પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રફુલ પટેલના પત્નીનું નિધન: PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ



સુરત: સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગર ખાતે સુરત મહાનગરપાલિકા (SMC)ની ઘોર બેદરકારી સામે આવી છે. થોડા દિવસો પહેલાં જ બનેલો નવો રોડ અચાનક ધસી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલી એક સિટી બસ રોડમાં ખૂંપી ગઈ હતી. આ અકસ્માતને કારણે બસમાં સવાર ૭ મુસાફરોને ઇજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નવો રોડ તૂટી પડતાં પાલિકાના કામની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેન પટેલનું આજે દુઃખદ નિધન થયું છે. તેમના નિધનના સમાચાર મળતા જ રાજકીય ક્ષેત્રે શોકનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કરતા ભાવનાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ ઉપરાંત અન્ય અનેક રાજકીય આગેવાનો અને પક્ષના કાર્યકરોએ પણ તેમના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ભાવનાબેન પટેલના નિધનથી પટેલ પરિવારમાં શોકનો માહોલ છે.
ગાંધીનગરના સેક્ટર-24 વિસ્તારમાં 600 કિલોથી વધુ શંકાસ્પદ ગૌમાંસ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ બજરંગ દળના કાર્યકરો, સ્થાનિક નાગરિકો અને શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો મોટી સંખ્યામાં એકઠા થઈને સેક્ટર-21 પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં જ્યારે પ્રદર્શનકારીઓએ આરોપીઓને પોલીસ સ્ટેશનમાં જ આરામથી બેઠેલા જોયા, ત્યારે લોકોનો આક્રોશ વધુ વધ્યો હતો અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. લોકોએ આરોપીઓ સામે તાત્કાલિક અને કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને મામલો થાળે પાડવાના પ્રયાસો ચાલુ છે.

સુરત/નવસારી: દક્ષિણ ગુજરાતમાં લાંબા સમયની અસહ્ય ગરમી અને બફારા બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સુરતમાં ૨૦ થી ૨૫ કિમીની ઝડપે ફૂંકાયેલા તેજ પવન અને ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે દિવસ દરમિયાન જ અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ, નવસારીના સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી લોકોને ગરમીથી મોટી રાહત મળી છે, જ્યારે ખેડૂતો હવે વાવણી લાયક સારા વરસાદની આશા રાખી રહ્યા છે.

નર્મદા: મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ શરૂ કરાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 126.79 મીટરે પહોંચી ગઈ છે. હાલ નર્મદા ડેમ 57 ટકા જેટલો ભરાયેલો છે અને તેમાં 3,324 MCM લાઈવ સ્ટોરેજ પાણી ઉપલબ્ધ છે. પાણીની સારી આવકના પગલે CHPH પાવર હાઉસના 3 યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગુજરાતમાં સિંચાઈ અને પીવાના પાણી માટે મુખ્ય કેનાલમાં 16,223 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.


ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. 22 જૂનથી વરસાદનું જોર ઘટશે અને તે માત્ર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પૂરતું સીમિત રહેશે. 21 અને 22 જૂને અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છમાં હવામાન શુષ્ક રહેશે. ત્યારબાદ, 24થી 26 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતમાં હવામાન સંપૂર્ણ સૂકું થઈ જશે અને માત્ર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર જેવા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે.




