Home Business Himanta Biswa Sarma Net Worth Assets Wife Investments

કાર નહીં, ઘર નહીં… છતાં કરોડોની સંપત્તિ! : પત્ની પાસે શેરો અને મિલકતોનો ભંડાર! જાણો આસામના CM હિમંતા કેટલા અમીર

Himanta Biswa Sharma
Image Credit: pinterest
Published by: Suman Dabhi
Last Updated: May 05, 2026, 04:49 AM IST

Himanta Biswa Sharma Net Worth: આસામની રાજનીતિમાં ફરી એકવાર મજબૂત પકડ દર્શાવનાર હિમંતા બિસ્વા શર્મા હવે માત્ર રાજકીય જીત માટે જ નહીં, પરંતુ તેમની વ્યક્તિગત સંપત્તિ અને જીવનશૈલીને લઈને પણ ચર્ચાના કેન્દ્રમાં છે. કરોડોની નેટવર્થ હોવા છતાં તેમની પાસે પોતાની કાર કે ઘર નથી આ વાત ઘણા લોકોને આશ્ચર્યમાં મૂકે છે. તો ખરેખર હિમંતા કેટલા ધનિક છે? અને તેમની પત્નીનું રોકાણ કેટલું મોટું છે?

આસામ વિધાનસભા ચૂંટણી 2026માં ભાજપના નેતૃત્વ હેઠળ ઐતિહાસિક જીત મેળવનાર મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની સંપત્તિ કરોડોમાં છે, પરંતુ તેમના નામે કાર કે ઘર-જમીન નથી. તેમની પત્નીના નામે મોટા પ્રમાણમાં શેર, મ્યુચ્યુઅલ ફંડ, જમીન અને સોનાના દાગીના છે.

સોગંદનામા મુજબની મુખ્ય વિગતો

કુલ સંપત્તિ: હિમંતા બિસ્વા શર્મા અને તેમની પત્નીની કુલ સંપત્તિ ₹35.16 કરોડ.

જવાબદારીઓ (લાયેબિલિટી): ₹16.86 કરોડ.

હિમંતાની વ્યક્તિગત સંપત્તિ: આશરે ₹2.36 કરોડ.

પત્નીની સંપત્તિ: ₹13.56 કરોડ (જંગમ સંપત્તિ).

કાર નહીં, પણ પત્ની પાસે ₹21 લાખની લક્ઝરી કાર

હિમંતા બિસ્વા શર્મા પાસે કોઈ વાહન નથી. જોકે, તેમની પત્ની પાસે ₹21 લાખની કાર છે.

પત્નીનું રોકાણ: સંપત્તિનો મોટો હિસ્સો

હિમંતા શર્મા શેરબજારથી સંપૂર્ણપણે દૂર છે. તેમણે કોઈ શેર, બોન્ડ કે ડિબેન્ચરમાં રોકાણ કર્યું નથી. પરંતુ તેમની પત્નીએ નોંધપાત્ર રોકાણ કર્યું છે:

અનલિસ્ટેડ કંપનીઓના શેર: ₹2.74 કરોડ

મ્યુચ્યુઅલ ફંડ: ₹2 કરોડ

અન્ય બજાર શેર: ₹2.63 લાખ

તેમની પત્ની પ્રાઇડ ઇસ્ટ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ મીડિયા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે.

કરોડોના સોનાના દાગીના

હિમંતા પાસે: 180 ગ્રામ સોનું (લગભગ ₹25 લાખ)

પત્ની પાસે: ₹2.03 કરોડના સોનાના દાગીના

જમીન અને મકાનો પત્નીના નામે

હિમંતા બિસ્વા શર્મા પાસે પોતાના નામે કોઈ ઘર કે જમીન નથી. તેમની પત્ની પાસે છે:

બિન-ખેતી જમીન/પ્લોટ: ₹7.25 કરોડ

બે ઘર: ₹12 કરોડ

આ પણ વાંચો: 200% રિટર્ન આપનાર ફાર્માસ્યુટિકલ કંપનીએ જાહેર કર્યા બોનસ શેર! : જાણો રેકોર્ડ ડેટ

અન્ય વિગતો

બેંક બેલેન્સ: ₹1.42 કરોડ

પત્ની પાસે HDFC લાઇફ વીમા પોલિસી: ₹1 કરોડથી વધુ

દંપતીની કુલ બાકી લોન: ₹5 કરોડ

આ સંપત્તિની વિગતો હિમંતા બિસ્વા શર્માએ ચૂંટણી પંચને સોંપેલા સોગંદનામામાં જાહેર કરી છે. તેમના નેતૃત્વમાં NDAએ 101 બેઠકો જીતીને આસામમાં સત્તા જાળવી રાખી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now