વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં રોડ સેફ્ટીને લઈને અત્યંત ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા જોખમી 'બ્લેક સ્પોટ' પર થયેલા અકસ્માતોમાં કુલ 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ ટ્રાફિક પોલીસના સર્વેમાં બહાર આવ્યું છે કે શહેરના 11 જેટલા સ્થળો એવા છે જ્યાં વારંવાર અકસ્માતો સર્જાય છે. આ વિસ્તારો હવે વાહનચાલકો માટે 'મૃત્યુના ફાંસા' સમાન બની ગયા છે.
વધતા ટ્રાફિક અને રસ્તાઓની ખામીયુક્ત ડિઝાઈનને કારણે અકસ્માતોનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા અનેકવાર દાવો કરવામાં આવે છે કે, અકસ્માતો ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. દર વર્ષે અનેક પરિવારો પોતાના સ્વજનોને આ જીવલેણ રસ્તાઓ પર ગુમાવી રહ્યા છે. આ અહેવાલમાં વડોદરાના એવા વિસ્તારોની વિગતવાર માહિતી આપવામાં આવી છે જે અકસ્માત ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
વડોદરાના 11 'બ્લેક સ્પોટ' જ્યાં કાળ પંજો ફેલાવીને બેઠો છે
ટ્રાફિક વિભાગના ડેટા મુજબ, શહેરમાં એવા 11 મુખ્ય સ્થળો છે, જ્યાં સૌથી વધુ જીવલેણ અકસ્માતો નોંધાયા છે. આ સ્થળોમાં ગોલ્ડન ચોકડી, દુમાડ ચોકડી, સમા-સાવલી રોડ, અને તરસાલી બાયપાસ જેવા વ્યસ્ત વિસ્તારોનો સમાવેશ થાય છે. આ બ્લેક સ્પોટ્સ પર ખાસ કરીને રાત્રિના સમયે અને વહેલી સવારે મોટા વાહનોની અવરજવર દરમિયાન અકસ્માતની શક્યતા વધી જાય છે.
વડોદરામાં દેવ નદીનાં કિનારે બની ખતરનાક ઘટના: 22 વર્ષના યુવકને જીવતા ખેંચી ગયો મગર
3 વર્ષમાં 26 મોત: તંત્રની નિષ્ફળતા કે વાહનચાલકોની બેદરકારી?
છેલ્લા 36 મહિનાના આંકડા દર્શાવે છે કે આ 11 સ્થળો પર કુલ 26 લોકોના કરુણ મોત નીપજ્યા છે. નિષ્ણાંતોના મતે, રસ્તાઓ પર પ્રોપર સાઈન બોર્ડનો અભાવ, સ્ટ્રીટ લાઈટની કમી અને રસ્તાઓનું ખામીયુક્ત એન્જિનિયરિંગ આ અકસ્માતો માટે મુખ્યત્વે જવાબદાર છે. વહીવટી તંત્ર દ્વારા 'બ્લેક સ્પોટ' સુધારવાની કામગીરી કાચબા ગતિએ ચાલી રહી છે, જેને પરિણામે અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યા.
2 કરોડની કરન્સી લૂંટનું કાવતરું ખુલ્લું પડ્યું: આણંદથી મિત્રો બોલાવી વેપારીની આંખમાં મરચું નાખનાર સુરજ સલાટ જેલભેગો
કયા વિસ્તારમાં સૌથી વધુ જોખમ?
સૌથી વધુ અકસ્માતો હાઈવેને જોડતી ચોકડીઓ પર થાય છે. ગોલ્ડન ચોકડી અને દુમાડ ચોકડી પાસે મિક્સ ટ્રાફિક (ભારે વાહનો અને ટુ-વ્હીલર) ને કારણે નાના વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. પોલીસ રિપોર્ટ મુજબ, ઘણા કિસ્સાઓમાં રોંગ સાઈડમાં વાહન ચલાવવું અથવા ઓવરસ્પીડિંગ પણ કારણભૂત હોય છે, પરંતુ રસ્તાની ખરાબ હાલતને પણ અવગણી શકાય તેમ નથી.
વડોદરામાં 'રક્ષક જ ભક્ષક' બન્યા: પોલીસકર્મીઓ પર યુવકને માર મારવાનો આક્ષેપ
નિવારણ માટે શું કરવું જોઈએ?
શહેરના જાગૃત નાગરિકો અને રોડ સેફ્ટી એક્સપર્ટ્સનું માનવું છે કે માત્ર બ્લેક સ્પોટ જાહેર કરવાથી કંઈ નહીં વળે. તંત્રએ તાત્કાલિક ધોરણે નીચે મુજબના પગલાં લેવા જોઈએ:
જોખમી વળાંકો પર રિફ્લેક્ટર અને સાઈન બોર્ડ લગાવવા.
હાઈવે ક્રોસિંગ પર ઝીબ્રા ક્રોસિંગ અને ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા કરવી.
બ્લેક સ્પોટ તરીકે ઓળખાયેલા રસ્તાઓનું રી-ડિઝાઈનિંગ કરવું.
રાત્રિના સમયે પૂરતી સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવી.





