Home Gujarat Vadodara Vadodara Ankodia Area Youth Incident Police Fsl Investigation

"હું મહેંદી મૂકવા જાઉ છું!" કહી નીકળી યુવતી, ઘરે પાછી પહોંચી જ નહીં... : અવાવરું જગ્યાએથી ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યો મૃતદેહ, સમગ્ર પંથકમાં ચકચાર

Vadodara Ankodia Incident, Police Investigation, FSL Team
Play Video
Published by: Nirali Gohil
Last Updated: May 05, 2026, 03:59 PM IST

વડોદરા: સાંસ્કારિક નગરી વડોદરામાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો હોય તેમ વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સોમવારે વડોદરાના અંકોડિયા વિસ્તારમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ તેની ઓળખ થઈ ચૂકી છે. મૃતક યુવતીનું નામ દિવ્યા પરમાર અને મુજમહુડા ગામની વતની હોવાનું સામે આવ્યું છે. દિવ્યા મહેંદી મૂકવાનું કામ કરતી હોય બનાવના આગલા દિવસે ઘરેથી મહેંદી મૂકવા જવાનું કહીને નીકળી હતી. ત્યારબાદ પરિવારે તેનો સંપર્ક કરતા તેને થોડીવારમાં પરત આવવાની વાત કરી હતી. પરંતુ, પરત ન ફરતા પરિવારે ફરી સંપર્ક કર્યો તો તેનો સંપર્ક કપાઈ ગયો હતો. પરિવારજનોએ જ્યારે સોશિયલ મીડિયામાં અજાણી યુવતીનો મૃતદેહ જોઈ હોસ્પિટલ તપાસ કરવા પહોંચ્યો તો મૃતદેહ દિવ્યાનો નીકળતા ભાંગી પડ્યા હતા.

હિંમતનગર અકસ્માત પછી વધુ એક દુઃખદ ઘટના: પુત્રવધુના મોતનો આઘાત સહન ન કરી શકતા સાસુનું પણ નિધન

ખેતરમાં કામ અર્થે ગયેલા ખેડૂતોએ જોયો મૃતદેહ

ઘટનાની વિગતો મુજબ, અંકોડિયા-ઊંડેરા બોર્ડર પર ખોડિયાર માતાના મંદિરથી અંદરના ભાગે આવેલા સીમ વિસ્તારમાં શારદાબેન મનુભાઈ વાણંદનું ખેતર આવેલું છે. સાંજના સમયે જ્યારે સ્થાનિક ખેડૂતો ખેતરમાં કામ અર્થે જઈ રહ્યા હતા, ત્યારે ઝાડી-ઝાંખરામાં એક શંકાસ્પદ સફેદ ચાદર લપેટેલી હાલતમાં પડી હોવાનું નજરે પડ્યું હતું. કુતૂહલવશ જ્યારે ખેડૂતોએ નજીક જઈને જોયું, ત્યારે તેમાંથી માનવ અંગો દેખાતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ગ્રામજનોએ તાત્કાલિક આ અંગે વડોદરા તાલુકા પોલીસને જાણ કરી હતી.

તીક્ષ્ણ હથિયારના ઘા અને સંઘર્ષના નિશાન

મૃતદેહની તપાસ કરતા તેના શરીર પર અનેક જગ્યાએ તીક્ષ્ણ હથિયારના નિશાન મળી આવ્યા છે, જે દર્શાવે છે કે, હત્યારાઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક આ કૃત્યને અંજામ આપ્યો છે. ઘટનાસ્થળે આસપાસમાં સંઘર્ષ થયો હોય તેવા નિશાન પણ જોવા મળ્યા છે, જે પરથી લાગે છે કે યુવાને બચવા માટે સંઘર્ષ કર્યો હશે. પોલીસે આસપાસના વિસ્તારમાં કોઈ સીસીટીવી કેમેરા છે કે નહીં તેની તપાસ પણ હાથ ધરી છે.

“હું રાજીનામું નહીં આપું” : ચૂંટણીમાં હાર બાદ ચૂંટણી પંચ અને BJP પર ગંભીર આરોપ

એફએસએલ (FSL) અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ

હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે ટેકનિકલ અને વૈજ્ઞાનિક મદદ લીધી છે. એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી લોહીના નમૂના, પદચિહ્નો અને અન્ય ભૌતિક પુરાવાઓ એકત્ર કર્યા છે. આ ઉપરાંત, હત્યારાઓ કઈ દિશામાં ભાગ્યા હશે તે જાણવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસ અત્યારે મૃતકની ઓળખ વિધિ પર વધુ ધ્યાન આપી રહી છે જેથી તેના પરિવારજનો સુધી પહોંચી શકાય અને હત્યાનું મૂળ કારણ જાણી શકાય.

વડોદરામાં સર્જાઈ મોટી હોનારત: બીચ પર ન્હાવા પડેલા 9 લોકો ડૂબ્યા, સ્વજનો ઘટનાસ્થળે પહોંચતા કરૂણ દ્રશ્યો સર્જાયા

મહેંદી મૂકવા જવાનું કહી દિવ્યા ઘરેથી નીકળી હતી

બીજી તરફ મૃતકના ભાઈએ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે, પોલીસને અનેકવાર તપાસની માગ કરી હોવા છતા ફક્ત અરજી લઈ તપાસ કરવાની વાત કરી. જો પોલીસે તાત્કાલીક એકશન લીધા હોત તો આજે મારી બહેન જીવતી હોત. વધુમાં તેઓ જણાવે છે કે, ત્રણ તારીખે સવારે મારા બહેન મૂકવા ગયા હતા. બપોર સુધી નહીં આવ્યા તો મેં એમને કોલ કર્યો બપોરે કે "બહેન ક્યાં છે?" તો બોલ્યા કે "બસ એકાદ કલાકમાં, એક જ હાથ મૂકવાનો બાકી છે એ મૂકીને આવું છું. બાદમાં સાંજ સુધી પરત ન ફરતા ફરી ચાર-પાંચ કોલ કર્યા, એમને રીસીવ નહીં કર્યા એના પછી બહેનનો રિપ્લાય આવે છે કે હું બસ પેમેન્ટ બાકી છે, પેમેન્ટ લઈને ઘરે જ આવું છું. બાદમાં પરત ન ફરતા મને શંકા જતા સત્તત કોલ કર્યા પરંતુ કોઈ રિપ્લાય ન આવ્યો બાદમાં અમે તેની શોધખોળ કરવા નીકળ્યા ના મોડી રાત સુધી કોઈ ખબર મળી ન હતી. બાદમાં અમે જેપી પોલીસ મથકમાં પોહચ્યા અને ફરિયાદ આપી હતી. બાદમાં અમે પોલીસ પાસે પાસેથી મદદ માંગી કે ભાઈ ફોન જાય છે પણ રીપ્લાય નથી આવી રહ્યો, થોડો સપોર્ટ કરી દો અમને, લોકેશન ટ્રેક કરાવી દો. કેમ કે અમને શક ગયો, કેમ કે બહેને કોઈ વાર આવું કર્યું ન હોતું. આટલા બધા કોલ ગયા હોય ને મારા કોલનો રીપ્લાય ના આપ્યો હોય ત્યારે આ શંકા ઊભી થઈ હતી.

અનૈતિક સંબંધોનું પાપ છુપાવવા માતાએ નવજાતને જીવતું દાટ્યું: પોલીસે કલિયુગી માતા સહિત 3 ને દબોચ્યા

સ્થાનિકોમાં ફફડાટ અને પોલીસ બંદોબસ્ત

અંકોડિયા જેવા શાંત વિસ્તારમાં આ પ્રકારે ઘાતકી હત્યા થતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે અવાવરું જગ્યાઓ અસામાજિક તત્વોનો અડ્ડો બની રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ હત્યારાઓને ઝડપી પાડવામાં આવશે અને કાયદાનું ભાન કરાવવામાં આવશે.

કાર નહીં, ઘર નહીં… છતાં કરોડોની સંપત્તિ!: પત્ની પાસે શેર અને મિલકતોનો ભંડાર! જાણો આસામના CM હિમંતા કેટલા અમીર

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now