Home Gujarat Surat Vibrant Gujarat Regional Conference Surat May 2026 Updates

ગુજરાત સ્થાપના દિને ડાયમંડ સીટીમાં ઉમટી પડશે રોકાણકારોનો જમાવડો : જાણો સુરતમાં કયા મોટા આયોજનની ચાલે છે તૈયારીઓ

Vibrant Gujarat VGRC Surat Regional Conference
Published by: Nirali Gohil
Last Updated: Apr 01, 2026, 10:12 AM IST

Gujarat Foundation Day 2026: ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે આગામી ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સુરત શહેરમાં એક મહત્વપૂર્ણ આર્થિક ઇવેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC) 2026 ના નામે યોજાનારી આ ભવ્ય કોન્ફરન્સ રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિકાસ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ યોજાનાર આ કોન્ફરન્સ 1 અને 2 મે 2026 દરમિયાન સુરતમાં યોજાશે. ખાસ વાત એ છે કે 1 મે, ગુજરાત સ્થાપના દિવસના અવસરે યોજાતી આ કોન્ફરન્સ રાજ્યના વિકાસ માટે એક પ્રેરણાદાયી મંચ તરીકે ઉભરી આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સ્તરે રોકાણને પ્રોત્સાહન આપવાનો, સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડવાનો અને ‘વિકસિત ભારત @2047’ના વિઝનને વાસ્તવિકતા તરફ આગળ ધપાવવાનો છે.

16 જિલ્લાઓના વિકાસ પર વિશેષ ધ્યાન

સુરતમાં યોજાનારી VGRCમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 16 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરા જેવા મહત્વપૂર્ણ જિલ્લાઓનો સમાવેશ થાય છે.આ કોન્ફરન્સ માત્ર પ્રાદેશિક સિદ્ધિઓના પ્રદર્શન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ આ જિલ્લાઓમાં નવા ઉદ્યોગો, રોજગારી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તકો ઉભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય : 135-ડીની નોટિસમાંથી મુક્તિ અને કરોડોના ખર્ચે રસ્તાઓનું નવિનીકરણ, ખેડૂતોને મળશે મોટી રાહત

ઉદ્યોગ ક્ષેત્રોમાં નવી તકો અને ફોકસ

VGRC 2026 દરમિયાન વિવિધ ક્ષેત્ર-વિશિષ્ટ સેમિનારોનું આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાતના મુખ્ય અને ઉભરતા ઉદ્યોગો પર વિશેષ ભાર મુકવામાં આવશે. રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ જેવા પરંપરાગત ઉદ્યોગો સાથે ગ્રીન એનર્જી, ફિનટેક અને આઈટી જેવા આધુનિક ક્ષેત્રો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

તે ઉપરાંત, એરોસ્પેસ, સંરક્ષણ, બાયોટેક, ESDM, IT & ITeS અને MSME જેવા ક્ષેત્રોમાં રહેલી સંભાવનાઓ વિશે ઉંડાણપૂર્વક ચર્ચા થશે. આ સેમિનારો ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને સ્ટાર્ટઅપ્સ માટે નવી તકોના દ્વાર ખોલશે.

VGRE એક્ઝિબિશન અને આંતરરાષ્ટ્રીય તક

કોન્ફરન્સની સાથે જ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’ (VGRE)નું પણ આયોજન કરવામાં આવશે. આ એક્ઝિબિશનમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ઉદ્યમી મેળા અને ઇન્ટરનેશનલ રિવર્સ બાયર-સેલર મીટ જેવા આકર્ષણો રહેશે. આ પ્રવૃત્તિઓ સ્થાનિક ઉદ્યોગસાહસિકોને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડવાની અનોખી તક પૂરી પાડશે. ખાસ કરીને MSME સેક્ટર માટે આ એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની શકે છે, જ્યાં તેઓ પોતાના ઉત્પાદનો અને સેવાઓને વૈશ્વિક સ્તરે રજૂ કરી શકે છે.

અગાઉની કોન્ફરન્સની સફળતા

રાજ્ય સરકાર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસના અભિગમ હેઠળ અગાઉ પણ આવી કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. ઓક્ટોબર 2025માં મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત માટે અને જાન્યુઆરી 2026માં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ માટે કોન્ફરન્સ યોજાઈ હતી.

ખાસ કરીને રાજકોટમાં યોજાયેલી કોન્ફરન્સમાં જાપાન, દક્ષિણ કોરિયા, રવાન્ડા અને યુક્રેન જેવા દેશોએ ભાગ લીધો હતો, જે રાજ્ય માટે વૈશ્વિક સહયોગના નવા માર્ગો ખોલવા માટે મહત્વપૂર્ણ સાબિત થયું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ખંભાળીયામાં સાંસદ પૂનમ માડમનો ભક્તિમય અંદાજ
ગુજરાતમાં ત્રિપલ રેન સિસ્ટમ સક્રિય, આગામી ચાર દિવસ ભારે
ઈંડામાંથી બહાર આવતા જ પક્ષીને મળી 'Z+' સિક્યોરિટી!
વડોદરામાં ફરી નદીની બહાર આવ્યો મગર
ઈસુદાન ગઢવીની અટકાયત મુદ્દે AAP નો હંગામો