Ahmedabad News: અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરમાંથી ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લજવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોળકા ટાઉન વિસ્તારમાં આવેલી એક સરકારી શાળામાં શિક્ષકે જ વિદ્યાર્થી સાથે અશોભનીય વર્તન કરતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી શિક્ષક વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
“કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો” : સુરતમાં 1,000થી વધુ રીઢા આરોપીઓને પોલીસની કડક ચેતવણી
કોમ્પ્યુટર રૂમમાં બની ઘટના
મળતી માહિતી મુજબ, આ શર્મજનક ઘટના ધોળકાના બામણ પીઠ વિસ્તારમાં આવેલી પે સેન્ટર કુમાર શાળા નંબર-૪ માં બની હતી. શાળામાં ફરજ બજાવતા આરોપી શિક્ષક વિજયભાઈ સોલંકી પર શાળાના જ એક ૧૩ વર્ષીય સગીર વિદ્યાર્થીની જાતીય સતામણી કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસ ફરિયાદ અનુસાર, આરોપી શિક્ષક વિદ્યાર્થીને શાળાના કોમ્પ્યુટર રૂમમાં લઈ ગયો હતો, જ્યાં તેણે વિદ્યાર્થી સાથે ગેરવર્તન અને અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો.
કોઈને જાણ ન કરવા આપી ધમકી
પીડિત વિદ્યાર્થીએ હિંમત દાખવીને સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ, ગેરવર્તન કર્યા બાદ આરોપી શિક્ષકે આ બાબતે કોઈને પણ જાણ ન કરવા માટે વિદ્યાર્થીને ધમકી પણ આપી હતી. જોકે, વિદ્યાર્થીએ ઘરે જઈને આપવીતી જણાવતાં પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
8 કલાકની મુસાફરી હવે માત્ર 3 કલાકમાં! : અમદાવાદ એરપોર્ટ પરથી શરૂ થઈ નવી આંતરરાષ્ટ્રીય સેવા
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ ગંભીર મામલે ધોળકા ટાઉન પોલીસે ત્વરિત પગલાં લીધાં છે. પોલીસે આરોપી શિક્ષક વિજયભાઈ સોલંકી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૫૧(૩)** (ગુનાહિત ધમકી), પોક્સો એક્ટ-૨૦૧૨ ની કલમ ૧૨ (જાતીય સતામણી) હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિદ્યાના ધામમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.





