Home Gujarat Vadodara Vadodara Food Safety Raid Hanuram Foods Dal Kachori Unsafe 8 Samples Fail

વડોદરાવાસીઓ આ જગ્યાની દાલ કચોરી અને આઈસ્ક્રીમ ખાતા હોય તો સાવધાન! : જાણીતી ડેરી અને રેસ્ટોરન્ટ્સની 8 વાનગીઓ લેબોરેટરી ટેસ્ટમાં થઈ ફેઈલ

Vadodara Food Raid,  Unsafe Food
Published by: Nirali Gohil
Last Updated: May 06, 2026, 05:39 AM IST

વડોદરા: સંસ્કારી નગરીમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે વડોદરા મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચના બાદ હરકતમાં આવેલી ખોરાક શાખાએ શહેરના જાણીતા એકમો પર દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન લેવાયેલા નમૂનાઓમાંથી 8 વાનગીઓ લેબોરેટરી ટેસ્ટમાં નાપાસ જાહેર થઈ છે, જેના કારણે શહેરીજનોમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે.

હનુરામ ફૂડ્સની દાલ કચોરી 'અનસેફ': આરોગ્ય માટે જોખમી

ફૂડ શાખાની તપાસમાં સૌથી ચોંકાવનારો ઘટસ્ફોટ મકરપુરા વિસ્તારમાં આવેલી જાણીતી ફૂડ ચેઈન 'હનુરામ ફૂડ્સ' (Hanuram Foods) બાબતે થયો છે. અહીંથી લેવાયેલા દાલ કચોરી ચાટના નમૂના લેબોરેટરીમાં 'અનસેફ' એટલે કે આરોગ્ય માટે જોખમી જાહેર કરાયા છે. આ ઉપરાંત છાણી રોડ પર આવેલા હનુમાન પૌષ્ટિક આહારના હળદર ચણા પણ ખાવાલાયક ન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આ અહેવાલ બાદ તંત્રએ આ બંને એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહીના સંકેત આપ્યા છે.

PM મોદી બનશે વડોદરાના મહેમાન: જાણો 11મી તારીખે શું છે વડાપ્રધાનનો મિનિટ-ટુ-મિનિટ પ્રોગ્રામ અને કયા માર્ગો રહેશે બંધ?

જાણીતા આઈસ્ક્રીમ અને પીઝા પાર્લરના નમૂના પણ 'સબ-સ્ટાન્ડર્ડ'

માત્ર નાસ્તાના કેન્દ્રો જ નહીં, પણ શહેરના નામાંકિત ડેરી પાર્લર અને રેસ્ટોરન્ટ્સ પણ ગુણવત્તા જાળવવામાં નિષ્ફળ રહ્યા છે. પાલિકાએ જાહેર કરેલી યાદી મુજબ 6 એકમોના નમૂના 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર થયા છે:

  • કારેલીબાગ: ગોકુલ ડેરીનો 'કેસર રસ' ગુણવત્તામાં ફેલ.

  • ફતેગંજ: લોકપ્રિય જનતા આઈસ્ક્રીમનું 'વેનીલા આઈસ્ક્રીમ' નિર્ધારિત ધોરણો મુજબ નથી.

  • માંજલપુર: ડેડીસ ઝોન પીઝાનું 'ડ્રાય મંચુરીયન' ગુણવત્તામાં નબળું સાબિત થયું.

  • ભાયલી: સત્યનારાયણ રેસ્ટોરન્ટનું સેવ ટોમેટો અને અન્ય એક જગ્યાએથી લેવાયેલું શ્રીખંડ પણ ફેલ થયું છે.

  • લક્ષ્મીપુરા: એક પ્રોવિઝન સ્ટોરમાં વેચાતા લોટમાં પણ ભેળસેળ જોવા મળી છે.

વડોદરામાં SSC પરિણામનો દબદબો: છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડતું 78.38% પરિણામ, 1582 વિદ્યાર્થીઓ બન્યા 'સ્ટાર'

કડક દંડ અને લાઈસન્સ રદ કરવાની તૈયારી

પાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસરે જણાવ્યું હતું કે, જે વેપારીઓના નમૂના ફેઈલ થયા છે તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કેસ દાખલ કરવામાં આવશે. તંત્ર હવે માત્ર દંડ કરીને અટકશે નહીં, પરંતુ જો વારંવાર આવી બેદરકારી જણાશે તો સંબંધિત એકમનું લાઈસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં અચાનક ધસી પડ્યો રસ્તો!: બાઈક સાથે યુવક ભૂવામાં ગરકાવ, ફાયર બ્રિગેડે કર્યું બોલ્ડ રેસ્ક્યૂ

નાગરિકોને સાવચેત રહેવા તંત્રની અપીલ

આગામી દિવસોમાં પાલિકાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સ્ટ્રીટ ફૂડ, ફરસાણની દુકાનો અને પેકેજ્ડ ફૂડ પર વોચ વધારવામાં આવશે. પાલિકાએ વડોદરાના નાગરિકોને વિનંતી કરી છે કે જો કોઈ પણ જગ્યાએ વાસી કે શંકાસ્પદ ખોરાકનું વેચાણ થતું જણાય, તો તાત્કાલિક પાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ કરવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now