Home Gujarat Ahmedabad Ahmedabad Pmay Ews 1bhk Flats Online Application Amc

અમદાવાદમાં 'આપણું ઘર' મળશે માત્ર 3 લાખમાં! : શહેરમાં બનશે 7,825 સસ્તા ફ્લેટ્સ

ફ્લેટના દ્રશ્યો
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: May 11, 2026, 08:11 AM IST

અમદાવાદ શહેરમાં મકાનની વધતી કિંમતો વચ્ચે આર્થિક રીતે નબળા વર્ગ માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં 7,825 જેટલા EWS પ્રકારના 1 BHK ફ્લેટ્સ બનાવવાની યોજના શરૂ કરવામાં આવી છે. નિકોલ, બોપલ, મોટેરા અને મકરબા જેવા વિસ્તારોમાં બનનારા આ મકાનો માત્ર રૂ. 3.30 લાખની અંદાજિત કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

શહેરમાં ખાનગી રહેણાંક પ્રોજેક્ટ્સની કિંમતો સતત વધી રહી છે, ત્યારે ઓછી આવક ધરાવતા પરિવારો માટે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. AMC ના જણાવ્યા મુજબ, ફ્લેટ્સ સાથે જરૂરી મેન્ટેનન્સ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. યોજનામાં ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અરજદારો AMC ની સત્તાવાર વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે.

ઓનલાઇન અરજી માટે સત્તાવાર વેબસાઇટ: https://housingapplicationform.ahmedabadcity.gov.in/

AMC વેબસાઇટ પર ઓનલાઇન અરજી શરૂ

પ્રધાનમંત્રી આવાસ યોજના (Urban) હેઠળ બનાવાતા EWS મકાનો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઉસિંગ વેબસાઇટ પર નાગરિકો સીધું અરજી ફોર્મ ભરી શકે છે. અરજી માટે જરૂરી દસ્તાવેજો, સોગંદનામું અને પ્રોજેક્ટ વિશેની વિગતવાર માહિતી સાથેનું બ્રોશર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

આ યોજના ખાસ કરીને તે પરિવારો માટે છે, જેમની સંયુક્ત વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી છે. AMCના નિયમો મુજબ કુટુંબમાં પતિ, પત્ની અને અપરણીત બાળકોનો સમાવેશ કરવામાં આવશે. જો કુટુંબનો કોઈપણ પુખ્ત સભ્ય ભારતમાં ક્યાંય પાકું મકાન અથવા પ્લોટ ધરાવતો ન હોય, તો તે વ્યક્તિ અરજી માટે પાત્ર ગણાશે.
સુરતમાં ચાર દિવસમાં બીજી ‘હાફ એન્કાઉન્ટર’ ઘટના: સગીરની હત્યાના આરોપીને પોલીસે પગમાં ગોળી મારી ઝડપી પાડ્યો

28 ચોરસ મીટર કાર્પેટ એરિયા સાથેની સુવિધાસભર આવાસ યોજના

AMC દ્વારા બનાવાતા આ 1 BHK ફ્લેટ્સનો કાર્પેટ એરિયા અંદાજે 28 ચોરસ મીટર રહેશે, જ્યારે બિલ્ટઅપ એરિયા 33 થી 35 ચોરસ મીટર સુધીનો રહેશે. દરેક ફ્લેટમાં એક ડ્રોઇંગ રૂમ, બેડરૂમ, રસોડું અને કોમન ટોઇલેટની સુવિધા આપવામાં આવશે.

પ્રોજેક્ટમાં માત્ર રહેઠાણ જ નહીં પરંતુ આવશ્યક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક બ્લોકમાં લિફ્ટ, વિશાળ પાર્કિંગ, ફાયર સેફ્ટી વ્યવસ્થા, બાળકો માટે ગાર્ડન, ગ્રીન એરિયા અને આંગણવાડી જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ઘણા પ્રોજેક્ટ્સની બહાર દુકાનો પણ હશે જેથી રહેવાસીઓને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ નજીકમાં જ મળી રહે.

યોજનાના બાંધકામમાં ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ અને ભૂકંપ પ્રતિરોધક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું AMCએ જણાવ્યું છે. વિટ્રિફાઇડ ટાઇલ્સ, એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડોઝ, સેન્ડવિચ કોટાસ્ટોન કિચન પ્લેટફોર્મ અને RCC રોડ જેવી સુવિધાઓનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.

અમદાવાદના 34 વર્ષ જૂના ફરજાના હત્યા કેસમાં AI નો કમાલ: મૃતકનો ચહેરો ફરી જીવંત બન્યો

અરજી સાથે રૂ. 7,500 ડિપોઝિટ ફરજિયાત

આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિએ ઓનલાઇન ફોર્મ સાથે રૂ. 7,500ની ડિપોઝિટ રકમ જમા કરાવવાની રહેશે. અરજી બાદ ડ્રો પ્રક્રિયામાં પસંદગી થયા પછી અરજદારે કુલ મકાન કિંમતના ઓછામાં ઓછા 20 ટકા રકમ ત્રણ મહિનાની અંદર ભરવાની રહેશે.

બાકી રહેલી 80 ટકા રકમ 10 સમાન હપ્તામાં AMCમાં જમા કરાવવાની રહેશે. આ ચુકવણી પ્રક્રિયા અંદાજે એક વર્ષની અંદર પૂર્ણ કરવાની રહેશે. છેલ્લી ચુકવણી સાથે મેન્ટેનન્સ ડિપોઝિટ અને અન્ય ચાર્જીસ પણ ભરવાના રહેશે.

AMCએ સ્પષ્ટ કર્યું છે કે મકાનની સંપૂર્ણ ચુકવણી થયા બાદ જ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરીને લાભાર્થીને પઝેશન આપવામાં આવશે.

એક પરિવારને માત્ર એક જ યોજના લાભ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ AHP, BLC, CLSS અને ISSR જેવા ચાર ઘટકોમાં સરકાર સહાય આપે છે. AMCના નિયમો અનુસાર અરજદાર અથવા તેના પરિવારના સભ્યએ અગાઉ આ પૈકી કોઈપણ યોજના અથવા મુખ્યમંત્રી ગૃહ યોજના (MMGY)નો લાભ લીધો ન હોવો જોઈએ.

જો ચકાસણી દરમિયાન અગાઉ કોઈ આવાસ સહાય લીધી હોવાનું બહાર આવશે, તો કોર્પોરેશન દ્વારા ફાળવણી રદ કરવામાં આવી શકે છે.
સોમનાથ અમૃતપર્વ-2026: શંખ અને ડમરુના નાદ તથા અમૃત કળશ સાથે PMનું ભવ્ય સ્વાગત-અભિવાદન

મકાન ભાડે આપવાની મંજૂરી નહીં

યોજનાના નિયમો મુજબ લાભાર્થીએ પઝેશન મળ્યા બાદ વધુમાં વધુ 6 મહિનાની અંદર ફ્લેટમાં રહેવાનું શરૂ કરવું પડશે. જો લાભાર્થી આવાસનો ઉપયોગ અન્ય વ્યક્તિને ભાડે અથવા અન્ય રીતે આપતો હોવાનું જાણવા મળશે, તો AMC દ્વારા કબજો પરત લેવાની કાર્યવાહી થઈ શકે છે.

AMC ના જણાવ્યા મુજબ, આવાસ યોજનાનો હેતુ ખરેખર ઘરવિહોણા અને આર્થિક રીતે નબળા પરિવારોને કાયમી રહેઠાણ પૂરું પાડવાનો છે, તેથી નિયમોના કડક પાલન પર ભાર મૂકવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now