Home Gujarat Surat Udhna Railway Station Holi Rush Trains Housefull

હોળી પહેલા 'વતન વાટ પર માનવ મહેરામણ' : સુરતનાં ઉધના રેલવે સ્ટેશન પર ભીડનો વિસ્ફોટ, ટ્રેનો ‘હાઉસફુલ’

હોળી પહેલા 'વતન વાટ પર માનવ મહેરામણ'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 04:11 AM IST

હોળી પહેલા સુરતમાં વતન જવા આતુર શ્રમિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફ જતી ટ્રેનોમાં જગ્યા માટે મુસાફરો વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે.

અંદાજે બે થી ત્રણ લાખ લોકો હોળી ઉજવવા પોતાના વતન જવા માંગે છે. ભારતીય રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી હોવા છતાં, મુસાફરોની સંખ્યા સામે તે વ્યવસ્થા નાની સાબિત થઈ રહી છે. કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ બની ગઈ છે અને અનેક મુસાફરો 10 થી 12 કલાક સુધી સ્ટેશન પર રાહ જુએ છે.

જનરલ કોચમાં સૌથી ગંભીર સ્થિતિ

જનરલ કોચમાં પગ મુકવાની પણ જગ્યા નથી. મુસાફરો શૌચાલય પાસે બેસીને અથવા દરવાજા નજીક ઊભા રહી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ગીચતા, ગરમી અને અવ્યવસ્થા વચ્ચે પણ એક જ લાગણી સ્પષ્ટ છે – હોળી પરિવાર સાથે જ ઉજવવાની.

ખાસ કરીને સવારે દોડતી Tapti Ganga Express પકડવા માટે મુસાફરો અગાઉની રાતથી જ લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા. લાંબી રાહ છતાં ઘણા લોકોને બેઠક ન મળતાં હવે 24 કલાક ઊભી મુસાફરી કરવાની તૈયારી કરી રહ્યા છે.

હોળીનો રંગ ચઢ્યો છે, પરંતુ સુરતમાં હાલ ટ્રેનોમાં ભીડનો જ રંગ છવાયો છે. વતન વાટ પર નીકળેલા શ્રમિકો માટે આ મુસાફરી કઠિન હોવા છતાં ભાવનાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now