ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરી એકવાર મોટા પાયે વહીવટી ફેરફારોનો દોર શરૂ થયો છે. રાજ્યના ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DG & IG)ની કચેરી દ્વારા ત્રણ અલગ-અલગ સત્તાવાર આદેશો બહાર પાડીને કુલ 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરો (Unarmed Police Inspectors)ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ તમામ બદલી આદેશોમાં “વહીવટી કારણોસર તથા જાહેર હિતમાં” શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે, જે સૂચવે છે કે વિભાગીય કાર્યક્ષમતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે. જુઓ લિસ્ટ... 
રાજ્યમાં અગાઉ પણ થયા હતા મોટા ફેરફારો
ગુજરાત પોલીસમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત વહીવટી હલચલ જોવા મળી રહી છે. અગાઉ રાજ્યભરમાં 500થી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરોની પણ મોટા પાયે બદલી કરવામાં આવી હતી. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા કમિશ્નરેટ વિસ્તારોમાં આંતરિક ફેરફારો નોંધાયા હતા.
રૂમ ન મળતા પોલીસકર્મીએ યુવકને વાળ ખેંચીને લાફા ઝીંક્યા: અમદાવાદમાં પોલીસની ગુંડાગીરીનો વીડિયો વાયરલ
ગુજરાત પોલીસ હાલમાં રાજ્યના કાયદો અને વ્યવસ્થાના મુખ્ય તંત્ર તરીકે અનેક આધુનિક પડકારોનો સામનો કરી રહી છે. રાજ્યમાં સાયબર ક્રાઇમ, સંગઠિત ગુનાખોરી, ટ્રાફિક મેનેજમેન્ટ અને આંતરિક સુરક્ષા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસ માળખામાં સતત સુધારા અને અધિકારીઓની પુનઃવ્યવસ્થા કરવામાં આવી રહી છે.





