Home Gujarat Surat Surat Limbayat 6 Year Old Boy Hasnen Death Diarrhea Vomiting

સુરતમાં કરુણ ઘટના! : લિંબાયતમાં ઝાડા-ઉલટીએ માસૂમનો ભોગ લીધો, 6 વર્ષીય બાળકનું મોત

Surat News
Published by: Viral Patel
Last Updated: May 05, 2026, 02:02 PM IST

Surat News: શહેરના લિંબાયત વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. મીઠી ખાડી વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારના 6 વર્ષીય પુત્રનું ઝાડા-ઉલટીના કારણે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

ઘટનાની વિગત

મળતી માહિતી મુજબ, લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા હસનેન નામના 6 વર્ષીય બાળકને ગઈકાલે રાત્રે અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને સાથે તાવ પણ આવ્યો હતો. બાળકની તબિયત એકાએક લથડતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.

મોલમાં કપડાં ચેન્જ કરવા ચેજિંગ રૂમમાં ગઈ મહિલા : પછી મહિલા સાથે જે થયું એ તેણે ક્યારેય નહીં વિચાર્યું હોય

સારવાર દરમિયાન દમ તોડ્યો

વહેલી સવારે બાળકની હાલત વધુ બગડતા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જોકે, ત્યાં પણ તબિયતમાં કોઈ સુધારો ન જણાતા તેને તાત્કાલિક વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ હસનેનને મૃત જાહેર કર્યો હતો.

પરિવાર પર આભ ફાટ્યું

મૃતક હસનેનના પિતા ચાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘરના ચિરાગ સમાન માસૂમ પુત્રના અકાળે અવસાનથી પિતા અને પરિવાર ભાંગી પડ્યો છે. .

બંગાળમાં વિજય બાદ સુરતમાં ભાજપનો ઉત્સાહ છલકાયો : જાલમુરી ખાઈને કરાઈ ઉજવણી, 'વંદે માતરમ'ના નારા ગૂંજ્યા

તબીબોની સલાહ

ઉનાળાની ઋતુમાં અથવા પાણીજન્ય રોગચાળા દરમિયાન જ્યારે પણ બાળકને ઝાડા-ઉલટી કે પેટમાં દુખાવા જેવા લક્ષણો જણાય, ત્યારે વિલંબ કર્યા વગર તુરંત જ સરકારી હોસ્પિટલ કે નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો જોઈએ. આ ઘટનાએ સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગ માટે પણ લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે, જેથી વિસ્તારમાં સ્વચ્છતા અને રોગચાળા પર નિયંત્રણ મેળવવાના પગલાં લેવાય તે જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now