Home Gujarat Ahmedabad Bjp Gujarat North Zone Organisational Appointments June 2026

ગુજરાત ભાજપમાં મોટો સંગઠનાત્મક ફેરફાર : જગદિશ વિશ્વકર્માએ ઉત્તર ઝોનમાં કરી નવી નિયુક્તિઓ, જાણો કોને-ક્યું પદ મળ્યું

Jagdish Vishwakarma
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Jun 22, 2026, 11:20 AM IST

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની મંજૂરી બાદ ઉત્તર ઝોનના વિવિધ જિલ્લા

મહાનગર અને મોરચા સંગઠનોમાં નવી જવાબદારીઓની જાહેરાત

અનેક નવા ચહેરાઓને સંગઠનમાં મહત્વની ભૂમિકા

અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ગુજરાત દ્વારા ઉત્તર ઝોનના વિવિધ જિલ્લા અને મહાનગર સંગઠનોમાં નવી નિયુક્તિઓ જાહેર કરવામાં આવી છે. તા. 22 જૂન 2026ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની મંજૂરી અને પ્રદેશના વરિષ્ઠ નેતૃત્વ સાથેની ચર્ચા બાદ જિલ્લા, મહાનગર, મોરચા તેમજ વોર્ડ સ્તરે વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સ્થાનિક સ્તરે કાર્યક્ષમતામાં વધારો લાવવાના હેતુથી કરવામાં આવેલી આ નિયુક્તિઓમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપરાંત કર્ણાવતી મહાનગર અને અમદાવાદ જિલ્લાના હોદ્દેદારોનો સમાવેશ થાય છે. આ યાદીમાં મહિલા મોરચા, કિસાન મોરચા, બક્ષીપંચ મોરચા, અનુસૂચિત જાતિ મોરચા અને સોશિયલ મીડિયા વિભાગના હોદ્દેદારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

અરવલ્લી જિલ્લામાં નવી જવાબદારીઓ

અરવલ્લી જિલ્લામાં જિલ્લા મંત્રી તરીકે વરુણભાઈ સુધીરભાઈ પટેલ, જમનાબેન મણીલાલ ખરાડી અને જિલ્લા કાર્યાલય મંત્રી તરીકે રમેશ પ્રભુદાસ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

પાટણ જિલ્લામાં નિયુક્તિઓ

પાટણ જિલ્લામાં અલ્કાબેન ભરતભાઈ પ્રજાપતિ અને રમીલાબેન રમેશજી ઠાકોરને જિલ્લા ઉપપ્રમુખ બનાવાયા છે. લક્ષ્મીબેન શંકરભાઈ ચૌધરી, ભગવતીબેન રમેશભાઈ રાવળ અને ભોમાજી દીવાનજી ઠાકોરને જિલ્લા મંત્રી તરીકે જવાબદારી સોંપાઈ છે. કરણ અંબરામ નાયીને જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ બનાવાયા છે. ચેતનાબેન રોકેશસિંહ રાજપૂતને મહિલા મોરચા પ્રમુખ અને નરેશભાઈ મંગળભાઈ પરમારને અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

મહેસાણા અને સાબરકાંઠામાં સંગઠન વિસ્તરણ

મહેસાણા જિલ્લામાં વિષ્ણુભાઈ શંકરલાલ ચૌધરીને જિલ્લા ઉપપ્રમુખ, કમલ હિતેષભાઈ પટેલને જિલ્લા મહામંત્રી તથા ગણપતભાઈ આત્મારામભાઈ પટેલને કિસાન મોરચાના જિલ્લા મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં સોનલબેન મનોજકુમાર ભટ્ટ અને કૃષ્ણલાલ ચુનીલાલ પંચાલને જિલ્લા મંત્રી બનાવવામાં આવ્યા છે. કાંતિજી અમથાજી ઠાકોરને બક્ષીપંચ મોરચાના જિલ્લા મહામંત્રી અને રાકેશભાઈ જીવણભાઈ ચૌધરીને કિસાન મોરચા પ્રમુખ બનાવાયા છે.

અમદાવાદ જિલ્લા અને બનાસકાંઠાની નિયુક્તિઓ

અમદાવાદ જિલ્લામાં અમૃતાબેન ગુણાતીતભાઈ પટેલ અને ઘનશ્યામભાઈ ઠાકોરને જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સુરપાલસિંહ પ્રવિણસિંહ વાઘેલાને વટવા ગ્રામ્ય પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં બબીબેન ભીખાભાઈ ચૌધરીને જિલ્લા મંત્રી અને અવનીબેન આલને મહિલા મોરચા પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

કચ્છ અને ગાંધીધામમાં નવી જવાબદારીઓ

કચ્છ જિલ્લામાં નારાયણભાઈ મેરામણભાઈ ઢીલા ભચાઉ તાલુકા પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. ગાંધીધામ શહેર પ્રમુખ તરીકે કલ્પેશભાઈ શંકરભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

કર્ણાવતી મહાનગરમાં સૌથી વધુ ફેરફાર

કર્ણાવતી મહાનગર સંગઠનમાં મોટા પાયે નિયુક્તિઓ જાહેર કરવામાં આવી છે. જિગ્નેશભાઈ પટેલ અને રંજનબેન અમૃતભાઈ માસીયાવને મહાનગર ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. ઉમંગ નાયક મહાનગર મહામંત્રી અને અરુણાબેન તનસુખભાઈ શેલ્લા મહાનગર મંત્રી તરીકે નિયુક્ત થયા છે.

ધર્મેન્દ્રભાઈ અરોરાને મહાનગર સહ કાર્યાલય મંત્રી બનાવાયા છે. ધવલભાઈ પંકજકુમાર રાવળને કિસાન મોરચા પ્રમુખ અને યોગિનીબેન નરેશભાઈ પ્રજાપતિને મહિલા મોરચા મહામંત્રી બનાવવામાં આવ્યા છે.

બક્ષીપંચ મોરચામાં શંભુભાઈ દેસાઈ અને વિજયભાઈ પંચાલને મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત વિવિધ વોર્ડ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં હિરેનભાઈ ઈશ્વરભાઈ રાઘવાણી (નવા વાડજ), સૌરભભાઈ શંકરભાઈ પટેલ (જોધપુર), કેવિનભાઈ પરીખ (નવરંગપુરા), તારકભાઈ હર્ષદકુમાર ભટ્ટ (અસારવા), રોનક પંચાલ (વટવા), પ્રવીણભાઈ સોમાણી (ઇન્ડિયા કોલોની), હિતેષભાઈ દંતાણી (શાહપુર), ગૌરાંગભાઈ મકવાણા (દરિયાપુર) અને સુહાગ પટેલ (ભાઈપુરા)નો સમાવેશ થાય છે.

સંગઠન મજબૂત કરવા પર ભાર

ભાજપ દ્વારા જાહેર કરાયેલ આ નિયુક્તિઓને આગામી સ્થાનિક રાજકીય અને સંગઠનાત્મક કાર્યક્રમોની તૈયારી સાથે પણ જોડીને જોવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ વિસ્તારના સંગઠનને વધુ સક્રિય બનાવવા તેમજ વિવિધ મોરચાઓને મજબૂત કરવા માટે આ ફેરફારો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પક્ષે મહિલા, યુવા અને સામાજિક મોરચાઓમાં પણ નવા ચહેરાઓને તક આપી સંગઠનનો વ્યાપ વધારવાનો પ્રયાસ કર્યો છે.

સંપૂર્ણ નિયુક્તિ યાદી

અરવલ્લી

વરુણભાઈ સુધીરભાઈ પટેલ – જિલ્લા મંત્રી

જમનાબેન મણીલાલ ખરાડી – જિલ્લા મંત્રી

રમેશ પ્રભુદાસ પટેલ – જિલ્લા કાર્યાલય મંત્રી

પાટણ

અલ્કાબેન ભરતભાઈ પ્રજાપતિ – જિલ્લા ઉપપ્રમુખ

રમીલાબેન રમેશજી ઠાકોર – જિલ્લા ઉપપ્રમુખ

લક્ષ્મીબેન શંકરભાઈ ચૌધરી – જિલ્લા મંત્રી

ભગવતીબેન રમેશભાઈ રાવળ – જિલ્લા મંત્રી

ભોમાજી દીવાનજી ઠાકોર – જિલ્લા મંત્રી

કરણ અંબરામ નાયી – જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ

ચેતનાબેન રોકેશસિંહ રાજપૂત – મહિલા મોરચા પ્રમુખ

નરેશભાઈ મંગળભાઈ પરમાર – અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ

મહેસાણા

વિષ્ણુભાઈ શંકરલાલ ચૌધરી – જિલ્લા ઉપપ્રમુખ

કમલ હિતેષભાઈ પટેલ – જિલ્લા મહામંત્રી

ગણપતભાઈ આત્મારામભાઈ પટેલ – કિસાન મોરચા મહામંત્રી

સાબરકાંઠા

સોનલબેન મનોજકુમાર ભટ્ટ – જિલ્લા મંત્રી

કૃષ્ણલાલ ચુનીલાલ પંચાલ – જિલ્લા મંત્રી

કાંતિજી અમથાજી ઠાકોર – બક્ષીપંચ મોરચા મહામંત્રી

રાકેશભાઈ જીવણભાઈ ચૌધરી – કિસાન મોરચા પ્રમુખ

અમદાવાદ જિલ્લા

અમૃતાબેન ગુણાતીતભાઈ પટેલ – જિલ્લા ઉપપ્રમુખ

ઘનશ્યામભાઈ ઠાકોર – જિલ્લા ઉપપ્રમુખ

સુરપાલસિંહ પ્રવિણસિંહ વાઘેલા – વટવા ગ્રામ્ય પ્રમુખ

બનાસકાંઠા

બબીબેન ભીખાભાઈ ચૌધરી – જિલ્લા મંત્રી

અવનીબેન આલ – મહિલા મોરચા પ્રમુખ

કચ્છ

નારાયણભાઈ મેરામણભાઈ ઢીલા – ભચાઉ તાલુકા પ્રમુખ

ગાંધીધામ

કલ્પેશભાઈ શંકરભાઈ પટેલ – શહેર પ્રમુખ

કર્ણાવતી મહાનગર

જિગ્નેશભાઈ પટેલ – મહાનગર ઉપપ્રમુખ

રંજનબેન અમૃતભાઈ માસીયાવ – મહાનગર ઉપપ્રમુખ

ઉમંગ નાયક – મહાનગર મહામંત્રી

અરુણાબેન તનસુખભાઈ શેલ્લા – મહાનગર મંત્રી

ધર્મેન્દ્રભાઈ અરોરા – સહ કાર્યાલય મંત્રી

ધવલભાઈ પંકજકુમાર રાવળ – કિસાન મોરચા પ્રમુખ

યોગિનીબેન નરેશભાઈ પ્રજાપતિ – મહિલા મોરચા મહામંત્રી

શંભુભાઈ દેસાઈ – બક્ષીપંચ મોરચા મહામંત્રી

વિજયભાઈ પંચાલ – બક્ષીપંચ મોરચા મહામંત્રી

હિરેનભાઈ ઈશ્વરભાઈ રાઘવાણી – નવા વાડજ વોર્ડ પ્રમુખ

સૌરભભાઈ શંકરભાઈ પટેલ – જોધપુર વોર્ડ પ્રમુખ

કેવિનભાઈ પરીખ – નવરંગપુરા વોર્ડ પ્રમુખ

તારકભાઈ હર્ષદકુમાર ભટ્ટ – અસારવા વોર્ડ પ્રમુખ

રોનક પંચાલ – વટવા વોર્ડ પ્રમુખ

પ્રવીણભાઈ સોમાણી – ઇન્ડિયા કોલોની વોર્ડ પ્રમુખ

હિતેષભાઈ દંતાણી – શાહપુર વોર્ડ પ્રમુખ

ગૌરાંગભાઈ મકવાણા – દરિયાપુર વોર્ડ પ્રમુખ

સુહાગ પટેલ – ભાઈપુરા વોર્ડ પ્રમુખ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now