Home Gujarat Praful Patel Wife Bhavanaben Patel Passes Away Pm Modi Condolences

પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેન પેટલનું નિધન : PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Praful Patel Wife Passed Away
Published by: Nirali Gohil
Last Updated: Jun 22, 2026, 06:53 AM IST

Praful Patel Wife Passed Away: ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ તેમજ લક્ષદ્વીપના પ્રશાસક તરીકે ફરજ બજાવતા પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેનનું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર મળતા રાજકીય, સામાજિક અને પ્રશાસનિક વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી તેઓ અસ્વસ્થ હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી પરિવારજનો, સ્નેહીઓ અને શુભેચ્છકોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. તેમના પાર્થિવ દેહની અંતિમ યાત્રા આજે સાંજે યોજાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી

પ્રફુલ પટેલના પત્નીના નિધનના સમાચાર સામે આવતા વિવિધ રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને શુભેચ્છકોએ શોક વ્યક્ત કર્યો છે. પ્રફુલ પટેલ લાંબા સમયથી જાહેર જીવન સાથે જોડાયેલા હોવાથી તેમના પરિવાર સાથે અનેક રાજકીય અને સામાજિક આગેવાનોનો નજીકનો સંબંધ રહ્યો છે. તેમના અવસાનને કારણે તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના નિધનના સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકો દ્વારા શોક સંદેશ પાઠવવામાં આવી રહ્યા છે.

PM મોદીએ ટ્વીટ કરીને વ્યક્ત કર્યું દુઃખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેનના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર શોક સંદેશ પાઠવતા લખ્યું કે, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના અવસાનના સમાચારથી તેમને દુઃખ થયું છે. પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે, વર્ષોથી આ પરિવાર સાથે તેમનો નિકટનો પરિચય અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. આ દુઃખની ઘડીમાં તેઓ પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવે છે અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરે છે.

આજે યોજાશે અંતિમ વિદાય

તેમના પાર્થિવ દેહને આજે અંતિમ વિદાય આપવામાં આવશે. પરિવારજનો, સગાસંબંધીઓ, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં શુભેચ્છકો તેમના અંતિમ દર્શન માટે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. તેમના નિધનથી પટેલ પરિવારને ન પુરાય તેવી ખોટ પડી છે. વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now