Home Gujarat Surat Commercial Gas Shortage Sumul Dairy Supply Cut

સુરતમાં દેખાઈ અમેરિકા-ઈરાન તણાવની અસર : કોમર્શિયલ ગેસની અછત, સુમુલ ડેરીની સપ્લાયમાં 50% કાપ

સુરતમાં દેખાઈ અમેરિકા-ઈરાન તણાવની અસર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 12:46 PM IST

સુરતમાં કોમર્શિયલ ગેસની અછતનો મુદ્દો વધુ ગંભીર બનતો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ગેસ સપ્લાય ચેન પર અસર પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

માહિતી મુજબ ગેસ કંપની દ્વારા સુમુલ ડેરીને આપવામાં આવતો કોમર્શિયલ ગેસનો પુરવઠો લગભગ 50 ટકા સુધી ઘટાડવામાં આવ્યો છે. આ ઘટાડાને કારણે ઉદ્યોગોમાં ગેસ સપ્લાય અંગે ચિંતા જોવા મળી રહી છે.

સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું કે કોમર્શિયલ ગેસની અછતને ધ્યાનમાં રાખીને ડેરી દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ પહેલેથી જ કરવામાં આવી છે. ડેરી પ્લાન્ટમાં બોઇલર અને અન્ય મશીનરી માટે અન્ય વિકલ્પો તૈયાર રાખવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ગેસ સપ્લાયમાં ઘટાડા છતાં દૂધના પ્રોસેસિંગ અથવા ઉત્પાદન પર કોઈ અસર થવા દેવામાં નહીં આવે. ડેરી મેનેજમેન્ટ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.

વિશ્વ સ્તરે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે ગેસ સપ્લાયમાં અસ્થિરતા જોવા મળી રહી છે, પરંતુ સુમુલ ડેરી દ્વારા સ્થિતિનો સામનો કરવા પૂરતી તૈયારી કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now