Home Gujarat Vadodara Pm Modi Vadodara Visit Road Show Preparations East Zone Sardardham

PM મોદી બનશે વડોદરાના મહેમાન : જાણો 11મી તારીખે શું છે વડાપ્રધાનનો મિનિટ-ટુ-મિનિટ પ્રોગ્રામ અને કયા માર્ગો રહેશે બંધ?

Vadodara PM Modi Road Show, Sardardham Lokarpan,
Published by: Nirali Gohil
Last Updated: May 06, 2026, 05:16 AM IST

વડોદરા: સંસ્કારી નગરી વડોદરા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સજ્જ થઈ રહી છે. આગામી 11મી તારીખે વડાપ્રધાન વડોદરાના મહેમાન બનવાના છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન અણખોલ ખાતે નવનિર્મિત 'સરદારધામ સંકુલ'નું લોકાર્પણ કરશે અને ત્યારબાદ એરપોર્ટ માર્ગ પર તેમનો ભવ્ય રોડ શો યોજાશે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને પગલે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં માળખાગત સુવિધાઓ અને સુશોભનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

એરપોર્ટથી અણખોલ સુધીનો રૂટ થશે ઝાકઝમાળ

વડાપ્રધાનના રોડ શોના રૂટને આકર્ષક બનાવવા માટે પાલિકાના વિવિધ વિભાગો રાત-દિવસ એક કરી રહ્યા છે. એરપોર્ટથી લઈને સરદારધામ સંકુલ સુધીના સમગ્ર માર્ગ પર સઘન સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. માર્ગોની મરામત, ડિવાઈડરનું ક્લીનિંગ અને કલરકામ કરવાની સાથે સમગ્ર રૂટ પર વિવિધ થીમ આધારિત રોશની કરવામાં આવશે. વધુમાં, માર્ગો પર આકર્ષક પ્લાન્ટેશન, વૃક્ષોનું ટ્રિમિંગ અને બ્રાન્ડિંગ દ્વારા શહેરને નવો લુક આપવામાં આવી રહ્યો છે. દબાણ હટાવવા અને ડ્રેનેજ લાઈનોની ચકાસણી જેવી પાયાની કામગીરી પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

વડોદરામાં SSC પરિણામનો દબદબો: છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડતું 78.38% પરિણામ, 1582 વિદ્યાર્થીઓ બન્યા 'સ્ટાર'

ટ્રાફિક અને પાર્કિંગ માટે ખાસ આયોજન

વડાપ્રધાનના કાર્યક્રમમાં લાખોની મેદની ઉમટી પડવાની શક્યતાને જોતા ટ્રાફિક વ્યવસ્થા જાળવવી એ તંત્ર માટે મોટો પડકાર છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું છે. કાર્યક્રમ સ્થળની આસપાસ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી નાગરિકોને કોઈ અગવડ ન પડે. અધિકારીઓને ફિલ્ડમાં રહીને જ તમામ કામગીરીનું સીધું સુપરવિઝન કરવા સૂચના અપાઈ છે.

અમદાવાદમાં અચાનક ધસી પડ્યો રસ્તો!: બાઈક સાથે યુવક ભૂવામાં ગરકાવ, ફાયર બ્રિગેડે કર્યું બોલ્ડ રેસ્ક્યૂ

આંતર-વિભાગીય સંકલન અને ‘વન ડે વન રોડ’ અભિયાન

વડાપ્રધાનની આ મુલાકાતને સફળ બનાવવા માટે પાલિકા માત્ર એકલી જ નહીં, પરંતુ વુડા (VUDA), જિલ્લા પંચાયત અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે મળીને કામ કરી રહી છે. એરપોર્ટ રોડથી ગોલ્ડન ચોકડી સુધીના પટ્ટા પર સંયુક્ત રીતે કામગીરી શરૂ કરાઈ છે. આ ઉપરાંત, શહેરમાં 'વન ડે વન રોડ' અભિયાનને ફરી વેગ આપવામાં આવશે, જેની શરૂઆત બુધવારથી પૂર્વ ઝોનથી થશે. આ અભિયાન અંતર્ગત જે-તે રોડની તમામ નાગરિક સુવિધાઓ એક જ દિવસમાં ચકાસીને સુધારવામાં આવશે.

ચાંદખેડા ઢોંસાનું ખીરું કેસ વધુ રહસ્યમય બન્યો: 1 મહિના બાદ FSL તપાસ અને મેડિકલ અભિપ્રાય, જાણો ડોક્ટરે શું કહ્યું

કેસરીયા માહોલમાં રંગાયું વડોદરા

વડાપ્રધાનના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વડોદરાનો પૂર્વ વિસ્તાર અત્યારથી જ ઉત્સવના રંગે રંગાયો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ સંગઠન અને સ્થાનિક તંત્ર દ્વારા સ્વાગત માટેના બેનરો અને રોશનીની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. તંત્રએ નાગરિકોને પણ આ સ્વચ્છતા અને સુશોભન અભિયાનમાં સહકાર આપવા અને શહેરની ગરિમા જાળવી રાખવા અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now