Home Gujarat Gujarat Local Body Election Vote Counting

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આજે મત ગણતરી : 733 જેટલી બેઠકો થઈ બિનહરીફ

મત ગણતરીની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 28, 2026, 02:30 AM IST

ગુજરાતમાં યોજાયેલી 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની આજે મતગણતરી. રવિવારે (26 એપ્રિલ) યોજાયેલા શાંતિપૂર્ણ મતદાન બાદ હવે સૌની નજર પરિણામો પર છે. કુલ 9,254 થી વધુ બેઠકો પર 25,000 થી વધુ ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ છે. સવારે 8:00 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી થશે. સવારે 9:00 વાગ્યાથી EVMના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: કોંગ્રેસે મહેસાણામાં બોગસ મતદાન થયાનો કર્યો આક્ષેપ : બૂથ વાઈઝ લિસ્ટ આપવા માંગ

રાજ્યમાં સરેરાશ 57% થી 60% જેટલું નોંધપાત્ર મતદાન થયું છે. મહાનગરપાલિકાની બેઠકો પર આશરે 49.02% મતદાન થયું છે જેમાં અમદાવાદમાં સૌથી ઓછું 45.35% અને મોરબીમાં સૌથી વધુ મતદાન થયું છે. નગરપાલિકાની બેઠકો પર અંદાજે 59.50% મતદાન થયું છે. જિલ્લા પંચાયતની બેઠકો પર આશરે 61.69% મતદાન થયું છે. તાલુકા પંચાયતની બેઠકો પર સૌથી વધુ 62.38% મતદાન થયું છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની છેલ્લી બે ચૂંટણીઓની સરખામણીએ આ વખતે કેવી છે સ્થિતિ? : જાણો આ વખતે મતદાનમાં કોને પડ્યો માર અને કોને ખાધો માલ

અમદાવાદમાં ગુજરાત કોલેજ અને LD એન્જિનિયરિંગ કોલેજ જેવા કેન્દ્રો પર ગણતરી. વડોદરા: પોલીટેકનિક કોલેજ ખાતે મત ગણતરી. સુરતમાં ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મત ગણતરી. મત ગણતરી કેન્દ્રો પર પોલીસનો ભારે બંદોબસ્ત CCTV અને સ્ટ્રોંગ રૂમ પર સતત નજર રખાઈ રહી છે.

આ ચૂંટણીને 2027 ની વિધાનસભા ચૂંટણીની 'સેમીફાઈનલ' માનવામાં આવી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જંગ ખેલાયો છે. રાજ્યમાં 733 જેટલી બેઠકો પર અગાઉથી જ ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે.724 બેઠકો પર ભાજપનાં ઉમેદવારોની જીત થઈ ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now