Home Gujarat Bhavnagar Worker Falls From Height Kumbharwada Company Accident

ભાવનગરના કુંભારવાડામાં મોટી દુર્ઘટના : ફેબ્રિકેશનનું કામ કરતી વખતે પતરા પરથી પટકાયો શ્રમિક, ગંભીર હાલતમાં સિવિલ ખસેડાયો

Bhavnagar News
Published by: OBS Bureau
Last Updated: Jun 22, 2026, 12:22 PM IST

Bhavnagar News: શહેરમાં શ્રમિકો સાથે બનતી અકસ્માતની ઘટનાઓમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરવા ગયેલા એક શ્રમિક ઊંચાઈ પરથી નીચે પતકાતા ગંભીર રીતે ઘાયલ થયા હોવાની ઘટના બની છે. અકસ્માતને પગલે શ્રમિકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

BIG BREAKING: અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ : મિનિમમ ભાડું હવે 25 રૂપિયા, જાણો નવો ભાવ વધારો

ફેબ્રિકેશનનું કામ કરતી વખતે બની ઘટના

મળતી માહિતી અનુસાર, ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા શ્રમિકો કુંભારવાડા સ્થિત એક ખાનગી કંપનીમાં ફેબ્રિકેશન અંતર્ગત પતરાં લગાવવાનું કામ કરવા માટે ગયા હતા. શ્રમિક જ્યારે ઉપર ચડીને પતરાં લગાવી રહ્યો હતો, તે દરમિયાન અચાનક સંતુલન બગડતાં કે અન્ય કોઈ કારણોસર તે પતરા ઉપરથી સીધો નીચે જમીન પર પટકાયો હતો. ઊંચાઈ પરથી પડવાને કારણે શ્રમિકને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, લોકોના ટોળા વળ્યા

ઘટનાને પગલે ફેક્ટરી પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં શ્રમિકને તાત્કાલિક 108 અથવા ખાનગી વાહન મારફતે ભાવનગરની સર ટી. (સિવિલ) હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત પોલીસનો મોટો નિર્ણય : 52 પોલીસકર્મીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી

હોસ્પિટલમાં લોકો એકઠા થયા

શ્રમિક કુંભારવાડાના સ્થાનિક વિસ્તારનો જ હોવાથી અને અકસ્માતની જાણ થતાં જ તેના પરિવારજનો, સાથી શ્રમિકો અને સ્થાનિક લોકોના મોટા ટોળા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા (Safety)ના સાધનો અંગે ફરી એકવાર સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલમાં ઇજાગ્રસ્ત શ્રમિકની સારવાર ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now