Home Gujarat Vadodara Deepa Shrivastava Win Vadodara Ward 14 Madhu Shrivastava Daughter

વડોદરામાં રસાકસીનો અંત : વોર્ડ નંબર 14 માં કોંગ્રેસના દિપા શ્રીવાસ્તવનો વિજય, જાણો જીત બાદ શું કહ્યું

Deepa Srivastava daughter of Madhu Srivastava
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 28, 2026, 11:07 AM IST

Vadodara Election Result 2026: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં સૌથી વધુ હાઈ-પ્રોફાઈલ ગણાતા વોર્ડ નંબર 14 માં આખરે જનતાનો ચુકાદો સામે આવ્યો છે. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને જાણીતા નેતા મધુ શ્રીવાસ્તવના પુત્રી દિપા શ્રીવાસ્તવે ભારે રસાકસીના અંતે શાનદાર જીત હાંસલ કરી છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા દિપાબેને ભાજપના ગઢમાં ગાબડું પાડીને સાબિત કરી દીધું છે કે જનતાનો વિશ્વાસ તેમની સાથે છે. આ જીત માત્ર એક બેઠકની જીત નથી, પરંતુ વડોદરાના રાજકારણમાં શ્રીવાસ્તવ પરિવારના પ્રભુત્વનો પુનરોચ્ચાર છે. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, પરંતુ અંતિમ રાઉન્ડ સુધી પહોંચતા દિપાબેને પોતાની લીડ મજબૂત બનાવી વિજય મેળવ્યો હતો.

"આ મારી નહીં, જનતાની જીત છે" - દિપા શ્રીવાસ્તવ

વિજયની જાહેરાત થતા જ દિપા શ્રીવાસ્તવ ભાવુક થઈ ગયા હતા અને તેમણે આ જીતનો તમામ શ્રેય વોર્ડ નંબર 14 ની જનતાને આપ્યો હતો. તેમણે મીડિયા સમક્ષ હૃદયસ્પર્શી નિવેદન આપતા કહ્યું હતું કે,"આ મારી જીત નથી, આપણી જનતાની જીત છે અને હું પ્રજા છું, સેવક છું, બધું જ છું, બસ તમારી છું. તમારા પડખે ઊભી રહીશ. આવનારા પાંચ વર્ષમાં હવે મારા કદમ નહીં ડગમગાય, હું તમારી જોડે છું, તમારા સુખમાં, તમારા દુઃખમાં. તમે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, મારું જે પૂરું નામ છે એની પાછળની ગરિમા આખી જિંદગી બરકરાર રાખીશ."

આ પણ વાંચો: ડભોઈમાં ધારાસભ્ય શૈલેષ મહેતાના ગઢમાં ગાબડું : 8 વર્ષ બાદ ભાજપે સત્તા ગુમાવી, કોંગ્રેસનો ભવ્ય વિજય

શ્રીવાસ્તવ પરિવારનો વધતો પ્રભાવ

મધુ શ્રીવાસ્તવના પુત્રીની આ જીતથી વડોદરાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાની પુત્રી માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, જેનું પરિણામ આજે જીત સ્વરૂપે મળ્યું છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ વિજયથી આગામી સમયમાં કોંગ્રેસનું સંગઠન પણ મજબૂત બનશે અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now