Home Gujarat Gandhinagar Chiloda Police Arms Seizure Nh8

2 પિસ્તોલ, એક દેશી તમંચા સાથે બે આરોપી ઝડપાયા : ચેકિંગ દરમિયાન ચિલોડા પોલીસની કાર્યવાહી

પિસ્તોલ જપ્તીની છબી
Play Video
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 04, 2026, 10:40 AM IST

ગાંધીનગર જિલ્લામાં ચિલોડા પોલીસે નેશનલ હાઈવે-8 પર નિયમિત ચેકિંગ દરમિયાન મહત્વપૂર્ણ કાર્યવાહી કરી ગેરકાયદેસર હથિયારોના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઓપરેશન રાજ્યમાં વધતી ગેરકાયદેસર હથિયાર સપ્લાય ચેઇન સામે કડક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ રાજસ્થાનથી ગુજરાતમાં હથિયારો સપ્લાય કરવા માટે આવી રહ્યાં હતા. ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહન રોકી તપાસ કરતાં ગેરકાયદેસર હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો.

હથિયારોનો જથ્થો જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ, 1 દેશી બનાવટનો તમંચો અને કુલ 29 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. આ હથિયારો ક્યાં ઉપયોગ માટે લાવવામાં આવ્યા હતા અને તેની પાછળ કોઈ મોટા નેટવર્કનો હાથ છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ સાયબર ક્રાઇમનો ભાંડાફોડ : ‘જ્યોતિષ ગુરૂમા’ ના નામે બ્લેકમેઇલિંગ ગેંગ ઝડપાઇ

રાજસ્થાન-ગુજરાત સપ્લાય ચેઇન પર તપાસ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાજસ્થાનથી હથિયારો લઈ ગુજરાતમાં સપ્લાય કરવા માટે આવી રહ્યાં હતા. પોલીસ હવે આ મામલે સપ્લાય ચેઈનની સમગ્ર કડી શોધવા માટે તપાસ કરી રહી છે જેમાં હથિયારોના સ્ત્રોત અને ખરીદદારો અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

આ કેસમાં ચિલોડા પોલીસે બંને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરી છે, જેના આધારે આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પમ વાંચો: અમદાવાદ સાયબર ક્રાઇમનો ભાંડાફોડ : ‘જ્યોતિષ ગુરૂમા’ ના નામે બ્લેકમેઇલિંગ ગેંગ ઝડપાઇ

રાજ્યમાં સુરક્ષા ચિંતાઓ

તાજેતરના સમયમાં ગેરકાયદેસર હથિયારોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જે કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા ઉભી કરે છે. આવી કાર્યવાહી દ્વારા પોલીસ ગેરકાયદેસર હથિયાર નેટવર્ક પર નક્કર પ્રહાર કરવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ આ કેસમાં વધુ લોકોને સંડોવણી છે કે નહીં તેની તપાસ કરી રહી છે. સાથે જ, હાઈવે પર ચેકિંગ અને પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની યોજના પણ ચર્ચામાં છે, જેથી આવી ઘટનાઓને રોકી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now