Home Gujarat Surat Varachha Mla Kumar Kananis Direct Attack On Aap In Surat

"પાંચ વર્ષ કૌભાંડ કરનારા હવે ચૂંટણી આવતા 'સુંદરકાંડ' કરે છે" : AAP પર વરાછાના ધારાસભ્યનો સીધો પ્રહાર

Surat Election Kumar Kanani
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 07, 2026, 08:30 AM IST

Election: સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ એડીચોટીનું જોર લગાવી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આ દરમિયાન વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભાજપના કાર્યકરોને સંબોધતા એક મોટું અને સ્વીકારાત્મક નિવેદન આપ્યું છે. વોર્ડ નંબર 4 ના મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજિત બેઠકમાં કાનાણીએ કાર્યકરોને ટકોર કરતા કહ્યું કે, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં અને વિપક્ષના 'ગેરમાર્ગે દોરતા' પ્રચારનો સામનો કરવામાં ભાજપના કાર્યકર્તાઓ ક્યાંક 'કાચા' પડ્યા છે. આ નિવેદન બાદ સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

RTE અને આરોગ્યની સિદ્ધિઓ સમજાવવામાં નિષ્ફળતાનો સ્વીકાર

કુમાર કાનાણીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ લાખો વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં મફત ભણે છે, પરંતુ આ વાત આપણે જનતા સુધી પ્રભાવી રીતે પહોંચાડી શક્યા નથી. તેમણે ઉમેર્યું કે, "આપણે લોકોના આરોગ્ય માટે પણ સરકારી હોસ્પિટલોમાં પૈસા લેતા નથી, છતાં 'આપ' વાળા લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે સાચી વાત સમજાવવામાં અસફળ રહ્યા છીએ." કાનાણીએ કાર્યકરોને હવે આક્રમક રીતે લોકોની વચ્ચે જઈ સત્ય જણાવવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : જાણો સંપૂર્ણ સમયપત્રક અને પ્રક્રિયા

"પાંચ વર્ષ કૌભાંડ અને ચૂંટણી ટાણે સુંદરકાંડ": AAP પર સીધો પ્રહાર

આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા કુમાર કાનાણીએ કહ્યું કે, જે લોકોએ પાંચ વર્ષ સુધી રેશનીંગ અને બાંધકામ ક્ષેત્રે કૌભાંડો કર્યા છે, તેઓ હવે ચૂંટણી આવતા જ 'સુંદરકાંડ' કરી રહ્યા છે. તેમણે કાર્યકરોને કહ્યું કે આ વિરોધાભાસ લોકોની સામે ખુલ્લો પાડવો પડશે. કાનાણીએ કટાક્ષ કર્યો કે જે લોકોએ ભૂતકાળમાં રામ નવમીનો વિરોધ કર્યો હતો, તેઓ જ આજે રામ નવમીની શુભેચ્છાઓ પાઠવે છે અને સાધુ-સંતોના પગમાં પડે છે.

કાર્યકર્તાઓ માટે નવી રણનીતિની જરૂરિયાત

વોર્ડ નંબર 4 ના મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં કાનાણીએ રણનીતિ બદલવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે વિપક્ષી નેતાઓ કથામાં જાય કે ધાર્મિક કાર્યક્રમોમાં જાય તે માત્ર વોટબેંકની રાજનીતિ છે. ભાજપના પાયાના કાર્યકરોએ ઘરે-ઘરે જઈને સરકારની ફ્રી સારવાર અને મફત શિક્ષણની યોજનાઓનો પ્રચાર કરવો પડશે જેથી જનતા ભ્રમિત ન થાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now