Ahmedabad News: એક તરફ અશાંતધારાને લઈને વારંવાર મુદ્દો ઉઠી રહ્યો છે. એવામાં હિન્દુ વિસ્તારના એક મકાનમાંથી લઘુમતી સમાજના ઢગલાબંધ યુવકો અડધી રાત્રએ દારૂની પાર્ટી કરતા ઝડપાય એ સમાચાર ખુબ ચોંકાવનારા અને આઘાતજનક અને કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કરનારા છે. શું તમે પણ થોડા પૈસા માટે તમારું મકાન કોઈને ભાડે આપ્યું છે? જો આપ્યું હોય તો આ સમાચાર તમારા માટે જાણવા ખાસ અગત્યના છે.
મકાન ભાડે આપતા પહેલાં વાંચી લેજો આ સમાચારઃ
મકાન ભાડે આપ્યાં પછી ધ્યાન ન આપવામાં આવે તો શું દશા થાય છે તેનો એક દાખલો તાજેતરમાં જ સામે આવ્યો છે. વાત છે અમદાવાદના પોશ ગણતા વેજલપુર વિસ્તારની. અમદાવાદના શહેરના વેજલપુરમાં આવેલા શ્રીનંદનગર -૧ એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા યુવક અને યુવતીઓ દ્વારા દારૂ પીને અડધી રાતે ભારે ધમાલ મચાવી હતી. મામલો એટલો આગળ વધી ગયો હતો કે સ્થાનિકોએ ફોન કરીને પોલીસને બોલાવવી પડી હતી. જ્યારે પોલીસ આ સોસાયટીમાં પહોંચી ત્યારે તેમને કંઈક અલગ રંગ જોવા મળ્યો. વેજલપુર પોલીસે દરોડો પાડી દારૂ પીને ધમાલ કરતા યુવક યુવતીઓને ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચોઃ મનપાની ચૂંટણી પતાવી દેશે ભાજપના આ ધારાસભ્યોની કારકિર્દી : 2027માં નહીં મળે ટિકિટ! પાર્ટીમાં છેક ઉપર સુધી પહોંચી ફરિયાદો
યુવતીએ પોતાના મિત્રોને પાર્ટી કરવા બોલાવ્યાં હતાઃ
ત્યારે સૌથી ચોંકાવનારી બાબત સામે આવી હતી કે શ્રીનંદનગર-૪ એપાર્ટમેન્ટમાં રહેતા લધુમતી કોમના યુવકો પણ ઝડપાયા હતા. સમગ્ર મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. વેજલપુરમાં આવેલા શ્રીનંદનગર-૧ એપાર્ટેન્ટના એફ બ્લોકમાં કેટલાંક ભાડેથી રહેતા લોકો દારૂ પીને ધમાલ કરતા હોવાની ફરિયાદ પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. જેના આધારે વેજલપુર પોલીસે દરોડો પાડીને પોલીસે તપાસ કરતા યુવક યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું આ મકાનમાં ભાડેથી રહેતી કુંધાલી તોવીસીનો જન્મદિવસ હોવાથી તેણે પાર્ટી આપી હતી.
હિન્દુ વિસ્તારના મકાનમાંથી લઘુમતી સમાજના યુવકો પાર્ટી કરતા ઝડપાયાઃ
પોલીસે આ અંગે મોહમંદ ઝુબેર આલમ, મોહંમદ સઝાદ અબ્બાસી, સાહિલ અલી, મોંહમદ યુનુસ સંબાગ (તમામ રહે. શ્રીનંદનગર-૪ એપાર્ટમેન્ટ, વેજલપુર), અનુપમ સિન્હા, પીવોહી ચોફી, સેન્ટી ચાંગ અને નાચી ચાંગની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો મળી આવી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે શ્રીનંદનગર-૪માં રહેતા ચાર લધુમતી કોમના યુવકો પણ ઝડપાયા હતા. જેથી સ્થાનિક વિસ્તારમાં મકાન ભાડે આપનાર વિરૂદ્ધ પણ કાર્યવાહી કરી હતી. પકડાયેલા તમામ લોકો સ્પા અને સલૂનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ વિસ્તારમાં ભાડેથી રહેતા.





