્ધલશ્કરી દળ રિવોલ્યુશનરી ગાર્ડ (Revolutionary Guard) અને અન્ય સુરક્ષા દળો પોતાના મુખ્ય ઠેકાણાઓ બચાવવા માટે સતત સ્થળ બદલી રહ્યા છે અને વૈકલ્પિક સ્થળોનો (Alternative locations) ઉપયોગ કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ધમકી
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પ્રત્યે અત્યંત કઠોર વલણ અપનાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ પર ઈરાન વિરુદ્ધ અત્યંત આક્રમક ભાષાનો પ્રયોગ કરતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) નહીં ખોલે, તો ઈરાનને 'નરક' (Hell) જેવી સ્થિતિમાં ધકેલી દેવામાં આવશે. તેમણે રવિવારે એક પોસ્ટમાં લખ્યું હતું કે, "ઈરાનમાં મંગળવારે પાવર પ્લાન્ટ ડે (Power Plant Day) અને બ્રિજ ડે (Bridge Day) એકસાથે ઉજવવામાં આવશે." આ વિધાન સીધો સંકેત આપે છે કે અમેરિકા ઈરાનના ઉર્જા સ્ત્રોતો અને માળખાગત સુવિધાઓ (Infrastructure) જેવા કે પાવર પ્લાન્ટ અને પુલો પર મોટા પાયે હુમલો કરવાની યોજના ધરાવે છે.




