Home Business Railway Ticketless Travel Fine Increase 500 Rupees

રેલ મુસાફરોને મોટો ઝટકો! 1 જુલાઈથી રેલવે વસૂલશે બમણો દંડ : 13 વર્ષ બાદ પેનલ્ટી વધી; ખિસ્સા વધુ હળવા થશે

Indian Railways
Published by: OBS Bureau
Last Updated: Jun 19, 2026, 12:45 PM IST

Indian Railways: ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરનારા મુસાફરોએ હવે પહેલા કરતાં બમણો દંડ ચૂકવવો પડશે. રેલવે મંત્રાલયે વિના ટિકિટ મુસાફરી પર લાગતા લઘુત્તમ (ન્યૂનતમ) દંડને ₹250 થી વધારીને ₹500 કરી દીધો છે. નવા નિયમો 1 જુલાઈ 2026 થી સમગ્ર દેશમાં લાગુ થશે. રેલવે બોર્ડે 18 જૂનના રોજ તમામ રેલવે ઝોનને આદેશ જારી કરીને નવા નિયમોની જાણકારી આપી છે. આ સાથે જ અન્ય વ્યક્તિના નામે બુક થયેલી ટિકિટ પર મુસાફરી કરનારાઓ સામે પણ કડક કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે.

બીજાની ટિકિટ પર મુસાફરી કરવી ભારે પડશે

રેલવેના નવા નિયમો હેઠળ જો કોઈ મુસાફર અન્ય કોઈ વ્યક્તિના નામે બુક થયેલી ટિકિટ પર મુસાફરી કરતો પકડાશે, તો તેની ટિકિટ જપ્ત કરી લેવામાં આવશે. સાથે જ મુસાફર પાસેથી પૂરું ભાડું વસૂલવામાં આવશે અને ઓછામાં ઓછો ₹500નો વધારાનો ચાર્જ પણ ચૂકવવો પડશે. જો મુસાફર દંડ ભરવાનો ઇનકાર કરશે, તો મામલો કોર્ટ સુધી પહોંચી શકે છે.

મુકેશ અંબાણીની મોટી જાહેરાત! : Jio IPOને મળી લીલી ઝંડી, રોકાણકારોની નજર હવે લિસ્ટિંગ પર

ટ્રેનોમાં ફેરી અને સામાન વેચવા પર કડકાઈ વધી

રેલવેએ પરવાનગી વિના ટ્રેનો અને રેલવે સ્ટેશનો પર સામાન વેચનારા, ફેરી લગાવનારા અથવા મુસાફરોને ખરીદી કરવા માટે અપીલ કરનારાઓ સામે પણ કડક જોગવાઈઓ કરી છે. નવા નિયમો અનુસાર આવા કિસ્સાઓમાં ₹2,000 સુધીનો દંડ થઈ શકે છે. દંડ ન ભરવા પર ત્રણ મહિના સુધીની જેલ અથવા ₹5,000 સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. વારંવાર નિયમો તોડનારાઓને એક વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે.

ટ્રેન અને સ્ટેશન પર ભીખ માંગનારાઓ સામે પણ કાર્યવાહી

રેલવેએ ટ્રેનો અને સ્ટેશન પરિસરમાં ભીખ માંગવાની ઘટનાઓ પર પણ કડકાઈ વધારી દીધી છે. નવા નિયમો હેઠળ આવા કિસ્સાઓમાં પણ કાર્યવાહી કરવામાં આવશે.

48 કલાકમાં સોનામાં રૂ.5,200 અને ચાંદીમાં રૂ.16,700નો ઘટાડો : લગ્નસરા અને રોકાણકારો માટે ખરીદીની નવી તક થઈ ઉભી?

નશામાં ધમાલ કરનારાઓ સામે પણ થશે કાર્યવાહી

રેલવે પરિસર અથવા ટ્રેનમાં નશાની હાલતમાં મુસાફરો સાથે અભદ્ર વર્તન કરનારા, ગાળાગાળી કરનારા કે ધમાલ કરનારાઓ સામે પણ કડક પગલાં લેવામાં આવશે. આવા મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી શકાય છે, તેમના પર દંડ ફટકારી શકાય છે અથવા અન્ય કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

તમામ રેલવે ઝોનને અપાયા નિર્દેશો

રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (પેસેન્જર માર્કેટિંગ) શિવેન્દ્ર શુક્લાએ તમામ ઝોનલ રેલવેને નવા નિયમોની માહિતી અધિકારીઓ અને કર્મચારીઓ સુધી પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે. રેલવે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે 1 જુલાઈથી નવા નિયમો અમલમાં આવ્યા બાદ જૂની વ્યવસ્થાના આધારે કોઈ પણ સ્તરે કાર્યવાહી કરવામાં આવશે નહીં.

અમેરિકાની IT કંપનીના સંકેતથી ડગમગ્યું ભારતીય બજાર : સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, એક જ દિવસમાં કરોડોનું નુકસાન!

મુસાફરોને મળશે સુરક્ષિત અને વ્યવસ્થિત સફર

રેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ફેરફારોનો ઉદ્દેશ્ય વિના ટિકિટ મુસાફરી, ટિકિટનો દુરુપયોગ અને રેલવે પરિસરમાં નિયમોના ઉલ્લંઘનને રોકવાનો છે, જેથી મુસાફરોને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત મુસાફરીની સુવિધા મળી શકે. CPRO અમિત સુદર્શને જણાવ્યું હતું કે આ નિર્ણય ટિકિટ લઈને મુસાફરી કરતા મુસાફરોના હિતમાં છે. આનાથી મુસાફરોને વધુ સુરક્ષિત, સુવિધાજનક અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now