Home National Chandranath Rath Last Phone Call Before Murder West Bengal News

"નિઝામ પેલેસ આઓ, ગપ્પે મારેંગે, ચાય પીયેગેં, જશ્ન મનાયેંગે...!" : ગોળીબારની ઘટના પહેલાં ચંદ્રનાથની કોની સાથે થઈ હતી છેલ્લી વાતચીત

That final conversation of Chandranath Rath
Published by: Vaishnavi Pathak
Last Updated: May 07, 2026, 05:24 AM IST

'નિઝામ પેલેસ આવો, ચા પીશું અને ઉજવણી કરીશું'

ચંદ્રનાથ રથના નજીકના મિત્ર કાસિમ અલીએ જણાવ્યું કે બુધવારે સાંજે 6:00 થી 6:30 વાગ્યાની આસપાસ તેમની ચંદ્રનાથ સાથે ફોન પર વાત થઈ હતી. ચંદ્રનાથે તેમને ફોન પર કહ્યું હતું કે, "નિઝામ પેલેસ આવી જાવ, આપણે ગપ્પા મારીશું, ચા પીશું અને ભાજપની જીતનો જશ્ન મનાવીશું." કાસિમે જવાબ આપ્યો હતો કે તેઓ આજે નહીં પણ આવતીકાલે મળશે. કાસિમ અલીએ ભાવુક થતા કહ્યું કે તેમને અંદાજ પણ નહોતો કે આ તેમની છેલ્લી વાતચીત હશે.

બંગાળમાં કેવી રીતે ખેલાયો ખૂની ખેલ?: ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના PA સાથે રાત્રે ખરેખર શું બન્યું હતું? જાણો અંદરની વાત

કેવી રીતે થઈ હત્યા?

પોલીસ તપાસ અનુસાર, મોડી રાત્રે મધ્યમગ્રામ વિસ્તારમાં ચંદ્રનાથ રથની કારનો પીછો કરવામાં આવ્યો હતો. એક કાર અને કેટલીક બાઇક પર આવેલા હુમલાખોરોએ તેમની ગાડી રોકી અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. ચંદ્રનાથને ઘણી ગોળીઓ વાગી હતી અને હોસ્પિટલ લઈ જતી વખતે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ હુમલામાં કારના ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર SSKM હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ પણ વાંચો: IPS સુમતિનું મધરાતે સાહસિક ઓપરેશન | સામાન્ય મહિલા બનીને બસ સ્ટેન્ડ પર ઉભા રહ્યા, 40 શખ્સોએ કરી પજવણી | Offbeat Stories

રાજકીય ષડયંત્રનો આરોપ

ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ આ હત્યાને 'પ્રી-પ્લાન્ડ' એટલે કે પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું છે. કાસિમ અલીએ દાવો કર્યો છે કે અસલી ટાર્ગેટ શુભેન્દુ અધિકારી હતા અને ચંદ્રનાથની હત્યા દ્વારા તેમને નબળા પાડવાનો પ્રયાસ થયો છે. કાસિમે આ મામલે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે.

રૂમ ન મળતા પોલીસકર્મીએ યુવકને વાળ ખેંચીને લાફા ઝીંક્યા: અમદાવાદમાં પોલીસની ગુંડાગીરીનો વીડિયો વાયરલ

તપાસ અને પુરાવા

પશ્ચિમ બંગાળના DGP સિદ્ધનાથ ગુપ્તાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પોલીસને ત્યાંથી વિદેશી પિસ્તોલ (Glock) ના કારતૂસ મળી આવ્યા હોવાની આશંકા છે. હુમલામાં વપરાયેલી બાઇક પર નંબર પ્લેટ નહોતી, જે સૂચવે છે કે આ આખું પ્લાનિંગ પહેલેથી કરવામાં આવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now