Bengal Election 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો બાદ રાજકીય માહોલ ગરમાયો છે. વિધાનસભા ચૂંટણીમાં TMCની હાર બાદ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે તેઓ રાજીનામું આપશે નહીં. તેમણે ચૂંટણી પંચને 'વિલન' ગણાવતા આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રહી ન હતી.
‘ભાજપના અત્યાચાર સહન નહીં કરીએ’
સીએમ મમતાએ કહ્યું કે તેમની લડાઈ ભાજપ સામે નહીં પણ ચૂંટણી પંચ સામે હતી. તેમણે આક્ષેપ કર્યો કે પંચે ભાજપનો સાથ આપ્યો, જેના કારણે ભાજપે 100 જેટલી બેઠકો લૂંટી લીધી. મમતા બેનર્જીએ જણાવ્યું કે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મળીને TMCને હરાવવાનું કાવતરું ઘડ્યું હતું.
2024માં જ Thalapathy Vijay એ CM બનવા પર લગાવી દીધી હતી મહોર : આ વાયરલ ક્લિપ ઉડાવી દેશે હોશ
તેમણે વધુમાં ઉમેર્યું કે મારા રાજીનામાનો સવાલ જ ઊભો થતો નથી. હું એક આઝાદ પંખી જેવી છું અને બંગાળના વિકાસ માટે કામ કરવા માંગુ છું. મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાની લડાઈ ચાલુ રાખશે. તેમણે કહ્યું કે ભાજપે બંગાળના લોકો પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું છે, જે તેઓ સહન કરશે નહીં અને જરૂર પડશે તો રસ્તા પર ઉતરીને ધરણા પણ કરશે.
‘ઈન્ડિયા ગઠબંધન મારી સાથે છે’
મમતા બેનર્જીએ એવો પણ દાવો કર્યો હતો કે મતગણતરી વખતે ભાજપના કાર્યકરોએ TMC કાર્યકરો સાથે મારપીટ કરી હતી. તેમણે કહ્યું કે કાર્યકરોની સાથે તેમની સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી હતી. મમતા બેનર્જીના જણાવ્યા અનુસાર, ભાજપની આ ગુંડાગીરી વિરુદ્ધ આખું 'ઈન્ડિયા ગઠબંધન' તેમની સાથે છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ તેમને ફોન કરીને સમર્થન આપવાની ખાતરી આપી છે.





