અમદાવાદ શહેરમાં ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા સક્રિય બનેલી ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. ભાટ ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ગેરકાયદેસર એમ.ડી (મેફેડોન) ડ્રગ્સ, ઘાતક હથિયારો અને વાહનો સાથે 3 આરોપીઓને ઝડપ્યા છે. જ્યારે એક આરોપી હજુ ફરાર છે. રેડ સમયે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો.
કેવી રીતે થયો પર્દાફાશ?
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ભાટ ગામ વિસ્તારમાં શંકાસ્પદ હલચલ જોવા મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 197.48 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. આ એમ.ડી ડ્રગ્સની બજાર કિંમત 5 લાખથી વધુ છે. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી છરો (ખુકરી), મોબાઈલ ફોન, કાર અને બુલેટ બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે કબજે કર્યો ₹8.90 લાખનો મુદ્દામાલ
મેફેડોન ડ્રગ્સની કિંમત ₹5,92,440
4 મોબાઇલ ફોનની કિંમત ₹18,000
મારુતિ ડીઝાયર કારની કિંમત ₹2,00,000
બુલેટની કિંમત ₹80,000
આ તમામ વસ્તુઓ ડ્રગ્સના વેપાર અને સપ્લાય માટે ઉપયોગમાં લેવાતી હોવાની શંકા છે.
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો : અમરાઇવાડીમાં ₹2 કરોડની નકલી નોટો સાથે 6 શખ્સો ઝડપાયા!
પોલીસ પર હુમલોનો પણ નોંધાયો ગુનો
રેડ દરમિયાન મુખ્ય આરોપી કાળુભાઈ ડફેરે પોલીસ પર છરા (ખુકરી)થી હુમલો કર્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે આ મામલે અલગથી ગુનો નોંધ્યો છે.
કોણ છે પકડાયેલા આરોપી
કાળુભાઈ રાજુભાઈ ડફેર
નીરવ અનભાઈ ચૌધરી
નિકુલ ઉર્ફે અભુ ઠાકોર
કપેશ ઉર્ફે કમો પરમાર નામનો આરોપી હજુ ફરાર છે, જેને શોધવા માટે પોલીસે ચક્રોહતિમાન કર્યા છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
નિકુલ ઠાકોર:
વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં મારામારી અને અન્ય ગુનાઓ નોંધાયેલા
ગાંધીનગર ઇન્ફોસિટી વિસ્તારમાં ટ્રાફિક અને કાયદા ભંગના કેસ
કાળુભાઈ ડફેર:
ધંધુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ કાયદા ભંગના કેસ નોંધાયેલા છે.
પોલીસે આરોપીઓ સામે એન.ડી.પી.એસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, પોલીસ પર હુમલો કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ પણ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ કડક સજા અને લાંબી જેલની જોગવાઈ છે. હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ગેંગના અન્ય સભ્યો અને ડ્રગ્સ સપ્લાય ચેઈન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફરાર આરોપીને પકડવા માટે પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.





