Home Gujarat Acb Action 4 Members Of A Mobile Theft Gang Arrested From Chandkheda 105 Phones Recovered

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન! : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: મોબાઈલ ચોર ગેંગના 4 સાગરીતો ઝડપાયા, 105 ફોન રિકવર

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 02:19 PM IST

Ahmedabad News: શહેરમાં યોજાતી મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં મોબાઈલ ચોરી કરતી ગેંગનો આતંક વધી રહ્યો હતો, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સરાહનીય કામગીરી કરી આ આખી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાંદખેડા વિસ્તારમાં દરોડા પાડીને ચાર રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે.

400થી વધુ મોબાઈલ ચોરીનો ખુલાસો

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ગેંગ અત્યાર સુધીમાં 400થી વધુ મોબાઈલની ચોરી કરી ચુકી હોવાનું કબૂલાત કરી છે. પોલીસને આરોપીઓ પાસેથી 105 નંગ ચોરાયેલા મોબાઈલ મળી આવ્યા છે, જેની બજાર કિંમત અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹13,28,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મુખ્ય સૂત્રધાર અને મોડસ ઓપરેન્ડી

આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રણજીત સિંહ તોમર હોવાનું બહાર આવ્યું છે. રણજીત સિંહની ભૂમિકા ખૂબ જ મહત્વની હતી. તે ચોરીના મોબાઈલ ફોન સસ્તામાં ખરીદતો હતો. ત્યારબાદ આ ફોનનું અન્ય રાજ્યોમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હતો. ગેંગના અન્ય સભ્યો ભીડભાડ વાળી જગ્યાઓ અને મોટી ઈવેન્ટ્સને ટાર્ગેટ કરતા હતા. આ ગેંગ સામે નોંધાયેલી લગભગ 100 જેટલી FIR પૈકી અત્યાર સુધીમાં 16 ગુનાઓ ડિટેક્ટ (ઉકેલી) કરવામાં આવ્યા છે. બાકીના મોબાઈલ કોને વેચવામાં આવ્યા અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તપાસ ચાલુ છે."

તપાસનો ધમધમાટ

ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા ચાર આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આ ગેંગ સાથે અન્ય કેટલાક લોકો પણ જોડાયેલા હોઈ શકે છે, જેમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીથી શહેરમાં મોબાઈલ ચોરીના બનાવોમાં ઘટાડો થવાની આશા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now