Home Gujarat Congress Made Its Candidates By Giving Election Tickets To Grave Diggers

કબરો ખોદનારને કોંગ્રેસે આપી ટિકિટ : હવે 'આમ આદમી' તરફ વળ્યા ભાજપ-કોંગ્રેસ

Narmada Rajpipla Candidate
Play Video
Published by: Vishal Dave
Last Updated: Apr 19, 2026, 08:11 AM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો મોટેભાગે વિસ્તારમાં સારી નામના ધરાવતા, પૈસાદાર કે વગદાર વ્યક્તિને ચૂંટણીમાં ટિકિટ આપતા હોય છે. એવા સમયે વર્ષોથી કબ્રસ્તાનમાં કબર ખોદતા એક યુવકને કોંગ્રેસ દ્વારા આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપીને પોતાનો ઉમેદવાર બનાવવામાં આવ્યો છે. જેને જેને કારણે સામાન્ય માણસોના ઉત્સાહમાં પણ વધારો થયો છે. ભાજપમાં ચા વાળા કે પટ્ટાવાળાને ટિકિટ આપવામાં આવી છે. તો કોંગ્રેસ પણ હવે સમાજના "આમ આદમી"ઓને ટિકિટ આપીને આ ચૂંટણીમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે.

નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરમાં પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે એક એવા વ્યક્તિ ને ટિકિટ આપી કે જે એક મજૂરી કામ કરે છે અને કબ્રસ્તાન માં કબરો ખોદવાનું કામ કરે છે. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા આ યુવકને કોંગ્રેસ દ્વારા પોતાનો ઉમેદવાર બનાવવામાં આવતા તેમના સમાજ જ નહીં બલકે પુરા પંથકમાં ઉત્સાહની લહેર પ્રસરી ગઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે એ વ્યક્તિની આર્થિક સ્થિતિ એટલી નબળી છેકે, તેની પાસે એક મોબાઇલ ફોન પણ નથી. તેવી વ્યક્તિને ટિકિટ આપીને કોંગ્રેસે મતદારોમાં એક અલગ મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. નર્મદા જિલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકા માં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે.

જોકે ચૂંટણી આવે એટલે મતદારો પાસે મત લેવા નેતાઓ અનેક નુસખા અજમાવે છે કોઈ પૈસા આપે કોઈ કેફી પીણું આપે અને કોઈ લાલચ આપે...ચૂંટણી કોઈ પણ હોય પણ દરેક પક્ષ પોતાના ઉમેદવાર ને જીતાડવા માટે એડીચોટી નું જોર લાગાવે.. હાલ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ચાલી રહી છે જેમાં તમામ પક્ષો એપોતાના એવા ઉમેદવારો પસન્દ કર્યા છે કે જે રૂપિયા માં સક્ષમ હોય અને જે નામચીન હોય પરંતુ રાજપીપલા શહેર માં રાજપીપલા પાલિકા માં કોંગ્રેસે વોર્ડ નમ્બર 5 માં એક એવા વ્યક્તિ ને ટિકિટ આપી છે જે એક ફકીર છે અને કબ્રસ્તાન માં કબર ખોદવાનું કામ કરે છે.

"હું કબ્રસ્તાનમાં કબરો ખોદવાનું કામ કરું છું, કોંગ્રેસે મારા જેવા નાના માણસને ટિકિટ આપીને ઉપકાર કર્યો છે"

મહંમદ અલી સફી મહંમદે જણાવ્યુંકે, હું સામાન્ય માણસ છું. કબ્રસ્તાનમાં કબરો ખોદવાનું કામ કરું છું. કોંગ્રેસ મને ટિકિટ આપી તે બદલ બધાનો આભાર માનું છું. વોર્ડ નંબર-5 માંથી કોંગ્રેસે મારા જેવા નાના માણસને ટિકિટ આપી છે. હું આખી પેનલને જીતાડીને લાવીશ એવો મને વિશ્વાસ છે.

"કબ્રસ્તાનને આખરી મંજિલ કહેવાય છે, ક્યાં કબર ખોદનારને પાર્ટીએ પોતાનો ઉમેદવાર બનાવ્યો"

કોંગ્રેસના સ્થાનિક આગેવાન આશિક પઠાણે જણાવ્યુંકે, કબ્રસ્તાનમાં કબર ખોદનારને કોંગ્રેસે આપી ટિકિટ. ક્બ્રસ્તાન એક એવું સ્થળ છે જેને આખરી મંજિલ કહેવાય છે. એવી જગ્યાએ કામ કરતા નાના કાર્યકરને ટિકિટ આપીને કોંગ્રેસે મોટું કામ કર્યું છે. બક્ષીપંચની સીટ પર મહંમદ અલી ફકીરને આપવામાં આવી ટિકિટ છે.

ઉલ્લેખનીય છેકે, કબરો ની સારસંભાળ રાખે છે જે વ્યક્તિ પાસે આજે આજના આધુનિક યુગ માં એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી નથીજોકે માણસ પૈસા વાળો હોય કે ગરીબ કબર એ આખરી મંજિલ ગણવામાં આવે છે અને જે લોકો અહીં આવે છે એમની જોડે લોક સંપર્ક કરી આ એક ફકીરે પણ પોતાની પેનલ સાથે પ્રચારમાં ઉતરી ગયા છે.

પોતાના મત વિસ્તારમાં પ્રચાર માં જાય છે ત્યારે એમને ચૂંટણી માં ઉભા રહેલા જોઈ સૌવ કોઈ આશ્ચર્ય ચકિત થાય છે પરંતુ આવા વ્યક્તિ ને જ્યારે એક મોટી પાર્ટી કોંગ્રેસ દ્વારા ટિકિટ આપી આવા સોબર અને મહેનતુ વ્યક્તિ ને મતદારો પણ આવકારે છે. જોકે આ ચૂંટણી માં આ એક ફકીર જીતે છે કે હારે છે એતો 28 તારીખે જ ખબર પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now