Home Gujarat Ahmedabad Vatva Bibi Talav Road Sinkhole Accident Ahmedabad

અમદાવાદમાં અચાનક ધસી પડ્યો રસ્તો! : બાઈક સાથે યુવક ભૂવામાં ગરકાવ, ફાયર બ્રિગેડે કર્યું બોલ્ડ રેસ્ક્યૂ

Ahmedabad Vatva Accident
Published by: Suman Dabhi
Last Updated: May 06, 2026, 04:34 AM IST

Ahmedabad Vatva Accident: અમદાવાદ શહેરના વટવા બીબી તળાવ રોડ પર સોમવારે રાત્રે (5 મે) અચાનક મોટો ભૂવો પડતાં એક યુવક બાઈક સાથે અંદર ખાબકી ગયો હતો. સદનસીબે ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો છે.

ઘટનાની વિગતો

વટવા વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર અંકિત યાદવ નામનો યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો. અચાનક રસ્તાની જમીન ધસી પડતાં મોટો ભૂવો ઉઠ્યો અને અંકિત કંઈ સમજે તે પહેલાં જ બાઈક સાથે ભૂવામાં ગરકાવ થઈ ગયો. આ દૃશ્ય જોઈ આસપાસના લોકોમાં હાહાકાર મચી ગયો હતો અને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો. સ્થાનિકોએ ત્વરિત પગલાં લઈને ભૂવાની આસપાસ બેરિકેડ લગાવી દીધા હતા. ફાયર બ્રિગેડની ટીમે દોરડાની મદદથી અંકિતને બહાર કાઢ્યો અને તેને ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો. બાઈક પણ ભારે મહેનત પછી બહાર કાઢવામાં આવી.

શાંત રસ્તા પર જોરદાર ટક્કર બાદ સંભળાઈ ચીસો!: હાલોલ-ટીંબી માર્ગ પર બે બાઈક વચ્ચેની એવી ટક્કર કે એકનું પ્રાણપંખેરુ ઊડી ગયું! પત્નીની હાલત ગંભીર

AMCની બેદરકારીનો ખુલ્લો પર્દાફાશ

આ અકસ્માત પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ગંભીર બેદરકારી સામે આવી છે. સ્થાનિક સૂત્રો અનુસાર, 27 એપ્રિલે જ એક જાગૃત નાગરિકે ડેપ્યુટી સિટી ઈજનેરને લેખિત પત્ર લખીને આ રસ્તાની સ્થિતિ વિશે ચેતવણી આપી હતી અને ભૂવો પડવાની શક્યતા વ્યક્ત કરી હતી. છતાં તંત્રે કોઈ રિપેરિંગ કર્યું ન હતું.

ચાંદખેડા ઢોંસાનું ખીરું કેસ વધુ રહસ્યમય બન્યો: 1 મહિના બાદ FSL તપાસ અને મેડિકલ અભિપ્રાય, જાણો ડોક્ટરે શું કહ્યું

લોકોમાં ભારે રોષ

આ ઘટના બાદ સ્થાનિકોમાં AMC સામે તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે, “શું કોઈના મોત પછી જ તંત્ર જાગશે?” આ ભૂવાને કારણે વર્તમાનમાં ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ છે અને વહીવટી તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે.

સાવધાનીની અપીલ

અમદાવાદના રસ્તાઓ પર મુસાફરી કરતા નાગરિકોને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે, કારણ કે આવા અણધાર્યા ભૂવાઓ ક્યારે કોને મોતના મુખે ધકેલી દે તે કહેવાય નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now