સેન્સ પ્રક્રિયા (Sense Process) એ મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ચૂંટણી કે હોદ્દેદારોની નિમણૂક પૂર્વે ઉમેદવારોના નામ નક્કી કરવા માટેની આંતરિક લોકશાહી પ્રક્રિયા છે. આમાં નિરીક્ષકો સ્થાનિક કાર્યકરો, સાંસદો અને ધારાસભ્યો પાસેથી મંતવ્યો લઈ પેનલ તૈયાર કરે છે, જેનો ઉદ્દેશ્ય સર્વસંમતિથી યોગ્ય ચહેરા પસંદ કરવાનો છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે અન્ય હોદ્દેદારોની પસંદગી કરાય છે.
પક્ષ દ્વારા નિમાયેલા નિરીક્ષકો (Observers) સંબંધિત વિસ્તારના કાર્યાલયે આવીને દાવેદારોના મંતવ્યો અને કાર્યકરોની પસંદગી જાણે છે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો એક પેનલ તૈયાર કરે છે, જે પ્રદેશ કારોબારી કે હાઈકમાન્ડને સોંપવામાં આવે છે. જીત બાદ પક્ષમાં આંતરિક સંતુલન જાળવીને કાર્યક્ષમ લોકોને જવાબદારી સોંપવા આ પ્રક્રિયા મહત્વની છે. આજે અમદાવાદ, રાજકોટ, સુરત ભાવનગર, બનાસકાંઠા, મહેસાણામાં યોજાઈ સેન્સ પ્રક્રિયા.
અમદાવાદમાં સેન્સ પ્રક્રિયા
અમદાવાદ મહાનગર પાલિકાની સેન્સ પ્રક્રિયા યોજાઈ. ધારાસભ્યો, સંસદ સભ્ય, કાઉન્સિલરો અને અમદાવાદ સંગઠન સાથે બેઠક યોજવામાં આવી. અમદાવાદ ખાનપુર ખાતે અલગ અલગ 3 તબક્કામાં સેન્સ પ્રક્રિયા યોજાઈ. નવ નિયુક્ત કાઉન્સિલરોનો એક મત પક્ષ નક્કી કરેએ માન્ય રાખવામાં આવશે.
રાજકોટમાં સેન્સ પ્રક્રિયા
રાજકોટ જિલ્લા અને પંચાયત ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતના વિવિધ પદો માટે આજથી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી. કાર્યાલય ખાતે સેન્સ માટે આવતા ઉમેદવારોને ઢોલ નગારા સાથે કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. રાજકોટ કમલમ ખાતે રાજકોટ શહેરમાં પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ શાસક પક્ષના નેતા અને દંડક માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ. અલગ અલગ વોર્ડના કોર્પોરેટરો દ્વારા સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવામાં આવ્યો. શહેર સાથે તાલુકા અને જિલ્લાના હોદેદારો માટે પણ જિલ્લા કાર્યલયે લેવામાં આવી સેન્સ પ્રક્રિયા.
રાજકોટમાં સેન્સ પ્રક્રિયા
સુરત ભાજપમાં નિરીક્ષકોની મહત્વપૂર્ણ મુલાકાત થઈ. લોકતાંત્રિક પરંપરા મુજબ દરેક કાર્યકર્તાનો અવાજ સાંભળવા વિશેષ બેઠકનું આયોજન કરાયું હતું. પ્રદેશ ભાજપ દ્વારા બ્રહ્મભટ્ટ, મયુર રાવલ અને જાનવી વ્યાસ નિરીક્ષક તરીકે નિમાયા. કુલ 200થી 250 જેટલા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે રૂબરૂ ચર્ચા કરવામાં આવી. કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો થતા મહામંત્રીઓ સહિત દરેક સ્તરનું પ્રતિનિધિત્વ બેઠકમાં સામેલ શહેરના ધારાસભ્યો અને સાંસદો પણ પોતાના અભિપ્રાયો નિરીક્ષકો સમક્ષ રજૂ કર્યા0. એક-એક કાર્યકર્તાને અલગથી બોલાવી તટસ્થ અભિપ્રાય અને સૂચનો લેવામાં આવ્યા. તમામ મંતવ્યોના આધારે નિરીક્ષકો દ્વારા વિગતવાર રિપોર્ટ તૈયાર થશે. રિપોર્ટ, પ્રદેશ અધ્યક્ષ સમક્ષ રજૂ થયા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ભાવનગર સેન્સ પ્રક્રિયા
ભાવનગર મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 7મી વખત સત્તા મેળવી છે. મહાનગર પાલિકાની 52 બેઠકમાંથી 44 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ તેવામાં હવે મહાનગર પાલિકાના પ્રથમ નાગરિક મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા સહિતના હોદ્દેદારોની આગામી સમયમાં વરણી કરવામાં આવશે. ત્યારે ભાજપ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ભાજપ કાર્યાલય ખાતે આગેવાનોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયાનું યોજાઈ હતી. ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં આગેવાનોએ મેયર, ચેરમેન સહિતના હોદ્દાના દાવેદારોના સેન્સ લીધી હતી. જે અંગે આગામી દિવસોમાં મનપા કચેરી ખાતે હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીને લઈને આરોગ્ય વિભાગ સતર્ક : હિટ સ્ટ્રોક અંગે એલર્ટ જાહેર, સૂચનાઓનું પાલન કરવા અપીલ
બનાસકાંઠા સેન્સ પ્રક્રિયા
બનાસકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન શાસક પક્ષ નેતા સહીત દંડક પદ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ. પ્રદેશમાંથી આવેલા પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહીતની ટીમે સેન્સ લીધી.
મહેસાણા સેન્સ પ્રક્રિયા
ભાજપ જિલ્લા કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી. પ્રદેશ કક્ષાથી આવેલા 3 નિરીક્ષકોએ સેન્સ લીધી. વિનોદ ચાવડા,પલ્લવીબહેન ઠાકર અને સુરેશભાઈએ સેન્સ લીધી. મહેસાણા મહાનગરપાલિકા મેયર બનાવવા સેન્સ લેવામાં આવી. મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ માટે સેન્સ લેવામાં આવી, 10 તાલુકા પંચાયતોમાં પ્રમુખ બનાવવા અને 5 નગરપાલિકાઓમાં પ્રમુખ બનાવવા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. તમામ સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓમાં ભાજપની છે બહુમતી






