વડોદરા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓએ આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. વડોદરા જિલ્લાનું સરેરાશ પરિણામ 78.38% નોંધાયું છે, જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ સૌથી ઊંચું પરિણામ છે. ખાસ કરીને ગુણવત્તાના મામલે પણ વડોદરાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે, જેમાં નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓએ સર્વોચ્ચ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
વડોદરાના પરિણામમાં સતત સુધારો: ગ્રાફ ઊંચો ગયો
વડોદરા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી પરિણામમાં ઉતાર-ચઢાવ જોવા મળતા હતા, પરંતુ આ વર્ષે પરિણામમાં આંશિક સુધારો નોંધાયો છે. આંકડાકીય સરખામણી કરીએ તો, વર્ષ 2024માં વડોદરાનું પરિણામ 77.20% અને વર્ષ 2025માં 76.5% રહ્યું હતું. જેની સામે વર્ષ 2026માં 78.38% પરિણામ આવતા શૈક્ષણિક આલમમાં ખુશીનો માહોલ છે. આ વર્ષે જિલ્લામાંથી કુલ 38,369 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 37,993 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પોતાની કારકિર્દીનો પ્રથમ મહત્વનો પડાવ પાર કર્યો છે.
રીલ જોઈને ‘ડબલ પૈસા’ના ચક્કરમાં ફસાયા વિદ્યાર્થીઓ: વડોદરાની ખાનગી યુનિવર્સિટીના 5 સ્ટુડન્ટ નકલી નોટ કેસમાં જેલભેગા
ગુણવત્તામાં પણ વડોદરા અગ્રેસર: 1500થી વધુ 'સુપર સ્ટાર્સ'
માત્ર પાસ થવાની ટકાવારી જ નહીં, પણ ગુણવત્તાયુક્ત પરિણામમાં પણ વડોદરા ઝળક્યું છે. જિલ્લાના કુલ 1,582 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવીને શહેરનું નામ રોશન કર્યું છે. આ આંકડો દર્શાવે છે કે વડોદરાના વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉચ્ચ ગુણવત્તા માટેની તૈયારીઓનું સ્તર વધ્યું છે.
PM મોદીનો 11 મેના રોજ ગુજરાત પ્રવાસ: સોમનાથથી વડોદરા સુધી તડામાર તૈયારીઓ, રોડ શોની શક્યતા
કેન્દ્રવાર પરિણામ: વરણામાં બાજી મારી, સાવલી પાછળ રહ્યું
જિલ્લાના જુદા જુદા કેન્દ્રોના પરિણામમાં પણ મોટી વિવિધતા જોવા મળી છે.
ટોપ પરફોર્મર: વડોદરા જિલ્લામાં વરણામાં કેન્દ્ર 94.67% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યું છે.
શહેરી વિસ્તારોનું પ્રભુત્વ: મકરપુરા (89.67%), વાસણા (88.99%), કારેલીબાગ (87.58%), અલકાપુરી (86.40%) અને સમા (86.07%) જેવા વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઘણું ઊંચું જોવા મળ્યું છે.
નબળું પ્રદર્શન: બીજી તરફ સાવલી કેન્દ્રમાં સૌથી ઓછું 63.4% પરિણામ નોંધાયું છે. આ સિવાય છાણી અને વાઘોડિયા કેન્દ્રોમાં પણ અપેક્ષા કરતા ઓછું પરિણામ જોવા મળ્યું છે.
"હું મહેંદી મૂકવા જાઉ છું!" કહી નીકળી યુવતી, ઘરે પાછી પહોંચી જ નહીં...: અવાવરું જગ્યાએથી ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યો મૃતદેહ, સમગ્ર પંથકમાં ચકચાર
સમગ્ર રાજ્યની સ્થિતિ પર એક નજર
ગુજરાત રાજ્યનું કુલ પરિણામ 83.86% જાહેર થયું છે. રાજ્યભરમાંથી કુલ 7.56 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રિપીટર ઉમેદવારોનું પરિણામ 33.53% અને GSOS (ઓપન સ્કૂલિંગ) ઉમેદવારોનું પરિણામ 28.22% રહ્યું છે.
વડોદરાના કોટના બીચ પર મિત્રો સાથેની પિકનિક માતમમાં ફેરવાઈ: ઊંડા પાણીમાં ન્હાવા પડેલા 2ના મોત; જાણો સમગ્ર ઘટનાક્રમ
નાસીપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે 'બીજી તક': જૂનમાં પૂરક પરીક્ષા
જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં સફળ થઈ શક્યા નથી, તેમના માટે બોર્ડ દ્વારા જૂન-2026 માં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ માટેના ઓનલાઇન ફોર્મ ટૂંક સમયમાં બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે, કન્યા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકારે ફી માંથી મુક્તિ આપી છે, પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.





