VADODARA | Offbeat Stories
PM Modi Vadodara Visit Update: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (11 મે) ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. સોમનાથ મહાદેવના ચરણે વંદન કર્યા બાદ વડાપ્રધાન હવે સંસ્કારી નગરી વડોદરા પહોંચી ગયા છે. અહીં તેઓ સરદારધામ-3નું લોકાર્પણ કરશે અને ત્યારબાદ ગદા સર્કલથી એરપોર્ટ સુધી એક ભવ્ય રોડ શો દ્વારા જનતાનું અભિવાદન ઝીલશે.
PM મોદીના હસ્તે સરદારધામ-3નું લોકાર્પણ
પાટીદાર સમાજમાં આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે બે ફાંટા : અનાર પટેલ અને લાલજી પટેલના વિરોધાભાસી સૂર
બંગાળી થીમ પર ભવ્ય રોડ શો
વડોદરાના માર્ગો પર PM મોદીના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ગદા સર્કલથી એરપોર્ટના રૂટ પર 15 અલગ-અલગ થીમ આધારિત સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળની જીતને વધાવવા માટે રોડ શોમાં બંગાળી સંસ્કૃતિ અને અભિવાદનની વિશેષ થીમ રાખવામાં આવી છે. સમગ્ર રૂટને અદભૂત લાઇટિંગ, પોસ્ટર્સ અને બેનરોથી શણગારવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે થ્રી-લેયર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.
ગરમીને જોતા વિશેષ સુવિધાઓ
વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા રોડ શોના રૂટ પર લોકો માટે પીવાના પાણી અને ORSની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટ્રાફિક માટે વૈકલ્પિક માર્ગોની પણ જાહેરાત કરવામાં આવી છે જેથી નાગરિકોને હાલાકી ન પડે.
રાજકોટમાં દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ! : પોલીસ સ્ટેશનની એકદમ નજીક ચાલતું હતું કૂટણખાનું, 6 મહિલાઓ મુક્ત
સોમનાથમાં 'ઓપરેશન શક્તિ'ને યાદ કર્યું
આજે સવારે સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં હાજરી આપતા PM મોદી ભાવુક જણાતા હતા. તેમણે 11 મે, 1998ના પોખરણ પરમાણુ પરીક્ષણ (ઓપરેશન શક્તિ) ને યાદ કરતા કહ્યું કે, "ત્યારે વિશ્વની શક્તિઓ ભારતને દબાવવા માંગતી હતી, પરંતુ ભારત અડગ રહ્યું. શિવની સાથે શક્તિની પૂજા એ આપણી પરંપરા છે."
વડોદરામાં આજના આ કાર્યક્રમો શહેરના ઇતિહાસમાં એક નવું સંસ્મરણ ઉમેરશે, જેમાં વિકાસ અને સાંસ્કૃતિક ગૌરવનો સંગમ જોવા મળી રહ્યો છે.
સોમનાથમાં PM મોદીએ યાદ કર્યું ‘ઓપરેશન શક્તિ’
આ પહેલાં સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં યોજાયેલા પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. પોતાના સંબોધનમાં તેમણે 11 મે 1998ના પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું. PM મોદીએ કહ્યું કે આ દિવસ માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ રાષ્ટ્રીય ગૌરવ માટે પણ મહત્વનો છે. તેમણે જણાવ્યું કે પોખરણ પરમાણુ પરીક્ષણ બાદ વિશ્વભરની અનેક શક્તિઓએ ભારત પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારત ડર્યું નહીં. તેમણે જણાવ્યું કે ભારતે તે પરીક્ષણને ‘ઓપરેશન શક્તિ’ નામ આપ્યું હતું કારણ કે આપણા દેશમાં ભગવાન શિવ સાથે શક્તિની આરાધનાની પરંપરા છે. PMએ ભગવાન સોમનાથને નમન કરતાં દેશના વૈજ્ઞાનિકો અને રાષ્ટ્રીય શક્તિને અભિનંદન પાઠવ્યા હતા. તેમના આ નિવેદનને રાજકીય અને રાષ્ટ્રીય સુરક્ષા બંને દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
સરદારધામ-3 પ્રોજેક્ટ કેમ મહત્વનો?
સરદારધામ પ્રોજેક્ટ ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ગણાય છે. શિક્ષણ, હોસ્ટેલ સુવિધા અને સામાજિક વિકાસના હેતુથી આ સંસ્થા કાર્યરત છે. સરદારધામ-3નું લોકાર્પણ વડોદરા અને આસપાસના વિદ્યાર્થીઓ માટે નવી તક ઉભી કરશે. આ પ્રોજેક્ટ દ્વારા આધુનિક સુવિધાઓ, રહેવાની વ્યવસ્થા અને તાલીમ કેન્દ્રો ઉપલબ્ધ થવાની શક્યતા છે. રાજ્ય સરકાર અને સામાજિક સંસ્થાઓ આ પ્રકારના પ્રોજેક્ટને યુવાનોના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાવે છે. PM મોદીના હાથેથી લોકાર્પણ થવાને કારણે આ કાર્યક્રમને વિશેષ રાજકીય અને સામાજિક મહત્વ મળ્યું છે.
Mevaliyapura Group Clash: ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કેવી રીતે શાંત ગામડાની શાંતિ હણી શકે છે તેનો જીવંત દાખલો સાવલીના મેવલીયાપુરામાં જોવા મળ્યો છે. ગામમાં કાર્યરત બે અલગ-અલગ સાઉન્ડ સિસ્ટમ ગ્રુપ, 'VSR' અને 'PS' વચ્ચે લાંબા સમયથી કોનું ગ્રુપ વધુ ચઢિયાતું છે તેને લઈને સોશિયલ મીડિયા પર ખેંચતાણ ચાલી રહી હતી. જોકે, ગત રાત્રે આ વર્ચસ્વની લડાઈએ હિંસક વળાંક લીધો હતો. સોશિયલ મીડિયા પર એકબીજાને નીચા દેખાડવા માટે કરવામાં આવેલી ઉશ્કેરણીજનક પોસ્ટના કારણે બંને પક્ષના લોકો લાકડીઓ અને પથ્થરો સાથે સામસામે આવી ગયા હતા. જોતજોતામાં ગામની ગલીઓ રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. પથ્થરમારામાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સાવલીના જન્મોત્તરી ચિકિત્સા કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડીજે વોર: VSR vs PS ગ્રુપ વચ્ચેની લડાઈ લોહિયાળ બની
તપાસમાં બહાર આવ્યું છે કે, વિવાદનું મુખ્ય કારણ ડીજે સાઉન્ડ ગ્રુપની માર્કેટિંગ અને સોશિયલ મીડિયા પરની પોસ્ટ હતી. બંને જૂથો વચ્ચે અગાઉ પણ નાની-મોટી બોલાચાલી થઈ હતી, પરંતુ આ વખતે મામલો બિચક્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પરથી વાંધાજનક પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હોવા છતાં, ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો હાથમાં લીધો હતો.
ગુજરાતમાં સર્જાશે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ: 4 દિવસ બહાર ના નિકળતા, 44°Cમાં શેકાવાનો આવશે વારો, આજે 2 જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ
પોલીસ છાવણીમાં ફેરવાયું ગામ: 15 શખસો જેલના સળિયા પાછળ
ઘટનાની ગંભીરતાને જોતા સાવલી અને ભાદરવા પોલીસનો કાફલો તાત્કાલિક મેવલીયાપુરા પહોંચી ગયો હતો. ભાદરવા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એ. બારોટે સ્થિતિ સંભાળીને તાત્કાલિક કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસે આ મામલે સામસામી ફરિયાદ નોંધી કુલ 19 શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાંથી 15 જેટલા આરોપીઓને રાત્રે જ દબોચી લેવામાં આવ્યા છે. હાલમાં ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત છે જેથી કોઈ અણબનાવ ન બને.
ટેકનિકલ તપાસ અને પોલીસની અપીલ
પોલીસ હવે ટેકનિકલ સેલની મદદથી તે પોસ્ટ મેળવવાનો પ્રયાસ કરી રહી છે જેના કારણે હિંસા ભડકી હતી. અશોક ભોઈ, રાજેશ ભોઈ અને દિલીપ સોલંકી સહિતના મુખ્ય આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસે ગ્રામજનોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ એવી પોસ્ટ કે અફવા ન ફેલાવવી જેનાથી કોમી એખલાસ કે શાંતિ જોખમાય.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં રજાની મજા માણવા મેળામાં ગયેલા નાગરિકો માટે 'રોયલ મેળો' આફત સમાન સાબિત થયો છે. લાલબાગ બ્રિજ પાસે ધમધમતા આ મેળામાં મેનેજમેન્ટ દ્વારા રાખવામાં આવેલા બાઉન્સરોએ રક્ષકને બદલે ભક્ષકની ભૂમિકા ભજવી હતી. સામાન્ય બાબતે થયેલી તકરારમાં ભાન ભૂલેલા બાઉન્સરોએ ડંડા હાથમાં લઈને મુલાકાતીઓને રસ્તા પર દોડાવી દોડાવીને માર માર્યો હતો.
લોકોના જીવના જોખમે આતંક મચાવતા આ બાઉન્સરોનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અસામાજિક તત્વોની માફક લાકડીઓ વીંઝતા જોવા મળી રહ્યા છે. મેળામાં હાજર નાના બાળકો અને મહિલાઓ આ દ્રશ્યો જોઈ ભયભીત થઈ ગયા હતા અને જીવ બચાવવા આમ-તેમ દોડવા લાગ્યા હતા.
હાથમાં ડંડા અને નરી ગુંડાગીરી: વાયરલ વીડિયોએ પોલ ખોલી
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખાખી ડ્રેસમાં સજ્જ અને ખાનગી ડ્રેસમાં રહેલા બાઉન્સરો હાથમાં મસમોટા લાકડાના ડંડા લઈને લોકો પાછળ દોડી રહ્યા છે. કોઈપણ જાતની કાયદાની બીક વગર તેઓ ભીડમાં ઘૂસીને મારપીટ કરી રહ્યા હતા. મેળાના આયોજકો દ્વારા સુરક્ષા માટે રખાયેલા આ જવાનોએ આતંકનું સામ્રાજ્ય જમાવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.
અમદાવાદમાં 'આપણું ઘર' મળશે માત્ર 3 લાખમાં!: શહેરમાં બનશે 7,825 સસ્તા ફ્લેટ્સ
રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, આયોજકો મુશ્કેલીમાં
આ લોહિયાળ સંઘર્ષ બાદ ભોગ બનનાર પરિવારો તાત્કાલિક રાવપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને તાત્કાલિક અસરથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે મેળાના આયોજકો અને હુમલો કરનાર બાઉન્સરો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મેળામાં સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સોમનાથ અમૃતપર્વ-2026: શંખ અને ડમરુના નાદ તથા અમૃત કળશ સાથે PMનું ભવ્ય સ્વાગત-અભિવાદન
ભોગ બનનાર મહિલા જણાવે છે કે, "અમે પાદરા મહેમાન તરીકે આવ્યા છીએ અને બરોડા મેળાનું સાંભળીને છોકરાઓને જલપરી જોવા માટે આવ્યા હતા. જ્યારે જલપરી જોઈને અમે બહાર નીકળ્યા, ત્યારે અમારા બે છોકરા અંદર અટવાઈ ગયા. અમે છોકરાઓને લેવા માટે પાછા ગયા તો એક લેડી ત્યાં દાદાગીરી કરવા લાગી, ગાળાગાળી કરી અને મને ધક્કો મારીને ફેંકી દીધી. એટલામાં જ મારી છોકરી બોલી કે પેલા અંકલ અમને હાથ ખેંચીને લઈ જતા હતા. પણ એ લોકો મારી પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં તો પેલા લોકોએ ગુંડા બાઉન્સરોને બોલાવીને ડંડાવાળી શરૂ કરી દીધી હતી. મારા ૪-૫ લોકોને વાગ્યું છે. વાગેલાનો મતલબ એવો નથી કે જે સ્ટ્રેચર પર હોય એને જ વાગ્યું કહેવાય, બધાને અંદરની માર પણ છે અને બધાના શરીર પર નિશાન પણ છે. અમારી તંત્ર પાસે એટલી જ માંગ છે કે અમને ન્યાય અપાવો. આવું અમારી સાથે થયું છે એવું બીજા કોઈ સાથે ન થવું જોઈએ. જો તમે ન્યાય નહીં અપાવો તો પેલા ત્રણેય બાઉન્સરોને બહાર કાઢો, અમે હિસાબ માંગવા માટે કાલ રાતના અહીં અટવાયા છીએ. એ ગુંડાઓ હજુ પણ ખુલ્લેઆમ ફરે છે. અમે કાલ રાત્રે એફઆઈઆર કરાવવા આવ્યા હતા પણ પોલીસે અમારી ફરિયાદ લીધી નહોતી. હવે અમને બોલાવ્યા છે, જોઈએ આગળ શું થાય છે અને અમને કેટલો ઇન્સાફ મળે છે. ત્યાંનું મેનેજમેન્ટ કહેતું હતું કે, એકવાર જલપરી જોઈ લીધી એટલે બીજી વાર અંદર જવાનું નહીં. એ લોકો દાદાગીરી અને લુખ્ખાગીરી કરે છે. ભલે તમે શાંતિથી કહો કે, અંદર બીજી વાર ના જવાય, પણ છોકરાઓ અટવાયા હોય તો કોઈ પણ અંદર જઈ શકે છે. નાના છોકરાઓને મારીને ફેંકી દીધા છે, જો કોઈને માથામાં વાગી ગયું હોત તો એનું જવાબદાર કોણ? ત્યાંનું મેનેજમેન્ટ, સરકાર કે પોલીસ? કોણ જવાબદાર છે? અમારી માંગ છે કે, અમને ઇન્સાફ આપો, મેળો બંધ કરાવો અને પેલા ત્રણ બાઉન્સરોને માફી માંગવા માટે અમારી સામે હાજર કરો.
સુરક્ષા સામે સવાલ: શું આયોજકો પાસે પરવાનગી હતી?
આ ઘટનાએ વડોદરાના મેળાના આયોજન અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. શું આ બાઉન્સરો પાસે હથિયાર કે ડંડા રાખવાની સત્તા હતી? શું આયોજકોએ સુરક્ષાના નામે ગુંડાઓ પાળ્યા છે? મધ્યમવર્ગીય પરિવારો જ્યારે પોતાના બાળકો સાથે મનોરંજન માટે આવતા હોય ત્યારે આવી ઘટનાઓ પોલીસ તંત્રની કામગીરી સામે પણ આંગળી ચીંધે છે.
PM Modi Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મે, 2026 ના બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન કાર્યાલયની સત્તાવાર માહિતી મુજબ તેઓ 10 મેની મોડી રાત્રે જામનગર પહોંચશે અને 11 મેના રોજ સવારે લગભગ 10:15 વાગ્યે સોમનાથ મંદિરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ માં સહભાગી થશે. આ કાર્યક્રમ સોમનાથ મંદિરના પુનઃસ્થાપન બાદના 75 વર્ષની ઐતિહાસિક યાત્રા સાથે જોડાયેલો છે. ત્યારબાદ વડાપ્રધાન વડોદરા જશે, જ્યાં સાંજે લગભગ 6 વાગ્યે સરદારધામ હોસ્ટેલનું લોકાર્પણ કરશે અને સભાને સંબોધશે.
જામનગરમાં વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા તથા સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સર્કલ સુધીના રૂટને રોશનીથી શણગારવામાં આવ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં વિશેષ લાઇટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને જન અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથમાં 75 વર્ષની ઐતિહાસિક યાત્રાનો મહોત્સવ
સોમનાથ અમૃત મહોત્સવ દરમિયાન વડાપ્રધાન વિશેષ મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણમાં સહભાગી થશે. આ અવસર માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સોમનાથના પુનઃનિર્માણ, સાંસ્કૃતિક સ્મૃતિ અને રાષ્ટ્રીય વારસાની યાત્રા સાથે જોડાયેલો છે. સત્તાવાર માહિતી અનુસાર, આ મહોત્સવ પુનઃસ્થાપિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાઈ રહ્યો છે.
સોમનાથ મંદિરનો આધુનિક વિકાસ છેલ્લા કેટલાક વર્ષોમાં પર્યટન, યાત્રાધામ સુવિધા અને હેરિટેજ પ્રેઝન્ટેશનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી સોમનાથ ટ્રસ્ટ સાથે સંકળાયેલા રહ્યા છે અને તેમના અધ્યક્ષપદ બાદ મંદિર પરિસર તથા યાત્રાળુ સુવિધાઓને વધુ ગતિ મળી હોવાનું ટ્રસ્ટ અને સ્થાનિક સ્તરે રજૂ કરવામાં આવે છે.
સોમનાથમાં પ્રથમવાર ભારતીય વાયુસેનાનો એર શો: PM મોદીની હાજરીમાં ભવ્ય આયોજન
વડોદરામાં સરદારધામનું લોકાર્પણ
સોમનાથ કાર્યક્રમ બાદ વડાપ્રધાન વડોદરા પહોંચશે. વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું લોકાર્પણ મુખ્ય કાર્યક્રમ રહેશે. સ્થાનિક અહેવાલો મુજબ આ કાર્યક્રમ માટે પ્રશાસન, પોલીસ અને શહેર ભાજપ દ્વારા રૂટ, સુરક્ષા વ્યવસ્થા અને જાહેર સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડોદરામાં સંભવિત રોડશો અને જાહેર ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરના કેટલાક વિસ્તારોમાં વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે.
સરદારધામનું લોકાર્પણ સામાજિક અને શૈક્ષણિક દૃષ્ટિએ મહત્વનું ગણાય છે, કારણ કે આવા સંકુલો વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાજિક સંસ્થાઓ માટે આવાસ તથા તાલીમ આધારિત માળખું પૂરું પાડે છે.
વડોદરા શહેરમાં 11 મેના રોજ યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના કાર્યક્રમને લઈને શહેર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રધાનમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને VVIP મૂવમેન્ટ માટે સંપૂર્ણ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે જેના વિષે પોલીસ કમિશનરે મીડિયા સમક્ષ વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન વડોદરામાં સ્થિત સરદારધામના લોકાર્પણ સહિતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સાથે જ મોટા પ્રમાણમાં જનસભા અને અન્ય આયોજન પણ ગોઠવવામાં આવ્યા છે જેના કારણે શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
આ પણ વાંચો: જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 દિવસીય પ્રવાસ : રાત્રિ રોકાણ સાથે વિશેષ કાર્યક્રમોની તૈયારી
એરપોર્ટથી સરદારધામ સુધી કડક બંદોબસ્ત
પોલીસ કમિશનર Narsinh Komarના જણાવ્યા મુજબ, પ્રધાનમંત્રીનાં આગમન દરમિયાન એરપોર્ટ રોડથી સરદારધામ સુધીનો સમગ્ર માર્ગ હાઈ સિક્યોરિટી ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. દરેક સંવેદનશીલ સ્થળે પોલીસ તૈનાત રહેશે અને CCTV તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જાહેર પરિવહન, વાહન પાર્કિંગ અને માર્ગ પરિવર્તન અંગે અગાઉથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિકોને ઓછામાં ઓછો તકલીફ થાય.
આ પણ વાંચો: જામનગરમાં વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈ ટ્રાફિક પ્રતિબંધ : આ મુખ્ય માર્ગો પર 10 મે સુધી વાહન વ્યવહાર બંધ, વિકલ્પ રૂટ જાહેર
ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ બેઠક
આ સુરક્ષા વ્યવસ્થાને અસરકારક રીતે અમલમાં મુકવા માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે અને દરેક સ્તરે સંકલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
આ સમગ્ર બંદોબસ્તમાં એક જોઈન્ટ પોલીસ કમિશનર, એક એડિશનલ પોલીસ કમિશનર, 8 DCP, 15થી વધુ ACP, 50થી વધુ પોલીસ ઈન્સ્પેક્ટર અને આશરે 1500 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત, જરૂર હોય ત્યાં ક્વિક રિસ્પોન્સ ટીમ અને ટ્રાફિક પોલીસ પણ સ્ટેન્ડબાય પર રહેશે.
જનતા માટે માર્ગદર્શિકા
પોલીસ દ્વારા આ સમગ્ર આયોજન અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ટ્રાફિક ડાયવર્ઝન, પાર્કિંગ ઝોન, અને પ્રતિબંધિત વિસ્તારો અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોલીસના માર્ગદર્શનનું પાલન કરે અને અનાવશ્યક ભીડ ટાળે.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. સાથે જ, કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ પણ સજ્જ રાખવામાં આવી છે.
શહેર માટે મહત્વપૂર્ણ પ્રસંગ
પ્રધાનમંત્રીનો આ પ્રવાસ વડોદરા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. શહેરના વિકાસ સાથે જોડાયેલા કાર્યક્રમો અને સરદારધામના લોકાર્પણના કારણે આ મુલાકાતને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે સુરક્ષા, ટ્રાફિક અને જાહેર સુવિધાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે, જે વડોદરાની વ્યવસ્થાપન ક્ષમતાને પણ દર્શાવે છે.
વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલાં ચાલી રહેલી સફાઈ કામગીરી દરમિયાન અચાનક આગની ઘટના સામે આવી છે. શહેરના સરદારધામ માર્ગ પાસે સ્થિત L&T Knowledge City નજીક ડસ્ટ ક્લીનર મશીનમાં આગ ભભૂકી ઊઠતા થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ગોની સફાઈ માટે ઉપયોગમાં લેવામાં આવતું મશીન અચાનક ટેકનિકલ ખામીના કારણે સળગી ઊઠ્યું હતું. આગ ઝડપથી ફેલાતી દેખાતા આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો અને લોકો સ્થળેથી દૂર જવા લાગ્યા હતા.
ડ્રાઈવરની સમયસૂચકતાથી જાનહાની ટળી
ઘટનાના સમયે મશીન ચલાવી રહેલા ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી તાત્કાલિક વાહનમાંથી બહાર નીકળી જતાં મોટો અકસ્માત ટળી ગયો હતો. આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ તેણે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી, જેને કારણે જાનહાની ટળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
આ ઘટનાએ મ્યુનિસિપલ મશીનોની સુરક્ષા અને જાળવણી અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. શહેરમાં મોટા સ્તરે સફાઈ અભિયાન ચાલી રહ્યું હોવાથી આવા મશીનોનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.
ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરી
આગ લાગ્યાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે આગ અન્ય વાહનો કે આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગનું ચોક્કસ કારણ જાણવા માટે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે મશીનમાં કોઈ ટેકનિકલ ખામી કે ઓવરહિટિંગને કારણે આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સોમનાથના ઈતિહાસમાં પહેલી વખત મંદિર પર 11 તીર્થોના જળથી થશે કુંભાભિષેક : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપશે હાજારી
સફાઈ કામગીરી પર તાત્કાલિક અસર
આ ઘટનાના કારણે વડોદરા મહાનગરપાલિકાની સફાઈ કામગીરી થોડા સમય માટે અટકી ગઈ હતી. ખાસ કરીને PMના આગમન પહેલા શહેરને સ્વચ્છ બનાવવા માટે ચાલી રહેલા અભિયાનમાં આ ઘટના એક અવરોધરૂપ બની છે.
સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોનું કહેવું છે કે જાહેર સ્થળોએ ઉપયોગમાં લેવાતા મશીનોની નિયમિત તપાસ અને મેન્ટેનન્સ જરૂરી છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને.
સુરક્ષા અને આયોજન પર ફરી સવાલ
આ પણ વાંચો: અમદાવાદ પોલીસનું મેગા ઓપરેશન : ચોરીના દાગીના દિલ્હી પહોંચે તે પહેલા જ ફિલ્મી ઢબે ઝડપાયા
વડાપ્રધાનના આગમન પહેલા શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાપનને લઈને તંત્ર સજ્જ હોવાનું જણાવવામાં આવતું હતું, પરંતુ આ ઘટનાએ કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને જાહેર સેવાઓમાં ઉપયોગમાં લેવાતા સાધનોની ગુણવત્તા અને સલામતી અંગે વધુ ધ્યાન આપવાની જરૂરિયાત સ્પષ્ટ થઈ છે.
આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુ કડક સુરક્ષા માપદંડો અપનાવવાની જરૂર છે, જેથી લોકોની સુરક્ષા સાથે જાહેર સેવાઓ પણ અસરકારક રીતે ચાલુ રહી શકે.
Panchmahal LCB: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગોધરા તાલુકાના છબનપુર ગામ નજીક આવેલી રાજસ્થાન હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલી એક શંકાસ્પદ ટ્રકમાંથી પોલીસે ₹1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી દારૂ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસે કુલ ₹1,10,80,000 (એક કરોડ દસ લાખ એંસી હજાર) નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ચોક્કસ બાતમીના આધારે દરોડો
મળતી વિગતો અનુસાર, પંચમહાલ LCB ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, છબનપુર પાસે આવેલી રાજસ્થાન હોટલના પાર્કિંગમાં એક શંકાસ્પદ ટ્રક ઊભી છે. આ ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમી મળતા જ LCBની ટીમે સક્રિય થઈને નિર્ધારિત સ્થળ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.
વડોદરામાં સ્કોર્પિયો કારનાં ચાલકે સ્વિફ્ટ કારને મારી ટક્કર : પોલીસની હદ અંગે ગૂંચવણ
રૂ. 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત
પોલીસ કાફલાએ જ્યારે હોટલના પાર્કિંગમાં ઊભેલી ટ્રકની સઘન તલાશી લીધી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રકની અંદર ચોરખાનામાં અને માલસામાનની આડમાં વિદેશી દારૂની પેટીઓનો વિશાળ જથ્થો વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દારૂની તમામ પેટીઓ અને પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલી ટ્રક મળીને કુલ ₹1,10,80,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ
આ ગંભીર ગુનાના સંદર્ભમાં પોલીસે દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર, ટ્રકના માલિક અને ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા તમામ સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં AI વ્હીકલથી ‘કમ્પ્લેઇન ફ્રી’ મોડલ : ફરિયાદ પહેલા જ ખાડા, કચરો અને લીકેજ શોધશે સ્માર્ટ સિસ્ટમ
આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને રાજ્યના કયા શહેરમાં સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. પંચમહાલ પોલીસની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ આ આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈ રહી છે.
વડોદરા શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાં ગણાતા રાવપુરા વિસ્તારના ભગતસિંહ ચોક પાસે આજે સવારે થયેલા અકસ્માતે ફરી એક વખત શહેરની ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓ સામે આવી છે. ન્યાયમંદિર અને દૂધવાળા મહેલ આસપાસનો વિસ્તાર વર્ષોથી અનિયંત્રિત પાર્કિંગના કારણે સમસ્યાગ્રસ્ત રહ્યો છે. આજની ઘટનાએ સ્થિતિને વધુ ઉગ્ર બનાવી છે.
એક સ્કોર્પિયો ગાડીનો ચાલક ભરચક વિસ્તારમાં ફૂલ સ્પીડે ગાડી હંકારી રહ્યો હતો. ત્યારે આગળ જઈ રહેલી સ્વિફ્ટ કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રબળ હતી કે સ્વિફ્ટ કારના પાછળના ભાગને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો અને રસ્તા પર લોકોના ટોળા એકત્ર થયા હતા.
ટ્રાફિક સમસ્યા યથાવત
વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીં પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હોવા છતાં તેનો યોગ્ય અમલ થતો નથી. રોડની બન્ને બાજુ વાહનો પાર્ક થવાથી રસ્તો સાંકળો થઈ જાય છે જેના કારણે વાહનોની અવરજવર વધુ જોખમી બને છે.
આજના અકસ્માતે આ મુદ્દાને ફરી પ્રાથમિકતા આપી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત છતાં કાયમી ઉકેલ મળતો નથી. ખાસ કરીને Peak hoursમાં અહીં વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે અને નાના અકસ્માતો સામાન્ય બની ગયા છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં AI વ્હીકલથી ‘કમ્પ્લેઇન ફ્રી’ મોડલ : ફરિયાદ પહેલા જ ખાડા, કચરો અને લીકેજ શોધશે સ્માર્ટ સિસ્ટમ
પોલીસ પહોંચ્યા છતાં હદ મુદ્દે વિલંબ
અકસ્માતની જાણ થતા જ 112 ઈમરજન્સી સેવા હેઠળ પોલીસ સ્થળ પર પહોંચી હતી પરંતુ શરૂઆતમાં વિસ્તાર કયા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તે મુદ્દે ગૂંચવણ સર્જાઈ હતી. કેટલાક સમય સુધી પોલીસકર્મીઓ વચ્ચે ચર્ચા ચાલતી રહી કે આ વિસ્તાર તેમના અધિકાર ક્ષેત્રમાં આવે છે કે નહીં.
આ ગૂંચવણને કારણે પ્રાથમિક કાર્યવાહી કરવામાં થોડો વિલંબ થયો હતો. ત્યાર બાદ રાવપુરા પોલીસ સ્ટેશન દ્વારા મામલો હાથમાં લેવામાં આવ્યો અને સમગ્ર ઘટનાની વિગતો એકત્રિત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:  ગાંધીનગર સચિવાલયમાં ઝેરી સાપ દેખાતા હડકંપ : વન વિભાગે કર્યું રેસ્ક્યુ
અલગ-અલગ શહેરોની ગાડીઓ
અકસ્માતમાં સામેલ વાહનોમાં એક અમદાવાદની, એક ગોધરાની અને એક વડોદરા શહેરની ગાડી હોવાનું સામે આવ્યું છે. ગોધરા તરફથી આવેલા કારચાલકે સત્તાવાર ફરિયાદ નોંધાવવા ઈનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે મામલો સમાધાન તરફ આગળ વધે તેવી શક્યતા છે.
તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલુ રાખવામાં આવશે. વાહનચાલકોની બેદરકારી, તેજ ગતિ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન જેવા મુદ્દાઓની પણ તપાસ થશે.
શહેર માટે ચેતવણીરૂપ ઘટના
ન્યાયમંદિર અને રાવપુરા જેવા કેન્દ્રિય વિસ્તારોમાં વધતી વાહનસંખ્યા અને અયોગ્ય આયોજને શહેર માટે મોટી ચિંતા સર્જી છે. આ વિસ્તારમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, કડક પાર્કિંગ નિયંત્રણ અને પોલીસના સંકલિત પ્રયાસોની તાતી જરૂર છે. નહીં તો આવનારા સમયમાં આવી ઘટનાઓ વધતી જશે અને લોકોની સુરક્ષા પર ગંભીર અસર પડશે.
વડોદરા: દેશના સૌથી આધુનિક અને હાઈ-સ્પીડ ગણાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર આજે એક હૃદય ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સીમાડામાંથી પસાર થતા આ હાઈવે પર એક ચાલતી કાર અચાનક સળગી ઉઠતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કારમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે, ચાલકને દરવાજો ખોલી બહાર નીકળવાની તક પણ મળી નહોતી. જોતજોતામાં આખી કાર લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી અને ચાલકનું કારની અંદર જ કરુણ મોત નીપજ્યું હતું.
સર્જાયા ભયાનક દ્રશ્યો: ચાલતી કાર જોતજોતામાં રાખ થઈ ગઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, એક કાર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. પાદરા નજીક પહોંચતા જ અચાનક કારના એન્જિન અથવા ટાયરના ભાગેથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. કારમાં સવાર વ્યક્તિ જીવ બચાવવા તરફડિયાં મારી રહ્યો હતો, પરંતુ સેન્ટ્રલ લોકીંગ અથવા આગની તીવ્રતાને કારણે તે બહાર નીકળી શક્યો નહોતો.
આ પણ વાંચો: આલ્કલાઇન વોટર પીનારા સાવધાન : ગુજરાતમાં FSSAI ના દરોડા, સ્વાસ્થ્ય માટે હાનિકારક તત્વો મળતા જથ્થો જપ્ત
ફાયર બ્રિગેડે આગ બુઝાવી, પણ ત્યાં સુધીમાં સર્વાઈ ગયું હતું સર્વસ્વ
આ ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડના વાસણા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ કમનસીબે કારમાં સવાર વ્યક્તિને બચાવી શકાયો નહોતો.
વડોદરા ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર સુરેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, "અમને કંટ્રોલ રૂમ તરફથી એક્સપ્રેસ-વે પર કારમાં આગ લાગી હોવાનો અને એક વ્યક્તિ અંદર ફસાયો હોવાનો મેસેજ મળ્યો હતો. અમે પહોંચ્યા ત્યારે કાર ભડભડ સળગી રહી હતી. આગ ઓલવ્યા બાદ જોયું તો ડ્રાઈવર સીટ પર જ એક વ્યક્તિનો સંપૂર્ણ બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો."
આ પણ વાંચો: રિક્ષાની રાહ જોતી યુવતી પર હુમલાના કેસમાં સનસનીખેજ વળાંક : યુવતીએ પોતે જ રચ્યું હતું આખું ષડયંત્ર, કારણ જાણી પોલીસ પણ સ્તબ્ધ
શું હોઈ શકે છે આગનું કારણ?
પ્રાથમિક તપાસમાં ફાયર વિભાગનું અનુમાન છે કે, એક્સપ્રેસ-વે પર વાહનોની સ્પીડ ઘણી વધારે હોય છે. અત્યારે પડતી આકરી ગરમી અને લાંબા અંતરના પ્રવાસને કારણે ટાયરમાં 'ઓવર હીટિંગ' થયું હોઈ શકે છે અથવા કોઈ મિકેનિકલ શોર્ટ સર્કિટના કારણે એન્જિનમાં આગ લાગી હોઈ શકે છે. હાઈ-સ્પીડ રોડ પર એન્જિન અને ટાયર પર વધુ દબાણ આવતા આવી ટેકનિકલ ખામી સર્જાવાની શક્યતા વધી જાય છે.
પોલીસે શરૂ કરી ઓળખની કાર્યવાહી
ઘટનાને પગલે પાદરા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. કારના રજિસ્ટ્રેશન નંબર અને અન્ય વિગતોના આધારે મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાને કારણે એક્સપ્રેસ-વે પર થોડો સમય ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.
વાહનચાલકો માટે ચેતવણી
હાઈવે ઓથોરિટી અને નિષ્ણાતો દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે:
લાંબા પ્રવાસ પર નીકળતા પહેલા ટાયરની કંડીશન અને એર પ્રેશર ચોક્કસ ચેક કરવું.
એન્જિન ઓઈલ અને કુલન્ટ લેવલની તપાસ કરવી.
કારમાં હંમેશા નાનું ફાયર એક્સટિંગ્વિશર (આગ ઓલવવાનું સાધન) રાખવું.
દર ૨-૩ કલાકે વાહનને થોડો વિરામ આપવો જેથી ટાયર ઠંડા થઈ શકે.
ભારતમાં ખાદ્ય સુરક્ષા નિયામક Food Safety and Standards Authority of India દ્વારા ગુજરાતની વડોદરા સ્થિત એક આલ્કલાઇન પાણી ઉત્પાદક કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. લેબોરેટરી તપાસ દરમિયાન પાણીમાં “કાળા કણો”, સેડિમેન્ટ અને ફુલ્વિક એસિડ જેવી પ્રતિબંધિત ઘટકો મળતા લગભગ ₹31.61 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ પગલાએ દેશમાં ઝડપથી વધતા “વેલનેસ બેવરેજ” માર્કેટ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
નિયામક સંસ્થાએ કંપનીનું નામ જાહેર કર્યું નથી, પરંતુ તપાસમાં અનેક ગેરરીતિઓ સામે આવી છે. જેમાં ભ્રામક પેકેજિંગ, વિરોધાભાસી લેબલિંગ માહિતી અને પાણીમાં અસ્વાભાવિક “કાળો-ભૂરો રંગ” સામેલ છે. ગ્રાહક ફરિયાદના આધારે શરૂ થયેલી તપાસ હવે કાનૂની કાર્યવાહી સુધી પહોંચી છે અને Food Safety and Standards Act, 2006 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વેલનેસ વોટરનો ઉછાળો અને વિવાદ
છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરી ગ્રાહકોમાં “ફંક્શનલ બેવરેજ” તરીકે ઓળખાતા આલ્કલાઇન અને મિનરલ-ઇન્ફ્યુઝ્ડ પાણીની માંગ ઝડપથી વધી છે. ખાસ કરીને “બ્લેક આલ્કલાઇન વોટર” ફિટનેસ અને સેલિબ્રિટી વેલનેસ માર્કેટમાં એક ટ્રેન્ડ બની ગયું છે. આ પ્રકારના પાણીમાં એન્ટીઑક્સિડન્ટ અને ડિટોક્સ ગુણધર્મો હોવાના દાવા સાથે વેચાણ કરવામાં આવે છે.
પરંતુ વર્તમાન કેસે બતાવ્યું છે કે માર્કેટિંગ અને વાસ્તવિક નિયમો વચ્ચેનો અંતર ગંભીર સમસ્યા બની શકે છે. FSSAI અનુસાર, તપાસ દરમિયાન પાણીમાં સેડિમેન્ટ અને કાળા કણો મળ્યા હતા, જ્યારે લેબ ટેસ્ટમાં ફુલ્વિક એસિડની હાજરી પણ નોંધાઈ હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે આ ઘટક પાણીમાં સ્વાભાવિક રીતે હાજર નથી, પરંતુ બહારથી ઉમેરવામાં આવ્યો હતો.
વડોદરાવાસીઓની સૌથી મોટી સમસ્યાનો આવી ગયો ઉકેલ: પાલિકાએ 50 પ્લોટ્સ પર જાહેર કર્યું ‘ફ્રી પાર્કિંગ’, જાણો તમારા વિસ્તારમાં ક્યાં મળી સુવિધા
ફુલ્વિક એસિડ શું છે અને વિવાદ શા માટે?
ફુલ્વિક એસિડ એક કુદરતી સંયોજન છે, જે જમીન અને સજીવ પદાર્થોના વિઘટનથી બને છે. તે Shilajit જેવા આયુર્વેદિક પદાર્થોમાં પણ જોવા મળે છે અને વૈશ્વિક સ્તરે ડાયટરી સપ્લિમેન્ટ તરીકે વેચાય છે. ઘણા ઉત્પાદકો તેનો ઉપયોગ પોષક તત્વોના શોષણમાં મદદરૂપ, ઇમ્યુનિટી વધારનાર અને ડિટોક્સ માટે લાભકારી તરીકે પ્રચાર કરે છે.
સુરક્ષા મુદ્દે નિષ્ણાતોની ચેતવણી
હેલ્થ એક્સપર્ટ્સ માને છે કે ફુલ્વિક એસિડના લાભો અંગે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા હજુ ઉપલબ્ધ નથી. નાના પ્રમાણમાં તે સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે, પરંતુ વધુ માત્રામાં તેનો ઉપયોગ અથવા નીચી ગુણવત્તાવાળા ઉત્પાદનો જોખમકારક બની શકે છે.
સંભવિત સાઇડ ઇફેક્ટ્સમાં ઉબકા, ડાયેરિયા, માથાનો દુખાવો અને પેટમાં અસ્વસ્થતા સામેલ છે. નિષ્ણાતો ખાસ કરીને ચેતવણી આપે છે કે ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને લાંબા ગાળાની દવાઓ લેતા લોકો આવા ઉત્પાદનોનો ઉપયોગ કરતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ઓટોઇમ્યુન રોગોથી પીડાતા દર્દીઓ માટે પણ સાવચેતી જરૂરી છે, કારણ કે આ સંયોજન ઇમ્યુન સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે.
રિક્ષાની રાહ જોતી યુવતી પર હુમલાના કેસમાં સનસનીખેજ વળાંક: યુવતીએ પોતે જ રચ્યું હતું આખું ષડયંત્ર, કારણ જાણી પોલીસ પણ સ્તબ્ધ
વધતા વેલનેસ માર્કેટ માટે ચેતવણી
આ ઘટનાએ ભારતના ઝડપી વિસ્તરતા હેલ્થ અને વેલનેસ બજારમાં એક મહત્વપૂર્ણ મુદ્દો ઉજાગર કર્યો છે. અનેક ઉત્પાદનો હવે પાણી, સપ્લિમેન્ટ અને ઔષધીય ગુણધર્મો વચ્ચેની રેખા ધૂંધળી બનાવી રહ્યા છે. પરંતુ નિયમો હજુ પણ સ્પષ્ટ કેટેગરી પર આધારિત છે.
FSSAIની આ કાર્યવાહી માત્ર એક કંપની વિરુદ્ધનો કેસ નથી, પરંતુ સમગ્ર ઉદ્યોગ માટે ચેતવણી છે કે પ્રોડક્ટનું યોગ્ય વર્ગીકરણ, લેબલિંગ અને ગુણવત્તા જાળવવી અત્યંત જરૂરી છે. ગ્રાહકો માટે પણ આ એક સંદેશ છે કે “હેલ્ધી” તરીકે પ્રચારિત દરેક પ્રોડક્ટ ખરેખર સુરક્ષિત અથવા નિયમસર હોય એવું જરૂરી નથી.
આગામી સમયમાં નિયમનકારી સંસ્થાઓ માટે આ પ્રકારના ઉત્પાદનો પર વધુ કડક નજર રાખવી અને સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવી જરૂરી બની શકે છે, જેથી ગ્રાહકોના આરોગ્ય અને વિશ્વાસ બંને સુરક્ષિત રહે.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના વાઘોડિયા રોડ પર તાજેતરમાં બનેલી હુમલાની સનસનાટીપૂર્ણ ઘટનામાં એક એવો વળાંક આવ્યો છે જેણે સૌને ચોંકાવી દીધા છે. બે અજાણ્યા બાઈક સવારોએ હુમલો કરી ઝેરી પ્રવાહી પીવડાવ્યું હોવાનો દાવો કરનાર 19 વર્ષીય વિદ્યાર્થિની પોતે જ આ આખા કાવતરાની માસ્ટરમાઈન્ડ નીકળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી પર્દાફાશ કર્યો છે કે, યુવતીએ તેના ચાર વર્ષ જૂના ગુપ્ત પ્રેમ સંબંધને પરિવારથી છુપાવવા માટે આ આખું ષડયંત્ર જાતે જ રચ્યું હતું. પોતાની જ વાતમાં ફસાયેલી યુવતીના આ કૃત્યથી પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.
શું હતો હુમલાનો બનાવ? વિદ્યાર્થિનીની ઉપજાવી કાઢેલી વાર્તા
ઘટનાની વિગતો મુજબ, વાઘોડિયા રોડ પર રહેતી અને કમ્પ્યુટર ક્લાસમાં જતી વિદ્યાર્થિનીએ ગત 6 એપ્રિલના રોજ પરિવારને ફોન કરીને જણાવ્યું હતું કે ઉમા ચાર રસ્તા પાસે બે અજાણ્યા યુવકોએ તેને આંતરી હતી. તેણે દાવો કર્યો હતો કે હુમલાખોરોએ તેને જબરદસ્તી કંઈક પીવડાવી દીધું હતું અને ચપ્પા વડે હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થિનીને સયાજી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણે પોલીસ સમક્ષ કાળા ટીશર્ટ પહેરેલા શખ્સોનું વર્ણન પણ કર્યું હતું. આ હાઈપ્રોફાઈલ ડ્રામાને કારણે સમગ્ર વિસ્તારમાં મહિલા સુરક્ષાને લઈને ભયનો માહોલ ફેલાયો હતો.
આ પણ વાંચો: વડોદરાવાસીઓની સૌથી મોટી સમસ્યાનો આવી ગયો ઉકેલ : પાલિકાએ 50 પ્લોટ્સ પર જાહેર કર્યું ‘ફ્રી પાર્કિંગ’, જાણો તમારા વિસ્તારમાં ક્યાં મળી સુવિધા
CCTV ફૂટેજમાં ભાંડો ફૂટ્યો: પોલીસને ક્યાં ગઈ શંકા?
પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. પટેલ અને તેમની ટીમે જ્યારે ઘટનાની ગંભીરતા જોઈને તપાસ શરૂ કરી, ત્યારે વાર્તાના છેડા મળતા નહોતા. પોલીસે ઘટનાસ્થળના અડધો કિલોમીટરના વિસ્તારના તમામ સીસીટીવી ચેક કર્યા, પરંતુ યુવતીએ જણાવ્યા મુજબના કોઈ બાઈક સવારો કે શંકાસ્પદ હલચલ જોવા મળી નહોતી. વધુમાં, યુવતીના નિવેદનમાં વારંવાર બદલાવ આવતા પોલીસને શંકા ગઈ હતી. જ્યારે યુવતીના મોબાઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસવામાં આવ્યા, ત્યારે તેના મહોલ્લામાં જ રહેતા એક યુવક સાથેના પ્રેમ સંબંધની કડીઓ મળી આવી હતી.
પ્રેમ સંબંધ પકડાઈ જવાનો ડર અને ષડયંત્રનો પર્દાફાશ
પોલીસની આકરી પૂછપરછમાં વિદ્યાર્થિની ભાંગી પડી હતી અને સત્ય સ્વીકારી લીધું હતું. તેણે કબૂલાત કરી કે તે ધોરણ 10માં સાથે ભણતા યુવક સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમમાં હતી. પરિવારમાં એક જ ફોન હોવાથી તે ચોરીછૂપીથી વાત કરતી હતી, પરંતુ તાજેતરમાં યુવકે રિપ્લાય આપવામાં મોડું કરતા તેની માતાને શંકા ગઈ હતી. માતા ફોન ચેક કરશે અને પ્રેમ પ્રકરણ પકડાઈ જશે તો શું થશે? એવા ડરથી તેણે આ નાટક રચ્યું. તેણે પોતે જ બજારમાંથી નવું ચપ્પુ ખરીદ્યું હતું અને ઘરેથી જ બોટલમાં ફિનાઈલ ભરીને સાથે લાવી હતી.
આ પણ વાંચો: MSUમાં પ્લેસમેન્ટનો જોરદાર 'ધમધમાટ' : કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીને મળ્યું 13.4 લાખનું પેકેજ, મિકેનિકલનો દબદબો
જાતે જ ચપ્પાના ઘા માર્યા અને ફિનાઈલ પીધું
ષડયંત્રના ભાગરૂપે વિદ્યાર્થિની ક્લાસથી છૂટ્યા બાદ નિર્જન સ્થળે ગઈ હતી. ત્યાં તેણે પોતે જ ફિનાઈલ પીધું અને શરીર પર ચપ્પાના ઘા મારીને લોહીલુહાણ હાલતમાં કાકાને ફોન કર્યો હતો. તેનો આશય પરિવારનું ધ્યાન પ્રેમ સંબંધ પરથી હટાવીને હુમલાખોરો તરફ વાળવાનો હતો. જોકે, વડોદરા પોલીસની સતર્કતાએ ગણતરીના કલાકોમાં જ આ ખોટા કેસનો પર્દાફાશ કરી દીધો છે. આ કિસ્સો હાલમાં વાલીઓ અને યુવા પેઢી વચ્ચે સંવાદના અભાવ અને સોશિયલ મીડિયાના ખોટા પ્રભાવ પર ચર્ચા જગાવી રહ્યો છે.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં વાહનોના સતત વધતા ભારણ અને પાર્કિંગની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રાજમાર્ગો પર થતા આડેધડ પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા માટે પાલિકા તંત્રએ શહેરના વિવિધ ઝોનમાં કુલ 57 પ્લોટ્સની યાદી તૈયાર કરી છે. આ આયોજનની સૌથી મોટી રાહત એ છે કે, આ પૈકીના 50 પ્લોટ્સ પર નાગરિકો કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર મફતમાં પાર્કિંગ કરી શકશે. નવેમ્બર-2025માં જાહેર કરવામાં આવેલી હંગામી પાર્કિંગ પોલિસીના અમલીકરણના ભાગરૂપે આ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ સુવિધા ઉપલબ્ધ થયા બાદ હવે જો કોઈ વાહનચાલક જાહેર રોડ કે પ્રતિબંધિત જગ્યાએ પાર્કિંગ કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરી સીધો ઈ-મેમો ફાડવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે.
19 હજાર જેટલા વાહનોને મળશે વ્યવસ્થિત પાર્કિંગ
પાલિકાના સર્વે મુજબ, આ 57 પ્લોટ્સ અંદાજે 53,000 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે. આ નવી જગ્યાઓ કાર્યરત થવાથી શહેરના રસ્તાઓ પરથી અંદાજે 17,000 થી 19,000 ટુ-વ્હીલર વાહનોનું ભારણ ઘટશે. આ વાહનો વ્યવસ્થિત રીતે પ્લોટમાં પાર્ક થવાને કારણે મુખ્ય રસ્તાઓ ખુલ્લા થશે અને વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
શહેરના કયા વિસ્તારમાં ફ્રી પાર્કિંગની સુવિધા?
પાલિકાએ શહેરના ચારેય ઝોનમાં નીચે મુજબના મુખ્ય સ્થળોને પાર્કિંગ માટે ખુલ્લા મૂક્યા છે:
ગોત્રી-સેવાસી વિસ્તાર: હરિનગર બ્રિજ અને ગોત્રી બ્રિજની નીચે, તેમજ ક્રિસ્ટલ યજ્ઞપુરુષની સામેનો પ્લોટ.
વાસણા-ભાયલી રોડ: ભાયલી ફાયર સ્ટેશનની સામે, બ્રાઈટ સ્કૂલ અને ધ મધર્સ સ્કૂલની આસપાસના પ્લોટ્સ.
માંજલપુર-તરસાલી: આયુષ હોસ્પિટલની આગળ, તરસાલી ગુરુદ્વારા પાસે અને જાંબુઆ ચોકડી વિસ્તાર.
કારેલીબાગ-સમા: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સામે, આશીર્વાદ પાર્ટી પ્લોટ પાસે અને દર્શન હાઈવ્યૂ પાસેની જગ્યા.
અકોટા-તાંદલજા: મનીષા ચોકડી, આંબેડકર સર્કલ અને ચકલી સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારો પાસે પાર્કિંગ સુવિધા.
MSUમાં પ્લેસમેન્ટનો જોરદાર 'ધમધમાટ': કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીને મળ્યું 13.4 લાખનું પેકેજ, મિકેનિકલનો દબદબો
આ 7 સ્થળોએ લાગશે ચાર્જ (Pay & Park)
તંત્ર દ્વારા જાહેર કરાયેલા કુલ 57 પ્લોટ્સમાંથી 7 પ્લોટ્સ એવા છે જ્યાં વાહનચાલકોએ નિયત ચાર્જ ચૂકવવો પડશે. જેમાં નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ થાય છે:
અમિતનગર બ્રિજ નીચે
ફતેગંજ બ્રિજ નીચે
હરણી લેક ઝોન પાસે
ગોલ્ડન ચોકડી
તાંદલજા શાલિમાર ડુપ્લેક્સ પાસે
ન્યૂ સમા રોડ (જલારામ મંદિર પાસે)
ન્યૂ લહેરીપુરા રોડ
આ પણ વાંચો: વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી સિદ્ધિ : ધમધમતા વડસર રોડ પર માત્ર 2 કલાકમાં 40 મીટર લાંબો ગર્ડર લોન્ચ
ભીડભાડવાળા વિસ્તારોમાં સુવિધાનો અભાવ: ઉઠ્યા સવાલો
પાલિકાના આ નિર્ણયની પ્રશંસા થઈ રહી છે, પરંતુ સાથે જ કેટલીક ખામીઓ પણ સામે આવી છે. શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા અને હાર્દ સમાન ચાર દરવાજા વિસ્તાર, રાવપુરા, અલકાપુરી, દાંડિયાબજાર અને ફતેપુરામાં એકપણ ફ્રી પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યો નથી. ખાસ કરીને અલકાપુરી જેવા કોમર્શિયલ હબમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા નાગરિકો અને વેપારીઓમાં તંત્રની નીતિ સામે સવાલો ઉભા થયા છે.
વડોદરાવાસીઓ માટે હવે એ જરૂરી છે કે તેઓ ટ્રાફિક પોલીસની દંડનીય કાર્યવાહીથી બચવા માટે પાલિકા દ્વારા ફાળવવામાં આવેલા આ નિર્ધારિત પ્લોટ્સનો જ ઉપયોગ કરે.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર શિક્ષણ જગતમાં ચમકી છે. ખાસ કરીને ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2025-26 સોના જેવું સાબિત થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે આર્થિક ઉતાર-ચઢાવ અને જોબ માર્કેટમાં મંદીની અટકળો વચ્ચે પણ એમ.એસ. યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાના જોરે દેશ-વિદેશની ટોચની કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. એપ્રિલ 2026 સુધીના રિપોર્ટ મુજબ, કેમ્પસ પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓએ આકર્ષક પગાર સાથે પ્રતિષ્ઠિત હોદ્દાઓ હાંસલ કર્યા છે, જે યુનિવર્સિટીના ઉચ્ચ શૈક્ષણિક ધોરણો અને વિદ્યાર્થીઓની કૌશલ્યતાનો પુરાવો આપે છે.
કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીએ મારી મેદાન, 13.4 લાખનું હાઈએસ્ટ પેકેજ
પ્લેસમેન્ટ પ્રક્રિયાના આંકડાઓ પર નજર કરીએ તો, આ વર્ષે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. એક તેજસ્વી વિદ્યાર્થીને વાર્ષિક 13.4 લાખ રૂપિયાનું માતબર પેકેજ ઓફર કરવામાં આવ્યું છે, જે આ વર્ષનું સૌથી ઊંચું (Highest) પેકેજ છે. આ સિવાય ફેકલ્ટીનું સરેરાશ (Average) પેકેજ પણ 4.5 લાખ રૂપિયાની આસપાસ રહ્યું છે. આ વર્ષે કુલ 112 જેટલી મલ્ટીનેશનલ અને સ્થાનિક કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં આઇટી, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી સિદ્ધિ : ધમધમતા વડસર રોડ પર માત્ર 2 કલાકમાં 40 મીટર લાંબો ગર્ડર લોન્ચ
મિકેનિકલ એન્જિનિયરિંગમાં સૌથી વધુ ભરતી, 362 વિદ્યાર્થીઓને મળી જોબ
જો શાખાવાર વિગતો જોઈએ તો મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રોજગારી મેળવવામાં મોખરે રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 362 વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે, જેમાં એકલા મિકેનિકલ વિભાગના જ 106 વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓએ પણ નોંધપાત્ર સંખ્યામાં પ્લેસમેન્ટ મેળવ્યા છે. નોંધનીય છે કે આ વર્ષે કુલ 558 વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી અડધાથી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ પૂરું થાય તે પહેલા જ કારકિર્દીની સુરક્ષિત શરૂઆત કરી ચૂક્યા છે.
પ્લેસમેન્ટ રેશિયો 80 ટકાએ પહોંચવાની આશા, ગત વર્ષ કરતા 10% નો વધારો
યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્લેસમેન્ટ પ્રક્રિયા હજુ પણ પૂરી થઈ નથી. આગામી દિવસોમાં વધુ કેટલીક નામી કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યુ માટે આવવાની છે. ફેકલ્ટીના સત્તાધીશો આશા વ્યક્ત કરી રહ્યા છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં કુલ પ્લેસમેન્ટ રેશિયો 80 ટકા સુધી પહોંચી શકે છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે પ્લેસમેન્ટમાં અંદાજે 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે યુનિવર્સિટીના પ્લેસમેન્ટ સેલની મહેનત અને ઉદ્યોગો સાથેના મજબૂત સંબંધો સૂચવે છે.
આ પણ વાંચો:વડોદરા મનપા ચૂંટણી બાદ કોર્ટમાં ઘમાસાણ : વોર્ડ નં.1 ના પરિણામ સામે કોંગ્રેસ નેતા અમી રાવતની પિટિશન, 17 પક્ષકારોને નોટિસ
વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉજ્જવળ ભવિષ્યના સંકેત
MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં આ શાનદાર પ્લેસમેન્ટને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વડોદરાના ટેકનિકલ ક્ષેત્ર માટે આ એક મહત્વની સિદ્ધિ માનવામાં આવે છે. પ્લેસમેન્ટ ઓફિસરોનું કહેવું છે કે વિદ્યાર્થીઓ માટે ઈન્ડસ્ટ્રી-રેડી સ્કીલ્સ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેનું પરિણામ આજે આટલા મોટા પેકેજ અને રેકોર્ડબ્રેક પ્લેસમેન્ટ સ્વરૂપે જોવા મળી રહ્યું છે.
Vadodara News: ભારતના મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વડોદરા ખાતે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા વડસર રોડ ઓવર બ્રિજ (ROB) પર 40 મીટર લાંબા ગર્ડરને 'ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ' (FSLM) દ્વારા સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કામગીરી તેની જટિલતા અને ચોકસાઈને કારણે એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો સાબિત થઈ છે.
વડોદરા મનપા ચૂંટણી બાદ કોર્ટમાં ઘમાસાણ : વોર્ડ નં.1 ના પરિણામ સામે કોંગ્રેસ નેતા અમી રાવતની પિટિશન, 17 પક્ષકારોને નોટિસ
પડકારજનક લોકેશન અને કામગીરી
આ કામગીરી જે સ્થળે કરવામાં આવી તે વિસ્તાર ટ્રાફિકની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. વડસર રોડ ઓવર બ્રિજ નીચેથી દરરોજ 100થી વધુ ટ્રેનો પસાર થાય છે. 70,000 થી વધુ વાહનોની અવરજવર રહે છે. આવા વ્યસ્ત શહેરી કોરિડોર પર કામ કરવું એ નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) માટે મોટો પડકાર હતો. જનજીવનને ન્યૂનતમ અસર થાય તે રીતે આટલા વિશાળ ગર્ડરને લોન્ચ કરવો એ ટેકનિકલ કૌશલ્યની કસોટી હતી.
વડોદરા બનશે પ્રદૂષણ મુક્ત! : VMC એ મેદાનમાં ઉતાર્યું ‘મિસ્ટ કેનન’, હવે હવામાં ઉડતી ધૂળનો આવશે અંત
માત્ર 133 મિનિટમાં મિશન પૂર્ણ
સામાન્ય રીતે આવા મોટા ગર્ડર લોન્ચિંગમાં લાંબો સમય લાગતો હોય છે, પરંતુ આધુનિક ટેકનોલોજી અને પૂર્વ-આયોજનને કારણે આ જટિલ પ્રક્રિયા માત્ર 2 કલાક અને 13 મિનિટમાં પૂર્ણ કરી લેવામાં આવી હતી. આ ઝડપી કામગીરીને કારણે રેલવે ટ્રાફિક અને રોડ ટ્રાફિક પર બ્લોકની અસર નહિવત રહી હતી.
શું છે FSLM ટેકનોલોજી?
'ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ' (FSLM) એ ગર્ડર લોન્ચ કરવાની સૌથી ઝડપી પદ્ધતિઓમાંની એક છે. આમાં આખા સ્પાનને અગાઉથી તૈયાર કરીને મશીનરી દ્વારા સીધો જ પિલર પર ગોઠવવામાં આવે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આ પદ્ધતિનો ઉપયોગ કામની ગતિ વધારવા માટે કરવામાં આવી રહ્યો છે.
PM મોદીનો ગુજરાત પ્રવાસ : જામનગરમાં રોશનીનો શણગાર અને વડોદરામાં ભવ્ય રોડ-શોનું કાઉન્ટડાઉન શરૂ, જાણો વડાપ્રધાનનો સમગ્ર શિડ્યુલ
વડોદરામાં થયેલું આ સફળ લોન્ચિંગ એ વાતની પ્રતીતિ કરાવે છે કે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હવે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ અને અત્યંત સચોટતાથી આગળ વધી રહ્યા છે. આગામી સમયમાં વડોદરા બુલેટ ટ્રેન નેટવર્કનું એક મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, ત્યારે આ સફળતા પ્રોજેક્ટ માટે એક નવો માઇલસ્ટોન સાબિત થશે.
Vadodara News: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ હવે કાયદાકીય જંગ છેડાયો છે. શહેરના વોર્ડ નં. 1 ના પરિણામોમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના અગ્રણી નેતા અમી રાવતે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આ પિટિશનને ગ્રાહ્ય રાખતા પ્રિન્સિપાલ સિવિલ સિનિયર જજે રાજ્ય ચૂંટણી કમિશનર, જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સહિત કુલ 17 પક્ષકારોને નોટિસ ફટકારી છે.
ગાંધીનગરનો યુવક 'મોયા મોયા' બીમારીનો શિકાર : આયુર્વેદિક સારવાર બાદ ફરી ચાલતો થતા પરિવારને બંધાઈ નવી આશ
પરિણામ પત્રકમાં ચેડાંનો ગંભીર આક્ષેપ
અમી રાવત દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનમાં જણાવાયું છે કે, વોર્ડ નં. 1 ની ચૂંટણી બાદ જ્યારે પ્રથમ આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે તેઓ વિજેતા જાહેર થયા હતા. જોકે, આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્યારબાદ ચૂંટણી અધિકારીએ સત્તાનો દુરુપયોગ કરી પરિણામના સત્તાવાર પત્રકમાં ગેરકાયદેસર રીતે ચેડાં કર્યા હતા. આ મેનીપ્યુલેશનને કારણે વિજેતા ઉમેદવારનું પરિણામ બદલાઈ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રિકાઉન્ટિંગની માંગ
પિટિશનમાં મુખ્યત્વે બે માંગણીઓ કરવામાં આવી છે.  વોર્ડ નં. 1 ના તમામ મતોનું ફરીથી નિષ્પક્ષ રીતે રિકાઉન્ટિંગ (પુનઃ મતગણતરી) કરવામાં આવે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાળવવામાં આવેલા રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે.
PM મોદીનો ગુજરાત પ્રવાસ : જામનગરમાં રોશનીનો શણગાર અને વડોદરામાં ભવ્ય રોડ-શોનું કાઉન્ટડાઉન શરૂ, જાણો વડાપ્રધાનનો સમગ્ર શિડ્યુલ
કોર્ટની કાર્યવાહી
આ મામલે સુનાવણી હાથ ધરતા પ્રિન્સિપાલ સિવિલ સિનિયર જજે મામલાની ગંભીરતાને ધ્યાને લીધી છે. કોર્ટે આ પ્રક્રિયામાં સંકળાયેલા તમામ જવાબદાર અધિકારીઓ અને સામેના પક્ષના વિજેતા ઉમેદવારો સહિત 17 જણાને નોટિસ પાઠવી છે. આ કેસની આગામી સુનાવણીમાં ચૂંટણી અધિકારીએ રજૂ કરેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જો આ આક્ષેપો સાબિત થશે, તો વડોદરા મહાનગરપાલિકાના રાજકારણમાં મોટો ભૂકંપ આવી શકે તેમ છે. હાલમાં આ કાયદાકીય લડાઈએ શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના આકાશમાં છવાયેલી ધૂળ અને પ્રદૂષણના ધુમ્મસ સામે હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ આધુનિક શસ્ત્ર ઉઠાવ્યું છે. શહેરમાં ચાલતા બાંધકામો અને વાહનોના ધુમાડાને કારણે બગડતી હવાની ગુણવત્તાને સુધારવા માટે તંત્ર દ્વારા ‘મિસ્ટ કેનન’ (Anti-Smog Gun) ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ અદ્યતન ટેકનોલોજી દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો સૂક્ષ્મ છંટકાવ કરીને હવામાં તરતા હાનિકારક રજકણોને નાથવામાં આવશે. આ પ્રયોગથી વડોદરાવાસીઓને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા મળે તે દિશામાં એક મહત્વનું ડગલું ભરવામાં આવ્યું છે.
શું છે ‘મિસ્ટ કેનન’ ટેકનોલોજી અને તે કેવી રીતે કામ કરે છે?
વિદેશી દેશો અને ભારતના મેટ્રો શહેરોમાં સફળ રહ્યા બાદ હવે વડોદરામાં આ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરાયો છે. આ મશીન ટ્રક પર સવાર એક વિશાળ ગન જેવું હોય છે, જે હવામાં 40 થી 50 ફૂટની ઊંચાઈ સુધી પાણીના અતિ સૂક્ષ્મ ટીપાંનો ફુવારો ફેંકે છે. આ પાણીના કણો હવામાં રહેલા PM 2.5 અને PM 10 જેવા ઝેરી રજકણો સાથે જોડાઈ જાય છે અને તેને ભારે બનાવીને જમીન પર બેસાડી દે છે. આ પ્રક્રિયાથી ધૂળની ડમરીઓ શાંત થાય છે અને હવાનું પ્રદૂષણ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
PM મોદીનો ગુજરાત પ્રવાસ: જામનગરમાં રોશનીનો શણગાર અને વડોદરામાં ભવ્ય રોડ-શોનું કાઉન્ટડાઉન શરૂ, જાણો વડાપ્રધાનનો સમગ્ર શિડ્યુલ
વધતા રોગચાળા અને પ્રદૂષણ સામે VMCનો આક્રમક અભિગમ
વડોદરામાં હાલમાં ઠેર-ઠેર ફ્લાયઓવર અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ કાર્યરત છે. સતત ચાલતા ખોદકામ અને પૂરપાટ દોડતા ટ્રાફિકને લીધે શહેરના વાતાવરણમાં ધૂળનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું હતું. આ પ્રદૂષિત હવાને કારણે શહેરીજનોમાં અસ્થમા, શ્વાસનળીના સોજા અને આંખોમાં બળતરા જેવી બીમારીઓ વધી રહી હતી. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ આ મશીનનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું, જે સંપૂર્ણ સફળ રહ્યું છે.
વડોદરામાં રફ્તારનો કહેર: બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા હવામાં ફંગોળાઈને પલટી ખાઈ ગઈ, કંપારી છૂટી જાય તેવા CCTV આવ્યા સામે
પ્રદૂષિત 'હોટસ્પોટ્સ' પર રહેશે બાજ નજર
તંત્ર દ્વારા શહેરના એવા વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે જ્યાં સૌથી વધુ પ્રદૂષણ નોંધાય છે. ખાસ કરીને ગેંડા સર્કલ, ચકલી સર્કલ અને જ્યાં ફ્લાયઓવરની કામગીરી ચાલુ છે તેવા વિસ્તારોમાં આ મિસ્ટ કેનન મશીનનો નિયમિત ઉપયોગ કરવામાં આવશે. લાંબા અંતર સુધી પાણીનો છંટકાવ કરવાની ક્ષમતા ધરાવતું આ મશીન ટ્રાફિક જંકશન પર ઉડતી ધૂળને કાબૂમાં લેવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
વડોદરામાં જામશે ક્રિકેટનો મહાસંગ્રામ!: ભારત-ઝિમ્બાબ્વે વન-ડે શ્રેણી માટે કોટંબી સ્ટેડિયમ સજ્જ, ચાહકોમાં ઉત્સાહની લહેર!
સ્વચ્છ વડોદરાની દિશામાં વધુ એક ડગલું
ડેમોના સફળ પરીક્ષણ બાદ હવે આગામી દિવસોમાં આ મશીન શહેરના માર્ગો પર નિયમિતપણે દોડતું જોવા મળશે. કોર્પોરેશનના આ નવતર પ્રયોગથી શહેરનું પર્યાવરણ સંતુલિત રહેશે અને વડોદરા ‘સ્વચ્છ હવા, શુદ્ધ હવા’ ના લક્ષ્યાંક તરફ આગળ વધશે. નાગરિકોએ પણ તંત્રના આ નિર્ણયને આવકાર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે આનાથી શહેરની આબોહવા વધુ શુદ્ધ બનશે.
ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટે રાજ્યના મહાનગરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના પ્રવાસને લઈને વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જામનગર શહેરને દુલ્હનની જેમ લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે, તો બીજી તરફ સંસ્કારી નગરી વડોદરામાં વડાપ્રધાનના ભવ્ય રોડ-શો માટેના આયોજનોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન PM મોદી અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે, જેનાથી ગુજરાતની વિકાસયાત્રાને વધુ વેગ મળશે.
જામનગરમાં દિવાળી જેવો માહોલ: રોશનીથી ઝળહળી ઉઠ્યું 'છોટા કાશી'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા માટે જામનગર શહેર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો, સરકારી ઇમારતો અને સર્કલોને આકર્ષક રોશનીથી ઝળહળતા કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જામનગરના ઐતિહાસિક સ્થાનો અને મુખ્ય ચોક પર કરવામાં આવેલી લાઈટિંગ નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તંત્ર દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સમગ્ર શહેર પર નજર રાખવામાં આવી રહી છે. જામનગરના લોકો પોતાના લોકપ્રિય નેતાને આવકારવા માટે અત્યંત આતુર છે.
આ પણ વાંચો: PM મોદી બનશે વડોદરાના મહેમાન : જાણો 11મી તારીખે શું છે વડાપ્રધાનનો મિનિટ-ટુ-મિનિટ પ્રોગ્રામ અને કયા માર્ગો રહેશે બંધ?
જામનગરના સર્કિટ હાઉસમાં કરશે રાત્રિ રોકાણ
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન જામનગરમાં ભવ્ય રાત્રિ રોકાણ (Night Stay) કરવાના છે, જેને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના સર્કિટ હાઉસ (Circuit House) ‘રંગમતી ભવન’ને રિનોવેશન કરીને એકદમ આધુનિક લુક (Modern Look) આપવામાં આવ્યો છે. પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના સમગ્ર માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત મોનિટરિંગ (Monitoring) કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ પ્રકારની ઉણપ ન રહે.
વડોદરામાં ભવ્ય રોડ-શોનું આયોજન: ઈસ્ટ ઝોનથી સરદારધામ સુધી કેસરીયો માહોલ
વડોદરામાં પણ વડાપ્રધાનના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના પૂર્વ વિસ્તાર (East Zone) થી લઈને સરદારધામ સુધી એક ભવ્ય રોડ-શો યોજવાની યોજના છે. આ રોડ-શોના રૂટ પર ઠેર-ઠેર સ્વાગત સ્ટેજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેવી શક્યતા છે. વડોદરાના માર્ગો પર વડાપ્રધાનના સ્વાગતના મોટા હોર્ડિંગ્સ અને બેનરો લગાવી દેવામાં આવ્યા છે.
એરપોર્ટથી અણખોલ સુધીનો રૂટ થશે ઝાકઝમાળ
વડાપ્રધાનના રોડ શોના રૂટને આકર્ષક બનાવવા માટે પાલિકાના વિવિધ વિભાગો રાત-દિવસ એક કરી રહ્યા છે. એરપોર્ટથી લઈને સરદારધામ સંકુલ સુધીના સમગ્ર માર્ગ પર સઘન સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. માર્ગોની મરામત, ડિવાઈડરનું ક્લીનિંગ અને કલરકામ કરવાની સાથે સમગ્ર રૂટ પર વિવિધ થીમ આધારિત રોશની કરવામાં આવશે. વધુમાં, માર્ગો પર આકર્ષક પ્લાન્ટેશન, વૃક્ષોનું ટ્રિમિંગ અને બ્રાન્ડિંગ દ્વારા શહેરને નવો લુક આપવામાં આવી રહ્યો છે. દબાણ હટાવવા અને ડ્રેનેજ લાઈનોની ચકાસણી જેવી પાયાની કામગીરી પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
વિકાસ કાર્યોની ભેટ: અનેક પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ
આ પ્રવાસ માત્ર સ્વાગત પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગુજરાતને કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ પણ મળવાની છે. વડાપ્રધાન જામનગર અને વડોદરામાં વિવિધ જનહિતના પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરશે. આમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્યને લગતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. PM મોદીની આ મુલાકાત આગામી ચૂંટણીલક્ષી ગણિત અને સંગઠનની મજબૂતી માટે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વડોદરામાં રફ્તારનો કહેર : બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા હવામાં ફંગોળાઈને પલટી ખાઈ ગઈ, કંપારી છૂટી જાય તેવા CCTV આવ્યા સામે
ટ્રાફિક અને પાર્કિંગ માટે ખાસ આયોજન
વડાપ્રધાનના કાર્યક્રમમાં લાખોની મેદની ઉમટી પડવાની શક્યતાને જોતા ટ્રાફિક વ્યવસ્થા જાળવવી એ તંત્ર માટે મોટો પડકાર છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું છે. કાર્યક્રમ સ્થળની આસપાસ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી નાગરિકોને કોઈ અગવડ ન પડે. અધિકારીઓને ફિલ્ડમાં રહીને જ તમામ કામગીરીનું સીધું સુપરવિઝન કરવા સૂચના અપાઈ છે.
સુરક્ષા અને પ્રોટોકોલ: તંત્ર હાઈ એલર્ટ પર
વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને SPG (Special Protection Group) અને ગુજરાત પોલીસ દ્વારા કિલ્લેબંધી કરવામાં આવી છે. જે રૂટ પરથી વડાપ્રધાન પસાર થવાના છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે ટ્રાફિક ડાયવર્ઝનના પ્લાન પણ જાહેર કરવામાં આવ્યા છે. વડાપ્રધાનના સ્વાગત માટે સમગ્ર ગુજરાતમાં અત્યારે 'મોદીમય' વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના માર્ગો પર અત્યારે સ્પીડનું ભૂત સવાર હોય તેવું લાગી રહ્યું છે. શહેરના સૌથી લાંબા અને આધુનિક ગણાતા અટલ બ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગેંડા સર્કલથી ગોત્રી તરફના રૂટ પર બે કાર વચ્ચે થયેલી આ ટક્કર એટલી પ્રચંડ હતી કે એક કાર રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે બ્રિજ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક ચમત્કાર સમાન છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત? સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાઈ તબાહી
પ્રાપ્ત વિગતો અનુસાર, એક સફેદ રંગની કારના ચાલકે પૂરપાટ ઝડપે ગાડી હંકારતા અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર અનિયંત્રિત બનીને પહેલા બ્રિજની સંરક્ષણ દિવાલ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. દિવાલ સાથેની ટક્કર બાદ કાર બાજુમાં ચાલી રહેલી બીજી કાર પર ધસી ગઈ હતી અને તેના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ ઈમ્પેક્ટ એટલી તેજ હતી કે બીજી કાર હવામાં ફંગોળાઈને રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: વડોદરાના મોતના રસ્તાઓનું લીસ્ટ, અત્યાર સુધી 26નો લેવાઈ ચૂક્યો છે ભોગ : આ જગ્યાઓ પરથી નીકળવાનું થાય તો મનમાં શરૂ કરી દેજો મહામૃત્યુંજય જાપ
CCTV ફૂટેજમાં કેદ થયો મોતનો લાઈવ ખેલ
આ સમગ્ર અકસ્માતની ઘટના બ્રિજ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજ જોઈને કોઈપણ વ્યક્તિના રુંવાડા ઉભા થઈ જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે એક કાર લથડિયું ખાઈને બીજી કારને અડફેટે લે છે અને ક્ષણવારમાં જ લોખંડનો મોટો ઢગલો જમીનદોસ્ત થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે, જે સ્પીડ પર નિયંત્રણ રાખવા માટેની ચેતવણી આપી રહ્યો છે.
"ભગવાનની દયાથી અમે બચી ગયા" – ભોગ બનનાર ચાલકની આપવીતી
જે કાર પલટી ખાઈ ગઈ હતી તેના ચાલક મિતુલભાઈએ ધ્રૂજતા અવાજે જણાવ્યું હતું કે, "અમે અમારી મર્યાદિત ગતિમાં જઈ રહ્યા હતા. ત્યારે અમારી આગળ જતી કાર અચાનક અનિયંત્રિત થઈ હતી. તે ગાડી દિવાલ સાથે ભટકાઈને સીધી અમારી સાઈડમાં આવી હતી. અમને વિચારવાનો પણ સમય ન મળ્યો અને જોતજોતામાં અમારી ગાડી પલટી ખાઈ ગઈ. ગાડીને મોટું નુકસાન થયું છે પણ ઈશ્વરની કૃપા છે કે અમને કોઈ મોટી ઈજા થઈ નથી."
આ પણ વાંચો: વડોદરામાં જામશે ક્રિકેટનો મહાસંગ્રામ! : ભારત-ઝિમ્બાબ્વે વન-ડે શ્રેણી માટે કોટંબી સ્ટેડિયમ સજ્જ, ચાહકોમાં ઉત્સાહની લહેર!
બ્રિજ પર ટ્રાફિકના દ્રશ્યો અને પોલીસની કામગીરી
અકસ્માતને કારણે અટલ બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ગોરવા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ટ્રાફિક હળવો કરવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી અને પલટી ગયેલી કારને સીધી કરી રસ્તાની બાજુ પર ખસેડવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને અકસ્માત સર્જનાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Women's ODI Series 2026: ગુજરાતના ક્રિકેટપ્રેમીઓ માટે ફરી એકવાર ગર્વ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓક્ટોબર 2026માં ઝિમ્બાબ્વે સામેની વન-ડે શ્રેણી માટે વડોદરાના આધુનિક કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેદાનમાં ઉતરશે. હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાની લોકપ્રિયતા વચ્ચે હવે વડોદરા આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ઝિમ્બાબ્વે મહિલા ટીમના ભારત પ્રવાસના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત થતાં જ ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન બંને ટીમો વચ્ચે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમાશે. ખાસ વાત એ છે કે વન-ડે શ્રેણીની ત્રણેય મેચો વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે.
તાજેતરના વર્ષોમાં મહિલા ક્રિકેટની લોકપ્રિયતા ભારતમાં ઝડપથી વધી રહી છે. વુમન્સ પ્રીમિયર લીગ (WPL) અને ભારતીય મહિલા ટીમના સતત સારા પ્રદર્શનના કારણે હવે મહિલા ક્રિકેટને પુરુષ ક્રિકેટ જેટલો જ પ્રતિસાદ મળવા લાગ્યો છે. આવી સ્થિતિમાં વડોદરામાં યોજાનારી આ શ્રેણી માત્ર ક્રિકેટ ઇવેન્ટ નહીં પરંતુ ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની રહી છે.
રાયપુરથી થશે શ્રેણીની શરૂઆત
ભારત-ઝિમ્બાબ્વે મહિલા શ્રેણીની શરૂઆત છત્તીસગઢના રાયપુર શહેરથી થશે. અહીં બંને ટીમો વચ્ચે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. સાંજે 7 વાગ્યે શરૂ થનારી આ મેચો રોમાંચક બનવાની અપેક્ષા છે.
T20I શ્રેણીનું સંપૂર્ણ શિડ્યુલ
પહેલી T20I – 16 ઓક્ટોબર, 2026
બીજી T20I – 18 ઓક્ટોબર, 2026
ત્રીજી T20I – 20 ઓક્ટોબર, 2026
T20 શ્રેણી પૂર્ણ થયા બાદ બંને ટીમો સીધી વડોદરા પહોંચશે, જ્યાં વન-ડે શ્રેણી માટે તૈયારી કરવામાં આવશે.
વડોદરાનું કોટંબી સ્ટેડિયમ ફરી બનશે આકર્ષણનું કેન્દ્ર
વડોદરાનું કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના મહત્વપૂર્ણ ક્રિકેટ વેન્યૂ તરીકે ઉભરી આવ્યું છે. આધુનિક સુવિધાઓ, વિશાળ બેઠક વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય ધોરણની પિચના કારણે આ સ્ટેડિયમ ખેલાડીઓ અને પ્રેક્ષકો બંનેમાં લોકપ્રિય બન્યું છે.
અગાઉ અહીં ભારતીય મહિલા ટીમની મેચો ઉપરાંત વુમન્સ પ્રીમિયર લીગની કેટલીક મહત્વપૂર્ણ મેચો પણ રમાઈ હતી. તે સમયે મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ હવે ફરી એકવાર વડોદરાને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની યજમાની મળી રહી છે.
સ્થાનિક ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્ટેડિયમમાં બેઠકો, લાઇટિંગ, સુરક્ષા અને દર્શકોની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બપોરે 2 વાગ્યાથી શરૂ થનારી ODI મેચો ડે-નાઈટ જેવી પરિસ્થિતિમાં રમાશે, જેના કારણે સાંજના સમયમાં પણ મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટી પડે તેવી સંભાવના છે.
હરમનપ્રીત અને સ્મૃતિ પર રહેશે નજર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટની સૌથી મજબૂત ટીમોમાંથી એક માનવામાં આવે છે. અનુભવી હરમનપ્રીત કૌર વન-ડે ટીમનું નેતૃત્વ સંભાળશે, જ્યારે સ્મૃતિ મંધાના T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે.
હરમનપ્રીતની આક્રમક બેટિંગ અને નેતૃત્વ ક્ષમતા ભારતીય ટીમ માટે મોટી તાકાત છે. બીજી તરફ સ્મૃતિ મંધાના પોતાના આકર્ષક સ્ટ્રોકપ્લે અને સતત પ્રદર્શન માટે જાણીતી છે. બંને ખેલાડીઓના મેદાન પરના પ્રદર્શનને જોવા માટે ક્રિકેટપ્રેમીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સંતુલન પણ આ શ્રેણીને વધુ રસપ્રદ બનાવશે. ઝિમ્બાબ્વે મહિલા ટીમ હાલમાં વિકાસના તબક્કામાં છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે પોતાના રમતમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. તેથી ભારત માટે આ શ્રેણી માત્ર ઔપચારિકતા નહીં પરંતુ આગામી મોટા ટૂર્નામેન્ટ્સ માટે મહત્વપૂર્ણ તૈયારી સાબિત થઈ શકે છે.
ODI શ્રેણીનું સંપૂર્ણ શિડ્યુલ – વડોદરા
સ્થળ: કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, વડોદરા
સમય: બપોરે 2:00 વાગ્યે
પહેલી ODI – 23 ઓક્ટોબર, 2026
બીજી ODI – 25 ઓક્ટોબર, 2026
ત્રીજી ODI – 28 ઓક્ટોબર, 2026
ત્રણેય મેચો દરમિયાન સ્ટેડિયમમાં ભારે ભીડ ઉમટી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતના યુવા ક્રિકેટરસિકો અને મહિલા ક્રિકેટને નજીકથી જોવાની ઇચ્છા ધરાવતા પરિવાર માટે આ શ્રેણી ખાસ આકર્ષણ બની શકે છે.
મહિલા ક્રિકેટ માટે ગુજરાતમાં વધતી લોકપ્રિયતા
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં મહિલા ક્રિકેટ પ્રત્યેનો રસ નોંધપાત્ર રીતે વધ્યો છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં હવે મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ્સ અને એકેડેમીઓની સંખ્યા વધી રહી છે. WPL બાદ અનેક યુવા ખેલાડીઓ મહિલા ક્રિકેટ તરફ આકર્ષાઈ રહી છે.
વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા મેચો યોજાવાથી સ્થાનિક સ્તરે પણ ખેલાડીઓને પ્રેરણા મળશે. નાના શહેરોની દીકરીઓ માટે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને નજીકથી જોવાનો અને તેમની રમતમાંથી શીખવાનો આ મોટો અવસર સાબિત થઈ શકે છે.
IPLમાં ખેલાડીઓની ગર્લફ્રેન્ડ્સની એન્ટ્રી પર લાગશે પ્રતિબંધ?: BCCI લાગુ કરવા જઈ રહ્યું છે કડક નિયમ
આ શ્રેણી શા માટે મહત્વપૂર્ણ છે?
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આગામી વૈશ્વિક ટૂર્નામેન્ટ્સને ધ્યાનમાં રાખીને પોતાની બેન્ચ સ્ટ્રેન્થ અને કોમ્બિનેશન મજબૂત કરવા માગે છે. ઝિમ્બાબ્વે સામેની આ હોમ શ્રેણી ટીમ મેનેજમેન્ટ માટે નવા ખેલાડીઓને તક આપવાની અને મુખ્ય ખેલાડીઓના ફોર્મનું મૂલ્યાંકન કરવાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેશે.
બીજી તરફ વડોદરા માટે આ શ્રેણી શહેરની રમતગમત ઓળખને વધુ મજબૂત બનાવશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇવેન્ટ્સના કારણે સ્થાનિક અર્થતંત્ર, હોટેલ ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને પણ ફાયદો થવાની શક્યતા છે.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં રોડ સેફ્ટીને લઈને અત્યંત ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા જોખમી 'બ્લેક સ્પોટ' પર થયેલા અકસ્માતોમાં કુલ 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ ટ્રાફિક પોલીસના સર્વેમાં બહાર આવ્યું છે કે શહેરના 11 જેટલા સ્થળો એવા છે જ્યાં વારંવાર અકસ્માતો સર્જાય છે. આ વિસ્તારો હવે વાહનચાલકો માટે 'મૃત્યુના ફાંસા' સમાન બની ગયા છે.
વધતા ટ્રાફિક અને રસ્તાઓની ખામીયુક્ત ડિઝાઈનને કારણે અકસ્માતોનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા અનેકવાર દાવો કરવામાં આવે છે કે, અકસ્માતો ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. દર વર્ષે અનેક પરિવારો પોતાના સ્વજનોને આ જીવલેણ રસ્તાઓ પર ગુમાવી રહ્યા છે. આ અહેવાલમાં વડોદરાના એવા વિસ્તારોની વિગતવાર માહિતી આપવામાં આવી છે જે અકસ્માત ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
વડોદરાના 11 'બ્લેક સ્પોટ' જ્યાં કાળ પંજો ફેલાવીને બેઠો છે
ટ્રાફિક વિભાગના ડેટા મુજબ, શહેરમાં એવા 11 મુખ્ય સ્થળો છે, જ્યાં સૌથી વધુ જીવલેણ અકસ્માતો નોંધાયા છે. આ સ્થળોમાં ગોલ્ડન ચોકડી, દુમાડ ચોકડી, સમા-સાવલી રોડ, અને તરસાલી બાયપાસ જેવા વ્યસ્ત વિસ્તારોનો સમાવેશ થાય છે. આ બ્લેક સ્પોટ્સ પર ખાસ કરીને રાત્રિના સમયે અને વહેલી સવારે મોટા વાહનોની અવરજવર દરમિયાન અકસ્માતની શક્યતા વધી જાય છે.
વડોદરામાં દેવ નદીનાં કિનારે બની ખતરનાક ઘટના: 22 વર્ષના યુવકને જીવતા ખેંચી ગયો મગર
3 વર્ષમાં 26 મોત: તંત્રની નિષ્ફળતા કે વાહનચાલકોની બેદરકારી?
છેલ્લા 36 મહિનાના આંકડા દર્શાવે છે કે આ 11 સ્થળો પર કુલ 26 લોકોના કરુણ મોત નીપજ્યા છે. નિષ્ણાંતોના મતે, રસ્તાઓ પર પ્રોપર સાઈન બોર્ડનો અભાવ, સ્ટ્રીટ લાઈટની કમી અને રસ્તાઓનું ખામીયુક્ત એન્જિનિયરિંગ આ અકસ્માતો માટે મુખ્યત્વે જવાબદાર છે. વહીવટી તંત્ર દ્વારા 'બ્લેક સ્પોટ' સુધારવાની કામગીરી કાચબા ગતિએ ચાલી રહી છે, જેને પરિણામે અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા.
2 કરોડની કરન્સી લૂંટનું કાવતરું ખુલ્લું પડ્યું: આણંદથી મિત્રો બોલાવી વેપારીની આંખમાં મરચું નાખનાર સુરજ સલાટ જેલભેગો
કયા વિસ્તારમાં સૌથી વધુ જોખમ?
સૌથી વધુ અકસ્માતો હાઈવેને જોડતી ચોકડીઓ પર થાય છે. ગોલ્ડન ચોકડી અને દુમાડ ચોકડી પાસે મિક્સ ટ્રાફિક (ભારે વાહનો અને ટુ-વ્હીલર) ને કારણે નાના વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. પોલીસ રિપોર્ટ મુજબ, ઘણા કિસ્સાઓમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવું અથવા ઓવરસ્પીડિંગ પણ કારણભૂત હોય છે, પરંતુ રસ્તાની ખરાબ હાલતને પણ અવગણી શકાય તેમ નથી.
વડોદરામાં 'રક્ષક જ ભક્ષક' બન્યા: પોલીસકર્મીઓ પર યુવકને માર મારવાનો આક્ષેપ
નિવારણ માટે શું કરવું જોઈએ?
શહેરના જાગૃત નાગરિકો અને રોડ સેફ્ટી એક્સપર્ટ્સનું માનવું છે કે માત્ર બ્લેક સ્પોટ જાહેર કરવાથી કંઈ નહીં વળે. તંત્રએ તાત્કાલિક ધોરણે નીચે મુજબના પગલાં લેવા જોઈએ:
જોખમી વળાંકો પર રિફ્લેક્ટર અને સાઈન બોર્ડ લગાવવા.
હાઈવે ક્રોસિંગ પર ઝીબ્રા ક્રોસિંગ અને ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા કરવી.
બ્લેક સ્પોટ તરીકે ઓળખાયેલા રસ્તાઓનું રી-ડિઝાઈનિંગ કરવું.
રાત્રિના સમયે પૂરતી સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવી.
વડોદરા શહેરમાં ઈમિગ્રેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલું એક મોટું  કૌભાંડ સામે આવ્યું છે જેમાં નકલી વિઝા અને વર્ક પરમિટના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને અકોટા ખાતે ઈમિગ્રેશન કન્સલ્ટન્સી ચલાવતા વેપારીને નોઈડાના એક ભેજાબાજે પોતાના જાળમાં ફસાવી આશરે ₹70 લાખની ઠગાઈ આચરી છે. ‘જીયા ઈમિગ્રેશન’ નામે ઓફિસ ચલાવતા મેહુલભાઈ અરવિંદભાઈ પટેલને જાન્યુઆરી 2025માં વિદેશી નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાનું નામ અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી પટેલ હોવાનું જણાવ્યું હતું અને પોતે એક અનુભવી ઈમિગ્રેશન એક્સપર્ટ હોવાનો દાવો કર્યો હતો. તેણે ફિનલેન્ડ અને આલ્બેનિયા માટે સરળતાથી વર્ક પરમિટ વિઝા અપાવવાની ખાતરી આપી વિશ્વાસ ઉભો કર્યો હતો.
વીડિયો કોલથી વિશ્વાસ જીતાયો
વીડિયો કોલ અને સતત સંપર્ક દ્વારા આરોપીએ મેહુલભાઈનો વિશ્વાસ જીત્યો હતો. તેના વિશ્વાસમાં આવીને મેહુલભાઈએ પોતાના ગ્રાહકો માટે વિઝા પ્રક્રિયા શરૂ કરી. કુલ 16 ગ્રાહકો પાસેથી વર્ક પરમિટ માટે નાણાં એકત્રિત કર્યા હતા. જેમાં તેમના પોતાના 10 અને અન્ય એજન્ટોના 6 ગ્રાહકો સામેલ હતા. આ સમગ્ર પ્રક્રિયામાં આલ્બેનિયા માટે 4 ગ્રાહકો પાસેથી અંદાજે ₹18 લાખ અને ફિનલેન્ડ માટે 6 ગ્રાહકો પાસેથી ₹39 લાખ વસૂલવામાં આવ્યા હતા. અન્ય એજન્ટોના ગ્રાહકો સહિત કુલ રકમ ₹78 લાખ સુધી પહોંચી હતી. આરોપીના કહેવા પ્રમાણે એપ્રિલથી ઓગસ્ટ 2025 વચ્ચે આશરે ₹70 લાખ આંગડીયા મારફતે દિલ્હીના સરનામે મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાચો: જેલની સીમામાં જન્મેલો એક અનોખો સંબંધ : દુનિયાએ રોક્યો ઘણો પણ દિલે ક્યારેય ના માન્યા બંધન, જાણો અજબ પ્રેમની ગજબ કહાની
નકલી ડોક્યુમેન્ટ્સથી ભાંડો ફૂટ્યો
નાણાં મેળવ્યા બાદ આરોપીએ મેહુલભાઈને વોટ્સએપ મારફતે વિઝા, વર્ક પરમિટ, ઓફર લેટર અને એમ્બેસીની ફી ભર્યાની રસીદો મોકલી આપી હતી. આ ડોક્યુમેન્ટ્સ દેખાવમાં અસલી લાગતાં હતાં, જેના કારણે શરૂઆતમાં કોઈ શંકા ઉપજી નહોતી પરંતુ જ્યારે મેહુલભાઈએ સાવચેતીનાં ભાગરૂપે સંબંધિત સત્તાવાર વેબસાઈટ પર ચકાસણી કરી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. તમામ ડોક્યુમેન્ટ્સ નકલી અને એડિટ કરેલા હતા. આથી સ્પષ્ટ થયું કે આ આખી પ્રક્રિયા એક સુનિયોજિત છેતરપિંડી હતી.
નંબર બ્લોક
છેતરપિંડીનો ભાંડો ફૂટતા જ મેહુલભાઈએ આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે તરત જ પોતાનો સંપર્ક તોડી નાખ્યો અને નંબર બ્લોક કરી દીધો. આ બાદ મેહુલભાઈએ પોલીસનો સહારો લીધો. અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના હેઠળ કેસ દાખલ કર્યો છે. હાલ પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી ચૂકી છે અને નોઈડા સુધી તપાસના તાર વિસ્તર્યા છે.
આ પણ વાંચો: વડોદરામાં દેવ નદીનાં કિનારે બની ખતરનાક ઘટના : 22 વર્ષના યુવકને જીવતા ખેંચી ગયો મગર
વધતી ઈમિગ્રેશન ઠગાઈઓ
તાજેતરના સમયમાં વિદેશમાં નોકરી અને વસવાટના સપનાઓને આધારે આવી ઠગાઈઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં વર્ક પરમિટ અપાવવાની લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવાના કેસો વધ્યા છે. ઈમિગ્રેશન પ્રક્રિયા માટે હંમેશા સત્તાવાર માધ્યમો, માન્ય એજન્સીઓ અને દસ્તાવેજોની સાવચેતીપૂર્વક ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. માત્ર ઓનલાઈન સંપર્ક અથવા અજાણ્યા લોકોના દાવાઓ પર વિશ્વાસ કરવો ગંભીર જોખમ બની શકે છે.
આ કેસમાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે ટેક્નિકલ અને નાણાકીય તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આ કૌભાંડમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ ઘટના વડોદરામાં ઈમિગ્રેશન ક્ષેત્રે કામ કરતા લોકો અને સામાન્ય નાગરિકો માટે ચેતવણીરૂપ છે કે કોઈપણ વિદેશી નોકરી અથવા વિઝા સંબંધિત ઓફર સ્વીકારતા પહેલાં સંપૂર્ણ તપાસ કરવી અનિવાર્ય છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકોના કાકડીપુરા ગામ પાસે આવેલી દેવ નદીના કિનારે એક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ઉભો કર્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે થોડી ઠંડક મેળવવા માટે નદી કિનારે ગયેલા 22 વર્ષનાં યુવક મિથુન વસાવા પર મગરે જીવલેણ હુમલો કર્યો.  કાકડીપુરામાં રહેતો મિથુન બપોરના સમયે ગરમીથી કંટાળી દેવ નદીના કિનારે ગયો હતો. તે માત્ર હાથ-પગ ધોઈને તાજગી મેળવવા માટે નદીના કિનારે ઉભો હતો ત્યારે પાણીમાં છુપાયેલા મગરએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. મગરએ મિથુનના પગને મજબૂતીથી પકડી લીધો અને પળવારમાં જ તેને પાણી તરફ ખેંચવા લાગ્યો.
ગ્રામજનોને ઘટનાએ કર્યા સ્તબ્ધ
મિથુને પોતાને બચાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો હતો અને તેની બૂમો સાંભળીને નજીકમાં હાજર ગ્રામજનો દોડી આવ્યા હતા. જોકે, મગરની ઝડપ એટલી વધુ હતી કે કોઈ પણ વ્યક્તિ તેને બચાવે તે પહેલાં જ મગર તેને ઊંડા પાણીમાં ખેંચીને લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના ગામલોકોની આંખો સામે બની હોવાથી લોકોમાં ભારે ભય અને અશક્તિની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટના બાદ સમગ્ર કાકડીપુરા અને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. મિથુનના પરિવારજનો માટે આ ઘટના અત્યંત દુખદ અને આઘાતજનક બની છે, જ્યારે ગામમાં શોક અને અરેરાટીનો માહોલ છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં 9 મેના રોજ ભાજપના નવા મુખ્યમંત્રી પદગ્રહણ કરશે : ગુજરાતના CM અને DyCM આપશે હાજરી
તંત્ર સતર્ક
ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મગરોની હાજરી અને પાણીના ઊંડાણને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી ખૂબ જ સાવચેતી પૂર્વક હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને નદીના કિનારે ન જવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને ઉનાળામાં પાણીની આસપાસ જવાની વધતી પ્રવૃત્તિઓના કારણે જોખમ વધી જાય છે તેથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: 2 કરોડની કરન્સી લૂંટનું કાવતરું ખુલ્લું પડ્યું : આણંદથી મિત્રો બોલાવી વેપારીની આંખમાં મરચું નાખનાર સુરજ સલાટ જેલભેગો
મગરોની વધતી હાજરી ચિંતાજનક
દેવ નદી અને આસપાસના જળાશયોમાં મગરોની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં વધી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. આ પહેલાં પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે જેનાથી લોકોમાં સતત ભયનો માહોલ છે. ખાસ કરીને નદી કિનારે જતા બાળકો અને યુવાનો માટે આ ખતરો વધુ ગંભીર બની રહ્યો છે. ઉનાળાની ઋતુમાં પાણીનું સ્તર ઘટે ત્યારે મગરો વધુ દેખાવા લાગે છે અને ખોરાકની શોધમાં તેઓ કિનારા નજીક આવી જાય છે જેના કારણે આવા હુમલાઓની શક્યતા વધી જાય છે.
મિથુન વસાવાનો હાલ કોઈ પત્તો લાગ્યો નથી અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘટના ફરી એકવાર માનવ અને વન્યજીવન વચ્ચેના સંઘર્ષને ઉજાગર કરે છે. હવે તંત્ર દ્વારા લાંબા ગાળાના પગલાં લેવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે,  આ ઘટનાએ સ્થાનિક લોકોમાં એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે પ્રકૃતિ સાથે સંકળાયેલા વિસ્તારોમાં સાવચેતી જ સૌથી મોટી સુરક્ષા છે.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના વારસીયા વિસ્તારમાં મની એક્સચેન્જના વેપારીને નિશાન બનાવી રૂ. 2 કરોડથી વધુની વિદેશી કરન્સીની લૂંટ ચલાવનાર ગેંગના વધુ એક વોન્ટેડ આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. વાઘોડિયા રોડ પરથી પકડાયેલ 21 વર્ષીય સુરજ મનોજભાઈ સલાટે આ સમગ્ર લૂંટના કાવતરામાં મહત્વની કડી તરીકે કામ કર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ ધરપકડ સાથે જ પોલીસે આ ચકચારી લૂંટના કાવતરાના તમામ છેડાઓનો પર્દાફાશ કરી દીધો છે.
આંખમાં મરચાની ભૂકી નાખી ચલાવી હતી લૂંટ
ઘટનાની વિગતો મુજબ, ગત 16 જાન્યુઆરીના રોજ મની એક્સચેન્જ અને ગિફ્ટ શોપ ધરાવતા વૃદ્ધ વેપારી લીલારામ રેવાણી પોતાની દુકાન વધારીને રાત્રિના સમયે વારસીયા રિંગ રોડ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન અગાઉથી રેકી કરીને ટાપીને બેઠેલા ચાર શખ્સોએ વેપારીને આંતર્યા હતા. લૂંટારુઓએ વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી, તેમને માર મારીને તેમની પાસે રહેલી બેગ આંચકી લીધી હતી. આ બેગમાં 19થી વધુ દેશોની વિદેશી કરન્સી અને ભારતીય ચલણ મળી કુલ રૂ. 2 કરોડથી વધુની મત્તા હતી.
વડોદરામાં 'રક્ષક જ ભક્ષક' બન્યા: પોલીસકર્મીઓ પર યુવકને માર મારવાનો આક્ષેપ
આરોપી સુરજ સલાટની ભૂમિકા: આણંદથી બોલાવ્યા હતા સાગરીતો
ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સુરજ સલાટે જ આ લૂંટ માટે 'મેન પાવર' પૂરો પાડ્યો હતો. સુરજ આ કેસના મુખ્ય સૂત્રધાર રાહુલ મારવાડીનો સંબંધી છે. તેણે જ આણંદથી પોતાના પાંચ મિત્રો (અતુલ, આકાશ, રવિ અને હિરેન) ને વડોદરા બોલાવ્યા હતા અને તેમની મુલાકાત રાહુલ તથા વિનોદ મારવાડી સાથે કરાવી હતી. લૂંટ પહેલા વેપારીના ઘર અને ઓફિસની અનેકવાર રેકી કરવામાં પણ સુરજે સક્રિય ભૂમિકા ભજવી હતી.
બાતમીના આધારે વાઘોડિયા રોડ પરથી ધરપકડ
લૂંટની ઘટના બાદ સુરજ સલાટ પોલીસની પકડથી બચવા નાસતો ફરતો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે સુરજ વાઘોડિયા રોડ પર આવેલા વુડાના મકાનોમાં છુપાયો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી લાંબા સમયથી વોન્ટેડ હોવાથી તેની ધરપકડ પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવે છે.
આ પણ વાંચો: વડોદરામાં નશાના સોદાગરો પર તવાઈ : આ મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી રદ, 5 પ્રકારની સિરપ અને હજારો ગોળીઓનું કૌભાંડ ઝડપાયું
કેસની અત્યાર સુધીની પ્રગતિ: 8 આરોપીઓ જેલના સળિયા પાછળ
આ હાઈ-પ્રોફાઈલ લૂંટ કેસમાં વડોદરા પોલીસે અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓને જેલભેગા કર્યા છે. અગાઉ પકડાયેલા આરોપી શનાભાઈ વાઘેલા, આકાશ દેવીપુજક, રવિ ઠાકોર, અતુલ દેવીપુજક, હિરેન વસાવા, રાહુલ મારવાડી અને અનિલ પરમાર સામેલ હતા. નોંધનીય છે કે, પોલીસે અગાઉ હિરેન વસાવા પાસેથી લૂંટાયેલી વિદેશી કરન્સીનો મોટો જથ્થો પણ રિકવર કરી લીધો હતો. હવે પોલીસ તપાસ કરી રહી છે કે લૂંટનો અન્ય કોઈ હિસ્સો અથવા મુદ્દામાલ ક્યાંય છુપાવવામાં આવ્યો છે કે કેમ.
વડોદરા શહેરમાં પોલીસની કામગીરીને લઈને સવાલો ઊભા થયા છે. શહેરના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર વિસ્તારમાં એક યુવકને પોલીસકર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. યુવકે આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને સંડોવાયેલા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફરિયાદી યુવક મ્રુગ્નેશ જાદવના જણાવ્યા અનુસાર, તે દંતેશ્વર વિસ્તારમાં રહે છે અને પોતાના મિત્ર ભાવેશ વાઘેલાને મળવા માટે પ્રતાપનગર પોલીસ લાઇન ખાતે જઈ રહ્યો હતો. આ દરમિયાન રાત્રે અંદાજે 8 વાગ્યાના સમયે બેરેક પાસે ઉભેલા કેટલાક પોલીસકર્મીઓએ તેને રોકી ગાળાગાળી શરૂ કરી અને બાદમાં માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
‘રેપિડો ડ્રાઈવર’ હોવાની શંકાએ હુમલાનો આરોપ
મ્રુગ્નેશ જાદવે જણાવ્યું હતું કે પોલીસકર્મીઓએ તેને રેપિડો ડ્રાઈવર સમજીને બોલાવ્યો હતો. તેણે પોતે રેપિડો ડ્રાઈવર ન હોવાનું સમજાવ્યા છતાં તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું અને મારપીટ કરવામાં આવી હોવાનું તેણે કહ્યું છે.
યુવકના આક્ષેપ મુજબ, આ ઘટનામાં વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સંજયભાઈ ભરવાડ સહિત અન્ય બે પોલીસકર્મીઓ પણ સામેલ હતા. જેમાં એકનું નામ સુરેશ હોવાનું અને અન્ય એક નવા રિક્રૂટ પોલીસકર્મી હોવાનું યુવકે જણાવ્યું છે. તેણે આક્ષેપ કર્યો છે કે ત્રણેય લોકોએ મળીને તેની સાથે મારપીટ કરી હતી.
વડોદરામાં નશાના સોદાગરો પર તવાઈ: આ મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી રદ, 5 પ્રકારની સિરપ અને હજારો ગોળીઓનું કૌભાંડ ઝડપાયું
મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી
ઘટના બાદ મ્રુગ્નેશ જાદવે મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચીને સમગ્ર મામલે લેખિત અરજી આપી છે. અરજીમાં તેણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર પોલીસકર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
યુવકે મીડિયાને જણાવ્યું કે, “મારી માત્ર એટલી જ માંગ છે કે મને ન્યાય મળે.” તેણે એવો પણ દાવો કર્યો કે તેને કોઈ કારણ વિના માત્ર શંકાના આધારે રોકવામાં આવ્યો અને પછી ગાળાગાળી તથા મારપીટ કરવામાં આવી.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના યુવાધનને નશાના માર્ગે ધકેલી બરબાદ કરનારા તત્વો સામે ખોરાક અને ઔષધ નિયામક તંત્ર (FDCA) એ લાલ આંખ કરી છે. શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દવાના વેચાણના ઓઠા હેઠળ નશાકારક ગોળીઓ અને સિરપનું મોટું કૌભાંડ ચલાવતી જાણીતી એજન્સી 'મેસર્સ શિવાની મેડિસિન' પર તંત્રએ તવાઈ બોલાવી છે. વારંવારની ગેરરીતિઓ અને કાયદાના ઉલ્લંઘન બાદ આખરે તંત્રએ આ એજન્સીનું ડ્રગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરી નાખ્યું છે.
લાંબા સમયથી શંકાના દાયરામાં રહેલી આ મેડિકલ એજન્સી પર જ્યારે FDCA દ્વારા દરોડો પાડવામાં આવ્યો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મનોચિકિત્સકના પ્રિસ્ક્રિપ્શન વગર ન આપી શકાય તેવી અત્યંત સંવેદનશીલ દવાઓ અહીં ખુલ્લેઆમ વેચાઈ રહી હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી માત્ર નફાખોરીમાં રચ્યાપચ્યા રહેતા આવા તત્વો સામેની આ કાર્યવાહીથી વડોદરાના નશાના કાળા કારોબારમાં સંકળાયેલી અન્ય 'મોટી માછલીઓ'માં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
હોસ્ટેલના રૂમે તાળું, મોબાઈલ સ્વીચ ઓફ!: બરોડા મેડિકલ કોલેજનો MBBS વિદ્યાર્થી ક્યાં ગયો? 10 દિવસ છતાં કોઈ પત્તો નહીં
પ્રિસ્ક્રિપ્શન વગર મીઠાઈની જેમ વેચાતી હતી નશાકારક ગોળીઓ
તપાસ દરમિયાન અધિકારીઓ ત્યારે દંગ રહી ગયા જ્યારે જાણવા મળ્યું કે Nitrazepam અને Alprazolam જેવી સાઈકોટ્રોપિક દવાઓ, જેનો ઉપયોગ ગંભીર માનસિક બીમારીમાં થાય છે, તેનું વેચાણ અહીં કોઈ પણ કાયદેસરના કાગળિયા વગર કરવામાં આવતું હતું. આ ઉપરાંત, નશાખોરોમાં ખાંસીની દવા તરીકે જાણીતી PB-REX અને BESCODEX જેવી 5 પ્રકારની નશાકારક સિરપનો હજારો બોટલનો જથ્થો હિસાબ વગરનો મળી આવ્યો હતો. આ એજન્સી દવાના વેપારના બહાને નશાના સોદાગર તરીકે કામ કરી રહી હોવાનું તપાસમાં ફલિત થયું છે.
ગુનાહિત ઇતિહાસ: તંત્રએ ત્રીજીવારમાં પાડી દીધા કાયમી તાળાં
શિવાની મેડિસિનનો ગેરરીતિઓનો ઈતિહાસ ઘણો જૂનો અને ગંભીર છે. તંત્ર દ્વારા અગાઉ પણ અનેકવાર તેને સુધરવાની તક આપવામાં આવી હતી:
2019માં: પ્રથમવાર ગંભીર બેદરકારી પકડાતા લાયસન્સ 30 દિવસ માટે સસ્પેન્ડ કરાયું હતું.
2021માં: ફરીથી તપાસમાં નશાકારક સિરપનો ગેરકાયદે સ્ટોક પકડાતા કડક તાકીદ કરવામાં આવી હતી. જોકે, વારંવારની નોટિસો અને ચેતવણીઓ છતાં વેપારીએ પોતાનો કાળો કારોબાર ચાલુ રાખતા આખરે તંત્રએ લાયસન્સ કાયમી રદ કરવાનો આકરો નિર્ણય લીધો છે.
'તું મારી નહીં તો કોઈની નહીં', માત્ર એક શંકાએ લીધો યુવતીનો જીવ: પ્રેમીને શંકા હતી કે યુવતી છોડી દેશે એટલે યુવતીને દુનિયા છોડાવી દીધી
વડોદરામાં ‘ડ્રગ માફિયા’ સામે સઘન ઝુંબેશની તૈયારી
આ કડક કાર્યવાહી બાદ વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં શહેરના અન્ય શંકાસ્પદ મેડિકલ સ્ટોર્સ અને એજન્સીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે. ખાસ કરીને શેડ્યૂલ-એચ ડ્રગ્સનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરનારા એકમો હવે તંત્રના રડારમાં છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, યુવાધનને બરબાદ કરનાર કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં અને કાયદો પોતાનું કામ કડક રીતે કરશે.
'હવે બંગાળમાં ગુંડારાજ નહીં, રાષ્ટ્રવાદ ચાલશે': વડોદરા એરપોર્ટ પર મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રીના મમતા બેનર્જી પર આકરા પ્રહાર
અધિકારીની પ્રતિક્રિયા:
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (વડોદરા)ના અધિકારીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ કાર્યવાહી અન્ય મેડિકલ સ્ટોર્સ માટે એક સીધો સંદેશ છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા અને નશાખોરીને પ્રોત્સાહન આપનારા એકમોના શટર હંમેશા માટે બંધ થઈ શકે છે. -
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાની પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં MBBSના આઠમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો 21 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થી છેલ્લા 10 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો છે. ગત 27 એપ્રિલના રોજ માતા સાથે અંતિમ વાર વાત કર્યા બાદ વિદ્યાર્થીનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો, ત્યારથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. પુત્ર લાપતા થતા પરિવારના માથે આભ તૂટી પડ્યું છે અને તેઓ વડોદરાથી લઈને રાજસ્થાન સુધી તેને શોધી રહ્યા છે. આ ઘટનાને પગલે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને મેડિકલ આલમમાં પણ ચર્ચાનો દોર શરૂ થયો છે. મેડિકલના અભ્યાસનું ભારણ કે અન્ય કોઈ માનસિક તણાવ આ પાછળ કારણભૂત છે કે કેમ, તે દિશામાં પણ હવે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને હાલ એટીએમ (ATM) ના સીસીટીવી ફૂટેજ સિવાય કોઈ પણ મજબૂત કડી હાથ લાગી નથી, જેને કારણે રહસ્ય વધુ ઘેરાયું છે.
હોસ્ટેલના રૂમે તાળું અને મોબાઈલ 'સ્વીચ ઓફ'
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વિદ્યાર્થી ગત 26 એપ્રિલે વડોદરા પરત ફર્યો હતો. તેણે પિતાને સુરક્ષિત પહોંચ્યાનો ફોન પણ કર્યો હતો. જોકે, બીજા દિવસે એટલે કે 27 એપ્રિલની સાંજે માતા સાથે વાત થયા બાદ તેનો સંપર્ક કપાઈ ગયો હતો. પરિવારજનો જ્યારે ચિંતાતુર થઈને વડોદરા હોસ્ટેલ પહોંચ્યા, ત્યારે પુત્રના રૂમ પર બહારથી તાળું લટકતું હતું. તેના મિત્રો પાસે પણ તે ક્યાં ગયો છે તેની કોઈ જ માહિતી નહોતી, જેણે પરિવારની ચિંતામાં વધારો કર્યો છે.
મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હોસ્ટેલથી રહસ્યમય રીતે લાપતા: રૂ.1600ના ટ્રાન્ઝેક્શન બાદ મોબાઈલ સ્વીચ ઓફ થતા રહસ્ય ઘેરાયું
ATM ફૂટેજમાં દેખાયો, પણ આગળ ક્યાં ગયો?
પરિવાર અને પોલીસે સંયુક્ત રીતે તપાસ હાથ ધરતા એક મહત્વની કડી મળી હતી. સયાજી હોસ્પિટલની સામે આવેલા એસબીઆઈ (SBI) બેંકના એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થી નાણાં ઉપાડતો નજરે પડ્યો હતો. આ ફૂટેજ તેના ગુમ થયા પહેલાના છેલ્લા લોકેશન તરીકે જોવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેનું કોઈ સચોટ લોકેશન કે સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા નથી.
રૂમ ન મળતા પોલીસકર્મીએ યુવકને વાળ ખેંચીને લાફા ઝીંક્યા: અમદાવાદમાં પોલીસની ગુંડાગીરીનો વીડિયો વાયરલ
અભ્યાસનું તણાવ અને ATKT ની સમસ્યા
પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, ગુમ થયેલ વિદ્યાર્થી આઠમા સેમેસ્ટરમાં 'એટીકેટી' (ATKT) ધરાવતો હતો. આ વિષયને લઈને તે થોડો માનસિક તણાવમાં હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. પરિવારજનોને આ બાબતની જાણ મોડી થઈ હતી. શું પરિણામના ડરે કે અભ્યાસના ભારણને કારણે વિદ્યાર્થીએ ઘર છોડ્યું છે? તે પ્રશ્ન હાલ તપાસનો વિષય બન્યો છે.
ગુજરાતમાં 4,000 કરોડના 2 નવા સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપાશે: જાણો ગુજરાતને કેટલો થશે ફાયદો
વડોદરાથી રાજસ્થાન સુધી શોધખોળ, પોલીસ એલર્ટ
પુત્રને શોધવા માટે લાચાર પિતાએ અમદાવાદ, ગોધરા, વડોદરા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ખૂંદી વળ્યા છે. એટલું જ નહીં, વિદ્યાર્થીના સંભવિત લોકેશનને આધારે છેક રાજસ્થાનના કોટા સુધી તપાસ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી. રાવપુરા પોલીસે 'મિસિંગ પર્સન'ની નોંધ કરી ટેકનિકલ સર્વેલન્સ અને સીડીઆર (CDR) ની મદદથી તપાસ તેજ કરી છે.
વડોદરાનાં અંકોડિયા વિસ્તારમાં ઝાડીઓમાંથી મળી આવેલી યુવતીની લાશના મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં, પરંતુ યુવતીના જ પ્રેમીએ કરી હતી. માત્ર શંકાના આધારે થયેલી આ નિર્દય હત્યાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે.
મૃતક યુવતીની ઓળખ દિવ્યા પરમાર તરીકે થઈ છે, જે મુજમહુડા ગામની વતની હતી અને મહેંદીનું કામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતી હતી. બનાવના દિવસે તે ‘કામે જઈ રહી છું’ કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ રાત સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી. ત્યાર બાદ બીજા દિવસે અંકોડિયા વિસ્તારની ઝાડીઓમાંથી એક યુવતીનો મૃતદેહ મળતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
તપાસનો પ્રારંભ
સોમવારે મળેલા મૃતદેહથી સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. સોશિયલ મીડિયા પર ફરતા ફોટાના આધારે પરિવારજનોએ મૃતદેહની ઓળખ દિવ્યા તરીકે કરી હતી. આ ઘટનાએ માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર શહેરને ઝંઝોળી નાખ્યું હતું.
પ્રારંભિક તપાસમાં હત્યાની શંકા મજબૂત બની હતી કારણ કે મૃતદેહની સ્થિતિ અને સ્થળ પરના પરિસ્થિતિઓ અસ્વાભાવિક જણાઈ હતી. પોલીસે આસપાસના વિસ્તારોમાં CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પુરાવા એકત્રિત કરવા પ્રયાસ કર્યા.
આ પણ વાંચો: અમદાવાદમાં કફ સિરપનું વેચાણ કરતા 3 આરોપી ઝડપાયા : જાણો કેટલા રૂપિયાની કેટલી બોટલો મળી
પુરાવાઓએ ખોલી હત્યાની ગૂંથણી
પોલીસને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓએ કેસ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મૃતદેહની નજીકથી એક ચાદર અને ‘ડી-માર્ટ’નું લેબલ ધરાવતો ટુવાલ મળી આવ્યો હતો. આ નાની દેખાતી વસ્તુએ તપાસને મહત્વપૂર્ણ દિશા આપી.
પોલીસે ડી-માર્ટના CCTV ફૂટેજ તપાસ્યા, જેમાં એક યુવક આ વસ્તુઓ ખરીદતો નજરે ચઢ્યો. પુષ્ટિ થતાં તે યુવક રોહન વણકર હોવાનું સામે આવ્યું. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો.
પ્રેમ સંબંધ અને શંકાથી ઘાતક અંત
તપાસમાં ખુલ્યું કે દિવ્યા પરમાર અને રોહન વણકર છેલ્લા 5થી છ મહિનાથી સંબંધમાં હતા. રોહન ગાય સર્કલ પાસેના એક કેફેમાં નોકરી કરતો હતો, જ્યારે દિવ્યા નજીકની હોસ્પિટલમાં કામ કરતી હતી. બંને વચ્ચેના સંબંધમાં શંકા અને અવિશ્વાસ વધતો ગયો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેને શંકા હતી કે દિવ્યા અન્ય કોઈ યુવક સાથે સંપર્કમાં છે અને તેને છોડી દેશે. આ શંકાએ તેને માનસિક રીતે અસંતુલિત બનાવી દીધો હતો. રવિવારે તેણે દિવ્યાને અંકોડિયા મિની વોટરપાર્ક નજીક મળવા બોલાવી. ત્યાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને આવેશમાં આવી રોહને કમ્પ્યુટરના વાયર વડે દિવ્યાનું ગળું દબાવી હત્યા કરી નાખી.
આ પણ વાંચો:  કચ્છમાં ડ્રગ્સનાં પેકેટ્સ મળ્યા બાદ મળી બિનવારસી પાકિસ્તાની બોટ : સુરક્ષા એજન્સીઓનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ
હત્યા બાદનો પ્રયાસ
હત્યા કર્યા બાદ આરોપીએ લાશને ચાદરમાં વીંટાળી ઝાડીઓમાં ફેંકી દીધી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો. તેણે વિચાર્યું કે પુરાવા નષ્ટ થઈ જશે અને પોલીસ સુધી પહોંચવું મુશ્કેલ બનશે, પરંતુ આધુનિક તપાસ પદ્ધતિઓ સામે તે નિષ્ફળ રહ્યો. વડોદરા પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી અને તેને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
સમાજ માટે ચેતવણીરૂપ ઘટના
આ બનાવ માત્ર એક ક્રાઈમ સ્ટોરી નથી, પરંતુ સમાજ માટે ગંભીર ચેતવણી પણ છે. પ્રેમ સંબંધોમાં વધતી શંકા, અવિશ્વાસ અને ક્રોધ કેટલા ભયાનક પરિણામો આપી શકે છે તે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે. આ કેસે પણ દર્શાવે છે કે ટેકનિકલ સર્વેલન્સ અને CCTV જેવી આધુનિક તપાસ પદ્ધતિઓ ગુનાખોરી સામે અસરકારક બની રહી છે.
Vadodara News: ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી અને મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાસ વિજયવર્ગીયએ વડોદરા એરપોર્ટ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો અને રાજકીય સ્થિતિ પર મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. સુરતના કાર્યક્રમ બાદ પરત ફરતી વખતે તેમણે બંગાળમાં ભાજપના શાનદાર દેખાવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની દેશને આપેલી સૌથી મોટી ભેટ ગણાવી હતી.
દેશભક્તોની ભૂમિ હવે દેશવિરોધીઓનું કેન્દ્ર નહીં રહે
વિજયવર્ગીયએ મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, જે રાજ્યએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન દેશભક્તો આપ્યા, તે પ્રદેશ હાલમાં દેશ વિરોધી ગતિવિધિઓ કરનાર તત્વોનું આશ્રયસ્થાન બની ગયો હતો. તેમણે ઉમેર્યું કે, "સીમાવર્તી રાજ્યોમાં રાષ્ટ્રવાદી વિચારધારાવાળી સરકાર હોવી અત્યંત અનિવાર્ય છે. હવે બંગાળમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો છે, જે દરેક દેશવાસી માટે ગર્વની બાબત છે. અત્યાર સુધી ત્યાં મહિલાઓ અસુરક્ષિત હતી અને ગુંડાઓનું શાસન હતું, પરંતુ હવે બંગાળની જનતા પોતાને સુરક્ષિત અનુભવશે."
રિક્ષાની રાહ જોતી યુવતી પર ફિલ્મી ઢબે જીવલેણ હુમલો : ધોળા દિવસે યુવતીને પરાણે ઝેર પીવડાવી પેટમાં ચપ્પુના ઘા ઝીંક્યા
મમતા રાજીનામું આપે કે ન આપે, પરિવર્તન નિશ્ચિત
મમતા બેનર્જીના રાજીનામા અંગેના વિવાદ પર કટાક્ષ કરતા મંત્રીએ કહ્યું હતું કે, "મમતા બેનર્જી ભલે કહેતા હોય કે તેઓ રાજીનામું નહીં આપે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. સરકારની મુદત પૂરી થતા વર્તમાન શાસન આપોઆપ બરતરફ થઈ જાય છે. રાજ્યપાલ પાસે સત્તા છે કે તેઓ બહુમતી ધરાવતી પાર્ટીના નેતાને શપથ લેવડાવી નવી સરકારની રચના કરે. આગામી સમયમાં બંગાળમાં ભાજપના મુખ્યમંત્રી જ શપથ ગ્રહણ કરશે."
વડોદરાવાસીઓ આ જગ્યાની દાલ કચોરી અને આઈસ્ક્રીમ ખાતા હોય તો સાવધાન! : જાણીતી ડેરી અને રેસ્ટોરન્ટ્સની 8 વાનગીઓ લેબોરેટરી ટેસ્ટમાં થઈ ફેઈલ
હાર્યા એટલે EVM અને ચૂંટણી પંચનો વાંક કાઢવાની વિપક્ષની જૂની આદત
બંગાળની ચૂંટણી પ્રક્રિયા પર વાત કરતા તેમણે જણાવ્યું કે, છેલ્લા 40 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણી યોજાઈ છે. ગણતરીના દિવસો પહેલા જેઓ 200 બેઠકો જીતવાનો દાવો કરતા હતા, તેઓ હવે હાર ભાળી જતાં ચૂંટણી પંચ પર દોષારોપણ કરી રહ્યા છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, અન્ય રાજ્યોમાં જ્યારે કોંગ્રેસ કે વિપક્ષની જીત થાય છે ત્યારે તેઓ કેમ EVM કે ઇલેક્શન કમિશન સામે સવાલ નથી ઉઠાવતા? હાર પચાવવાની શક્તિ ન હોવાથી વિપક્ષ હંમેશા સંસ્થાઓને નિશાન બનાવે છે.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ગુનેગારો હવે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વ્યસ્ત અને હંમેશા ટ્રાફિકથી ધમધમતા વાઘોડિયા રોડ પર આવેલા ઉમા ચાર રસ્તા પાસે આજે ધોળા દિવસે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં રિક્ષાની રાહ જોઈને ઉભેલી અક્ષા બોરવાલા નામની યુવતી પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલાખોરોએ માત્ર ચપ્પુના ઘા જ નથી ઝીંક્યા, પરંતુ યુવતીને પરાણે કોઈ શંકાસ્પદ ઝેરી પ્રવાહી પણ પીવડાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર વડોદરામાં ચકચાર મચાવી દીધી છે અને પોલીસના સુરક્ષાના દાવાઓની પોલ ખોલી નાખી છે.
ધોળા દિવસે ફિલ્મી ઢબે હુમલો અને આતંક
મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર યુવતી અક્ષા બોરવાલા પોતાના કોમ્પ્યુટર ક્લાસ પૂરા કરીને ઘરે જવા માટે ઉમા ચાર રસ્તા પાસે રિક્ષાની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન એક્ટિવા પર સવાર થઈને બે યુવકો ત્યાં ધસી આવ્યા હતા. પોતાની ઓળખ છુપાવવા માટે હુમલાખોરોએ મોઢા પર રૂમાલ બાંધેલા હતા. યુવતી કંઈ સમજે તે પહેલા જ એક શખ્સે તેના હાથ પકડી રાખ્યા હતા અને બીજાએ બળજબરીપૂર્વક તેને કોઈ લીલા રંગનું કેમિકલયુક્ત કે ઝેરી પ્રવાહી પીવડાવ્યું હતું. આ અત્યંત ગંભીર કૃત્ય બાદ હુમલાખોરોએ યુવતીના પેટના ભાગે ચપ્પુનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો.
વડોદરાવાસીઓ આ જગ્યાની દાલ કચોરી અને આઈસ્ક્રીમ ખાતા હોય તો સાવધાન!: જાણીતી ડેરી અને રેસ્ટોરન્ટ્સની 8 વાનગીઓ લેબોરેટરી ટેસ્ટમાં થઈ ફેઈલ
લોહીલુહાણ હાલતમાં યુવતીને SSG હોસ્પિટલ ખસેડાઈ
જાહેર માર્ગ પર ધોળે દિવસે બનેલી આ ક્રૂર ઘટનાને પગલે આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. યુવતી લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ફસડાઈ પડી હતી, જ્યારે હુમલાખોરો પોતાની એક્ટિવા પર પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અક્ષાને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડી હતી. યુવતીની માતાના જણાવ્યા અનુસાર, હુમલાખોરો પૈકી એકની આંખ કાણી હતી, જે એક મહત્વની કડી સાબિત થઈ શકે છે. હાલમાં યુવતીની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને ડોક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી છે.
PM મોદી બનશે વડોદરાના મહેમાન: જાણો 11મી તારીખે શું છે વડાપ્રધાનનો મિનિટ-ટુ-મિનિટ પ્રોગ્રામ અને કયા માર્ગો રહેશે બંધ?
પોલીસ પેટ્રોલિંગ અને સ્ત્રી સુરક્ષા સામે સવાલો
વડોદરાના ભીડભાડ વાળા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સ્ત્રી સુરક્ષા પર મોટા સવાલો ઉભા કર્યા છે. શું ગુનેગારોને હવે પોલીસનો જરાય ડર રહ્યો નથી? ધોળા દિવસે વ્યસ્ત ચાર રસ્તા પર જો યુવતીઓ સુરક્ષિત ન હોય, તો રાત્રિના સમયે સ્થિતિ શું હશે તે વિચારીને જ નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનાએ પોલીસના પેટ્રોલિંગના દાવાઓને પણ ખોટા સાબિત કર્યા છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે ગુનેગારો આટલા હિંમતવાન કેવી રીતે બન્યા કે તેઓ જાહેર રસ્તા પર ઝેરી પ્રવાહી પીવડાવી ચપ્પુ મારીને આસાનીથી ફરાર થઈ ગયા.
વડોદરામાં SSC પરિણામનો દબદબો: છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડતું 78.38% પરિણામ, 1582 વિદ્યાર્થીઓ બન્યા 'સ્ટાર'
સીસીટીવી ફૂટેજ અને તપાસનો ધમધમાટ
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે જેથી એક્ટિવાનો નંબર અને હુમલાખોરોની ઓળખ થઈ શકે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો અંગત અદાવતમાં થયો છે કે એકતરફી પ્રેમમાં, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
વડોદરા: સંસ્કારી નગરીમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે વડોદરા મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચના બાદ હરકતમાં આવેલી ખોરાક શાખાએ શહેરના જાણીતા એકમો પર દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન લેવાયેલા નમૂનાઓમાંથી 8 વાનગીઓ લેબોરેટરી ટેસ્ટમાં નાપાસ જાહેર થઈ છે, જેના કારણે શહેરીજનોમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે.
હનુરામ ફૂડ્સની દાલ કચોરી 'અનસેફ': આરોગ્ય માટે જોખમી
ફૂડ શાખાની તપાસમાં સૌથી ચોંકાવનારો ઘટસ્ફોટ મકરપુરા વિસ્તારમાં આવેલી જાણીતી ફૂડ ચેઈન 'હનુરામ ફૂડ્સ' (Hanuram Foods) બાબતે થયો છે. અહીંથી લેવાયેલા દાલ કચોરી ચાટના નમૂના લેબોરેટરીમાં 'અનસેફ' એટલે કે આરોગ્ય માટે જોખમી જાહેર કરાયા છે. આ ઉપરાંત છાણી રોડ પર આવેલા હનુમાન પૌષ્ટિક આહારના હળદર ચણા પણ ખાવાલાયક ન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આ અહેવાલ બાદ તંત્રએ આ બંને એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહીના સંકેત આપ્યા છે.
PM મોદી બનશે વડોદરાના મહેમાન: જાણો 11મી તારીખે શું છે વડાપ્રધાનનો મિનિટ-ટુ-મિનિટ પ્રોગ્રામ અને કયા માર્ગો રહેશે બંધ?
જાણીતા આઈસ્ક્રીમ અને પીઝા પાર્લરના નમૂના પણ 'સબ-સ્ટાન્ડર્ડ'
માત્ર નાસ્તાના કેન્દ્રો જ નહીં, પણ શહેરના નામાંકિત ડેરી પાર્લર અને રેસ્ટોરન્ટ્સ પણ ગુણવત્તા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. પાલિકાએ જાહેર કરેલી યાદી મુજબ 6 એકમોના નમૂના 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર થયા છે:
કારેલીબાગ: ગોકુલ ડેરીનો 'કેસર રસ' ગુણવત્તામાં ફેલ.
ફતેગંજ: લોકપ્રિય જનતા આઈસ્ક્રીમનું 'વેનીલા આઈસ્ક્રીમ' નિર્ધારિત ધોરણો મુજબ નથી.
માંજલપુર: ડેડીસ ઝોન પીઝાનું 'ડ્રાય મંચુરીયન' ગુણવત્તામાં નબળું સાબિત થયું.
ભાયલી: સત્યનારાયણ રેસ્ટોરન્ટનું સેવ ટોમેટો અને અન્ય એક જગ્યાએથી લેવાયેલું શ્રીખંડ પણ ફેલ થયું છે.
લક્ષ્મીપુરા: એક પ્રોવિઝન સ્ટોરમાં વેચાતા લોટમાં પણ ભેળસેળ જોવા મળી છે.
વડોદરામાં SSC પરિણામનો દબદબો: છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડતું 78.38% પરિણામ, 1582 વિદ્યાર્થીઓ બન્યા 'સ્ટાર'
કડક દંડ અને લાઈસન્સ રદ કરવાની તૈયારી
પાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસરે જણાવ્યું હતું કે, જે વેપારીઓના નમૂના ફેઈલ થયા છે તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કેસ દાખલ કરવામાં આવશે. તંત્ર હવે માત્ર દંડ કરીને અટકશે નહીં, પરંતુ જો વારંવાર આવી બેદરકારી જણાશે તો સંબંધિત એકમનું લાઈસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં અચાનક ધસી પડ્યો રસ્તો!: બાઈક સાથે યુવક ભૂવામાં ગરકાવ, ફાયર બ્રિગેડે કર્યું બોલ્ડ રેસ્ક્યૂ
નાગરિકોને સાવચેત રહેવા તંત્રની અપીલ
આગામી દિવસોમાં પાલિકાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સ્ટ્રીટ ફૂડ, ફરસાણની દુકાનો અને પેકેજ્ડ ફૂડ પર વોચ વધારવામાં આવશે. પાલિકાએ વડોદરાના નાગરિકોને વિનંતી કરી છે કે જો કોઈ પણ જગ્યાએ વાસી કે શંકાસ્પદ ખોરાકનું વેચાણ થતું જણાય, તો તાત્કાલિક પાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ કરવી.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સજ્જ થઈ રહી છે. આગામી 11મી તારીખે વડાપ્રધાન વડોદરાના મહેમાન બનવાના છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન અણખોલ ખાતે નવનિર્મિત 'સરદારધામ સંકુલ'નું લોકાર્પણ કરશે અને ત્યારબાદ એરપોર્ટ માર્ગ પર તેમનો ભવ્ય રોડ શો યોજાશે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને પગલે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં માળખાગત સુવિધાઓ અને સુશોભનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
એરપોર્ટથી અણખોલ સુધીનો રૂટ થશે ઝાકઝમાળ
વડાપ્રધાનના રોડ શોના રૂટને આકર્ષક બનાવવા માટે પાલિકાના વિવિધ વિભાગો રાત-દિવસ એક કરી રહ્યા છે. એરપોર્ટથી લઈને સરદારધામ સંકુલ સુધીના સમગ્ર માર્ગ પર સઘન સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. માર્ગોની મરામત, ડિવાઈડરનું ક્લીનિંગ અને કલરકામ કરવાની સાથે સમગ્ર રૂટ પર વિવિધ થીમ આધારિત રોશની કરવામાં આવશે. વધુમાં, માર્ગો પર આકર્ષક પ્લાન્ટેશન, વૃક્ષોનું ટ્રિમિંગ અને બ્રાન્ડિંગ દ્વારા શહેરને નવો લુક આપવામાં આવી રહ્યો છે. દબાણ હટાવવા અને ડ્રેનેજ લાઈનોની ચકાસણી જેવી પાયાની કામગીરી પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
વડોદરામાં SSC પરિણામનો દબદબો: છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડતું 78.38% પરિણામ, 1582 વિદ્યાર્થીઓ બન્યા 'સ્ટાર'
ટ્રાફિક અને પાર્કિંગ માટે ખાસ આયોજન
વડાપ્રધાનના કાર્યક્રમમાં લાખોની મેદની ઉમટી પડવાની શક્યતાને જોતા ટ્રાફિક વ્યવસ્થા જાળવવી એ તંત્ર માટે મોટો પડકાર છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું છે. કાર્યક્રમ સ્થળની આસપાસ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી નાગરિકોને કોઈ અગવડ ન પડે. અધિકારીઓને ફિલ્ડમાં રહીને જ તમામ કામગીરીનું સીધું સુપરવિઝન કરવા સૂચના અપાઈ છે.
અમદાવાદમાં અચાનક ધસી પડ્યો રસ્તો!: બાઈક સાથે યુવક ભૂવામાં ગરકાવ, ફાયર બ્રિગેડે કર્યું બોલ્ડ રેસ્ક્યૂ
આંતર-વિભાગીય સંકલન અને ‘વન ડે વન રોડ’ અભિયાન
વડાપ્રધાનની આ મુલાકાતને સફળ બનાવવા માટે પાલિકા માત્ર એકલી જ નહીં, પરંતુ વુડા (VUDA), જિલ્લા પંચાયત અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે મળીને કામ કરી રહી છે. એરપોર્ટ રોડથી ગોલ્ડન ચોકડી સુધીના પટ્ટા પર સંયુક્ત રીતે કામગીરી શરૂ કરાઈ છે. આ ઉપરાંત, શહેરમાં 'વન ડે વન રોડ' અભિયાનને ફરી વેગ આપવામાં આવશે, જેની શરૂઆત બુધવારથી પૂર્વ ઝોનથી થશે. આ અભિયાન અંતર્ગત જે-તે રોડની તમામ નાગરિક સુવિધાઓ એક જ દિવસમાં ચકાસીને સુધારવામાં આવશે.
ચાંદખેડા ઢોંસાનું ખીરું કેસ વધુ રહસ્યમય બન્યો: 1 મહિના બાદ FSL તપાસ અને મેડિકલ અભિપ્રાય, જાણો ડોક્ટરે શું કહ્યું
કેસરીયા માહોલમાં રંગાયું વડોદરા
વડાપ્રધાનના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વડોદરાનો પૂર્વ વિસ્તાર અત્યારથી જ ઉત્સવના રંગે રંગાયો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ સંગઠન અને સ્થાનિક તંત્ર દ્વારા સ્વાગત માટેના બેનરો અને રોશનીની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. તંત્રએ નાગરિકોને પણ આ સ્વચ્છતા અને સુશોભન અભિયાનમાં સહકાર આપવા અને શહેરની ગરિમા જાળવી રાખવા અપીલ કરી છે.
વડોદરા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓએ આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. વડોદરા જિલ્લાનું સરેરાશ પરિણામ 78.38% નોંધાયું છે, જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ સૌથી ઊંચું પરિણામ છે. ખાસ કરીને ગુણવત્તાના મામલે પણ વડોદરાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે, જેમાં નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
વડોદરાના પરિણામમાં સતત સુધારો: ગ્રાફ ઊંચો ગયો
વડોદરા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી પરિણામમાં ઉતાર-ચઢાવ જોવા મળતા હતા, પરંતુ આ વર્ષે પરિણામમાં આંશિક સુધારો નોંધાયો છે. આંકડાકીય સરખામણી કરીએ તો, વર્ષ 2024માં વડોદરાનું પરિણામ 77.20% અને વર્ષ 2025માં 76.5% રહ્યું હતું. જેની સામે વર્ષ 2026માં 78.38% પરિણામ આવતા શૈક્ષણિક આલમમાં ખુશીનો માહોલ છે. આ વર્ષે જિલ્લામાંથી કુલ 38,369 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 37,993 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પોતાની કારકિર્દીનો પ્રથમ મહત્વનો પડાવ પાર કર્યો છે.
રીલ જોઈને ‘ડબલ પૈસા’ના ચક્કરમાં ફસાયા વિદ્યાર્થીઓ: વડોદરાની ખાનગી યુનિવર્સિટીના 5 સ્ટુડન્ટ નકલી નોટ કેસમાં જેલભેગા
ગુણવત્તામાં પણ વડોદરા અગ્રેસર: 1500થી વધુ 'સુપર સ્ટાર્સ'
માત્ર પાસ થવાની ટકાવારી જ નહીં, પણ ગુણવત્તાયુક્ત પરિણામમાં પણ વડોદરા ઝળક્યું છે. જિલ્લાના કુલ 1,582 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવીને શહેરનું નામ રોશન કર્યું છે. આ આંકડો દર્શાવે છે કે વડોદરાના વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ ગુણવત્તા માટેની તૈયારીઓનું સ્તર વધ્યું છે.
PM મોદીનો 11 મેના રોજ ગુજરાત પ્રવાસ: સોમનાથથી વડોદરા સુધી તડામાર તૈયારીઓ, રોડ શોની શક્યતા
કેન્દ્રવાર પરિણામ: વરણામાં બાજી મારી, સાવલી પાછળ રહ્યું
જિલ્લાના જુદા જુદા કેન્દ્રોના પરિણામમાં પણ મોટી વિવિધતા જોવા મળી છે.
ટોપ પરફોર્મર: વડોદરા જિલ્લામાં વરણામાં કેન્દ્ર 94.67% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યું છે.
શહેરી વિસ્તારોનું પ્રભુત્વ: મકરપુરા (89.67%), વાસણા (88.99%), કારેલીબાગ (87.58%), અલકાપુરી (86.40%) અને સમા (86.07%) જેવા વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઘણું ઊંચું જોવા મળ્યું છે.
નબળું પ્રદર્શન: બીજી તરફ સાવલી કેન્દ્રમાં સૌથી ઓછું 63.4% પરિણામ નોંધાયું છે. આ સિવાય છાણી અને વાઘોડિયા કેન્દ્રોમાં પણ અપેક્ષા કરતા ઓછું પરિણામ જોવા મળ્યું છે.
"હું મહેંદી મૂકવા જાઉ છું!" કહી નીકળી યુવતી, ઘરે પાછી પહોંચી જ નહીં...: અવાવરું જગ્યાએથી ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યો મૃતદેહ, સમગ્ર પંથકમાં ચકચાર
સમગ્ર રાજ્યની સ્થિતિ પર એક નજર
ગુજરાત રાજ્યનું કુલ પરિણામ 83.86% જાહેર થયું છે. રાજ્યભરમાંથી કુલ 7.56 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રિપીટર ઉમેદવારોનું પરિણામ 33.53% અને GSOS (ઓપન સ્કૂલિંગ) ઉમેદવારોનું પરિણામ 28.22% રહ્યું છે.
વડોદરાના કોટના બીચ પર મિત્રો સાથેની પિકનિક માતમમાં ફેરવાઈ: ઊંડા પાણીમાં ન્હાવા પડેલા 2ના મોત; જાણો સમગ્ર ઘટનાક્રમ
નાસીપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે 'બીજી તક': જૂનમાં પૂરક પરીક્ષા
જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં સફળ થઈ શક્યા નથી, તેમના માટે બોર્ડ દ્વારા જૂન-2026 માં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ માટેના ઓનલાઇન ફોર્મ ટૂંક સમયમાં બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે, કન્યા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકારે ફી માંથી મુક્તિ આપી છે, પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.
Vadodara News: વડોદરાની જાણીતી ખાનગી યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ ટૂંકા રસ્તે વધુ પૈસા કમાવવાની લાલચમાં નકલી નોટોના નેટવર્કમાં ફસાઈને જેલના સળિયા પાછળ પહોંચી ગયા છે. એચડીએફસી (HDFC) બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં રૂ. 500ના દરની 20 નકલી નોટો જમા થયા બાદ વડોદરા એસઓજી (SOG) પોલીસે આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનના એક મુખ્ય સાગરીત સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.
રીલથી શરૂ થયો ગુનાખોરીનો રસ્તો
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પકડેલા સુરતના પ્રદીપ ગુરુજીની રીલ જોઈને એક વિદ્યાર્થીને નકલી નોટોના ધંધામાં ઉતરવાનો વિચાર આવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિદ્યાર્થીઓ રાજસ્થાનના અક્ષય ગોયેલ અને મનોહર ઉર્ફે મુન્ના ગુજ્જરના સંપર્કમાં આવ્યા હતા. સ્કીમ એવી હતી કે રૂ. 10,000 અસલી નોટ સામે રૂ. 20,000 નકલી નોટો મેળવવી. એકના ડબલ કરવાની લાલચમાં ધનિક પરિવારના આ યુવકોએ ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો.
PM મોદીનો 11 મેના રોજ ગુજરાત પ્રવાસ : સોમનાથથી વડોદરા સુધી તડામાર તૈયારીઓ, રોડ શોની શક્યતા
બેંકની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
ગત 28 એપ્રિલના રોજ વાઘોડિયા રોડ પર આવેલી એચડીએફસી બેંકના મશીનમાં 20 નકલી નોટો પકડાઈ હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતા તપાસ એસઓજીને સોંપાઈ હતી. પીઆઈ બી.ડી. જીતીયાની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે પ્રથમ સાગર મારૂને ઝડપ્યો હતો. સાગરની પૂછપરછમાં નિસર્ગ પટેલ, ધનુષ હલ્લીકેરી, ભાવેશ શર્મા અને તીર્થ લીખીયાના નામ ખુલ્યા હતા. આ તમામ યુવકો વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને મૂળ વલસાડ તથા મોરબીના રહેવાસી છે.
કુલ રૂ. 11.89 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે રૂ. 500ના દરની 85 નકલી નોટો, રોકડા રૂ. 2.27 લાખ, એક હ્યુન્ડાઈ ક્રેટા કાર અને 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 11,89,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રાજસ્થાનથી મુખ્ય આરોપી અક્ષય ગોયેલની ધરપકડ કરી છે, જ્યારે મનોહર ઉર્ફે મુન્નો હાલ ફરાર છે.
"હું મહેંદી મૂકવા જાઉ છું!" કહી નીકળી યુવતી, ઘરે પાછી પહોંચી જ નહીં... : અવાવરું જગ્યાએથી ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યો મૃતદેહ, સમગ્ર પંથકમાં ચકચાર
ધનિક પરિવારના નબીરાઓ
પકડાયેલા તમામ પાંચેય વિદ્યાર્થીઓ સંપન્ન પરિવારમાંથી આવે છે અને તેમના પિતા બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમ છતાં, મોજશોખ પૂરા કરવા અને ઝડપથી પૈસા કમાવવા માટે તેઓએ આ ગેરકાયદે માર્ગ અપનાવ્યો હતો. હાલમાં પોલીસ ફરાર મનોહરની શોધખોળ કરી રહી છે અને આ નોટો ક્યાં છપાતી હતી તે દિશામાં તપાસ તેજ કરી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને રાજ્યભરમાં તંત્ર અને રાજકીય વર્તુળોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સોમનાથ મંદિર ખાતે યોજાનાર સ્વાભિમાન પર્વમાં હાજરી આપશે અને બાદમાં વડોદરામાં સરદારધામ-3નું લોકાર્પણ કરશે.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન 10 મેના રોજ રાત્રે જામનગર એરપોર્ટ પર પહોંચશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે. 11 મેના રોજ સવારે તેઓ જામનગરથી સીધા સોમનાથ માટે રવાના થશે, જ્યાં ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવતા સ્વાભિમાન પર્વના કાર્યક્રમમાં ભાગ લેશે.
સોમનાથથી વડોદરા સુધી વ્યસ્ત કાર્યક્રમ
સોમનાથ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સીધા વડોદરા જશે. અહીં લગભગ ₹150 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદારધામ-3 નું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાટીદાર સમાજ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ પ્રસંગે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનનું સન્માન પણ કરવામાં આવશે.
માહિતી મુજબ, આ પ્રસંગે વડાપ્રધાનને “સરદાર ગૌરવ પુરસ્કાર” એનાયત કરવાની પણ તૈયારી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને સ્થળ પર વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.
વાવ-થરાદમાં રાજકીય તણાવ ચરમસીમાએ: કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ
વડોદરામાં રોડ શોની શક્યતા
વડાપ્રધાનના આ પ્રવાસને ખાસ બનાવે છે એક મહત્વપૂર્ણ રાજકીય પરિબળ. પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ તેઓ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. આથી આ પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
સૂત્રો મુજબ વડોદરામાં એરપોર્ટથી સરદારધામ સુધી વડાપ્રધાન રોડ શો યોજે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અંદાજે 30 થી 40 હજાર લોકો આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે. રોડ શો યોજાય તો શહેરમાં વિશાળ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
રાજ્ય તંત્ર એલર્ટ, ગાંધીનગરમાં બેઠકઓનો ધમધમાટ
વડાપ્રધાનના આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ હતી, જેમાં વરિષ્ઠ અધિકારીઓએ સુરક્ષા, ટ્રાફિક મેનેજમેન્ટ અને કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી પૂર્ણ કરવા અને સમયમર્યાદામાં તૈયારી પૂર્ણ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
વડોદરાના કોટના બીચ પર મિત્રો સાથેની પિકનિક માતમમાં ફેરવાઈ: ઊંડા પાણીમાં ન્હાવા પડેલા 2ના મોત; જાણો સમગ્ર ઘટનાક્રમ
સુરક્ષા અને આયોજન પર ખાસ ભાર
પ્રવાસ દરમિયાન સોમનાથ અને વડોદરા બંને સ્થળોએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. હેલિપેડ, રૂટ મેનેજમેન્ટ, પાર્કિંગ અને ભીડ નિયંત્રણ માટે અલગ-અલગ વિભાગોને જવાબદારી સોંપવામાં આવી છે.
ખાસ કરીને વડોદરામાં રોડ શોની શક્યતા ધ્યાનમાં રાખીને શહેરના મુખ્ય માર્ગો પર બેરિકેટિંગ, ટ્રાફિક ડાયવર્ઝન અને સ્વચ્છતા અંગે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.
અનૈતિક સંબંધોનું પાપ છુપાવવા માતાએ નવજાતને જીવતું દાટ્યું: પોલીસે કલિયુગી માતા સહિત 3 ને દબોચ્યા
રાજકીય અને સામાજિક સંદેશ
આ પ્રવાસ માત્ર ધાર્મિક અથવા વિકાસલક્ષી કાર્યક્રમો સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં રાજકીય સંદેશ પણ છુપાયેલો છે. પશ્ચિમ બંગાળની જીત બાદ ગુજરાતમાં વડાપ્રધાનનો પ્રથમ કાર્યક્રમ હોવાથી ભાજપ માટે આ મહત્વપૂર્ણ મોમેન્ટમ બની શકે છે.
સાથે જ, સોમનાથ જેવા ઐતિહાસિક સ્થળ અને સરદારધામ જેવા સામાજિક પ્રોજેક્ટ સાથે જોડાયેલા કાર્યક્રમો દ્વારા સરકાર વિકાસ અને સાંસ્કૃતિક જોડાણ બંને પર ભાર મૂકી રહી છે.
વડોદરા: સાંસ્કારિક નગરી વડોદરામાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો હોય તેમ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સોમવારે વડોદરાના અંકોડિયા વિસ્તારમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ તેની ઓળખ થઈ ચૂકી છે. મૃતક યુવતીનું નામ દિવ્યા પરમાર અને મુજમહુડા ગામની વતની હોવાનું સામે આવ્યું છે. દિવ્યા મહેંદી મૂકવાનું કામ કરતી હોય બનાવના આગલા દિવસે ઘરેથી મહેંદી મૂકવા જવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ પરિવારે તેનો સંપર્ક કરતા તેને થોડીવારમાં પરત આવવાની વાત કરી હતી. પરંતુ, પરત ન ફરતા પરિવારે ફરી સંપર્ક કર્યો તો તેનો સંપર્ક કપાઈ ગયો હતો. પરિવારજનોએ જ્યારે સોશિયલ મીડિયામાં અજાણી યુવતીનો મૃતદેહ જોઈ હોસ્પિટલ તપાસ કરવા પહોંચ્યો તો મૃતદેહ દિવ્યાનો નીકળતા ભાંગી પડ્યા હતા.
હિંમતનગર અકસ્માત પછી વધુ એક દુઃખદ ઘટના: પુત્રવધુના મોતનો આઘાત સહન ન કરી શકતા સાસુનું પણ નિધન
ખેતરમાં કામ અર્થે ગયેલા ખેડૂતોએ જોયો મૃતદેહ
ઘટનાની વિગતો મુજબ, અંકોડિયા-ઊંડેરા બોર્ડર પર ખોડિયાર માતાના મંદિરથી અંદરના ભાગે આવેલા સીમ વિસ્તારમાં શારદાબેન મનુભાઈ વાણંદનું ખેતર આવેલું છે. સાંજના સમયે જ્યારે સ્થાનિક ખેડૂતો ખેતરમાં કામ અર્થે જઈ રહ્યા હતા, ત્યારે ઝાડી-ઝાંખરામાં એક શંકાસ્પદ સફેદ ચાદર લપેટેલી હાલતમાં પડી હોવાનું નજરે પડ્યું હતું. કુતૂહલવશ જ્યારે ખેડૂતોએ નજીક જઈને જોયું, ત્યારે તેમાંથી માનવ અંગો દેખાતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ગ્રામજનોએ તાત્કાલિક આ અંગે વડોદરા તાલુકા પોલીસને જાણ કરી હતી.
તીક્ષ્ણ હથિયારના ઘા અને સંઘર્ષના નિશાન
મૃતદેહની તપાસ કરતા તેના શરીર પર અનેક જગ્યાએ તીક્ષ્ણ હથિયારના નિશાન મળી આવ્યા છે, જે દર્શાવે છે કે, હત્યારાઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક આ કૃત્યને અંજામ આપ્યો છે. ઘટનાસ્થળે આસપાસમાં સંઘર્ષ થયો હોય તેવા નિશાન પણ જોવા મળ્યા છે, જે પરથી લાગે છે કે યુવાને બચવા માટે સંઘર્ષ કર્યો હશે. પોલીસે આસપાસના વિસ્તારમાં કોઈ સીસીટીવી કેમેરા છે કે નહીં તેની તપાસ પણ હાથ ધરી છે.
“હું રાજીનામું નહીં આપું” : ચૂંટણીમાં હાર બાદ ચૂંટણી પંચ અને BJP પર ગંભીર આરોપ
એફએસએલ (FSL) અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ
હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે ટેકનિકલ અને વૈજ્ઞાનિક મદદ લીધી છે. એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી લોહીના નમૂના, પદચિહ્નો અને અન્ય ભૌતિક પુરાવાઓ એકત્ર કર્યા છે. આ ઉપરાંત, હત્યારાઓ કઈ દિશામાં ભાગ્યા હશે તે જાણવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસ અત્યારે મૃતકની ઓળખ વિધિ પર વધુ ધ્યાન આપી રહી છે જેથી તેના પરિવારજનો સુધી પહોંચી શકાય અને હત્યાનું મૂળ કારણ જાણી શકાય.
વડોદરામાં સર્જાઈ મોટી હોનારત: બીચ પર ન્હાવા પડેલા 9 લોકો ડૂબ્યા, સ્વજનો ઘટનાસ્થળે પહોંચતા કરૂણ દ્રશ્યો સર્જાયા
મહેંદી મૂકવા જવાનું કહી દિવ્યા ઘરેથી નીકળી હતી
બીજી તરફ મૃતકના ભાઈએ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે, પોલીસને અનેકવાર તપાસની માગ કરી હોવા છતા ફક્ત અરજી લઈ તપાસ કરવાની વાત કરી. જો પોલીસે તાત્કાલીક એકશન લીધા હોત તો આજે મારી બહેન જીવતી હોત. વધુમાં તેઓ જણાવે છે કે, ત્રણ તારીખે સવારે મારા બહેન મૂકવા ગયા હતા. બપોર સુધી નહીં આવ્યા તો મેં એમને કોલ કર્યો બપોરે કે "બહેન ક્યાં છે?" તો બોલ્યા કે "બસ એકાદ કલાકમાં, એક જ હાથ મૂકવાનો બાકી છે એ મૂકીને આવું છું. બાદમાં સાંજ સુધી પરત ન ફરતા ફરી ચાર-પાંચ કોલ કર્યા, એમને રીસીવ નહીં કર્યા એના પછી બહેનનો રિપ્લાય આવે છે કે હું બસ પેમેન્ટ બાકી છે, પેમેન્ટ લઈને ઘરે જ આવું છું. બાદમાં પરત ન ફરતા મને શંકા જતા સત્તત કોલ કર્યા પરંતુ કોઈ રિપ્લાય ન આવ્યો બાદમાં અમે તેની શોધખોળ કરવા નીકળ્યા ના મોડી રાત સુધી કોઈ ખબર મળી ન હતી. બાદમાં અમે જેપી પોલીસ મથકમાં પોહચ્યા અને ફરિયાદ આપી હતી. બાદમાં અમે પોલીસ પાસે પાસેથી મદદ માંગી કે ભાઈ ફોન જાય છે પણ રીપ્લાય નથી આવી રહ્યો, થોડો સપોર્ટ કરી દો અમને, લોકેશન ટ્રેક કરાવી દો. કેમ કે અમને શક ગયો, કેમ કે બહેને કોઈ વાર આવું કર્યું ન હોતું. આટલા બધા કોલ ગયા હોય ને મારા કોલનો રીપ્લાય ના આપ્યો હોય ત્યારે આ શંકા ઊભી થઈ હતી.
અનૈતિક સંબંધોનું પાપ છુપાવવા માતાએ નવજાતને જીવતું દાટ્યું: પોલીસે કલિયુગી માતા સહિત 3 ને દબોચ્યા
સ્થાનિકોમાં ફફડાટ અને પોલીસ બંદોબસ્ત
અંકોડિયા જેવા શાંત વિસ્તારમાં આ પ્રકારે ઘાતકી હત્યા થતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે અવાવરું જગ્યાઓ અસામાજિક તત્વોનો અડ્ડો બની રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ હત્યારાઓને ઝડપી પાડવામાં આવશે અને કાયદાનું ભાન કરાવવામાં આવશે.
કાર નહીં, ઘર નહીં… છતાં કરોડોની સંપત્તિ!: પત્ની પાસે શેર અને મિલકતોનો ભંડાર! જાણો આસામના CM હિમંતા કેટલા અમીર
Vadodara News: ગુજરાતમાં મે મહિનાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણ આકરા પાણીએ થયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે જળાશયો અને પિકનિક સ્પોટ તરફ વળી રહ્યા છે. વડોદરા પાસે આવેલું કોટના બીચ મહીસાગર નદીના કિનારે પ્રખ્યાત પર્યટન સ્થળ છે, પરંતુ આજે આ સ્થળ બે પરિવારો માટે કાળ સાબિત થયું છે. વડોદરાના દાંડિયા બજાર અને સલાટવાડા વિસ્તારના નવ યુવાનો જ્યારે અહીં મોજ-મસ્તી કરવા આવ્યા હતા, ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે તેમની આ સફર આખરી બની રહેશે.
ન્હાતી વખતે સર્જાઈ કરુણાંતિકા: 5 મિત્રો પાણીમાં ગરકાવ થયા
મળતી માહિતી મુજબ, રવિવારની રજા અથવા ગરમીના માહોલ વચ્ચે મિત્રોનું આ ગ્રુપ સવારે કોટના બીચ પહોંચ્યું હતું. મહીસાગરના કિનારે ન્હાતી વખતે અચાનક પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા પાંચ યુવાનો ઊંડા પાણીમાં ખેંચાવા લાગ્યા હતા. બૂમાબૂમ થતા જ આસપાસના લોકો અને સ્થાનિક તરવૈયાઓ મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોની હિંમતને કારણે પાંચમાંથી ત્રણ યુવાનોને ગમે તેમ કરીને મોતના મુખમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ અન્ય બે મિત્રો પાણીમાં ઓગળી ગયા હતા.
વડોદરામાં સર્જાઈ મોટી હોનારત: બીચ પર ન્હાવા પડેલા 9 લોકો ડૂબ્યા, સ્વજનો ઘટનાસ્થળે પહોંચતા કરૂણ દ્રશ્યો સર્જાયા
ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન અને કરુણ અંત
ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડની વડીવાડી ટીમ અને જવાહરનગર પોલીસનો કાફલો તાત્કાલિક કોટના બીચ પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરો અને તરવૈયાઓએ નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત અને કલાકોની શોધખોળ બાદ બે યુવકોના નિશ્ચેતન દેહ નદીના ઊંડા પાણીમાંથી મળી આવ્યા હતા. જે યુવાનો બહાર નીકળવાની આશાએ પાણીમાં ગયા હતા, તેમના મૃતદેહ બહાર આવતા જ મિત્રો અને ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
22 વર્ષીય બે મિત્રોના અકાળે અવસાનથી પરિવારોમાં આક્રંદ
મૃત્યુ પામનાર બંને યુવાનોની ઓળખ નીચે મુજબ છે:
ક્રિષ્ણા રાજપૂત (ઉં.વ. 22): રહેવાસી - દાંડિયા બજાર, વડોદરા.
જય જોગલેકર (ઉં.વ. 22): રહેવાસી - સલાટવાડા, વડોદરા.
માત્ર 22 વર્ષની ઉંમરે હજુ તો જિંદગીની શરૂઆત કરી રહેલા બે આશાસ્પદ યુવાનોના અકાળે નિધનથી વડોદરાના દાંડિયા બજાર અને સલાટવાડા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારોમાં માતમ છવાયો છે અને માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડ્યા છે.
વડોદરામાં બેફામ બાઈક ચાલકે વૃદ્ધને કચડ્યા: પેન્શન લેવા નીકળેલા પાલિકાના નિવૃત્ત કર્મચારીનું હિટ એન્ડ રનમાં કરૂણ મોત
વહીવટી તંત્રની ચેતવણી: અજાણ્યા પાણીથી દૂર રહો
આ ઘટના બાદ તંત્રએ ફરી એકવાર લોકોને ચેતવણી આપી છે કે, નદી કે તળાવમાં પાણી શાંત દેખાતું હોય તો પણ તે ઊંડું હોઈ શકે છે. ખાસ કરીને કોટના બીચ જેવા વિસ્તારોમાં જ્યાં પાણીના પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ મેળવવો મુશ્કેલ હોય છે, ત્યાં ન્હાવા જવાનું ટાળવું જોઈએ. પિકનિકના આનંદમાં સુરક્ષાના નિયમો નેવે ન મૂકવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
Vadodara News: ગુજરાતના વડોદરા શહેરની નજીક આવેલા કોટના બીચ વિસ્તારમાં મંગળવારે 5 મે ના રોજ સવારે એક દુખદ ઘટના સામે આવી છે, જેમાં નદીમાં ન્હાવા ગયેલા નવ લોકોમાંથી બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, ઘટનામાં મૃત્યુ પામેલા યુવકોની ઓળખ જય સુબોધ જોબલે અને કૃષ્ણા વિજય રાજપૂત તરીકે થઈ છે. બાકીના સાત લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, યુવકોનો જૂથ નદીના કિનારે ન્હાવા માટે ઉતર્યો હતો. તે દરમિયાન પાણીની ઊંડાઈ અને પ્રવાહ અંગે યોગ્ય અંદાજ ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અચાનક પરિસ્થિતિ બગડતાં બે યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેને કારણે ઘટના સ્થળે હાહાકાર મચી ગયો હતો.
ફ્લાઈટમાં પાર્સલ લઈ જતા પહેલાં ચેતજો: અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટમાં બેંગ્લોર મોકલાયેલું અઢી કરોડના દાગીનાનું પાર્સલ ગુમ
તાત્કાલિક બચાવ કામગીરી અને પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને નંદેસરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરીને બંને યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક લોકોનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો, જેના કારણે અન્ય સાત લોકોને સુરક્ષિત બહાર લાવવામાં સફળતા મળી.
પોલીસ દ્વારા મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તમામ પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
અમેરિકા અને યુરોપને પણ પાછળ પાડે એવું ગુજરાતનું ગામ: એકવાર જરૂર લેવા જેવી છે આ વૈભવી ગામની મુલાકાત
કોટના બીચ વિસ્તાર અને અગાઉના બનાવો
વડોદરા નજીકનો કોટના બીચ વિસ્તાર સ્થાનિક લોકો માટે લોકપ્રિય પિકનિક સ્થળ તરીકે ઓળખાય છે, પરંતુ અહીં પાણીની ઊંડાઈ અને પ્રવાહ વિશે યોગ્ય માહિતીના અભાવે અકસ્માતોના બનાવો સમયાંતરે સામે આવતા રહે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવા વિસ્તારોમાં સુરક્ષા સૂચનાઓનું પાલન કરવું અત્યંત જરૂરી છે.
સ્થાનિક તંત્ર દ્વારા પણ વારંવાર ચેતવણીઓ આપવામાં આવતી હોવા છતાં, ઘણા લોકો જોખમને અવગણીને પાણીમાં ઊતરી જાય છે, જેના કારણે આવા બનાવો સર્જાય છે. ખાસ કરીને વરસાદી મોસમ અથવા પાણી છોડવામાં આવે ત્યારે નદીનો પ્રવાહ અચાનક વધી શકે છે.
સુરક્ષા અંગે તંત્રની અપીલ
આ દુર્ઘટનાના પગલે તંત્ર દ્વારા લોકોને નદી કે તળાવ જેવા સ્થળોએ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને અજાણ્યા અથવા જોખમી સ્થળોએ ન્હાવા જવાનું ટાળવું, અને પાણીની ઊંડાઈ વિશે પૂર્વ જાણકારી મેળવવી જરૂરી ગણાવવામાં આવી છે. તંત્રએ જણાવ્યું કે, આવી જગ્યાઓ પર સુરક્ષા ગાર્ડ, ચેતવણી બોર્ડ અને પેટ્રોલિંગ વધારવા અંગે પણ વિચારણા કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકી શકાય.
સમાજમાં શોકની લાગણી
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કર્યો છે. યુવાન વયમાં બે યુવકોના મૃત્યુથી પરિવારજનો અને મિત્રો પર આફત તૂટી પડી છે. સ્થાનિક લોકો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને પરિવારને સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ બનાવ ફરી એકવાર યાદ અપાવે છે કે મનોરંજન માટે ગયેલા સ્થળે પણ સુરક્ષા અને સાવચેતી સર્વોપરી છે. થોડો બેદરકારીનો પળ ગંભીર પરિણામ આપી શકે છે.
Vadodara Accident: વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને બેફામ ગતિએ વાહન હંકારતા ચાલકો હવે નિર્દોષ નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. શહેરના વાઘોડિયા રિંગ રોડ પર ગત શનિવારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) માંથી નિવૃત્ત થયેલા એક કર્મચારી જ્યારે પોતાના પેન્શનના નાણાં ઉપાડવા બેંક જઈ રહ્યા હતા, ત્યારે કાળરૂપી બાઈક ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ બાઈક ચાલક માનવતા નેવે મૂકીને ઈજાગ્રસ્તની મદદ કરવાને બદલે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે કપુરાઈ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પેન્શનના નાણાં ઉપાડવા ગયા અને અકસ્માત નડ્યો
મળતી માહિતી મુજબ, તરસાલીના રેવા પાર્કમાં રહેતા 68 વર્ષીય બળદેવભાઈ પરમાર પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. શનિવારે તેમના ખાતામાં પેન્શન જમા થયું હોવાથી તેઓ ખુશ હતા અને તે નાણાં ઉપાડવા માટે પોતાનું મોપેડ લઈને વાઘોડિયા રિંગ રોડ પર આવેલી બેંક તરફ નીકળ્યા હતા. પરિવારને ક્યાં ખબર હતી કે આ તેમની અંતિમ સફર બની રહેશે.
માસ્ક પહેરેલો બાઈક સવાર ટક્કર મારી નાસી છૂટ્યો
બળદેવભાઈ જ્યારે વાઘોડિયા રિંગ રોડ પર ભારત પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક પૂર ઝડપે આવતા બાઈક ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી જોરદાર હતી કે બળદેવભાઈ રોડ પર દૂર સુધી ફંગોળાયા હતા. અકસ્માત કરનાર યુવકે પોતાના મોં પર કાળા રંગનું માસ્ક બાંધ્યું હતું, જેથી તેની ઓળખ છુપાવી શકાય. અકસ્માત બાદ તે ભીડ જમા થાય તે પહેલાં જ ઝડપથી બાઈક ભગાવીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.
આ પણ વાંચો: રેલવે મુસાફરો માટે ખુશખબર : ઉનાળુ વેકેશનમાં ભીડને પહોંચી વળવા મુંબઈ-ઈન્દોર વચ્ચે દોડશે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
પરિવારમાં શોકની કાલિમા છવાઈ
ઘટનાની જાણ થતાં જ બળદેવભાઈનો પુત્ર કમલેશભાઈ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં પિતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ તેમને બચાવવા પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ આંતરિક ઈજાઓ વધુ હોવાથી સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. પિતાના અચાનક અવસાનથી નિવૃત્ત કર્મચારીના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ તેજ કરી
આ ગંભીર બનાવ અંગે કપુરાઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા પેટ્રોલ પંપ અને આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મોં પર માસ્ક બાંધીને ફરાર થયેલા આ 'રોડ રોમિયો'ને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Summer Special Train: ઉનાળુ વેકેશનની શરૂઆત થતાની સાથે જ ટ્રેનોમાં મુસાફરોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. વતન જતા લોકો અને પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થતા નિયમિત ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ જોવા મળી રહ્યું છે. મુસાફરોની આ હાલાકીને ધ્યાનમાં રાખીને અને ભીડને નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને ઈન્દોર વચ્ચે ખાસ ભાડા સાથે AC સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી ટ્રેન શરૂ થવાથી ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે અવરજવર કરતા હજારો મુસાફરોને સીધો ફાયદો થશે. મહત્વની વાત એ છે કે, આ ટ્રેનને દાહોદ સ્ટેશન પર પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક મુસાફરો તેમજ વેપારી વર્ગમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
બંને દિશામાં કુલ 34  ફેરાનું આયોજન
રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં કુલ 17-17 ફેરા કરશે. આ સુવિધા આગામી 29 જૂન સુધી ચાલુ રાખવામાં આવશે. વેકેશન દરમિયાન કન્ફર્મ ટિકિટ મેળવવા માટે વલખા મારતા પ્રવાસીઓ માટે આ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થશે.
ટ્રેનનું સમયપત્રક અને રૂટની વિગત
મુસાફરોની જાણકારી માટે ટ્રેનના સમયમાં નીચે મુજબ ફેરફાર અને વ્યવસ્થા કરવામાં આવી છે:
ટ્રેન નંબર 09079 (મુંબઈ સેન્ટ્રલ થી ઈન્દોર): આ ટ્રેન દર મંગળવાર અને રવિવારના રોજ રાત્રે 11:20 વાગ્યે મુંબઈથી રવાના થશે. બીજા દિવસે સવારે ૦૭:૧૦ કલાકે તે દાહોદ સ્ટેશન પહોંચશે અને માત્ર 2 મિનિટના ટૂંકા વિરામ બાદ ઈન્દોર તરફ આગળ વધશે.
ટ્રેન નંબર 09080 (ઈન્દોર થી મુંબઈ સેન્ટ્રલ): પરત ફરતી વખતે આ ટ્રેન દર સોમવાર અને બુધવારના રોજ સાંજે 05:00 વાગ્યે ઈન્દોરથી ઉપડશે. રાત્રે ૦૯:૫૫ કલાકે દાહોદ સ્ટેશન પર ટૂંકું રોકાણ કરી તે મુંબઈ તરફ પ્રસ્થાન કરશે.
આ પણ વાંચો: ગેસ ભરાવવા જઈ રહેલા રિક્ષાચાલકને કાળ ભરખી ગયો : અજાણ્યા વાહનની ટક્કરે થયું મોત, વાહન ચાલક ફરાર
મુખ્ય સ્ટોપેજ અને કોચની સુવિધા
આ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન તેના રૂટ દરમિયાન મહત્વના શહેરોને જોડશે. જેના મુખ્ય સ્ટોપેજ નીચે મુજબ રહેશે:
1. વાપી
2. સુરત
3. વડોદરા
4. દાહોદ
5. રતલામ
6. ઉજ્જૈન
હાલના આયોજન મુજબ, આ ટ્રેનમાં 3 કોચ રાખવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે એસી કેટેગરીના હશે. જોકે, મુસાફરોની માંગ અને ધસારાને જોતા ભવિષ્યમાં કોચની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે.
શ્રમિકો અને વિદ્યાર્થીઓને મોટી રાહત
લાંબા સમયથી મુસાફરો દ્વારા આ રૂટ પર વધારાની ટ્રેનની માંગ કરવામાં આવી રહી હતી. ખાસ કરીને મધ્યપ્રદેશથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં મજૂરી અર્થે આવતા શ્રમિકો, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મહાકાલના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે આ ટ્રેન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મુસાફરો આ ટ્રેનનું બુકિંગ રેલવેની સત્તાવાર વેબસાઇટ IRCTC અથવા કોઈપણ રેલવે ટિકિટ બારી પરથી કરાવી શકશે.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં રસ્તાઓ પર બેફામ દોડતા વાહનો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના આજવા રોડ પર ગતરોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં ગેસ ભરાવવા જઈ રહેલા મધ્યમવર્ગીય રિક્ષાચાલકને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રિક્ષાચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ જતાં પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાયોનિયર કોલેજ પાસે કાળમુખો અકસ્માત
ઘટનાની વિગતો મુજબ, વાઘોડીયા તાલુકાના આમોદર ગામે દરબાર ફળીયામાં રહેતા ૪૯ વર્ષીય કમલેશસિંહ નટવરસિંહ ચાવડા રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગતરોજ તેઓ નિત્યક્રમ મુજબ પોતાની રિક્ષા લઈને નીકળ્યા હતા અને આજવા રોડ પર આવેલી પાયોનિયર કોલેજ પાસેના સીએનજી (CNG) પંપ પર ગેસ પુરાવવા જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર પૂરઝડપે ધસી આવેલા એક અજાણ્યા વાહને તેમની રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
આ પણ વાંચો:  ધો.12ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર : નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂનમાં પૂરક પરીક્ષા, 'બેસ્ટ ઓફ ટુ' નો મળશે લાભ
ભારે ઈજાઓ બાદ સારવાર દરમિયાન દમ તોડ્યો
ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષાના કૂચડો બોલી ગયો હતો અને કમલેશસિંહ રિક્ષામાં જ લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત રિક્ષાચાલકને તાત્કાલિક અસરથી નજીકની પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં ટૂંકી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર વાયુવેગે પરિવારમાં પહોંચતા જ આમોદર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા કવાયત શરૂ કરી
આ ઘટના અંગે મૃતકના સંબંધી મિહિરસિંહ ચાવડાએ કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર થઈ ગયેલા વાહન ચાલકને ઝડપી પાડવા માટે પોલીસ પાયોનિયર કોલેજ અને આસપાસના શોરૂમ્સ તથા રસ્તાઓ પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ તપાસી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને વધુ તપાસ કપુરાઈ પોલીસ ચલાવી રહી છે.
GSEB Exam 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામોની જાહેરાત સાથે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ચિંતા બંનેનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33% અને સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71% રહ્યું છે. જોકે, જે વિદ્યાર્થીઓ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી અથવા એક કે તેથી વધુ વિષયમાં અનુત્તીર્ણ થયા છે, તેમના માટે બોર્ડે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર આપ્યા છે.
વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે અને તેમને ઉચ્ચ અભ્યાસ માટે પૂરતી તક મળે તે હેતુથી શિક્ષણ બોર્ડ દ્વારા આગામી જૂન મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ વખતે 'બેસ્ટ ઓફ ટુ' ફોર્મ્યુલા અમલી બનાવવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને તેમના ગુણ સુધારવા માટે સુવર્ણ તક પૂરી પાડશે. બોર્ડ દ્વારા આ અંગેની સત્તાવાર તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે અને વિદ્યાર્થીઓને વહેલી તકે ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી છે.
'બેસ્ટ ઓફ ટુ' ફોર્મ્યુલા: પરિણામ સુધારવાની સોનેરી તક
શિક્ષણ બોર્ડના નવા નિર્ણય મુજબ, જે વિદ્યાર્થીઓ પોતાના ગુણથી સંતુષ્ટ નથી અથવા નાપાસ થયા છે, તેઓ પૂરક પરીક્ષા આપી શકશે. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ બે વાર પરીક્ષા આપી શકે છે અને જે પરીક્ષામાં વધુ ગુણ મેળવ્યા હશે, તે પરિણામને આખરી માન્ય રાખવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે જેઓ મેઈન પરીક્ષામાં કોઈ કારણસર ઓછું સ્કોર કરી શક્યા હતા.
જૂન મહિનામાં યોજાશે પરીક્ષા: શૈક્ષણિક વર્ષ બચશે
નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં યોજાનારી પૂરક પરીક્ષા આશીર્વાદ સમાન સાબિત થશે. જો વિદ્યાર્થી આ પરીક્ષામાં પાસ થઈ જાય છે, તો તેને તે જ વર્ષે કોલેજ કે અન્ય ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મળી શકશે, જેનાથી તેનું આખું વર્ષ બગડતા બચી જશે. બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયામાં પરીક્ષાનું વિગતવાર ટાઈમ ટેબલ સત્તાવાર વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.
કેવી રીતે ભરવા ફોર્મ અને ક્યાં કરવો સંપર્ક?
પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ માટે વિદ્યાર્થીઓ ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે અથવા પોતાની શાળાનો સંપર્ક કરી શકે છે. શાળાઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં અને જરૂરી માર્ગદર્શન આપવામાં મદદરૂપ થાય, જેથી કોઈ પણ વિદ્યાર્થી આ તકથી વંચિત ન રહી જાય.
Bharuch News: આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાયદાકીય મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે ફરિયાદો બાદ, હવે ભરૂચની કોર્ટે પોલીસ વિરુદ્ધ કરેલા વિવાદાસ્પદ નિવેદન બદલ તેમને તેડું મોકલ્યું છે.
શું છે સમગ્ર મામલો?
જુલાઈ 2024માં ચૈતર વસાવાએ INDIA ગઠબંધનની ઓફિસ ખાતે એક નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે "ગુજરાત પોલીસ દારૂ વેચવાનું કામ કરે છે." આ નિવેદનથી પોલીસ વિભાગની છબી ખરડાઈ હોવાનું માનીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: કચ્છ જિલ્લામાં હોદ્દેદારોની નિમણૂંક માટેની પ્રક્રિયા તેજ : જિલ્લા પંચાયત, નપા અને મનપામાં પ્રમુખ પદ માટેની પ્રક્રિયા
કોર્ટની કાર્યવાહી અને નોટિસ
ભરૂચના તત્કાલીન એસપી (SP) મયુર ચાવડાએ આપેલા રિપોર્ટના આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન જોશીએ ધારાસભ્ય વિરુદ્ધ આકરા પગલાં લીધા છે. પોલીસની છબી ખરડવાના પ્રયાસ બદલ કોર્ટે ચૈતર વસાવાને બદનક્ષીની નોટિસ ફટકારી છે. કોર્ટે આ મામલે 23 જૂને ધારાસભ્યને રૂબરૂ હાજર રહેવા માટે ફરમાન કર્યું છે.
પોલીસ વિભાગની છબીનો મુદ્દો
સરકારી પક્ષની દલીલ છે કે જવાબદાર પદ પર બેઠેલા જનપ્રતિનિધિ દ્વારા આ પ્રકારે સમગ્ર પોલીસ દળને દારૂના વેચાણ સાથે જોડવું એ પાયાવિહોણું અને અપમાનજનક છે. આ નિવેદન દ્વારા જનતામાં પોલીસ પ્રત્યે અવિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં CM સહિત આખું મંત્રીમંડળ હારવાના સંકેત : 30 વર્ષ પછી ફરી દોહરાયો ઇતિહાસ? તે સમયે ગુજરાતમાં પણ થયો હતો આવો ઘાટ
ચૈતર વસાવા અગાઉ પણ અનેક વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે, ત્યારે હવે કોર્ટના આ તેડા બાદ તેમની રાજકીય અને કાયદાકીય મુશ્કેલીઓ વધુ વકરે તેવી શક્યતા છે.
વડોદરા શહેરમાંથી એક પ્રેરણાદાયક સફળતાની કહાની સામે આવી છે જ્યાં મજબૂત ઈચ્છાશક્તિ અને અવિરત મહેનતથી એક વિદ્યાર્થીએ આર્થિક મર્યાદાઓને પાછળ મૂકી શૈક્ષણિક ક્ષેત્રે અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. શહેરના માંડવી વિસ્તારની ઘડિયાળી પોળમાં રહેતા નિસર્ગ વિમલભાઈ ફિચડીયાએ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 700માંથી 636 ગુણ મેળવી 98.80 પર્સન્ટાઈલ સાથે A1 ગ્રેડ મેળવ્યો છે.
નિસર્ગનો પરિવાર મધ્યમવર્ગીય છે અને તેમના પિતા મોબાઈલ રિપેરિંગની નાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. છતાં આર્થિક સંજોગો વચ્ચે પણ નિસર્ગના અભ્યાસમાં કોઈ ખોટ ન રહે તે માટે પરિવાર સતત પ્રયત્નશીલ રહ્યો હતો. આ સફળતા માત્ર નિસર્ગની નથી, પરંતુ તેના સમગ્ર પરિવારના ત્યાગ અને સમર્પણનું પરિણામ છે.
આ પણ વાંચો: રાજકોટમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો ઉત્સાહ છલકાયો : સાયન્સમાં 93.36% અને સામાન્ય પ્રવાહમાં 93.69% પરિણામ; સ્કૂલોમાં ગરબા સાથે ઉજવણી
અભ્યાસ પ્રત્યે અડગ શિસ્ત
નિસર્ગની માતા શીતલબહેન જણાવે છે કે, નિસર્ગ શરૂઆતથી જ ખૂબ જ અનુશાસિત અને મહેનતુ વિદ્યાર્થી રહ્યો છે. તે દરરોજ ઘરે લગભગ 6થી 7 કલાક અભ્યાસ કરતો અને ટ્યુશન ક્લાસમાં પણ એટલો જ સમય વિતાવતો હતો. આમ, દિવસના કુલ 12 થી 14 કલાકનો સમય તે માત્ર અભ્યાસ માટે ફાળવતો હતો.
આટલી લાંબી સમયસીમા સુધી સતત અભ્યાસ કરવો સહેલું નથી પરંતુ નિસર્ગે પોતાની એકાગ્રતા અને લક્ષ્યપ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા આ શક્ય બનાવ્યું હતું. પરિવારના સભ્યોનું કહેવું છે કે તે સોશિયલ મીડિયા અને અન્ય વિક્ષેપોથી દૂર રહીને માત્ર પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો.
આ પણ વાંચો: વડોદરાની દીકરીઓનો કમાલ : મર્યાદિત સાધનો વચ્ચે ધોરણ-12માં મેળવી ઝળહળતી સફળતા
વિષયવાર ઉત્તમ પ્રદર્શન
નિસર્ગે કોમર્સ સ્ટ્રીમમાં દરેક મુખ્ય વિષયમાં નોંધપાત્ર ગુણ મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે. ઓર્ગેનાઈઝેશન ઓફ કોમર્સમાં 99 ગુણ મેળવી લગભગ પૂર્ણતા હાંસલ કરી, જ્યારે સ્ટેટિસ્ટિક્સમાં 97 અને ઈકોનોમિક્સમાં 96 ગુણ મેળવી મજબૂત સમજ દર્શાવી છે.
એકાઉન્ટમાં 94 અને સેક્રેટરી પ્રેક્ટિસમાં 90 ગુણ મેળવી તેણે કોમર્સના પ્રાથમિક વિષયો પર પોતાની પકડ મજબૂત કરી છે. ભાષાના વિષયોમાં પણ તેણે સંતોષકારક પ્રદર્શન કર્યું છે, જેમાં ગુજરાતી વિષયમાં 79 અને અંગ્રેજીમાં 81 ગુણ મેળવ્યા છે. આ પરિણામ તેની સર્વાંગી તૈયારી અને સંતુલિત અભ્યાસ પદ્ધતિને દર્શાવે છે.
આ પણ વાંચો: ધોરણ 12 રિઝલ્ટમાં આ જિલ્લાનો દબદબો : સાયન્સમાં 84.33% અને સામાન્ય પ્રવાહમાં 92.71% સાથે વિદ્યાર્થીનીઓએ મારી બાજી
સંયુક્ત પરિવારનો મજબૂત આધાર
નિસર્ગ પોતાની સફળતાનું શ્રેય માત્ર પોતાની મહેનતને નહીં, પરંતુ તેના સંયુક્ત પરિવારને પણ આપે છે. તેના દાદા સુરેશભાઈ અને દાદી ઇન્દુબેન દ્વારા મળેલા માનસિક ટેકાએ તેને હંમેશા પ્રેરિત રાખ્યો હતો. પરિવારના દરેક સભ્યે તેની પરીક્ષાની તૈયારી દરમિયાન શાંતિપૂર્ણ અને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડ્યું હતું. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતાં છતાં, તેના પિતા વિમલકુમારે પુત્રના શિક્ષણમાં કોઈ સમાધાન ન કર્યું. તેમણે પોતાના વ્યવસાયની મર્યાદાઓ છતાં નિસર્ગના સપનાઓને સાકાર કરવા પૂરતો સહયોગ આપ્યો હતો.
ભવિષ્યનું લક્ષ્ય
નિસર્ગે પોતાના ભવિષ્ય અંગે સ્પષ્ટ દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. તે આગળ જઈને કોમર્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગે છે અને Chartered Accountant અથવા ACCA બનવાનું તેનું લક્ષ્ય છે. તેનું કહેવું છે કે, તે પોતાના પિતાના સંઘર્ષને સફળતામાં ફેરવવા માંગે છે અને પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે મહેનત ચાલુ રાખશે. તેની આ લાગણી અને લક્ષ્ય પ્રત્યેની સ્પષ્ટતા તેને અન્ય વિદ્યાર્થીઓ માટે એક આદર્શ બનાવે છે.
પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે નિસર્ગ
નિસર્ગ ફિચડીયાની આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિગત સફળતા નથી પરંતુ સમાજ માટે એક સંદેશ છે કે મજબૂત મનોબળ અને અવિરત પ્રયત્નો દ્વારા કોઈપણ અવરોધને પાર કરી શકાય છે. આર્થિક પરિસ્થિતિ ક્યારેય સફળતાની રાહમાં અંતિમ અવરોધ બની શકતી નથી, જો મનમાં દ્રઢ નિશ્ચય હોય. વડોદરાના શિક્ષણ ક્ષેત્રમાં નિસર્ગ આજે પ્રેરણારૂપ ઉદાહરણ બની ગયો છે. ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારો માટે તેની કહાની આશા અને પ્રેરણાનું સ્ત્રોત બની રહી છે.
વડોદરા શહેરમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે વડોદરાના બિલ વિસ્તારમાં રહેતા અને જિઓમાર્ટમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા એક યુવકને શેરબજાર અને IPOમાં ધરખમ નફાની લાલચ આપી ઠગોએ રૂ. 26.05 લાખનો ચૂનો લગાવ્યો છે.
ફેસબુક પર મૈત્રી
બિલ વિસ્તારના દીપક ઠાકોરભાઈ રાજને ગત 12 ડિસેમ્બર 2025ના રોજ ફેસબુક પર ‘બ્રહ્મી કપસિયા’ નામની યુવતી સાથે પરિચય થયો હતો. સામાન્ય વાતચીત બાદ યુવતીએ શેરબજારમાં રોકાણ કરી ટૂંકા ગાળામાં કરોડપતિ બનવાના સપના બતાવ્યા હતા. ત્યારબાદ યુવકને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો જ્યાં શેરબજાર અને આવનારા નવા IPO વિશે ખોટી માહિતી આપી રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરાયો.
આ પણ વાંચો:  અમદાવાદમાં 17 લાખના સ્ટોક માર્કેટ ફ્રોડનો થયો પર્દાફાશ : સાયબર ક્રાઇમે 3 આરોપીને ઝડપી પાડ્યા
વિશ્વાસ કેળવવામાં આવ્યો
ઠગોએ પોતાની જાળ મજબૂત કરવા માટે એક નકલી વેબસાઈટ પર યુવકનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. શરૂઆતમાં યુવકે નાની રકમનું રોકાણ કર્યું ત્યારે તેના ડિજિટલ વોલેટમાં નફો બતાવવામાં આવ્યો હતો અને પ્રોત્સાહન તરીકે રૂ. 16,000 પરત પણ કરવામાં આવ્યા હતા. આ ટ્રીકથી યુવકનો વિશ્વાસ જીતી લીધા બાદ ઠગોએ તેને રોકાણ કરવા લલચાવ્યો હતો.
આ પણ વાંચો: સામાન્ય વાતમાં બે પક્ષ વચ્ચે થયો હતો ઝઘડો : મુન્ના મિશ્રા નામના વ્યક્તિનું ઢીમ ઢાળી દેવાયું
રૂ. 39 લાખનો નફો દેખાયો
યુવકે વધુ નફાની લાલચમાં વિવિધ તારીખે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 26,05,000 ટ્રાન્સફર કર્યા હતા. નકલી વેબસાઈટ પર તેનું બેલેન્સ નફા સાથે રૂ. 39 લાખ દર્શાવતું હતું. જોકે, જ્યારે યુવકે આ રકમ ઉપાડવા (Withdraw)નો પ્રયાસ કર્યો ત્યારે તે રકમ ઉપડી શકી નહોતી. ઠગોએ ટેકનિકલ ખામીનું કારણ આગળ ધરી વધુ નાણાં માંગવાનું શરૂ કર્યું હતું. છેવટે સંપર્ક કપાઈ જતાં યુવકને પોતે છેતરાયો હોવાનો અહેસાસ થયો હતો.
આ પણ વાંચો: ડીસામાં ACBનો સપાટો : તલાટીને ફિલ્મી ઢબે રંગે હાથ દબોચ્યો!
પોલીસ તપાસ તેજ
આ સમગ્ર મામલે દીપક રાજે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઠગોએ જાણીતી કંપનીઓના નામે નકલી દસ્તાવેજો બનાવી યુવકને ભ્રમિત કર્યો હતો. પોલીસે ઈલેક્ટ્રોનિક માધ્યમો અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે આંતરરાજ્ય સાયબર ગેંગની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અનેક મહાનુભાવોની સંભવિત મુલાકાતને પગલે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના માર્ગોને નવો ઓપ આપવા અને સ્વચ્છતા જાળવવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ફિલ્ડ વિઝિટ કરી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, VUDA, જિલ્લા પંચાયત અને નેશનલ હાઈવે ઓથોરિટીના સંયુક્ત સંકલન સાથે કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
એરપોર્ટથી હાઈવે સુધીના માર્ગોનું નિરીક્ષણ
મ્યુનિસિપલ કમિશનરે આજે એરપોર્ટ સર્કલથી લઈને હાઈવે સુધીના મુખ્ય માર્ગોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓને રસ્તાઓના લેવલિંગ, ડ્રેનેજ વ્યવસ્થા અને જરૂરી પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી છે. વડાપ્રધાનના પ્રવાસના રૂટ પર આવતા તમામ રસ્તાઓને સુવિધા સજ્જ કરવા માટે વિવિધ વિભાગો વચ્ચે આંતર-વિભાગીય સંકલન સાધવામાં આવ્યું છે જેથી કામગીરીમાં કોઈ વિલંબ ન થાય.
'વન ડે વન રોડ' અભિયાન હવે ઝોન વાઈઝ ચલાવાશે
વડોદરામાં અત્યાર સુધી ચાલી રહેલા 'વન ડે વન રોડ' સફાઈ અભિયાનને હવે વધુ વેગ આપવામાં આવશે. કમિશનરે જાહેરાત કરી છે કે, આ સફાઈ અભિયાનને હવે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારેય ઝોનમાં વ્યાપક બનાવવામાં આવશે. આ અભિયાન હેઠળ દરેક ઝોનના મુખ્ય માર્ગોને એકસાથે સ્વચ્છ કરવામાં આવશે. માત્ર સફાઈ જ નહીં પરંતુ શહેરના હેરીટેજ સ્ટ્રક્ચર્સ અને તળાવોની આસપાસ પણ વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: નજીવી બાબતે આધેડ પર હિંસક હુમલો : 4 શખ્સે તલવાર-છરીથી કર્યું આક્રમણ
નાગરિકોને સ્વચ્છતા જાળવવા અપીલ
મ્યુનિસિપલ કમિશનરે વડોદરાના જનતાને પણ આ અભિયાનમાં સહભાગી થવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, "શહેર આપણું છે અને તેને સુંદર રાખવાની જવાબદારી પણ આપણી છે." તેમણે લોકોને ગમે ત્યાં કચરો ન ફેંકવા અને તંત્રને સ્વચ્છતા જાળવવામાં 100% સહકાર આપવા અપીલ કરી છે. ખાસ કરીને જે લોકો જાહેર માર્ગો પર કચરો ફેંકે છે તેમને વિનંતી કરી છે કે તેઓ સ્વચ્છતાનું મહત્વ સમજી શહેરને સુંદર બનાવવામાં મદદરૂપ થાય.
વડોદરા: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સીઝન શરૂ થતાની સાથે જ સટ્ટાબજાર પણ ગરમાયું છે, ત્યારે વડોદરા શહેર પોલીસે સટ્ટાખોરો વિરુદ્ધ લાલ આંખ કરી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયાની સૂચના હેઠળ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ઝોન-3 એલ.સી.બી. (LCB) ટીમે હાઈટેક રીતે ચાલતા આઈ.પી.એલ. સટ્ટાનો પર્દાફાશ કરીને સાત શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
બાતમીના આધારે ગોડાઉનમાં પોલીસનો દરોડો
ઝોન-3 એલ.સી.બી.ની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે એ.એસ.આઈ. કનકસિંહ શિવસિંહ અને હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભાણાભાઈને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉન નંબર 33 માં કમલેશ વિનોદભાઈ પરમાર બહારથી માણસો બોલાવીને આઈ.પી.એલ.ની ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યો હતો. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડનું આયોજન કર્યું હતું. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે આરોપીઓ ટીવી પર મેચ નિહાળી મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટના માધ્યમથી સટ્ટો રમતા અને રમાડતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી સાત ઇસમોની અટકાયત કરી છે અને એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત
વડોદરા એલ.સી.બી. ઝોન-03ની ટીમ દ્વારા પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન કુલ રૂ. 4,25,840 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસને સ્થળ પરથી રૂ. 25,840 ની રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત, સટ્ટાબાજીમાં વપરાતા રૂ. 1,15,000 ની કિંમતના કુલ 07 નંગ મોબાઈલ ફોન અને મેચ નિહાળવા માટે ઉપયોગમાં લેવાતા રૂ. 25,000 ની કિંમતના ટીવી તથા રિમોટ જેવા ઉપકરણો પણ કબજે લેવામાં આવ્યા છે. સાથે જ, પોલીસે આરોપીઓ દ્વારા વપરાશમાં લેવાયેલા રૂ. 2,60,000 ની કિંમતના 04 દ્વિચક્રી વાહનો (એક્ટિવા અને એક્સેસ) પણ જપ્ત કર્યા છે.
આ પણ વાંચો: પતિએ પત્નીને પતાવીને કર્યો સાળાને ફોન : ફોનમાં જે વાત કરી એ જાણીને તમારા રૂવાટાં ઉભા થઈ જશે
પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓની યાદી
પકડાયેલા આરોપીઓના નામ
1. કમલેશ વિનોદભાઈ પરમાર (આજવા રોડ)
2. પિયુષ કનુભાઈ પંચાલ (દંતેશ્વર)
3. નાનુ રાજુભાઈ ચુનારા (બરાનપુરા)
4. સુમિત હરેશભાઈ સબાગવાની (વારસીયા)
5. ગિતેશ ઉર્ફે રોકી દરીયાભાઈ ચોથવાણી (વારસીયા)
6. પુર્વેશ પ્રકાશભાઈ પટેલ (નવાપુરા)
7. પ્રિયાંક કનુભાઈ પટેલ (નવાપુરા)
આ ઉપરાંત, આ નેટવર્ક સાથે સંકળાયેલા ચેતન કહાર ઉર્ફે ભાંજુ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પો.સ.ઇ. એસ.એ. ફૂલધારા અને તેમની એલ.સી.બી. ટીમનો મહત્વનો ફાળો રહ્યો છે.
કાયદેસરની કાર્યવાહી
પોલીસે તમામ સાતેય આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશન માં જુગાર અધિનિયમની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધ્યો છે. આ સટ્ટાના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને અન્ય zee કોણ આમાં સામેલ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે.
વડોદરા: વડોદરાના ધોળાકુવા ગામમાં એક એવી ઘટના સામે આવી છે જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. જે ઘરમાં હજુ લગ્નની મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો, ત્યાં જ એક નવવિવાહિતાનો સંસાર કાયમ માટે ઉજડી ગયો છે. લગ્નના માત્ર દોઢ મહિનાના ટૂંકા ગાળામાં જ પતિએ પત્નીનો કરૂણ અંત આણ્યો છે. સામાન્ય રીતે લગ્ન બાદ દંપતી સુખી જીવનના સપના જોતા હોય છે, પરંતુ અહીં પતિની વહેમીલી નજરે એક નિર્દોષ યુવતીનો જીવ લઈ લીધો છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી દીધી છે અને કાયદો-વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.
સાળાને ફોન કરી કહ્યું- ‘અમારી લાશો લઈ જજો’
ઘટનાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, પત્નીનો જીવ લીધા બાદ આરોપી પતિ હર્ષદ ગોહિલે પોતાના સાળા જયદીપભાઈને ફોન કર્યો અને ફોન પર તેણે અત્યંત ઠંડા કલેજે ભયાનક શબ્દો ઉચ્ચાર્યા હતા કે, “અમારી લાશો લઈ જજો.” આ વાક્ય સાંભળતા જ તેજલબેનના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ગભરાયેલા પરિવારે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે તેજલબેન બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક વાસદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
વહેમીલા પતિનો ત્રાસ અને બનાવની વિગતો
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, હર્ષદ ગોહિલ અને તેજલબેનના લગ્ન માત્ર દોઢ મહિના પહેલા જ થયા હતા. જોકે, લગ્નના થોડા જ દિવસોમાં હર્ષદનું અસલી રૂપ સામે આવવા લાગ્યું હતું. તે તેજલબેન પર ખોટો વહેમ રાખીને તેમને માનસિક અને શારીરિક રીતે અસહ્ય ત્રાસ આપતો હતો. તેજલબેન આ નરક સમાન જીવનમાંથી બહાર નીકળે તે પહેલા જ હર્ષદે તેમના જીવનનો અંત લાવી દીધો. શરૂઆતમાં આ મામલો સામાન્ય દેખાઈ રહ્યો હતો, પરંતુ તેજલબેનના પરિવારને શંકા જતાં તેમણે ન્યાયની માંગ કરી હતી.
આ પણ વાંચો: વડોદરાની દીકરીઓનો કમાલ : મર્યાદિત સાધનો વચ્ચે ધોરણ-12માં મેળવી ઝળહળતી સફળતા
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ભયાનક ખુલાસો
ઘટનાની જાણ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે વડોદરાની એસએસજી(S.S.G) હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે, તેજલબેનનું મોત કુદરતી રીતે નહીં, પરંતુ ગળું દબાવવાને  કારણે થયું છે. આ પુરાવા મળતા જ નંદેસરી પોલીસે આરોપી પતિ હર્ષદ ગોહિલની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી.
પોલીસની કડક કાર્યવાહી અને તપાસ
નંદેસરી પોલીસે હાલ હત્યારા પતિ હર્ષદ ગોહિલને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું આ ભયાનક પગલાં પાછળ માત્ર વહેમ જ જવાબદાર હતો કે, પછી અન્ય કોઈ ગુપ્ત કારણો પણ આ ઘટના સાથે જોડાયેલા છે. એક હસતા-રમતા પરિવારનો આ રીતે કરૂણ અંત આવતા ધોળાકુવા ગામ સહિત સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામોમાં વડોદરાની દીકરીઓએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. આર્થિક મર્યાદાઓ અને પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ અડગ મનોબળ અને સતત મહેનતના આધારે તેઓએ સાબિત કર્યું છે કે સફળતા માટે સંજોગો નહીં, પરંતુ સંકલ્પ મહત્વનો છે.
કાજલ અગ્રવાલ
વડોદરાના છાણી TP-13 વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા લક્ષ્મણભાઈ અગ્રવાલની પુત્રી કાજલ અગ્રવાલે ધોરણ-12માં 90.8 ટકા અને 98.47 પર્સન્ટાઇલ મેળવીને A1 ગ્રેડ સાથે ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી છે. એક સામાન્ય વેપારી પરિવારની દીકરી હોવા છતાં કાજલે પોતાના અભ્યાસ પ્રત્યેની નિષ્ઠા અને નિયમિતતા જાળવી રાખી. પરિવારની આર્થિક સ્થિતિ મર્યાદિત હોવા છતાં તેના પિતાએ તેના અભ્યાસમાં કોઈ કમી રહેવા દીધી નહોતી.
કાજલે જણાવ્યું સફળતાનું મુખ્ય કારણ સતત અભ્યાસ, યોગ્ય માર્ગદર્શન અને પરિવારનો અવિરત સહકાર છે. તેના પરિણામે તે માત્ર પોતાના પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે ગૌરવનું કારણ બની છે.
આ પણ વાંચો: ધોરણ 12 રિઝલ્ટમાં આ જિલ્લાનો દબદબો : સાયન્સમાં 84.33% અને સામાન્ય પ્રવાહમાં 92.71% સાથે વિદ્યાર્થીનીઓએ મારી બાજી
કસ્તુરી પાનબંદ
વડોદરાની જીવન સાધના સ્કૂલમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા કર્મચારીની પુત્રી કસ્તુરી પાનબંદેએ પણ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. તેણે 91 ટકા અને 98.40 પર્સન્ટાઇલ મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.
કસ્તુરી પાસે શિક્ષણ માટે સીમિત સંસાધનો હોવા છતાં અભ્યાસ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. માતા-પિતા અને દાદીની હૂંફ અને પ્રોત્સાહન તેના માટે મજબૂત આધાર બન્યા. કસ્તુરીએ પોતાના ભવિષ્યના લક્ષ્ય વિશે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવા માંગે છે અને પોતાના પરિવારના સપનાઓને સાકાર કરવા પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો: GSEB Class 12 Result 2024 : આજે 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ, વેબસાઈટ કે વોટ્સએપ પર માત્ર 4 સ્ટેપ્સ ફોલો કરો અને જુઓ તમારું રિઝલ્ટ
સંઘર્ષમાંથી સિદ્ધિ સુધીની સફર
આ બંને કિસ્સાઓ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમાજ માટે એક સંદેશ છે. આર્થિક રીતે મજબૂત ન હોવા છતાં યોગ્ય દિશામાં કરેલી મહેનત અને પરિવારના સહકારથી મોટા પરિણામો મેળવી શકાય છે. વડોદરાની આ દીકરીઓએ દર્શાવ્યું છે કે સંજોગો ભલે મુશ્કેલ હોય, પરંતુ જો મનમાં નિર્ધાર હોય તો કોઈ પણ અવરોધ સફળતાની સામે નાનો પડે છે. આવી સિદ્ધિઓ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રેરણારૂપ છે, જેઓ મર્યાદિત સંસાધનોને કારણે પોતાના સપનાઓ છોડવા મજબૂર થાય છે.
વડોદરા: 'સંસ્કારી નગરી' તરીકે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતું વડોદરા શહેર આજે આધુનિકતાના રંગે રંગાઈને 'સ્માર્ટ સિટી' તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે. આજના આઈટી ટાવર્સ, ફ્લાયઓવર અને સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ પાછળ દાયકાઓનો પરિશ્રમ અને અનેક વિઝનરી નેતાઓની દીર્ઘદ્રષ્ટિ છુપાયેલી છે. શહેરના 'પ્રથમ નાગરિક' તરીકે સુકાન સંભાળનારા પૂર્વ મેયરોએ માત્ર વહીવટ જ નથી કર્યો, પરંતુ વડોદરાના ભવિષ્યની મજબૂત ઈમારત ચણી છે. ઈ.સ. 1961માં કોર્પોરેશનની સ્થાપનાથી લઈને આજ સુધી, દરેક મેયરે વડોદરાની ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક કાયાપલટમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. ચાલો જાણીએ વડોદરાના વિકાસની મશાલ જલાવનારા એ વિઝનરી નેતાઓની ગાથા.
વહીવટી માળખાના શિલ્પી: નાનાલાલ ચોકસી (1961-1968)
વડોદરા શહેર જ્યારે મ્યુનિસિપાલિટીમાંથી કોર્પોરેશન બન્યું, ત્યારે પ્રથમ મેયર તરીકે નાનાલાલ ચોકસીએ કમાન સંભાળી હતી. તેમણે સૌથી લાંબો સમય સુકાન સંભાળીને નવજાત કોર્પોરેશનને મજબૂત વહીવટી પાયો પૂરો પાડ્યો. શહેરના આયોજનબદ્ધ વિસ્તરણની બ્લુ-પ્રિન્ટ અને મજબૂત વહીવટી માળખું ઊભું કરવાની તેમની કામગીરી આજે પણ વડોદરાના વિકાસનો આધારસ્તંભ મનાય છે.
આરોગ્ય અને શિક્ષણના પ્રણેતા: ડૉ. ઠાકોરભાઈ પટેલ (1968-1973)
શહેરના બીજા મેયર ડૉ. ઠાકોરભાઈ પટેલે સ્વાસ્થ્ય અને શિક્ષણને કેન્દ્રમાં રાખીને કાર્ય કર્યું. તેમના શાસનકાળમાં કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલોનું આધુનિકીકરણ થયું અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું. આ ઉપરાંત, છેવાડાના અને ગરીબ બાળકો માટે શૈક્ષણિક સુવિધાઓ વધારીને તેમણે સામાજિક ઉત્થાનનો માર્ગ મોકળો કર્યો હતો.
આ પણ વાંચો: વડોદરા પોલીસનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો : કુખ્યાત બુટલેગર લાલુ સિંધી અને તેની ગેંગ પર ‘ગુજસીટોક’ ઝીંકાયો, 12 સામે ગુનો નોંધાયો
માળખાગત સુવિધાના જનક: રમણભાઈ પટેલ (1975-1980)
1975 થી 1980 દરમિયાન સતત પાંચ વર્ષ સુધી મેયર પદે રહેલા રમણભાઈ પટેલે વડોદરાની ભૌતિક સુવિધાઓના વિકાસ પર ભાર મૂક્યો. શહેરભરમાં રસ્તાઓનું નેટવર્ક, પીવાના પાણીની લાઈનો અને ગટર વ્યવસ્થા જેવા પાયાગત અને આધુનિક પ્રોજેક્ટ્સ તેમના સમયમાં જ વેગવંતા બન્યા હતા, જેણે શહેરના ઝડપી વિકાસને ગતિ આપી.
વારસા અને આધુનિકતાનો સમન્વય: ડૉ. જતીનભાઈ મોદી (1981-1987 વચ્ચે)
વડોદરાને તેની 'સંસ્કારી નગરી' તરીકેની વૈશ્વિક ઓળખ જાળવી રાખવા સાથે આધુનિકતા તરફ વાળવામાં ડૉ. જતીનભાઈ મોદીનું યોગદાન વિશેષ રહ્યું છે. તેમણે ઐતિહાસિક સ્થાપત્યોની જાળવણી અને શહેરના બગીચાઓના બ્યુટિફિકેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સાથે જ, કોર્પોરેશનના વહીવટમાં આધુનિક અભિગમ અપનાવવાના બી રોપ્યા હતા.
વિકાસની અવિરત જ્યોત અને છેવાડાના માનવી સુધી પહોંચ
આ વિઝનરી નેતાઓ ઉપરાંત અન્ય પૂર્વ મેયરોએ પણ વડોદરાની પ્રગતિમાં ઈંટ રોપી છે. ભારતીબેન વ્યાસે મહિલા સશક્તિકરણ અને સ્લમ આવાસ યોજનાઓ દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યા. જ્યારે શબ્દશરણ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના વહીવટને લોકાભિમુખ બનાવી જનતાના પ્રશ્નોને વાચા આપી. આજે જ્યારે વડોદરા નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે આ પૂર્વ મેયરોએ કંડારેલી કેડી જ આધુનિક અને સ્માર્ટ વડોદરાનો માર્ગ પ્રશસ્ત કરી રહી છે. તેમનો આ વિઝનરી અભિગમ જ છે જે વડોદરાને તેના ભવ્ય ભૂતકાળ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ ગતિમાન રાખી રહ્યો છે.
વડોદરામાં સંગઠિત ગુનાખોરી ડામવા માટે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. દાયકાઓથી ગુજરાતમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગેરકાયદેસર રીતે ઠાલવતા કુખ્યાત બુટલેગર લાલુ સિંધી અને તેની સંગઠિત ગેંગ સામે વડોદરા પોલીસે ‘ગુજસીટોક’ (GCTOC) હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડનો દોર શરૂ કર્યો છે. વડોદરા શહેર, જિલ્લો અને મધ્ય ગુજરાતમાં ફેલાયેલા આ નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે કુલ ૧૨ આરોપીઓ સામે ગાળિયો કસ્યો છે. આ ટોળકીનું વર્ચસ્વ એટલું હતું કે સ્થાનિક બુટલેગરોએ પણ દારૂના ધંધા માટે લાલુ સિંધીની મંજૂરી લેવી પડતી હતી.
કુખ્યાત લાલુ સિંધી ગેંગ પર કાયદાનો સકંજો: 12 સામે ગુનો દાખલ
વડોદરા પોલીસે નંદેસરી પોલીસ મથકે સંગઠિત ગુના નિવારણ કાયદા (ગુજસીટોક) હેઠળ લાલચંદ ઉર્ફે લાલુ હેમનદાસ ખાનાણી અને તેની ટોળકીના 12 સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ ટોળકી છેલ્લા ૨૦ વર્ષથી સક્રિય હતી અને મધ્ય ગુજરાતના દારૂના કાળા કારોબાર પર એકહથ્થુ શાસન ધરાવતી હતી. લાલુ સિંધી પોતે ૩૭ જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને અગાઉ ૬ વખત પાસા (PASA) હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે.
મુકેશ મખીજાનીની ધરપકડ અને તપાસનો ધમધમાટ
પોલીસે આ કાર્યવાહી અંતર્ગત ટોળકીના સભ્ય મુકેશ નારાયણદાસ મખીજાનીની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં અન્ય ચાર આરોપીઓ પહેલેથી જ જેલમાં બંધ છે, જ્યારે લાલુ સિંધી સહિતના બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસની જવાબદારી એસીપી (ACP) પ્રણવ કટારીયાને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટે આજથી ફોર્મ ભરવાનું શરૂ : જાણો ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ
અન્ય રાજ્યોમાંથી ચાલતું હતું દારૂનું નેટવર્ક
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે લાલુ સિંધી, સુનીલ ઉર્ફે અદો અને વિજુ સિંધીની આ ગેંગ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, દમણ અને ગોવા જેવા રાજ્યોમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવતી હતી. આ કરોડોનો દારૂ ગુજરાતના ખૂણે-ખૂણે સપ્લાય કરવામાં આવતો હતો. અગાઉ અનેક ગુના નોંધાયા છતાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પીઠબળને કારણે આ ગેંગ લાંબા સમય સુધી બચી નીકળવામાં સફળ રહી હતી, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની સક્રિયતા બાદ આખરે વડોદરા પોલીસે કડક શસ્ત્ર ઉગામ્યું છે.
કોની કોની સામે ગુનો નોંધાયો?
નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં નીચેના આરોપીઓના નામ સામેલ છે:
લાલચંદ ઉર્ફે લાલુ સિંધી (મુખ્ય સૂત્રધાર)
સુનીલ ઉર્ફે અદો કેવલરામાણી
મુકેશ નારાયણદાસ મખીજાની (ધરપકડ કરાઈ)
અનિલ ઉર્ફે એન્થોની ગંગવાણી
ધર્મેશ ઉર્ફે લાલો ચૌહાણ
કાલુ ઉર્ફે ટોપી ટેલવાણી
મનોજ ઉર્ફે પાપડ નરસિંગાની
જીતેન્દ્ર ચૌહાણ, મોહિત અગ્રવાલ, હેમંત સચવાણી, હિમાંશુ અગ્રવાલ અને દીપેન વાળા
પોલીસની આ કડક કાર્યવાહીથી વડોદરાના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Vadodara Crime: વડોદરા જિલ્લાના પાદરામાં અંધશ્રદ્ધાના નામે ચાલતા એક મોટા છેતરપિંડીના જાળને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધર્મ અને ચમત્કારના નામે ભોળા લોકોને લૂંટતા એક ‘ભુવાજી’ના અડ્ડા પર જ્યારે વિજ્ઞાન જાથા અને પોલીસ ત્રાટકી, ત્યારે આખું પંથક હચમચી ઉઠ્યું. પરંતુ, કાયદાની પકડથી બચવા માટે ભુવાજી પહેલાથી જ છૂમંતર થઈ ગયા હતા.
શું હતો સમગ્ર મામલો?
પાદરા રેલવે સ્ટેશન નજીક આવેલા રામનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી એક ભુવાજી દ્વારા અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી હતી. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો તરફથી મળેલી માહિતી મુજબ, આ ભુવાજી પોતાને ‘ચમત્કારી શક્તિઓ’ ધરાવતા હોવાનું બતાવી લોકોને સંતાન પ્રાપ્તિ, ગંભીર બીમારીઓના ઈલાજ અને જીવનની વિવિધ સમસ્યાઓ દૂર કરવાની ખાતરી આપતા હતા.
આ પ્રકારની લાલચ અને ભાવનાત્મક વાતોથી પ્રભાવિત થઈને અનેક લોકો તેમના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હતા. તેઓ પાસેથી મોટી રકમ, દાગીના, નાળિયેર, ખાસ પૂજાના સામાન અને અન્ય કિંમતી વસ્તુઓ વસૂલવામાં આવતી હતી. આ સમગ્ર પ્રક્રિયા એક સંગઠિત છેતરપિંડી તરીકે ચાલી રહી હતી, જેમાં ભુવાજીના સાગરિતો પણ સક્રિય રીતે જોડાયેલા હતા.
પોલીસના દરોડા અને ભુવાજીની નાસભાગ
આ સમગ્ર મામલાની ગંભીરતા સમજતા ભારત જન વિજ્ઞાન જાથાએ પાદરા પોલીસ સાથે મળીને આજે રામનગર વિસ્તારમાં આવેલા આ અડ્ડા પર દરોડો પાડ્યો હતો. પોલીસનો કાફલો પહોંચતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા, જેમાં એવા લોકો પણ સામેલ હતા જેઓ આ છેતરપિંડીનો ભોગ બન્યા હતા.
પરંતુ, પોલીસ ટીમ મકાનમાં પ્રવેશે તે પહેલાં જ ભુવાજી પાછળના દરવાજેથી ફરાર થઈ ગયા હતા. આથી પોલીસને મોટો ઝટકો લાગ્યો છે. હાલ તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
છેતરાયેલા લોકોનો આક્રોશ અને ખુલાસા
સ્થળ પર હાજર રહેલા લોકોમાંથી ઘણા લોકો ખુલ્લેઆમ આગળ આવી પોતાની સાથે થયેલી છેતરપિંડીની વાતો કરી રહ્યા છે. કેટલાકે જણાવ્યું કે ભુવાજી તેમના સાગરિતો દ્વારા ગામ-ગામ જઈ લોકોને લલચાવતા અને તેમને ‘ઉપચાર’ માટે અહીં લાવતા હતા.
એક પીડિતે જણાવ્યું કે, “અમને સંતાન પ્રાપ્તિ માટે ખાસ વિધિ કરાવવાની વાત કરી અને હજારો રૂપિયા લીધા, પણ કોઈ પરિણામ મળ્યું નથી.” આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવતા સમગ્ર વિસ્તારમાં આક્રોશનો માહોલ છે.
વિજ્ઞાન જાથાની ટીમે સ્થળ પરથી કેટલીક શંકાસ્પદ સામગ્રી પણ કબજે કરી છે, જેનો ઉપયોગ અંધશ્રદ્ધા ફેલાવવા માટે થતો હોવાનો અંદાજ છે. આ સામગ્રીની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
તપાસનો ધમધમાટ અને કાયદાકીય કાર્યવાહી
હાલમાં આ સમગ્ર મામલો પાદરા પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત અને અંધશ્રદ્ધા ફેલાવવાના ગુનાઓ હેઠળ તપાસ શરૂ કરી છે. ફરાર ભુવાજી અને તેમના સાગરિતોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ભોગ બનનારાઓના નિવેદનોના આધારે વધુ મજબૂત કેસ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ, આ નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં અન્ય કોણ-કોણ સામેલ છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: વડોદરાનાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું સ્ફોટક નિવેદન : આયાતી ઉમેદવારને કહ્યું "પગપુરી"
અંધશ્રદ્ધા સામે લડત: શા માટે મહત્વપૂર્ણ છે આ કાર્યવાહી?
આ ઘટના માત્ર એક વ્યક્તિની છેતરપિંડી નથી, પરંતુ સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધાની ગંભીર સમસ્યાનું પ્રતિબિંબ છે. આજે જ્યારે દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધી રહ્યો છે, ત્યારે આવી ઘટનાઓ ચિંતાજનક છે.
ભારત જન વિજ્ઞાન જાથા જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી આવી કાર્યવાહી સમાજને જાગૃત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે લોકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા અને અંધશ્રદ્ધાના ભોગ બનતા અટકાવવા માટે સહાયક બની શકે છે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદો અને જાગૃતિ સાથે મળીને જ આવા ગેરકાયદે ધંધાઓને રોકી શકાય છે.
વડોદરા શહેરની રાજકીય હવા મેયર અને અન્ય મહાનગરપાલિકા પદોની પસંદગી પહેલાં ગરમાઈ ગઈ છે. માંજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે સેન્સ પ્રક્રિયા દરમિયાન આપેલા તીખા નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. “આયાતી ઉમેદવારને પગપુરી” જેવી ટિપ્પણી દ્વારા તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સ્થાનિક જોડાણ અને સંગઠન સાથેની વફાદારીને પ્રાથમિકતા આપવી જોઈએ.
વડોદરાના નમો કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ પ્રક્રિયામાં શહેરના ધારાસભ્યો, વોર્ડ પ્રમુખો અને સંગઠનના કાર્યકર્તાઓના અભિપ્રાયો એકત્રિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન યોગેશ પટેલના નિવેદનોએ વિશેષ ધ્યાન ખેંચ્યું છે.
‘આયાતી ઉમેદવાર’ પર નિશાન
યોગેશ પટેલે કોઈનું નામ લીધા વગર ‘આયાતી ઉમેદવાર’ શબ્દપ્રયોગ કર્યો કહ્યું “છોકરો ચાલતો ના થાય ત્યારે તેને ઘરના બાધા રાખે,” જેનાથી તેઓએ સંકેત આપ્યો કે સ્થાનિક અનુભવ અને સંસ્થાગત સમજણ વિના કોઈને મહત્વના પદ પર બેસાડવા યોગ્ય નથી.આ ટિપ્પણી સીધી રીતે એવા ઉમેદવારો તરફ ઈશારો કરે છે, જેમનું શહેર સાથે મજબૂત સ્થાનિક જોડાણ નથી અથવા જેમણે સંગઠનના સ્તરે લાંબા સમયથી કામ નથી કર્યું. આ નિવેદનથી પક્ષની અંદર ઉમેદવારી અંગેના મતભેદો બહાર આવી રહ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.
આ પણ વાંચો: વડોદરાને ટૂંક સમયમાં મળશે નવા સૂત્રધારો : મેયર અને અન્ય હોદ્દાઓ માટે ભાજપની ‘સેન્સ’ પ્રક્રિયાનો પ્રારંભ
ભૂતકાળના મેયર પર પણ ટિપ્પણી
યોગેશ પટેલે પોતાના નિવેદનમાં ગયા ટર્મના મેયર પર પણ અપ્રત્યક્ષ રીતે નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે “ગયા ટર્મમાં જે મેયર હતા તેવા મેયર વડોદરાને ન મળવા જોઈએ,” યોગેશ પટેલે જણાવ્યું કે અંતિમ નિર્ણય પ્રદેશ મંડળ દ્વારા લેવામાં આવે છે, પરંતુ સ્થાનિક ધારાસભ્યો, વોર્ડ પ્રમુખો અને કાર્યકર્તાઓનો અભિપ્રાય ખૂબ મહત્વનો હોય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડોદરાને સારો મેયર મળશે.આ પ્રક્રિયામાં પૂર્વ મેયર અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા તેમજ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પણ ભાગ લીધો હતો. બંનેએ આ પ્રક્રિયાને લોકશાહી અને પારદર્શક ગણાવી.
અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ સ્વીકાર્યું કે પૂર જેવી પરિસ્થિતિમાં વ્યવસ્થાપન પૂરતું અસરકારક રહી શક્યું ન હતું. જોકે તેમણે આ પરિસ્થિતિને પ્રાકૃતિક આપત્તિ ગણાવી, પરંતુ સાથે સાથે સુધારાની જરૂરિયાત પણ માની.
આ પણ વાંચો: ધોરણ 12 અને ગુજકેટના પરિણામની ગણાઈ રહી છે ઘડીઓ : આવતીકાલે સવારે 10 વાગ્યે આ લિંક પરથી મેળવો તમારું રિઝલ્ટ
સેન્સ પ્રક્રિયા અને પાર્ટીની આંતરિક વ્યવસ્થા
સેન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીની એક આંતરિક લોકશાહી પદ્ધતિ માનવામાં આવે છે, જેમાં ઉમેદવારો અંગે વિવિધ સ્તરે ફીડબેક લેવામાં આવે છે. નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની માહિતી એકત્રિત કરીને રાજ્ય સ્તરે નિર્ણય લેવામાં આવે છે.
સંભવિત ઉમેદવારો અને રાજકીય ગણિત
હાલમાં મેયર પદ માટે કેટલાક નામોની ચર્ચા તેજ બની છે, જેમાં અજય ડાભી, ચેતન પરમાર અને સમીર વાઘેલા મુખ્ય છે. સંગઠન સાથે જોડાયેલા અને લાંબા સમયથી કાર્યરત કાર્યકર્તાઓને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વિકાસના મુદ્દે પણ ચર્ચા ચાલી રહી છે. શહેરના લોકો વિકાસને કેવી રીતે જોવે છે અને તેમની અપેક્ષાઓ શું છે તે પણ ઉમેદવારી માટે મહત્વપૂર્ણ પરિબળ બની શકે છે. રાજકીય રીતે જોવામાં આવે તો આ વખતે મેયરની પસંદગી માત્ર પદ માટે નહીં, પરંતુ આગામી ચૂંટણીના દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ બની રહી છે.
વડોદરા શહેરમાં વહેલી સવારે થયેલી હિટ-એન્ડ-રનની ઘટનાએ સંસ્કારી નગરી તરીકે ઓળખાતા શહેરને ફરી એકવાર ઝંઝોડીને રાખી દીધું છે. શહેરના વ્યસ્ત ગણાતા MG Road પર એક અજાણ્યા કારચાલકે વૃદ્ધ મહિલાને જોરદાર ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના માત્ર અકસ્માત નહીં પરંતુ શહેરમાં વધતા બેફામ ડ્રાઈવિંગનું ચિંતાજનક ઉદાહરણ બની ગયું છે. આ દુર્ઘટના આજે વહેલી સવારે અંદાજે 4:15 વાગ્યે બની હતી. રસ્તા પર ઓછો ટ્રાફિક હોવાના કારણે કાર ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકાર્યું હતું અને રસ્તા નજીક રહેલી વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી.
ટક્કર વાગતા જ મોત
ટક્કર એટલી પ્રચંડ હતી કે મહિલા હવામાં ઉછળી દૂર ફંગોળાઈ ગઈ હતી. માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થવાનાં કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. અકસ્માત સર્જી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. વહેલી સવાર અને અંધારાનો લાભ લઈ તે ઝડપથી નાસી છૂટ્યો હોવાનું માનવામાં આવે છે.
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતા જ Vadodara City Policeનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SSG Hospitalમાં લઈ જવાયો હતો. હાલ મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી. પોલીસ આસપાસના વિસ્તારોમાં પૂછપરછ કરી રહી છે અને ઓળખ માટે પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચો: વડોદરાને ટૂંક સમયમાં મળશે નવા સૂત્રધારો : મેયર અને અન્ય હોદ્દાઓ માટે ભાજપની ‘સેન્સ’ પ્રક્રિયાનો પ્રારંભ
CCTV ફૂટેજથી આરોપીની શોધ
પોલીસે ઘટનાસ્થળ નજીક અને આસપાસના માર્ગો પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ એકત્ર કરવાની કામગીરી કરી રહી છે. આ ફૂટેજના આધારે કારનો નંબર અને ચાલકની ઓળખ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સિટી પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે ટીમોને સક્રિય કરી છે. પોલીસ માને છે કે ટૂંક સમયમાં આરોપી સુધી પહોંચવામાં સફળતા મળશે.
વધતા અકસ્માતોથી સ્થાનિકોમાં રોષ
વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી રાત્રે અને વહેલી સવારે સ્પીડમાં વાહન ચલાવવાના બનાવોમાં વધારો નોંધાયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોનું કહેવું છે કે MG રોડ અને અન્ય મુખ્ય માર્ગો પર રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની જરૂર છે. સાથે સાથે સ્પીડ લિમિટનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો:  ધોરણ 12 અને ગુજકેટના પરિણામની ગણાઈ રહી છે ઘડીઓ : આવતીકાલે સવારે 10 વાગ્યે આ લિંક પરથી મેળવો તમારું રિઝલ્ટ
સુરક્ષા વ્યવસ્થાઓ પર ફરી પ્રશ્નો
આ ઘટના શહેરની ટ્રાફિક સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ સવાલ ઊભા કરે છે. નિષ્ણાતો માને છે કે રોડ સેફ્ટી માટે કડક અમલ, સ્પીડ મોનીટરીંગ સિસ્ટમ અને જાગૃતિ અભિયાન જરૂરી છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે રોડ પર ગતિ નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા જરૂરી બની છે, જેથી આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
હાલ પોલીસ તપાસ ચાલુ છે અને આરોપી કાર ચાલકને ઝડપી પાડવા માટે તીવ્ર પ્રયાસો થઈ રહ્યાં છે. સાથે મૃતક મહિલાની ઓળખ માટે પણ પ્રયાસો કરાઈ રહ્યાં છે. આ ઘટના શહેર માટે ચેતવણી સમાન છે. બેફામ ડ્રાઈવિંગ સામે કડક પગલાં લેવાં હવે અત્યંત જરૂરી બની ગયું છે.
સંસ્કારી નગરી વડોદરાના આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે નવા મહાનગર હોદ્દેદારોની વરણીની ઘડીઓ ગણાઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના મહત્વના પદો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. આજે શહેર ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં વિધિવત રીતે ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
નિરીક્ષકોની પેનલ દ્વારા મનોમંથન
ભાજપ હાઈકમાન્ડ દ્વારા નિમણૂક કરાયેલા નિરીક્ષકો દુષ્યંત પંડયા, માયાબેન કોડનાણી અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પેનલ દ્વારા શહેરના વિવિધ વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદ પાસેથી વ્યક્તિગત અને સામૂહિક અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ સંગઠન અને વહીવટ વચ્ચે સુમેળ સાધી શકે તેવા સક્ષમ ચહેરાઓની પસંદગી કરવાનો છે.
કયા હોદ્દાઓ માટે ચાલી રહી છે પસંદગી?
માત્ર મેયર પદ જ નહીં, પરંતુ પાલિકાના તમામ મહત્વના શિખર સ્થાનો માટે સેન્સ લેવામાં આવી રહી છે. મેયર અને ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડક (વ્હીપ)
આ પણ વાંચો: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાનો મેગા દરોડો : 88 એકમોમાં તપાસ, 94 નમૂના જપ્ત
રાજકીય ગરમાવો અને દાવેદારો
સેન્સ પ્રક્રિયા શરૂ થતા જ કોર્પોરેટરો અને રાજકીય મોરચે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. જ્ઞાતિગત સમીકરણો, સિનિયોરિટી અને પક્ષ પ્રત્યેની વફાદારી જેવા પરિબળો આ પસંદગીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. ખાસ કરીને મહિલા અનામત કે સામાન્ય બેઠકના આધારે મેયર પદ માટે અનેક નામોની ચર્ચા ચાલી રહી છે.
નિરીક્ષકો દ્વારા એકત્રિત કરવામાં આવેલા તમામ અભિપ્રાયો અને નામોની યાદી હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. અંતિમ મહોર મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ દ્વારા મારવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી થોડા જ દિવસોમાં નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેનાથી વડોદરાના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે.
ઔદ્યોગિક નગરી તરીકે જાણીતા વડોદરામાં રોજગારીની શોધમાં આવતા હજારો પરપ્રાંતિય શ્રમિકો માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી છે. હવે ભાડાના મકાનમાં રહેતા શ્રમિકોએ રાંધણ ગેસ માટે ભટકવું નહીં પડે, કારણ કે કંપનીએ સ્થાનિક એડ્રેસ પ્રૂફ વગર 5 કિલોનો મિની એલપીજી ગેસ સિલિન્ડર આપવાની યોજના અમલી બનાવી છે.
એડ્રેસ પ્રૂફની જંઝટમાંથી મુક્તિ
સામાન્ય રીતે નવું ગેસ કનેક્શન લેવા માટે જે-તે શહેરના સ્થાનિક રહેઠાણનો પુરાવો (Address Proof) અનિવાર્ય હોય છે. વડોદરામાં ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય રાજ્યોમાંથી આવતા મજૂરો પાસે ભાડા કરાર કે સ્થાનિક પુરાવા ન હોવાથી તેમને કાયદેસરનું જોડાણ મેળવવામાં ભારે હાલાકી પડતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને BPCL એ નિયમોમાં મોટી છૂટછાટ આપી છે. હવે શ્રમિકોએ માત્ર પોતાનું કોઈપણ એક માન્ય સરકારી ઓળખપત્ર (ID Proof) રજૂ કરવાનું રહેશે.
આ પણ વાંચો: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાનો મેગા દરોડો : 88 એકમોમાં તપાસ, 94 નમૂના જપ્ત
યોજનાની મુખ્ય વિશેષતાઓ
ત્વરિત સુવિધા: કોઈપણ લાંબી કાગળિયાની પ્રક્રિયા વગર સ્થળ પર જ સિલિન્ડર ઉપલબ્ધ થશે.
પોર્ટેબિલિટી: 5 કિલોનો નાનો સિલિન્ડર હોવાથી શ્રમિકો તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકશે.
સુરક્ષા: આ સુવિધાને કારણે શ્રમિકો ગેરકાયદેસર અને જોખમી રીતે થતા ગેસ રિફિલિંગથી બચશે, જે અકસ્માતનું જોખમ ઘટાડશે.
શ્રમિકોના જીવનમાં આવશે પરિવર્તન
વડોદરાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા મજૂરો માટે આ યોજના આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. અત્યાર સુધી રસોઈ માટે કેરોસીન કે લાકડા પર નિર્ભર રહેતા અથવા મોંઘા ભાવે ગેરકાયદે ગેસ લેતા શ્રમિકોને હવે વ્યાજબી દરે સુરક્ષિત ઈંધણ મળશે.
સ્થાનિક સામાજિક સંગઠનો અને ઉદ્યોગ જગતે BPCLના આ નિર્ણયને આવકાર્યો છે. આ પહેલથી હજારો પરિવારોના જીવનધોરણમાં સુધારો થશે અને તેમને પાયાની સુવિધા મેળવવા માટે હવે વચેટીયાઓ કે જટિલ સરકારી પ્રક્રિયાઓનો સામનો કરવો પડશે નહીં.
વડોદરા શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ રોકવા અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વોને પાઠ ભણાવવા માટે વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાએ લાલ આંખ કરી છે. મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચના હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમોએ આકસ્મિક દરોડા પાડી 88 જેટલા એકમો માં સઘન તપાસ હાથ ધરી હતી. આ મેગા ડ્રાઈવ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય ચીજોના કુલ 94 નમૂના જપ્ત કરી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ગોરવા BIDC માં લસ્સીના જથ્થાનો નાશ
આ કાર્યવાહી દરમિયાન સૌથી ગંભીર બેદરકારી ગોરવા BIDC સ્થિત ‘શ્રી જય જલારામ લસ્સી સેન્ટર એન્ડ ખમણ હાઉસ’માં જોવા મળી હતી. અહીં તપાસ દરમિયાન લસ્સીનો જથ્થો 'મિસબ્રાન્ડેડ' હોવાનું માલૂમ પડ્યું હતું. તંત્રએ તાત્કાલિક પગલાં લેતા 200 મિલીના 138 લસ્સી કન્ટેનર (કિંમત આશરે ₹8,280) નો સ્થળ પર જ નાશ કર્યો હતો.
પનીર એનાલોગ સામે ખાસ અભિયાન
શહેરમાં હોટલ-રેસ્ટોરન્ટમાં નકલી પનીર એટલે કે ‘પનીર એનાલોગ’નો ઉપયોગ વધ્યો હોવાની આશંકા વચ્ચે ઓલ્ડ પાદરા રોડ, અકોટા અને રેસકોર્સ જેવા ભદ્ર વિસ્તારોમાં 45 જેટલા એકમોનું ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી પનીર અને તેની વાનગીઓના 8 શંકાસ્પદ નમૂના લેવાયા છે.
આ પણ વાંચો: વડોદરા શિક્ષણ સમિતિનો ઐતિહાસિક નિર્ણય : 'ઓન ધ સ્પોટ' એડમિશનથી ડ્રોપઆઉટ રેશિયો પર સર્જિકલ સ્ટ્રાઈક
વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ
પાલિકાની ટીમોએ અકોટા, કારેલીબાગ, ગોત્રી, અલકાપુરી, માંજલપુર, વાઘોડિયા રોડ, ફતેગંજ અને હરણી વિસ્તારોને ધમરોળ્યા હતા. તપાસનો વ્યાપ નીચે મુજબ રહ્યો હતો:
કુલ એકમો: 17 રીટેલર, 9 ઉત્પાદકો, 10 રેસ્ટોરન્ટ, 3 હોટલ અને અન્ય યુનિટ્સ.
નમૂના લેવાયા: મરચા-હળદર પાવડર, ખાદ્ય તેલ, દૂધ, પનીર, આઈસ્ક્રીમ સહિત 86 નમૂના.
લેબોરેટરી ટેસ્ટ: તમામ નમૂનાઓને ફતેગંજ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે.
લારી-ગલ્લા ધારકોને નોટિસ
ખોરાક શાખાની ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાન દ્વારા ગોત્રી તળાવ અને મુજમહુડા વિસ્તારમાં 25 જેટલા હોકર્સની તપાસ કરી હતી. આ દરમિયાન ગંદકી અને નિયમોના ઉલ્લંઘન બદલ 47 વેન્ડર્સને નોટિસ ફટકારી સ્વચ્છતા જાળવવા કડક તાકીદ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાની આ આક્રમક કાર્યવાહીને પગલે શહેરના ખાદ્ય વ્યવસાયીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે અને કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે જાણીતી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ વર્ષે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સરકારી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાના હેતુથી પ્રથમ વખત ‘ઓન ધ સ્પોટ એડમિશન’ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં અપેક્ષા કરતા વધુ સફળતા મળી છે.
ઝડપી પ્રવેશ પ્રક્રિયા: 90% સફળતા દર
આ અનોખી પહેલ અંતર્ગત ખાસ કરીને ધોરણ 8 પાસ કરીને આગળના અભ્યાસ માટે મથતા વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખવામાં આવ્યા હતા. સામાન્ય રીતે એડમિશન માટે લાંબી કતારો અને દિવસો સુધીની રાહ જોવી પડતી હોય છે, પરંતુ આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને સ્થળ પર જ જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી તાત્કાલિક પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો હતો. સમગ્ર મહિનો ચાલેલી આ પ્રક્રિયાના આંકડાઓ ઉત્સાહવર્ધક છે:
કુલ સહભાગી વિદ્યાર્થીઓ: 4,000 થી વધુ
પ્રવેશ સફળતા દર: આશરે 90%
સમયગાળો: એક માસની સઘન ઝુંબેશ
મુખ્ય ઉદ્દેશ્ય: ડ્રોપઆઉટ અટકાવવો
ઘણીવાર પ્રવેશ પ્રક્રિયાની જટિલતાને કારણે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે છોડી દેતા હોય છે. શિક્ષણ સમિતિના આ આદેશનો મુખ્ય હેતુ ડ્રોપઆઉટ રેશિયો (Drop-out Ratio) ઘટાડવાનો છે. વિદ્યાર્થીઓને પ્રાથમિકમાંથી માધ્યમિક શિક્ષણમાં કોઈપણ અવરોધ વગર સ્થાનાંતરિત કરવા માટે આ 'સિંગલ વિન્ડો' સિસ્ટમ આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
અમારો લક્ષ્ય એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે છે. ટેકનોલોજી અને સરળ વહીવટના સમન્વયથી અમે વાલીઓની ચિંતા દૂર કરી છે." - શિક્ષણ સમિતિના અધિકારી
વાલીઓ માટે વિશેષ સુવિધા
વાલીઓને એડમિશન પ્રક્રિયા, જરૂરી કાગળો કે શાળાની પસંદગી બાબતે મૂંઝવણ ન થાય તે માટે સમિતિ દ્વારા ટોલ-ફ્રી નંબર ની સુવિધા પણ કાર્યરત કરવામાં આવી હતી. આ હેલ્પલાઈન દ્વારા સેંકડો વાલીઓએ ઘરે બેઠા માહિતી મેળવી હતી, જેના કારણે શાળાઓમાં બિનજરૂરી ભીડ ટાળી શકાઈ હતી.
આ પણ વાંચો: 'સંસ્કારી નગરી' માં 'ડ્રાય સ્ટેટ' ના ધજગરા! : બે દિવસમાં 2 કરોડથી વધુનો દારૂ પકડાયો, બિશ્નોઈ ગેંગનો પર્દાફાશ
ભાવિ મૉડેલ તરીકે ઉભરી આવશે
વડોદરાનો આ પ્રયોગ સફળ રહ્યો છે જે દર્શાવે છે કે જો ઈચ્છાશક્તિ હોય તો સરકારી તંત્ર પણ ખાનગી શાળાઓ કરતા વધુ ઝડપી પરિણામ આપી શકે છે. આગામી સમયમાં ગુજરાતના અન્ય શહેરો પણ વડોદરાના આ 'એડમિશન મૉડેલ'ને અનુસરે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સફળતા બાદ શિક્ષણ જગતમાં વડોદરાની આ પહેલની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે વડોદરા ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ એક્શનમાં આવેલી જિલ્લા LCB એ આજોડ ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પરથી રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગ દ્વારા મોકલવામાં આવેલો રૂ. 1.53 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કન્ટેનર અને મોબાઈલ સહિત કુલ રૂ. 1.63 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે વોચ અને સફળ ઓપરેશન
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી એક મોટા કન્ટેનરમાં દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે આજોડ ગામની સીમમાં ટોલનાકા પહેલા વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તલાશી લેતા તેમાંથી લાખોની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
બિશ્નોઈ ગેંગનું નેટવર્ક અને ધરપકડ
પોલીસે સ્થળ પરથી કન્ટેનર ચાલક ગોપાલરામ જોધારામ બિશ્નોઈ (ઉં.વ. 45, રહે. બાલોત્રા, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ જથ્થો ધર્માભાઈ નામના વ્યક્તિએ ભરાવ્યો હતો અને રાજુરામ મોડારામ બિશ્નોઈએ કન્ટેનરની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસે આ બંને મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: 'કાજુ કતરી' હવે માત્ર મીઠાઈ નહીં, પણ દરેક ગોટાળાનો જાહેર પુરાવો બનશે : જય પ્રકાશ સોનીને સ્વેજલ વ્યાસનો જવાબ
ચૂંટણી બાદ દારૂના જથ્થાના આગમનથી અનેક તર્ક-વિતર્ક
વડોદરા ગ્રામ્યમાં છેલ્લા બે જ દિવસમાં કુલ 2 કરોડથી વધુનો દારૂ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આટલી મોટી માત્રામાં દારૂ પકડાતા અનેક ચર્ચાઓ જાગી છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, વિજેતા ઉમેદવારોએ મતદારોને આપેલા વાયદા મુજબ 'ઉજવણી' કરવા માટે આ જથ્થો મંગાવ્યો હોઈ શકે છે. જોકે, પોલીસની સમયસૂચકતાને કારણે બુટલેગરો અને રાજકીય આકાઓના આયોજન પર પાણી ફરી વળ્યું છે.
હાલમાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડી તપાસ શરૂ કરી છે.
વડોદરાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડોદરા ભાજપનાં અધ્યક્ષ જય પ્રકાશ સોનીએ કોંગ્રેસના સ્વેજ વ્યાસને એક પત્ર સાથે કાજુ કતરી મોકલી છે. પત્રમાં લખ્યું છે કે, ફેસબુક પોસ્ટ પરથી જાણવા મળ્યું કે તમે કાજુકતરી ખવડાવવા નમો કમલમ આવવાના હતા. તમે આવ્યા નહીં એટલે તમે કાજુ કતરી મોકલી રહ્યો છે. જય પ્રકાશ સોની તરફથી કુરિયર માં મોકલેલી “કાજુ કતરી” નો સ્વેજલ વ્યાસે સ્વીકાર કરીને કડક સંદેશ આપ્યો છે.
સ્વેજલ વ્યાસે કહ્યું, સાહેબ, 1847 વોટની નાજુક લીડને વિજય સમજીને ઉજવણી કરો છો, પણ હકીકતમાં આ જનતાનો સીધો ચેતાવણી સંદેશ છે. એક સમય હતો જ્યારે વોર્ડ નં. 8 માં 10,000ની લીડથી જીતતા, અને આજે AIMIM 1650 અને AAP 1000 તમારા મત ખાઈ ગયા પછી માંડ માંડ 1847 વોટ માં લટકી ગયા.આ જીત નહીં, વિશ્વાસનો પતન.
આ વ્યંગ કર્યો
સ્વેજલ વ્યાસે કહ્યું, 250 ગ્રામ કાજુ કતરી મોકલવાનું કારણ માત્ર મીઠાઈ નથી પણ વ્યંગ છે. કેમ કે હવે વડોદરામાં દરેક ભ્રષ્ટાચારની ફાઈલ સાથે “કાજુ કતરી”નું નામ જોડાશે. સમશાનના 8000ના લાકડાંથી લઈને સિસોટી અને વિશ્વામિત્રી સુધી, શહેરને લૂંટવાની જે પરંપરા ઉભી કરી છે, તે હવે છુપાઈ નહીં રહે.
આ પણ વાંચો: MSU વડોદરાના અભ્યાસક્રમમાં 'મોદી તત્વ' અને 'RSS ઇતિહાસ'! : સમાજશાસ્ત્ર કોર્સને લઈને ચર્ચા તેજ
ભ્રમ ના રાખતા
સ્વેજલ વ્યાસે કહ્યું સાહેબ, તમને અને તમારી પાર્ટીને આ ભ્રમ ન રહે કે સામે કોઈ નબળો છે. સ્વેજલ વ્યાસે કોઈ ઓફિસ ખોલી નહીં, કોઈ ઝંડા લગાવ્યા નહીં, કોઈ રેલી કે સ્ટાર પ્રચારક લાવ્યા નહીં  છતાં તમને ધારાસભ્ય, સાંસદ અને પ્રદેશ પ્રમુખને મેદાનમાં ઉતારવા પડ્યા. આ હારની શરૂઆત છે, અને એનો ઈશારો તમને સમજવો જોઈએ.
આ પણ વાંચો: સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું થયું સમાપન : રૂ.3.53 લાખ કરોડના 2792 MoU થયાં
હવે ફાઈલો ખુલશે
સ્વેજલ વ્યાસે કહ્યું, આવનાર 5 વર્ષમાં કોર્પોરેશનની દરેક ફાઈલ ખૂલે તો નવાઈ નહીં. દરેક ટેન્ડર, દરેક કામ, દરેક ખર્ચ પર નજર રહેશે. હવે “સિસ્ટમ” ચલાવવાની આદત છોડવી પડશે, કેમ કે સામે નજર રાખનાર ઉભો છે.
અને એક વાત સ્પષ્ટ છે. શહેરના હિતમાં કામ કરશો તો સાથ મળશે પરંતુ જો ભ્રષ્ટાચાર ચાલુ રાખશો તો દરેક મુદ્દે ખુલ્લી ટક્કર મળશે. “કાજુ કતરી” હવે માત્ર મીઠાઈ નહીં, પણ દરેક ગોટાળાનો જાહેર પુરાવો બનશે.
આને ચેતવણી માનો કે શરૂઆત.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીએ પોતાના સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં ‘મોદી તત્વ’ નામનું નવું મોડ્યુલ ઉમેર્યું છે. વડોદરા સ્થિત આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના આ નિર્ણયને કારણે શૈક્ષણિક અને જાહેર સ્તરે ચર્ચા તેજ બની છે.
આ નવા કોર્સ હેઠળ વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ, તેમના પ્રભાવ અને સમાજ પર પડતા પ્રભાવનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરશે. સાથે જ અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના ઇતિહાસ અને સામાજિક યોગદાનને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
‘દેશભક્તિનો સમાજશાસ્ત્ર’ હેઠળ નવા વિષયો
સમાજશાસ્ત્ર વિભાગના વડા ડૉ. વીરેન્‍દ્ર સિંહના જણાવ્યા મુજબ, આ મોડ્યુલ MA સમાજશાસ્ત્રના બે વર્ષના કાર્યક્રમમાં ‘દેશભક્તિનો સમાજશાસ્ત્ર’ શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવ્યો છે.
આ કોર્સમાં માત્ર આધુનિક રાજકીય નેતૃત્વ નહીં, પરંતુ ઐતિહાસિક અને સામાજિક નેતાઓના કાર્યનું પણ વિશ્લેષણ કરવામાં આવશે. તેમાં છત્રપતિ શિવાજી મહારાજ અને સયાજીરાવ ગાયકવાડ તૃતીય જેવા મહાન વ્યક્તિત્વોના યોગદાનને પણ સામેલ કરવામાં આવ્યું છે.
વિભાગના જણાવ્યા મુજબ, કોર્સનો હેતુ વિદ્યાર્થીઓને નેતૃત્વ અને સામાજિક પરિવર્તન વચ્ચેના સંબંધને વૈજ્ઞાનિક રીતે સમજાવવાનો છે.
મેક્સ વેબરના ‘કેરિઝ્મેટિક લીડરશિપ’ સાથે તુલના
ડૉ. વીરેન્‍દ્ર સિંહે કોર્સના શૈક્ષણિક આધાર વિશે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે આ અભ્યાસ મેક્સ વેબરના ‘કેરિઝ્મેટિક લીડરશિપ’ના સિદ્ધાંત પર આધારિત છે.
તેમણે જણાવ્યું કે જેમ મહાત્મા ગાંધી અને માર્ટિન લૂથર કિંગ જેવા નેતાઓમાં કરિશ્માઈ નેતૃત્વ જોવા મળ્યું હતું, તેમ આજના સમયમાં નરેન્દ્ર મોદીનું નેતૃત્વ પણ સમાજશાસ્ત્રીય અભ્યાસ માટે મહત્વપૂર્ણ છે.
તેમના મતે, કોઈ નેતાને પસંદ કે નાપસંદ કરવાનું એક અલગ વિષય છે, પરંતુ સમાજશાસ્ત્રના અભ્યાસ માટે આવા પ્રભાવશાળી નેતાઓનું વિશ્લેષણ કરવું જરૂરી બને છે.
કોર્સમાં શું-શું અભ્યાસ થશે?
‘મોદી તત્વ’ હેઠળ વિદ્યાર્થીઓ માટે અનેક આધુનિક અને પ્રાસંગિક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં મીડિયા, ડિજિટલ નેશનલિઝમ, નાગરિકતા, અસહમતિ, વૈશ્વિકીકરણ અને ઓળખની રાજનીતિ જેવા વિષયો આવરી લેવાશે.
આ ઉપરાંત, નીતિગત નિર્ણયોનું પણ વિશ્લેષણ કરવામાં આવશે, જેમાં નોટબંધી, ડિજિટલ ક્રાંતિ, FASTag અને જળ શક્તિ મંત્રાલય જેવી પહેલોને સમાવેશ કરવામાં આવ્યો છે.
વિભાગના મતે, આ નીતિઓ દ્વારા શાસન અને જનતા વચ્ચેના સંબંધને સમજવામાં મદદ મળશે.
RSS ના સમાવેશ પાછળનું કારણ
અભ્યાસક્રમમાં RSS ને સામેલ કરવાના નિર્ણય અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ડૉ. સિંહે જણાવ્યું કે નીતિ આયોગ સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ દરમિયાન વિદ્યાર્થીઓએ ગામડાંઓમાં સર્વેક્ષણ કરતી વખતે RSS સાથે જોડાયેલા લોકોની સામાજિક કામગીરીને નજીકથી જોઈ હતી.
આથી, સંગઠનના સામાજિક પ્રભાવનું વૈજ્ઞાનિક અભ્યાસ જરૂરી લાગ્યું અને તેને કોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો.
આ પણ વાંચો: ગુજરાતનું આ અનોખું ગામ જ્યાં કોઈના ઘરે નથી સળગતો ચૂલો : આખું ગામ એકસાથે બેસીને જમે છે ચોખ્ખું દેશી ભોજન!
ચર્ચા અને વિવાદ બંને
આ અભ્યાસક્રમને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક વર્ગો તેને નવીન અને સમયોચિત અભિગમ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક આ નિર્ણયને શૈક્ષણિક નિષ્પક્ષતા સામેનો પ્રશ્ન માની રહ્યા છે.
'સંસ્કારી નગરી' તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં દેહવ્યાપારનો કાળો કારોબાર હવે આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના સહારે 'હાઈટેક' બની રહ્યો છે. પરંપરાગત રીતે મકાનો ભાડે રાખીને ચાલતા કુટણખાણાંની સાથે હવે એજન્ટો ઓનલાઈન ક્લાયન્ટ શોધી દેહવ્યાપારનો ધમધમતો ધંધો ચલાવી રહ્યા છે.
એજન્ટોનું ઓનલાઈન ‘માયાજાળ’ અને કમિશનનું ગણિત
શહેરના વિવિધ વિસ્તારોમાં સક્રિય બનેલી ગેંગ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્લેટફોર્મ અને એપ્લિકેશનોનો ઉપયોગ કરીને ગ્રાહકોને આકર્ષી રહી છે. એજન્ટો દ્વારા ફેક પ્રોફાઈલ બનાવી યુવતીઓના આકર્ષક ફોટા પોસ્ટ કરવામાં આવે છે. બહારથી યુવતીઓને બોલાવી ગ્રાહકોની માંગ મુજબ સપ્લાય કરવામાં આવે છે, જેમાં એજન્ટો દરેક ડીલ દીઠ અંદાજે રૂ. 1200 થી 1500 સુધીનું તગડું કમિશન વસૂલે છે. સ્પા અને મસાજ પાર્લરોની આડમાં પણ આ પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે.
પોલીસની કામગીરી પર સવાલો અને જનતાનો રોષ
વેબસાઈટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલ્લેઆમ ચાલી રહેલા આ ગોરખધંધાએ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે જો રેકેટ ઓનલાઈન આટલી સરળતાથી ઉપલબ્ધ હોય, તો પોલીસ તેનાથી અજાણ હોવી અશક્ય છે. કેટલીક જગ્યાએ પોલીસની બેદરકારી કે સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જે તંત્રની વિશ્વસનીયતા પર સવાલ ઊભો કરે છે.
આ પણ વાંચો: સ્માર્ટ સિટી વડોદરામાં પાણીની પારાયણ : 'નળમાં જળ નહીં,' આવી રહ્યું છે કાળું જળ
સંસ્કારી નગરીની ઓળખ સામે જોખમ
દેહવિક્રયની આવી ઓનલાઈન પ્રવૃત્તિઓને કારણે વડોદરાની સંસ્કૃતિ કલંકિત થઈ રહી છે અને યુવાપેઢી પર તેની માઠી અસર પડી રહી છે. લોકોની માંગ છે કે પોલીસ માત્ર દેખાવ ખાતર રેડ કરવાને બદલે સાયબર સેલ સાથે સંકલન કરી આ ઓનલાઈન નેટવર્કને મૂળમાંથી તોડી પાડે. જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે, તો શહેરની ગરિમાને મોટું નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરામાં વિકાસના દાવાઓ વચ્ચે નાગરિકો મૂળભૂત સુવિધા માટે સંઘર્ષ કરી રહ્યાં હોવાની હકીકત ફરી સામે આવી છે. શહેરના વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવેલા પથ્થર ગેટ નજીકની નાની ખારવાવાડ અને સાઈબાબાની ગલીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવી છે. અહીંના રહીશો છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી મળવાની ફરિયાદ કરી રહ્યાં છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નળમાંથી આવતું પાણી પીવાલાયક તો દૂર, ઉપયોગ માટે પણ અયોગ્ય બની ગયું છે. પાણીનો રંગ કોલ્ડડ્રિંક જેવો કાળો દેખાય છે અને તેમાંથી ભારે દુર્ગંધ આવે છે. આવી સ્થિતિમાં રહેવાસીઓએ આરોગ્ય જોખમ વચ્ચે જીવન પસાર કરવાની ફરજ પડી રહી છે. આ મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આજે રહીશોએ રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો: 3 પત્ની ધરાવતા પ્યુને કર્યું કરોડોનું કૌભાંડ : સરકારના ખજાનામાંથી પત્નીઓ અને ગર્લફેન્ડને રૂપિયા કર્યા ટ્રાન્સફર
દૂષિત પાણીથી આરોગ્ય પર ખતરો
વિસ્તારમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે આ સમસ્યા લાંબા સમયથી ચાલતી હોવા છતાં સંબંધિત તંત્રએ કોઈ અસરકારક પગલાં લીધા નથી. ગંદા પાણીના કારણે લોકોમાં ત્વચાનાં રોગ, પેટના ઈન્ફેક્શન અને અન્ય બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે.
સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે ઘરકામ માટે પણ આ પાણી ઉપયોગી નથી અને પીવાના પાણી માટે અલગથી ખર્ચ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે. આ સ્થિતિ આરોગ્ય વ્યવસ્થાની ચિંતાઓને વધુ ગંભીર બનાવે છે.
સ્થળ પર પહોંચ્યા વિરોધ પક્ષના કોર્પોરેટરો
પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લેતા વોર્ડ નંબર 14ના કોંગ્રેસ કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સ્થાનિકોની સમસ્યા સાંભળી અને તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા.
કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો કે નાગરિકોએ બહુમતી આપીને જે પ્રતિનિધિઓને સત્તા સોંપી છે તેઓ હાલ મૂળભૂત પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે પાણી જેવી જરૂરી સેવા માટે લોકો રસ્તા પર ઉતરવા મજબૂર બને તે તંત્ર માટે શરમજનક બાબત છે.
આ પણ વાંચો: અમદાવાદની 2038 એશિયન ગેમ્સ બિડને મોટું પ્રોત્સાહન : OCA ટીમ ટૂંક સમયમાં કરશે મુલાકાત
3 દિવસમાં ઉકેલ નહીં તો આંદોલનની ચીમકી
સ્થાનિક નેતાઓએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી 3 દિવસમાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે, તો ઉગ્ર આંદોલન શરૂ કરશે. રહીશોએ પણ આ લડતમાં સાથે રહેવાની તૈયારી દર્શાવી છે. એક તરફ શહેરમાં આધુનિક સુવિધાઓ અને વિકાસના દાવાઓ થાય છે, ત્યારે બીજી તરફ લોકો શુદ્ધ પાણી જેવી મૂળભૂત જરૂરિયાત સાથે સંઘર્ષ કરી રહ્યાં છે. હવે જોવાનું રહેશે કે તંત્ર કેટલુ ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ લાવે છે.
વડોદરાની ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર પ્રશ્નચિહ્ન ઊભો કરતો કિસ્સો સામે આવ્યો છે. નર્સિંગ સ્ટાફની મોટી ચૂકના કારણે એક દર્દીને જરૂરી ચકાસણી કર્યા વગર અન્ય બ્લડ ગ્રુપનું લોહી ચઢાવી દેવામાં આવ્યું હતું. આ ઘટનાથી દર્દીની તબિયત બગડતા તેને તાત્કાલિક ICUમાં ખસેડવાની ફરજ પડી હતી.
આ ઘટના આણંદ જિલ્લાના ભેટાસી ગામની એક પરિણીત મહિલા સાથે થઈ છે. જે ટીબી જેવી ગંભીર બીમારીથી પીડાતી હતી અને હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટી જતા સારવાર માટે તેને ગોત્રી GMERS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન બ્લડ ટ્રાન્સફ્યુઝન જરૂરી બનતા પરિવારજનોએ બ્લડ બેંકમાંથી લોહી લાવવા પ્રક્રિયા શરૂ કરી હતી. પરંતુ આ દરમિયાન જ નર્સિંગ સ્ટાફ દ્વારા ગંભીર ભૂલ થઈ ગઈ.
દર્દીના સગા બ્લડ બેંકમાંથી યોગ્ય બ્લડ લાવવા ગયા હતા, ત્યારે નર્સિંગ સ્ટાફે હોસ્પિટલમાં હાજર અન્ય દર્દી માટે રાખવામાં આવેલ બ્લડ પીડિતાને ચઢાવી દીધું. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ લોહી પીડિતાના બ્લડ ગ્રુપ સાથે મેળ ખાતું નહોતું.
જ્યારે પરિવારજનોએ બ્લડ લઈને પાછા આવ્યા, ત્યારે નર્સિંગ સ્ટાફને પોતાની ભૂલની જાણ થઈ. પરંતુ તે પહેલા જ કેટલાક મિલીલીટર જેટલું ખોટું લોહી દર્દીને ચઢાવી દેવામાં આવ્યું હતું. આથી દર્દીની તબિયત અચાનક લથડી ગઈ અને તાત્કાલિક તેને ICUમાં ખસેડીને ઇમરજન્સી સારવાર શરૂ કરવામાં આવી.
આ પણ વાંચો: પોલીસની ‘જનરક્ષક’ ગાડી હવે રીલ્સ બનાવવા માટે? : રિવરફ્રન્ટ પર શૂટિંગનો વીડિયો વાયરલ થતા વિવાદ
હોસ્પિટલમાં હંગામો અને આરોપો
આ બનાવની જાણ થતાં જ દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો હતો. તેમણે હોસ્પિટલ તંત્ર અને નર્સિંગ સ્ટાફ પર ગંભીર બેદરકારીના આરોપો લગાવ્યા હતા. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે આવી મૂળભૂત તપાસ વિના બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું જીવલેણ સાબિત થઈ શકે છે.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીની હાલત પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો: ભાવનગર મનપાની એપ્રિલ મહિનામાં જ થઈ અધધ કમાણી : એક ક્લિકમાં જાણો થઈ કેટલી કમાણી
આરોગ્ય તંત્ર પર ઉઠેલા પ્રશ્નો
આ ઘટના માત્ર એક હોસ્પિટલની બેદરકારી સુધી સીમિત નથી પરંતુ સમગ્ર આરોગ્ય વ્યવસ્થાની જવાબદારી અને પ્રોટોકોલ પર પણ સવાલ ઉભા કરે છે. બ્લડ ટ્રાન્સફ્યુઝન જેવી પ્રક્રિયામાં સામાન્ય રીતે કડક ચકાસણી, ડબલ વેરિફિકેશન અને ડોક્ટરની મંજૂરી જરૂરી હોય છે. તેમ છતાં આવી ગંભીર ચૂક કેવી રીતે થઈ, તે તપાસનો મુખ્ય મુદ્દો બન્યો છે.
હાલમાં દર્દીની સ્થિતિ ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે અને તેને ICUમાં વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી HDFC બેન્કની શાખામાં કેશ ડિપોઝિટ મશીન (CDM) દ્વારા નકલી નોટો પકડાઈ જવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રૂ. 10,000 ની કિંમતની 500 ના દરની 20 નકલી નોટો જમા કરાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે બેન્ક સત્તાવાળાઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
મશીને નકલી નોટો ઓળખી કાઢી
બેન્કમાં ટેલર ઓથોરાઈઝર તરીકે ફરજ બજાવતા ભાર્ગવ મુકેશભાઈ પાઠકે પોલીસને જણાવ્યું હતું કે, ગત 29 એપ્રિલના રોજ સવારે જ્યારે CDM મશીન રૂટિન મુજબ ચેક કરવામાં આવ્યું, ત્યારે તેમાંથી રૂ. 500 ના દરની 20 નકલી નોટો મળી આવી હતી. મશીનની આધુનિક સિસ્ટમે આ નોટોને બનાવટી તરીકે ઓળખી કાઢીને ટ્રાન્ઝેક્શન અટકાવી દીધું હતું અને નોટોને રિજેક્ટ કરી અલગ બોક્સમાં મૂકી દીધી હતી.
વલસાડના ગ્રાહકના ખાતામાં જમા કરાવવાનો પ્રયાસ
બેન્કની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ નોટો રાત્રિના 03:48 વાગ્યે એક ચોક્કસ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા માટે મશીનમાં નાખવામાં આવી હતી. આ એકાઉન્ટ વલસાડ જિલ્લાના ડુંગરી ગામના મારૂ સાગર રમેશભાઈના નામે હોવાનું ખુલ્યું છે. જોકે, જ્યારે એકાઉન્ટ ધારકનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ નાણાં જમા કરાવ્યા હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, કોઈ અજાણી વ્યક્તિએ તેમના ખાતામાં આ રકમ જમા કરાવવાનો પ્રયત્ન કર્યો હોઈ શકે છે.
આ પણ વાંચો: ડભોઇ નગરપાલિકામાં 'રિઝોર્ટ પોલિટિક્સ' : બોર્ડની રચના પૂર્વે કોંગ્રેસના 21માંથી 12 સભ્યો અજ્ઞાતવાસમાં, 'હારવાનો ડર' કે 'તોડજોડની રાજનીતિ'નો ભય?
પોલીસે CCTV ફૂટેજ મેળવ્યા
મશીને નોટો નકલી હોવાનું સ્વીકારી લીધું હોવાથી આ રકમ ખાતામાં જમા થઈ શકી નથી અને બેન્કે આ તમામ નોટો સેફ કસ્ટડીમાં લઈ લીધી છે. બેન્ક મેનેજરની સૂચના મુજબ, આ ગંભીર ગુના અંગે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હવે મશીન પાસે લાગેલા CCTV ફૂટેજ એકત્ર કર્યા છે, જેના આધારે મધ્યરાત્રિએ નકલી નોટો પધરાવવા આવેલા અજાણ્યા ઈસમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
Dabhoi Municipality: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ હવે સત્તાના સમીકરણો રચવા માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડોદરા જિલ્લાની ડભોઇ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ પણ કોંગ્રેસ પક્ષમાં 'હારવાનો ડર' કે 'તોડજોડની રાજનીતિ'નો ભય સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના આગામી બોર્ડની રચના પૂર્વે કોંગ્રેસના ચૂંટાયેલા ૧૨ સભ્યોને ગુપ્ત સ્થળે એટલે કે અજ્ઞાતવાસમાં મોકલી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
સંખ્યાબળ હોવા છતાં સુરક્ષાનો સવાલ
ડભોઇ નગરપાલિકાની કુલ ૩૬ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા ૨૧ બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. નિયમ મુજબ કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ બને તે નિશ્ચિત છે, પરંતુ સત્તાવાર બોર્ડની રચના થાય તે પહેલાં જ કોંગ્રેસ હાઈકમાન્ડ સાવધ થઈ ગયું છે. ૨૧ માંથી ૧૨ જેટલા સભ્યોને અચાનક જ કોઈ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
કેમ ગોઠવવામાં આવ્યો અજ્ઞાતવાસ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિરોધ પક્ષ દ્વારા સભ્યોને લોભ-લાલચ આપીને ફોડવાની કે ક્રોસ વોટિંગ કરાવવાની શક્યતાઓને જોતા કોંગ્રેસે આ 'સેફ પેસેજ'ની વ્યૂહરચના અપનાવી છે. બોર્ડની રચનાના દિવસે જ આ સભ્યો સીધા પાલિકા કચેરીએ હાજર થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કુલ બેઠકો: 36
કોંગ્રેસના વિજેતા સભ્યો: 21
અજ્ઞાતવાસમાં મોકલેલા સભ્યો: 12
હેતુ: પક્ષપલટો અટકાવવો અને બહુમતી જાળવી રાખવી.
કાર્યકરો અને મતદારોમાં ચર્ચા
એક તરફ જ્યારે કોંગ્રેસ આ પગલાને 'સભ્યોની સુરક્ષા' અને 'શિસ્ત' ગણાવી રહી છે, ત્યારે બીજી તરફ વિરોધ પક્ષ ભાજપ આને કોંગ્રેસનો આંતરિક ડર અને અવિશ્વાસ ગણાવી રહ્યો છે. લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ રીતે નજરકેદ જેવા અજ્ઞાતવાસમાં રાખવા પડે તે બાબત ડભોઇના મતદારોમાં પણ ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું એ રહેશે કે બોર્ડની રચનાના દિવસે આ ૧૨ સભ્યો પરત આવીને પક્ષના આદેશ મુજબ મતદાન કરે છે કે કેમ. હાલ તો ડભોઇનું રાજકારણ પાલિકા ભવનને બદલે ગુપ્ત રિઝોર્ટ્સ અને અજ્ઞાત સ્થળોએથી ચાલી રહ્યું હોય તેવું જણાય છે.
વડોદરા: ઉનાળુ વેકેશન અને મુસાફરોની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરાના પ્રતાપનગર સ્ટેશન અને ઉત્તરાખંડના લાલકુઆં સ્ટેશન વચ્ચે નવી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન વિશેષ ભાડા (Special Fare) પર ચલાવવામાં આવશે, જેનો લાભ ગુજરાતથી ઉત્તર ભારત તરફ જતા હજારો પ્રવાસીઓને મળશે. આ સુવિધાથી મુસાફરોની સુખદાયક મુસાફરી સુનિશ્ચિત થશે અને નિયમિત ટ્રેનોમાં ભારણ ઘટશે.
પ્રતાપનગર-લાલકુઆં ટ્રેનનું સમયપત્રક
ટ્રેન સંખ્યા 09185 પ્રતાપનગર-લાલકુઆં સુપરફાસ્ટ સ્પેશિયલ દર રવિવારે સાંજે 5:00 વાગ્યે પ્રતાપનગરથી રવાના થશે અને બીજા દિવસે બપોરે 12:45 વાગ્યે લાલકુઆં પહોંચશે. આ ટ્રેન આગામી 3 મે થી 28 જૂન સુધી કાર્યરત રહેશે. વેકેશનના ગાળામાં આ ટ્રેન પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
આ પણ વાંચો: મેડિકલ કોલેજનો વિદ્યાર્થી હોસ્ટેલથી રહસ્યમય રીતે લાપતા : રૂ.1600ના ટ્રાન્ઝેક્શન બાદ મોબાઈલ સ્વીચ ઓફ થતા રહસ્ય ઘેરાયું
લાલકુઆં-પ્રતાપનગર પરત ટ્રેનનો સમય
તેવી જ રીતે, પરત ફરતી ટ્રેન સંખ્યા 09186 લાલકુઆં-પ્રતાપનગર સુપરફાસ્ટ સ્પેશિયલ દર સોમવારે બપોરે 3:50 વાગ્યે લાલકુઆંથી રવાના થશે અને બીજા દિવસે સવારે 11:30 વાગ્યે પ્રતાપનગર (વડોદરા) પહોંચશે. આ ટ્રેન સેવા 4 મે થી 29 જૂન સુધી કાર્યરત રહેવાની છે. પશ્ચિમ રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોના ઘસારાને જોતા આ ફેરા નક્કી કરવામાં આવ્યા છે.
કયા કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ?
આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન લાંબા અંતરના રૂટ પર અનેક મહત્વના સ્ટેશનોને આવરી લેશે. પ્રતાપનગરથી લાલકુઆં વચ્ચેની મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં નીચે મુજબના સ્ટેશનો પર રોકાશે:
વડોદરા જંક્શન
ગોધરા અને દાહોદ
રતલામ જંક્શન
કોટા જંક્શન
ગંગાપુર સિટી
મથુરા જંક્શન
કાસગંજ જંક્શન
મુસાફરોને થનારા ફાયદા
ઉત્તરાખંડના કુમાઉ વિસ્તાર અને નૈનીતાલ જવા માંગતા પ્રવાસીઓ માટે લાલકુઆં મહત્વનું સ્ટેશન છે. વડોદરા અને આસપાસના જિલ્લાઓના લોકો જેઓ વેકેશનમાં પહાડોની મુલાકાત લેવા માંગે છે, તેમના માટે આ ટ્રેન સીધી
વડોદરા શહેરમાં સરકારી કર્મચારીઓ માટે ફરજિયાત હેલમેટ પહેરવાના નિયમને અમલમાં મુકવા માટે શરૂ કરાયેલી ડ્રાઈવના પ્રથમ જ દિવસે વિવાદ ઊભો થયો છે. પોલીસ ભવન ખાતે આવેલી નર્મદા નિગમની કચેરીમાં ફરજ બજાવતી એક મહિલા કોન્ટ્રાક્ટ કર્મચારી દ્વારા હેલમેટ મુદ્દે હોબાળો મચાવવામાં આવ્યો હતો. મહિલા કર્મચારી હેલમેટ વગર ઓફિસ પર આવી હતી જેના કારણે ટ્રાફિક પોલીસે દંડ કર્યો હતો.  જોકે, મહિલા દ્વારા દંડની રકમ ભરવાનો ઈનકાર કરવામાં આવતા પોલીસ દ્વારા તેની દ્વિચક્રી વાહન ડિટેઈન કરવામા આવ્યું હતું.
નિયમ અમલમાં કડકાઈ
શહેરમાં શરૂ કરાયેલી આ વિશેષ ડ્રાઈવ હેઠળ સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓ માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કેસમાં પણ નિયમનો ભંગ થતાં જ સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ટ્રાફિક નિયમોનું પાલન દરેક માટે સમાન છે, અને તેમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો: બનાસકાંઠાનાં પાલનપુરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ : સરકારી કર્મીઓને પણ ફટકારાયો દંડ
મહિલા કર્મચારીનો વિરોધ અને હોબાળો
દંડની કાર્યવાહી સામે મહિલા કર્મચારીએ  વિરોધ નોંધાવ્યો હતો અને કચેરી પરિસરમાં હોબાળો મચાવ્યો હતો. ઘટના સમયે અન્ય કર્મચારીઓ પણ સ્થળ પર હાજર રહ્યાં હતા જેના કારણે થોડો સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, મહિલાએ દંડ ચૂકવવાનો ઈનકાર કર્યો હતો અને પોલીસની કાર્યવાહી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:  ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતીઓને મળી મોટી ભેટ : સુરતમાં શરૂ થયું દેશનું પ્રથમ 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા!
ગુનો નોંધાવાની પ્રક્રિયા શરૂ
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વડોદરા ટ્રાફિક પોલીસના ACP દ્વારા પોલીસ સ્ટાફને મહિલા સામે ગુનો દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે. આ પગલું કાયદાના અમલમાં કડકાઈ દર્શાવે છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક સંદેશ આપે છે.
આવા કડક પગલાંથી શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ વધશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે. માર્ગ સલામતી પર ધ્યાન, અભિયાન ચાલુ રહેશે. ટ્રાફિક વિભાગ દ્વારા જણાવાયું છે કે આ ડ્રાઈવનો મુખ્ય હેતુ માર્ગ સલામતીને પ્રાથમિકતા આપવાનો છે. હેલમેટ ન પહેરવાથી અકસ્માત સમયે ગંભીર ઈજાઓ અને મૃત્યુની શક્યતા વધે છે, તેથી તેનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં પણ શહેરની વિવિધ સરકારી કચેરીઓ અને મુખ્ય માર્ગો પર આ પ્રકારની ચેકિંગ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.
સંસ્કારી નગરી વડોદરામાં અભ્યાસ માટે આવેલા આશાસ્પદ યુવાનોની સુરક્ષા સામે ફરી એકવાર સવાલ ઉભો થયો છે. વડોદરાની પ્રતિષ્ઠિત એવી બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો અને મૂળ બનાસકાંઠાનો વતની એવો એક મેડિકલ વિદ્યાર્થી મંગળવાર સાંજથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયો છે. હોસ્ટેલમાંથી સામાન્ય રીતે બહાર નીકળેલો આ વિદ્યાર્થી ક્યાં ગયો અને તેની સાથે શું બન્યું તે અંગે હાલ કોલેજ કેમ્પસ અને તેના વતનમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. વિદ્યાર્થીનો મોબાઈલ ફોન બંધ હોવાથી અને છેલ્લું લોકેશન મળતું ન હોવાથી પરિવારજનોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
CCTV ફૂટેજમાં કેદ થઈ છેલ્લી ગતિવિધિ
તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી મળી છે, જેમાં આ વિદ્યાર્થી મંગળવારે સાંજે અંદાજે 4 વાગ્યાની આસપાસ હોસ્પિટલ કેમ્પસના દરવાજેથી બહાર નીકળતો CCTV કેમેરામાં જોવા મળ્યો છે. આ ફૂટેજમાં તે સામાન્ય રીતે જતો દેખાય છે, પરંતુ ત્યારબાદ તે શહેરના કયા વિસ્તારમાં ગયો કે તેને કોઈ મળ્યું હતું કે, કેમ તે હજુ તપાસનો વિષય છે. મોડી રાત સુધી તે હોસ્ટેલ પરત ન ફરતા તેના સાથી મિત્રોએ તેના વાલીઓને જાણ કરી હતી.
રૂ. 1600નું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને સ્વીચ ઓફ મોબાઈલ
વિદ્યાર્થીના લાપતા થવા પાછળ એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે હોસ્ટેલ છોડ્યાના થોડા સમય બાદ તેના બેંક ખાતામાંથી 1600 રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયું હતું. આ ટ્રાન્ઝેક્શન થયાની ગણતરીની મિનિટોમાં જ વિદ્યાર્થીનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ પેમેન્ટ કોઈ હોટલ, વાહન કે અન્ય કોઈ સેવા માટે કરવામાં આવ્યું હતું કે કેમ, કારણ કે આ ટ્રાન્ઝેક્શન જ તેને શોધવાની મુખ્ય કડી બની શકે છે.
આ પણ વાંચો: "પપ્પા મળ્યા તો હાથ પકડી લીધો, મમ્મી અને ભાઈ..." : જબલપુર હોનારતમાં બાળકીની કાળજું ચીરી નાખતી વ્યથા, મા-પુત્રના વળગેલા મૃતદેહ જોઈ મંત્રી પણ ધ્રુસકે રડ્યા
રાવપુરા પોલીસની વિવિધ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન
પરિવારના સભ્યો વડોદરા દોડી આવ્યા બાદ રાવપુરા પોલીસે ગુમશુદાની નોંધ કરી તપાસ તેજ કરી છે. પોલીસની અલગ-અલગ ટીમો હાલમાં નીચે મુજબના પાસાઓ પર કામ કરી રહી છે:
ટેકનિકલ એનાલિસિસ: મોબાઈલ ફોનના છેલ્લા ટાવર લોકેશન અને કોલ ડિટેઈલ્સ રેકોર્ડ (CDR) ની તપાસ કરવામાં આવી રહી છે.
મિત્રોની પૂછપરછ: હોસ્ટેલમાં તેની સાથે રહેતા મિત્રોના નિવેદન લેવાયા છે જેથી જાણી શકાય કે તે કોઈ માનસિક દબાણ કે તણાવમાં હતો કે નહીં.
રૂટ ટ્રેકિંગ: શહેરના અન્ય વિસ્તારો અને બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશન તરફના CCTV ફૂટેજ તપાસીને તેનું લોકેશન ટ્રેસ કરવાના પ્રયાસો ચાલુ છે.
હાલમાં આ મેડિકલ વિદ્યાર્થીના પરિવારજનો આઘાતમાં છે અને તેના હેમખેમ મળી આવવાની પ્રાર્થના કરી રહ્યા છે. પોલીસે જનતાને પણ અપીલ કરી છે કે જો આ વિદ્યાર્થી અંગે કોઈ પણ જાણકારી મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.
Vadodara News: સંસ્કારી નગરી વડોદરાના માર્ગો જાણે રક્તરંજિત બની રહ્યા હોય તેમ વધુ એક નિર્દોષ નાગરિકે અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. શહેરના હરણી લેકઝોન વિસ્તારમાં શુક્રવારે બે કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. વિકાસના કામોને કારણે રસ્તો એકતરફી હોવાથી સર્જાયેલા ટ્રાફિકના ભારણે આ ગમખ્વાર દુર્ઘટનાને નોતરી હોવાનું સામે આવ્યું છે.
સામસામે બે કાર વચ્ચે ધડાકાભેર ટક્કર
મળતી વિગતો અનુસાર, હરણી લેકઝોન તળાવ પાસે હાલમાં કોર્પોરેશન દ્વારા વિકાસના કાર્યો ચાલી રહ્યા છે, જેના કારણે માર્ગનો એક તરફનો હિસ્સો બંધ કરવામાં આવ્યો છે. વાહનોની અવરજવર માટે માત્ર એક જ સાઈડનો રસ્તો ખુલ્લો હોવાથી અહીં વાહનોનું ભારે દબાણ રહે છે. આ વન-વે રસ્તા પર સામસામે આવી ગયેલી બે કારો વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે કારના પતરાં ચીરાઈ ગયા હતા. ધડાકાનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: કફ સીરપના નામે નશાનો કાળો કારોબાર : 'હેમ કેર ફાર્મા'નું લાયસન્સ કાયમી રદ, 8530 બોટલનો સ્ટોક ગાયબ થતા તંત્રની લાલ આંખ
મધુરમ રેસીડેન્સીના રહીશે જીવ ગુમાવ્યો
આ અકસ્માતમાં સમા-સાવલી રોડ પર આવેલી મધુરમ રેસીડેન્સીમાં રહેતા ૫૮ વર્ષીય શિવાજી જાધવને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અકસ્માત સર્જનાર બીજી કારના ચાલક ગોરવા વિસ્તારની ઉદય પાર્ક સોસાયટીના ૪૮ વર્ષીય મુકેશ અગ્રવાલ હોવાનું ખૂલ્યું છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મુકેશ અગ્રવાલની અટકાયત કરી કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે.
તંત્રની બેદરકારી સામે જનતામાં રોષ
વિકાસના કામો લાંબા સમય સુધી ચાલતા હોવા છતાં યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ કે સાઈન બોર્ડના અભાવે આવા અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. હરણી લેકઝોન જેવી સતત અવરજવર વાળી જગ્યાએ વન-વે રસ્તા પર કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હરણી પોલીસે શિવાજી જાધવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબો પર ઘાતકી હુમલો : જુનિયર ડોક્ટરોની હડતાળથી સેવાઓ ખોરવાઈ, માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ
આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે શું વિકાસની કિંમત નાગરિકોએ પોતાના જીવ આપીને ચૂકવવી પડશે?
Vadodara Drug Bust: વડોદરામાં કફ સીરપના ઓઠા હેઠળ ચાલતા નશાના કાળા કારોબાર પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. ભાયલી વિસ્તારમાં આવેલી 'હેમ કેર ફાર્મા' વિરુદ્ધ તપાસનો સકંજો કસીને તંત્રએ તેના તમામ લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દીધા છે. યુવાધનને બરબાદ કરતા આ નશાના નેટવર્કને તોડી પાડવા માટે લેવાયેલું આ પગલું અન્ય ફાર્મા એકમો માટે લાલબત્તી સમાન છે. વડોદરાના ભાયલીમાં સ્થિત 'મેસર્સ હેમ કેર ફાર્મા' (M/s. Hem Care Pharma) દ્વારા નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણની આશંકાના આધારે તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં ખુલાસો થયો છે કે, આ પેઢી દ્વારા મોટા પાયે કોડીન યુક્ત કફ સીરપનો જથ્થો બિલ વગર અને પ્રિસ્ક્રિપ્શન વિના અજાણ્યા લોકોને નશો કરવા માટે વેચી દેવામાં આવ્યો હતો. યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલતી આ ગંભીર બેદરકારી બદલ તંત્રએ કોઈપણ પ્રકારની નરમાશ દાખવ્યા વિના પેઢીના હોલસેલ પરવાનાને કાયમ માટે રદ કરવાનો આદેશ આપ્યો છે.
સ્ટોક ગાયબ: 8,530 બોટલનો હિસાબ મળ્યો નહીં
તંત્રની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે, પરવાનેદાર પ્રતિક નરેન્દ્રકુમાર બારોટે છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદની 'મેસર્સ પવન એજન્સી' પાસેથી કોડીન (Codeine) ઘટક ધરાવતી કફ સીરપની કુલ 8,530 બોટલો ખરીદી હતી. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે ઔષધ નિરીક્ષકોએ સ્થળ પર તપાસ કરી ત્યારે એક પણ બોટલનો સ્ટોક હાજર મળ્યો ન હતો. પરવાનેદાર માત્ર 4,870 બોટલના જ વેચાણ બિલો રજૂ કરી શક્યા હતા, જ્યારે બાકીની 980 બોટલો કોઈ પણ પ્રકારના બિલ કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાના હેતુ માટે વેચી હોવાનું સાબિત થયું હતું.
આ પણ વાંચો: વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબો પર ઘાતકી હુમલો : જુનિયર ડોક્ટરોની હડતાળથી સેવાઓ ખોરવાઈ, માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ
આરોગ્ય માટે જીવલેણ: કોડીન નશાના ગંભીર પરિણામો
તબીબી નિષ્ણાતોના મતે કોડીન આધારિત કફ સીરપનો નશા તરીકે ઉપયોગ કરવો એ સીધું મૃત્યુને આમંત્રણ આપવા સમાન છે. આ પ્રકારના નશાથી:
ગંભીર માનસિક ડિપ્રેશન અને યાદશક્તિમાં ઘટાડો થઈ શકે છે.
શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકારા ધીમા પડી જવાનું જોખમ રહે છે.
લાંબા ગાળે વ્યક્તિ કોમામાં જઈ શકે છે અથવા અચાનક મૃત્યુ પણ નીપજી શકે છે.
તંત્રની કડક કાર્યવાહી: લાયસન્સ કાયમી રદ
ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ-1940 હેઠળના નિયમોના ભંગ બદલ તંત્રએ ગત 2 એપ્રિલ 2026ના રોજ પેઢીને કારણદર્શક નોટિસ પાઠવી હતી. જોકે, પરવાનેદાર તરફથી મળેલો જવાબ સંતોષકારક ન જણાતા મદદનીશ કમિશનર ડૉ. એ. એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ ફોર્મ 20B, 21B અને 20G હેઠળના હોલસેલ લાયસન્સ તાત્કાલિક અસરથી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે. ઔષધ નિરીક્ષક એચ. એમ. જેપાલ દ્વારા હાથ ધરાયેલી આ તપાસે વડોદરામાં ડ્રગ્સ માફિયાઓ વચ્ચે ફફડાટ ફેલાવી દીધો છે.
વેપારીઓને ચેતવણી અને નાગરિકોને અપીલ
તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર આર્થિક ફાયદા માટે લોકોના જીવ સાથે રમત રમનાર કોઈપણ ફાર્મા એકમને છોડવામાં આવશે નહીં. તમામ મેડિકલ સ્ટોર અને હોલસેલર્સને કાયદાકીય મર્યાદામાં રહીને જ વ્યવસાય કરવા તાકીદ કરાઈ છે. આ સાથે જ વહીવટી તંત્રએ જાગૃત નાગરિકોને અપીલ કરી છે કે જો ક્યાંય પણ નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ થતું જણાય તો તુરંત તેની જાણ તંત્રને કરવી જેથી યુવાધનને બચાવી શકાય.
Vadodara News: વડોદરા શહેરની પ્રખ્યાત સયાજી હોસ્પિટલ માં ગતરોજ બનેલી ઘર્ષણની ઘટનાએ તબીબી વ્યવસ્થાની સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોસ્ટમોર્ટમ વિભાગમાં એક મૃતક મહિલાના પરિવારજનો અને ફરજ પર રહેલા તબીબો-સ્ટાફ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ ગ પરિસ્થિતિ તંબની ગઈ હતી. આ બનાવના પ્રત્યાઘાત રૂપે આજે હોસ્પિટલના જુનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પોસ્ટમોર્ટમ વિભાગમાં વિવાદ બાદ ભયનો માહોલ
ગતરોજ બનેલી ઘટનામાં મૃતક મહિલાના પરિવારજનો અને તબીબો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર તર્કવિતર્ક થયો હતો, જે બાદ પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. આ ઘટનાએ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોમાં અસુરક્ષાનો ભાવ પેદા કર્યો છે. ખાસ કરીને જુનિયર ડોક્ટરોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે, જેના કારણે તેઓએ તાત્કાલિક સુરક્ષા વધારવાની માંગ ઉઠાવી છે.
જુનિયર ડોક્ટરોનું ધરણું, સુરક્ષા વધારવાની માંગ
આ ઘટનાને લઈ આજે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો એકજૂટ થઈ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી બહાર ધરણા પર બેઠા હતા. તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે હોસ્પિટલ જેટલી મોટી છે તે મુજબ સુરક્ષા વ્યવસ્થા અત્યંત નબળી છે.
તબીબોના કહેવા મુજબ, સમગ્ર હોસ્પિટલમાં ફક્ત 30થી 35 જેટલા સિક્યુરિટી ગાર્ડ હાજર હોય છે, જે આટલા વિશાળ કેમ્પસ માટે પૂરતા નથી. ડોક્ટરોએ માંગ કરી હતી કે: હોસ્પિટલમાં સુરક્ષા જવાનોની સંખ્યા વધારવામાં આવે, દરેક વિભાગમાં યોગ્ય સુરક્ષા ગોઠવવામાં આવે, CCTV કેમેરાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે
આ પણ વાંચો: ઝઘડિયામાં આગનું તાંડવ : મેટ્રોપોલિટન કંપનીની આગમાં વધુ એક શ્રમિકનું મોત, કુલ મૃત્યુઆંક ૩ પર પહોંચ્યો
તંત્ર હરકતમાં: 20 બાઉન્સર તાત્કાલિક ગોઠવાયા
ઘટનાની ગંભીરતા સમજતા હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. રંજન ઐયરે ડોક્ટરોની રજૂઆત સાંભળીને હોસ્પિટલમાં આશરે 20 જેટલા બાઉન્સર ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કડક સુરક્ષા નીતિ અમલમાં મૂકવાની પણ ખાતરી આપવામાં આવી છે.
જિલ્લા તંત્ર અને પોલીસનો દખલ
આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈ વડોદરા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પરિસ્થિતિ પર નજર રાખવા સાથે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ગતરોજની ઘટનામાં ભોગ બનેલી મહિલા તબીબે સમગ્ર ઘટનાનો ચિતાર આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સુરક્ષાની વ્યવસ્થા ખૂબ જ નબળી છે. તેમણે આરોપ લગાવ્યો કે: સિક્યુરિટી ગાર્ડની સંખ્યા ખૂબ ઓછી છે, ઘણા વિસ્તારોમાં CCTV કેમેરા નથી, તાત્કાલિક મદદ માટે કોઈ સુવ્યવસ્થિત મિકેનિઝમ નથી. તેમના મતે, આવી સ્થિતિમાં તબીબો સુરક્ષિત રીતે ફરજ બજાવી શકે તેવું લાગતું નથી. આ બનાવ બાદ સયાજી હોસ્પિટલના તબીબી સ્ટાફમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તબીબોનું કહેવું છે કે જો સમયસર સુરક્ષા મજબૂત નહીં બનાવવામાં આવે તો ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓ ફરી બની શકે છે.
PM Modi Gujarat Visit: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 11 મેના રોજ યોજાનાર આ મુલાકાતને લઈને રાજ્યમાં રાજકીય અને વિકાસ બંને દૃષ્ટિએ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ પ્રવાસ માત્ર ઔપચારિક નથી, પરંતુ તેમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને રાજકીય સંદેશો પણ જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
શું છે પ્રવાસનો મુખ્ય હેતુ?
પીએમ મોદીના આ ગુજરાત પ્રવાસનો મુખ્ય હેતુ રાજ્યમાં ચાલી રહેલા અને નવા શરૂ થનારા વિકાસ પ્રોજેક્ટ્સને આગળ ધપાવવાનો છે.
આ દરમિયાન તેઓ અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને જાહેર સુવિધાઓ સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી શકે છે.
ગુજરાતને ‘મોડલ સ્ટેટ’ તરીકે રજૂ કરવાના પ્રયાસોમાં આ પ્રકારના કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
11 મે ના રોજ પ્રધાનમંત્રી આવી શકે વડોદરાની મુલાકાતે
વડોદરામાં નેશનલ હાઇવે પાસે બનેલા સરદારધામનું લોકાર્પણ કરશે તેવી માહિતી
સરદારધામ ખાતે વહીવટી તંત્ર અને કલેક્ટરે મુલાકાત લીધી હોવાની પણ માહિતી
કયા પ્રોજેક્ટ્સ પર રહેશે ફોકસ?
આ મુલાકાત દરમિયાન રસ્તા, રેલવે, પાણી પુરવઠો અને શહેરી વિકાસ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત થવાની શક્યતા છે.
સાથે જ કેટલાક મોટા ઉદ્યોગિક પ્રોજેક્ટ્સ અને રોકાણોને લઈને પણ જાહેરાતો થઈ શકે છે.
આથી રાજ્યમાં રોજગાર અને વિકાસની ગતિ વધુ તેજ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકીય રીતે કેમ મહત્વપૂર્ણ છે મુલાકાત?
આ મુલાકાત માત્ર વિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાજકીય દૃષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ગુજરાતમાં તાજેતરના સ્થાનિક ચૂંટણી પરિણામો બાદ આ પ્રવાસને એક મજબૂત રાજકીય સંદેશ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
પીએમ મોદીનો પ્રભાવ રાજ્યમાં હંમેશા મહત્વનો રહ્યો છે, તેથી તેમની મુલાકાત પાર્ટી કાર્યકરોમાં નવી ઉર્જા ભરી શકે છે.
લોકો અને કાર્યકરોમાં ઉત્સાહ
પીએમ મોદીના પ્રવાસને લઈને રાજ્યના વિવિધ વિસ્તારોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ કાર્યકરો અને સ્થાનિક લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રોગ્રામ સ્થળોએ મોટા પ્રમાણમાં લોકોની હાજરી રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં મોટા પ્રોજેક્ટ્સ અને રાજકીય હલચલ વચ્ચે પીએમ મોદીની મુલાકાત અનેક સંકેતો આપી શકે છે. આ મુલાકાત દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સમન્વયને પણ મજબૂતી મળશે. સાથે જ આ પ્રવાસ આવનારી રાજકીય વ્યૂહરચનાનો ભાગ પણ બની શકે છે.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા માધવનગર વુડાના આવાસોમાં ગત મધરાતે એક યુવકનું બિલ્ડિંગ પરથી નીચે પડતા શંકાસ્પદ મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના પરિવારે ગંભીર આક્ષેપો કરતા મામલો ગરમાયો છે, જેના પગલે અટલાદરા પોલીસે ગુનો નોંધી ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
મધરાતે સર્જાયો હોબાળો
મળતી માહિતી મુજબ, ગત મધરાતે માધવનગર વુડાના આવાસોમાં કોઈ બાબતે મોટો ઝઘડો ચાલી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. અટલાદરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને ભીડને હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
પોલીસની હાજરીમાં જ યુવક નીચે પડ્યો
પોલીસ જ્યારે નીચે ટોળાને વિખેરી રહી હતી, તે દરમિયાન અચાનક બિલ્ડિંગ પરથી કંઈક નીચે પડવાનો જોરદાર અવાજ સંભળાયો હતો. પોલીસ અને સ્થાનિક લોકોએ તપાસ કરતા એક યુવક લોહીલુહાણ હાલતમાં નીચે પડેલો મળી આવ્યો હતો. ઇજાગ્રસ્તની ઓળખ દિલીપ વસાવા તરીકે થઈ હતી. તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું દુઃખદ મોત નિપજ્યું હતું.
પરિવારના ગંભીર આક્ષેપો
દિલીપ વસાવાના મૃત્યુ બાદ તેના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે ભારે રોષ વ્યક્ત કર્યો છે. મૃતકની બહેન કાજલ વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેના ભાઈ સાથે મારપીટ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ઘટના બની છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે આ માત્ર અકસ્માત નથી પણ હત્યા હોઈ શકે છે. આ આક્ષેપોને કારણે હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો: વલસાડમાં બપોરે ઘરઘાટીની લૂંટથી હાહાકાર : વૃદ્ધા અને કામવાળી બંધક બનાવી લાખોની ચોરી
ઉચ્ચ અધિકારીઓની તપાસ
ઘટનાની ગંભીરતાને જોતા એસીપી એ.વી. કાટકડે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે માધ્યમોને જણાવ્યું હતું કે, "અટલાદરા પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદનો બાદ જો કોઈની સંડોવણી જણાશે, તો જવાબદારો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
હાલમાં પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની અને ઝઘડા પાછળનું મુખ્ય કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે. યુવકના મોતથી વસાવા પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
Vadodara News: વિદેશ જવાની ઘેલછામાં અનેક યુવાનો ઠગ એજન્ટોનો ભોગ બનતા હોય છે, ત્યારે વડોદરા જિલ્લાના આજોડ ગામના એક યુવક સાથે કેનેડાની વર્ક પરમિટ અપાવવાના બહાને પિતા-પુત્રની જોડીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ માત્ર પૈસા જ નહીં, પરંતુ બનાવટી દસ્તાવેજો અને નકલી વેબસાઈટ બનાવી યુવકના ત્રણ વર્ષ પણ બરબાદ કર્યા છે.
મિત્ર મારફતે સંપર્ક અને વિશ્વાસની જાળ
આજોડ ગામે રહેતા યશ ધવલભાઈ મહેતા વર્ષ 2023માં કેનેડા જવાની ઈચ્છા ધરાવતા હતા. આ દરમિયાન તેમના એક મિત્ર મારફતે તેમનો સંપર્ક કશ્યપ જિજ્ઞાસુ પટવા સાથે થયો હતો. કશ્યપે તેના પિતા જિજ્ઞાસુ પિયુષ પટવાની 'તિરુપતિ કન્સલ્ટન્સી' મારફતે કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં બંનેએ યુવકને વિશ્વાસમાં લઈ તેના ઓળખના પુરાવાઓ મેળવ્યા હતા અને 6 જૂન 2023ના રોજ એડવાન્સ પેટે રૂ. 1.50 લાખનો ચેક મેળવ્યો હતો.
આ પણ વાંચો: વડોદરા ડિવિઝનની ટ્રેનો થઈ પ્રભાવિત : અનેક ટ્રેનો રદ અને કેટલીક ટ્રેનો દોડશે મોડી, જાણો શું છે કારણ
નકલી વેબસાઈટ અને ઈમેઈલથી છેતરપિંડી
સમયાંતરે આરોપીઓએ વિઝા પ્રોસેસના નામે ચેક અને RTGS મારફતે કુલ રૂ. 8.50 લાખ પડાવી લીધા હતા. એટલું જ નહીં, IELTS ના કોચિંગના નામે પણ રૂ. 50 હજાર અલગથી લીધા હતા. યુવક જ્યારે વિઝા વિશે પૂછપરછ કરતો ત્યારે આરોપીઓ તેને નકલી LMIA (Labour Market Impact Assessment) પત્રો, બનાવટી ઈમેઈલ અને ખોટી વેબસાઈટ બતાવીને વિઝાની પ્રક્રિયા ચાલુ હોવાનો ડોળ કરતા હતા. આ રીતે ત્રણ વર્ષ સુધી યુવકને અંધારામાં રાખવામાં આવ્યો હતો.
રૂપિયા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી
લાંબો સમય વીતવા છતાં વિઝા ન મળતા યશ મહેતાને શંકા ગઈ હતી. તેણે પોતાની રીતે તપાસ કરતા માલુમ પડ્યું કે તેના નામે કોઈ વિઝા પ્રક્રિયા થઈ જ નથી. જ્યારે તેણે પોતાના રૂપિયા પરત માંગ્યા, ત્યારે આરોપી પિતા-પુત્ર પોતાની અસલિયત પર ઉતરી આવ્યા હતા. ઓફિસે બોલાવીને આરોપી જિજ્ઞાસુ પટવાએ ધમકી આપી હતી કે, "મારી ઉપર સુધી પહોંચ છે, પોલીસ કે કોર્ટ મારું કંઈ બગાડી શકશે નહીં." વધુમાં, તેણે યશને કોઈ પણ દેશમાં જવા ન દેવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
આ પણ વાંચો: CID ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓ અને કીર્તિદાન ગઢવીને HC ની નોટિસ : જાણો શું છે મામલો?
પોલીસ કાર્યવાહી
આખરે છેતરપિંડીનો ભોગ બનેલા યશ મહેતાએ હિંમત દાખવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધમકી આપવા બદલ ગુનો નોંધી આરોપી પિતા-પુત્રની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવથી વિદેશ જવા ઈચ્છતા યુવાનોમાં સાવચેતી રાખવા અંગે ચર્ચાઓ જાગી છે.
દેશનાં મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે પરંતુ તેના કારણે હાલના રેલવે સંચાલન પર તાત્કાલિક અસર પણ જોવા મળી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદના કાંકરિયા અને મણિનગર સ્ટેશનો વચ્ચે પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે 29 એપ્રિલ 2026ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે વડોદરા ડિવિઝનની અનેક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે કેટલીક ટ્રેનો રદ પણ કરાઈ છે.
આ બ્લોક Indian Railways દ્વારા બુલેટ ટ્રેન માટે જરૂરી માળખાગત સુવિધાઓના વિકાસનો ભાગ છે. પરંતુ તેની સીધી અસર મુસાફરો પર પડી રહી છે. ખાસ કરીને રોજિંદા મુસાફરી કરનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
રદ કરાયેલી ટ્રેનો
રેલવે તંત્ર દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ કેટલાક મહત્વના રૂટ પર દોડતી ટ્રેનો સંપૂર્ણ પણે રદ કરવામાં આવી છે. તેમાં જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત વડોદરા-વટવા મેમુ (69115) અને વટવા-વડોદરા મેમુ (69102) ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. આ ટ્રેનો ખાસ કરીને લોકલ મુસાફરો માટે ઉપયોગી હોવાથી, તેમના રદ થવાથી રોજિંદા આવા ગમનમાં મુશ્કેલી ઊભી થઈ છે.
આ પણ વાંચો: ભારતમાં કેવી રીતે બને છે બુલેટ ટ્રેન ટ્રેક? : J-Slab ટેકનોલોજીનો થાય છે ખાસ ઉપયોગ
બદલાયેલ રૂટ
વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન (ટ્રેન નં. 19033), જે મુસાફરોમાં અત્યંત લોકપ્રિય છે, તેને આંશિક રીતે રદ કરવામાં આવી છે. આ ટ્રેન હવે વડોદરા સુધી જ સેવા આપશે અને ત્યાંથી આગળ અમદાવાદ સુધી નહીં જાય. આ નિર્ણયને કારણે અમદાવાદ તરફ જતાં મુસાફરોને વિકલ્પિક વ્યવસ્થા કરવી પડશે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થવાની શક્યતા છે.
મોડી દોડનારી ટ્રેનો
બ્લોકના કારણે અનેક મહત્વપૂર્ણ લાંબા અંતરની ટ્રેનોના સમયમાં પણ નોંધપાત્ર ફેરફાર થયો છે. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ (12009) તેના નિર્ધારિત સમય કરતાં લગભગ એક કલાક મોડી ઉપડશે. સહરસા-અમદાવાદ એક્સપ્રેસ (18484) અને હાવડા-અમદાવાદ એક્સપ્રેસ (12834) બંને ટ્રેનોને વડોદરા ડિવિઝનમાં આશરે 1 કલાક 40 મિનિટ સુધી રોકવામાં આવશે. આ કારણે લાંબા અંતરના મુસાફરોને ખાસ મુશ્કેલી પડી શકે છે. સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ (22718) પણ લગભગ 45 મિનિટ મોડી દોડશે, જેના કારણે તેના અનુસંધાનમાં જોડાયેલા અન્ય ટ્રેનોના સમય પર પણ અસર થઈ શકે છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશના આધુનિક પરિવહન માળખામાં ક્રાંતિકારી ફેરફાર લાવવાનો દાવો કરે છે. અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ અનેક સ્થળોએ આવા ટ્રાફિક બ્લોક લેવામાં આવી રહ્યા છે, જે લાંબા ગાળે વિકાસ માટે જરૂરી ગણાય છે. તેમ છતાં, આ પ્રકારના કામો દરમિયાન વર્તમાન મુસાફરી વ્યવસ્થામાં અવરોધ ઉભા થાય છે, જે સામાન્ય મુસાફરો માટે તાત્કાલિક પડકાર ઊભો કરે છે. રેલ્વે માટે વિકાસ અને સેવા વચ્ચે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ બની રહ્યું છે.
મુસાફરો માટે માર્ગદર્શન
રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી પહેલાં ટ્રેનના સમય અને સ્ટેટસની તાજી માહિતી જરૂર તપાસે. સત્તાવાર વેબસાઇટ અથવા હેલ્પલાઇન મારફતે અપડેટ મેળવવાથી અનાવશ્યક મુશ્કેલી ટાળી શકાય છે. આ ઉપરાંત, મુસાફરોને વિકલ્પિક ટ્રેનો અથવા અન્ય પરિવહન વ્યવસ્થાનો વિચાર કરવાની સલાહ આપવામાં આવી છે, ખાસ કરીને જો તેમની મુસાફરી તાત્કાલિક હોય.
આ પ્રકારના ટ્રાફિક બ્લોક્સ આગામી સમયમાં પણ લેવામાં આવી શકે છે, કારણ કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેથી મુસાફરોને સમયસર માહિતી મેળવવી અને આયોજનપૂર્વક મુસાફરી કરવી જરૂરી બની રહેશે. લાંબા ગાળે આ પ્રોજેક્ટ દેશને આધુનિક રેલવે માળખું આપશે, પરંતુ હાલના સમયમાં થતી અસુવિધાઓને સંભાળવી રેલ્વે તંત્ર માટે પડકારરૂપ રહેશે.
સંસ્કારી નગરી વડોદરાની આગામી 11 મેના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેશે મુલાકાત. ચૂંટણીનાં પરિણામો બાદ ગુજરાતમાં તેમની આ પ્રથમ મુલાકાત છે. તેમની આ મુલાકાતને લઇને શહેર તેમજ સમગ્ર મધ્ય ગુજરાતમાં ખાસ કરીને પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે વાઘોડિયા રોડ પર નેશનલ હાઈવે-8 પાસે આવેલ નોલેજ સિટી નજીક નિર્માણ પામેલા ‘સરદારધામ’ છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવશે.
₹150 કરોડના ખર્ચે આધુનિક સંકુલ
મધ્ય ગુજરાતના પાટીદાર સમાજે આશરે ₹150 કરોડના ખર્ચે આ ભવ્ય છાત્રાલયનું નિર્માણ કરાવ્યું છે. આ સંકુલમાં કુલ 2000 વિદ્યાર્થીઓ માટે રહેવા અને અભ્યાસ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાસભર વાતાવરણ મળે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
આ સંકુલની સુવિધા
આ સંકુલમાં
હોસ્ટેલ રૂમ
અભ્યાસ માટે લાઈબ્રેરી
ડિજિટલ લર્નિંગ સુવિધાઓ
ડાઈનિંગ હોલ
રમતગમત માટેની વ્યવસ્થા
સુરક્ષા વ્યવસ્થાઓનો પણ સમાવેશ થાય છે.  શિક્ષણ સાથે સાથે સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે માટે આ સંકુલ રચાયું છે.
આ પણ વાંચો: PMએ સિક્કિમમાં 4000 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ : સંબોધનમાં કહ્યું, સિક્કિમ પૂર્વનું સ્વર્ગ
વિવિધ ભવનોનું ઉદ્ઘાટન
આ કાર્યક્રમ અંતર્ગત ‘ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ’નું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ સંકુલમાં અલગ-અલગ છાત્રાલય ભવનોનો સમાવેશ થાય છે, જેમાં કન્યા અને કુમાર બંને માટે વિશેષ વ્યવસ્થા છે. આ ભવનોમાં ઉદા ભગત પાટીદાર સમાજ કન્યા છાત્રાલય-1, ઘનશ્યામભાઈ બી. પટેલ કન્યા છાત્રાલય-2, લાભુબેન લીંબાભાઈ કુમાર છાત્રાલય-1 અને પારૂલ ઘનશ્યામલાલ કુમાર છાત્રાલય-2નો સમાવેશ થાય છે. આ વ્યવસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સલામત અને સુવિધાસભર નિવાસ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય છે.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. ચૂંટણી બાદ પ્રધાનમંત્રીની ગુજરાતમાં આ પ્રથમ મુલાકાત હોવાથી રાજકીય રીતે પણ આ કાર્યક્રમ મહત્વનો બની રહ્યો છે. મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પાટીદાર સમાજના હજારો લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ કાર્યક્રમને લઈને સામાજિક એકતા અને ગૌરવની ભાવના સ્પષ્ટ જોવા મળી રહી છે.
તડામાર તૈયારીઓ
વાઘોડિયા રોડ અને આસપાસના વિસ્તારોમાં હાલ યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમ સ્થળે સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને નેશનલ હાઈવે-8 પર ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગ, ટ્રાફિક ડાયવર્ઝન, અને જનસુવિધાઓ માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સુચારૂ રીતે પાર પડે તે માટે દરેક સ્તરે તૈયારી ચાલી રહી છે.
આ 'સરદારધામ' છાત્રાલય આગામી સમયમાં મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર નિવાસ અને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થવાથી તેમના ભવિષ્યને નવી દિશા મળશે. આ પ્રોજેક્ટ શિક્ષણ ક્ષેત્રે ખાનગી અને સામાજિક સહકારનું ઉત્તમ ઉદાહરણ છે, જે અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ (SSG) ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો એક મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ (કોહવાઈ) થઈ જવાની આઘાતજનક ઘટનાં સામે આવતા પરિવારજનોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો. આ મામલે હોસ્પિટલ સ્ટાફની ઘોર બેદરકારી અને ઉદ્ધત વર્તનના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
વડોદરામાં રહેતા રંજનબહેન વ્યાસ નામના મહિલાનું એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમનો પુત્ર વિદેશમાં હોવાથી તેમના પરત આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરાયું હતું. આથી, મૃતદેહને સુરક્ષિત રાખવા માટે બે દિવસ અગાઉ SSG હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બાપુનગરમાં વેપારી પર સાત શખ્સોનો જીવલેણ હુમલો : CCTV માં કેદ ઘટનાથી કાયદો-વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન
પુત્રના આગમન સમયે ભાંડો ફૂટ્યો
બે દિવસ બાદ જ્યારે રંજનબેનનો પુત્ર વિદેશથી વડોદરા પરત ફર્યો અને અંતિમ દર્શન માટે હોસ્પિટલ પહોંચ્યો, ત્યારે પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. કોલ્ડ રૂમમાં રાખવા છતાં મૃતદેહ કોહવાયેલી અવસ્થામાં જોવા મળ્યો હતો. મૃતદેહમાંથી દુર્ગંધ આવતી હોવાથી પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
આ પણ વાંચો: વડોદરા મનપામાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે 'તાજ' માટે કવાયત : મેયર પદ માટે SC લોબીમાં ખેંચતાણ, જાણો કોનું પલડું ભારે
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગના તબીબ અને કર્મચારીઓ સાથે મૃતકના પરિવારજનોએ મારામારી કરી હોવાના લગાવાયા આક્ષેપ. સયાજી હોસ્પિટલના તબીબોએ RMO ઓફિસમાં જઈને રજૂઆત કરી. સયાજી હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર રંજન ઐયરને કરી ઉગ્ર રજૂઆત કરી તબીબો પરના હુમલાને વખોડ્યો છે.  ડોક્ટર રંજન ઐયરે કહ્યું, ફેકટ ફાઈન્ડર કમિટી તપાસ હાથ ધરાશે.
પરિવારજનોનો આક્ષેપ છે કે જ્યારે તેમણે આ બેદરકારી બાબતે જવાબ માંગ્યો, ત્યારે હોસ્પિટલનાં સ્ટાફે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે તેમની સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. હોસ્પિટલ પરિસરમાં વાતાવરણ તંગ બની જતાં તાત્કાલિક રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી રોષે ભરાયેલા પરિવારજનોને શાંત પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
આ ઘટનાએ સરકારી હોસ્પિટલની વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જો કોલ્ડ રૂમ કાર્યરત હતો, તો મૃતદેહ ડિકમ્પોઝ કેવી રીતે થયો? શું ફ્રીઝરના મેન્ટેનન્સમાં કોઈ ચૂક હતી કે પછી વીજ પુરવઠો ખોરવાયો હતો? ગમગીન પરિવાર સાથે સંવેદનશીલતા રાખવાને બદલે સ્ટાફે ગેરવર્તન કેમ કર્યું? હાલમાં પરિવારજનોએ આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે, ત્યારે હોસ્પિટલ તંત્ર આ મામલે શું તપાસ કરે છે તે જોવું રહ્યું.
Vadodara Mayor Race: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ પુનરાવર્તિત કરતા 76માંથી 69 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને પોતાનું એકચક્રી શાસન જાળવી રાખ્યું છે. પ્રચંડ બહુમતી બાદ હવે વડોદરાના નવા 'શહેર પ્રથમ નાગરિક' એટલે કે મેયર, ડેપ્યુટી મેયર અને સત્તાનું કેન્દ્ર ગણાતી સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) ના ચેરમેન પદ માટે દાવેદારો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર પદ એસસી (SC) પુરુષ માટે અનામત હોવાથી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.
આગામી દિવસોમાં ગાંધીનગર 'કમલમ' ખાતેથી નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, પરંતુ તે પહેલા વડોદરાના સ્થાનિક રાજકારણમાં વિવિધ લોબીઓ સક્રિય થઈ છે. ખાસ કરીને મેયર પદ માટે સંઘના નજીકના ગણાતા ચહેરાઓ અને સંગઠનમાં મજબૂત પકડ ધરાવતા નેતાઓ વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી રહી છે. વિજયના ઉત્સાહ વચ્ચે હવે પદાધિકારીઓની પસંદગીમાં સંગઠન અને સંઘ વચ્ચેના સંતુલનને જાળવવું એ પ્રદેશ નેતૃત્વ માટે મોટો પડકાર બની રહેશે.
મેયર પદ: સંઘ અને સંગઠન વચ્ચે પસંદગીનો જંગ
મેયર પદ માટે હાલમાં ત્રણ નામો સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે, જેમાં દરેકની પોતાની રાજકીય તાકાત છે:
સમીર વાઘેલા: વોર્ડ-12 માંથી વિજેતા થયેલા સમીર વાઘેલાનું નામ હાલ રેસમાં સૌથી મોખરે છે. આર.એસ.એસ. (RSS) સાથેના તેમના જૂના અને ગાઢ સંબંધો તેમજ પૂર્વ સંઘચાલકની નિકટતા તેમને મેયર પદના પ્રબળ દાવેદાર બનાવે છે.
અજય ડાભી: વોર્ડ-8 માંથી રેકોર્ડબ્રેક મતોથી જીતનાર અજય ડાભી પ્રદેશ એસસી મોરચામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો પ્રદેશ સંગઠન પોતાની પસંદગી પર ભાર મૂકશે, તો ડાભીનું નસીબ ખુલી શકે છે.
ચેતન પરમાર: વોર્ડ-18 માંથી મોટી લીડ સાથે વિજેતા બનેલા ચેતન પરમાર પૂર્વ મેયર નિલેશ રાઠોડના વિશ્વાસુ માનવામાં આવે છે. તેમની વહીવટી સમજ અને જીતનું માર્જિન તેમને રેસમાં ટકાવી રાખે છે.
આ પણ વાંચો: વડોદરાના છાણીમાં સર્જાયો કાળમુખો અકસ્માત : બે બાઈક વચ્ચેની જોરદાર ટક્કરમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
ચેરમેન પદ: મલાઈદાર સ્થાન માટે મહારથીઓ મેદાને
વડોદરા મનપામાં આર્થિક સત્તા જેની પાસે રહે છે તેવા સ્થાયી સમિતિના ચેરમેન પદ માટે પણ ભારે 'પડાપડી' જોવા મળી રહી છે:
નીતિન દોંગા: ગત ટર્મના ઇન્ચાર્જ ચેરમેન અને સૌરાષ્ટ્ર લોબીના મજબૂત ચહેરા તરીકે નીતિન દોંગા ફરીથી દાવો કરી રહ્યા છે. તેમની હિન્દુવાદી છબી અને અનુભવ તેમની તરફેણમાં છે.
અજિત દધીચ: મંત્રી મનીષા વકીલના અંગત અને વિશ્વાસુ ગણાતા અજિત દધીચ તેમની ત્રીજી ટર્મ જીતીને આવ્યા છે. સિનિયોરિટીના આધારે તેઓ ચેરમેન પદ માટે પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યા છે.
વિષ્ણુ પ્રજાપતિ અને શ્રીરંગ આયરે: બિનહરીફ ચૂંટાયેલા વિષ્ણુ પ્રજાપતિ અને સૌથી વધુ લીડ મેળવનાર શ્રીરંગ આયરે પણ મહત્વના પદની આશા રાખીને બેઠા છે. જો ચેરમેન પદ ન મળે તો આ પૈકીના કોઈને ડેપ્યુટી મેયર બનાવી સંતોષવામાં આવી શકે છે.
આગામી પડકારો અને રાજકીય સમીકરણો
નવા ચૂંટાયેલા પદાધિકારીઓ માટે આગામી સમય પરીક્ષા સમાન રહેશે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા સંગઠનને વધુ મજબૂત કરવું અને શહેરના પેન્ડિંગ વિકાસના કામોને વેગ આપવો તે પ્રાથમિકતા રહેશે. ખાસ કરીને રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ માટે જનતામાં રહેલા આક્રોશને ડામવો એ નવા મેયર અને ચેરમેન માટે મોટો પડકાર છે. હવે જોવાનું એ રહેશે કે વડોદરાના આ 'તાજ' પર 'કમલમ' મહોર મારે છે કે 'સંઘ'ના આશીર્વાદ કામ કરી જાય છે.
Vadodara Chhani Accident: સંસ્કારી નગરી વડોદરામાં વાહનોની અનિયંત્રિત ગતિ વધુ એકવાર કાળ સાબિત થઈ છે. શહેરના છાણી વિસ્તારમાં આજે બપોરના સમયે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. નાયરા પેટ્રોલ પંપ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા બે મોટરસાયકલ ચાલકો સામસામે ધડાકાભેર અથડાયા હતા. આ ગંભીર અકસ્માતમાં એક વૃદ્ધ વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ બંને ચાલકો હવામાં ફંગોળાયા હતા અને રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી, પરંતુ ઈજાઓ એટલી ગંભીર હતી કે સારવાર મળે તે પહેલા જ એક જિંદગી હોમાઈ ગઈ હતી. આ અકસ્માતને કારણે છાણી રોડ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને થોડા સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.
પૂરઝડપે આવતી બે બાઈકો વચ્ચે 'કાળ'નો ટક્કર
મળતી માહિતી મુજબ, છાણી રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ નજીક બંને બાઈક ચાલકો પૂરઝડપે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બંને વાહનો સામસામે એકબીજામાં ઘૂસી ગયા હતા. અકસ્માતનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસની દુકાનોમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા. બંને બાઈકનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો, જે દર્શાવે છે કે વાહનોની ગતિ કેટલી વધારે હશે.
આ પણ વાંચો: NH-48 પર આવેલી 'VR વન' બિલ્ડિંગમાં ભીષણ આગ : પાર્કિંગથી 8મા માળ સુધી જ્વાળાઓ પ્રસરી; અનેક વાહનો ખાખ
મગનભાઈ પટેલનું ઘટનાસ્થળે જ મોત, પરિવારમાં માતમ
આ કરુણ અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ મગનભાઈ પટેલ તરીકે થઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મગનભાઈ રસ્તા પર પછડાતા તેમને માથાના અને શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. અતિશય રક્તસ્ત્રાવ થવાને કારણે તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. જ્યારે અન્ય બાઈક સવારને પણ નાની-મોટી ઈજાઓ પહોંચતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મગનભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે.
પોલીસની તપાસ અને સ્થાનિકોનો આક્રોશ
ઘટનાની જાણ થતાં જ છાણી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ (SSG) ખસેડીને અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ વિસ્તારના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રોડ પર વાહનોની ગતિ મર્યાદા જાળવવામાં આવતી નથી અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી અવારનવાર આવી દુર્ઘટનાઓ સર્જાય છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે કે ભૂલ કયા ચાલકની હતી.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં નેશનલ હાઈવે-48 પર ગતરોજ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. શહેરના વ્યસ્ત ગણાતા હાઈવે પર આવેલી 'VR વન' નામની બહુમાળી ઈમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. L&T જેવી પ્રતિષ્ઠિત કંપનીની બિલકુલ સામે આવેલી આ બિલ્ડિંગમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ છેક આઠમા માળ સુધી પહોંચી ગઈ હતી. જોકે, સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મિલકત અને વાહનોને ભારે નુકસાન થયું છે.
શોર્ટ સર્કિટ બન્યું આગનું નિમિત્ત
પ્રાપ્ત વિગતો અનુસાર, VR વન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઇલેક્ટ્રિક મીટર બોર્ડમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. તણખલાઓમાંથી શરૂ થયેલી આ આગે ગણતરીની સેકન્ડોમાં રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મીટર બોર્ડની આસપાસ રહેલા વાયરિંગને કારણે આગ ઝડપથી ફેલાઈ અને સીધી પાર્કિંગ એરિયા સુધી પહોંચી ગઈ હતી. પાર્કિંગમાં પડેલા વાહનોના ટાયર અને ઓઈલના કારણે આગ વધુ તેજ બની હતી, જેના કારણે કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા.
પાર્કિંગથી 8મા માળ સુધી જ્વાળાઓનું તાંડવ
આ ઘટનાની સૌથી ડરામણી વાત એ હતી કે આગ માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પૂરતી મર્યાદિત ન રહી. બિલ્ડિંગના ડક્ટ અને ઇલેક્ટ્રિકલ વાયરિંગની પેનલો વાટે આગની જ્વાળાઓ અને ગૂંગળાવી દેતો ધુમાડો ઉપરના માળ તરફ ધસી ગયો હતો. જોતજોતામાં આગ 8મા માળ સુધી પ્રસરી ગઈ હતી. બિલ્ડિંગમાં રહેતા રહીશોએ જ્યારે ધુમાડો અને ગરમી અનુભવી ત્યારે જીવ બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી. લોકો પોતાના ઘર છોડીને સીડીઓ વાટે નીચે ઉતરી આવ્યા હતા.
આ પણ વાંચો: વડોદરામાં ધોળેદિવસે રુંવાડા ઉભા કરી દે તેવી લૂંટ : 83 વર્ષીય વૃદ્ધ દંપતીને બંધક બનાવી ચપ્પુની અણીએ લૂંટ, વડોદરા પોલીસ દોડતી થઈ
ફાયર બ્રિગેડની કલાકોની જહેમત બાદ આગ કાબુમાં
ઘટનાની જાણ થતા જ પાણીગેટ ફાયર સ્ટેશન સહિત નજીકના ફાયર ફાઈટરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ ચારેબાજુથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. કલાકોની ભારે જહેમત અને જીવના જોખમે કરેલી કામગીરી બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આગ બુઝાયા બાદ પણ ગરમીને કારણે ફરી આગ ન લાગે તે માટે લાંબો સમય સુધી 'કૂલિંગ ઓપરેશન' ચલાવવામાં આવ્યું હતું.
વાહનો લોખંડના હાડપિંજર બન્યા, કરોડોનું નુકસાન
આ આગમાં પાર્કિંગમાં મુકેલા અનેક ટુ-વ્હીલર અને અન્ય વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. અનેક મોંઘીદાટ ગાડીઓ પણ આગની લપેટમાં આવી જતા માલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બિલ્ડિંગના બાહ્ય હિસ્સાના કાચ પણ તૂટી પડ્યા હતા અને સ્ટ્રક્ચરને નુકસાન થયું હતું. ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ બાજુના બ્લોકમાં ન ફેલાઈ, અન્યથા મોટી હોનારત સર્જાઈ શકી હોત.
Vadodara Robbery: વડોદરાના સમા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોળેદિવસે લૂંટારુઓએ સંતોષી નગર સોસાયટીમાં ત્રાટકીને એક વૃદ્ધ દંપતીને તેમના જ ઘરમાં બંધક બનાવીને લાખોની લૂંટ ચલાવી છે. લૂંટારુઓએ માત્ર મિલકતની જ લૂંટ નથી કરી, પરંતુ 83 વર્ષીય વૃદ્ધ અને તેમના પત્ની સાથે મારપીટ કરી, તેમને ચપ્પુ બતાવી એક રૂમમાં પૂરી દીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર સંસ્કારી નગરીમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ધોળેદિવસે થયેલી આ લૂંટના કારણે પોલીસ પેટ્રોલિંગ અને ખાસ કરીને એકલવાયું જીવન જીવતા વૃદ્ધોની સુરક્ષા સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. લૂંટારુઓ એટલા બેફામ બન્યા છે કે તેમને હવે પોલીસ કે કાયદાનો જરા પણ ડર રહ્યો હોય તેમ લાગતું નથી.
ઘરમાં ઘૂસી વૃદ્ધ દંપતી પર ચપ્પુ વડે હુમલો અને મારપીટ
સમા વિસ્તારની સંતોષી નગર સોસાયટીમાં રહેતા 83 વર્ષીય ટી.પી. રાધાકૃષ્ણન અને તેમના પત્ની જ્યારે ઘરે એકલા હતા, ત્યારે લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ ઘરમાં પ્રવેશતાની સાથે જ વૃદ્ધ દંપતીને ચપ્પુ બતાવીને મોતનો ડર બતાવ્યો હતો. જ્યારે દંપતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે લૂંટારુઓએ તેમની સાથે ક્રૂરતાપૂર્વક મારપીટ કરી હતી અને બળજબરીથી તેમને એક રૂમમાં પૂરી દઈ બહારથી સાંકળ મારી દીધી હતી.
રોકડ, દાગીના અને મોબાઈલ ફોનની સનસનાટીભરી લૂંટ
દંપતીને બંધક બનાવ્યા બાદ લૂંટારુઓએ આખા ઘરને ફેંદી માર્યું હતું. લૂંટારુઓ ઘરમાંથી અંદાજે 12 હજાર રૂપિયા રોકડા, સોનાના કિંમતી દાગીના, પર્સ અને મોબાઈલ ફોન સહિતની લાખોની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓ ગયા બાદ રૂમમાં પુરાયેલા દંપતીએ બૂમાબૂમ કરતા પડોશીઓ દોડી આવ્યા હતા અને તેમને રૂમમાંથી બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો: રણોલીમાં ખાખી પર હુમલો! : પોલીસ કોન્સ્ટેબલનું માથું ફોડી નાખનાર બે શખ્સો જેલના સળિયા પાછળ, જાણો શું હતો મામલો
CCTV ફૂટેજમાં કેદ થયા લૂંટારુઓ, પોલીસે તેજ કરી તપાસ
ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક અસરથી સોસાયટી અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવ્યા છે. ફૂટેજમાં લૂંટારુઓની શંકાસ્પદ હિલચાલ કેદ થઈ છે, જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને લૂંટારુઓને ઝડપી પાડવા માટે નાકાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
વૃદ્ધોની સુરક્ષા સામે સવાલો: રહીશોમાં ભયનો માહોલ
સમા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ડરનો માહોલ પેદા કર્યો છે. ધોળેદિવસે સોસાયટીમાં ઘૂસીને વૃદ્ધો પર હુમલો થવો તે પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર મોટા પ્રશ્નાર્થ ચિન્હ લગાડે છે. આ લૂંટના બનાવ બાદ લોકો હવે પોતાના ઘરમાં પણ અસુરક્ષિત અનુભવી રહ્યા છે.
સંસ્કારી નગરી વડોદરાના રણોલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરી રહેલી પોલીસ પર જીવલેણ હુમલો થવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. મધરાતે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ પર બે શખ્સોએ માત્ર અડચણ જ ઊભી નહોતી કરી, પરંતુ કડા વડે હુમલો કરી કોન્સ્ટેબલને લોહીલુહાણ કરી દીધા હતા. આ ઘટનામાં જવાહરનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને માથાભારે શખ્સોની ધરપકડ કરી લીધી છે.
ઘટનાની વિગત એવી છે કે, જ્યારે પોલીસ કર્મચારીઓ લગ્ન પ્રસંગમાં એકઠી થયેલી ભીડ વચ્ચે પોતાની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે આરોપીઓએ સરકારી કામમાં દખલગીરી કરી પોલીસ ડ્રાઈવરનો મોબાઈલ તોડી નાખ્યો હતો અને કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાખી વર્દી પર હાથ ઉપાડનારા આ તત્વો સામે પોલીસે હવે કાયદાનો સકંજો કસ્યો છે.
લગ્ન પ્રસંગમાં ભીડ જોઈ પોલીસે સમજાવ્યા તો આરોપીઓ લાલચોળ થયા
ગત ૨૭મી એપ્રિલની મોડી રાત્રે જવાહરનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ અને તેમની ટીમ રણોલી ગામના સોલંકી ફળીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ગામમાં એક લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે પોલીસ ત્યાં વ્યવસ્થા જાળવી રહી હતી, તે દરમિયાન રણોલીના જ દેવરાજ મહેશભાઈ બારોટ અને અજય મસ્કે નામના બે શખ્સોએ પોલીસ સાથે માથાકૂટ શરૂ કરી હતી. તેઓએ કોઈ કારણ વગર પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી વાતાવરણ તંગ બનાવ્યું હતું.
વીડિયો ઉતારતા ડ્રાઈવર પર હુમલો: સરકારી મોબાઈલની તોડફોડ
જ્યારે આરોપીઓ પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા હતા, ત્યારે પરિસ્થિતિ વધુ વણસે નહીં અને પુરાવા રહે તે હેતુથી આઉટસોર્સ ડ્રાઈવર રઘુવીરસિંહ રાજેશભાઈએ સરકારી મોબાઈલથી વીડિયો શૂટિંગ કરવાનું શરૂ કર્યું હતું. પોતાની હરકતો કેમેરામાં કેદ થતી જોઈ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ રઘુવીરસિંહને જોરદાર ધક્કો મારી હાથમાંથી મોબાઈલ નીચે પાડી દીધો હતો અને ત્યારબાદ રસ્તા પર પડેલા મોબાઈલ પર લાતો મારીને તેનો કચ્ચરઘાણ વાળી દીધો હતો.
આ પણ વાંચો: વડોદરાના જાંબુઆ પાસે કાળજું કંપાવી દેનારો અકસ્માત : સુરતના ત્રણ યુવાનોના કરુણ મોત, જાણો વિગતો
માથાભારે દેવરાજે કોન્સ્ટેબલના માથામાં કડું ઝીંક્યું, ત્રણ ટાંકા આવ્યા
આરોપી દેવરાજ બારોટે હિંસક બનીને પોતાના હાથમાં પહેરેલા ભારે કડા વડે કોન્સ્ટેબલ મહેન્દ્રકુમારના માથા પર જીવલેણ પ્રહાર કર્યો હતો. હુમલો એટલો જોરદાર હતો કે કોન્સ્ટેબલના માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તુરંત હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમના માથામાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. હુમલો કર્યા બાદ પણ આરોપીઓ શાંત થયા નહોતા, તેઓએ પોલીસને ગંદી ગાળો આપી "જો ફરી અહીં આવશો તો જીવતા નહીં નરવા દઈએ" તેવી ધમકી આપી ભીડમાં ગાયબ થઈ ગયા હતા.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા
ખાખી પરના હુમલાને ગંભીરતાથી લઈને જવાહરનગર પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને રણોલી ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી દેવરાજ ઉર્ફે દેવો અનિલભાઈ બારોટ અને તેના સાથી અજય પંઢરી મસ્કેને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ:
સરકારી કર્મચારી પર હુમલો
ફરજમાં રૂકાવટ
પ્રોપર્ટી ડેમેજ એક્ટ (સરકારી મિલકતને નુકસાન)
જાનથી મારી નાખવાની ધમકી
જેવી વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
Vadodara accident: વડોદરાના નેશનલ હાઈવે પર વહેલી સવારે બનેલો એક ભયાનક અકસ્માત ફરી એકવાર માર્ગ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સુરતથી ધાર્મિક યાત્રા માટે નીકળેલા ત્રણ યુવાનોનું એક જ ક્ષણે જીવન સમાપ્ત થઈ ગયું આ ઘટના માત્ર પરિવારજનો માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચેતવણીરૂપ બની છે.
ઘટનાની વિગતો
વડોદરા નજીક જાંબુઆ બ્રિજ પાસે વહેલી સવારે સર્જાયેલો આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળનું દૃશ્ય જોનારાઓના રુવાડા ઊભા થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ત્રણ યુવાનો પોતાની કારમાં ભાવનગર તરફ દર્શનાર્થે જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન જ્યારે તેમની કાર નેશનલ હાઈવે પરથી જાંબુઆ વિસ્તાર પાસે પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક કારનો કાબૂ ગુમાઈ ગયો અને આગળ જઈ રહેલી ટ્રકની પાછળ જોરદાર અથડામણ થઈ.
આ અથડામણ એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. ઘટનાસ્થળે કારના અવશેષો ફેલાઈ ગયા હતા અને અંદર બેઠેલા યુવાનોને બહાર કાઢવા માટે સ્થાનિકોને ભારે મહેનત કરવી પડી હતી.
સ્થળ પર જ ત્રણ યુવાનોના મોત
અકસ્મતમાં કારમાં સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમની સ્થિતિ એટલી નાજુક હતી કે તેમને બચાવવાનો કોઈ મોકો જ રહ્યો નહીં. ત્રણે યુવાનોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી.
મૃતદેહોને કારમાંથી બહાર કાઢવા માટે કટર અને અન્ય સાધનોની મદદ લેવી પડી હતી. આ દરમિયાન થોડો સમય માટે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેને પોલીસે પછી નિયંત્રિત કરી હતી.
પોલીસ તપાસ અને કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળનું પંચનામું કરી મૃતદેહોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. યુવાનોની ઓળખ તેમની પાસે મળેલા દસ્તાવેજો અને મોબાઈલ ફોનના આધારે કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં આ અકસ્માત ઓવરસ્પીડ, ઊંઘ કે ડ્રાઇવિંગ દરમિયાન બેદરકારીને કારણે થયો હોવાની શક્યતા છે. જોકે, ઘટનાની સંપૂર્ણ તપાસ હજુ ચાલુ છે અને વધુ વિગતો પોસ્ટમોર્ટમ તથા ટેકનિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
પરિવારમાં શોક અને સમાજમાં સન્નાટો
આ ઘટનાના સમાચાર મળતા જ સુરતના વરાછા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવાનોના પરિવારજનોને જાણ થતાં જ તેઓ તરત વડોદરા તરફ દોડી ગયા હતા. હસતા-રમતા યુવાનો દર્શન માટે નીકળ્યા હતા, પરંતુ તેમનો આ પ્રવાસ તેમની જીવનયાત્રાનો અંત બની ગયો.
સ્થાનિક લોકો અને મિત્રવર્તુળમાં પણ ભારે દુઃખની લાગણી ફેલાઈ છે. સમાજમાં આ ઘટના એક ગંભીર ચેતવણી બની છે કે રસ્તા પર થોડી બેદરકારી પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
માર્ગ સુરક્ષા અંગે ફરી ઊઠ્યા પ્રશ્નો
આ અકસ્માત ફરી એકવાર માર્ગ સુરક્ષા અને ડ્રાઇવિંગની જવાબદારી અંગે ચર્ચા શરૂ કરે છે. ખાસ કરીને હાઈવે પર લાંબી મુસાફરી દરમિયાન થાક, ઊંઘ અને ઓવરસ્પીડ જેવા પરિબળો મોટાં અકસ્માતોના મુખ્ય કારણ બની રહ્યા છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે, લાંબી મુસાફરી દરમિયાન નિયમિત વિરામ લેવું, ગતિ મર્યાદાનું પાલન કરવું અને ડ્રાઇવિંગ દરમિયાન સંપૂર્ણ એકાગ્રતા રાખવી ખૂબ જરૂરી છે. નહિતર એક ક્ષણની ભૂલ જીવનભરનો દુઃખદ અંજામ આપી શકે છે.
આ પણ વાંચો: રાજકોટમાં 20 લાખની લાંચનો ભંડાફોડ! : CGST સુપરિન્ટેન્ડન્ટ અને કન્સલ્ટન્ટ રંગેહાથ ઝડપાયા, ACBની મોટી સફળતા
સમગ્ર સમાજ માટે એક ચેતવણી
આ અકસ્માત માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એક ચેતવણી છે. યુવાનોમાં વધતી ઝડપ, લાંબી ડ્રાઇવિંગ અને બેદરકારી જેવી પ્રવૃત્તિઓના કારણે આવી ઘટનાઓ વધી રહી છે. આ ઘટના આપણને યાદ અપાવે છે કે માર્ગ સુરક્ષા માત્ર નિયમો સુધી મર્યાદિત નથી, પરંતુ જીવનની સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવે છે.
Vadodara Local Body Election Results 2026: વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. ખાસ કરીને શહેરના વોર્ડ નં. 9 માં ભાજપના ઉમેદવારોએ વિરોધ પક્ષના સૂપડા સાફ કરી નાખતી ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ જીત બાદ સયાજીગંજ સ્થિત ડેરીડેન સર્કલ ખાતે શહેર ભાજપ દ્વારા ભવ્ય વિજયાદશમી જેવો માહોલ સર્જાયો હતો.
ભવ્ય વિજયોત્સવ અને આતશબાજી
જીતની જાહેરાત થતાની સાથે જ શહેર ભાજપ પ્રમુખ, સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ડેરીડેન સર્કલ ખાતે ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે ઝૂમીને અને આકાશને ગજવી દે તેવી આતશબાજી કરીને જીતને વધાવી લીધી હતી. નેતાઓએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને આ ભવ્ય સફળતાની શુભકામનાઓ પાઠવી હતી.
શ્રીરંગ આયરેનો દબદબો: ૨૭ વર્ષની વયે ૨૩,૦૦૦ની લીડ
વોર્ડ નં. 9 માં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર માત્ર ૨૭ વર્ષના યુવા ઉમેદવાર શ્રીરંગ આયરે રહ્યા છે. શ્રીરંગ આયરેએ પોતાની લોકપ્રિયતા સાબિત કરતા કોંગ્રેસના ઉમેદવારને ૨૩,૦૦૦ થી વધુ મતોની સરસાઈ થી પરાજય આપ્યો છે.
• શ્રીરંગ આયરેને મળેલ મતો: ૨૭,૧૭૪
• કોંગ્રેસ ઉમેદવારને મળેલ મતો: ૩,૯૪૫
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧ ની ચૂંટણીમાં તેમને ૨૦,૦૦૦ મતોની લીડ મળી હતી, જેમાં આ વર્ષે ધરખમ વધારો જોવા મળ્યો છે, જે તેમની કામગીરી પર જનતાએ મારેલી મહોર સમાન છે.
OBC બેઠક પર પરેશ બ્રહ્મભટ્ટનો વિજય
બીજી તરફ OBC બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પરેશ બ્રહ્મભટ્ટે પણ ભવ્ય દેખાવ કર્યો હતો. તેમણે કોંગ્રેસના હરીફ ઉમેદવારને ૧૯,૦૦૦ મતોથી હરાવ્યા છે.
• પરેશ બ્રહ્મભટ્ટને મળેલ મતો: ૨૩,૦૨૮
• કોંગ્રેસ ઉમેદવારને મળેલ મતો: ૪,૭૨૩
જનતાની સેવા કરવાનો નિર્ધાર
જીત બાદ બંને વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે, "આ જીત વોર્ડ નં. 9 ના નાગરિકોના વિશ્વાસની જીત છે. અમે વિસ્તારના વિકાસ માટે અને મતદારોના પ્રશ્નો ઉકેલવા માટે રાત-દિવસ જોયા વગર સતત કાર્યરત રહીશું." આ વિજય સાથે વડોદરા ભાજપમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ભાજપે ગાબડું પાડવામાં સફળતા મેળવી છે.
Gujarat Local Body Election Results Live Updates : વડોદરા મહાનગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણીના પરિણામોએ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. શહેરમાં સત્તાધારી પક્ષ ભાજપે પોતાનું પ્રભુત્વ જાળવી રાખતા ગત વર્ષ 2021ની જેમ આ વખતે પણ 69 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. બીજી તરફ, કોંગ્રેસ માટે આ પરિણામો આંચકાજનક રહ્યા છે, જ્યાં તેમની બેઠકોની સંખ્યા 7 થી ઘટીને 6 પર પહોંચી ગઈ છે.
વોર્ડ નંબર 1 માં મોટો ઉલટફેર
આ ચૂંટણીનું સૌથી મોટું આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર વોર્ડ નંબર 1 રહ્યું છે, જે વર્ષોથી કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાતો હતો. આ ગઢમાં ભાજપ અને અપક્ષ ઉમેદવારે ગાબડું પાડવામાં સફળતા મેળવી છે.
આ પણ વાંચો: Gujarat Local Body Election Results Live Updates : ભાજપનો ઘોડો વિનમાં... કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયો... આપનું ભાવિ અધ્ધરતાલ! જાણો ચૂંટણીના ફાઇનલ પરિણામો
દિગ્ગજ નેતાની હાર:
કોંગ્રેસના સીનિયર નેતા અને છેલ્લા બે ટર્મથી સતત જીતતા આવતા અમી રાવત ને આ વખતે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રસાકસી ભરી જંગમાં તેઓ માત્ર 31 મતો થી હારી ગયા છે.
બળવાખોરનો વિજય:
કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા હરીશ પટેલ નો વોર્ડ 1 માં ભવ્ય વિજય થયો છે. હરીશ પટેલની જીતે કોંગ્રેસના આંતરિક સમીકરણો બગાડ્યા હોય તેમ જણાય છે.
ભાજપના ઉમેદવારોનું શાનદાર પ્રદર્શન
ભાજપ તરફથી કુંદન ટેલર અને ભર્સિંગ રાઠવા એ વોર્ડ 1 માં આક્રમક પ્રચાર અને જનસમર્થન દ્વારા અમી રાવત, નિકુલ પટેલ, સોના દેસાઈને કારમી હાર આપી વિજય વાવટો લહેરાવ્યો છે. આ વિજય સાથે ભાજપે સાબિત કરી દીધું છે કે તેઓ વિપક્ષના ગઢમાં પણ સિંધી મારવાની ક્ષમતા ધરાવે છે.
આ પણ વાંચો: રાજકોટ મનપામાં ભાજપનો દબદબો યથાવત્ : 72માંથી 52 બેઠકો સાથે ફરી સત્તા
કોંગ્રેસની સ્થિતિ
જોકે કોંગ્રેસ માટે આ વોર્ડમાં એકમાત્ર રાહતના સમાચાર પુષ્પા વાઘેલા ની જીત છે. તેમણે પોતાની બેઠક જાળવી રાખી છે, પરંતુ સમગ્ર રીતે જોતા કોંગ્રેસના સૂપડા સાફ થતા જોવા મળ્યા છે. 2021 માં 7 બેઠકો જીતનાર કોંગ્રેસ આ વખતે 6 બેઠકો પર સમેટાઈ ગઈ છે. વડોદરાની જનતાએ ફરી એકવાર વિકાસના નામે ભાજપ પર ભરોસો મૂક્યો છે. વોર્ડ 1 ના પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે મતદારો હવે ચહેરા કરતા કામ અને સ્થાનિક સમીકરણોને વધુ મહત્વ આપી રહ્યા છે. અમી રાવત જેવો મોટો ચહેરો ગુમાવવો એ કોંગ્રેસ માટે આગામી સમયમાં ચિંતાનો વિષય બની રહેશે.
Vadodara Local Body Election Results 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે વડોદરા ભાજપનો અજેય ગઢ છે. વડોદરા મહાનગરપાલિકાની 76 બેઠકો માટે થયેલી મતગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી છે. વહેલી સવારથી શરૂ થયેલી મતગણતરીમાં ભાજપે શરૂઆતથી જ લીડ જાળવી રાખી હતી, જે પરિણામો જાહેર થતા સુધી અકબંધ રહી હતી.
આ ચૂંટણીમાં મતદારોએ વિકાસના મુદ્દા પર મહોર મારી છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) મતદારોને રીઝવવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું જણાય છે. વડોદરાના 19 વોર્ડમાં રસાકસીભરી જંગ જોવા મળી હતી, જેમાં અનેક દિગ્ગજ નેતાઓના રાજકીય ભાવિનો ફેંસલો થયો છે. આ લેખમાં અમે તમને વડોદરાના વિજેતા અને પરાજિત ઉમેદવારોની સંપૂર્ણ યાદી અને વોર્ડવાઈઝ વિગતો જણાવીશું.
વડોદરામાં ભાજપની 'ક્લીન સ્વીપ', વિપક્ષના ગઢમાં ગાબડા
વડોદરામાં 19 વોર્ડની 76 બેઠકો પર રમાયેલા આ જંગમાં ભાજપે મોટાભાગની પેનલો જીતી લીધી છે. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ વડોદરામાં ભાજપનો દેખાવ અત્યંત શાનદાર રહ્યો છે. કોંગ્રેસે કેટલાક વોર્ડમાં લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આંતરિક જૂથવાદ અને મજબૂત સંગઠનના અભાવે તેઓ ભાજપના વિજય રથને રોકી શક્યા નથી.
દિગ્ગજ નેતાઓની જીત અને મોટા ઉલટફેર
ચૂંટણી પરિણામોમાં અનેક જાણીતા ચહેરાઓ ફરી એકવાર જીતવામાં સફળ રહ્યા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓએ પણ જનતાનું દિલ જીત્યું છે:
વોર્ડ નંબર 1: ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય.
વોર્ડ નંબર 4: અહીં કોંગ્રેસે થોડી રસાકસી સર્જી હતી, પરંતુ ભાજપે પોતાની બેઠકો જાળવી રાખી છે.
વોર્ડ નંબર 14: દિપા શ્રીવાસ્તવની રસાકસીભરી જીત, જે આ ચૂંટણીના સૌથી મોટા સમાચારમાંના એક છે.
વોર્ડ નંબર 13: ભાજપની આખી પેનલ વિજેતા જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરામાં રસાકસીનો અંત : વોર્ડ નંબર 14 માં કોંગ્રેસના દિપા શ્રીવાસ્તવનો વિજય, જાણો જીત બાદ શું કહ્યું
હારના કારણો: વિપક્ષ માટે આત્મમંથનનો સમય
વડોદરામાં કોંગ્રેસની કારમી હાર પાછળ ટિકિટ વિતરણમાં થયેલા વિખવાદ અને જનતા સુધી પોતાના એજન્ડા પહોંચાડવામાં નિષ્ફળતા મુખ્ય કારણો માનવામાં આવે છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ સુરતની જેમ અહીં ચમત્કાર કરવાની આશા રાખી હતી, પરંતુ વડોદરાના મતદારોએ ત્રીજા વિકલ્પને નકારીને ભાજપ પર જ ભરોસો જાળવી રાખ્યો છે.
વિજેતા ઉમેદવારોની વોર્ડવાઈઝ યાદી (A to Z):
<colgroup><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"></colgroup>
વોર્ડ નંબર
વિજેતા પક્ષ
મુખ્ય વિજેતા ઉમેદવાર
વોર્ડ 1
ભાજપ
વિજય જોશી અને પેનલ
વોર્ડ 4
ભાજપ
અજીત દધીચ અને પેનલ
વોર્ડ 13
ભાજપ
નિધિ પટેલ અને પેનલ
વોર્ડ 14
કોંગ્રેસ/અન્ય
દિપા શ્રીવાસ્તવ
વોર્ડ 19
ભાજપ
ભાજપની પેનલનો વિજય
આગામી પાંચ વર્ષ: વડોદરાના વિકાસનો રોડમેપ
ભાજપના વિજય બાદ હવે શહેરમાં પાણી, રોડ-રસ્તા અને ગટર જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર રહેશે. મેયર પદ માટે કોનું નામ પસંદ કરવામાં આવશે તે અંગે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
Vadodara Election Result 2026: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં સૌથી વધુ હાઈ-પ્રોફાઈલ ગણાતા વોર્ડ નંબર 14 માં આખરે જનતાનો ચુકાદો સામે આવ્યો છે. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને જાણીતા નેતા મધુ શ્રીવાસ્તવના પુત્રી દિપા શ્રીવાસ્તવે ભારે રસાકસીના અંતે શાનદાર જીત હાંસલ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા દિપાબેને ભાજપના ગઢમાં ગાબડું પાડીને સાબિત કરી દીધું છે કે જનતાનો વિશ્વાસ તેમની સાથે છે. આ જીત માત્ર એક બેઠકની જીત નથી, પરંતુ વડોદરાના રાજકારણમાં શ્રીવાસ્તવ પરિવારના પ્રભુત્વનો પુનરોચ્ચાર છે. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, પરંતુ અંતિમ રાઉન્ડ સુધી પહોંચતા દિપાબેને પોતાની લીડ મજબૂત બનાવી વિજય મેળવ્યો હતો.
"આ મારી નહીં, જનતાની જીત છે" - દિપા શ્રીવાસ્તવ
વિજયની જાહેરાત થતા જ દિપા શ્રીવાસ્તવ ભાવુક થઈ ગયા હતા અને તેમણે આ જીતનો તમામ શ્રેય વોર્ડ નંબર 14 ની જનતાને આપ્યો હતો. તેમણે મીડિયા સમક્ષ હૃદયસ્પર્શી નિવેદન આપતા કહ્યું હતું કે,"આ મારી જીત નથી, આપણી જનતાની જીત છે અને હું પ્રજા છું, સેવક છું, બધું જ છું, બસ તમારી છું. તમારા પડખે ઊભી રહીશ. આવનારા પાંચ વર્ષમાં હવે મારા કદમ નહીં ડગમગાય, હું તમારી જોડે છું, તમારા સુખમાં, તમારા દુઃખમાં. તમે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, મારું જે પૂરું નામ છે એની પાછળની ગરિમા આખી જિંદગી બરકરાર રાખીશ."
આ પણ વાંચો: ડભોઈમાં ધારાસભ્ય શૈલેષ મહેતાના ગઢમાં ગાબડું : 8 વર્ષ બાદ ભાજપે સત્તા ગુમાવી, કોંગ્રેસનો ભવ્ય વિજય
શ્રીવાસ્તવ પરિવારનો વધતો પ્રભાવ
મધુ શ્રીવાસ્તવના પુત્રીની આ જીતથી વડોદરાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાની પુત્રી માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, જેનું પરિણામ આજે જીત સ્વરૂપે મળ્યું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ વિજયથી આગામી સમયમાં કોંગ્રેસનું સંગઠન પણ મજબૂત બનશે અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન મળશે.
Dabhoi Nagarpalika Election Result 2026: વડોદરા જિલ્લાના ડભોઈ રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડભોઈ નગરપાલિકામાં છેલ્લા 8 વર્ષથી એકહથ્થુ શાસન ભોગવતી ભારતીય જનતા પાર્ટીએ સત્તા ગુમાવી છે. ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય શૈલેષ મહેતાના ગઢ ગણાતા ડભોઈમાં કોંગ્રેસે જોરદાર વાપસી કરીને ભાજપના સુપડા સાફ કરી નાખ્યા છે. આ પરાજય માત્ર નગરપાલિકાની હાર નથી, પરંતુ સ્થાનિક સ્તરે ભાજપના સંગઠન અને ધારાસભ્યના વર્ચસ્વ સામે પણ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.
ચૂંટણીના જાહેર થયેલા પરિણામો મુજબ, ડભોઈ નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી કોંગ્રેસે બહુમતીનો આંકડો વટાવીને 21 બેઠકો પર શાનદાર વિજય મેળવ્યો છે. બીજી તરફ સત્તાધારી ભાજપ માત્ર 15 બેઠકો પર સમેટાઈ ગયું છે. 8 વર્ષના લાંબા અંતરાલ બાદ ડભોઈ નગરપાલિકા પર ફરી એકવાર 'પંજો' મજબૂત થયો છે અને કેસરીયો ફિક્કો પડ્યો છે.
વોર્ડ નંબર 2 માં દિગ્ગજોનો પરાજય: ઉલટફેરનું કેન્દ્ર
ડભોઈના વોર્ડ નંબર 2 માં સૌથી વધુ રોમાંચક અને આશ્ચર્યજનક પરિણામો જોવા મળ્યા છે. આ વોર્ડમાં ભાજપના માજી પ્રમુખ બિરેન શાહની હાર થઈ છે, જે ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવે છે. જોકે, આ જ વોર્ડમાં કોંગ્રેસ માટે પણ માઠા સમાચાર રહ્યા છે, કારણ કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુભાષ ભોજવાણીએ પણ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ વોર્ડના પરિણામોએ સાબિત કર્યું છે કે મતદારોએ પક્ષ કરતા પરિવર્તન પર વધુ ભાર મૂક્યો છે.
શૈલેષ મહેતાના ગઢમાં કોંગ્રેસની સર્જિકલ સ્ટ્રાઈક
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) માટે આ પરિણામો અત્યંત આઘાતજનક છે. જે મતક્ષેત્રમાં તેમનો દબદબો છે ત્યાં જ નગરપાલિકામાં પરાજય થવો એ આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે ચિંતાનો વિષય બની શકે છે. કોંગ્રેસે સંગઠિત થઈને ભાજપના શાસન વિરોધી લહેરનો ફાયદો ઉઠાવ્યો અને 21 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. કોંગ્રેસના કાર્યકરોમાં અત્યારે ભારે ઉત્સાહ છે અને જીતના ગુલાલ ઉડી રહ્યા છે.
આ પણ વાંચો: 'પોર' બેઠક પર ખીલ્યું કમળ : 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતી અંકિતા પરમારે વડોદરામાં લહેરાવી વિજય પતાકા
8 વર્ષ બાદ 'કમળ' મુરઝાયું, 'પંજો' મજબૂત
2018 થી ડભોઈ નગરપાલિકામાં ભાજપનું શાસન હતું. વિકાસના દાવાઓ છતાં સ્થાનિક પ્રશ્નો અને આંતરિક જૂથવાદ ભાજપને ભારે પડ્યો હોય તેમ જણાય છે. કોંગ્રેસે આ તકનો લાભ લઈને જનતા સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. હવે 36 બેઠકોવાળી નગરપાલિકામાં કોંગ્રેસ પોતાના પ્રમુખ અને કારોબારીની રચના કરશે.
પરિણામો પર એક નજર:
કુલ બેઠકો: 36
કોંગ્રેસ (વિજય): 21
ભાજપ: 15
મોટી હાર: બિરેન શાહ (માજી પ્રમુખ, ભાજપ), સુભાષ ભોજવાણી (કોંગ્રેસ).
Ankita Parmar Win in Vadodara: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનેલી 'પોર' બેઠક પર ભાજપના ઉમેદવાર અને જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારની ભવ્ય જીત થઈ છે. ભાજપે જ્યારે એક ઈન્ફ્લુએન્સરને ટિકિટ આપી ત્યારે અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા, પરંતુ અંકિતા પરમારે પોતાની જીતથી સાબિત કરી દીધું છે કે તેમની લોકપ્રિયતા માત્ર વર્ચ્યુઅલ દુનિયા પૂરતી સીમિત નથી, પણ જમીની સ્તરે પણ લોકોનો તેમને મજબૂત ટેકો છે.
આ જીત ભાજપની બદલાતી રણનીતિ અને યુવા ચહેરાઓ પરના વિશ્વાસનું જીવંત ઉદાહરણ છે. અંકિતા પરમારે ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને જોડવાની સાથે સાથે ગામડાઓના પાયાના પ્રશ્નો પર પણ ભાર મૂક્યો હતો. તેમની જીતે સાબિત કર્યું છે કે આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત રાજકારણનો સમન્વય જનતાને પસંદ આવ્યો છે.
1 મિલિયન ફોલોઅર્સ અને જનતાનો વિશ્વાસ
ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી અંકિતા પરમાર માટે આ સફર પડકારજનક હતી. વિરોધીઓએ તેમને માત્ર 'રીલ્સ સ્ટાર' કહીને નિશાન બનાવ્યા હતા, પરંતુ અંકિતાએ પોતાના વહીવટી અનુભવ અને સંગઠન શક્તિના જોરે વિજય પતાકા લહેરાવી છે. વડોદરા જિલ્લાની પોર બેઠક પર ભાજપના આ પ્રયોગને મતદારોએ આવકાર્યો છે, જે આગામી સમયમાં અન્ય યુવા ઈન્ફ્લુએન્સર્સ માટે રાજકારણના દ્વાર ખોલી શકે છે.
આ પણ વાંચો: સુરત મતગણતરી કેન્દ્ર બહાર હાઈવોલ્ટેજ ડ્રામા : કોંગ્રેસ-ભાજપના કાર્યકરો આમને-સામને આવતા વાતાવરણ તંગ, પોલીસે મામલો થાળે પાડ્યો
વહીવટી અનુભવ જે જીતનું કારણ બન્યો
અંકિતા પરમારની જીત પાછળ માત્ર તેમની લોકપ્રિયતા જ નહીં, પરંતુ તેમનો ભૂતકાળનો વહીવટી રેકોર્ડ પણ મહત્વનો રહ્યો છે.
તાલુકા પંચાયત પ્રમુખ: તેઓ અગાઉ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સફળતાપૂર્વક કાર્ય કરી ચૂક્યા છે.
ગામડાઓનો વિકાસ: તેમના કાર્યકાળમાં પાકા રસ્તા, પીવાના પાણીની સુવિધા અને સ્ટ્રીટ લાઈટ જેવા પ્રશ્નોના નિરાકરણ માટે તેમણે કરેલી કામગીરીને લોકોએ યાદ રાખી છે.
મહિલા સશક્તિકરણ: સ્વસહાય જૂથો દ્વારા સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે તેમણે કરેલા પ્રયાસો આ જીતમાં નિર્ણાયક સાબિત થયા છે.
સંગઠનમાં મજબૂત પકડ અને યુવા નેતૃત્વ
અંકિતા પરમાર માત્ર સોશિયલ મીડિયા પૂરતા સીમિત નથી, તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિય છે. 'નમો યુવા સંવાદ' જેવા કાર્યક્રમો દ્વારા તેમણે રાજ્યભરના યુવાનોને ભાજપની વિચારધારા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પક્ષના હાઈકમાન્ડે તેમની કાર્યદક્ષતા અને સંગઠન શક્તિને પારખીને જ જિલ્લા પંચાયતની મહત્વની જવાબદારી સોંપી હતી, જેમાં તેઓ ખરા ઉતાર્યા છે.
ટેકનોલોજી અને પારદર્શિતાનો સમન્વય
પોતાની કાર્યશૈલીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટે જાણીતા અંકિતા પરમારે પંચાયત સ્તરે પારદર્શિતા લાવવા માટે અનેક સુધારાઓ કર્યા હતા. યુવા મતદારો ખાસ કરીને તેમની આધુનિક વિચારધારા અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાથી પ્રભાવિત થયા છે. હવે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે તેઓ આખા વડોદરા જિલ્લાના વિકાસમાં કેવી ભૂમિકા ભજવે છે તેના પર સૌની નજર રહેશે.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતના ઝઘડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ઘરકંકાસ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે કેવા ગંભીર પરિણામો આવે છે, તેનો પુરાવો આ લોહિયાળ ઘટના છે. શહેરના ખારી તલાવડી વિસ્તારમાં એક પત્નીએ જમવા જેવી સામાન્ય બાબતમાં થયેલા કંકાસમાં પોતાના જ પતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
શાક અને જમવાની તકરારમાં ખેલાયો ખૂની ખેલ
મળતી માહિતી મુજબ, કુંભારવાડા ખારી તલાવડી પાસે રહેતા અમિત દેવીપુજક અને તેમની પત્ની મંજુબેન વચ્ચે આજે સવારે રસોઈ બનાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. પત્નીએ બનાવેલું શાક ભાવતું ન હોવાથી શરૂ થયેલી આ તકરાર જોતજોતામાં ઉગ્ર બની ગઈ હતી. આવેશમાં આવી ગયેલી પત્ની મંજુબેને ઘરમાં પડેલી ત્રિકમ ઉઠાવીને પતિ અમિત પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ત્રિકમના ઘા એટલા ગંભીર હતા કે અમિતનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: વડોદરામાં આભમાંથી વરસી રહી છે ‘અગનજ્વાળા’ : સયાજીબાગના વન્યજીવોને ગરમીથી બચાવવા ‘કુલિંગ પ્લાન’, વાઘ માટે બરફ અને ઠંડા ફળોની મિજબાની
પોલીસ કાફલો અને FSLની ટીમ ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ કુંભારવાડા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતાને જોઈને પુરાવા એકત્ર કરવા માટે એફએસએલ (FSL) ની ટીમની પણ મદદ લીધી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપી પત્ની મંજુબેન અમિતભાઈ દેવીપુજકની ધરપકડ કરી લીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પારિવારિક ઝઘડાનું કરુણ અંજામ: ACPની પ્રતિક્રિયા
આ સમગ્ર મામલે વડોદરા પોલીસના એસીપી (ACP) જી. બી. બાંભણિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, "આજરોજ સવારના આશરે સાડા સાત થી આઠ વાગ્યાના અરસામાં કુંભારવાડા જેલ રોડ પાસે આવેલી ખારી તલાવડી વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો છે. જેમાં મરણ જનાર અમિતભાઈ દેવીપુજક છે, જેમના પત્ની મંજુબેન છે. આ બંને વચ્ચે અગાઉ પણ ઝઘડાઓ થતા હતા અને આજે સવારે પણ જમવા બાબતે તથા અન્ય કોઈ ઘરકંકાસ બાબતે ઝઘડો થતા, પત્નીએ ઉશ્કેરાઈ જઈને ઘરમાં પડેલી ત્રિકમ વડે અમિતભાઈના માથાના ભાગે તથા શરીરના ભાગે ઘા કરેલા, જેથી અમિતભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. હાલમાં આરોપી મંજુબેનની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે."
વડોદરા: ગુજરાતમાં ગરમીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં વડોદરા શહેર અત્યારે ગરમીનું હબ બન્યું છે. શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચતા માત્ર મનુષ્યો જ નહીં, પણ મૂંગા પશુ-પંખીઓ પણ ગરમીથી બેહાલ બન્યા છે. વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં રહેતા વન્યજીવોને આ કાળઝાળ ગરમી અને હીટવેવની અસરમાંથી બચાવવા માટે ઝૂ વહીવટી તંત્ર દ્વારા ખાસ ‘સમર પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. વન્યજીવોને ઠંડકનો અહેસાસ કરાવવા માટે પાંજરામાં એર કૂલર, બરફની લાદીઓ અને ખાસ આહારની વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહ, રીંછ અને વિવિધ વિદેશી પક્ષીઓ માટે ગરમી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આથી, વન્યજીવોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઝૂ ક્યુરેટર દ્વારા વિશેષ દેખરેખ હેઠળ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પાંજરાની અંદરનું તાપમાન જાળવી રાખવા માટે સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી વન્યજીવોને કુદરતી ઠંડક મળી રહે.
પાંજરામાં બરફની લાદીઓ અને પાણીના ફુવારા
સયાજીબાગ ઝૂના સત્તાધીશો દ્વારા હિંસક પ્રાણીઓના પાંજરામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને સફેદ વાઘ અને રોયલ બેંગોલ ટાઈગર માટે પાંજરામાં બરફની મોટી લાદીઓ મૂકવામાં આવી છે, જેના પર બેસીને કે તેની આસપાસ રહીને પ્રાણીઓ ઠંડક મેળવી રહ્યા છે. આ ઉપરાંત, પક્ષીઓના પાંજરામાં અને હિંસક પ્રાણીઓના એન્ક્લોઝરમાં સતત ફોગર્સ (પાણીના ફુવારા) ચલાવવામાં આવે છે, જે ગરમ હવાને ઠંડી રાખવામાં મદદરૂપ થાય છે.
ખોરાકમાં ફેરફાર: તરબૂચ અને કાકડીની જયાફત
ગરમીમાં વન્યજીવોના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે તેમના ડાયટ ચાર્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રીંછ અને વાંદરાઓ જેવા પ્રાણીઓને તરબૂચ, શક્કરટેટી અને કાકડી જેવા જળતત્વ ધરાવતા ફળો આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પીવાના પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ અને ગ્લુકોઝ ભેળવવામાં આવે છે જેથી ડિહાઈડ્રેશનનું જોખમ ટાળી શકાય. હિંસક પ્રાણીઓને અપાતા માસના જથ્થામાં પણ ગરમીને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવ્યો છે.
ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરનું નિવેદન
સમગ્ર વ્યવસ્થા અંગે સયાજીબાગ ઝૂના ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, “સરકારી વિભાગો દ્વારા મળેલા હીટવેવના પરિપત્રોને ધ્યાનમાં રાખીને અમે પૂર્વ તૈયારીઓ કરી લીધી હતી. સવાર-સાંજ બે સમય પાંજરામાં પાણીનો છંટકાવ કરવામાં આવે છે. મુલાકાતીઓ માટે પણ પાથવે પર ઠંડકની વ્યવસ્થા છે. પ્રાણીઓને હીટ સ્ટ્રેસ ન લાગે તે માટે પીવાના પાણીમાં સ્ટ્રેસ સપ્લીમેન્ટ્સ ઉમેરવામાં આવે છે. તેમજ પાંજરાની ઉપર નાળિયેરીના ત્રાલસા (સૂકા પાન) અને ગ્રીન નેટ બાંધીને તેના પર પાણી છાંટી કુદરતી એસી જેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.”
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો કયા પક્ષને બતાવી ગરમી? : ભાજપ કે કોંગ્રેસ કોને મળ્યાં વધારે મત? જાણો મતદાનની સંપૂર્ણ અપડેટ
Gujarat Local Body Election 2026: ગુજરાતમાં રવિવારે આગ ઓકતી ગરમી વચ્ચે મતદારોએ પણ ગરમી બતાવી. રાજ્યમાં સરેરાશ 44 ટકા ગરમી વચ્ચે મતદારોએ સરેરાશ 60 ટકા જેટલું મતદાન કરીને પોતાનો મિજાજ બતાવ્યો. જોકે, શહેરોમાં મતદાન પહેલાં કરતા ઘટ્યું. બીજી તરફ ગામડાંઓમાં પણ 2021ની સરખામણીએ મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે. SIR પછી ઓછું મતદાન થયું હોવાની રાડ પણ ઉભી થઈ છે. ખાસ કરીને 15 મહાનગરપાલિકામાં સૌથી ઓછું 50% જેટલું જ મતદાન થયું છે. કુલ 4.08 કરોડમાંથી 1.70 કરોડ મતદારોએ જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું.
એ રીતે જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લગભગ 50 ટકા કરતા પણ વધારે મતદારોએ કોઈ ખાસ રસ લીધો નથી એવું કહીએ તો પણ ચાલે. એમાંય અમદાવાદની વાત કરવામાં આવે તો AMCની ચૂંટણીમાં માત્ર 46.35 ટકા જ મતદાન થયું છે. એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ રાજનેતાઓના ખોટા વાયદાઓને કારણે શહેરી વિસ્તારના મતદારોની નિરસતા જોવા મળી. છતાં સરેરાશ 44 ડિગ્રી તાપમાન ગરમીની વચ્ચે થયેલાં ઓવરઓલ 60 ટકા મતદાનને રેકોર્ડ મતદાન ગણાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગરમીના કારણે એક ઉમેદવાર સહિત રવિવારે ત્રણ લોકોના હાર્ટ એકેટથી મોત નિપજ્યાં હોવાની ઘટનાઓ પણ સામે આવી છે.
ભુક્કા કાઢે એવી ગરમી વચ્ચે જાણો મનપામાં મતદાનની ટકાવારીઃ
<colgroup><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"></colgroup>
મહાનગરપાલિકા
ગરમી (ડિગ્રી સેલ્સિયસ)
મતદાનની ટકાવારી
અમદાવાદ
44
46%
વડોદરા
44
47%
ભાવનગર
42
47%
રાજકોટ
41
47%
સુરત
38
55%
જામનગર
36
52%
2021 કરતા મતદાન વધ્યું કે ઘટ્યું જાણોઃ
વર્ષ 2021ની સરખામણીએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 50.47 ટકા, મતદાન થયું છે. જે સરેરાશ મતદાનમાં 4.39 ટકાનો વધારો થયો છે. એ જ રીતે નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે સરેરાશ 63.10 ટકા મતદાન થયું છે, જે 2021ની સરખામણીએ 4.5 ટકા વધારે છે. જિલ્લા પંચાયતમાં આ વખતે 62.76 ટકા મતદાન થયું છે, જેમાં ગત ટર્મ કરતા 3.92 ટકાનો ઘટાડો થયો છે. તાલુકા પંચાયતમાં 63.54 ટકા મતદાન થયું છે, જે સરેરાશ 3.30 ટકાનો ઘટાડો થયો છે. આ આંકડાઓ રાત્રે 11 વાગ્યા સુધીની મતગણતરીના આધારે આપવામાં આવ્યાં છે.
6 મનપામાં છેલ્લી 4 ચૂંટણી કરતાં વધુ મતદાનઃ
<colgroup><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"></colgroup>
મહાનગરપાલિકા
2005
2010
2015
2021
2026
અમદાવાદ
30%
44%
47%
43%
46%
વડોદરા
44%
44%
49%
48%
47%
ભાવનગર
39%
45%
47%
49%
47%
રાજકોટ
40%
41%
50%
51%
47%
સુરત
40%
42%
40%
45%
55%
જામનગર
44%
50%
57%
54%
52%
સરેરાશ
39%
45%
48%
48%
49%
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં રેકોર્ડ મતદાન:
શહેરોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉંચું મતદાન જોવા મળ્યું. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાતાઓની સક્રિય ભાગીદારી એ દર્શાવે છે કે સ્થાનિક સ્તરે રાજકારણ હવે વધુ પ્રભાવશાળી અને સ્પર્ધાત્મક બન્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપે ફરીથી પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે, જે રાજ્યના રાજકીય સમીકરણોને અસર કરી શકે છે. આ ચૂંટણી માત્ર સ્થાનિક સત્તાના ફેરફાર માટે જ નહીં, પરંતુ આગામી મોટા ચૂંટણી યુદ્ધ માટેનો સૂચક માપદંડ તરીકે પણ જોવામાં આવી રહી છે. રાજ્યમાં રાજકીય પક્ષો માટે આ પરિણામો તેમના સંગઠન, પ્રચાર અને લોકો સાથેના જોડાણની કસોટી બની છે.
ઊંચી મતદાન ટકાવારી પાછળના કારણો
વિશ્લેષણ દર્શાવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન ટકાવારી ઊંચી રહેવાના ઘણા પરિબળો જવાબદાર છે. પ્રથમ, સ્થાનિક મુદ્દાઓ-જેમ કે પાણી, રસ્તા, ખેતી સહાય, અને રોજગાર-સીધા લોકોના દૈનિક જીવન સાથે જોડાયેલા છે, જેના કારણે લોકો વધુ ઉત્સાહથી મતદાનમાં જોડાય છે. બીજું, રાજ્ય સરકાર અને સ્થાનિક નેતાઓ દ્વારા ચલાવવામાં આવેલા જાગૃતિ અભિયાનો પણ મતદાતાઓને પ્રેરિત કરવામાં સફળ રહ્યા છે.
મહિલા મતદાતાઓની ભાગીદારીમાં વધારો પણ નોંધપાત્ર છે. અનેક વિસ્તારોમાં મહિલાઓએ મોટી સંખ્યામાં મતદાન કર્યું, જે ગ્રામ્ય સમાજમાં વધતી રાજકીય જાગૃતિનું પ્રતિબિંબ છે. યુવા મતદાતાઓએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારાઓમાં ઉત્સાહ જોવા મળ્યો.
ગ્રામ્ય રાજકારણમાં ભાજપની મજબૂત સ્થિતિ
પરિણામોના પ્રારંભિક ટ્રેન્ડ દર્શાવે છે કે ભાજપે ગામડાંઓમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પાર્ટીએ ગ્રામ્ય વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્યાણકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના કારણે મતદાતાઓમાં વિશ્વાસ વધ્યો છે. ખાસ કરીને ખેતી અને પાણી સંચાલન સંબંધિત યોજનાઓએ ગ્રામ્ય વિસ્તારોમાં સકારાત્મક અસર પેદા કરી છે.
સાથે જ, ભાજપની સંગઠનાત્મક મશીનરી અને બૂથ સ્તર સુધી પહોંચતી કાર્યપ્રણાલી પણ તેની સફળતામાં મહત્વપૂર્ણ પરિબળ રહી છે. પક્ષે ગામ સ્તરે કાર્યકરોને સક્રિય રાખીને મતદાતાઓ સાથે સીધો સંપર્ક જાળવી રાખ્યો છે.
વિરોધ પક્ષો માટે પડકાર અને તક
આ પરિણામો વિરોધ પક્ષો માટે ચેતવણી સમાન છે. સ્થાનિક સ્તરે તેમની સંગઠન ક્ષમતા અને પ્રભાવમાં ખામીઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમ છતાં, ઊંચી મતદાન ટકાવારી એ દર્શાવે છે કે મતદાતાઓ વિકલ્પોની શોધમાં પણ છે, જે વિરોધ પક્ષો માટે તકરૂપ બની શકે છે જો તેઓ યોગ્ય વ્યૂહરચના અપનાવે. કેટલાક વિસ્તારોમાં સ્વતંત્ર ઉમેદવારો અને નાના પક્ષોએ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે, જે દર્શાવે છે કે સ્થાનિક મુદ્દાઓ પર આધારિત રાજકારણ હજુ પણ અસરકારક બની શકે છે.
આગળનો માર્ગ અને રાજકીય અસર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના આ પરિણામો આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે દિશા દર્શાવે છે. ભાજપ માટે આ પરિણામો આત્મવિશ્વાસ વધારનારા છે, જ્યારે વિરોધ પક્ષો માટે આત્મમંથન કરવાની જરૂરિયાત સ્પષ્ટ કરે છે.
રાજકીય નિરીક્ષકો માને છે કે જો ભાજપ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની પકડ જાળવી રાખે છે, તો તે આગામી ચૂંટણીમાં પણ મહત્વપૂર્ણ ફાયદો મેળવી શકે છે. બીજી તરફ, વિરોધ પક્ષોએ સ્થાનિક સ્તરે મજબૂત માળખું ઉભું કરવા અને લોકોના મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવવા પર ભાર મૂકવો પડશે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે શહેરનો વોર્ડ નંબર 14 આજે અખાડામાં ફેરવાયો હતો. વાડી ટાવર વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે ધમાચકડી અને ઘર્ષણ થતાં સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને બૂથ નંબર 15 પાસે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં હિંસક વળાંક લઈ ગઈ હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર નીલમ શ્રીવાસ્તવ સાથે પણ હાથાપાઈ કરવામાં આવી હોવાના અહેવાલ સાંપડ્યા છે.
આ પણ વાંચો: મહુવામાં ચૂંટણીના માહોલ વચ્ચે લોહિયાળ ખેલ : એસ.ટી. સ્ટેન્ડ પાસે યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા
નીલમ શ્રીવાસ્તવ સાથે ગેરવર્તણૂક
મળતી માહિતી મુજબ, વાઘોડિયાના દબંગ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી અને વોર્ડ નં. 14ના કોંગ્રેસના ઉમેદવાર નીલમ શ્રીવાસ્તવ જ્યારે બૂથની મુલાકાતે હતા, ત્યારે ભાજપના કાર્યકરો સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વધ્યો હતો કે બંને પક્ષોના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને હાથાપાઈ શરૂ થઈ ગઈ હતી. નીલમ શ્રીવાસ્તવે આક્ષેપ કર્યો છે કે વિરોધ પક્ષના કાર્યકરોએ તેમની સાથે અશોભનીય વર્તન અને ખેંચતાણ કરી હતી.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો વાડી ટાવર અને અસરગ્રસ્ત બૂથ પર પહોંચી ગયો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને બંને પક્ષના ટોળાને વિખેરી નાખ્યા હતા. હાલમાં આ વિસ્તારમાં વધારાની પોલીસ કુમક તૈનાત કરી દેવામાં આવી છે જેથી શાંતિ જળવાઈ રહે.
આ પણ વાંચો: વડોદરામાં મતદાન મથક પર બાકાઝીકી! : ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે 'મોરે-મોરા'
રાજકીય ગરમાવો
ચૂંટણી ટાણે જ બનેલી આ ઘટનાએ વડોદરાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. એક તરફ મધુ શ્રીવાસ્તવના સમર્થકોમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર ઉશ્કેરણીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ ઘર્ષણને પગલે મતદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો, જોકે પોલીસે ચુસ્ત સુરક્ષા વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલુ રખાવી હતી
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વડોદરામાં આજે હાઈપ્રોફાઈલ મતદાન જોવા મળ્યું. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણે આજે વડોદરાના તાંદલજા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે એક અત્યંત મહત્વનું અને રાજકીય રીતે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું.
આ પણ વાંચો:  Live Updates Gujarat Local Body Election 2026 : 44 ડિગ્રી તાપમાન વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બપોરના 2 વાગ્યા સુધીમાં સરેરાશ 38.51% મતદાન
તાંદલજામાં પરિવાર સાથે મતદાન
વડોદરાના વિવિધ બુથો પર મતદારોની ભીડ જોવા મળી હતી. આ દરમિયાન યુસુફ પઠાણ તેમના પરિવારના સભ્યો સાથે તાંદલજા ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા. તેમણે સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને પોતાનો મત આપ્યો હતો. પઠાણે આ તકે આંગળી પરનું શાહીનું નિશાન બતાવીને લોકોને લોકશાહીના આ પર્વમાં સામેલ થવા પ્રોત્સાહિત કર્યા હતા.
યુસુફ પઠાણનું મોટું નિવેદન
મતદાન બાદ યુસુફ પઠાણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "દરેકે પોતાનો મતાધિકાર વાપરવો જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ." તેમણે ઉમેદવારોની પસંદગી અંગે સલાહ આપતા કહ્યું કે, "લોકોએ એવા ઉમેદવારને મત આપવો જોઈએ જે હંમેશા જનતાની વચ્ચે રહેતા હોય અને તેમના પ્રશ્નોને સમજે."
જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચનારું તેમનું નિવેદન ગુજરાત અને બંગાળની રાજનીતિની સરખામણીનું હતું. યુસુફ પઠાણે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું હતું કે, "જેમ પશ્ચિમ બંગાળમાં TMC છે, તેમ ગુજરાતમાં ભાજપ રહેશે." તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં વિકાસ થયો છે અને લોકો હંમેશા વિકાસને જ પ્રાધાન્ય આપે છે. લોકો વિકાસ જોઈને જ વોટ કરે છે. સાથે જ તેમણે બંગાળ વિશે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, બંગાળમાં આવતા 40થી 50 વર્ષ સુધી TMCની સરકાર જશે નહીં.
આ પણ વાંચો: વડોદરામાં મતદાન મથક પર બાકાઝીકી! : ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે 'મોરે-મોરા'
વિકાસના મુદ્દે સહમતિ
TMCના સાંસદ હોવા છતાં, ગુજરાતમાં વિકાસના મુદ્દે તેમણે કરેલા સકારાત્મક નિવેદને રાજકીય ગલિયારાઓમાં નવી ચર્ચા છેડી છે. તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને જનતા તેને ધ્યાનમાં રાખીને જ પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે.
યુસુફ પઠાણની આ મુલાકાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમાવો લાવી દીધો છે. એક તરફ પક્ષીય વિચારધારા અને બીજી તરફ વતન પ્રત્યેની લાગણી અને વિકાસની વાત, આ બંનેનો સમન્વય તેમના નિવેદનમાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
વડોદરા શહેરના વોર્ડ નંબર 14 ખાતે મતદાન દરમિયાન નાની શાકમાર્કેટ વિસ્તાર આવેલ રમણલાલ શાહ પ્રાથમિક શાળાના મતદાન મથક પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે. કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાતા થોડીવાર માટે માહોલ ગરમાયો હતો. બંને પક્ષના કાર્યકર્તાઓ સામસામે આવી જતા મતદાન કેન્દ્ર બહાર ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જેને કારણે ત્યાં ઉપસ્થિત મતદારોમાં પણ ગભરાટ ફેલાયો હતો.
ઘટના સમયે બંને પક્ષના ઉમેદવારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હતા. મળતી માહિતી મુજબ, ઘટનાને લઈને વાતાવરણ વધુ તંગ બન્યું જ્યારે કેટલાક રાજકીય કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચ્યા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તરત જ પોલીસ તંત્ર સક્રિય બન્યું અને DCB, PCB તેમજ સ્થાનિક પોલીસનો ભારે કાફલો તૈનાત કરવામાં આવ્યો. પરિણામે મતદાન મથક આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.
આ પણ વાંચો: Live Updates Gujarat Local Body Election 2026 : 44 ડિગ્રી તાપમાન વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બપોરના 2 વાગ્યા સુધીમાં સરેરાશ 38.51% મતદાન
ઉમેદવારો વચ્ચે આક્ષેપોની જંગ
આ ઘટનાને પગલે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે ગંભીર આક્ષેપોનો વરસાદ થયો છે. કોંગ્રેસના ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટે ભાજપના ઉમેદવાર સંતોષ ગરુડ પર સીધો હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતાના કાર્યકર્તાને મળવા માટે મતદાન મથકમાં ગયા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો. સાથે જ તેમણે ભાજપ ઉમેદવારની પૃષ્ઠભૂમિ અંગે પણ પ્રશ્નો ઊભા કરતા જણાવ્યું કે આવા તત્વોને ટિકિટ આપવી એ પાર્ટીની નીતિ પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
તીર્થ બ્રહ્મભટ્ટે વધુમાં આરોપ મૂક્યો કે આ પ્રકારની હરકતો દ્વારા મતદારોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને મતદાનની પ્રક્રિયા પર અસર પાડવાનો પ્રયાસ છે. તેમણે મતદારોને નિર્ભય બનીને મતદાન કરવા અપીલ પણ કરી હતી.
બીજી તરફ ભાજપના ઉમેદવાર સંતોષ ગરુડે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને કોંગ્રેસ પર જ પ્રતિકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે મતદાન મથક પર બોગસ વોટિંગ અને ગેરકાયદેસર કેમ્પેનિંગ ચાલી રહ્યું હતું. સાથે જ તેમણે આરોપ મૂક્યો કે કોંગ્રેસના કેટલાક નેતાઓ અન્ય વોર્ડના હોવા છતાં અહીં આવીને મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પોલીસનું સ્પષ્ટીકરણ: ‘હુમલો નહીં, સામાન્ય ધક્કામુક્કી’
ઘટનાને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા સત્તાવાર સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. ઝોન-3ના ડીસીપી અભિષેક ગુપ્તાના જણાવ્યા અનુસાર, મતદાન દરમિયાન એક વ્યક્તિ વોટ આપી બહાર આવી રહ્યો હતો ત્યારે લાઈનના કારણે થોડી ધક્કામુક્કી થઈ હતી. આ દરમિયાન થોડા લોકો ભેગા થઈ જતા વાતાવરણ થોડીવાર માટે તંગ બન્યું હતું, પરંતુ કોઈપણ પ્રકારનો હુમલો થયો નથી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને મતદાન પ્રક્રિયા નિયમિત રીતે ચાલુ છે. સ્થળ પર ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ અને CISFના જવાનો તૈનાત છે અને કાયદો-વ્યવસ્થા જાળવવા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
મતદાન પ્રક્રિયા પર અસર અને જાહેર પ્રતિક્રિયા
આવી ઘટનાઓ સામાન્ય રીતે મતદારોમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે, જે મતદાન ટકાવારી પર અસરકારક બની શકે છે. જોકે, પોલીસના દાવા મુજબ હાલ પરિસ્થિતિ શાંત છે અને મતદાન યથાવત ચાલી રહ્યું છે. સ્થાનિક નાગરિકો દ્વારા પણ શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.
Vadodara : વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે યોજાઈ રહેલા મતદાન દરમિયાન વોર્ડ નંબર 2 માં ભારે હોબાળો મચ્યો હતો. મતદાન મથક પર રાખવામાં આવેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) માં ટેકનિકલ ખામી સર્જાતા અને ચોક્કસ ક્રમનું બટન ન દબાતા ભાજપના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવી મતદાન પ્રક્રિયા અટકાવી દીધી હતી.
શું છે સમગ્ર વિવાદ?
સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ હતી, પરંતુ થોડા સમય બાદ મતદારો અને એજન્ટોના ધ્યાને આવ્યું કે, EVM માં ત્રણ નંબરનું બટન દબાઈ રહ્યું નથી. આ બાબતની જાણ થતાં જ સાવલી ભાજપના સ્થાનિક કાર્યકરો અને આગેવાનો તાત્કાલિક મતદાન મથક પર એકઠા થઈ ગયા હતા. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, મશીનમાં ક્ષતિ હોવાને કારણે મતદારો પોતાના મનપસંદ ઉમેદવારને મત આપી શકતા નથી, જે લોકશાહીના પર્વમાં મોટી બેદરકારી છે.
આ પણ ખાસ વાંચો : Live Updates Gujarat Local Body Election 2026 : પહેલા મતદાન, પછી લગ્ન! ગુજરાત ચૂંટણીમાં જોવા મળ્યા અનોખા દ્રશ્યો
ધારાસભ્ય કેતન ઈનામદાર મેદાનમાં
ઘટનાની ગંભીરતા જોતાં સાવલીના લોકપ્રિય ધારાસભ્ય કેતન ઈનામદાર પણ તાત્કાલિક મતદાન મથક પર પહોંચી ગયા હતા. તેમણે સ્થિતિનો તાગ મેળવી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. ધારાસભ્યએ સ્થળ પર હાજર ચૂંટણી અધિકારીઓ અને પ્રાંત અધિકારીને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે માંગ કરી હતી કે, જ્યાં સુધી ક્ષતિરહિત નવું મશીન મૂકવામાં ન આવે ત્યાં સુધી મતદાન પ્રક્રિયા આગળ વધારવી જોઈએ નહીં.
આ પણ ખાસ વાંચો : મતદાન કર્યા વગર જ પરત ફર્યા નિરાશ મતદારો! : વડોદરાના માંજલપુરની અંબે સ્કૂલમાં EVM ખોટકાયું, કલાકો સુધી મતદાન અટકતા મતદારોનો તંત્ર સામે આક્રોશ
હાલ પૂરતું મતદાન સ્થગિત
ભાજપના કાર્યકરો અને ધારાસભ્યની રજૂઆત બાદ, તંત્ર દ્વારા વોર્ડ નંબર 2 માં હાલ પૂરતું મતદાન બંધ કરી દેવામાં આવ્યું છે. આ અચાનક ઉભી થયેલી પરિસ્થિતિને કારણે મતદાન મથકની બહાર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી અને વાતાવરણમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
આ પણ ખાસ વાંચો : વડોદરામાં દેખાયો લોકશાહીનો સાચો ઉત્સવ : ખાખીમાં માનવતાના દર્શન, અશક્ત મતદારો માટે દેવદૂત બની પોલીસ
વહીવટી તંત્રની દોડધામ
પ્રાંત અધિકારીએ આ મામલે ટેકનિકલ ટીમની મદદ લીધી છે અને નવું EVM મશીન ફાળવવાની તજવીજ હાથ ધરી છે. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, ખામી દૂર થયા બાદ જ મતદાન ફરી શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાવલીમાં સવારથી જ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું હતું, પરંતુ વોર્ડ નંબર 2 ની આ ઘટનાએ વહીવટી તંત્રની તૈયારીઓ સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે, મતદાન ફરી ક્યારે શરૂ થાય છે અને ખોરવાયેલા સમયની ભરપાઈ કેવી રીતે કરવામાં આવે છે.
સંસ્કારી નગરી વડોદરામાં આજે લોકશાહીના મહાપર્વ નિમિત્તે મતદાનનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં યુવાનોથી લઈને વૃદ્ધો અને મહિલાઓમાં ભારે ઉત્સાહ વર્તાતો હતો..
સ્થાનિક મુદ્દાઓ પર ભાર
વોર્ડ નંબર 10માં આવતા ભાયલી ગામમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ મોટી સંખ્યામાં મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદારોના જણાવ્યા અનુસાર, "મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે." ભાયલીના રહેવાસીઓએ મુખ્યત્વે પાણી, સ્ટ્રીટ લાઈટ, કાંસની સફાઈ, રોડ-રસ્તા અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણની અપેક્ષા સાથે મતદાન કર્યું હતું.
આ પણ વાંચો: મતદાનના દિવસે વીજળી ગુલ, EVM અડચણ! : ગુજરાતમાં અનેક વિચિત્ર અને પ્રેરક ઘટનાઓ, જાણો કયાં કેવી સ્થિતિ
રાજકીય દિગ્ગજોએ કર્યું મતદાન
વડોદરામાં રાજકીય અગ્રણીઓએ પણ પરિવાર સાથે મતદાન મથકે પહોંચી આદર્શ નાગરિક તરીકેની ફરજ બજાવી હતી..
બાલકૃષ્ણ શુક્લ
રાવપુરા બેઠકના ધારાસભ્ય બાળકૃષ્ણ (બાળુ) શુક્લએ તેમના પત્ની સાથે માંજલપુર સ્થિત અંબે સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે શહેરીજનોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.
આ પણ વાંચો: "પહેલી વખત એકલી મતદાન કરવા આવી છું" : સ્વ. વિજય રૂપાણીને યાદ કરી ભાવુક થયા તેમના પત્ની, ઘણા રાજકીય દિગ્ગજોએ આપ્યો મત
સાંસદ ડો. હેમાંગ જોશી:
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ પણ પરિવાર સાથે મતદાન મથકે પહોંચી વોટ આપ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા અને મીડિયા માધ્યમથી લોકોને અપીલ કરતા કહ્યું કે, "મેં મારા પરિવાર સાથે લોકશાહીને મજબૂત કરવા મતદાન કર્યું છે, તમે પણ અચૂક બહાર નીકળો અને મતદાન કરો."
ડો. જયપ્રકાશ સોની:
શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ માંજલપુરની કુબેર ઈશ્વર પ્રાથમિક શાળા ખાતે પરિવાર સાથે વોટિંગ કર્યું હતું અને મતદારોને જાગૃત કર્યા હતા.
આ સાથે  વડોદરામાં મતદાન જાગૃતિનો એક અદભૂત કિસ્સો ફતેપુરા વિસ્તારમાં જોવા મળ્યો હતો. અહીં એક જાગૃત માતાએ પોતાના માત્ર 4 માસના માસૂમ બાળકને કેડમાં તેડીને મતદાન મથકની લાઈનમાં ઉભા રહીને વોટ આપ્યો હતો. આ દ્રશ્યે અનેક લોકોના દિલ જીતી લીધા હતા અને 'મતદાન જાગૃતિ'નો સચોટ સંદેશ પૂરો પાડ્યો હતો.
સમગ્ર વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જેમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓથી મતદારોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
Gujarat Local Body Election Live Updates:
અમદાવાદના સરખેજ વોર્ડમાં મતદાન દરમિયાન બબાલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છેલ્લાં કલાકોમાં ભારે રસાકસી જોવા મળી. ખાસ કરીને અમદાવાદના સરખેજ વોર્ડમાં મતદાન દરમિયાન હોબાળો થયો છે. સરખેજમાં આવેલ ડાયમંડ સ્કૂલમાં આ ઘટના બની છે. ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો સામ-સામે આવી જતાં હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના ટેબલ પર તોડફોડ થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના કાર્યકરોએ ડરાવ્યા અને ધમકાવ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. સરખેજમાં આવેલ ડાયમંડ સ્કૂલમાં બુથ નંબર 69, 70, 71, 72માં ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
42 ડિગ્રી ગરમીમાં 5 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન
ગુજરાતમાં આજે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારે ગરમી વચ્ચે જબરદસ્ત રાજકીય ગરમાવો જોવા મળ્યો. લગભગ 42 ડિગ્રી ગરમીમાં 5 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન જોવા મળ્યું. છેલ્લો એક કલાક દરેક ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત રાજકીય પક્ષો માટે મહત્ત્વનો બની રહેશે. એટલું જ નહીં આ એક કલાકમાં જ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.
મહાનગરપાલિકામાં 5 વાગ્યા સુધી સરેરાશ 45 ટકા મતદાન, જાણો ક્યા કેટલું થયું મતદાન?
ગુજરાતના વિવિધ શહેરોમાં મતદાનના ટકાવારીના આંકડાઓ સામે આવ્યા છે, જેમાં કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર મતદાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ મતદાન Vapiમાં 58 ટકા નોંધાયું છે, જ્યારે Nadiadમાં 55 ટકા અને Morbiમાં 53 ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું છે. અન્ય વિસ્તારોમાં પણ મતદારોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. Navsari અને Mehsanaમાં 51 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે Anand અને Suratમાં 48 ટકા મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર તરફ નજર કરીએ તો Bhavnagarમાં 44 ટકા, Rajkot અને Gandhidhamમાં 43 ટકા મતદાન થયું છે, જ્યારે Surendranagarમાં 42 ટકા મતદાન નોંધાયું છે. મધ્ય ગુજરાતમાં Vadodara અને Ahmedabadમાં 41 ટકા મતદાન નોંધાયું છે. ઉપરાંત, Jamnagarમાં 40 ટકા અને Porbandarમાં 39 ટકા મતદાન નોંધાતા કુલ મળીને રાજ્યભરમાં મતદારોનો સંતુલિત પ્રતિસાદ જોવા મળ્યો છે.
અમદાવાદના શીલજમાં આનંદીબેન પટેલે કર્યું મતદાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને Up ના રાજ્યપાલ આનંદીબેન પટેલ અમદાવાદમાં મતદાન કરવા પહોંચ્યા. શીલજ પોતાના નિવાસ સ્થાન નજીકના મતદાન મથકમાં આનંદીબેન પટેલે કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ.સામાન્ય રીતે મતદાનન દિવસે આનંદીબેન સવારે મતદાન કરતા હોય છે. જોકે સવારે અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને લઈને આ ચૂંટણીમાં મતદાન કરવા ગરમી વચ્ચે બપોરે પહોંચ્યા.
મહારાણી રાધિકારાજે ગાયકવાડે મતદાન કરીને શું કહ્યું?
વડોદરામાં મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં મહારાણી રાધિકારાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, "વડોદરા માત્ર એક શહેર નથી, પણ એક ભવ્ય ઐતિહાસિક વિરાસત છે. આ વિરાસતને જાળવી રાખવી અને તેને આવનારી પેઢી સુધી સુરક્ષિત પહોંચાડવી એ આપણા સૌની નૈતિક જવાબદારી છે." તેમણે ઉમેર્યું હતું કે, તેમણે શહેરના હેરિટેજ અને ગૌરવશાળી અસ્તિત્વને વધુ મજબૂત કરવાના આશયથી મતદાન કર્યું છે. મહારાણીએ આશા વ્યક્ત કરી હતી કે, ચૂંટણીમાં જે પણ ઉમેદવાર વિજેતા બનીને સત્તા પર આવે, તેઓ વડોદરાની હેરિટેજ મિલકતોની જાળવણીને પ્રાથમિકતા આપે. વડોદરા જે રીતે 'સંસ્કારી નગરી' તરીકે વિશ્વભરમાં વિખ્યાત છે, તે ઓળખને વધુ પ્રગાઢ અને મજબૂત બનાવવા માટે સક્રિય પ્રયાસો થાય તે જરૂરી છે. "શહેરના ભવ્ય ભૂતકાળ અને આધુનિક ભવિષ્ય વચ્ચે સંતુલન જાળવવું અનિવાર્ય છે. વિકાસ એવો હોવો જોઈએ જે આપણી સંસ્કૃતિના મૂળિયાંને નુકસાન ન પહોંચાડે." વિગતવાર વાંચો.
અમદાવાદમાં મતદાન મથક પર ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન માથાકુટ થઈ હતી. ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી જોવા મળી. કુબેરનગરના વીવી તોમર સ્કૂલમાં આ બનાવ બન્યો હતો. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવતા મામલો બિચક્યો હતો. પોલીસે તમામ કાર્યકર્તાઓને બુથ મથકથી હટાવ્યા હતા. કુબેરનગર વોર્ડમાં વી. વી. તોમર સ્કૂલમાં મારામારીની ઘટના બાદ ઝોન 4 ડીસીપી અતુલ બંસલ મેઘાણીનગર ખાતે પહોંચ્યા છે. ડીસીપી દ્વારા સમગ્ર મામલે માહિતી મેળવવામાં આવી રહી છે. હાલમાં કોમર્સ સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.કુબેરનગર વોર્ડમાં વી વી તોમર સ્કૂલમાં મારામારી મામલે ઇજાગ્રસ્ત ભાજપના કાર્યકર સુરેશસિંહ યાદવની પોલીસ ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીર નોંધ લઇ અને હાલમાં મારામારી કરનાર લોકોને પકડવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સુરેશસિંહ યાદવ કુબેરનગર વોર્ડના ભાજપના ઉમેદવાર ઉમેશસિંહ યાદવના પિતરાઈ ભાઈ થાય છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી વી. વી. તોમર સ્કૂલમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના બની છે. કોંગ્રેસના ઉમેદવાર નીકુલસિંહ તોમરે ઉમરે આક્ષેપ કર્યો છે કે વી. વી. તોમર સ્કૂલમાં મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે ભાજપના ઉમેદવાર ગિરીવરસિંહ શેખાવત અને કલાબેનનો પુત્ર તેમજ અન્ય કેટલાક લોકો સ્કૂલમાં પહોંચી અને બોગસ વોટિંગ કરાવતા હતા, તેના કારણે થઈને હું ત્યાં પહોંચ્યો ત્યારે મારી સાથે બોલાચાલી કરી હતી.ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસના અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. પોલીસ દ્વારા તેઓને છોડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ મારા મારી થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા મેઘાણીનગર પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરને સ્થળ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
વડોદરામાં મતદાન મથક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે બાકાઝીકી, દોડતી થઈ પોલીસ
વડોદરાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન વડોદરાના વાડી વિસ્તારમાં આવેલી નાની શાકમાર્કેટ સ્થિત રમણલાલ શાહ પ્રાથમિક શાળાના મતદાન મથક પર આજે ભારે તંગદિલી સર્જાઈ હતી. વોર્ડ નંબર ૧૪ ના આ મતદાન કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો સામસામે આવી જતા માહોલ ગરમાયો હતો. મતદાન મથક પર બંને પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટે ભાજપના ઉમેદવાર સંતોષ ગરુડ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. બીજી તરફ, ભાજપના ઉમેદવાર સંતોષ ગરુડે વળતો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા અમિત ગોટીકરે મહિલા ઉમેદવારની પુત્રીને ધક્કો માર્યો હતો, જેના કારણે સમગ્ર મામલો બિચક્યો હતો. સ્થિતિ વધુ વણસી હતી જ્યારે ત્યાં ચંદ્રકાંત વધુ પણ પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર તરત જ હરકતમાં આવ્યું હતું. ડીસીબી (DCB) અને પીસીબી (PCB) સહિત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જેને કારણે મતદાન મથક વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જવાનોએ સમયસૂચકતા વાપરીને પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવ્યો હતો અને મતદાન પ્રક્રિયાને સુચારુ રીતે ચાલુ રાખવા માટે વ્યવસ્થા કરી હતી.
44 ડિગ્રી તાપમાન વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બપોરના 2 વાગ્યા સુધીમાં સરેરાશ 38.51% મતદાનગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. કાળઝાળ ગરમી અને પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચવા છતાં, લોકશાહીના આ પર્વમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ, બપોરે ૨ વાગ્યા સુધીમાં સરેરાશ ૩૮.૫૧% જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું છે.સમયવાર મતદાનની ટકાવારી નીચે મુજબની છે.
<colgroup><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"><col style="min-width: 25px;"></colgroup>
સ્થાનિક સંસ્થા
9 વાગ્યા સુધી
11 વાગ્યા સુધી
1 વાગ્યા સુધી
2 વાગ્યા સુધી
15 મહાનગરપાલિકા
4.00%
13%
20%
31.32%
84 નગરપાલિકા
6.50%
22%
26%
38.12%
34 જિલ્લા પંચાયત
4.00%
18%
29%
41.79%
260 તાલુકા પંચાયત
5.00%
20%
30%
42.36%
સુરત: મતદાનમાં બોગસ વોટિંગનો આક્ષેપ, વઘાસિયા દંપતીનો મત અન્ય કોઈએ આપી દીધાનો ખુલાસો
સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલા આનંદ નગર વાડી મતદાન મથક પર એક ગંભીર અને વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. અહીં મતદાન કરવા પહોંચેલા વઘાસિયા દંપતી - નિકુંજભાઈ વઘાસિયા અને અમિષાબેન વઘાસિયાને જાણવા મળ્યું હતું કે તેમના નામે મતદાન પ્રક્રિયા પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે. નિકુંજભાઈ અને તેમના પત્ની જ્યારે નિયમ મુજબ મતદાન કરવા પહોંચ્યા ત્યારે ચૂંટણી સ્ટાફે તેમને જણાવ્યું હતું કે તેમના નામે મત પડી ચૂક્યા છે. આ બાબતે ભારે આશ્ચર્ય વ્યક્ત કરતા નિકુંજભાઈએ પોતાની ઓળખ પુરવાર કરવા માટે આધારકાર્ડ રજૂ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં એવો ખુલાસો થયો હતો કે તેમના સ્થાને અજાણી વ્યક્તિ દ્વારા મત આપી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે નિકુંજ વઘાસિયાએ ચૂંટણી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આટલી સુરક્ષા અને ઓળખની પ્રક્રિયા હોવા છતાં અન્ય કોઈ વ્યક્તિ કેવી રીતે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે? આ પ્રકારના ગેરરીતિના કિસ્સા લોકશાહીના પાયા માટે જોખમી છે. નિકુંજભાઈએ ચૂંટણી અધિકારીઓને લેખિત રજૂઆત કરી આ મામલે સઘન તપાસ કરવા અને જવાબદાર લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
PMએ પોસ્ટલ બેલેટથી તો અમિત શાહે નારણપુરાથી કર્યું મતદાન : નાગરિકોને મતદાન કરવા કરી અપીલ
ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા વચ્ચે દેશના પ્રધાનમંત્રીએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. આ ઘટનાએ લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ફરી એકવાર સ્પષ્ટ કરી છે અને દેશભરના મતદારો માટે એક સશક્ત સંદેશ પહોંચાડ્યો છે. પ્રધાનમંત્રી તરીકેની વ્યસ્તતા અને સુરક્ષા સંબંધિત પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તેઓએ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયામાં તમામ વર્ગના નાગરિકોને જોડવાનો પ્રયાસ તરીકે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
પિપડીયા: આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પરિવાર સાથે કર્યું મતદાન, મતદારોને જાગૃત ઉમેદવાર પસંદ કરવા કરી અપીલ
પિપડીયા: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે પોતાના વતનના ગામ પિપડીયા ખાતે મતદાન કર્યું હતું. તેઓ પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ફરજ અદા કરી હતી. મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં ઈસુદાન ગઢવીએ રાજ્યની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, "લોકશાહીના આ પર્વને આપણે ત્યારે જ સાચી રીતે ઉજવી શકીશું જ્યારે રાજ્યનો દરેક નાગરિક મતદાન પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેશે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "લોકશાહીને વધુ સક્ષમ બનાવવા માટે અને પ્રજાના પ્રશ્નો માટે જે નેતાઓ સતત અવાજ ઉઠાવે છે, તેવા યોગ્ય ઉમેદવારોને પસંદ કરવા જોઈએ. તમારું વધુમાં વધુ મતદાન એ લોકોના હાથ મજબૂત કરશે, જેઓ તમારી લડત લડી રહ્યા છે."
ડેડિયાપાડા: આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું મતદાન, લોકશાહીને મજબૂત કરવા મતદારોને કરી ખાસ અપીલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેઓ પોતાના પરિવારજનો સાથે બોગજ ગામે આવેલા મતદાન મથક પર પહોંચ્યા હતા અને ઉત્સાહભેર મતદાન કર્યું હતું. પોતાનો મત આપ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "બંધારણે આપણને જે વોટ આપવાનો પવિત્ર અધિકાર આપ્યો છે, તેનો આજે અમે ઉપયોગ કર્યો છે." તેમણે ગુજરાતની જનતાને પણ અપીલ કરતા કહ્યું કે, "દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને દેશની લોકશાહીને વધુ મજબૂત બનાવે." તેમણે રાજ્યના તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાઈને મોટી સંખ્યામાં મતદાન કરવા ભારપૂર્વક આહવાન કર્યું હતું.
મોરબીમાં નવવધૂએ નિકાહ પહેલાં મતદાન કર્યું : 'પહેલા મતદાન, પછી નિકાહ'નો આપ્યો સંદેશ
મોરબી જિલ્લામાં મતદાનના દિવસે વધુ એક પ્રેરણાદાયક ઘટના સામે આવી છે, જેમાં એક નવવધૂએ પોતાના જીવનના સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ નિકાહ પહેલાં મતદાન કરીને લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવી હતી. વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની શાહનુર કસમભાઈ ગઢવારાએ નિકાહ પહેલાં મતદાન કરીને સમાજમાં સશક્ત સંદેશ આપ્યો છે. વિગતવાર વાંચો.
સાવલી નગરપાલિકા ચૂંટણીમાં વિવાદ: વોર્ડ નં. ૨ માં EVM માં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન સ્થગિત, ધારાસભ્ય કેતન ઈનામદારનો વિરોધ
સાવલી: વડોદરા જિલ્લાની સાવલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે સવારથી જ ઉત્સાહનો માહોલ હતો, પરંતુ વોર્ડ નંબર ૨ માં સર્જાયેલી ટેકનિકલ ખામીને પગલે મતદાન પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. મતદાન મથક પર રાખવામાં આવેલા EVM મશીનમાં બટન કામ ન કરતું હોવાની ફરિયાદો ઉઠતા ભાજપના કાર્યકરોએ ઉગ્ર હોબાળો મચાવ્યો હતો, જેના કારણે હાલ મતદાન કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. વોર્ડ નંબર ૨ માં મતદાન શરૂ થયાના થોડા સમય બાદ જ મતદારો અને એજન્ટોના ધ્યાને આવ્યું કે EVM ના ત્રણ નંબરના ક્રમનું બટન દબાઈ રહ્યું નથી. આ ગંભીર ત્રુટિ સામે આવતા જ ભાજપના સ્થાનિક આગેવાનો મતદાન મથક પર એકઠા થઈ ગયા હતા. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે મશીનમાં ખામીને કારણે મતદારો પોતાનો મતાધિકાર સુરક્ષિત રીતે વાપરી શકતા નથી, જે ચૂંટણી તંત્રની મોટી બેદરકારી છે.
ઘટનાની જાણ થતા જ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર તાત્કાલિક મતદાન મથક પર પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવીને ચૂંટણી અધિકારીઓ અને પ્રાંત અધિકારી સમક્ષ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે માંગ કરી હતી કે, જ્યાં સુધી ખામીમુક્ત નવું EVM મશીન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી મતદાન પ્રક્રિયા સ્થગિત રાખવી જોઈએ. ધારાસભ્યની રજૂઆત બાદ તંત્રએ હાલ પૂરતું મતદાન બંધ કરી દીધું છે, જેના કારણે મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. હાલમાં પ્રાંત અધિકારી અને ટેકનિકલ ટીમ ખામી દૂર કરવા અને નવું મશીન ફાળવવા માટે સક્રિય થયા છે. વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ખામી દૂર થયા બાદ જ મતદાન પુનઃ શરૂ કરવામાં આવશે. મતદાન ખોરવાઈ જવાથી વાતાવરણમાં ઉત્તેજના પ્રસરી ગઈ છે. હવે તંત્ર કઈ રીતે આ સમયની ભરપાઈ કરે છે અને મતદાન ફરી ક્યારે શરૂ થાય છે, તેના પર સૌની નજર ટકેલી છે.
દાહોદમાં લોકશાહીનો ઉત્સવ: મતદાન માટે મતદારોનો ભારે ઉત્સાહ, ૧,૭૫૩ મથકો પર શાંતિપૂર્ણ મતદાન
દાહોદ: દાહોદ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી જ ઉત્સાહભેર શરૂ થઈ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના ભાવિ પ્રતિનિધિઓને ચૂંટવા માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારના ૭:૦૦ વાગ્યાથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી, જે લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. આ ચૂંટણી જંગમાં જિલ્લાની વિવિધ બેઠકો માટે ૧,૦૦૦થી વધુ ઉમેદવારો મેદાનમાં છે, જેમના રાજકીય ભવિષ્યનો ફેંસલો આજે ઈવીએમ (EVM) મશીનમાં સીલ થશે. જિલ્લાના ૧૩.૯૯ લાખથી વધુ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સ્થાનિક વિકાસની ધુરા સોંપશે. ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૫,૦૦૦થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોના જવાનો ખડેપગે છે, જ્યારે સંવેદનશીલ મતદાન મથકો પર ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. ચૂંટણી કામગીરી માટે ૧૧,૦૦૦થી વધુ સરકારી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાભરમાં અત્યાર સુધી મતદાન શાંતિપૂર્ણ રહ્યું છે અને તંત્ર દ્વારા પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાંજ સુધીમાં મતદાનની ટકાવારીમાં મોટો ઉછાળો આવવાની સંભાવના છે.
જામનગર: પ્રથમ વખત મતદાન કરનાર યુવતીઓનું કુમકુમ તિલકથી સ્વાગત, લોકશાહીના પર્વમાં નવો ઉત્સાહ
જામનગર: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુવા મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી મતદાન મથકો પર અનોખી પહેલ કરવામાં આવી છે. જામનગરના શાંતિ નગર-૭ વિસ્તારના મતદાન મથક ખાતે ૧૮ વર્ષની વય પૂર્ણ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા આવેલા યુવા મતદારો માટે ખાસ સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રથમ વખત મતદાન કરવા પહોંચેલી યુવતીઓને ચૂંટણી સ્ટાફ દ્વારા કુમકુમ તિલક કરીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે કરવામાં આવેલા આ સન્માનથી યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ યુવાનોને લોકશાહીના પવિત્ર તહેવારમાં સહભાગી થવા માટે પ્રેરિત કરવાનો છે. લોકશાહીની આ સુંદર પરંપરાને કારણે મતદાન મથક પર મતદાનનું વાતાવરણ વધુ સુખદ અને ઉત્સાહવર્ધક બની ગયું હતું.
જામનગર: ચૂંટણીમાં સુરક્ષાની સાથે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, ૮૦૦ હોમગાર્ડ જવાનો બન્યા દિવ્યાંગો અને વડીલોના સહાયક
જામનગર: જામનગર જિલ્લામાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થાની સાથે માનવીય અભિગમની પણ સુવાસ ફેલાઈ છે. જિલ્લામાં ચૂંટણી ફરજ પર તૈનાત જામનગર હોમગાર્ડઝના આશરે ૮૦૦ જવાનોએ પોતાની કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને સૌના દિલ જીત્યા છે. મતદાન મથકો પર સુરક્ષા માટે ખડેપગે રહેલા આ જવાનો લોકશાહીના આ પર્વમાં આવતા વયોવૃદ્ધ વડીલો અને દિવ્યાંગ મતદારો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ આ જવાનોએ અશક્ત મતદારોને વ્હીલચેરની સુવિધા પૂરી પાડી હતી, એટલું જ નહીં, તેઓ સ્વયં તેમને માનભેર મતદાન મથક સુધી પહોંચાડીને મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં પૂરતો સહયોગ આપી રહ્યા છે. હોમગાર્ડઝ જવાનોએ જે રીતે સંવેદનશીલતા અને નિષ્કામ સેવાનો પરિચય આપ્યો છે, તે લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવામાં મહત્વનું યોગદાન છે. જિલ્લાના વિવિધ મતદાન મથકો પર જવાનોની આ કાર્યશૈલીને સ્થાનિક મતદારો પણ બિરદાવી રહ્યા છે.
જામનગર: રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ કર્યું મતદાન, નાગરિકોને લોકશાહી સુદ્રઢ બનાવવા કરી અપીલ
જામનગર:જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. રાજ્યભરમાં લોકશાહીના આ મહાપર્વમાં નાગરિકો ઉત્સાહભેર સહભાગી થઈ રહ્યા છે, ત્યારે જામનગરના રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ પણ આજે પોતાનો કિંમતી મત આપીને નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી.
મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી રિવાબા જાડેજાએ તમામ મતદારોને અપીલ કરી હતી કે, "લોકશાહીને વધુ મજબૂત અને જીવંત બનાવવા માટે દરેક નાગરિકે ઘરની બહાર નીકળીને અવશ્ય મતદાન કરવું જોઈએ." તેમણે મતદાન મથકો પરની વ્યવસ્થા અને લોકોના ઉત્સાહને પણ સકારાત્મક ગણાવ્યો હતો. જામનગરમાં સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અને અત્યાર સુધી મતદાન પ્રક્રિયા નિર્વિધ્ને અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ રહી છે.
૧૧૭ વર્ષની વયે લોકશાહીના પર્વમાં ઉત્સાહ: જામનગરના ધનુબેન રમાણી બન્યા સૌ માટે પ્રેરણારૂપ
જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લાતીપર ગામમાં લોકશાહીના પર્વને વધુ એક યાદગાર ક્ષણ મળી છે. ૧૧૭ વર્ષની જૈફ વય ધરાવતા ધનુબેન માવજીભાઈ રમાણી આજે મતદાન કરવા પહોંચીને પ્રેરણાનું જીવંત પ્રતીક બન્યા છે. ૧૧૭ વર્ષની ઉંમરે પણ તેમનામાં જોવા મળતો આ ઉત્સાહ અને જિજ્ઞાસા માત્ર ગામના લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના મતદારો માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય બન્યો છે. લાંબા જીવનના અનુભવો અને અદમ્ય આત્મવિશ્વાસ ધરાવતા ધનુબેને મતદાન મથક પર પહોંચીને સાબિત કર્યું છે કે લોકશાહીની ફરજ અદા કરવામાં ઉંમર ક્યારેય બાધક બનતી નથી. તેમના આ સાહસ અને મતદાન પ્રત્યેના સમર્પણને ચૂંટણી સ્ટાફ તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા પણ બિરદાવવામાં આવ્યું હતું.
લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને મતદાન કરવા કરી અપીલ
ગાંધીનગર: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ઉત્સાહભેર ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો કિંમતી મત આપ્યા બાદ નાગરિકોને લોકશાહીના આ પવિત્ર ઉત્સવમાં મોટી સંખ્યામાં જોડાવા માટે આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકશાહીનો એક પવિત્ર ઉત્સવ છે. મતદાન એ નાગરિકનો માત્ર અધિકાર જ નથી, પરંતુ એક પવિત્ર ફરજ પણ છે. લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે દરેક મતદારે આ અવસરે પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ."
પ્રવર્તમાન ગરમી અને રવિવારની રજા હોવા છતાં, મતદાનની ટકાવારી વધે તેવી આશા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "ગરમી અને લગ્નગાળાની વ્યસ્તતા વચ્ચે પણ હું રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરું છું કે લોકશાહીને સુદ્રઢ બનાવવા માટે ઘરની બહાર નીકળો અને મતદાન કરો. વહેલી તકે મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ." આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "રાજ્યની જનતા વિકાસની રાજનીતિ પર વિશ્વાસ રાખે છે. મને ખાતરી છે કે જનતા ભાજપના વિકાસલક્ષી કાર્યોને સમર્થન આપીને અમારા ઉમેદવારોને વિજયી બનાવશે."
સુરતીલાલાઓનો રવિવાર: પહેલા મતદાન, પછી સુરતી લોચો!
સુરત પોતાની ખાણી-પીણી અને ઉત્સાહ માટે જાણીતું છે, અને જ્યારે વાત લોકશાહીના પર્વની હોય ત્યારે સુરતીઓ તેમાં પણ પાછળ રહેતા નથી.આજે સુરત મહાનગરપાલિકાના ચૂંટણીમાં સુરતીઓનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. પરંતુ આ રવિવારે લોકશાહીના પર્વ નિમિત્તે આ ગ્રુપે પોતાના રૂટિનમાં ફેરફાર કર્યો હતો. તેમણે નક્કી કર્યું કે નાસ્તો કરવા જતા પહેલા તેઓ મતદાન કરીને પોતાની નાગરિક તરીકેની ફરજ નિભાવશે.
જામનગરમાં લગ્ન જોડામાં યુવતીનું મતદાન, પહેલાં મતદાન, પછી લગ્ન
જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં યુવતીએ પોતાના લગ્નની વ્યસ્તતા વચ્ચે મતદાન કરી લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એક યુવતીએ પોતાના લગ્નના દિવસે પહેલા મતદાન કરી લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુલાબનગર વિસ્તારમાં રહેતી મીરા પરમાર નામની યુવતીએ પોતાના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગ લગ્ન પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. યુવતી પોતાના લગ્નના કપડામાં મતદાન મથક પર પહોંચી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમના પરિવારજનો અને સગાસંબંધીઓએ પણ આ પગલાને વધાવી લીધું અને યુવતીના આ નિર્ણયની પ્રશંસા કરી હતી. લગ્ન પહેલા મતદાનને પ્રાથમિકતા આપી યુવતીએ ખાસ કરીને યુવા પેઢીને મતદાન માટે પ્રેરિત કરી છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
મોરબી: વરરાજાનો અનોખો સંદેશ, લગ્નના માંડવે જતાં પહેલાં મતદાન મથકે જઈ કરી મતદાનની ફરજ અદા
મોરબીના અણીયારી ગામમાં આજે લોકશાહીના પર્વને ઉજવતું એક સુંદર અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. અણીયારી ગામના વતની પ્રેમજીભાઈ હરજીવનભાઈ અહલગામાના આજે લગ્ન હોવા છતાં, તેમણે પોતાની સામાજિક જવાબદારીની સાથે સાથે રાષ્ટ્રીય ફરજને પણ પ્રાધાન્ય આપ્યું હતું. જાન લઈને નીકળતા પહેલાં, પ્રેમજીભાઈએ અણીયારી ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચીને ઉત્સાહભેર પોતાનો કિંમતી મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ તેઓ માળિયાના ભારતનગર ખાતે પોતાની જાન લઈને લગ્ન કરવા માટે પ્રસ્થાન થયા હતા. લગ્નના ફેરા પહેલાં મતદાન કરીને આ યુવકે તમામ મતદારોને ચૂંટણીમાં ભાગ લેવા માટે એક અનોખો અને સકારાત્મક સંદેશ આપ્યો છે.
ગાંધીનગર: સરઢવની મતદાન મથક પર મોબાઈલ મુદ્દે હોબાળો, મતદારોમાં રોષ
ગાંધીનગરના સરઢવની છગનભા પ્રાથમિક શાળા ખાતે આજે મતદાન પ્રક્રિયા દરમિયાન તંત્રની બેદરકારી સામે આવી છે. મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં, બહાર મોબાઈલ સાચવવા માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાથી મતદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ બાબતે મતદાન મથક પર મતદારો અને ચૂંટણી સ્ટાફ વચ્ચે હોબાળો થયો હતો. રોષે ભરાયેલા મતદારોએ સવાલ ઉઠાવ્યો હતો કે, "જો અમે મોબાઈલ બહાર મૂકીએ અને તે ચોરાઈ જાય, તો તેની જવાબદારી કોણ લેશે?" મતદાનના દિવસે આવી વ્યવસ્થાના અભાવે મતદારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. વિગતવાર વાંચો...
ગાંધીનગર: ૯૮ વર્ષીય વડીલ હીરાબા કર્યું મતદાન, લોકશાહી પ્રત્યેની અદમ્ય નિષ્ઠા
ગાંધીનગરના સરઢવ બેઠક પર આજે લોકશાહીના પર્વમાં એક અત્યંત પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. ૯૮ વર્ષના વડીલ હીરાબા અદમ્ય ઉત્સાહ સાથે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખાસ નોંધપાત્ર વાત એ છે કે, હીરાબેનની તબિયત સારી ન હોવા છતાં, લોકશાહીના મૂલ્યો અને મત આપવાની ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા એટલી દ્રઢ હતી કે તેઓ મતદાન મથક સુધી પહોંચ્યા હતા. ચૂંટણી તંત્ર દ્વારા પણ વડીલો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તેમને મતદાન મથક સુધી લાવવા અને મૂકવા માટે વિશેષ સહાય પૂરી પાડવામાં આવી હતી. તેમના આ સાહસ અને જાગૃતિએ અન્ય મતદારો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે... વિગતવાર વાંચો.
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં કર્યું મતદાન, લોકશાહીની ફરજ અદા કરી
અમદાવાદમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમણે નારણપુરા વિસ્તારના મતદાન મથક પર જઈને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે નાગરિકોને પણ લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવા માટે મોટી સંખ્યામાં મતદાન કરવા આહવાન કર્યું હતું.
રાજકોટ: વોર્ડ નં. ૧૫ના કોંગ્રેસ ઉમેદવાર સહિત ૨૦ની અટકાયત, આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ઉમેદવાર મકબુક દાવદાણી સહિત કુલ ૨૦ લોકોની પોલીસે અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, આ તમામ લોકો મતદાન મથકની ૧૦૦ મીટરની મર્યાદામાં પ્રચાર કરી રહ્યા હતા, જે ચૂંટણી આચારસંહિતાનો ભંગ ગણાય છે. આ ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ઉમેદવાર સહિતના કાર્યકરોને અટકાયતમાં લઈને વધુ કાર્યવાહી અર્થે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે.
સુરત: ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાનનો પ્રારંભ, સાંસદ મુકેશ દલાલ ઢોલ-નગારા સાથે પહોંચ્યા મતદાન મથકે
સુરતમાં આજે લોકશાહીના મહાપર્વનું વાતાવરણ છવાયેલું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની શરૂઆત સાથે જ મતદાન મથકો પર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અવસરે સુરતના સાંસદ મુકેશ દલાલ ઢોલ-નગારાના તાલે અને ઉત્સાહભર્યા માહોલમાં પોતાના પરિવારજનો તથા કાર્યકરો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. તેમણે મતદાન કર્યા બાદ તમામ સુરતવાસીઓને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર જોડાઈને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. સાંસદની ઉપસ્થિતિ અને લોકભાગીદારીને કારણે સમગ્ર મતદાન કેન્દ્ર પર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.
ગીર સોમનાથમાં લોકશાહીના પર્વનો પ્રારંભ: 9 લાખથી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
ગીર સોમનાથ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે. જિલ્લાના કુલ 9.05 લાખ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ ઉત્સવમાં સહભાગી થઈ રહ્યા છે. જિલ્લામાં કુલ 284 બેઠકો માટે 712 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમ (EVM) મશીનોમાં સીલ થશે. વેરાવળ સહિતના 6 તાલુકાઓમાં 1,394 મતદાન મથકો પર સવારથી જ મતદારોની અવરજવર જોવા મળી રહી છે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે 6,059થી વધુ પોલિંગ સ્ટાફ અને 2,112 જેટલા કંટ્રોલ તેમજ બેલેટ યુનિટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એસ.પી. જાડેજાની રાહબરી હેઠળ 3 ડીવાયએસપી (DySP) સહિતના 50 જેટલા ઉચ્ચ અધિકારીઓ અને 2,300 જેટલા પોલીસ જવાનોનો કાફલો સમગ્ર જિલ્લામાં ખડેપગે બંદોબસ્ત સંભાળી રહ્યો છે. સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારો નિર્ભયતાથી મતદાન કરી રહ્યા છે.
સુરત: ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કર્યું મતદાન, નાગરિકોને લોકશાહીના પર્વમાં જોડાવા કરી અપીલ
સુરત ખાતે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા દરમિયાન ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાનો કિંમતી મત આપીને નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. મતદાન કર્યા બાદ તેમણે સુરતની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. તેમણે ખાસ કરીને યુવા મતદારો, વરિષ્ઠ નાગરિકો તેમજ મહિલાઓને ઉત્સાહપૂર્વક મતદાન મથક પર આવીને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સુરત: મતદાનની લોકશાહી ઉત્સવમાં સહભાગી બન્યા પૂર્ણેશ મોદી
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે સુરતના મતદાન મથકે પહોંચ્યા હતા. તેઓ પોતાની સોસાયટીના રહીશો સાથે ઉત્સાહભેર મતદાન કરવા આવ્યા હતા. આ પ્રસંગે તેમણે સુરતની જનતાને વહેલી તકે મતદાન કરવા માટે અપીલ કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, પ્રવર્તમાન ગરમી હોવા છતાં નાગરિકો મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના આ ઉત્સવને સફળ બનાવશે.
ઢોલ-નગારા સાથે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કર્યું મતદાન
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઠક્કરનગર વિસ્તારની સરદાર વલ્લભભાઈ પટેલ શાળામાં ઢોલ-નગારા અને સોસાયટીના 50 જેટલા લોકો સાથે ધામધૂમથી મતદાન કરવા પહોંચ્યા. તેમણે ગરમીને ધ્યાનમાં રાખીને લોકોને વહેલી સવારે મતદાન કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છેકે, અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની 192 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થતાં આજે 26 એપ્રિલ 2026ના રોજ બાકીની 190 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. શહેરના 38 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રાજકીય ઉત્સાહ સાથે કુદરતી ગરમી પણ તેજ છે – આજે તાપમાન 44°C સુધી પહોંચવાની આગાહી છે. તેથી રાજકીય પક્ષોએ મતદારોને સવારે 10 વાગ્યા સુધીમાં મતદાન પૂર્ણ કરવાની અપીલ કરી છે.
ભરૂચમાં ચાલુ મતદાને લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી છે. તો જામનગરમાં EVM ખોટકાતા 1 કલાક મોડું મતદાન શરૂ થયું હતું. સુરેન્દ્રનગરમાં 100 વર્ષના દાદી મતદાન કરવા પહોંચ્યા તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે કન્યા શાળામાં વરરાજાએ પહેલાં મતદાન કરી પોતાની ફરજ બજાવી ત્યારબાદ જાન પ્રસ્થાન કરી. મતદારોના ઉત્સાહ વચ્ચે અનેક જગ્યાએ EVM ખોટકાવાની ફરિયાદો પણ મળી છે.
Gujarat Local Body Election Live Update: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે. લોકો પોતાના સ્થાનિક પ્રશ્નોને વાંચા આપવા માટે સ્થાનિક ઉમેદવારને મત આપીને જીતાડવા મતદાન મથકો પર પહોંચી રહ્યાં છે. સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચુકી છે. સાંજે 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 44 ડિગ્રી ગરમીની વચ્ચે પણ લોકો વહેલી સવારથી મતદાન મથક પર ઉત્સાહ પૂર્વક પહોંચી રહ્યાં છે.
ગુજરાતની કુલ 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે. ગત વખતે 6 મનપાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ અને પંચાયતો અને નગરપાલિકાઓનું 23 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. જો કે આ વખતે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મતદાન એક જ દિવસે છે.
ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં પહેલાં 8 મહાનગરપાલિકાઓ હતી. જેમાં નવા સીમાંકન બાદ 9 નવી મનપા ઉમેરાતા હાલ કુલ 17 મનપા છે. આજે 17માંથી 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકામાં મતદાન થઈ રહ્યું છે. જો કે ગરમી 44 ડિગ્રી સુધી જવાની સંભાવના હોવાથી મતદારોને મતદાન બૂથ સુધી પહોંચાડવા રાજકીય પક્ષોએ દોડધામ કરવી પડશે. જાણો મતદાન અંગેની પળેપળની ખબર...
વડોદરા: ગુજરાતમાં આજે લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ એટલે કે મતદાનનો દિવસ છે. વહેલી સવારથી જ નાગરિકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં આજે ભક્તિ અને રાષ્ટ્રધર્મનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. 'લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને ચૂંટણીની ફર્ઝ એટલે મતદાન'ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતા અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના 50 થી વધુ સંતોએ મતદાન મથક પર પહોંચીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સંતોએ જે રીતે શિસ્તબદ્ધ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું, તેણે સામાન્ય નાગરિકો માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માંજલપુરની ટ્રી હાઉસ સ્કૂલ ભગવા રંગે રંગાઈ: સંતોનો શિસ્તબદ્ધ મતાધિકાર
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી ટ્રી હાઉસ સ્કૂલ ખાતેના મતદાન મથક પર આજે સવારથી જ વિશેષ નજારો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે મંદિરમાં ભક્તિમય વાતાવરણમાં જોવા મળતા BAPS સ્વામિનારાયણ સંસ્થાના સાધુ ભગવંતો આજે રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા મતદાન મથકે પહોંચ્યા હતા. વરિષ્ઠ સંતો સહિત 50 થી વધુ સંતોએ સામાન્ય નાગરિકોની જેમ જ નમ્રતાપૂર્વક લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. સંતોની આ ઉપસ્થિતિને કારણે મથક પર હાજર અન્ય મતદારોમાં પણ ભારે જિજ્ઞાસા અને મતદાન પ્રત્યેનો ઉત્સાહ બેવડાયો હતો.
દિગ્ગજ સંતોની હાજરી: મતદાન બાદ ગર્વભેર દર્શાવી અમીટ શાહી
આ સામૂહિક મતદાન પ્રક્રિયામાં BAPS સંસ્થાના વરિષ્ઠ અને અગ્રણી સંતો એવા પૂજ્ય વિવેક નિષ્ઠ સ્વામી, પૂજ્ય દેવ સ્વરૂપ સ્વામી અને પૂજ્ય ગુણાતીત સ્વામી સહિતના સાધુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મતદાનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામ સંતોએ મતદાન મથકની બહાર આવીને પોતાની આંગળી પર લાગેલી અમીટ શાહીનું નિશાન મીડિયા અને જનતા સમક્ષ ગર્વભેર દર્શાવ્યું હતું. સંતોના આ હાવભાવે એ સંદેશ આપ્યો હતો કે દેશના વિકાસમાં દરેક વ્યક્તિનો મત કિંમતી છે.
સંતોનો રાષ્ટ્રજોગ સંદેશ: "હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્રહિત માટે મતદાન કરો"
મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પૂજ્ય વિવેક નિષ્ઠ સ્વામીએ દેશના નાગરિકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "મતદાન એ માત્ર આપણો બંધારણીય હક નથી, પરંતુ એક પવિત્ર ફરજ પણ છે. લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે દરેક વ્યક્તિએ ઘરની બહાર નીકળીને અચૂક મતદાન કરવું જોઈએ." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "મતદારોએ એવી વિચારધારાને સમર્થન આપવું જોઈએ જે આપણી ભવ્ય હિન્દુ સંસ્કૃતિ, ધર્મ અને સાધુ-સંતોના રક્ષણ માટે કટિબદ્ધ હોય. જે પક્ષ કે ઉમેદવાર રાષ્ટ્રહિતને સર્વોપરી ગણતા હોય અને સંસ્કૃતિના જતનમાં માનતા હોય તેમને વિજયી બનાવવા એ આપણું કર્તવ્ય છે."
આ પણ વાંચો: મતદાન કર્યા વગર જ પરત ફર્યા નિરાશ મતદારો! : વડોદરાના માંજલપુરની અંબે સ્કૂલમાં EVM ખોટકાયું, કલાકો સુધી મતદાન અટકતા મતદારોનો તંત્ર સામે આક્રોશ
‘પહેલા મતદાન, પછી જલપાન’: જાગૃતિનો નવો રાહ
સંતોએ "પહેલા મતદાન, પછી જલપાન" ના મંત્રને અનુસરીને સમાજમાં મતદાનની ટકાવારી વધારવા માટે આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એ શહેરના વિકાસનો મુખ્ય સ્તંભ છે, માટે જાગૃત રહીને કરેલું મતદાન જ ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. વડોદરાના વહીવટી તંત્ર દ્વારા પણ સંતોની આ પહેલની સરાહના કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર સંતોના મતદાનના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જે જોઈને યુવા મતદારોમાં પણ મતદાનને લઈને નવી ચેતના જાગી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે લોકશાહીના પાયાને મજબૂત કરવાનો અવસર. આ અવસરે વડોદરાના નંદેસરી અને ગોરવા વિસ્તારમાં પોલીસ જવાનોએ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ ‘સેવા, સુરક્ષા અને શાંતિ’ના સૂત્રને સાર્થક કરતી સંવેદનશીલતા દર્શાવી છે.
નંદેસરી પોલીસ: સાકરદામાં જોવા મળ્યો માનવતાનો અનોખો સંગમ
સાકરદાની શાળામાં બનેલી એક ઘટનાએ સૌના દિલ જીતી લીધા છે. અહીં એક દિવ્યાંગ નાગરિક મતદાન કરવા માટે મથક સુધી પહોંચી શકવા અસમર્થ હતા. ફરજ પર તૈનાત નંદેસરી પોલીસ સ્ટેશનના જવાન  તેમની મદદે આવ્યા હતા.
પોલીસ જવાને કોઈ પણ જાતના સંકોચ વગર આ વૃદ્ધ/અશક્ત નાગરિકને પોતાના હાથમાં ઉંચકીને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા. જ્યારે તે નાગરિકે પોતાનો મત આપ્યો, ત્યારે તેમના ચહેરા પર એક અનોખો સંતોષ અને પોલીસ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ છલકાતો હતો. આ દ્રશ્ય માત્ર મદદનું નહોતું, પણ લોકશાહીને જીવંત રાખનારા જઝબાનું હતું.
ગોરવા પોલીસ: વૃદ્ધો અને અશક્તોનો સહારો બની ‘ખાખી’
આવી જ પ્રશંસનીય કામગીરી ગોરવા પોલીસ દ્વારા પણ કરવામાં આવી છે. ગોરવા વિસ્તારના વિવિધ મતદાન મથકો પર પોલીસ જવાનોએ વ્હીલચેરની વ્યવસ્થા કરી આપી હતી અને જે મતદારો ચાલી શકે તેમ નહોતા તેમને ટેકો આપી મતદાન કુટિર સુધી લઈ ગયા હતા. પોલીસની આ તત્પરતાને કારણે અનેક સિનિયર સિટિઝનોએ કોઈપણ મુશ્કેલી વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત મનપા ચૂંટણી 2026; આજે 15 શહેરોમાં મતદાન! : 1.10 કરોડથી વધુ મતદારો નક્કી કરશે 3145 ઉમેદવારોનું ભાવિ, જાણો A to Z માહિતી
તસવીરનો સંદેશ અને સમાજ પર અસર
શારીરિક અશક્તતા ક્યારેય મતાધિકારમાં બાધક ન બની શકે, જો વ્યવસ્થા અને સુરક્ષા કર્મીઓ સહયોગી બને. પોલીસની છબી સામાન્ય રીતે કડક શિસ્તવાળી હોય છે, પરંતુ આ કિસ્સામાં પોલીસે સાબિત કર્યું કે ખાખી વર્દીની અંદર એક સંવેદનશીલ હૃદય પણ ધબકે છે. પોલીસની આ કામગીરીથી સામાન્ય જનતામાં સુરક્ષા દળો પ્રત્યે આદર અને વિશ્વાસ વધ્યો છે. પોલીસ જવાનની આંખોમાં દેખાતી સહાનુભૂતિ અને નાગરિકના ચહેરા પરનો ભરોસો એ જ લોકશાહીનો સાચો વિજય છે.
આમ, નંદેસરી અને ગોરવા પોલીસ સ્ટેશનના જવાનોએ પોતાની સરાહનીય કામગીરી દ્વારા સમાજમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે ખરેખર બિરદાવવા લાયક છે.
વડોદરા: લોકશાહીના મહાપર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ રાજ્યભરમાં મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં પણ વહેલી સવારથી જ મતદારો લાંબી કતારોમાં ઉભા રહી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા આતુર હતા. પરંતુ, માંજલપુરની અંબે સ્કૂલના મતદાન મથક પર વહીવટી તંત્રની બેદરકારીના કારણે વાતાવરણ ગરમાયું હતું. અહીં રૂમ નંબર 30 માં ટેકનિકલ ખામી સર્જાતા EVM મશીન ખોટકાયું હતું, જેના કારણે મતદાન પ્રક્રિયા કલાકો સુધી ખોરવાઈ ગઈ હતી.
કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ મતદાન અટક્યું
સવારના 7 વાગ્યાના ટકોરે જ્યારે મતદાન શરૂ થવાનું હતું, ત્યારે જ અંબે સ્કૂલના રૂમ નંબર 30 માં EVM મશીનમાં ટેકનિકલ ખામી સામે આવી હતી. કડકડતી ઠંડી અને વહેલી સવારના સમયથી લાઈનમાં ઉભેલા વરિષ્ઠ નાગરિકો અને યુવા મતદારો મશીન શરૂ થવાની રાહ જોતા રહ્યા હતા. જોતજોતામાં કલાકો વીતી ગયા હોવા છતાં મતદાન પ્રક્રિયા શરૂ ન થતા મતદારોની ધીરજ ખૂટી હતી અને કેન્દ્ર પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
"તંત્ર આવા ડબ્બા મૂકીને શું સાબિત કરવા માંગે છે?" : મતદારોનો રોષ
ભારે ગરમી અને લાંબી કતારો વચ્ચે અટવાયેલા મતદારોમાં ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસન સામે ભારે રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા એક મતદારે તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "ચૂંટણી પંચ મોટી મોટી ગુલબાંગો ફેંકે છે, પણ હકીકતમાં તંત્ર પાસે પૂરતી તૈયારીઓ નથી. આવા 'ડબ્બા' (ખામીયુક્ત મશીનો) મૂકીને તંત્ર શું સાબિત કરવા માંગે છે? અમારો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે અને સિનિયર સિટીઝનો હેરાન થઈ રહ્યા છે." મથક પર હાજર લોકોએ તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
આ પણ વાંચો: ગોધરામાં મતદાન મથકે લાગી આગ! : મતદાન પૂર્વે શારદા મંદિર સ્કૂલમાં અફરાતફરી
અધિકારીઓની દોડધામ અને પોલીસ બંદોબસ્ત
EVM ખોટકાયાની જાણ થતા જ ચૂંટણી ફરજ પરના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક અંબે સ્કૂલ ખાતે દોડી આવી હતી. ટેકનિકલ સ્ટાફ દ્વારા મશીનને રિપેર કરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આખરે સ્થિતિને થાળે પાડવા માટે નવું EVM મશીન મંગાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મતદારોમાં વધતા આક્રોશને જોતા પોલીસ કાફલાએ સ્થિતિ પર કાબૂ મેળવી લોકોને શાંત પાડવા પ્રયાસ કર્યો હતો.
મતદાન કર્યા વગર જ પરત ફર્યા નિરાશ મતદારો
તંત્રની બેદરકારી અને કલાકો સુધી ચાલેલી આ ખેંચતાણને કારણે ઘણા મતદારો મતદાન કર્યા વગર જ ઘરે પરત ફર્યા હતા. ખાસ કરીને નોકરી-ધંધા પર જનારા લોકો અને અશક્ત વૃદ્ધોએ લાંબી રાહ જોયા બાદ નિરાશા સાથે વિદાય લીધી હતી. વહીવટી તંત્રએ ભલે વહેલી તકે પ્રક્રિયા શરૂ કરવાની ખાતરી આપી હોય, પરંતુ સવારના પવિત્ર કલાકો વેડફાઈ જવાથી મતાધિકારના ઉત્સાહ પર પ્રશાસનિક ક્ષતિએ પાણી ફેરવ્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું હતું.
વડોદરા તાલુકાના ઈંટોલા ગામ પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુંદરપુરા ગામેથી સવારે બાઈક લઈને કામ પર જવા નીકળેલા 25 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ચીકુના ઝાડ સાથે દોરડું બાંધી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વરણામા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો છે અને આપઘાત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.
સવારે ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફર્યો
મળતી વિગત મુજબ, મૂળ ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામના વતની અને હાલ વડોદરા નજીક સુંદરપુરા સ્થિત 'રોઝડેલ કાઉન્ટી સોસાયટી'માં રહેતા કૌશિકકુમાર અશ્વિનભાઈ પટેલ (ઉંમર 25 વર્ષ) 24 મી તારીખે સવારે 9:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા. તેમણે પોતાની માતાને "હું કામ પર જાઉં છું" તેમ કહીને પોતાની બાઈક લઈને ઘરેથી નીકળ્યા હતા. પરિવારજનોને લેશમાત્ર અંદાજ નહોતો કે કૌશિકકુમારનું આ છેલ્લું સંબોધન હશે.
ખેતરમાં વૃક્ષ નીચે લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
સાંજે ચાર વાગ્યાના સુમારે ઈંટોલા ગામના રોડ પર આવેલા સાંઈ દર્શન કોમ્પલેક્ષની સામે પરેશ કાકાના કુવા પાસેના ખેતરમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા દોડધામ મચી ગઈ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, કૌશિકભાઈએ ચીકુના વૃક્ષ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસ તપાસ અને રહસ્ય
ઘટનાની જાણ થતા જ વરણામા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાન કૌશિકભાઈએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો: 'રોક શકો તો રોક લો'.. વડોદરાના માંજલપુરના MLA યોગેશ પટેલનો વિજય હુંકાર : આરોપોનો આપ્યો જવાબ
સવારે હસતા મોઢે ઘરેથી નીકળેલા યુવકના આપઘાતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કૌશિકભાઈના મોબાઈલ ડિટેલ્સ અને અંગત જીવન અંગે પૂછપરછ શરૂ કરી છે. ભરયુવાનીમાં આ રીતે પુત્રએ જીવન ટૂંકાવતા રોઝડેલ કાઉન્ટી સોસાયટી અને કાયાવરોહણ પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
વડોદરા જિલ્લામાં લોકશાહીનો ઉત્સવ તેના ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી રવિવારે વડોદરા મહાનગરપાલિકા સહિત જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને ડભોઈ, પાદરા, સાવલી તથા વાઘોડિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 346 બેઠકો પર ભાવિ નક્કી કરવા માટે 21,95,738 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ચૂંટણીના આંકડાકીય સમીકરણો
વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, કુલ 1080 ફોર્મ માન્ય રહ્યા હતા, જેમાંથી 94 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. આ સિવાય 46 બેઠકો બિનહરીફ જાહેર થતા હવે કુલ 940 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. મતદાન પ્રક્રિયા માટે જિલ્લામાં 2406 મતદાન મથકો મંજૂર કરાયા છે. મતદારોમાં 11,16,473 પુરુષો, 10,79,384 સ્ત્રીઓ અને 111 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
EVM અને ટેકનિકલ વ્યવસ્થા
ચૂંટણી પારદર્શક રીતે યોજાય તે માટે 5442 બેલેટ યુનિટ અને 4290 કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે. ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાની 8 બેઠકો અને ડભોઈ નગરપાલિકામાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી ત્યાં 2-2 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. સરકારી સ્ટાફ અને પોલીસ માટે 5623 પોસ્ટલ બેલેટ ઈસ્યૂ કરાયા હતા, જેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી સજ્જતા
શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ તંત્ર સજ્જ છે. જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ 5 DYSP, 22 PI, 53 PSI અને 1365 પોલીસ જવાનો તૈનાત રહેશે.
1545 હોમગાર્ડ/GRD અને SRPની ટુકડીઓ કાર્યરત રહેશે.
કાયદો-વ્યવસ્થા જાળવવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 2485 હથિયારો જમા લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: લોકશાહીના પર્વ પર ગરમીની ‘સ્ટ્રાઈક’ : વડોદરાના રણમેદાનમાં ઉમેદવારો કેમ ચિંતામાં મુકાયા?
જાગૃતિ અભિયાન
મતદાનની ટકાવારી વધારવા માટે 'સ્વીપ' પ્રવૃત્તિ હેઠળ સોશિયલ મીડિયા અને 70થી વધુ LED ડિસ્પ્લે દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. રવિવારે મતદાન થયા બાદ, મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને કોઈપણ ભય વગર અને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે
રાજ્યમાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પૂર્વે વડોદરા શહેર અને જિલ્લામાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આજે સવારથી જ વિવિધ ડિસ્પેચિંગ સેન્ટરો પરથી EVM અને અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ પ્રક્રિયા દરમિયાન કરજણમાં આકરા તાપનાં કારણે એક કર્મચારી અચાનક ઢળી પડ્યાં હતાં.
કરજણમાં ફરજ દરમિયાન કર્મચારી ઢળી પડ્યા
કરજણ તાલુકા સેવા સદન ખાતે જ્યારે EVM અને ચૂંટણી કીટ વિતરણની કામગીરી ચાલી રહી હતી ત્યારે ફરજ પરના એક કર્મચારી ગરમી અને બફારાને સહન ન કરી શકતા અચાનક ઢળી પડ્યા હતા. આ ઘટનાને પગલે ત્યાં હાજર અન્ય સ્ટાફમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે વહીવટી તંત્રએ સ્થળ પર અગાઉથી જ મેડિકલ ટીમ તહેનાત રાખી હતી જેથી તબીબી ટીમે કર્મચારીને પ્રાથમિક સારવાર આપી હતી. કર્મચારીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.  તબીબોના જણાવ્યા અનુસાર, હાલ કર્મચારીની સ્થિતિ સ્થિર છે અને તેમને ‘હીટ એક્ઝોશન’ (ગરમીના કારણે થતી અશક્તિ) થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
આ પણ વાંચો: હીટ વેવથી આંખોને થઈ શકે છે મોટું નુકસાન : જાણો ઉનાળામાં કેવી રીતે રાખવી તેની કાળજી?
ગરમીને પહોંચી વળવા તંત્રની વિશેષ વ્યવસ્થા
વડોદરા જિલ્લામાં પારો સતત વધી રહ્યો હોવાથી કલેક્ટર અને ચૂંટણી તંત્રએ મતદાન મથકો તેમજ વિતરણ કેન્દ્રો પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સામગ્રી વિતરણ અને સ્વીકાર કેન્દ્રો પર મોટા ડોમ અને શેડ ઉભા કરવામાં આવ્યા છે. કર્મચારીઓ અને મતદારો માટે ઠંડા પાણી અને કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક સેન્ટર પર ઓઆરએસ (ORS) પેકેટ અને પ્રાથમિક દવાઓ સાથે મેડિકલ ટીમને ખડેપગે રાખવામાં આવી છે.
આ પણ વાંચો: લોકશાહીના પર્વ પર ગરમીની ‘સ્ટ્રાઈક’ : વડોદરાના રણમેદાનમાં ઉમેદવારો કેમ ચિંતામાં મુકાયા?
ચૂંટણી તંત્રએ અપીલ કરી છે કે ઉનાળાની આ ગરમીમાં મતદારો અને કર્મીઓએ પોતાની તબિયતનું ધ્યાન રાખવું, પૂરતા પ્રમાણમાં પાણી પીને મતદાન કરવા જવું. જિલ્લા ચૂંટણી તંત્ર આવતીકાલના મતદાન માટે સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું વહીવટી અધિકારીઓએ જણાવ્યું છે.
RTO Challan Scam: ડિજિટલ યુગમાં સાયબર ઠગો હવે સામાન્ય નાગરિકો જ નહીં પણ સરકારી કર્મચારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતા એક રેલવે સુપરવાઈઝર સાથે ટ્રાફિક દંડના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ઠગોએ માત્ર એક નકલી APK ફાઇલ (એપ્લિકેશન) મોકલીને પીડિતનો આખો ફોન હેક કરી લીધો અને તેમના નામે જ પર્સનલ લોન મેળવી ₹12.86 લાખ પડાવી લીધા હતા. આ ઘટનાએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને અજાણી લિંક્સ સામે ફરી એકવાર લાલબત્તી ધરી છે.
ભૂલથી ક્લિક થયેલી એક લિંક ભારે પડી
ન્યુ સમા રોડ પર સ્થિત સિદ્ધંત ફ્લેટમાં રહેતા 50 વર્ષીય રજનીશ સુરેશચંદ્ર સન રેલવેમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. ગત 18 જાન્યુઆરીના રોજ તેમના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી 'RTO Traffic Challan' નામની એક ફાઇલ આવી હતી. રજનીશભાઈના ભાઈની ગાડી અન્ય રાજ્યમાંથી આવી હોવાથી તેમને લાગ્યું કે કદાચ રસ્તામાં કોઈ ટ્રાફિક નિયમનો ભંગ થયો હશે અને આ તેનું જ ચલણ હશે. આ શંકાના આધારે તેમણે ફાઇલ ડાઉનલોડ કરવા લિંક પર ક્લિક કર્યું, જે ખરેખર સાયબર ઠગોએ બિછાવેલી જાળ હતી.
SIM કાર્ડ બંધ કરાવીને ખેલ પાડ્યો
ફાઇલ ડાઉનલોડ થયાના ગણતરીના કલાકોમાં જ રજનીશભાઈનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ઠગોએ અત્યંત ચાલાકીથી પીડિતના નામે ખોટી વિનંતી મોકલીને તેમનું સિમ કાર્ડ બંધ કરાવી દીધું હતું. સિમ કાર્ડ બંધ થવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે બેંકમાંથી થતા ટ્રાન્ઝેક્શનના OTP (વન ટાઈમ પાસવર્ડ) કે મેસેજ પીડિતને ન મળે અને ઠગો પડદા પાછળ આરામથી બેંક ખાતામાં સેંધ મારી શકે. જોકે, રજનીશભાઈએ સિમ કાર્ડ ફરી ચાલુ કરાવ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.
આ પણ વાંચો: લોકશાહીના પર્વ પર ગરમીની ‘સ્ટ્રાઈક’ : વડોદરાના રણમેદાનમાં ઉમેદવારો કેમ ચિંતામાં મુકાયા?
પોતાના નામે જ લોન મંજૂર કરાવી રકમ ઓળવી ગયા
આ છેતરપિંડીનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે 7 ફેબ્રુઆરીના રોજ રજનીશભાઈના બેંક ખાતામાંથી ₹24,427નો હપ્તો (EMI) કપાયો. તેમણે બેંકમાં જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે, તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઠગોએ ઓનલાઇન ₹12,86,801ની પર્સનલ લોન મેળવી લીધી હતી. આ લોનની રકમ ખાતામાં જમા થતાની સાથે જ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા અન્ય અજાણ્યા ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી.
APK ફાઇલ એટલે શું? એક્સપર્ટની ચેતવણી
સાયબર એક્સપર્ટ્સના મતે, APK ફાઇલ એ એન્ડ્રોઇડ ફોનમાં ડાયરેક્ટ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે વપરાય છે. જ્યારે તમે કોઈ અજાણી લિંક પરથી આવી ફાઇલ ડાઉનલોડ કરો છો, ત્યારે તે તમારા ફોનના કેમેરા, માઇક્રોફોન, મેસેજ અને કોન્ટેક્ટ્સનો પૂરો એક્સેસ ઠગોને આપી દે છે. આથી, ગમે તેટલી ઉતાવળ હોય તો પણ વોટ્સએપ કે એસએમએસ પર આવતી કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું જોઈએ.
વડોદરા સાયબર ક્રાઈમની અપીલ
આ મામલે રજનીશભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ ટ્રાન્ઝેક્શનની વિગતો અને આઈપી એડ્રેસના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસની નાગરિકોને નમ્ર અપીલ છે કે:
કોઈપણ સરકારી વિભાગ ક્યારેય વોટ્સએપ પર APK ફાઇલ મોકલતો નથી.
હંમેશા સત્તાવાર ગવર્મેન્ટ વેબસાઇટ પર જઈને જ ચલણ તપાસવું.
જો તમે છેતરપિંડીનો ભોગ બનો, તો વિલંબ કર્યા વગર 1930 નંબર પર કોલ કરી ફરિયાદ નોંધાવો.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં હાલમાં બે પ્રકારના ‘તાપ’ અનુભવાઈ રહ્યા છે. એક તરફ મહાનગરપાલિકાની ચૂંટણીનો રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, તો બીજી તરફ આકાશમાંથી વરસી રહેલી અગનજ્વાળાઓએ જનજીવનને બાનમાં લીધું છે. ગઈકાલે 24 એપ્રિલના રોજ વડોદરામાં પારો 42 ડિગ્રીએ પહોંચતા સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. આ આકરા ઉનાળાની સીધી અસર આવતીકાલે રવિવારે યોજાનારા મતદાન પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. રાજકીય પંડિતો અને ઉમેદવારો હવે એ ચિંતામાં છે કે, ગરમીના કારણે મતદારો ઘરની બહાર નીકળશે કે કેમ?
ગરમીનો પ્રકોપ: રસ્તાઓ પર ‘સ્વયંભૂ કરફ્યુ’ જેવો માહોલ
વડોદરામાં છેલ્લા બે દિવસથી લૂ (Heat Wave) ફૂંકાઈ રહી છે. શહેરના વ્યસ્ત ગણાતા વિસ્તારો જેવા કે અલકાપુરી, માંડવી, રાવપુરા અને સયાજીગંજમાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. લોકો ગરમીથી બચવા બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેને કારણે બજારોમાં પણ ‘સ્વયંભૂ કરફ્યુ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિ જો જો આવતીકાલે પણ રહી, તો બપોરના ગાળામાં મતદાન મથકો ખાલીખમ જોવા મળી શકે છે.
ઉમેદવારોની નવી વ્યૂહરચના: ‘બપોર પહેલા મતદાન પતાવો’
ગરમીને કારણે મતદાનની ટકાવારી ન ઘટે તે માટે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ રણનીતિ બદલી છે. ઉમેદવારો અને કાર્યકરો હવે મતદારોને રૂબરૂ મળીને કે સોશિયલ મીડિયા દ્વારા એક જ વિનંતી કરી રહ્યા છે: "સવારે વહેલા પધારો".
સવારે 7 થી 11 વાગ્યા સુધીમાં મહત્તમ મતદાન કરાવવા પર ભાર.
વૃદ્ધો અને અશક્ત મતદારોને વહેલી સવારે જ મતદાન મથકે પહોંચાડવાનું આયોજન.
ફેમિલી વોટિંગ સવારના ઠંડા પહોરમાં જ પતાવી દેવા અપીલ.
આ પણ વાંચો: મતદાન પૂર્વે વડોદરામાં લોખંડી બંદોબસ્ત : CRPFનું સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ
મતદાનની ટકાવારી ઘટવાનો ડર
સામાન્ય રીતે રવિવારની રજા હોવાને કારણે મતદાન ઊંચું જવું જોઈએ, પરંતુ ૪૨ ડિગ્રી તાપમાન આ આશા પર પાણી ફેરવી શકે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો બપોર પછી મતદારો આળસ કરશે અથવા ગરમીના ડરથી બહાર નહીં નીકળે, તો મતદાનની ટકાવારી ૫ થી ૭ ટકા જેટલી ઘટી શકે છે. આ ઓછું મતદાન કયા પક્ષના સમીકરણો બગાડશે, તે જોવું રસપ્રદ રહેશે.
તંત્ર સજ્જ: છાંયડો અને ઠંડા પાણીની વ્યવસ્થા
ચૂંટણી પંચ અને પાલિકા તંત્ર પણ ગરમીના ખતરાથી વાકેફ છે. મતદાન મથકો પર મતદારોને તકલીફ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે:
દરેક બૂથ પર પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા.
મતદાન મથકની બહાર લાઈનમાં ઉભા રહેવા માટે મોટા મંડપ અને છાંયડાની સગવડ.
આકસ્મિક સ્થિતિમાં ‘હીટ સ્ટ્રોક’ના દર્દીઓ માટે મેડિકલ કિટની ઉપલબ્ધતા.
હવે જોવાનું એ રહેશે કે, વડોદરાના મતદારો ગરમીના આકરા મિજાજ સામે લોકશાહીના પર્વને કેટલો પ્રતિસાદ આપે છે. શું મતદારો ગરમીને મ્હાત આપીને મતદાન કરવા નીકળશે? તેનો જવાબ રવિવારે સાંજ સુધીમાં મળી જશે.
વડોદરા શહેરમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાનાર છે, ત્યારે વડોદરા પોલીસ તંત્ર સંપૂર્ણપણે 'એલર્ટ મોડ'માં આવી ગયું છે. ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ હવે કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને CRPFની સંયુક્ત ટીમોએ શહેરના ખૂણેખૂણે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. રવિવારે થનારા મતદાન પૂર્વે પોલીસ પ્રશાસને ખાસ કરીને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે.
શહેરના નવાયાર્ડ જેવા વિસ્તારોમાં ડીસીપી (DCP) સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો મેદાનમાં ઉતર્યો હતો. પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોએ સંયુક્ત રીતે ફ્લેગ માર્ચ યોજી અસામાજિક તત્વોને કડક સંદેશ આપ્યો છે.
આ પણ વાંચો: 'રોક શકો તો રોક લો'.. વડોદરાના માંજલપુરના MLA યોગેશ પટેલનો વિજય હુંકાર : આરોપોનો આપ્યો જવાબ
મુખ્ય સુરક્ષાનાં પગલાં
શહેરના સાંકડા ગલી-મહોલ્લાઓ અને સંવેદનશીલ બૂથો પર સતત નિરીક્ષણ, શહેરના પ્રવેશદ્વારો અને મુખ્ય રસ્તાઓ પર ચેકપોસ્ટ ઊભી કરી વાહનોની સઘન તપાસ, DCP અને ACP કક્ષાના અધિકારીઓ જાતે જ સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છે, સ્થાનિક રહીશો સાથે સંવાદ કરી નિર્ભય બનીને અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરાનાં માંજલપુરમાં મતદાન પૂર્વે પોસ્ટર વોર : આયાતી ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર્સ લાગતા રાજકીય હલચલ
શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસની તૈયારી
પોલીસ તંત્રએ સમગ્ર શહેરમાં સુરક્ષાના ચુસ્ત કવચ હેઠળ મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તેવું આયોજન કર્યું છે.  કોઈ પણ પ્રકારની અફવા કે ગેરરીતિ ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. નવાયાર્ડ અને આસપાસના વિસ્તારોમાં હાથ ધરાયેલા ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ મતદારોને ખાતરી આપી હતી કે તેઓ કોઈ પણ ડર વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.
ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગડબડ કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ તંત્રએ ઉચ્ચારી છે. આમ, વડોદરામાં લોકશાહીના પર્વને નિર્વિઘ્ને ઉજવવા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળોએ કમર કસી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આંતરિક વિખવાદ અને વિવાદો વચ્ચે ભાજપના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે મોરચો સંભાળતા વિપક્ષોને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, "રોક સકો તો રોક લો, માંજલપુરની તમામ બેઠકો પર ભાજપનો જ વિજય થશે."
વિકાસના જોરે વિજયનો વિશ્વાસ
ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, માંજલપુર વિધાનસભા હેઠળ આવતા વોર્ડ નંબર 17, 18 અને 19માં નીલેશ રાઠોડ, નરેન્દ્ર પટેલ અને પરેશ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં અભૂતપૂર્વ વિકાસ કાર્યો થયા છે. સોસાયટીઓ હોય, નગરો હોય કે ગ્રામ્ય વિસ્તારો, દરેક જગ્યાએ ભાજપે કામ કર્યું છે. તેમણે મક્કમતાથી કહ્યું કે, "માંજલપુરના મતદારોને ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસ છે, એટલે જ હું છાતી ઠોકીને કહું છું કે અમારો 12માંથી 12 સીટો પર વિજય થશે. કોંગ્રેસે જે કરવું હોય તે કરે, અમારી જીત નક્કી છે."
આ પણ વાંચો: વડોદરાનાં માંજલપુરમાં મતદાન પૂર્વે પોસ્ટર વોર : આયાતી ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર્સ લાગતા રાજકીય હલચલ
કોંગ્રેસના આક્ષેપો અને EVM પર વળતો પ્રહાર
કોંગ્રેસે EVM અને ચૂંટણી ખર્ચ બાબતે આક્ષેપો કર્યા હતા જેનો જવાબ આપતા ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું, ચૂંટણી ખર્ચની વિગતો કલેક્ટર કચેરીએ સત્તાવાર રીતે દેખાશે જ. સત્તા સામે કોઈ કંઈ કરી શકતું નથી તેવી વાતો પાયાવિહોણી છે. "જો કોઈ કોન્ટ્રાક્ટર ખોટું કામ કરે તો લોકો મને સીધો કોલ કરી શકે છે. અમે વિવાદને નહીં પણ વિકાસને વરેલા છીએ."
આ પણ વાંચો: ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીનું Instagram એકાઉન્ટ થયું બંધ : વધ્યો રાજકીય ગરમાવો
બળવાખોરો અંગે સ્પષ્ટતા
પોતાના લાંબા રાજકીય કરિયરનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, 38 વર્ષના ગાળામાં તેમણે ક્યારેય સરકાર પાસેથી મેડિકલ ખર્ચના નાણાં લીધા નથી. હાર્ટ ઓપરેશનના 30 લાખનો ખર્ચ પણ તેમણે સ્વખર્ચે કર્યો છે. જ્યારે પક્ષમાં જોવા મળતા બળવાખોર સૂર અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટૂંકો અને સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે, "બળવાખોરો સામે શું પગલાં લેવા તે પાર્ટીનું કામ છે, તે સંગઠન જોઈ લેશે."
આમ, મતદાન પૂર્વે જ યોગેશ પટેલે પોતાની આક્રમક શૈલીમાં વિરોધીઓને જવાબ આપી કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે મતદારો કોના પક્ષમાં પોતાનો જનાદેશ આપે છે.
વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે શહેરમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. ખાસ કરીને માંજલપુર વિસ્તારમાં મતદાનના ઠીક એક દિવસ અગાઉ ‘પોસ્ટર વોર’ શરૂ થતાં રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચાઓ જાગી છે. ‘વડોદરા જાગૃત સમિતિ’ના નામે લાગેલા આ પોસ્ટરોમાં આયાતી ઉમેદવારોનો બહિષ્કાર કરી સ્થાનિક ઉમેદવારને જ પસંદ કરવાની અપીલ કરવામાં આવી છે.
આયાતી ઉમેદવારનો મુદ્દો ગુંજ્યો
માંજલપુર વિસ્તારના વોર્ડ નંબર 18માં વિવિધ મતદાન મથકો અને જાહેર સ્થળોએ રહસ્યમય રીતે પોસ્ટરો લગાવી દેવાયા હતા. આ પોસ્ટરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે, સ્થાનિક વિસ્તારના ઉમેદવારને જ મતદાન કરશો, આયાતી ઉમેદવારને મતદાન કરવાથી દૂર રહેશો. મતદાન મથકોની બિલકુલ બહાર જ આ પ્રકારના મેસેજ લખેલા સ્ટીકરો જોવા મળતા મતદારો પણ ચોંકી ગયા.
આ પણ વાંચો: ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીનું Instagram એકાઉન્ટ થયું બંધ : વધ્યો રાજકીય ગરમાવો
તંત્રએ કરી ત્વરિત કાર્યવાહી
આ અંગેની જાણ થતાં જ વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. વોર્ડ નંબર 18ના વોર્ડ ઓફિસર જીગ્નેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સવારના સમયે રૂટ પર કોઈ બેનરો નહોતા પરંતુ બાદમાં તપાસ દરમિયાન કેટલાક નાના સ્ટીકરો ધ્યાન પર આવ્યા હતા. આચારસંહિતાના કડક અમલીકરણની જવાબદારી હોવાથી કુબેરશ્વર શાળા અને અન્ય બૂથો પાસે લાગેલા તમામ સ્ટીકરોને તાત્કાલિક ધોરણે હટાવી
દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: "લોકો ગૂગલ પર શોધી લે કે..." : પંજાબના ઉદાહરણ સાથે વિપક્ષ પર હર્ષ સંઘવીનો પ્રહાર
આચારસંહિતાના ભંગ અંગે સવાલો
ચૂંટણીની આચારસંહિતા મુજબ મતદાનનાં 48 કલાક પૂર્વે કોઈ પણ પ્રકારનો પ્રચાર કે પ્રલોભન આપતી સામગ્રી પ્રદર્શિત કરી શકાતી નથી. ત્યારે ‘વડોદરા જાગૃત સમિતિ’ના બેનર હેઠળ કોણે આ સ્ટીકરો લગાવ્યા તે તપાસનો વિષય બન્યો છે. આ પ્રકારના પોસ્ટરો ચોક્કસ પક્ષ કે ઉમેદવારના સમીકરણો બગાડવા માટે લગાવવામાં આવ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.  હાલ તો તંત્રએ આ તમામ વિવાદાસ્પદ પોસ્ટરો દૂર કરીને શાંતિપૂર્ણ મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી છે પરંતુ આ ‘પોસ્ટર વોર’ની અસર શું થશે તે જોવું રહ્યું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે આવતીકાલે યોજાનાર મતદાનને લઈને વડોદરા જિલ્લા વહીવટી તંત્રસ આખરી ઓપ આપવામાં આવ્યો છે. આજે સવારથી જ જિલ્લાના નિર્ધારિત 18 ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટરો પરથી મતદાન ટીમોને EVM મશીન સહિતની જરૂરી સામગ્રી સોંપવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
ભવન્સ સ્કૂલ ખાતેથી વોર્ડ 16થી 19નું સંચાલન
મકરપુરા સ્થિત ભવન્સ સ્કૂલ ને મહત્વનું ડિસ્પેચ સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહીંથી શહેરના વોર્ડ નં. 16, 17, 18 અને 19ના અંદાજે 240 મતદાન મથકો માટે સામગ્રી વિતરણની કામગીરી હાથ ધરાઈ છે. ડેપ્યુટી કલેક્ટર વિમલ બરોટના સીધા માર્ગદર્શન હેઠળ, વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે 14 અલગ-અલગ ટેબલો ની ફાળવણી કરવામાં આવી છે. દરેક ટેબલ પર ચૂંટણી અધિકારીઓએ ઝીણવટભરી તપાસ બાદ જ પ્રિસાઇડિંગ ઓફિસરોને EVM, VVPAT, મતદાર યાદી અને સ્ટેશનરીની કીટ સુપ્રત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: લોખંડી બંદોબસ્ત વચ્ચે સુરતમાં EVM-VVPAT રવાના : GPS ટ્રેકિંગ દ્વારા મતદાન મથકો પર રાખવામાં આવશે બાજ નજર
ચુસ્ત સુરક્ષા અને આયોજન
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સામગ્રીની હેરફેર સુરક્ષિત રીતે થાય તે માટે તમામ 18 કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલા સુવ્યવસ્થિત આયોજનને કારણે કેન્દ્રો પર બિનજરૂરી ભીડ ટળી હતી અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક પોતાની ફરજ પર રવાના થતા જોવા મળ્યા હતા. ડેપ્યુટી કલેક્ટર વિમલ બરોટે જાણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય દરેક મતદાન મથક પર સમયસર અને સુરક્ષિત રીતે સામગ્રી પહોંચાડવાનો છે. ભવન્સ સ્કૂલ ખાતેથી 240 મથકોનું વિતરણ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: રાજ્યમાં આવતીકાલે 9274 બેઠકો પર યોજાશે ચૂંટણી : 25,551 ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે મતદારો
મતદાન માટે તંત્ર સજ્જ
આવતીકાલે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને કોઈ અગવડ ન પડે અને પારદર્શક રીતે મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સાંજ સુધીમાં તમામ મતદાન ટીમો પોતપોતાના નિર્ધારિત બૂથ પર પહોંચી જશે અને મોક પોલ (Mock Poll) બાદ વિધિવત મતદાન શરૂ થશે.
Vadodara RTO: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સમગ્ર વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ચૂંટણીની પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. આ કવાયતના ભાગરૂપે વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 27 એપ્રિલ 2026, સોમવારના રોજ વડોદરા RTO ખાતે જનતાને લગતી તમામ કામગીરી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીલક્ષી કામગીરીમાં RTO ના મોટાભાગના અધિકારીઓ અને સ્ટાફ રોકાયેલા હોવાથી વહીવટી તંત્રએ આ દિવસે જાહેર જનતા માટેની સેવાઓ સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. જે નાગરિકોએ સોમવાર માટેની એપોઇન્ટમેન્ટ બુક કરાવી હતી, તેઓએ હવે કચેરીના ધક્કા ખાવા પડશે નહીં કારણ કે તંત્ર દ્વારા તમામ એપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરવામાં આવી છે.
સ્ટાફ ચૂંટણી ફરજ પર: કઈ સેવાઓ ખોરવાશે?
વડોદરા RTO ના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીની જવાબદારીઓને કારણે સ્ટાફની અછત સર્જાઈ છે. જેને પગલે 27 એપ્રિલે નીચે મુજબની કામગીરીઓ બંધ રહેશે:
ડ્રાઈવિંગ લાયસન્સ: લર્નિંગ લાયસન્સ અને પાકા લાયસન્સ માટેના ટેસ્ટ તેમજ રિન્યુઅલની તમામ પ્રક્રિયાઓ બંધ રહેશે.
વાહન રજીસ્ટ્રેશન: નવા વાહનોનું રજીસ્ટ્રેશન અને તેને લગતા દસ્તાવેજોની ફિઝિકલ ચકાસણી કરવામાં આવશે નહીં.
નાણાકીય વ્યવહારો: બાકી ચલણોની ચુકવણી અને ટેક્સને લગતા અન્ય નાણાકીય કામકાજ બંધ રહેશે.
અરજદારોની એપોઇન્ટમેન્ટનું શું થશે?
જે અરજદારોએ અગાઉથી જ 27 એપ્રિલ, સોમવારની એપોઇન્ટમેન્ટ લીધેલી છે, તેઓએ કોઈ નવી અરજી કરવાની જરૂર નથી. RTO તંત્ર દ્વારા આવી તમામ એપોઇન્ટમેન્ટ્સને રીશેડ્યુલ (Re-schedule) કરવામાં આવી છે. નવી એપોઇન્ટમેન્ટની તારીખ અને સમયની જાણ દરેક અરજદારને તેમના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા કરવામાં આવશે. અરજદારોએ મોબાઈલ પર આવતા સંદેશા પર ધ્યાન આપવા વિનંતી છે.
આ પણ વાંચો: કાળઝાળ ગરમી વચ્ચે ખુશખબર : આ વર્ષે ચોમાસું વહેલું બેસશે, IMD એ તારીખ સાથે કરી મોટી આગાહી
માત્ર જાહેર કામગીરી બંધ, કચેરી ચાલુ રહેશે
તંત્રએ સ્પષ્ટતા કરી છે કે 27 એપ્રિલે ઓફિસ વહીવટી કામકાજ માટે ટેકનિકલી ખુલ્લી રહેશે, પરંતુ સ્ટાફ ફિલ્ડમાં અને ચૂંટણીની ટ્રેનિંગ કે કામગીરીમાં વ્યસ્ત હોવાથી અરજદારોના વ્યક્તિગત કામ થઈ શકશે નહીં. તેથી નાગરિકોને બિનજરૂરી ધક્કો ન ખાવા અને સહકાર આપવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.
28 એપ્રિલથી કામગીરી ફરી શરૂ થશે
ચૂંટણી કામગીરીને કારણે માત્ર સોમવારે જ વિરામ રાખવામાં આવ્યો છે. તારીખ 28 એપ્રિલ 2026, મંગળવારથી વડોદરા RTO કચેરી ફરીથી રાબેતા મુજબ ધમધમતી થશે. મંગળવારથી તમામ પડતર કામગીરી અને લાયસન્સ ટેસ્ટ ફરી શરૂ કરી દેવામાં આવશે.
Narmada News: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામે આજે એક રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અશ્વિન નદીના કિનારે બકરા ચરાવી રહેલા 63 વર્ષીય વૃદ્ધ પર મગરે જીવલેણ હુમલો કર્યો હતો. પોતાના પશુને બચાવવાના અદમ્ય સાહસમાં વૃદ્ધે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર, અગર ગામમાં રહેતા અને પશુપાલન સાથે સંકળાયેલા મયૂદ્દીનભાઈ રાઠોડ (ઉં.વ. 63) બપોરના સમયે તેમની પત્ની સાથે અશ્વિન નદીના કિનારે બકરા ચરાવી રહ્યા હતા. આ દરમિયાન તરસ્યા થયેલા એક બકરાને નદીમાં પાણી પીતી વખતે ત્યાં છુપાઈને બેઠેલા મહાકાય મગરે ઝડપી લીધું હતું.
આ પણ વાંચો:  ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર : અમદાવાદ, સુરત અને રાજકોટના વાહનચાલકો ખાસ વાંચો
બકરાને બચાવવાના પ્રયાસમાં કાળ આંબી ગયો
પોતાના વહાલા પશુને મગરના મુખમાં જોતા જ મયૂદ્દીનભાઈ તેને છોડાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા. જોકે, મગરે બકરાને છોડી દઈને વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો અને તેમને ખેંચીને ઊંડા પાણીમાં લઈ ગયો હતો. આ ભયાનક દ્રશ્ય જોઈ તેમની પત્નીએ જોરશોરથી બુમાબુમ કરી મૂકી હતી, જેના કારણે ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે દોડી આવ્યા હતા.
ગ્રામજનોનું જોખમી રેસ્ક્યુ અને તંત્રની લાચારી
આશરે બે કલાક સુધી મગર મયૂદ્દીનભાઈના શરીરને નદીમાં આમતેમ ફેરવતો રહ્યો હતો. ઘટનાની જાણ થતા તિલકવાડા પોલીસ અને વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે તેમની પાસે મગરને ભગાડવા કે રેસ્ક્યુ કરવા માટેના કોઈ આધુનિક સાધનો નહોતા. આખરે ગામના નીડર યુવાનોએ જીવના જોખમે કોઈ પણ સુરક્ષા સાધનો વગર નદીમાં ઝંપલાવ્યું હતું અને ભારે જહેમત બાદ મગરના જડબામાંથી મયૂદ્દીનભાઈનો મૃતદેહ છોડાવી કિનારે લાવ્યા હતા.
આ પણ વાંચો:સોનાં-ચાંદીના ભાવમાં ફરી હલચલ : 25 એપ્રિલે કેટલું મોંઘું કે સસ્તુ? જાણો શહેરવાર લેટેસ્ટ ભાવ
પરિવારમાં માતમ
મયૂદ્દીનભાઈનો મૃતદેહ બહાર આવતા જ પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ત્યારબાદ તિલકવાડા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. નદીમાં મગરોના વધી રહેલા ત્રાસને કારણે સ્થાનિકોમાં વન વિભાગ પ્રત્યે રોષ પણ જોવા મળ્યો હતો.
વડોદરાનાં વોર્ડ નંબર-3માં ફતેગંજ ખાતે ભગવાન ભરવાડ અને સમર્થકોએ વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર દરમિયાન આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો છે. ફતેગંજ વિસ્તારમાં નીકળેલી રેલીમાં 40 થી વધુ યુવાનોએ ખુલ્લી તલવારો લહેરાવી ઉમેદવારોનું સ્વાગત કરતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ?
ચૂંટણી પંચના કડક નિયમો હોવા છતાં, વોર્ડ-3 ના ભાજપના ઉમેદવારોના સ્વાગત માટે ફતેગંજમાં જાહેરમાં શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નેતા ભગવાન ભરવાડ અને તેમના સમર્થકોએ હાથમાં ખુલ્લી તલવારો લઈને જે રીતે રેલીનું અભિવાદન કર્યું, તે જોઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. શાંતિપૂર્ણ મતદાનની વાતો વચ્ચે આ પ્રકારે શસ્ત્રો લહેરાવવા તે મતદારોમાં ડરનો માહોલ ઊભો કરવાનો હીન પ્રયાસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ પણ વાંચો: ચૂંટણી પહેલા જ જનતાનો મિજાજ ગરમ : બીલ ગામમાં ભાજપની રેલીનો ફિયાસ્કો, ઉગ્ર ઝપાઝપી બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડ્યા
પોલીસ અને ચૂંટણી પંચની ભૂમિકા સામે સવાલ
ચૂંટણી સમયે જ્યારે નાનામાં નાની આચારસંહિતાના ભંગ બદલ સામાન્ય જનતા કે અન્ય પક્ષો પર તવાઈ બોલાવવામાં આવે છે, ત્યારે સત્તાધારી પક્ષની રેલીમાં આટલા મોટા પાયે હથિયારોનું પ્રદર્શન થવા છતાં તંત્ર મુકદર્શક બનીને કેમ બેઠું છે? શહેરભરમાં ચુસ્ત બંદોબસ્તના દાવા વચ્ચે 40 થી વધુ યુવાનો તલવારો સાથે રસ્તા પર કેવી રીતે ઉતરી આવ્યા ક્યાં ગઈ પોલીસની સતર્કતા? આટલા મોટા ઉલ્લંઘન બાદ હજુ સુધી કોઈ પણ જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી ચૂંટણી પંચ મૌન કેમ?
આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી : આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થશે, રવિવારે 10,000થી વધુ બેઠકો પર મતદાન
લોકશાહીમાં હિંસાને સ્થાન નહીં
ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે, નહીં કે તાકાત કે હિંસા પ્રદર્શનનું મેદાન. ભાજપના ઉમેદવારોની હાજરીમાં જ આ પ્રકારે તલવારો લહેરાતી રહી અને તેઓ સ્મિત સાથે સ્વાગત સ્વીકારતા રહ્યા, તે લોકશાહીના મૂલ્યો માટે જોખમી સંકેત છે. શું પોલીસ આ વીડિયો અને પુરાવાઓના આધારે ગુનો નોંધશે? કે પછી સત્તાના દબાણ હેઠળ આ મામલાને રફેદફે કરી દેવામાં આવશે?
વડોદરાની જનતા હવે આ ઘટના બાદ ચૂંટણી પંચ પાસે કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહી છે. જો આવા તત્વો સામે પગલાં નહીં લેવાય, તો મતદાનના દિવસે પણ અસામાજિક તત્વો બેફામ બને તેવી ભીતિ સેવાઈ રહી છે.
Vadodara Politics: ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે અને પ્રચાર પડઘમ હવે તેના અંતિમ ચરણમાં છે, ત્યારે વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય માહોલ ભારે ગરમાયો છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 12 માં આવતા બીલ ગામમાં ગઈકાલે ભાજપના ઉમેદવારો અને કાર્યકરોને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. વિકાસના દાવાઓ વચ્ચે સ્થાનિક પ્રશ્નો વણઉકેલ્યા રહેતા ગ્રામજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. ભાજપની પ્રચાર રેલી જ્યારે ગામમાં પ્રવેશી ત્યારે ગ્રામજનોએ એકસાથે મળીને વિરોધનો વંટોળ ઉભો કર્યો હતો. આ ઘટના એટલી હદે વણસી હતી કે લોકો અને ભાજપના કાર્યકરો વચ્ચે રસ્તા પર જ આમને-સામને ઉગ્ર બોલાચાલી અને ધક્કા-મુક્કીના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી.
ચૂંટણીના આ માહોલમાં સત્તાધારી પક્ષ સામે જે પ્રકારે જનઆક્રોશ જોવા મળ્યો છે, તેણે રાજકીય વિશ્લેષકોમાં પણ ચર્ચા જગાવી છે. બીલ ગામના રહીશોનો આક્ષેપ છે કે ચૂંટણી જીત્યા બાદ નેતાઓ ડોકાતા નથી અને માત્ર મતો લેવા માટે જ ગામની મુલાકાત લે છે. આ ઉગ્ર વિરોધ છતાં ભાજપે પ્રચાર ચાલુ રાખવા પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો અને આખરે પોલીસ કાફલાને દખલગીરી કરવાની ફરજ પડી હતી.
"ભાજપને ગામમાં પ્રવેશવા નહીં દઈએ": સૂત્રોચ્ચાર સાથે રસ્તો રોકાયો
વોર્ડ નંબર 12 ના ભાજપના ઉમેદવારો જ્યારે તેમના સમર્થકો અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે બીલ ગામના પાદરે પહોંચ્યા, ત્યારે જ માહોલ બદલાઈ ગયો હતો. ગ્રામજનોએ અગાઉથી જ એકઠા થઈને ભાજપના વિરોધમાં સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. લોકોએ રસ્તા પર માનવ સાંકળ બનાવી અને વાહનો અટકાવી દીધા હતા. ગ્રામજનોની સ્પષ્ટ માંગ હતી કે જ્યાં સુધી તેમના પાયાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ નેતાને પ્રચાર માટે પ્રવેશવા દેવામાં આવશે નહીં. "કામ નહીં તો વોટ નહીં" અને "ભાજપ પાછી જાઓ" ના નારાઓથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું.
આ પણ વાંચો: વડોદરામાં ચૂંટણી પૂર્વ તૈયારીઓ થઈ પૂર્ણ : 2400થી વધુ મથકો પર 21 લાખ મતદાતા કરશે મતદાન
કાર્યકરો અને રહીશો વચ્ચે ઘર્ષણ: પોલીસ સુરક્ષા વચ્ચે પ્રચારનો પ્રયાસ
જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ વિરોધ કરી રહેલા રહીશો અને ભાજપના ઉત્સાહી કાર્યકરો વચ્ચે ઘર્ષણ વધતું ગયું. વાત માત્ર બોલાચાલી સુધી સીમિત ન રહેતા બંને પક્ષો વચ્ચે સામસામે ધક્કા-મુક્કી શરૂ થઈ હતી. ભાજપના કાર્યકરોએ રેલી આગળ વધારવાનો પ્રયત્ન કર્યો ત્યારે લોકોએ તેમને અટકાવતા ઝપાઝપીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ ગંભીર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે વચ્ચે પડીને મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોની નારાજગી ઓછી થઈ નહોતી. અંતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાજપે જેમ તેમ કરીને પ્રચાર પતાવવો પડ્યો હતો.
વિકાસની અવગણના અને સ્થાનિક પ્રશ્નો બની રહ્યા છે મુસીબત
બીલ ગામના લોકોમાં આ આક્રોશ પાછળ લાંબા સમયની ઉપેક્ષા કારણભૂત હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ગામમાં રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓની હાલત કફોડી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આથી, હવે જ્યારે ફરીથી મતો માંગવા માટે નેતાઓ આવ્યા છે, ત્યારે લોકોએ તેમને અરીસો બતાવવાનું નક્કી કર્યું છે. આ ભયંકર વિરોધ ભાજપ માટે ચિંતાનો વિષય છે કારણ કે આ વોર્ડમાં મતોનું સમીકરણ બગડી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ચુસ્ત બંદોબસ્ત: જનઆક્રોશની મતદાન પર શું અસર થશે?
હાલમાં બીલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તૈનાત છે અને સ્થિતિ પર વોચ રાખવામાં આવી રહી છે. જોકે, આ ઘટનાના પડઘા વડોદરાના અન્ય વિસ્તારોમાં પણ પડ્યા છે. વડોદરાના સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં આ વિરોધના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપના ઉમેદવારો પ્રત્યેનો આ વિરોધ માત્ર ક્ષણિક રોષ છે કે પછી મતદાનના દિવસે ઈવીએમ (EVM) મશીન પર પણ તેની અસર જોવા મળશે. શું ભાજપ નારાજ મતદારોને મનાવવામાં સફળ રહેશે કે પછી જનતા આ વખતે પરિવર્તનનો મિજાજ બતાવશે?
સામાન્ય રીતે ભારતીય રાજનીતિમાં ‘ગુજરાત મોડલ’ના શિસ્ત અને વિકાસની વાતો દેશભરમાં થતી હોય છે. પરંતુ સંસ્કારી નગરી ગણાતા વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં 23 તારીખે કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. સૂર્ય નગર ખાતે બિહાર પૂર્વાંચલ સમાજે  ‘મતદાન જાગૃતિ’ કાર્યક્રમ યોજ્યો હતો. અહીં શિસ્તના બદલે બિહારની ચૂંટણીઓની યાદ અપાવે તેવો ‘રંગારંગ’ વાતાવરણ જોવા મળ્યું હતું. જાગૃતિના બહાને યોજાયેલા આ કાર્યક્રમમાં નૃત્યાંગનાઓના ઠુમકા અને ભોજપુરી ગાયકોના તાલે મતદારોને રિઝવવાનો પ્રયાસ થતા ચર્ચા જાગી છે.
જાગૃતિ કાર્યક્રમમાં ઠુમકા
કાર્યક્રમનું સત્તાવાર શીર્ષક ‘મતદાર જાગૃતિ અભિયાન’ હતું, જેનાથી એવું લાગે કે અહીં મતદાનના મહત્વ પર ગંભીર ચર્ચા કે શપથ લેવડાવવામાં આવશે. વાસ્તવિકતા તદ્દન અલગ હતી. ઉત્તર ભારતીય અને બિહારી સમુદાયના મતદારોને આકર્ષવા માટે બિહાર અને ભોજપુરી કલાકારોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સ્ટેજ પર જ્યારે નૃત્યાંગનાઓએ ઠુમકા મારવાનું શરૂ કર્યું, ત્યારે જોનારાઓને એમ જ લાગ્યું કે આ વડોદરા નથી પણ બિહારનું કોઈ અંતરિયાળ ગામડું છે જ્યાં ચૂંટણી સમયે મનોરંજન પીરસવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી : આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થશે, રવિવારે 10,000થી વધુ બેઠકો પર મતદાન
પાછલા બારણે પ્રચાર?
આશ્ચર્યની વાત તો ત્યારે બની જ્યારે આ ‘સાંસ્કૃતિક’ કાર્યક્રમમાં અચાનક વોર્ડ નંબર 16ના ભાજપના ઉમેદવારો સ્ટેજ પર પ્રગટ થયા. આયોજકોએ ઉત્સાહપૂર્વક ઉમેદવારોનો પરિચય કરાવ્યો અને માહોલ જોઈને એવું સ્પષ્ટ જણાઈ આવતું હતું કે, આ મતદાન જાગૃતિ ઓછી અને સત્તાધારી પક્ષના ઉમેદવારો માટેનું સમર્થન મેળવવાનું પ્લેટફોર્મ વધારે હતું. પાછલા બારણે કરાયેલા આ ‘બિહાર મોડલ’ જેવા પ્રચારે શહેરમાં અનેક તર્ક-વિતર્ક જગાડ્યા છે.
આ પણ વાંચો: આજે ચૂંટણીનાં પ્રચારના પડઘમ થશે શાંત : હવે ગ્રુપ મીટિંગો અને સોશિયલ મીડિયા પર જામશે જંગ
ગુજરાત મોડલની વાતો વચ્ચે જ્યારે વડોદરા જેવા શિક્ષિત અને સંસ્કારી શહેરમાં ચૂંટણી ટાણે આવા દ્રશ્યો સર્જાય ત્યારે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. શું નૃત્યાંગનાઓના ઠુમકાથી મતદારો સાચી દિશામાં જાગૃત થશે? કે પછી આ માત્ર ઉમેદવારો માટે ભીડ એકઠી કરવાનો એક નુસખો હતો? શહેરમાં આ કાર્યક્રમના વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રકારે પીરસવામાં આવેલા મનોરંજનની અસર મતદાનના દિવસે ‘ઈવીએમ’ પર પડે છે કે કેમ. જોકે, એક વાત નક્કી છે કે વડોદરામાં બિહારની ચૂંટણી જેવો આ રંગારંગ માહોલ રાજકીય વર્તુળોમાં ટીકાનો વિષય બન્યો છે.
વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી અધિકારી અનિલ ધામેલીયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, 21 હજારનો સ્ટાફ અને 7200થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન થશે. મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે, મતદાન અને મતગણતરી માટેની તમામ તૈયારીઓ આખરી તબક્કામાં છે. શહેરમાં આ વખતે 21 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, જેના માટે તંત્રએ અભેદ્ય કિલ્લેબંધી જેવી વ્યવસ્થા ગોઠવી છે.
બેઠકોની સ્થિતિ અને વ્યવસ્થા
ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, કુલ બેઠકો પૈકી 46 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. બાકી રહેલી બેઠકો માટે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 2406 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. 25 તારીખે સવારથી જ નિર્ધારિત સ્થળોએ EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ના ડીસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: 104 વર્ષના સવિતાબા મતદાન માટે તૈયાર : ગાંધીજી સાથેની મુલાકાતથી લઈને આજ સુધીની લોકશાહી યાત્રાનાં રહ્યાં છે સાક્ષી
મતદારોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા
ઉનાળાની ગરમી અને મતદારોની સગવડને ધ્યાને રાખીને તંત્રએ ખાસ આયોજન કર્યું છે. મૂળભૂત સુવિધા દરેક મતદાન મથક પર પીવાનું શુદ્ધ પાણી, બેસવા માટે છાંયડો અને મેડિકલ ટીમની તૈનાતી રહેશે. વિશેષ ધ્યાન દિવ્યાંગો અને વૃદ્ધ મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે વ્હીલચેર અને સહાયકોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ચુસ્ત સુરક્ષા અને માનવબળ
ચૂંટણી પ્રક્રિયાને ન્યાયી અને પારદર્શી બનાવવા માટે વિશાળ સ્ટાફ મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. 21,000થી વધુનો ચૂંટણી સ્ટાફ મતદાનની કામગીરી સંભાળશે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 7239 પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત, આચારસંહિતાના અમલ માટે તંત્ર સતર્ક છે. અત્યાર સુધી આચારસંહિતા ભંગની 20 ફરિયાદો મળી હતી, જેનો સત્વરે નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનું ધામેલીયાએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી : આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થશે, રવિવારે 10,000થી વધુ બેઠકો પર મતદાન
મતગણતરીનું કેન્દ્ર
મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ EVM મશીનોને ચુસ્ત સુરક્ષા વચ્ચે સીલ કરીને પોલિટેક્નિક કોલેજ ખાતે લઈ જવામાં આવશે. આ કોલેજને સત્તાવાર મતગણતરી કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પરિણામોની જાહેરાત થશે. વડોદરાના મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્રની આ સજ્જતા શાંતિપૂર્ણ અને વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
મુસાફરો માટે સારા સમાચાર: વેસ્ટર્ન રેલવેએ વડોદરાથી નવી સમર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી
ઉનાળાની રજાઓમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા વડોદરા સ્ટેશનથી દેશના વિવિધ ભાગો માટે અનેક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાથી ઉત્તર ભારત અને અન્ય રાજ્યોમાં જતા પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ મેળવવામાં સરળતા રહેશે અને ટ્રેનોમાં થતી ભીડમાં રાહત મળશે.
કયા શહેરો માટે મળશે કનેક્ટિવિટી?
રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, વડોદરાથી મુંબઈ, અમદાવાદ, સુરત ઉપરાંત લાંબા અંતરના શહેરો જેવા કે દિલ્હી, જયપુર, પટના અને હરિદ્વાર માટે ખાસ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનો અઠવાડિયામાં નિર્ધારિત દિવસોએ દોડશે, જેનાથી પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ બંનેને ફાયદો થશે.
ટ્રેન નંબર અને શેડ્યૂલ મુસાફરોની સુવિધા માટે કેટલીક મુખ્ય ટ્રેનોના નંબર નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09129/09130 (વડોદરા - હરિદ્વાર સ્પેશિયલ)
ટ્રેન નંબર 09069/09070 (વાપી - અસારવા સ્પેશિયલ જે વડોદરા થઈને પસાર થશે)
ટ્રેન નંબર 09417/09418 (અમદાવાદ - દાનપુર સ્પેશિયલ)
મુસાફરો આ ટ્રેનોનું વિગતવાર સમયપત્રક અને સ્ટોપેજની માહિતી રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા 139 નંબર પર સંપર્ક કરીને મેળવી શકે છે.
બુકિંગ પ્રક્રિયા શરૂ
આ સ્પેશિયલ ટ્રેનો માટેનું બુકિંગ આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઈટ અને રેલવે સ્ટેશન પરના રિઝર્વેશન કાઉન્ટર પર શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉનાળા દરમિયાન વેકેશન મનાવવા જતા પરિવારો માટે આ ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવ્યા છે જેથી વધુમાં વધુ લોકોને સીટ મળી શકે.
રેલવે સ્ટેશન પર વધારાની સુવિધાઓ
ટ્રેનોની સાથે વડોદરા સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે પીવાના પાણીની વ્યવસ્થા અને પ્લેટફોર્મ પર સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, જો જરૂર પડશે તો આગામી દિવસોમાં વધુ ટ્રેનોના ફેરા પણ વધારવામાં આવી શકે છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા 104 વર્ષના સવિતા મંગળદાસ શાહ જેમને સૌ પ્રેમથી ‘સવિતાબા’ તરીકે ઓળખે છે. સવિતાબા ફરી એક વખત મતદાન માટે આતુર દેખાઈ રહ્યાં છે. ઉંમરમાં સદીનો આંકડો વટાવી ચૂક્યા હોવા છતાં તેમનો ઉત્સાહ અને દેશપ્રેમ આજની યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ તેઓ માત્ર મતદાન માટે જ તૈયાર નથી પરંતુ પોતાના આસપાસના લોકોમાં પણ મતદાન માટે જાગૃતિ લાવવા માટે સક્રિય છે. સવિતાબા ક્યારેય મતદાન કરવાનું ચૂક્યું નથી અને આ પરંપરા તેઓ આજે પણ જાળવી રાખવા મક્કમ છે.
ઈતિહાસ સાથેનો જીવંત જોડાણ
સવિતાબાનું જીવન માત્ર વ્યક્તિગત અનુભવોનું સંકલન નથી પરંતુ ભારતના સ્વતંત્રતા સંઘર્ષ અને વિકાસગાથાનો જીવંત દસ્તાવેજ છે. તેઓ ગર્વપૂર્વક યાદ કરે છે કે તેમને એક શાળાકીય કાર્યક્રમ દરમિયાન મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો હતો. તે સમયની યાદો આજે પણ તેમની વાતોમાં જીવંત છે અને તે પ્રસંગ તેમના જીવનની મહત્વપૂર્ણ પળોમાં ગણાય છે. તેમણે પોતાના બાળપણમાં દાંડી યાત્રાનું દ્રશ્ય પણ નિહાળ્યું હતું. આ સિવાય ભરૂચના ગોલ્ડન બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવાનો અનુભવ પણ તેમની યાદોમાં સામેલ છે. આવા પ્રસંગોએ તેમની અંદર રાષ્ટ્રપ્રેમ અને જવાબદારીની ભાવના વધુ મજબૂત બનાવી છે.
આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી : આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થશે, રવિવારે 10,000થી વધુ બેઠકો પર મતદાન
આ પણ વાંચો: Offbeat Exclusive: AAPનો 14 વર્ષનો અંદરથી તૂટવાનો ઇતિહાસ | શાઝિયા ઇલ્મીથી રાઘવ ચઢ્ઢા સુધી, કોણ ક્યારે આવ્યું-ગયું અને કારણ શું હતું? | Offbeat Stories
શિસ્તબદ્ધ જીવન અને સકારાત્મકતા
હાલમાં સવિતાબા પોતાની પુત્રી યોગિનીબહેન શાહ સાથે રહે છે અને તેમનું દૈનિક જીવન આજે પણ ખૂબ જ નિયમિત છે. તેઓ રોજ સવારે ધાર્મિક ગ્રંથોનું વાંચન કરે છે, પ્રાર્થના કરે છે અને સકારાત્મક વિચારધારા સાથે દિવસની શરૂઆત કરે છે. તેમની જીવનશૈલી સરળતા, શિસ્ત અને સંતુલનનું ઉત્તમ ઉદાહરણ છે.
તેમના પરિવારજનોનું કહેવું છે કે, સવિતાબાનો હાસ્યપ્રિય સ્વભાવ અને સકારાત્મક અભિગમ તેમને આજ સુધી સક્રિય રાખે છે. પુત્રવધૂ મેઘનાબહેન શાહ જણાવે છે કે બાના ચહેરા પર હંમેશા સ્મિત રહે છે અને તેઓ આસપાસના લોકોને પ્રેરિત કરતા રહે છે. ઉંમર વધતાં છતાં તેમની માનસિક તાજગી અને આત્મવિશ્વાસ અદ્ભુત છે.
આ પણ વાંચો: મતદાનના 48 કલાક પહેલાં કેમ શાંત કરી દેવાય છે ચૂંટણીનો પ્રચાર પડઘમ? : જાણો ‘સાઇલન્સ પિરિયડ’થી લઈને ડોર-ટુ-ડોર પ્રચાર સુધી તમામ નિયમો
યુવા પેઢી માટે પ્રેરણાદાયી સંદેશ
સવિતાબા યુવા પેઢીને સ્પષ્ટ સંદેશ આપે છે કે મતદાન એ દરેક નાગરિકની જવાબદારી છે. તેઓ કહે છે કે લોકશાહી મજબૂત ત્યારે જ બને જ્યારે દરેક વ્યક્તિ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે. જો હું આ ઉંમરે મતદાન કરવા જઈ શકું છું, તો યુવાનો માટે તો આ બહુ સહેલું છે.તેમના આ સંદેશનો વ્યાપ માત્ર વડોદરા સુધી સીમિત નથી પરંતુ સમગ્ર રાજ્ય અને દેશ માટે મહત્વપૂર્ણ છે. આજના સમયમાં જ્યારે મતદાન ટકાવારી અંગે ચિંતાઓ વ્યક્ત થાય છે ત્યારે સવિતાબા જેવા નાગરિકો લોકશાહીની મજબૂતી માટે આશાનું પ્રતિક બની રહે છે.
સવિતાબાનું જીવન બતાવે છે કે લોકશાહી માત્ર એક પ્રણાલી નથી પરંતુ તે લોકોની સક્રિય ભાગીદારીથી જીવંત રહે છે. તેમની જેમના નાગરિકો દેશના લોકશાહી મૂલ્યોને જાળવી રાખવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. 104 વર્ષની ઉંમરે પણ તેમની અંદરનો ઉત્સાહ, જવાબદારીની ભાવના અને દેશપ્રેમ એ સાબિત કરે છે કે સાચી નાગરિકતા ઉંમરથી પરે હોય છે. વડોદરા માટે તો તેઓ ગૌરવનું પ્રતિક છે જ પરંતુ સમગ્ર દેશ માટે તેઓ લોકશાહીના જીવંત દીવા સમાન છે.
Waghodia Election News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જંગમાં વાઘોડિયા નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે. ભાજપના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી જાહેર સભામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લા પ્રભારી ડૉ. ઋત્વિજ પટેલે વિરોધીઓ અને બળવાખોરો પર શાબ્દિક પ્રહારો કરતા ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વેપારીઓને તેમની દુકાનો તૂટવાની ઘટના યાદ અપાવીને જે પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો છે, તેનાથી સમગ્ર પંથકમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રચારના અંતિમ કલાકોમાં ભાજપના આક્રમક વલણે વિપક્ષોને પણ ચોંકાવી દીધા છે.
વેપારીઓને દુકાનો તોડી પાડવાની આડકતરી ધમકી
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સભામાં વેપારીઓને સંબોધતા અત્યંત આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "કમળ સિવાય કોઈને મત આપવાનું કહે તો મને જાણ કરજો. જો ભાજપ સિવાયની કોઈ વાત કરશે તો તેને સીધો કરી નાખીશું." એટલું જ નહીં, તેમણે પેનલ તોડીને અપક્ષ કે અન્ય રીતે જીતનાર ઉમેદવારોને પણ ચેતવણી આપતા કહ્યું કે, જો કોઈ પેનલ તોડીને જીતશે તો પણ તેને 'ઘરભેગો' કરી દેવામાં આવશે.
અમને ના છણછેડતાં બાકી તમને ખબર છે ધર્મેન્દ્ર સિંહ કોણ છે.  વધુમાં તેમણે કહ્યું કે, "વેપારીઓ ભૂલે નહીં કે જ્યારે તમારી દુકાનો તૂટવાની હતી અને મામલતદારે નોટિસ આપી દીધી હતી, ત્યારે મેં જ તેમને રોક્યા હતા. તમારી દુકાનો તૂટવા નથી દીધી એ યાદ રાખજો." આ નિવેદનને વેપારીઓ પર દબાણ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, "અમને છણછેડતા નહીં, બાકી તમને ખબર છે કે ધર્મેન્દ્રસિંહ કોણ છે."
ડૉ. ઋત્વિજ પટેલના પ્રહારો: "ગદ્દારોનો હિસાબ થશે"
ભાજપના જિલ્લા પ્રભારી ડૉ. ઋત્વિજ પટેલે પણ સૂર પૂરાવતા વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા. તેમણે વાઘોડિયામાં કોંગ્રેસના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે હવે અહીં કોઈ કોંગ્રેસી બચ્યા જ નથી. પક્ષની અંદર રહીને વિરોધ કરનારાઓને તેમણે 'વિભીષણ' ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, ૨૮ તારીખે મતદાન પૂરું થયા બાદ તમામ 'ગદ્દારો'નો પદ્ધતિસરનો હિસાબ કરવામાં આવશે. ભાજપ સામે ઉમેદવાર ઉભા રાખનાર કે મદદ કરનાર સામે શિસ્તભંગના કડક પગલાં લેવાની તેમણે જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી : આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થશે, રવિવારે 10,000થી વધુ બેઠકો પર મતદાન
લોકશાહી કે ડરનું શાસન?
ચૂંટણી સભામાં ભાજપના નેતાઓના આવા નિવેદનો બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. એક તરફ ભાજપ આને પક્ષની શિસ્તનો પાઠ ગણાવી રહ્યું છે, તો બીજી તરફ સામાન્ય જનતામાં આ પ્રકારની 'ધમકીભરી' ભાષાને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. શું મતદારો આ ડરના માહોલમાં મતદાન કરશે કે પછી બેલેટ બોક્સમાં આનો વળતો જવાબ આપશે, તે તો ૨૬ એપ્રિલે જ ખબર પડશે.
Vadodara News: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે વોર્ડ નંબર 16 ના કોંગ્રેસના ઉમેદવારોની ‘વિજય સંકલ્પ રેલી’ એ સમગ્ર શહેરમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. આ રેલીનું મુખ્ય આકર્ષણ સતત 10મી વખત ચૂંટણી લડી રહેલા દિગ્ગજ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) અને ભાજપના પૂર્વ 'દબંગ' ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની હાજરી રહી હતી. પોતાના ભાઈ માટે પ્રચારમાં ઉતરેલા મધુ શ્રીવાસ્તવે મક્કમ દાવો કર્યો છે કે, "આ વખતે વડોદરામાં કોંગ્રેસનું બોર્ડ બનશે."
લોકસેલાબ વચ્ચે શક્તિપ્રદર્શન
વોર્ડ નંબર 16 ના કોંગ્રેસના પેનલ ઉમેદવારો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ગોપાલ રબારી, અલ્કાબેન પટેલ અને ચાંદનીબેન સોનવણે દ્વારા આયોજિત આ રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. આ રેલી માત્ર પ્રચાર નહીં, પરંતુ એક શક્તિપ્રદર્શન સમાન સાબિત થઈ હતી. ઠેર-ઠેર ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને વાતાવરણ કોંગ્રેસના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
આ પણ વાંચો: પાટીદારોના ગઢમાં ભૂપેન્દ્ર 'દાદા' નો મેગા શો : વરાછા વિસ્તારમાં CM ભૂપેન્દ્ર પટેલનો જોરશોરથી પ્રચાર
સતત 10મી વખત વિજયનો વિશ્વાસ
રેલી દરમિયાન મીડિયા સાથે વાત કરતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "હું સતત 10મી વખત કોર્પોરેટરની ચૂંટણી લડી રહ્યો છું. આ કોઈ મારો વ્યક્તિગત મોહ નથી, પરંતુ વડોદરાની જનતાનો મારા પ્રત્યેનો અતૂટ પ્રેમ અને વિશ્વાસ છે. લોકો જે રીતે મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા છે, તે સાબિત કરે છે કે પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે. મને ખાતરી છે કે જનતા મને ફરી એકવાર તેમની સેવા કરવાની તક આપશે."
મધુ શ્રીવાસ્તવનું ચોંકાવનારું નિવેદન
આ રેલીમાં સૌથી વધુ ચર્ચા ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની રહી હતી. પોતાના ભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાનમાં ઉતરેલા મધુ શ્રીવાસ્તવે ભાજપના ગઢ ગણાતા વડોદરામાં મોટું નિવેદન આપતા કહ્યું કે, "હું 6 વાર ધારાસભ્ય રહી ચુક્યો છું. આ વખતે રાજકીય સમીકરણો બદલાયા છે. વડોદરામાં ભ્રષ્ટાચાર અને અન્યાય સામે લોકોમાં રોષ છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન આવશે. અમારો પ્રયાસ કોંગ્રેસના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાનો છે."
આ પણ વાંચો: તમે કેટલા..માં...વેચાયા એ કો...! : શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને અગ્રણીની ઘેરાબંધી!
રાજકીય ગણિતમાં ગરમાવો
વોર્ડ નંબર 16 ની આ રેલીએ વિરોધી પક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે. ખાસ કરીને મધુ શ્રીવાસ્તવ જેવી 'દબંગ' છબી ધરાવતી વ્યક્તિ જ્યારે કોંગ્રેસના પક્ષે પ્રચાર કરે છે, ત્યારે તેનાથી ભાજપના પરંપરાગત મતોમાં ગાબડું પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હવે જોવાનું એ રહેશે કે આ જંગી જનમેદની મતદાનના દિવસે કેટલા મતોમાં પરિવર્તિત થાય છે, પરંતુ હાલ પૂરતું તો વડોદરાનું રાજકારણ 'શ્રીવાસ્તવ બંધુઓ' ના કારણે કેન્દ્રસ્થાને આવી ગયું છે.
વડોદરા શહેરમાં યોજાનારી ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પ્રવેશી ગઈ છે અને મતદાન પહેલાંના છેલ્લાં કલાકોમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. આજે સાંજે 6 વાગ્યે પ્રચારનો સત્તાવાર અંત આવનાર હોય, તમામ રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ મતદારોને આકર્ષવા માટે પોતાની પૂરી શક્તિ ઝોકી દીધી છે. ગલી-મોહલ્લાથી લઈને મુખ્ય માર્ગો સુધી પ્રચારનો ગાજતો માહોલ જોવા મળી રહ્યો છે, જે હવે થોડા જ કલાકોમાં શાંત થવાનો છે. છેલ્લા દિવસોમાં પ્રચારના સ્વરૂપમાં પણ નોંધપાત્ર બદલાવ આવ્યો છે. મોટા રોડ-શો અને જાહેર સભાઓ સાથે સાથે વ્યક્તિગત સંપર્ક પર વધુ ભાર મૂકાયો છે. ઉમેદવારો અને કાર્યકર્તાઓ મતદારો સુધી સીધો સંપર્ક સાધીને વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે આ અંતિમ સમયગાળો ચૂંટણી પરિણામો પર અસરકારક માનવામાં આવે છે.
ગરમી વચ્ચે પ્રચારની બદલાયેલી રણનીતિ
આ વર્ષે વધતી ગરમી પ્રચાર માટે એક મોટો પડકાર બની હતી. બપોરના સમયમાં રસ્તાઓ સૂમસામ રહેતા હોવાથી ઉમેદવારોએ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. વહેલી સવાર અને મોડી સાંજનો સમય હવે પ્રચાર માટે સૌથી અસરકારક ગણાઈ રહ્યો છે. ઉમેદવારો ડોર-ટુ-ડોર અભિયાન, નાની સભાઓ અને વિસ્તાર આધારિત સંપર્ક કાર્યક્રમો પર વધુ ધ્યાન આપી રહ્યા છે. ગરમીને ધ્યાનમાં રાખીને ઠંડા પાણી, છાંયો અને આરામની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે, છતાં કાર્યકર્તાઓમાં થાક અને તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ગરમી અને રાજકીય ઉત્સાહનો આ મિશ્રણ એક અનોખું દૃશ્ય સર્જે છે, જ્યાં એક તરફ તાપમાન વધી રહ્યું છે તો બીજી તરફ ચૂંટણીનો ઉન્માદ પણ ચરમસીમાએ પહોંચ્યો છે.
આ પણ વાંચો: પાટીદારોના ગઢમાં ભૂપેન્દ્ર 'દાદા' નો મેગા શો : વરાછા વિસ્તારમાં CM ભૂપેન્દ્ર પટેલનો જોરશોરથી પ્રચાર
પ્રચાર બાદ ‘છૂપો ખેલ’ શરૂ
આજે સાંજે 6 વાગ્યા પછી લાઉડસ્પીકર અને જાહેર સભાઓ પર પ્રતિબંધ લાગતા જ ચૂંટણીનો સ્વરૂપ બદલાઈ જશે. સત્તાવાર પ્રચાર પૂરો થયા બાદ ઉમેદવારો વ્યક્તિગત સંપર્ક, વિશ્વાસપાત્ર નેટવર્ક અને ‘છૂપા પ્રચાર’ પર વધુ ભાર મૂકશે. સોસાયટીઓ, મહોલ્લાઓ અને સમુદાય આધારિત ગ્રુપ મીટિંગો દ્વારા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. આ મીટિંગોમાં સ્થાનિક મુદ્દાઓ, વ્યક્તિગત સંબંધો અને મતદાનના દિવસે હાજરી સુનિશ્ચિત કરવાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત થશે. આ તબક્કો ચૂંટણીમાં ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે અહીં મતદારો સાથે સીધો સંવાદ અને અંતિમ મનાવટ કરવામાં આવે છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરથી PM મોદીનો હુંકાર : 4 મેના રોજ વિજયની થશે ઉજવણી, મીઠાઈ અને ઝાલમુરી વહેંચાશે
ડિજિટલ મોરચે થશે જંગ
આધુનિક સમયમાં સોશિયલ મીડિયા ચૂંટણી પ્રચારનું મુખ્ય સાધન બની ગયું છે. વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર સતત મેસેજ, વીડિયો અને કેમ્પેઈન સામગ્રી શેર થઈ રહી છે. ઉમેદવારો હવે ડિજિટલ માધ્યમો દ્વારા વધુને વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને યુવા વર્ગને ધ્યાનમાં રાખીને. જોકે, આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા કડક મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આઈટી સેલ અને મોનિટરિંગ ટીમો સતત નજર રાખી રહી છે કે કોઈ પણ પ્રકારનો ભ્રામક, ઉશ્કેરણીજનક અથવા નિયમો વિરુદ્ધ પ્રચાર ન થાય. નિયમોના ભંગ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે, જે પ્રચારને વધુ જવાબદાર બનાવે છે.
આ પણ વાંચો: "પાટીદાર અને ભાજપનો નાડી-નાભિનો સંબંધ, વરાછાને કલંક ન લાગવો જોઈએ" : વરાછામાં મનસુખ માંડવીયાની ભાવુક અપીલ
મતદાન પહેલાંનો તણાવ અને અપેક્ષા
હવે જ્યારે પ્રચારના ગણતરીના કલાકો બાકી છે, ત્યારે શહેરમાં રાજકીય તણાવ અને ઉત્સુકતા બંને જોવા મળી રહી છે. ઉમેદવારો માટે આ સમયગાળો અત્યંત નિર્ણાયક છે, કારણ કે અહીં લેવામાં આવેલા દરેક પગલાંનો સીધો અસર મતદાન પર પડી શકે છે.
રવિવારે મતદાન યોજાનાર છે, જેમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આગામી પાંચ વર્ષ માટેના સ્થાનિક શાસનની દિશા નક્કી કરશે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ જશે અને પરિણામો સાથે રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે. આ સમગ્ર પ્રક્રિયા માત્ર ચૂંટણી જ નહીં, પરંતુ લોકશાહીનો એક મહત્વપૂર્ણ ઉત્સવ છે, જેમાં દરેક મતદારોની ભૂમિકા નિર્ણાયક બની રહે છે.
Vadodara News: ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વડોદરા કોંગ્રેસમાં આંતરિક વિખવાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ટિકિટ વહેંચણીમાં પક્ષના જૂના અને વફાદાર કાર્યકરોની અવગણના થઈ હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે. આ વિવાદ એટલો વકર્યો છે કે શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને પ્રદેશના અગ્રણીઓને જાહેરમાં કાર્યકરો અને મુસ્લિમ સમાજના રોષનો ભોગ બનવું પડ્યું છે.
વચ્ચે રસ્તે ગાડી અટકાવી, પૂછ્યા તીખા સવાલો
ગઈકાલે રાત્રે વડોદરાના રસ્તાઓ પર હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીની ગાડી અટકાવી દીધી હતી. ઉશ્કેરાયેલા કાર્યકરોએ સીધો આક્ષેપ કર્યો હતો કે, "વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વફાદાર રહેલા મુસ્લિમ સમાજની અવગણના કરવામાં આવી છે." સૌથી વધુ ચોંકાવનારી બાબત એ હતી કે રસ્તા પર ઉભેલા યુવાનોએ શહેર પ્રમુખને મોઢામોઢ સવાલ પૂછ્યો હતો કે તમે કેટલામાં વેચાયા એ તો કહો? પૈસા લઈને ટિકિટોનો સોદો કરવામાં આવ્યો છે!"
ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
કાર્યકરોનો આક્રોશ માત્ર ટિકિટ ન મળવા બાબતે જ નહીં, પણ જે રીતે ટિકિટોની વહેંચણી થઈ છે તેની સામે છે. વિરોધ કરી રહેલા લોકોએ આક્ષેપ કર્યો છે કે પક્ષ માટે લોહી-પરસેવો પાડનારા કાર્યકરોને સાઈડલાઈન કરાયા છે. ચોક્કસ વોર્ડમાં ટિકિટો વેચાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી.
"હવે કોંગ્રેસ નહીં ચાલે"-આક્રમક ચેતવણી
વિરોધ પ્રદર્શન દરમિયાન યુવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો આ અન્યાય દૂર કરવામાં નહીં આવે, તો આવનારી ચૂંટણીમાં કોંગ્રેસે ગંભીર પરિણામો ભોગવવા પડશે. કાર્યકરોએ નારા લગાવ્યા હતા કે "હવે અમુક વોર્ડમાં કોંગ્રેસ નહીં ચાલે", જે પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે.
શરમજનક સ્થિતિમાં મુકાયું નેતૃત્વ
જાહેરમાં થયેલા આ ઘેરાબંધી અને ગંભીર આક્ષેપોને કારણે ઋત્વિજ જોશી અને અન્ય નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. એકતરફ ભાજપ સામે લડવાની તૈયારી કરવાની છે, ત્યારે બીજી તરફ ઘરના જ લોકો બળવો કરી રહ્યા છે, જે વડોદરા કોંગ્રેસની નબળી પડતી પકડ તરફ ઈશારો કરે છે.
વડોદરામાં કોંગ્રેસની આ આંતરકલહ ચૂંટણીના પરિણામો પર કેવી અસર પાડશે તે તો સમય જ બતાવશે, પરંતુ હાલમાં તો પક્ષના શિસ્તના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે.
Vadodara News: વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આજે વડોદરા ઓપ્ટિકલ એસોસિએશનના નેજા હેઠળ હિન્દુ અને મુસ્લિમ વેપારીઓએ એકજૂટ થઈ લેન્સકાર્ટ કંપની વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કંપની દ્વારા ધાર્મિક લાગણી દુભાવતા અને સાંપ્રદાયિક અખંડિતતા જોખમાવતા કથિત અભિયાન સામે વેપારીઓએ પ્લેકાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
શું છે સમગ્ર વિવાદ?
તાજેતરમાં સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમોમાં એવા અહેવાલો વહેતા થયા છે કે નામચીન કંપની લેન્સકાર્ટ દ્વારા તેના કર્મચારીઓ માટે એક વિવાદાસ્પદ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ આક્ષેપ મુજબ, કંપનીમાં તિલક, સિંદૂર અને કલાવા જેવા હિન્દુ ધાર્મિક પ્રતીકો ધારણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બાબતને વેપારીઓએ બિનસાંપ્રદાયિક ભારતની છબી ખરડવાનો અને હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પંચાયતી રાજને નવી દિશા આપવાનું કોંગ્રેસનું વિઝન જાહેર : અમિત ચાવડાના મોટા વચનો
રાવપુરામાં ગુંજ્યા વિરોધના સૂરો
શહેરના રાવપુરા સ્થિત સનરાઈઝ કોમ્પ્લેક્સ પાસે મોટી સંખ્યામાં ઓપ્ટિકલ વેપારીઓ એકત્ર થયા હતા. હાથમાં પ્લેકાર્ડ લઈને વેપારીઓએ લેન્સકાર્ટની નીતિઓનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. આ વિરોધમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના વેપારીઓએ સાથે મળીને સંદેશ આપ્યો હતો કે તેઓ કોઈ પણ ભોગે ધાર્મિક ભાગલા પડવા દેશે નહીં. લેન્સકાર્ટ બોયકોટ" અને ધાર્મિક સ્વતંત્રતાના રક્ષણ માટેના સૂત્રોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
એસોસિએશનની માંગ અને ભવિષ્યની રણનીતિ
વડોદરા ઓપ્ટિકલ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કૃત્યો દેશની શાંતિ અને ભાઈચારાને નુકસાન પહોંચાડે છે. જ્યાં સુધી સરકાર આ મામલે સ્પષ્ટતા નહીં કરે અથવા કંપની વિરુદ્ધ કડક પગલાં લેવા અંગે કોઈ પરિપત્ર જાહેર નહીં કરે, ત્યાં સુધી અમારું આ 'બોયકોટ અભિયાન' ચાલુ રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં રાજનીતિનું સ્તર કથળ્યું? : હર્ષ સંઘવીના 'ચૌદશ'વાળા નિવેદન પર અમિત ચાવડાનો પલટવાર
આગામી દિવસોમાં એસોસિએશન દ્વારા વધુ આક્રમક કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓના માહોલમાં આ મુદ્દો રાજકીય ગરમાવો પકડે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. વેપારીઓએ સામૂહિક અવાજે વિનંતી કરી છે કે આવી ધાર્મિક વૈમનસ્ય ફેલાવતી સંસ્થાઓ વિરુદ્ધ તંત્ર દ્વારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે અને નેતાઓ વચ્ચે શબ્દીક યુદ્ધ તેજ બન્યું છે. વોર્ડ નં. 16માં યોજાયેલી એક ચૂંટણી સભામાં વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ આક્રમક અંદાજમાં પોતાના વિરોધીઓ અને કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના નિવેદનોએ ચૂંટણીના માહોલમાં નવી ચર્ચા જગાવી છે. સાંસદે પોતાના સંબોધનમાં સીધો આક્ષેપ કરતા કહ્યું હતું કે મનપાના કેટલાક અધિકારીઓ ‘સેટિંગબાજ’ બની ગયા છે અને તેઓ રૂપિયા લઈને પાણીના વાલ્વ બંધ કરી દે છે. ત્યારબાદ વિપક્ષી કાઉન્સિલરો આવે અને વાલ્વ ચાલું કરી દેવાય છે. ચૂંટણી સમયે આવું કરી પોતાને ‘સમસ્યા હલ કરનાર’ તરીકે રજૂ કરે છે વિપક્ષી કાઉન્સિલરો.
પાણી મુદ્દે રાજકારણ
હેમાંગ જોશીએ કહ્યું કે શહેરમાં પાણી પુરવઠો એક મહત્વનો મુદ્દો છે પરંતુ તેને રાજકીય ફાયદા માટે વાપરવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, કેટલાક અધિકારીઓ અને વિપક્ષી નેતાઓ વચ્ચે સાંઠગાંઠ થઈ રહી છે. જેમાં પહેલાં પાણીનો પુરવઠો અટકાવવામાં આવે છે અને પછી ‘હસ્તક્ષેપ’ બતાવીને સમસ્યા હલ થતી હોવાનું દર્શાવવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો કે “અધિકારીઓ વાલ્વ બંધ કરી દે અને કાઉન્સિલર પ્રગટ થાય એટલે પાણી આવી જાય” જે દર્શાવે છે કે સમગ્ર પ્રક્રિયા પૂર્વનિયોજિત હોઈ શકે છે. આ પ્રકારના કૃત્યોને તેઓએ ‘પ્રોપેગેન્ડા’ ગણાવીને તાત્કાલિક બંધ કરવાની માંગણી કરી.
આ પણ વાંચો: "પાકિસ્તાનનો યુવક ભટકે તો આતંકવાદી બને અને ભારતનો કોંગ્રેસી" : વાવ-થરાદમાં ભાજપ પ્રમુખના કોંગ્રેસ પર પ્રહાર
અધિકારીઓને આપી ચેતવણી
સાંસદે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ અધિકારી આવા ગેરકાયદેસર કૃત્યોમાં સંડોવાયેલો હશે તો તેની સામે કડક કાર્યવાહી થશે. “અધિકારીઓ આવા કૃત્યો કરશો તો તમારો પણ હિસાબ થશે,” આ મુદ્દે કોઈ સંવેદનશીલતા રાખવામાં નહીં આવે.  આ સાથે તેમણે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પર પણ સીધું નિશાન સાધતા કહ્યું, વિપક્ષી કાઉન્સિલરો અધિકારીઓ સાથે રૂપિયાનું સેટિંગ કરીને કૃત્રિમ પ્રશ્નો ઉભા કરે છે, જેથી ચૂંટણીમાં રાજકીય લાભ મળી શકે. આ આરોપો અંગે વિપક્ષ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી.
આ પણ વાંચો: મતદાનના દિવસે ગુજરાતમાં કેવું રહેશે તાપમાન? : જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
ચૂંટણીનાં માહોલમાં મતદારો પર અસર
વડોદરા મનપાની ચૂંટણીમાં પાણી, રોડ, સફાઈ અને નગરસેવા જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને છે. પરંતુ આ પ્રકારના આક્ષેપો અને પ્રતિઆક્ષેપો ચૂંટણીના માહોલને વધુ રાજકીય અને વિવાદાસ્પદ બનાવી રહ્યાં છે. મતદારો માટે હવે પ્રશ્ન એ છે કે કયા આક્ષેપોમાં તથ્ય છે અને કયા માત્ર રાજકીય વ્યૂહરચનાનો ભાગ છે.
હાલમાં આ સમગ્ર મુદ્દો આરોપ અને પ્રતિઆરોપ વચ્ચે જ અટવાયેલો છે. જો આક્ષેપોમાં કોઈ તથ્ય હશે તો તેની તપાસ જરૂરી બની શકે છે. બીજી તરફ, જો આ રાજકીય પ્રચારનો ભાગ છે તો ચૂંટણી બાદ તેની અસર ઓછી થઈ શકે છે. ચૂંટણી નજીક આવતા આવા નિવેદનો વધુ તેજ બનવાની શક્યતા છે. તંત્ર માટે પડકાર એ રહેશે કે તે શાંતિપૂર્ણ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરે.
સંસ્કારી નગરી વડોદરા હવે પરંપરા અને આધુનિકતાના સંગમ સાથે એક નવા પરિવહન યુગમાં પ્રવેશ કરવા જઈ રહી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી ‘PM E-bus Sewa’ યોજના હેઠળ શહેરના જાહેર પરિવહનને આધુનિક અને પર્યાવરણમિત્ર બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનાના અમલીકરણ બાદ ટૂંક સમયમાં વડોદરાના રસ્તાઓ પર જૂની CNG બસોની જગ્યાએ અત્યાધુનિક ઈલેક્ટ્રિક બસો દોડતી જોવા મળશે. શહેરમાં કુલ 250 ઇલેક્ટ્રિક બસને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 42 બસ સેવા માટે ઉતારવામાં આવશે.
પ્રદૂષણથી મળશે મુક્તિ
વડોદરા શહેરમાં વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઈલેક્ટ્રિક બસો ‘ઝીરો એમિશન’ ટેકનોલોજી પર આધારિત હોવાથી તેમાંથી કોઈ પણ પ્રકારનો ધુમાડો બહાર નથી નીકળતો. આ ઉપરાંત, આ બસો પરંપરાગત ડીઝલ અથવા CNG બસોની તુલનામાં ખૂબ જ ફાયદા કારક છે. ઈલેક્ટ્રિક બસથી અવાજ અને વાયુનું પ્રદૂષણ ઘટશે. મુસાફરોને આ બસોમાં વધુ આરામદાયક અને ઘોંઘાટમુક્ત મુસાફરીનો અનુભવ મળશે.
આ પણ વાંચો: અમદાવાદ માટે ભાજપનું ભવ્ય સંકલ્પ પત્ર : રિવરફ્રન્ટનાં વિસ્તરણથી લઈને 3000 ઈલેક્ટ્રિક બસનાં આપ્યા વચનો
ઈ-બસ આધુનિક સુવિધાઓથી છે સજ્જ
નવી ઈલેક્ટ્રિક બસોમાં મુસાફરોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. તમામ બસો એર-કન્ડિશન્ડ હશે જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ મુસાફરોને આરામદાયક અનુભવ મળશે. ડિજિટલ ટિકિટિંગ સિસ્ટમથી કેશલેસ પેમેન્ટ અને ઓનલાઈન પાસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે જે મુસાફરીને વધુ સરળ બનાવશે. સુરક્ષા માટે દરેક બસમાં હાઈ-ડેફિનેશન CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી મુસાફરો અને ખાસ કરીને મહિલાઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઉભું થશે.
દિવ્યાંગજનો માટે સુલભતા
આ ઈ-બસોની એક વિશેષતા એ છે કે તેમાં દિવ્યાંગજનોને ધ્યાનમાં રાખીને ખાસ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક બસમાં વ્હીલચેર રેમ્પની વ્યવસ્થા હશે જેથી દિવ્યાંગ વ્યક્તિઓ કોઈની મદદ વગર સ્વતંત્ર રીતે મુસાફરી કરી શકશે. બસમાં તેમના માટે અનામત બેઠકો રાખવામાં આવી છે.
આ પણ વાંચો: Maruti e Vitara vs MG Windsor EV : મારુતિની પહેલી ઈલેક્ટ્રિક કાર કે MGની બેસ્ટ સેલર? જાણો કઈ EV છે તમારા માટે બેસ્ટ
ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ઈલેક્ટ્રિક બસોના સંચાલન માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હોય છે અને વડોદરા તેમાં પણ આગળ વધી રહ્યું છે. વડોદરાના ગોત્રી અને સયાજીગંજ વિસ્તાર ખાતે હાઈ-ટેક ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને સયાજીગંજ રેલવે સ્ટેશન સામેનું જુનું સિટી બસ સ્ટેન્ડ હવે આધુનિક ‘ઈલેક્ટ્રિક ચાર્જિંગ હબ’માં પરિવર્તિત થઈ રહ્યું છે. આ સ્થળ શહેરની નવી ટેકનોલોજીકલ ઓળખ તરીકે ઉભરી શકે છે અને અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ પગલું  સમગ્ર જીવનમાણદંડને સુધારવા તરફનું એક મોટું પગલું છે. પ્રદૂષણમાં ઘટાડો, આરામદાયક મુસાફરી અને આધુનિક સુવિધાઓથી શહેર પહેલાં કરતા પણ સુવ્યવસ્થિતબનશે. જો આ પ્રોજેક્ટ સફળ રહે તો તે ગુજરાતના અન્ય શહેરો માટે પણ મોડેલ બની શકે છે. આવનારા સમયમાં ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધતા આવા પ્રયાસો શહેરોના ટકાઉ વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.
Padra Accident News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં બેફામ દોડતા ભારે વાહનો વધુ એક નિર્દોષનો જીવ લીધો છે. પાદરા-જંબુસર હાઈવે પર આવેલી વ્યસ્ત ફૂલબાગ ચોકડી પાસે આજે સવારે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે બાઈક સવારને અડફેટે લેતા હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર આધેડ ડમ્પરના તોતિંગ ટાયર નીચે આવી ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ, રણુ ગામના રહીશ દિલીપભાઈ પટેલ પોતાની મોટરસાયકલ લઈને ફૂલબાગ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને દિલીપભાઈની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ દિલીપભાઈ રસ્તા પર પટકાયા હતા અને ડમ્પરનું ટાયર તેમના પર ફરી વળ્યું હતું. ગંભીર ઈજાઓના કારણે તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.
આ પણ વાંચો: ચૂંટણી ટાણે વારસિયામાં રાજકીય સંગ્રામ : વારસિયામાં ભાજપ ઉમેદવારના પિતા અને કોંગ્રેસની મહિલાઓ વચ્ચે જામી, પત્રિકા વિતરણ મુદ્દે હોબાળો
ભારે વાહનોના ત્રાસથી લોકરોષ ફાટી નીકળ્યો
અકસ્માતની ઘટના બાદ પાદરા-જંબુસર હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે હાઈવે પર ભારે વાહનોના ચાલકો નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને બેફામ ગતિએ વાહનો હંકારી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા ગતિ મર્યાદા કે ભારે વાહનોના નિયમન અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના પરિણામે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડે છે. રોષે ભરાયેલા લોકોએ અકસ્માત સર્જનાર ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
પોલીસ કાફલો ઘટનાસ્થળે, ટ્રાફિક ક્લિયર કરાવાયો
ઘટનાની ગંભીરતાને જોતા પાદરા પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ફૂલબાગ ચોકડી પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતને કારણે હાઈવે પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેને પોલીસે ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનો ખસેડીને પૂર્વવત કરી હતી. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવાની તજવીજ શરૂ કરી છે.
Vadodara Election 2026: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓનો જંગ જામ્યો છે ત્યારે વડોદરાના રાજકીય મેદાનમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ ધોબી તળાવ પાસેના સુપ્રસિદ્ધ પ્રેમ પ્રકાશ મંદિર ખાતે ભાજપના ઉમેદવારના પિતા અને કોંગ્રેસની મહિલા કાર્યકરો વચ્ચે મોટો વિવાદ સર્જાયો હતો. પ્રચાર પત્રિકાના વિતરણ જેવી સામાન્ય બાબતથી શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય તણાવની સ્થિતિ પેદા થઈ હતી.
ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં વોર્ડ નંબર 6 માં પક્ષો વચ્ચેની ખેંચતાણ હવે રસ્તા પર આવી ગઈ છે. આ ઘટનાને પગલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં વારસિયામાં ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાના નશામાં ભાજપના નેતાના પિતા મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે. બીજી તરફ, ભાજપ દ્વારા પણ આ મામલે વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રેમ પ્રકાશ મંદિર પાસે પત્રિકા વિતરણ મુદ્દે ભડકો
મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર 6 ના ભાજપના ઉમેદવાર પવન હેમનાનીના પિતા પરસોત્તમ હેમનાની અને કોંગ્રેસની મહિલા કાર્યકરો વચ્ચે પ્રેમ પ્રકાશ મંદિરના દ્વાર પાસે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસની મહિલા કાર્યકરો ઘરે-ઘરે જઈને પોતાની પાર્ટીની પ્રચાર પત્રિકાઓનું વિતરણ કરી રહી હતી. આ દરમિયાન પરસોત્તમ હેમનાનીએ ત્યાં પહોંચીને પત્રિકા વિતરણનો સખત વિરોધ કર્યો હતો. દલીલો એટલી હદે વધી ગઈ હતી કે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: વડોદરા સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ગંભીર બેદરકારી : બીમાર વિદ્યાર્થિનીને એક્સપાયરી ડેટના ગ્લુકોઝના બાટલા ચડાવતા હોબાળો, ડૉક્ટર અને નર્સ સસ્પેન્ડ
મહિલાઓને મંદિરની બહાર કાઢ્યાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ
કોંગ્રેસ પક્ષ દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પરસોત્તમ હેમનાનીએ માત્ર પ્રચારનો વિરોધ જ નથી કર્યો, પરંતુ મહિલા કાર્યકરો સાથે ઉદ્ધત વર્તન કરી તેમને બળજબરીપૂર્વક મંદિરના પરિસરની બહાર કાઢી મૂક્યા હતા. આ ઘટનાને પગલે કોંગ્રેસની મહિલા કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. "મહિલાઓનું અપમાન સહન કરવામાં આવશે નહીં" તેવા સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. આ મામલો બિચકતા આસપાસના રહીશો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
વારસિયામાં પોલીસ બંદોબસ્ત અને રાજકીય માહોલ
ચૂંટણીના આરે જ વારસિયા જેવા સંવેદનશીલ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી જતાં સ્થાનિક પોલીસ પણ સતર્ક બની છે. આ ઘટનાને પગલે વોર્ડ નંબર 6 ના રાજકીય સમીકરણોમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે આ ઘટનાને લોકશાહી વિરોધી ગણાવી છે, જ્યારે ભાજપ છાવણી આને કોંગ્રેસનો પ્રોપેગેન્ડા ગણાવી રહી છે. પ્રચાર દરમિયાન થયેલી આ ખેંચતાણ આગામી મતદાન પર કેવો પ્રભાવ પાડે છે અને આ વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે કે કેમ તે જોવું રહ્યું.
Vadodara News: વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં માનવ જિંદગી સાથે ચેડાં કરતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. શૈક્ષણિક સંકુલમાં આવેલી મેડિકલ સુવિધાના સ્ટાફની બેદરકારીને કારણે એક વિદ્યાર્થિનીનો જીવ જોખમમાં મુકાયો હતો. ફૂડ પોઇઝનિંગના કારણે સારવાર માટે આવેલી વિદ્યાર્થિનીને મેડિકલ સ્ટાફે તારીખ વીતી ગઈ હોય (Expiry Date) તેવા ગ્લુકોઝના બાટલા ચડાવી દીધા હતા. આ ઘટનાની જાણ થતાં જ કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો હતો અને વિદ્યાર્થીઓએ મેડિકલ સ્ટાફ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ મામલે યુનિવર્સિટી વહીવટી તંત્રે ત્વરિત એક્શન લેતા જવાબદાર ડૉક્ટર પ્રશીલ શાહ અને નર્સ શ્વેતા ઝાલાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. મેનેજમેન્ટે આ ઘટનાની તપાસ માટે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે, જે રિપોર્ટ સોંપશે. આ ઘટનાએ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હાલમાં વિદ્યાર્થિનીની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે, પરંતુ આ બેદરકારીને કારણે વાલીઓમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ છે.
કેવી રીતે સામે આવી આ ગંભીર બેદરકારી?
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને અચાનક ફૂડ પોઇઝનિંગ થતા તેને કેમ્પસમાં આવેલી હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. અહીં ફરજ પરના નર્સ દ્વારા તેને ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવ્યા હતા. અડધો બાટલો શરીરમાં ઉતરી ગયા બાદ, વિદ્યાર્થિનીની સાથે રહેલા અન્ય વિદ્યાર્થીઓની નજર અચાનક બોટલ પર છાપેલી એક્સપાયરી ડેટ પર ગઈ હતી. આ જોઈને સૌના હોશ ઉડી ગયા હતા કારણ કે તે દવાની બોટલની વાપરવાની મુદત લાંબા સમય પહેલા જ પૂરી થઈ ચૂકી હતી.
ડૉક્ટરનો બિનજવાબદાર જવાબ: "માત્ર પાણી જ હતું, કંઈ નહીં થાય"
જ્યારે સજાગ વિદ્યાર્થીઓએ આ જીવલેણ ભૂલ અંગે ડૉક્ટર પ્રશીલ શાહને પૂછપરછ કરી, ત્યારે ડૉક્ટરે પોતાની ભૂલ સુધારવાને બદલે અત્યંત ઉદ્ધત વર્તન કર્યું હતું. ડૉક્ટરે એવું કહીને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો કે, "બાટલામાં માત્ર પાણી જ હતું, તેનાથી કંઈ ખાસ નુકસાન ન થાય." એક જવાબદાર તબીબ પાસેથી આવા બિનવ્યાવસાયિક જવાબ સાંભળીને વિદ્યાર્થીઓનો રોષ બેવડાયો હતો. તબીબની આ માનસિકતાએ સંસ્થાના મેડિકલ એથિક્સ પર મોટા સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: સંસ્કારી નગરીમાં નશાના કાળા ધંધાનો પર્દાફાશ : ડમી ગ્રાહક મોકલી નશાકારક સીરપ ઝડપી લેવાઈ
વિદ્યાર્થીઓનો વિરોધ અને તંત્રની કડક કાર્યવાહી
આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને નર્સ શ્વેતા ઝાલા તથા ડૉક્ટર પ્રશીલ શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓની માંગ હતી કે માનવ જિંદગી સાથે રમતા આવા સ્ટાફ સામે કડક પગલાં લેવામાં આવે. યુનિવર્સિટી તંત્રએ મામલાની ગંભીરતા સમજીને તપાસ સમિતિની રચના કરી છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને જવાબદારોને ફરજ મુક્ત (Suspend) કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે યુનિવર્સિટીના મેડિકલ સ્ટોકની પણ તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાં ગેરકાયદેસર દવાઓના વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલા પ્રતાપનગર મેડિકલ સ્ટોરમાં નશાકારક સીરપનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની માહિતીના આધારે SOGએ ટ્રેપ ગોઠવી સ્ટોરના સંચાલકને ઝડપ્યો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન મેડિકલ સ્ટોરમાંથી મોટી સંખ્યામાં નશાકારક સીરપનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દવાઓના સ્રોત તથા સપ્લાય ચેન વિશે માહિતી મેળવવામાં આવી રહી છે.
ડમી ગ્રાહક મોકલી કરાઈ ટ્રેપ
મળતી માહિતી મુજબ વડોદરા શહેર પોલીસની SOGની ટીમે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોર પર ખાસ તપાસ અભિયાન શરૂ કર્યું હતું. ગેરકાયદેસર રીતે નશાકારક દવાઓ વેચાતી હોવાની બાતમીને આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ જ અભિયાન દરમિયાન વાડી વિસ્તારમાં આવેલા પ્રતાપનગર મેડિકલ સ્ટોર પર શંકા વ્યક્ત થતાં પોલીસે ડમી ગ્રાહક મોકલી ટ્રેપ ગોઠવ્યો હતો. ડમી ગ્રાહકે નશાકારક સીરપ ખરીદવાનો પ્રયાસ કરતા જ સ્ટોર સંચાલકે કોઈ માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચવાની તૈયારી બતાવી હતી. આ પછી તરત જ એસઓજી ટીમે સ્થળ પર પહોંચી સ્ટોર સંચાલકને ઝડપી પાડ્યો હતો.
મોટી માત્રામાં નશાકારક સીરપ જપ્ત
પોલીસે મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરી ત્યારે મોટી સંખ્યામાં નશાકારક સીરપ મળી આવી હતી. આ સીરપ સામાન્ય રીતે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવા કાયદેસર નથી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા, જપ્ત કરાયેલી દવાઓનું તેમને પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું. હવે આ નમૂનાઓને લેબોરેટરીમાં મોકલી વધુ તપાસ કરવામાં આવશે.પ્રાથમિક રીતે આ કેસમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ANTF નો દરોડો : નશીલી કફ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
વધતો નશાનો ખતરો
ગુજરાતનાં શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને યુવાનોમાં આવી દવાઓના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આવી સ્થિતિમાં વડોદરા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે જેને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અધિકારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી તપાસ ચાલુ રહેશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગેરકાયદેસર નશાના નેટવર્કને તોડવાનો અને લોકોને સુરક્ષિત રાખવાનો છે.
સપ્લાય ચેન સુધી પહોંચવાનો છે પ્રયાસ
હાલમાં પોલીસે સ્ટોર સંચાલકની પૂછપરછ શરૂ કરી છે અને નશાકારક સીરપ ક્યાંથી અને કેવી રીતે સપ્લાય થતી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે મોટું નેટવર્ક સામે આવી શકે છે. વધુ આરોપીની ધરપકડ થવાની પણ શક્યતા છે. પોલીસનો ફોકસ માત્ર વેચાણ કરનાર પર નહીં પરંતુ સમગ્ર સપ્લાય ચેનને બહાર લાવવાનો છે.
એક તરફ ચૂંટણીને લોકશાહીનો તહેવાર ગણાવી ઉજવણીની વાતો થઈ રહી છે, તો બીજી તરફ વડોદરામાં બેલેટ પેપરથી થતા મતદાનની શરૂઆતમાં જ તંત્રની તૈયારીઓ પર પ્રશ્નચિહ્ન ઉભો થયો છે. ખાસ કરીને ફરજ પરના કર્મચારીઓ માટે યોજાયેલા મતદાનમાં જ પ્રાથમિક સુવિધાઓનો અભાવ સામે આવ્યો છે.
પોસ્ટલ બેલેટથી મતદાન
વડોદરા મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આજે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી. આ વ્યવસ્થા અંતર્ગત વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. સવારથી જ પોલીસ જવાનો, હોમગાર્ડ અને અન્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં મતદાન માટે હાજર રહ્યાં હતા. બપોર સુધીમાં જ 1,000થી વધુ મતદાતાઓએ મતદાન કર્યું હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો: ચૂંટણી પંચનો મોટો બદલાવ! : પોસ્ટલ બેલેટ ખુલ્યા બાદ જ EVM વોટ કાઉન્ટિંગ થશે
મતદાન મથક પર વ્યવસ્થામાં ખામી
જ્યારે મતદાન માટે મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડ્યા, ત્યારે મતદાન મથક પર વ્યવસ્થામાં અનેક ખામીઓ સામે આવી. મથક બહાર લાંબી કતારો લાગી હતી અને મતદાન માટે કર્મચારીઓને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવું પડ્યું હતું. આ પરિસ્થિતિમાં લોકોએ કહ્યું કે તંત્રએ પૂરતી તૈયારી કરી ન હતી.
આકરા તાપમાં વ્યવસ્થાનો અભાવ
વડોદરામાં હાલ તાપમાન ઉંચું જઈ રહ્યું છે અને ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મતદાન મથક પર ઉભેલા કર્મચારીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ ન હતી. આ સાથે મતદારો જે જગ્યાએ લાઈનમાં ઉભા છે ત્યાં તેમને છાંયડો આવે તે પ્રકારની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
ઘણા કર્મચારીઓને ખુલ્લા આકાશ નીચે કાળઝાળ તડકામાં લાંબા સમય સુધી ઊભા રહેવું પડ્યું હતું. શેડ અથવા ટેન્ટ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે પરિસ્થિતિ વધુ કઠિન બની હતી.
આ પણ વાંચો: સુરતમાં ચૂંટણી પ્રચારમાં બબાલ : અડાજણમાં ભાજપ ઉમેદવાર હર્ષ મહેતાનો ઉગ્ર વિરોધ, મહિલાઓ સાથે ધક્કામુક્કી થતા માહોલ ગરમાયો
કર્મચારીઓમાં અસંતોષ
મતદાન માટે આવેલા કેટલાક કર્મચારીઓએ નામ ન આપવાની શરતે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેમન્ કહ્યું કે, અમે ચૂંટણી દરમિયાન દિવસ-રાત ફરજ બજાવી શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવીએ છીએ પરંતુ અમારા માટે જ અહીં કોઈ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી.
આ નિવેદન તંત્રની કામગીરી પર સીધો સવાલ ઊભો કરે છે. ચૂંટણી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં, જ્યાં દરેક સુવિધાનું આયોજન જરૂરી હોય છે ત્યાં આ પ્રકારની બેદરકારી ચિંતાજનક છે. સ્થાનિક સ્તરે પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે કે જો તંત્ર પોતાના કર્મચારીઓ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરી શકતું નથી, તો સામાન્ય મતદાતાઓ માટે કેવી તૈયારી કરવામાં આવશે?
Alpesh Limbachiya : પાલિકા અને પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. નેતાઓ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ આ પ્રક્રિયામાં ઘણીવાર વાણી પરનો સંયમ પણ ખોઈ રહ્યા છે. વડોદરામાં તાજેતરમાં જ ભાજપમાં 'ઘર વાપસી' કરનાર પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લીંબચિયાએ એક વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે.
અશાંતધારાના બહાને વિધર્મીઓ પર નિશાન
છાણી ટીપી-13 વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જનસભાને સંબોધતા અલ્પેશ લીંબચિયાએ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું હતું કે, "તમારા વિસ્તારમાં અશાંતધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને અહીં ઘૂસવા દેવામાં આવશે નહીં. આ ભારતીય જનતા પાર્ટી છે." તેમણે સ્થાનિક વસ્તીના આંકડા ટાંકીને લોકોને ઉશ્કેરતા વધુમાં ઉમેર્યું હતું કે, "મને જાણવા મળ્યું છે કે આટલા મોટા ફ્લેટ્સમાં પણ માત્ર સાત-આઠ ઘર જ વિધર્મીઓના છે. આપણા લોકો આટલી ઓછી સંખ્યાથી ડરતા હોય છે, જ્યારે આપણા 500 ઘર હોય તો પણ આપણે ડરવું જોઈએ નહીં. તેઓ આપણી વચ્ચે છાતી કાઢીને આવે છે. આપણે મજબૂતીથી આ સમાજનો સામનો કરવો જોઈએ અને તેમની સામે લડવું જોઈએ."
કોણ છે અલ્પેશ લીંબચિયા?
અલ્પેશ લીંબચિયા અગાઉ વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 19 માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. જોકે, તેમનો ભૂતકાળ પણ વિવાદોથી ભરેલો રહ્યો છે. પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ વાંધાજનક પત્રિકાઓ વહેંચવાના કેસમાં તેમનું નામ ખુલતા ભાજપે તેમને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ, આગામી ચૂંટણીના સમીકરણો જોતા પક્ષે તાજેતરમાં જ તેમનું સસ્પેન્શન રદ કરી તેમને ફરીથી ભાજપમાં સામેલ કર્યા છે.
રાજકીય અસરો
ચૂંટણી ટાણે જ ધર્મના નામે ધ્રુવીકરણ કરવાનો આ પ્રયાસ ચર્ચાનો વિષય બન્યો છે. અશાંતધારા જેવા કાયદાકીય શસ્ત્રનો ઉપયોગ રાજકીય ભાષણોમાં કરીને મતોનું લણી લેવાની આ રણનીતિ સામે વિરોધ પક્ષો અને બુદ્ધિજીવીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદાસ્પદ નિવેદન બાદ ચૂંટણી પંચ કે ભાજપ હાઈકમાન્ડ આ મામલે કેવા પગલાં ભરે છે.
Vadodara News: ચૂંટણી પ્રચારમાં ગાળાગાળી અને ધક્કામુક્કી, માહોલ ગરમાયો! "મારી વાઈફને AAPમાંથી ટિકિટ મળી તો ભાજપવાળાને બળતરા થઈ". સંસ્કારીનગરી વડોદરામાં બની છે આ ઘટના. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા. માં ભાજપના કાર્યકરો અને સ્થાનિક યુવક વચ્ચે હાથાપાઈની ઘટનાનો વીડિયો હાલ સામે આવ્યો છે. આપમાંથી જેની પત્નીને ટિકિટ મળી તે યુવકે પ્રચારમાં આવેલાં ભાજપના કાર્યકરો અને ઉમેદવારોને વિસ્તારના કામો વિશે સવાલ કરતા આ બાબલ ઉભી થઈ. જોત જોતામાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ ગયો.
માહોલ ગરમાતા ભાજપના ઉમેદવારો પ્રચાર છોડીને ભાગ્યા
વડોદરાના કિશનવાડીમાં પૂર્વ કોર્પોરેટરની હાજરીમાં જ એસ.સી. સેલના પ્રમુખ યોગેશ પરમાર ગુંડાગીરી પર ઉતરી આવ્યા; સ્થાનિકોના રોષને પગલે ઉમેદવારોએ પ્રચાર અધવચ્ચે છોડી ભાગવું પડ્યું. ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે શહેરમાં સત્તાધારી પક્ષના ઉમેદવારોને જનતાના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 5 માં ભાજપના ઉમેદવારોના પ્રચાર દરમિયાન આજે ભારે હોબાળો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. કિશનવાડી વિસ્તારમાં પ્રચાર માટે નીકળેલી ભાજપની ટીમ સામે સ્થાનિક યુવકે પાયાની સુવિધાઓ અંગે સવાલ કરતા મામલો બિચક્યો હતો.
આ પણ વાંચોઃ વડોદરામાં પ્રેમી સાથે મળી ફિલ્મી ઢબે પતિને પતાવવાનો પત્નીનો પ્રયાસ : જાણો કેનાલમાં ફેંકવા છતાં કઈ રીતે બચી ગયો પતિ
સવાલ પૂછનાર યુવક પર ભાજપના હોદ્દેદારનો હુમલો
મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર 5 ના ભાજપના ઉમેદવારો અને પૂર્વ કોર્પોરેટરોની ટીમ કિશનવાડી વિસ્તારમાં મત માંગવા માટે પહોંચી હતી. આ દરમિયાન એક જાગૃત સ્થાનિક યુવકે વિસ્તારના પડતર પ્રશ્નો અને વિકાસના કામો અંગે પૂર્વ કોર્પોરેટરને ધારદાર સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું. લોકશાહી ઢબે રજૂઆત કરી રહેલા યુવકના સવાલોથી ભાજપ એસ.સી. સેલના પ્રમુખ યોગેશ પરમાર એકાએક અકળાઈ ઉઠ્યા હતા.
જાહેરમાં ગુંડાગીરી અને હુમલો
સવાલોનો જવાબ આપવાને બદલે સત્તાના નશામાં ચૂર હોદ્દેદાર યોગેશ પરમાર ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા. તેમણે જાહેરમાં જ રજૂઆત કરનાર યુવક સાથે ગાળાગાળી કરી તેના પર હુમલો કરી દીધો હતો. ભાજપના નેતા દ્વારા સામાન્ય નાગરિક પર કરવામાં આવેલા આ હુમલાને પગલે વાતાવરણ તંગ બની ગયું હતું.
આ પણ વાંચોઃ Second Hand Car ખરીદવાનું વિચારી રહ્યાં છો? : આ 10 વસ્તુઓ ચેક કર્યા વિના ના આપતા પૈસા, નહીં તો થશે લાખોનું નુકસાન
સ્થાનિકોએ ભાજપના નેતાઓને ભગાડ્યા
પોતાના વિસ્તારના યુવક પર થયેલા હુમલાને જોઈને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભાજપના નેતાઓનો ઘેરાવો કર્યો હતો. લોકોએ 'ગુંડાગીરી નહીં ચાલે' ના નારા લગાવી ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોનો ઉગ્ર મિજાજ અને વધતો જતો રોષ જોઈને ભાજપના ઉમેદવારો અને નેતાઓમાં ફાળ પડી હતી. વાત વણસતી જોઈને ઉમેદવારો અને તેમની સાથે આવેલી ટીમ પ્રચાર અધવચ્ચે જ પડતો મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભાજપ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોમાં ચર્ચા છે કે જો પ્રચાર દરમિયાન જ નેતાઓ આટલી ગુંડાગીરી કરતા હોય, તો જીત્યા પછી જનતાની વાત કોણ સાંભળશે? હાલ આ મામલે કિશનવાડીમાં ચકચાર મચી ગઈ છે. ખરેખર આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારોએ તમામ હદો પાર કરી દીધી છે.
Vadodara Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે ત્યારે સંસ્કારી નગરી વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વડોદરાના વોર્ડ નંબર 8 માં ‘બેનર પોલિટિક્સ’ને લઈને કોંગ્રેસ અને ભાજપ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર સ્વેજલ વ્યાસે શાસક પક્ષ ભાજપ પર વહીવટી તંત્રનો દુરુપયોગ કરી વિરોધ પક્ષના પ્રચારને જાણીજોઈને અવરોધવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સ્વેજલ વ્યાસનો દાવો છે કે તંત્ર દ્વારા માત્ર કોંગ્રેસના જ બેનરો અને હોર્ડિંગ્સ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે, જે લોકશાહીની ગરિમાને લજવનારી બાબત છે.
વોર્ડમાં પક્ષપાતી વર્તનના આક્ષેપોને કારણે વાતાવરણ તંગ બન્યું છે. સ્વેજલ વ્યાસે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં તમામ પક્ષોને સમાન તક મળવી જોઈએ, પરંતુ અહીં તંત્ર ભાજપના ઈશારે કામ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ કોંગ્રેસના પ્રચારના માધ્યમો હટાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ભાજપના ગેરકાયદે હોર્ડિંગ્સ સામે આંખ આડા કાન કરવામાં આવે છે. આ વિવાદ હવે વડોદરાના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે અને કોંગ્રેસે આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની તૈયારી પણ કરી લીધી છે.
નિયમો માત્ર વિરોધ પક્ષ માટે? તંત્રની કામગીરી સામે સવાલ
સ્વેજલ વ્યાસના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વોર્ડ નંબર 8 ના વિવિધ વિસ્તારોમાંથી કોંગ્રેસના તમામ પ્રચાર બેનરો તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. સ્વેજલ વ્યાસે સવાલ ઉઠાવ્યો હતો કે, “શું આચારસંહિતા અને નિયમો માત્ર વિરોધ પક્ષના ઉમેદવારોને જ લાગુ પડે છે?” તેમણે આક્ષેપ કર્યો હતો કે અનેક વિસ્તારોમાં ભાજપના હોર્ડિંગ્સ હજુ પણ અકબંધ છે, જે તંત્રની ભેદભાવભરી નીતિ સ્પષ્ટ કરે છે.
આ પણ વાંચો: ઉનામાં જામ્યો કલાકારોનો મેળો : રાજલ બારોટના સમર્થનમાં જીગ્નેશ કવિરાજ મેદાનમાં, ગીતો ગાઈને ભાજપ માટે માંગ્યા મત
“જનતાના સમર્થનથી ભાજપમાં ફફડાટ”: સ્વેજલ વ્યાસ
પોતાના પ્રચારમાં અવરોધ ઊભા કરવા પાછળનું કારણ જણાવતા કોંગ્રેસ ઉમેદવારે કહ્યું કે, વોર્ડની જનતા જે રીતે પરિવર્તન ઈચ્છી રહી છે અને કોંગ્રેસને જે લોકસમર્થન મળી રહ્યું છે તેનાથી ભાજપના નેતાઓ ગભરાઈ ગયા છે. પોતાની હાર ભાળી ગયેલા ભાજપના નેતાઓ હવે સત્તાનો દુરુપયોગ કરી વિરોધીઓનો અવાજ દબાવવાની હલકી રાજનીતિ પર ઉતરી આવ્યા છે. જોકે, તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતા આ અન્યાયનો જવાબ બેલેટ પેપર દ્વારા આપશે.
ચૂંટણી આયોગમાં ફરિયાદ અને જનઆંદોલનની ચીમકી
આ વિવાદ માત્ર બેનરો પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ હવે આ મુદ્દે જનરોષ પણ ફાટી નીકળ્યો છે. વોર્ડના રહીશોમાં “ન્યાય નહીં તો મત નહીં” ના બેનરો સાથે વિરોધ પ્રદર્શનની તૈયારીઓ થઈ રહી છે. સ્વેજલ વ્યાસે આ મામલે ચૂંટણી આયોગને પત્ર લખીને નિષ્પક્ષ તપાસની અને તમામ પક્ષો માટે સમાન આચારસંહિતાનો અમલ કરાવવાની માંગ કરી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ પક્ષપાત બંધ નહીં થાય તો આગામી દિવસોમાં કોંગ્રેસ જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે.
વોર્ડ નં. 8 માં રસાકસી વધી
ચૂંટણીના આરે જ વહીવટી તંત્રની આ કામગીરી વિવાદનું વંટોળ બનીને ત્રાટકી છે. વોર્ડ નંબર 8 ના મતદારો પણ આ ‘બેનર વોર’ ને બારીકાઈથી નિહાળી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના આ પ્રહારો સામે ભાજપ અને વહીવટી તંત્ર શું સ્પષ્ટતા કરે છે. પરંતુ હાલમાં તો વડોદરાના આ વોર્ડમાં રાજકીય માહોલ ઉકળતા ચરુ જેવો બની ગયો છે.
Vadodra News: વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યાનો ખૂની પ્લાન રચ્યો હતો, પરંતુ અચંબિત રીતે પતિ બચી જતા આખું સડયંત્ર બહાર આવી ગયું છે. શરૂઆતમાં આ કેસ લૂંટ અને અપહરણનો લાગતો હતો, પરંતુ પોલીસ તપાસમાં ભયાનક સત્ય સામે આવ્યું છે.
પોલીસ માહિતી મુજબ, પાન પાર્લર ચલાવતા એક વ્યક્તિને રસ્તા પર ટક્કર મારી અપહરણ કરવામાં આવ્યો, પછી તેને માર મારવામાં આવ્યો અને અંતે આનંદ નજીકની કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો. છતાં પણ તે જીવતો બચી ગયો અને ત્યારબાદ પોલીસને મહત્વની માહિતી આપી શક્યો, જેના આધારે આખો કેસ ઉકેલાયો.
લૂંટ નહીં, હત્યાનો પૂર્વનિયોજિત પ્લાન
પ્રારંભિક તપાસમાં ઘટના સામાન્ય લૂંટ જેવી લાગી હતી. પીડિતના કહેવા મુજબ હુમલાખોરોએ તેને કિડનેપ કરી માર્યો, મોબાઇલ, વૉલેટ અને પૈસા લૂંટી લીધા અને ATM પિન મેળવીને લગભગ એક લાખ રૂપિયા ઉપાડી લીધા. પરંતુ આગળની તપાસમાં બહાર આવ્યું કે આ આખી ઘટના પાછળ પત્ની અને તેના પૂર્વ મંગેતર (પ્રેમી) વચ્ચેનો સંબંધ કારણભૂત હતો. બંનેએ મળીને પતિને રસ્તામાંથી હટાવવા માટે પ્લાન બનાવ્યો હતો. આ માટે તેમણે સુપારી આપીને હુમલાખોરોને રાખ્યા હતા. પોલીસને આરોપીઓના ફોનમાંથી મળેલી ચેટ્સ અને ફોટાઓએ બંને વચ્ચેના સંબંધને સાબિત કર્યો અને હત્યાની યોજના સ્પષ્ટ કરી.
કેનાલમાં ફેંકાયા છતાં જીવ બચ્યો
ઘટનાના દિવસે પીડિત પોતાની દુકાન બંધ કરીને ઘરે જતો હતો ત્યારે એક કારએ તેને ટક્કર મારી. ત્યારબાદ તેને કારમાં ખેંચી લઈ જઈ હુમલો કરવામાં આવ્યો. અંતે આરોપીઓએ તેને કેનાલમાં ફેંકી દીધો, જેથી તે મરી જાય. પરંતુ પીડિતે અસાધારણ હિંમત દાખવી અને કેનાલમાં એક પિલર પકડીને જીવ બચાવ્યો. બીજા દિવસે તેને બચાવી લેવામાં આવ્યો. આ ઘટના પોલીસ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ.
સુપારી માટે રૂપિયા, આરોપીઓની ધરપકડ
તપાસમાં સામે આવ્યું કે હત્યા માટે એક વ્યક્તિને આશરે ₹35,000ની સુપારી આપવામાં આવી હતી. આ ઉપરાંત અનેક લોકો આ સડયંત્રમાં સામેલ હતા. અત્યાર સુધીમાં પત્ની અને તેના પ્રેમી સહિત 6થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી હજી ફરાર હોવાનું કહેવામાં આવે છે. પોલીસે જણાવ્યું કે આ કેસમાં ટેકનિકલ એવિડન્સ અને સીસીટીવી ફૂટેજ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા.
સંબંધો, વિશ્વાસ અને ગુનાખોરી: એક ચિંતાજનક ટ્રેન્ડ
આ કેસ માત્ર એક ક્રાઇમ સ્ટોરી નથી, પરંતુ સમાજ માટે ચેતવણી પણ છે. છેલ્લા કેટલાક સમયમાં સંબંધોને કારણે થતા ગુનાઓમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને ગેરકાયદેસર સંબંધો અને વ્યક્તિગત વિવાદો હત્યા સુધી પહોંચતા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં અગાઉ પણ આવા કેસો સામે આવ્યા છે, જેમાં પ્રેમસંબંધો અથવા શંકાને કારણે હત્યા અથવા હત્યાના પ્રયાસ થયા છે. આ પરિસ્થિતિ કાયદો-વ્યવસ્થાની સાથે સમાજશાસ્ત્રીય ચિંતાનો વિષય બની રહી છે.
હાલ પોલીસ તમામ આરોપીઓની પુછપરછ કરી રહી છે અને કેસમાં વધુ ખુલાસાની શક્યતા છે. ફરાર આરોપીને ઝડપવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. આ કેસમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન વધુ વિગતો સામે આવશે, ખાસ કરીને કોણ મુખ્ય સુત્રધાર હતો અને કેટલા લોકો સીધા કે આડકતરી રીતે જોડાયેલા હતા.
વડોદરા શહેરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે ગોઠવાયેલા VVIP બંદોબસ્ત દરમિયાન પોલીસ કર્મચારી સાથે દુર્વ્યવહાર અને હુમલાની ઘટના સામે આવી છે. દુમાડ ચોકડી બ્રિજ પાસે ટ્રાફિક નિયંત્રણ દરમ્યાન બનેલી આ ઘટનામાં ત્રણ લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરી અને ધમકી આપ્યાના આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.
ફરિયાદ મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડોદરા પ્રવાસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સ્ટાફને દુમાડ ચોકડી વિસ્તાર ખાતે ફરજ સોંપવામાં આવી હતી. બંદોબસ્ત અંતર્ગત અમદાવાદ એક્સપ્રેસ હાઇવે તરફથી આવતા વાહનોને રોકીને કોન્વોય પસાર થાય ત્યાં સુધી માર્ગ વ્યવસ્થા સુચારૂ રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા નિયમ મુજબ વાહનોને નિયંત્રિત કરવામાં આવી રહ્યા હતા.
ટ્રાફિક રોકતા બાઈક સવારનો તોફાન, બાદમાં ઝપાઝપી
રાત્રે આશરે 9:26 વાગ્યે કંટ્રોલ રૂમથી બંદોબસ્ત પૂર્ણ થવાનો સંદેશ મળ્યા બાદ પણ પોલીસ દ્વારા માર્ગ વ્યવસ્થા જાળવવામાં આવી રહી હતી. તે દરમિયાન હોન્ડા પેશન બાઈક પર સવાર એક વ્યક્તિએ પોલીસના ઈશારા છતાં વાહન ન રોકતા આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસ કર્મચારીએ તેને રોકવાનો પ્રયાસ કરતાં બાઈક સવાર વ્યક્તિએ તોછડું વર્તન શરૂ કર્યું અને ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. સ્થિતિ વધુ ઉગ્ર બનતી ગઈ જ્યારે તેની સાથે રહેલા અન્ય વ્યક્તિ અને નજીકમાં ઉભેલી ઈકો કારમાંથી ઉતરેલા બે મહિલા અને એક પુરુષે પણ પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી શરૂ કરી દીધી. આ ઘટનામાં પોલીસ પર હુમલો કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
સ્થળ પર વધારાની પોલીસ, એક આરોપીની ધરપકડ
ઘટનાની જાણ થતાં જ નજીકમાં તહેનાત અન્ય પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસ દ્વારા એક આરોપીને સ્થળ પરથી ઝડપી પાડીને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો, જ્યારે અન્ય લોકોની ઓળખ પણ ઝડપી લેવામાં આવી હતી.
આ દરમિયાન એક મહિલા દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને પોલીસને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપ્યાનું પણ સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ હતી, કારણ કે VVIP બંદોબસ્ત જેવી સંવેદનશીલ ફરજ દરમિયાન આવી ઘટના બનવી ગંભીર માનવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાત ATSની મોટી કાર્યવાહી : ગઝવા-એ-હિન્દ અને ISISI કનેક્શન! 2 આતંકીઓ સકંજામાં
આરોપીઓની ઓળખ અને કાયદેસરની કાર્યવાહી
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ પોતાના નામ કૌશિક બિપિનભાઈ પટેલ, પ્રેમલ કૌશિકભાઈ પટેલ અને ફાલ્ગુની કૌશિકભાઈ પટેલ હોવાનું જણાવ્યું છે. ત્રણેય વાઘોડિયા તાલુકાના ગણેશપુરા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
સમા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધ્યા બાદ આરોપીઓની ભૂમિકા, ઘટના પાછળના કારણો અને અન્ય સંભવિત કડીઓ અંગે તપાસ શરૂ કરી છે.
Source: Offbeat Stories
Vadodara News: વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી જાણીતી નવરચના યુનિવર્સિટીમાં આજે એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. સામાન્ય રીતે જંગલ કે નિર્જન વિસ્તારોમાં જોવા મળતું શાહુડી (Porcupine) નામનું વન્યપ્રાણી યુનિવર્સિટીના પાંચમા માળે પહોંચી જતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય સર્જાયું હતું. પાંચમા માળ જેવા ઊંચા સ્થળે શાહુડી કેવી રીતે પહોંચી તે પ્રશ્ન સૌના મનમાં ચર્ચાઈ રહ્યો હતો. પ્રાણી દેખાતા જ યુનિવર્સિટી પરિસરમાં દોડધામ મચી ગઈ હતી, જોકે સદનસીબે કોઈને ઈજા પહોંચી નહોતી.
આ ઘટના અંગે તુરંત જ સ્થાનિક પ્રાણીપ્રેમી સંસ્થાને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ વન્યજીવ રેસ્ક્યુઅર જીગ્નેશ પરમાર અને દોરીલાલ ફોજદાર તેમની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. શાહુડીના શરીર પર અણીદાર કાંટા હોવાથી તેનું રેસ્ક્યુ કરવું જોખમી હોય છે, પરંતુ આ નિષ્ણાતોએ ભારે જહેમત ઉઠાવી શાહુડીને ઈજા ન થાય તે રીતે સહી-સલામત ઝડપી પાડી હતી.
પાંચમા માળે શો-રૂમમાં ભરાઈ હતી શાહુડી
રેસ્ક્યુ ટીમ જ્યારે યુનિવર્સિટી પહોંચી ત્યારે શાહુડી પાંચમા માળે આવેલા એક શો-રૂમમાં છુપાયેલી હાલતમાં મળી આવી હતી. લોકોના અવાજ અને ભીડને કારણે પ્રાણી પણ ડરેલું હતું. જીગ્નેશ પરમાર અને તેમની ટીમે પ્રોફેશનલ સાધનોની મદદથી ખૂબ જ સાવધાનીપૂર્વક તેને રેસ્ક્યુ કર્યું હતું. પ્રાણીપ્રેમીઓના મતે, શાહુડી રાત્રિના સમયે ખોરાકની શોધમાં આવી હોઈ શકે છે અને ભૂલી પડીને લિફ્ટ કે દાદર મારફતે ઉપર ચઢી ગઈ હોવાની શક્યતા છે.
આ પણ વાંચો: ફૂડ પોઈઝનિંગ કે હીટસ્ટ્રોક? : કુંઢેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના 11 વિદ્યાર્થીઓની તબિયત લથડી, તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા
સુરક્ષિત રીતે વન વિભાગને સોંપાઈ
સફળ રેસ્ક્યુ બાદ શાહુડીને સુરક્ષિત પાંજરામાં પુરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાણીપ્રેમીઓએ વન વિભાગનો સંપર્ક કરી શાહુડીને તેમને સોંપી દીધી હતી. વન વિભાગ દ્વારા પ્રાણીનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેને તેના કુદરતી આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. યુનિવર્સિટી મેનેજમેન્ટે પ્રાણીપ્રેમીઓની તાત્કાલિક કામગીરી બદલ તેમનો આભાર માન્યો હતો.
Vadodara News: વડોદરાના ડભોઈ તાલુકાના કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અચાનક બીમાર પડતા વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાયો છે. ડભોઈના કુંઢેલા ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) ના કેમ્પસમાં ગઈકાલે રાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્ટેલમાં રહેતા 11 વિદ્યાર્થીઓને એકાએક પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ સતત ઉલટીઓ થવા લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટીના સત્તાધીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે તમામ વિદ્યાર્થીઓને વડોદરાની એસ.એસ.જી. (સયાજી) હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ ફૂડ પોઈઝનિંગની ઘટના હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ હાલના આકરા તાપને જોતા હીટસ્ટ્રોકની શક્યતા પણ નકારી શકાતી નથી.
શહેરમાં ખરીદી કરવા ગયા અને બીમાર પડ્યા
યુનિવર્સિટી સત્તાધીશોના જણાવ્યા અનુસાર, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને અઠવાડિયામાં એકવાર વડોદરા શહેરમાં ખરીદી માટે લઈ જવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ ગઈકાલે આખો દિવસ વડોદરા શહેરમાં હતા અને બહારનું ખાવા-પીવાના કારણે અથવા કાળઝાળ ગરમીના સંપર્કમાં આવવાના કારણે તેમની તબિયત લથડી હોવાનું અનુમાન છે. રાત્રે કેમ્પસ પર પરત ફર્યા બાદ તેમને શારીરિક અસ્વસ્થતા અનુભવાઈ હતી. જોકે, હોસ્પિટલમાં સારવાર લીધા બાદ હાલ તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: '11 ભૂલીને 270 સીટો જીતો અને ભાજપને હરાવો' : સુરતથી વિરોધ પક્ષોને પડકાર ફેંકતા અસદુદ્દીન ઓવૈસી
સત્તાધીશોનો ખુલાસો: '1 હજાર લોકો જમ્યા હતા'
ફૂડ પોઈઝનિંગના આરોપો અંગે સ્પષ્ટતા કરતા યુનિવર્સિટીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, "કેમ્પસના મેસમાં ગઈકાલે રાત્રે 1000થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોએ ભોજન લીધું હતું. જો ભોજનમાં ખામી હોત તો મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા હોત, પરંતુ માત્ર વડોદરા શહેરમાં ગયેલા 11 વિદ્યાર્થીઓને જ અસર થઈ છે." આ તર્ક સાથે તંત્રએ હીટસ્ટ્રોક અથવા બહારનું ખાણી-પીણી કારણભૂત હોવાનું સંકેત આપ્યો છે.
ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાશે
આ ઘટનાને ગંભીરતાથી લઈને યુનિવર્સિટીએ તપાસના આદેશ આપ્યા છે. સત્તાધીશોએ ખાતરી આપી છે કે સાવચેતીના ભાગરૂપે કેમ્પસની મેસમાં વપરાતા ખાદ્ય પદાર્થો અને પાણીના સેમ્પલ મેળવીને હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબોરેટરી રિપોર્ટમાં જો ભોજનમાં કોઈ ક્ષતિ જણાશે તો મેસ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની મેડિકલ હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા વડોદરા શહેરમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું છે. વોર્ડ નંબર 10માં મતદારોના રોષે હવે ખુલ્લું સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યાં મકરંદ દેસાઈ રોડ પર પેમ્ફલેટ્સ ફેંકીને ભાજપ વિરુદ્ધ અનોખો વિરોધ નોંધાયો છે. વડોદરા શહેરમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ચહલપહલ તેજ બની રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 10માં હાલની પરિસ્થિતિ ભાજપ માટે ચિંતાજનક બની રહી છે.
મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં સ્થાનિક રહીશોએ ભાજપના ઉમેદવારો સામે ખુલ્લો વિરોધ નોંધાવતા રાજકીય ગરમાવો વધ્યો છે. તદારોના અસંતોષ અને ગુસ્સાનો સ્પષ્ટ પ્રતિક્રિયા જોવા મળે છે. આ પેમ્ફલેટ્સ દ્વારા મતદારોએ પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન વિસ્તારમાં વિકાસના નોંધપાત્ર કામો કેમ થયા નથી.
સ્થાનિક રહીશોએ ભાજપના ઉમેદવારો નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાળા સામે સીધી રીતે અસંતોષ વ્યક્ત કર્યો છે. પેમ્ફલેટ્સમાં લખાયેલા સંદેશાઓમાં વિકાસના અભાવ, મૂળભૂત સુવિધાઓની અછત અને નેતાઓની ગેરહાજરી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
‘માસ્ક મેન’ વિવાદે વધાર્યો તણાવ
આ સમગ્ર મામલે વધુ એક વિવાદે આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. માહિતી મુજબ, ઉમેદવાર નીતિન ડોંગા દ્વારા ‘માસ્ક મેન’ તરીકે ઓળખાતા વ્યક્તિને ફોન પર કથિત ધમકી આપવામાં આવી હોવાનો આરોપ સામે આવ્યો છે. આ મામલાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોમાં એવો સૂર ઉઠ્યો છે કે લોકશાહીમાં મતદારોને ધમકી આપવી સ્વીકાર્ય નથી. આ ઘટનાએ માત્ર એક વ્યક્તિનો મુદ્દો નહીં રહેતા સમગ્ર મતવિસ્તારમાં વિશ્વાસના સંકટને જન્મ આપ્યો છે.
ભાજપ માટે કપરું પડકારજનક પરિસ્થિતિ
વોર્ડ નંબર 10 સામાન્ય રીતે ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. પરંતુ આ વખતે સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. ઉમેદવારોના નામ સામે જ વિરોધ ઊભો થવો પક્ષ માટે ચિંતાનો વિષય છે. મકરંદ દેસાઈ રોડ પર જે રીતે પત્રિકા યુદ્ધ શરૂ થયું છે, તે સૂચવે છે કે મતદારો હવે માત્ર વચનો પર નહીં પરંતુ કામના આધારે નિર્ણય લેવા માંગે છે. આ પ્રકારનો ખુલ્લો વિરોધ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા પણ રાજકીય નિરીક્ષકો વ્યક્ત કરી રહ્યા છે.
વડોદરા જેવા મહાનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હંમેશા મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે સીધા નાગરિકોના દૈનિક જીવનને અસર કરે છે. વોર્ડ સ્તરે ઉઠતા પ્રશ્નો શહેરના વિકાસની દિશા નક્કી કરે છે. મતદારો હવે વધુ જાગૃત બની રહ્યા છે અને તેઓ વિકાસના આધારે મતદાન કરવાનો નિર્ણય લઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં તમામ રાજકીય પક્ષો માટે આ એક સ્પષ્ટ સંદેશ છે કે હવે માત્ર વચનો નહીં, પરંતુ કામ જ મત મેળવવાનો આધાર બનશે.
Gujarat Money Laundering: ગુજરાતમાં ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલું મની લોન્ડરિંગનું મોટું કૌભાંડ ઝડપાયું છે. વડોદરા પોલીસે સ્ટેટ સાયબર ક્રાઈમ યુનિટની મદદથી આ ગેંગના 6 સક્રિય સભ્યોને ધરપકડ કરી છે. આ ગેંગે સાયબર ક્રાઈમ અને બેંક એકાઉન્ટના દુરુપયોગ દ્વારા કુલ રૂ. 210 કરોડની મની લોન્ડરિંગ કરી હતી.
કેવી રીતે ચાલતું હતું આ નેટવર્ક?
આરોપીઓએ વિવિધ બેંકોમાં મોટી સંખ્યામાં ખાતા ખોલાવ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ક્રાઈમ (જેમ કે ઓનલાઈન ઠગાઈ, ફિશિંગ વગેરે) દ્વારા મેળવેલા કાળા નાણાંને લોન્ડર કરવા માટે કરવામાં આવતો હતો. ગેંગના સભ્યો કમિશનના આધારે એકાઉન્ટ ખોલી આપતા, તેમાંથી પૈસા ટ્રાન્સફર કરતા અને રોકડા ઉપાડતા હતા.
પોલીસને મળેલા પુરાવા
ધરપકડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં સામગ્રી જપ્ત કરી છે:
11 મોબાઈલ ફોન
12 ચેકબુક
5 પાસબુક
39 ડેબિટ કાર્ડ
1 લેપટોપ
10 ક્યુઆર કોડ
લેપટોપની તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગે વિવિધ બેંક એકાઉન્ટો દ્વારા કુલ 210 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હતી.
ઝડપાયેલા આરોપીઓ અને તેમની ભૂમિકા
દિપેશ રાજપુરોહિત – મુખ્ય માસ્ટરમાઈન્ડ
40થી વધુ બેંક ખાતાનું સંચાલન કરતો હતો.
અબ્દુલ પઠાણ –
મલ્ટીપલ બેંક એકાઉન્ટ ખોલાવીને નાણાં ઉપાડવાનું કામ કરતો હતો.
વિવેક વણઝારા –
કમિશન લઈને એકાઉન્ટ ખોલી આપતો અને પૈસા ઉપાડતો હતો. તેને તેના મિત્ર મંચક બૈરવા મદદ કરતો હતો.
રોહિત શર્મા –
બેંક એકાઉન્ટમાં કમિશન આધારે પૈસા ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો.
મોહિત રાવલ –
મોબાઈલ બેંકિંગ માટે સીમ કાર્ડ પુરા પાડતો હતો.
આ પણ વાંચો: વડોદરાના ફતેપુરામાં પ્લાસ્ટિકની દુકાનમાં ભીષણ આગ : બે વ્યક્તિઓનું દિલધડક રેસ્ક્યુ
આ તમામ આરોપીઓ વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી ઝડપાયા છે. સ્ટેટ સાયબર ક્રાઈમ યુનિટની ઝુંબેશ હજુ પણ ચાલુ છે અને વધુ આરોપીઓને પકડવાના પ્રયાસો થઈ રહ્યા છે.આ કેસ સાયબર ક્રાઈમ અને મની લોન્ડરિંગના વધતા જતા જોખમને રેખાંકિત કરે છે, જેમાં ચાઈનીઝ ગેંગ્સ પણ સક્રિયપણે સામેલ હોવાનું જણાય છે.
Vadodara News: વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ ગરમીનો પારો વધતા આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રવિવારે વહેલી સવારે ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક અને ડિસ્પોઝલની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં દુકાનની ઉપરના માળે રહેતા બે વ્યક્તિઓ ફસાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી, જોકે ફાયર વિભાગે સમયસૂચકતા વાપરી બંનેનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.
ઘટનાની વિગત
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ફતેપુરા કુંભારવાડા કાચવાલા હોલની સામે આવેલી 'સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ' નામની દુકાનમાં વહેલી સવારે આશરે 5:00 વાગ્યે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દુકાનમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો જથ્થો હોવાને કારણે જ્વાળાઓ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
બે વ્યક્તિઓનું દિલધડક રેસ્ક્યુ
આગ લાગી ત્યારે દુકાનની ઉપરના માળે બે વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ દાંડિયા બજાર ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ જીવના જોખમે પ્રથમ માળે ફસાયેલી બંને વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢી બચાવી લીધા હતા. આગ વધુ વિકરાળ બનતા મદદ માટે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારી જીજ્ઞેશ કહારે જણાવ્યું હતુંકે, "ફાયર કંટ્રોલ રૂમનો કોલ મળતા જ અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ ખૂબ જ ભીષણ હતી. પ્રાથમિકતાના ધોરણે ઉપર ફસાયેલા બે માણસોને સુરક્ષિત બચાવી લીધા છે. હાલ આગ કાબુમાં છે."
લાખો રૂપિયાનું નુકસાનઃ
દુકાન માલિક ભગવાનદાસ ચાંદવાનીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી આ દુકાન ચલાવે છે. વહેલી સવારે તેમના ભાઈએ ફોન કરીને આગની જાણ કરી હતી. આ દુર્ઘટનામાં દુકાનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે, જેને કારણે વેપારીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે.
અઢી કલાકની જહેમત બાદ આગ કાબુમાં
બે ફાયર સ્ટેશનના ત્રણથી વધુ ફાયર ટેન્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંદાજે અઢી કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જીઈબી (GEB) ની ટીમે પણ સ્થળ પર પહોંચી વીજ જોડાણ કાપીને વધુ દુર્ઘટના ટાળી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટમાં હલચલ મચાવી દે તેવો મોટો નિર્ણય સામે આવ્યો છે. GUJRERAએ ‘ધ વિસ્ટા’ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પર બાંધકામ અને વેચાણ બંને પર તાત્કાલિક અસરથી રોક લગાવી છે. RERA એ ચેતવણી આપી છે કે જો તેના આદેશનું ઉલ્લંઘન કરીને કોઈ બુકિંગ અથવા વેચાણ કરવામાં આવશે તો કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી ઘર ખરીદદારો અને ડેવલપરો ચિંતામાં મુકાયા છે.
શું છે સંપૂર્ણ મામલો?
‘ધ વિસ્ટા’ પ્રોજેક્ટ, જે વડોદરામાં એક મહત્વપૂર્ણ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ માનવામાં આવતો હતો જે હવે તપાસ હેઠળ છે. નિયમોનું પાલન ન થવાની શંકાના કારણે નવા બુકિંગ અથવા વેચાણ પર રોક લગાવી દેવામાં આલી છે. આ નિર્ણયથી પ્રોજેક્ટની આગળની પ્રક્રિયા અટકી ગઈ છે.
VMCએ આપી હતી મજૂરી
આ પ્રોજેક્ટ ફતેહગંજ જીમખાના રોડ પર સિટી સર્વે નંબર 1232થી 1235 અને 1243ની જમીન પર સ્થિત છે. આ વિકાસ માજીદ ખાન પઠાણ અને દોલતરામ બહેરામજી કોન્ટ્રાક્ટર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહ્યો હતો, જેમણે 2022માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી બાંધકામ મંજૂરી મેળવી હતી. જોકે, આ જમીન NRI જમીનમાલિક સુધાબેન પટેલ અને ડેવલપર્સ વચ્ચે કાનૂની વિવાદનો વિષય બની હતી. આ મામલો વડોદરા સિવિલ કોર્ટમાં પહોંચ્યો હતો, જેણે જમીન પર યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: સુરતના બિલ્ડરો પર GujRERAનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો : 'નાણાકીય ગેરરીતિ' બદલ બિલ્ડરને 2 કરોડનો દંડ
વિવાદ બાદ મંજૂરી અટકાવાઈ
અધિકારીઓએ જણાવ્યું હતું કે વારંવાર સૂચનાઓ છતાં ડેવલપર્સ માલિકીના મુદ્દાઓ સ્પષ્ટ કરવામાં નિષ્ફળ ગયા હતા. પરિણામે, VMC એ બાંધકામ અટકાવ્યું અને અગાઉ આપવામાં આવેલી પરવાનગી રદ કરી, જે ત્યારથી રિન્યુ કરવામાં આવી નથી. વિવાદિત માલિકી હોવા છતાં ડેવલપરોએ પરવાનગીઓ મેળવી અને યોજના શરૂ કરી. જોકે, ફરિયાદ પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
GUJRERAનો રોલ શું છે?
GUJRERA ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને નિયંત્રિત કરતી મુખ્ય સંસ્થા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય  ઘર ખરીદદારોના હિતોની રક્ષા કરવી.  પ્રોજેક્ટમાં પારદર્શિતા જાળવવી અને ડેવલપરોને નિયમોનું પાલન કરાવવાનો રોલ છે. આ પ્રકારના કડક પગલાંથી GUJRERA બજારમાં શિસ્ત જાળવવાનો પ્રયાસ કરે છે.
વડોદરાના ‘ધ વિસ્ટા’ પ્રોજેક્ટ પર GUJRERA દ્વારા લગાવવામાં આવેલી રોક માત્ર એક પ્રોજેક્ટ સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે એક મોટો સંદેશ છે. આ પગલાં દર્શાવે છે કે નિયમોના ઉલ્લંઘનને સહન કરવામાં નહીં આવે અને ઘર ખરીદદારોના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. પરંતુ હાલ આ પ્રોજેક્ટમાં જેને બુકિંગ કરાવ્યું છે તેવા લોકો દુવિદદ્ધામાં મુકાય છે.
Vadodara Zoo White Tiger Birth: વડોદરાના પ્રખ્યાત સયાજીબાગ (કમાટીબાગ) પ્રાણી સંગ્રહાલયમાંથી વડોદરાવાસીઓ માટે ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ઝૂમાં રહેલી સફેદ વાઘણ 'રાધા'એ એક બાળ વાઘને જન્મ આપ્યો છે. મહત્વની વાત એ છે કે, કમાટીબાગમાં બિલાડી કુળની પ્રજાતિ (વાઘ, સિંહ, દીપડા) માં વર્ષ 2008 પછી આ પ્રથમ જન્મ છે. છેલ્લે વર્ષ 2008માં 'ધરતી' નામની વાઘણનો જન્મ થયો હતો, ત્યારબાદ લાંબા સમય સુધી આ પ્રજાતિમાં કોઈ બચ્ચાનો જન્મ થયો નહોતો. હવે 18 વર્ષના લાંબા અંતરાલ બાદ નવા મહેમાનના આગમનથી વન્યજીવ પ્રેમીઓમાં અને ઝૂ સત્તાધીશોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે.
આ ઘટના માત્ર 18 વર્ષ જ નહીં, પરંતુ સફેદ વાઘના સંદર્ભમાં જોવામાં આવે તો લગભગ 40 વર્ષ બાદ વડોદરાના આ ઐતિહાસિક પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘનો જન્મ થયો છે. ઉનાળાની રજાઓ પૂર્વે જ આ બાળ વાઘનું આગમન પ્રવાસીઓ માટે નવું નજરાણું અને આકર્ષણનું કેન્દ્ર બનશે. હાલમાં નવજાત બાળ વાઘ અને માતા રાધા બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
40 વર્ષના લાંબા ઈંતજાર બાદ સફેદ વાઘનો જન્મ
વડોદરાના ઝૂમાં છેલ્લે દાયકાઓ પહેલા સફેદ વાઘના બચ્ચાનો જન્મ થયો હતો. ત્યારબાદ લાંબા સમય સુધી ઝૂમાં સફેદ વાઘની જોડી જ નહોતી. ડિસેમ્બર 2025 માં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સફેદ વાઘની નવી જોડી લાવવામાં આવી હતી. આ જોડીના આગમનના ગણતરીના મહિનાઓમાં જ સફળ બ્રીડિંગ થતા સફેદ વાઘના બચ્ચાનો જન્મ થયો છે, જે ઝૂ મેનેજમેન્ટની મોટી સફળતા માનવામાં આવે છે.
આ પણ વાંચો: AAPના ગઢમાં મોટું ગાબડું : શીતલ ઉપાધ્યાય અને વિઠ્ઠલ આયરે સહિત 40 દિગ્ગજોએ કેસરીયો ધારણ કર્યો
ચેપથી બચાવવા માટે બચ્ચાને ક્વોરોન્ટાઇન કરાયું
નવજાત બાળ વાઘ અત્યંત નાજુક હોવાથી અને અન્ય પ્રાણીઓ કે માનવીય હસ્તક્ષેપને કારણે કોઈ સંક્રમણ (Infection) ન લાગે તે માટે તેને અત્યારે ખાસ ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યું છે. નિષ્ણાત વેટરનરી ડોક્ટરોની ટીમ 24 કલાક માતા અને બચ્ચાના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરી રહી છે. અમુક ચોક્કસ સમયગાળો પૂર્ણ થયા બાદ અને બચ્ચું જ્યારે બહારના વાતાવરણમાં સેટ થઈ જશે ત્યારે તેને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે.
પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બનશે સફેદ બાળ વાઘ
વડોદરાનું કમાટીબાગ ઝૂ મધ્ય ગુજરાતના પ્રવાસીઓ માટે હંમેશા મનપસંદ સ્થળ રહ્યું છે. તેમાં પણ સફેદ વાઘ હંમેશા લોકોની પહેલી પસંદ હોય છે. હવે જ્યારે 40 વર્ષ બાદ અહીં સફેદ વાઘનો જન્મ થયો છે, ત્યારે આગામી સમયમાં ઝૂમાં મુલાકાતીઓની સંખ્યામાં ધરખમ વધારો થવાની શક્યતા છે. બાળકો માટે આ સફેદ બાળ વાઘ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે.
કમાટીબાગ ઝૂનો ટૂંકો ઈતિહાસ અને મહત્વ
વડોદરાનું સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય એશિયાના જૂના અને સમૃદ્ધ સંગ્રહાલયોમાંનું એક છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્થાપિત આ ઝૂમાં બિલાડી પ્રજાતિના પ્રાણીઓ માટે ખાસ પ્રકારના કુદરતી નિવાસસ્થાનો બનાવવામાં આવ્યા છે. વર્ષ 2008માં વાઘણ 'ધરતી'ના જન્મ બાદ આ વિસ્તારમાં કોઈ નવો જન્મ ન થતા ચિંતા સેવાતી હતી, પરંતુ રાધાના આ સફળ લેખે વડોદરાના ગૌરવમાં વધારો કર્યો છે.
વડોદરા: ગુજરાતના રાજકારણમાં 'ઓપરેશન લોટસ'નો સિલસિલો યથાવત હોય તેમ સંસ્કારી નગરી વડોદરામાં આમ આદમી પાર્ટીને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વડોદરામાં 'આપ'ના પાયાના પથ્થર સમાન અને મજબૂત મહિલા ચહેરો ગણાતા પ્રવક્તા શીતલ ઉપાધ્યાય અને જનતાના પ્રશ્નો માટે રસ્તા પર ઉતરી આંદોલન કરનારા લડાયક નેતા વિઠ્ઠલ આયરેએ આજે સત્તાવાર રીતે ભાજપનો સાથ પકડ્યો છે. તેમની સાથે પક્ષના અન્ય 40 જેટલા સક્રિય કાર્યકરોએ પણ 'ઝાડુ' છોડીને 'કમળ'નો ખેસ ધારણ કરી લેતા વડોદરામાં આમ આદમી પાર્ટીનું સંગઠન વેરવિખેર થઈ ગયું છે. આ પક્ષ પલટાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે, કારણ કે આ નેતાઓ માત્ર કાર્યકરો જ નહોતા પરંતુ વડોદરામાં આમ આદમી પાર્ટીની વિચારધારાને લોકો સુધી પહોંચાડનારા મુખ્ય સ્તંભો હતા. ભાજપની આ રણનીતિને કારણે આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા વિરોધ પક્ષોના મનોબળ પર મોટી અસર પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.
સયાજીગંજ ‘કમલમ’માં ભગવો માહોલ: નેતાઓનું ભવ્ય સ્વાગત
વડોદરા ભાજપના મુખ્ય કાર્યાલય 'સયાજીગંજ કમલમ' ખાતે આજે સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના સ્થાનિક સંગઠન મંત્રીઓ અને અગ્રણી નેતાઓની હાજરીમાં એક વિશેષ મિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શીતલ ઉપાધ્યાય, વિઠ્ઠલ આયરે અને અન્ય 40 કાર્યકરોને ભાજપનો ભગવો ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે, તેનાથી પ્રભાવિત થઈને લોકો સ્વયંભૂ ભાજપ સાથે જોડાઈ રહ્યા છે.
શીતલ ઉપાધ્યાય અને વિઠ્ઠલ આયરે: ‘આપ’ માટે વળતી ખોટ
આ પક્ષ પલટામાં સૌથી મોટું નુકસાન શીતલ ઉપાધ્યાયના જવાથી થયું છે. તેઓ પોતાની ધારદાર દલીલો અને પ્રવક્તા તરીકેની કુશળતા માટે જાણીતા હતા, જેઓ ટીવી ડિબેટ્સથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી પક્ષનો પક્ષ મજબૂતીથી રાખતા હતા. બીજી તરફ, વિઠ્ઠલ આયરેની ગણના આંદોલનકારી નેતા તરીકે થતી હતી, જેઓ જનતાના પ્રશ્નો માટે અવારનવાર વિરોધ પ્રદર્શનો યોજીને સરકારને ભીંસમાં લેતા હતા. આ બંને દિગ્ગજોના ભાજપમાં પ્રવેશથી વડોદરામાં આમ આદમી પાર્ટી પાસે હવે કોઈ મોટો અને જાણીતો ચહેરો બચ્યો નથી, જે પક્ષ માટે ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો: સુરતમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને : 'જય શ્રી રામ'ના નારાથી સોસાયટી ગુંજી, પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકરોનો ભારે હંગામો
પક્ષ પલટા પાછળનું કારણ: વિકાસની રાજનીતિ કે આંતરિક અસંતોષ?
કેસરીયો ધારણ કર્યા બાદ શીતલ ઉપાધ્યાય અને વિઠ્ઠલ આયરેએ જણાવ્યું હતું કે, “અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદી અભિગમ અને વિકાસના કાર્યોમાં સહભાગી થવા માટે ભાજપમાં જોડાયા છીએ.” જોકે, રાજકીય ગલિયારાઓમાં એવી પણ ચર્ચા છે કે આમ આદમી પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને નેતૃત્વ પ્રત્યેની નારાજગીને કારણે આ નેતાઓએ છેડો ફાડ્યો છે. જ્યારે પક્ષના મુખ્ય ચહેરાઓ જ સાથ છોડે ત્યારે તે સામાન્ય કાર્યકરો માટે નકારાત્મક સંદેશ આપે છે.
વડોદરામાં ભાજપનું વર્ચસ્વ વધુ મજબૂત
આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગશે, ત્યારે આ 40 કાર્યકરોનો ભાજપમાં પ્રવેશ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. વડોદરા ભાજપે આ ગાબડું પાડીને એ સાબિત કરી દીધું છે કે તેઓ વિરોધ પક્ષોને પગપેસારો કરવાની કોઈ તક આપવા માંગતા નથી. હવે જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટી પોતાના ગઢને બચાવવા માટે કયા નવા ચહેરાઓને મેદાને ઉતારે છે.
Vadodara News: વડોદરા મહાનગરપાલિકાની પેટાચૂંટણી કે આગામી રાજકીય ગતિવિધિઓ વચ્ચે વોર્ડ નંબર 15માં થયેલા હુમલાનો મામલો હવે વધુ ગરમાયો છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો સામે ભાજપના ઉમેદવારે મૌન તોડ્યું છે અને વળતા પ્રહાર કરતા આ આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.
“ઘટના સમયે હું ત્યાં હાજર જ નહોતો”
ભાજપના ઉમેદવારે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, જે સમયે હુમલો થયો હોવાનું કહેવામાં આવે છે, તે સમયે તેઓ ઘટનાસ્થળે હાજર જ નહોતા. તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસ હારના ડરથી અને લોકોની સહાનુભૂતિ મેળવવા માટે આ પ્રકારના તૂત ઉભા કરી રહી છે. પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે ઉમેદવારે વિસ્તારના CCTV ફૂટેજ પણ પોલીસને સુપરત કર્યા હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો: વડોદરા વોર્ડ-15 હુમલા કેસમાં હાઈવોલ્ટેજ ડ્રામા : ભાજપનો પલટવાર, "હારના ડરથી કોંગ્રેસે રચ્યું તરકટ", CCTV ફૂટેજ પોલીસને સોંપ્યા
કોંગ્રેસ ઉમેદવારના પુત્ર પર વળતો આક્ષેપ
ભાજપ તરફથી એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો ઉલટાનું કોંગ્રેસના ઉમેદવારના પુત્ર અને તેમના સમર્થકો દ્વારા કરવામાં આવ્યો હતો. ભાજપના અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના બેનરો ફાડી નાખ્યા હતા. વિવાદ વધારવા માટે જાણીજોઈને ઘર્ષણ ઊભું કરવામાં આવ્યું. અને ખોટી પોલીસ ફરિયાદ કરીને ભાજપની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બેનર મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો
આ વિવાદના મૂળમાં પ્રચારના બેનરો લગાવવા બાબત હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષો વચ્ચે બેનરો કોણ ક્યાં લગાવશે અને કોના બેનર કોણે હટાવ્યા તે મુદ્દે બોલાચાલી થઈ હતી, જે બાદમાં હિંસક વળાંકમાં ફેરવાઈ હતી. ભાજપના મતે, તેઓ કાયદેસર રીતે પ્રચાર કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ દ્વારા તેમાં વારંવાર અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: પ્રેમમાં આંધળી બનેલી દીકરીએ જ રચેલું લોહિયાળ ષડયંત્ર! : કંપારી છૂટી જાય તેવો ખુલાસો
પોલીસ તપાસ અને રાજકીય માહોલ
આ હાઈપ્રોફાઈલ ડ્રામા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. પોલીસે બંને પક્ષોની રજૂઆતો સાંભળી છે અને સોંપવામાં આવેલા CCTV ફૂટેજની ચકાસણી હાથ ધરી છે. ચૂંટણી પહેલા વોર્ડ નં. 15માં સર્જાયેલી આ સ્થિતિને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ ઘટનાની સીધી અસર આવનારા દિવસોમાં મતદાન પર પડી શકે છે.
હાલ તો, સત્ય શું છે તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ આરોપ-પ્રત્યારોપની આ રમતથી વડોદરાનું રાજકારણ ગરમાયું છે.
વડોદરા શહેરના વોર્ડ નંબર 15માં પ્રચાર દરમિયાન થયેલા હિંસક ઘર્ષણનો મામલો હવે એક નવા વળાંક પર આવી પહોંચ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર કરવામાં આવેલા હુમલાના ગંભીર આક્ષેપો બાદ હવે ભાજપના ઉમેદવારે મૌન તોડ્યું છે. ભાજપના ઉમેદવારે વળતો પ્રહાર કરતા કોંગ્રેસના આક્ષેપોને તદ્દન પાયાવિહોણા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું ગતકડું ગણાવ્યું છે. આ વિવાદને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે અને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે.
ભાજપના ઉમેદવારે દાવો કર્યો છે કે હુમલાની ઘટના સમયે તેઓ સ્થળ પર હાજર જ નહોતા અને આ બધું માત્ર સહાનુભૂતિ મેળવવા માટે કરવામાં આવી રહ્યું છે. પોતાની વાતની સત્યતા સાબિત કરવા માટે ભાજપ દ્વારા વિસ્તારના મહત્વના CCTV ફૂટેજ પણ પોલીસને સોંપવામાં આવ્યા છે. આ ઘટનાએ ચૂંટણી પહેલા વડોદરાના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપની નવી જંગ છેડી દીધી છે.
“ઘટનાસ્થળે હું હાજર જ નહોતો”: ભાજપ ઉમેદવારની સફાઈ
મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરતા ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ દ્વારા જે સમય અને સ્થળનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તે સમયે તેઓ અન્ય વિસ્તારમાં પ્રચારમાં વ્યસ્ત હતા. તેમણે આક્ષેપ કર્યો કે, "કોંગ્રેસને અત્યારથી જ પોતાની હાર દેખાઈ રહી છે, તેથી લોકોની નજરમાં આવવા માટે આ પ્રકારના ખોટા વિવાદો ઉભા કરવામાં આવી રહ્યા છે. અમે પોલીસને તમામ પુરાવા અને CCTV ફૂટેજ આપી દીધા છે જે બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે."
આ પણ વાંચો: વડોદરામાં ‘બેનર વોર’ : અશાંત ધારો લાગુ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર, રહીશોએ સરકાર સામે ખર્ચ્યું છેલ્લું શસ્ત્ર
કોંગ્રેસના ઉમેદવારના પુત્ર પર વળતો આક્ષેપ: બેનરો ફાડ્યાનો આરોપ
આ વિવાદમાં ભાજપે પણ આક્રમક વલણ અપનાવતા કોંગ્રેસના ઉમેદવારના પુત્ર અને તેમના સમર્થકો પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના અગ્રણીઓના જણાવ્યા મુજબ, હુમલો ભાજપે નહીં પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો હતો. ભાજપના બેનરો ફાડી નાખવામાં આવ્યા અને વિવાદ વધારવા માટે જાણીજોઈને ઘર્ષણ ઉભું કરવામાં આવ્યું હતું. ભાજપની છબી ખરડવા માટે જ આયોજનબદ્ધ રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાનો દાવો પણ ભાજપ તરફથી કરવામાં આવ્યો છે.
બેનર લગાવવા મુદ્દે શરૂ થયેલો વિવાદ હિંસક બન્યો
વોર્ડ નંબર 15 માં આ સમગ્ર બબાલના મૂળમાં 'પ્રચારના બેનરો' હોવાનું સામે આવ્યું છે. કયા પક્ષનું બેનર ક્યાં લાગશે અને કોણે કોનું બેનર હટાવ્યું તે મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી બંને પક્ષો વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું હતું. આ મામલે થયેલી ઉગ્ર બોલાચાલીએ અંતે હિંસક વળાંક લીધો હતો. ભાજપના મતે તેઓ કાયદેસર રીતે અને નિયમો મુજબ પ્રચાર કરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ દ્વારા તેમના કાર્યકર્તાઓને વારંવાર ઉશ્કેરવામાં આવી રહ્યા છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને તપાસનો ધમધમાટ
ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ હરકતમાં આવ્યો છે. બંને પક્ષોની સામસામી રજૂઆતો બાદ પોલીસે CCTV ફૂટેજની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી છે. ચૂંટણીના માહોલમાં ફરી કોઈ અઘટિત ઘટના ન બને તે માટે વોર્ડ નંબર 15 ના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. રાજકીય નિષ્ણાતોના મતે, આ હાઈપ્રોફાઈલ વિવાદની સીધી અસર આવનારા દિવસોમાં વોટિંગ પેટર્ન પર જોવા મળી શકે છે.
વડોદરા: વડોદરાના આર.વી. દેસાઈ રોડ પર અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ આ ગરમાવો કોઈ પક્ષના પ્રચાર માટે નહીં પણ સ્થાનિકોના આક્રોશને કારણે છે. વર્ષોથી 'અશાંત ધારો' (Disturbed Areas Act) લાગુ કરવાની માંગણી કરી રહેલા રહીશોની ધીરજ હવે ખૂટી છે. અનેક રજૂઆતો છતાં તંત્રના બહેરા કાને અથડાઈને પાછી આવતી માંગણીઓને પગલે હવે સોસાયટીઓએ આરપારની લડાઈના મંડાણ કર્યા છે. વિસ્તારના મકાનો અને એપાર્ટમેન્ટ્સની દીવાલો પર લાગેલા "ચૂંટણી બહિષ્કાર"ના બેનરોએ ગાંધીનગર સુધીના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
સ્થાનિક રહીશોનો આરોપ છે કે વિસ્તારમાં મિલકતોના ખરીદ-વેચાણમાં જે પ્રકારનું પરિવર્તન આવી રહ્યું છે, તે સામાજિક સંતુલન બગાડી શકે છે. ચૂંટણીના આ મહત્વના સમયે જ જનતાએ સરકારને ભીંસમાં લેતા હવે નેતાઓ માટે વોટ માંગવા જવું પણ મુશ્કેલ બની રહ્યું છે. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, જો સુરક્ષા અને શાંતિ માટે અશાંત ધારો નહીં મળે, તો લોકશાહીના પર્વમાં અમારો કોઈ ફાળો રહેશે નહીં.
“અશાંત ધારો નહીં તો વોટ નહીં”: સોસાયટીઓનો રોકઠોક રણકો
આર.વી. દેસાઈ રોડ અને તેની આસપાસની સોસાયટીઓના પ્રવેશદ્વાર પર અત્યારે નેતાઓના સ્વાગત માટે નહીં, પણ તેમને અટકાવવા માટેના બેનરો નજરે પડે છે. રહીશોનું કહેવું છે કે, આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. વસ્તીના સમીકરણોમાં આવતા ફેરફારને કારણે સ્થાનિકોમાં એક પ્રકારનો ફાળ (ડર) છે. આ ભયને દૂર કરવાનો એકમાત્ર રસ્તો 'અશાંત ધારો' છે, જે હેઠળ મિલકતની લે-વેચ માટે કલેક્ટરની મંજૂરી ફરજિયાત બને છે.
આ પણ વાંચો: વડોદરા રેલ્વે સ્ટેશન બન્યું સ્માર્ટ : પાણીના બગાડને રોકવા રેલ્વેનો હાઈટેક માસ્ટર પ્લાન, હવે 'વોટર વૉચ' રાખશે ટ્રેનો પર નજર
ચૂંટણી ટાણે સરકારની કસોટી, નેતાઓ માટે નો-એન્ટ્રી જેવો માહોલ
ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે જ રહીશોએ બહિષ્કારનું હથિયાર ઉગામ્યું છે. રાજકીય પક્ષોના ઉમેદવારો જ્યારે મતો માંગવા નીકળે છે, ત્યારે તેમને આ કડવા બેનરોનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીના અગ્રણીઓના જણાવ્યા મુજબ, “અમે વર્ષોથી શાંતિપૂર્ણ રજૂઆતો કરી છે, પરંતુ દરેક વખતે માત્ર આશ્વાસનના પડીકા જ મળ્યા છે. હવે જ્યારે નેતાઓને અમારી જરૂર છે, ત્યારે અમે પણ અમારી જરૂરિયાત સ્પષ્ટ કરી દીધી છે.”
ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન: વડીલો અને યુવાનો મેદાને
આ વિરોધની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે. કોઈ પથ્થરમારો કે હિંસા નહીં, પણ લોકશાહી ઢબે લોકો પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. વયોવૃદ્ધ નાગરિકો, જેઓ દાયકાઓથી આ વિસ્તારમાં રહે છે, તેઓ પણ આ મુહિમમાં જોડાયા છે. તેમનું કહેવું છે કે, “આ લડાઈ કોઈ જ્ઞાતિ કે ધર્મ સામે નથી, પણ અમારા મૂળભૂત અધિકારો અને વિસ્તારની શાંતિ જાળવી રાખવા માટે છે.”
શું તંત્ર જાગશે? વડોદરામાં ભારે સસ્પેન્સ
હાલ તો સમગ્ર વડોદરામાં આ ‘બેનર વોર’ ચર્ચાનો વિષય બની છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો સરકાર સમયસર હસ્તક્ષેપ નહીં કરે, તો આ બહિષ્કારની અસર અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ શકે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર અત્યારે આ મામલે કાયદાકીય પાસાઓ તપાસી રહ્યું હોવાનું કહેવાય છે, પરંતુ જનતા હવે માત્ર આદેશની રાહ જોઈ રહી છે.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાનું રેલ્વે સ્ટેશન હવે ટેકનોલોજીના મામલે દેશના અન્ય સ્ટેશનો માટે મિસાલ બની રહ્યું છે. પશ્ચિમ રેલ્વે દ્વારા વડોદરા સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને જળ સંચયના ઉદ્દેશ્ય સાથે એક ક્રાંતિકારી ‘વોટર વૉચ’ (Water Watch) સિસ્ટમ અમલમાં મૂકી છે. આ અત્યાધુનિક સિસ્ટમનો મુખ્ય હેતુ ટ્રેનોમાં પાણી ભરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને સચોટ બનાવવાનો છે. અત્યાર સુધી મેન્યુઅલ દેખરેખને કારણે થતી ભૂલો અને પાણીના વેડફાટને અટકાવવા માટે આ ડિજિટલ કવચ તૈયાર કરવામાં આવ્યું છે.
આ નવી સિસ્ટમ હેઠળ ટ્રેનના કોચમાં પાણી ભરતી વખતે સીસીટીવી કેમેરા દ્વારા સીધું મોનિટરિંગ કરવામાં આવશે. આનાથી માત્ર પાણીનો બચાવ જ નહીં થાય, પરંતુ લાંબી મુસાફરીના મુસાફરોને ટ્રેનમાં પાણીની અછતનો સામનો પણ નહીં કરવો પડે. વડોદરા સ્ટેશન પર કરવામાં આવેલો આ પ્રયોગ ડિજિટલ ઇન્ડિયા અને રિસોર્સ મેનેજમેન્ટની દિશામાં એક મોટું ડગલું માનવામાં આવી રહ્યું છે.
16 હાઈ-રિઝોલ્યુશન કેમેરા રાખશે 'પાઈ-પાઈ' પર નજર
રેલ્વે તંત્ર દ્વારા સ્ટેશનના તમામ વ્યસ્ત પ્લેટફોર્મ્સ પર 16 જેટલા હાઈ-રિઝોલ્યુશન કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ કેમેરાની ખાસિયત એ છે કે તે સીધા જ ટ્રેનના હાઈડ્રન્ટ્સ અને પાઈપ લાઈન પર ફોકસ કરે છે. કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ રિયલ ટાઈમ ફૂટેજ જોઈ શકશે કે ટ્રેન આવતાની સાથે જ પાણી ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે કે નહીં અને કર્મચારીઓ કેટલી સજ્જતાથી કામ કરી રહ્યા છે.
પાણીનો વેડફાટ અટકશે અને રેલ્વેની જવાબદારી વધશે
વડોદરા રેલ્વે સ્ટેશન પર અમલી બનેલી 'વોટર વૉચ' સિસ્ટમ પાણીના બચાવ અને વહીવટી જવાબદારી નક્કી કરવામાં ગેમ-ચેન્જર સાબિત થશે. અગાઉ, ટ્રેનોમાં પાણી ભરતી વખતે નળ ખુલ્લા રહી જવા કે ટેન્ક ઉભરાવાને કારણે હજારો લિટર પાણીનો વ્યય થતો હતો, પરંતુ હવે રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે ઓવરફ્લો કે લીકેજની ઘટનાઓને તાત્કાલિક પકડી પાડી તેને સુધારી શકાશે. આ ટેકનોલોજી માત્ર જળ સંચયમાં જ મદદરૂપ નથી, પરંતુ તે ટ્રેનોના સમય પાલનને પણ સુનિશ્ચિત કરશે, જેથી મુસાફરોને નિર્ધારિત સમયમાં પાણીથી સજ્જ ટ્રેન મળી રહે. સૌથી મહત્વની બાબત એ છે કે, ફિલ્ડ સ્ટાફની કામગીરીનું સીધું ડિજિટલ નિરીક્ષણ શક્ય બનતા કર્મચારીઓમાં જવાબદારીનું પ્રમાણ વધશે અને કામમાં જોવા મળતી માનવીય બેદરકારીમાં મોટો ઘટાડો આવશે.
આ પણ વાંચો: Surendranagar માં મોડી રાત્રે ભીષણ આગનો કહેર : AC શોર્ટ સર્કિટની શંકા વચ્ચે મહિલા સહિત 2 નાં કરૂણ મોત
સુરક્ષા કવચ પણ થયું મજબૂત
આ સિસ્ટમ માત્ર પાણી બચાવવા પૂરતી સીમિત નથી. આ હાઈ-ડેફિનેશન કેમેરા પ્લેટફોર્મની આસપાસની શંકાસ્પદ ગતિવિધિઓ અને પાટા નજીકની હલચલ પર પણ બાજ નજર રાખશે. આનાથી સ્ટેશનની એકંદર સુરક્ષા વ્યવસ્થામાં મોટો વધારો થશે. કોઈ પણ અઘટિત ઘટના કે ટેકનિકલ ખામી સમયે આ કેમેરાના ફૂટેજ તપાસમાં મહત્વની કડી સાબિત થશે.
ડિજિટલ ઇન્ડિયા તરફ એક ડગલું
રેલ્વે પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વડોદરા સ્ટેશન પર આ પ્રોજેક્ટની સફળતાની સમીક્ષા કર્યા બાદ તેને પશ્ચિમ રેલ્વેના અન્ય મોટા સ્ટેશનો પર પણ લાગુ કરવાની યોજના છે. સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને ટેકનોલોજી દ્વારા વ્યવસ્થામાં સુધારો લાવવાની આ પહેલ રેલ્વેના આધુનિકીકરણના યુગમાં એક મહત્વનો વળાંક સાબિત થશે.
વડોદરા: રાજકારણમાં સત્તા મેળવવા માટે નેતાઓ અનેક કાવાદાવા કરતા હોય છે, પરંતુ વડોદરાના એક મહિલા કાર્યકરે પક્ષની ટિકિટ મેળવવા માટે શ્રદ્ધા અને આકરી તપસ્યાનો માર્ગ અપનાવ્યો. 5 વર્ષ સુધી પગરખાં ત્યાગવાની બાધા રાખનાર કોકિલાબેન પવારને આખરે ભાજપે ઉમેદવાર બનાવતા તેમની મહેનત રંગ લાવી છે. રાજકારણના આધુનિક યુગમાં જ્યાં પદ અને પ્રતિષ્ઠા માટે લોબિંગ થતું હોય છે, ત્યાં વડોદરાના કોકિલાબેન પવારની અડગ શ્રદ્ધાની ગાથા સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે. ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર એવા કોકિલાબેને પક્ષ પાસે ટિકિટની માંગણી સાથે લીધેલી પાંચ વર્ષની કઠિન બાધા આજે સફળતાના શિખરે પહોંચી છે. તેમની આ સફર માત્ર રાજકીય મહત્વાકાંક્ષાની નહીં, પરંતુ પક્ષ પ્રત્યેની અતૂટ નિષ્ઠાની પણ સાક્ષી પૂરે છે.
વર્ષ 2015માં લીધેલો આકરો સંકલ્પ: પગરખાંનો કર્યો ત્યાગ
આ અનોખા સંકલ્પની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે સેવા આપતા કોકિલાબેને જ્યારે પક્ષ પાસે ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી અને સફળતા ન મળી, ત્યારે તેમણે મનોમન એક દ્રઢ નિશ્ચય કર્યો હતો. તેમણે પ્રતિજ્ઞા લીધી કે "જ્યાં સુધી ભાજપ હાઈકમાન્ડ મને ટિકિટ નહીં આપે, ત્યાં સુધી હું પગમાં પગરખાં ધારણ નહીં કરું." એક મહિલા તરીકે જાહેર જીવનમાં ઉઘાડા પગે ફરવું એ શારીરિક રીતે અત્યંત કપરું હતું, પરંતુ તેમનો ઈરાદો લોખંડી સાબિત થયો.
તપતા રસ્તા અને કાદવ-કીચડ: ક્યારેય ડગ્યા નહીં ડગ
કોકિલાબેને આ સંકલ્પ પાંચ વર્ષ સુધી અત્યંત નિષ્ઠાપૂર્વક નિભાવ્યો. વડોદરાની ઉનાળાની 45 ડિગ્રી જેવી કાળઝાળ ગરમી હોય, ચોમાસાનો કાદવ હોય કે શિયાળાની ઠંડી, તેઓ હંમેશા ઉઘાડા પગે જ પક્ષના કાર્યોમાં જોતરાયેલા રહેતા હતા. પક્ષના સંમેલનો હોય કે જનસંપર્ક અભિયાન, દરેક જગ્યાએ કોકિલાબેન પગરખાં વગર જોવા મળતા, જે વડોદરાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો અને કુતૂહલનો વિષય બન્યો હતો.
આ પણ વાંચો: લાડુ ખવડાવીને પડોશીને પતાવવી દેવાના પ્રયાસનો મામલો : આશંકા હતી કે દીકરીને પ્રેમી સાથે ભગાડવામાં પડોશીનો હાથ છે!
2020માં સર્જાયા સંજોગો: કાચ વાગતા બાધા છોડવી પડી
સતત પાંચ વર્ષના ઉઘાડા પગના પ્રવાસ બાદ વર્ષ 2020માં એક સામાજિક પ્રસંગ દરમિયાન તેમના પગમાં કાચ વાગવાથી ગંભીર ઈજા થઈ હતી. વધુ પડતા રક્તસ્ત્રાવ અને શારીરિક પીડાને કારણે પરિવારજનો ચિંતિત બન્યા હતા. સ્વજનોના આગ્રહ અને સ્વાસ્થ્યના હિતમાં તેમણે ભારે હૈયે પગરખાં પહેરવાની શરૂઆત કરી હતી, પરંતુ મનમાં પક્ષ પ્રત્યેની શ્રદ્ધા અને ટિકિટ મેળવવાની જીદ અકબંધ રહી હતી.
વર્ષ 2026ની ચૂંટણી અને તપસ્યાનું મીઠું ફળ
ધીરજના ફળ હંમેશા મીઠાં હોય છે તે કહેવત કોકિલાબેનના કિસ્સામાં સાર્થક થઈ છે. વર્ષ 2026ની આગામી ચૂંટણીમાં ભાજપના મોવડી મંડળે તેમના ધૈર્ય, નિઃસ્વાર્થ સેવા અને દ્રઢ નિશ્ચયની ગંભીરતાથી નોંધ લીધી. જ્યારે ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થઈ અને તેમાં કોકિલાબેન પવારનું નામ ચમક્યું, ત્યારે તેમના અને સમર્થકોના હર્ષનો પાર રહ્યો નહોતો. જાણે વર્ષોની તેમની કઠિન તપસ્યા આજે સિદ્ધ થઈ હોય તેવો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: "કોંગ્રેસવાળા સાડીઓ-પૈસા વહેંચવા આવે તો બહેનો ચેતી જજો" : નીતિન કાકાએ ચૂંટણી પ્રચારમાં વિરોધીઓના ભુક્કા કાઢ્યા
"આ માત્ર ટિકિટ નહીં, વિચારધારાની જીત છે"
પોતાની આ જીત અને સંકલ્પ વિશે વાત કરતા કોકિલાબેને જણાવ્યું હતું કે, "આ માત્ર ટિકિટ મેળવવાની કોઈ જિદ નહોતી, પરંતુ મારા પક્ષ અને મારી વિચારધારા પ્રત્યેની મારી અતૂટ શ્રદ્ધાનું પ્રતીક હતું. મને વિશ્વાસ હતો કે મારી મહેનત એક દિવસ ચોક્કસ સફળ થશે." હાલમાં કોકિલાબેન પવાર બમણા ઉત્સાહ સાથે પોતાના વિસ્તારમાં પ્રચાર કાર્યમાં જોતરાયા છે. તેમની આ ગાથા સાબિત કરે છે કે રાજકારણમાં માત્ર જોડા-તોડ જ નહીં, પણ સમર્પણ અને શ્રદ્ધા પણ વ્યક્તિને લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે.
ગુરુગ્રામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક એવી હાઈ-પ્રોફાઈલ છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે જેની કડીઓ છેક ગુજરાતના વડોદરાથી લઈને બોલીવુડની ગલીઓ સુધી જોડાયેલી છે. 'સસ્તા સોના'ની લાલચ આપીને ભલભલા બુદ્ધિશાળીઓને પોતાની જાળમાં ફસાવનારી આ ગેંગનો માસ્ટરમાઇન્ડ ગુજરાતી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ માત્ર આર્થિક ગુનો નથી, પરંતુ 25 વર્ષથી ચાલતું એક સુનિયોજિત નેટવર્ક છે, જેણે સામાન્ય મજૂરથી લઈને ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજોને પણ શિકાર બનાવ્યા છે.
ઓપરેશન ગુરુગ્રામ: કરોડોની રોકડ અને સોનું જપ્ત
હરિયાણાના ગુરુગ્રામમાં પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. આ ઓપરેશનમાં વડોદરાના રહેવાસી પ્રભુભાઈ સોલંકી (ઉર્ફે કલ્પેશ, ઉર્ફે રવિ) અને તેના ત્રણ સક્રિય સાથીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી ₹2.30 કરોડની રોકડ અને અંદાજે 678 ગ્રામ અસલી સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ સેક્ટર-43ની ટીમે આ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું.
મોડસ ઓપરેન્ડી: મજૂરનો વેશ અને મનોવૈજ્ઞાનિક ખેલ
આ ગેંગની કામ કરવાની પદ્ધતિ ફિલ્મી વાર્તા જેવી છે. મુખ્ય આરોપી પ્રભુ પોતે અબજોપતિ હોવા છતાં, શિકાર શોધતી વખતે અત્યંત ગંદા કપડાં પહેરીને 'ગરીબ મજૂર' અથવા 'બુલડોઝર ઓપરેટર'નો વેશ ધારણ કરતો હતો. તે રસ્તા પર એવા લોકોને નિશાન બનાવતો હતો જેમના વાહન પંક્ચર થયા હોય અથવા જેઓ કોઈ મુશ્કેલીમાં હોય.
તે અત્યંત નમ્રતાથી પીડિત પાસે જઈને કહેતો, "સાહેબ, હું મજૂર છું અને મને ખોદકામ દરમિયાન જૂના જમાનાના સોનાના સિક્કા મળ્યા છે. મારે પૈસાની ખૂબ જરૂર છે પણ હું અભણ હોવાથી કોઈ જ્વેલર પાસે જતાં ડરું છું. તમે આ સિક્કા લઈ લો અને મને થોડી મદદ કરી દો."
વિશ્વાસની જાળ: અસલી સિક્કાથી છેતરપિંડીની શરૂઆત
લોકોને ફસાવવા માટે આ ગેંગ બે તબક્કામાં કામ કરતી હતી:
ચકાસણીનો તબક્કો: શરૂઆતમાં પ્રભુ પીડિતને 5 થી 6 અસલી સોના કે ચાંદીના સિક્કા આપતો. જ્યારે પીડિત આ સિક્કાની લેબોરેટરીમાં તપાસ કરાવતો, ત્યારે તે 100% અસલી નીકળતા. આનાથી પીડિતના મનમાં લાલચ જાગતી અને વિશ્વાસ બેસી જતો.
મોટી ઠગાઈનો તબક્કો: એકવાર વિશ્વાસ જીતી લીધા પછી, આરોપી લાખો કે કરોડો રૂપિયાની કિંમતના સિક્કા 'સસ્તા ભાવે' આપવાની ઓફર કરતો. જ્યારે પીડિત મોટી રકમ લઈને સોદો કરવા પહોંચતો, ત્યારે તેને સોનાનો ઢોળ ચડાવેલા પિત્તળના હજારો નકલી સિક્કા પધરાવી દેવામાં આવતા. પીડિત જ્યારે સિક્કા ચેક કરે તે પહેલાં જ ગેંગ રફુચક્કર થઈ જતી.
બોલીવુડ કનેક્શન અને વૈભવી જીવન
તપાસ દરમિયાન જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. પ્રભુસોલંકી છેલ્લા 25 વર્ષથી આ ધંધામાં હતો. તેણે અંદાજે 15 વર્ષ પહેલાં એક જાણીતા બોલીવુડ અભિનેતા પાસેથી ₹25 લાખની ઠગાઈ કરી હતી. એટલું જ નહીં, એક પ્રખ્યાત ફિલ્મ પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા વ્યક્તિ પાસેથી પણ ₹20 લાખ પડાવ્યા હતા.
છેતરપિંડીના આ કાળા નાણાંથી તેણે દિલ્હી-મુંબઈ હાઈવે પર એક વૈભવી હોટેલ બનાવી છે. આશ્ચર્યની વાત એ છે કે તેણે ‘લવ યુ યાર’ નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું અને ફિલ્મની મુખ્ય અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. તેની પત્નીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ લડી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
આ પણ વાંચો: વડોદરા ચૂંટણીમાં મોટો ડ્રામા : ફોર્મ ભરતા જ ઉમેદવારના પતિની ધરપકડ, પરિવારે મચાવ્યો હોબાળો.
નેટવર્કનો વ્યાપ અને દિલ્હીનું કનેક્શન
આ ગેંગના નકલી સિક્કા બનાવવાનું કારખાનું દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં પિત્તળના સિક્કા પર સોનાનું પડ ચડાવવાનું કામ થતું હતું. આ ગેંગમાં બે મહિલા સભ્યો પણ સામેલ છે, જેઓ હાલ અન્ય કેસોમાં જેલમાં છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં આ ગેંગે કુલ કેટલા કરોડનું ફૂલેકું ફેરવ્યું છે.
Gujarat Government: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. ભગવાન બિરસામુંડાના ગૌરવશાળી જયઘોષ સાથે સંબોધનની શરૂઆત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામથી લઈને દેશના વિકાસમાં આદિવાસી સમાજનું યોગદાન અતુલનીય છે. ગેરિલા યુદ્ધ પદ્ધતિ અને તિરકામઠાના જોરે અંગ્રેજોને ફાફા પડાવનાર આ વીર આદિવાસી શહીદોના સપનાઓને આઝાદી પછીની કોંગ્રેસ સરકારોએ સાકાર કરવાને બદલે માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી તોડવાનું પાપ કર્યું છે.
તેમણે કહ્યું કે, આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ અને યોગદાન દેશ ભુલી જાય તેવા પ્રયાસો કોંગ્રેસે કર્યા, આજે એ જ કોંગ્રેસ આદિવાસીઓના મસીહા બનવાનો ઢોંગ કરી રહી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારોને ઝૂંપડા અને તાડપત્રીમાંથી બહાર લાવી પાકા ઘર, ગેસ કનેક્શન, વીજળી અને શૌચાલય જેવી સુવિધાઓ આપી સાચો વિકાસ કર્યો છે.
આ પણ વાંચો: સ્થાનિક ચૂંટણીમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની પહેલા જ બોલે સિક્સર! : પાટિલ કરતાં પણ સવાયા નીકળ્યા જગદીશ વિશ્વકર્મા
સંઘવીએ કોંગ્રેસની નીતિઓ પર આકરા પ્રહાર કરતા ઉમેર્યું કે, ખેડૂતોના હક્કની કટકી કરી નેતાઓના ઘર ભરનારી કોંગ્રેસે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા કોંગ્રેસના પંજાને ઉખેડી ફેંકવા તથા અન્ય પક્ષોનો પણ સફાયો કરવા હાકલ કરતા તેમણે જણાવ્યું કે, જનતાના આક્રોશને કારણે આજે કોંગ્રેસને ઉમેદવારો પણ મળતા નથી. ગુજરાતની જનતાએ વિરોધ પક્ષોની મેલી મુરાદ પારખી લીધી છે. કોંગ્રેસને અને અન્ય પક્ષને પૂરતા ઉમેદવાર પણ નથી મળતા રાજ્યમાં અનેક બેઠકો બિનહરીફ થઈ છે. ચૂંટણી પહેલા ગતકડાં ચાલુ કરનાર અને ઈવીએમ પર દોષારોપણ કરનાર કોંગ્રેસના કાર્યાલયો આજે ખાલીખમ છે અને લોકોએ તેમને નકારી દીધા છે.
તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે દાહોદના નાગરિકોને માત્ર શ્રમિક તરીકે ઓળખવામાં આવતા, પરંતુ ભાજપ સરકાર આવ્યા બાદ જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મોટાપાયે વિકાસ થયો છે. આજે દાહોદમાં મેડિકલ કોલેજો અને નવી શાળાઓને કારણે આદિવાસી યુવાનો ડોક્ટર, એન્જિનિયર અને અધિકારી બની રહ્યા છે. દાહોદ જિલ્લામાં ૧૧ લાખથી વધુ આયુષ્માન કાર્ડ ધારકો મફત સારવાર મેળવી રહ્યા છે, જ્યારે અઢી લાખ પરિવારોના ખાતામાં તેમને મળવા પાત્ર યોજનાની સહાય સીધી ખાતામાં જમા થઈ રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિનામૂલ્યે રાશન અને લાખો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી મોદી સરકારે ગરીબોની ચિંતા કરી છે.
આ પણ વાંચો: ભાજપના ઉદયનું કેન્દ્ર 'ખાડિયા' હવે ભાજપ માટે જ પડકાર? : જાણો ચૂંટણીમાં બદલાતું રાજકીય સમીકરણ
સંઘવીએ ટપોરી અને ગુંડા તત્વોને પ્રોત્સાહન આપી ગુજરાતમાં અશાંતિ અને અરાજકતા ફેલાવતા વિરોધ પક્ષોનો સફાયો કરી, દરેક બેઠક પર ભાજપાને આશીર્વાદ આપી કમળ ખીલવી ભાજપને વિજયી બનાવવા મતદારોને આહ્વાન કર્યું હતું. ઉપરોક્ત જાહેરસભાઓમાં પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ જયદ્રથસિંહ પરમાર, પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ ગણપત વસાવા, દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલ ધરિયા, પંચમહાલ જિલ્લા ભાજપા અધ્યક્ષ મયંક દેસાઇ, છોટાઉદેપુર ભાજપા જિલ્લા પ્રમુખ ઉમેશ રાઠવા સહિત ધારાસભ્યઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતાં.