Home Gujarat Ahmedabad Ahmedabad Auto Rickshaw Fare Hike Minimum Fare Rs25

BIG BREAKING: અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ : મિનિમમ ભાડું હવે 25 રૂપિયા, જાણો નવો ભાવ વધારો

Ahmedabad News
Published by: OBS Bureau
Last Updated: Jun 22, 2026, 12:01 PM IST

Ahmedabad News: અમદાવાદ શહેરમાં દૈનિક મુસાફરી કરતા સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. સતત વધતી જતી મોંઘવારી અને ઈંધણના ભાવોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં દોડતી ઓટો રિક્ષાના ભાડામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા સત્તાવાર રીતે આ ભાડા વધારાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત ભાજપમાં મોટો સંગઠનાત્મક ફેરફાર : જગદિશ વિશ્વકર્માએ ઉત્તર ઝોનમાં કરી નવી નિયુક્તિઓ, જાણો કોને-ક્યું પદ મળ્યું

મિનિમમ ભાડું હવે ₹25

નવા સુધારા મુજબ, હવે રિક્ષાનું લઘુત્તમ ભાડું (મિનિમમ ભાડું) વધારીને રૂપિયા 25 કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે રિક્ષામાં બેસતાની સાથે જ મુસાફરોએ ઓછામાં ઓછા 25 રૂપિયા ચૂકવવા પડશે.

રનિંગ ભાડામાં પણ વધારો

માત્ર મિનિમમ ભાડું જ નહીં, પરંતુ પ્રતિ કિલોમીટરના રનિંગ ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. રનિંગ ભાડું વધારીને હવે રૂપિયા 20 પ્રતિ કિલોમીટર કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછું (મિનિમમ) ભાડું: ₹25 અને રનિંગ ભાડું (પ્રતિ કિલોમીટર): ₹20 રૂપિયા કરવામાં આવ્યું છે.

ગરમી બાદ ડાંગમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી

વધારા પાછળનું કારણ

રિક્ષા ચાલક યુનિયનના જણાવ્યા અનુસાર, દિવસે ને દિવસે વધી રહેલી મોંઘવારી, સ્પેરપાર્ટ્સના ભાવ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવોને કારણે રિક્ષા ચાલકો માટે જૂના ભાડામાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભાડામાં વધારો કરવો અનિવાર્ય બન્યો હતો. આ ભાડા વધારાને કારણે રોજના હજારો મધ્યમવર્ગીય મુસાફરો અને નોકરિયાત વર્ગના બજેટ પર સીધી અસર જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now