Home Gujarat Vadodara Manjalpur By Election Nilesh Rathod Defamation Case Vadodara

માંજલપુર પેટાચૂંટણી પહેલા વડોદરા ભાજપમાં ભડકો : પૂર્વ મેયર નિલેશ રાઠોડે અલ્પેશ લિમ્બાચિયા સામે કર્યો બદનક્ષીનો દાવો

Vadodara News
Published by: OBS Bureau
Last Updated: Jun 20, 2026, 12:11 PM IST

Vadodara News: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીની રાજકીય ગરમાહટ હવે કોર્ટ સુધી પહોંચી છે. વડોદરાના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ નેતા નિલેશ રાઠોડે પોતાની અને તેમના પરિવારની છબીને નુકસાન પહોંચાડવાના આરોપ સાથે ફોજદારી બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. ચૂંટણી પૂર્વે ઉભા થયેલા આ વિવાદે શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

વડોદરાની સરદાર કોલોનીમાં તલવાર-હોકી સાથે ખુલ્લેઆમ યુદ્ધ! : બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, અનેક ઈજાગ્રસ્ત

પત્રિકા વાયરલ કરવા મામલે કોર્ટમાં ફરિયાદ

મળતી માહિતી અનુસાર, નિલેશ રાઠોડે ભાજપના નેતા અને પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિમ્બાચિયા, તેમના સાળા અમિત લિમ્બાચિયા તથા આકાશ નાઈ સામે ફોજદારી બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. આરોપ છે કે નિલેશ રાઠોડ અને તેમના ભાઈઓ અંગે અપમાનજનક અને બદનામીકારક સામગ્રી ધરાવતી પત્રિકાઓ તૈયાર કરીને વાયરલ કરવામાં આવી હતી. નિલેશ રાઠોડનું કહેવું છે કે આ સમગ્ર ઘટનાનો હેતુ તેમની રાજકીય અને સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હતો. તેમણે જણાવ્યું કે, "મને અને મારા પરિવારને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ જાહેર જીવનમાં વર્ષો સુધી બનાવેલી પ્રતિષ્ઠા પર હુમલો છે. તેથી હું આ લડાઈ કાયદાકીય રીતે લડી રહ્યો છું."

અગાઉ પણ નોંધાઈ હતી ફરિયાદ

પ્રેસ નોટ અનુસાર, આ મુદ્દે અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જોકે, રાઠોડ પક્ષના વકીલ એડવોકેટ અમીષ દાદાવાલાનો આક્ષેપ છે કે તે સમયે ફરિયાદમાં જરૂરી અને યોગ્ય કલમો લાગુ કરવામાં આવી નહોતી. તેમના જણાવ્યા પ્રમાણે, હવે સીધી ફોજદારી બદનક્ષીની કાર્યવાહી માટે કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે. એડવોકેટ દાદાવાલાએ જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ બદનક્ષી સંબંધિત જોગવાઈઓને આધારે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. તેમની દલીલ છે કે સોશિયલ અને પ્રિન્ટ માધ્યમો દ્વારા કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું ગંભીર ગુનો ગણાય છે અને તેની કાયદાકીય જવાબદારી નક્કી થવી જોઈએ.

ડભોઈમાં પ્રેમલગ્નની અદાવતનો ખૂની ખેલ : 20 લોકોનું ટોળું ઘરમાં ઘૂસ્યું, પરિણીતાનું અપહરણ કરી પરિવારને લોહીલુહાણ કર્યો

ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણો પર અસર?

આ સમગ્ર વિવાદનું રાજકીય મહત્વ એટલા માટે પણ વધી ગયું છે કે નિલેશ રાઠોડ અને અલ્પેશ લિમ્બાચિયા બંનેને માંજલપુર પેટાચૂંટણીના સંભવિત દાવેદાર તરીકે જોવામાં આવે છે. ભાજપની અંદર ઉમેદવારીને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ કાનૂની લડાઈ શરૂ થતાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પેટાચૂંટણી પહેલાં આવા વિવાદો સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો કેન્દ્ર બની શકે છે. જોકે, પક્ષ તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

ફોરેન્સિક તપાસનો પણ ઉલ્લેખ

પ્રેસ નોટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અગાઉ વાયરલ થયેલી સામગ્રીને લઈને ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદી પક્ષનો દાવો છે કે તપાસ દરમિયાન મળેલા કેટલાક ટેકનિકલ પુરાવાઓના આધારે જ કોર્ટમાં આગળની કાર્યવાહી માટેનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. વકીલ પક્ષનું કહેવું છે કે ફોજદારી કાર્યવાહી ઉપરાંત આગામી સમયમાં સિવિલ દાવો પણ દાખલ કરવામાં આવશે, જેમાં પ્રતિષ્ઠાને થયેલા નુકસાન માટે વળતરની માંગ કરવામાં આવી શકે છે.

મધ્યપ્રદેશમાં એકનું ઢીમ ઢાળીને નાસતો ફરતો આરોપી વડોદરાથી ઝડપાયો : ગોલ્ડન ચોકડી બ્રિજ નીચેથી હરણી પોલીસે ઝડપી પાડ્યો


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now